________________
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર.
થવાને નથી અને પારેવાનું મારે અવશ્ય રક્ષણ કરવાનું છે, તેમ અન્ય પ્રાણીનું માંસ આપતાં પણ દેષજ લાગે, માટે હું પોતાનું માંસ આપું.” એમ ધારી રાજ –“હે પક્ષી ! જે દાતારદેનાર અમુક વસ્તુ આપવાને અસમર્થ હોય, તે તેને બદલે બીજી વસ્તુ આપવાનો વ્યવહાર ચાલુ છે, માટે જે તું કબૂલ કરે, તે હું પારેવાની અરેબર મારૂં પિતાનું માંસ કાપીને તને આપું. આથી સીંચાણે માંચિત થઈ ચિંતવવા લાગ્યો કેન્દ્ર નું વચન અવશ્ય સત્ય નીવડે, તેમ લાગે છે. પછી તે મંદાક્ષરે બોલ્યો કેભલે, એમ કરે. એટલે રાજા ઉત્સાહથી બેલી ઉઠો કે-“અરે! અહીં કેઈ છે કે?” ત્યારે રાજ–અધ્યક્ષનજીક આવીને બેત્યે કે – “મહારાજ! આ હું રહ્યો, આજ્ઞા ફરમાવે.” ત્યાં રાજાએ તેના કાનમાં વાત કહી. જેથી આજ્ઞા પ્રમાણ છે, એમ બોલતા રાજ–અધ્યક્ષે ચાલી નીકળતાં તુલા લાવીને રાજાને આપી.એટલે રાજાએ પોતાના હાથે એક ત્રાજવામાં પારેવ નાખ્યો અને બીજા ત્રાજવામાં સ્વાભિમાન સહિત છૂરી વતી સાથળનું માંસ કાપી કાપીને નાખતાં પાછળ કેલાહલ મુ અને સીંચાણે સાહસપૂર્વક કહેવા લાગે કે –હે વીર! હે સ્વાભિમાનમાં ધીર! તને નમસ્કાર છે. એવામાં પ્રધાન તથા સંભાજને સખેદ બેલ્યા કે–“હે દેવ! આ સાહસત્કર્ષ અસ્થાને છે. આ શરીરવડે હે નાથ ! તારે જગતનું રક્ષણ કરવાનું છે, તે એક પક્ષીને માટે શું એને ત્યાગ યુક્ત છે? વળી એ કોઈ માયાવી દેવ છે, એમ તમને કહેવામાં આવ્યું, અદ્યાપિ એ વાત ધ્યાનમાં લઈ હે માનિન! આ અતિસાહસને તજી દે.” સચિવના એ વચનની અવગણના કરી, ભારે હર્ષ પામતે રાજા ફરી માંસના કટકા કાપી કાપીને ત્રાજવામાં નાખવા લાગ્યા, ત્યાં લક્ષમીવતી આંસુ હાવી બાલી કહે અમાત્ય! આ અકાળે અમારાપર વજાપાત ને?' અમાત્યે કહાં -“હે દેવી! તમે તે દેવનાં લક્ષણ જાણે