________________
સાત્વિકપણું ઉપર વજાયુધની કથા. છે કે તે કોધમાં આવતાં જડની જેમ વૃદ્ધાજ્ઞાને અવગણીને કામ કરી નાખે છે. લક્ષ્મીવતી આક્ષેપ સહિત રાજા પ્રત્યે બોલી “હે આર્યપુત્ર! સત્વશાળી તમે આ શું આરંક્યું છે? તમારા અંગે. ચાલતી છૂરી મારા હૃદયને ભેદી નાખે છે. આ વખતે સહસાયુધ દીનતાસહિત વિચારવા લાગ્યો રાજા જેમ જેમ સવથી પિતાના શરીરને કાપીને માંસ ત્રાજવામાં નાખે છે, તેમ તેમ પારેવાના અંગમાં ભાર વધતું જાય છે. અહીં શું કારણ હશે? અથવા તે ભાવી જાણવાની ઈચ્છાથી શું? કારણ કે પિતૃઋણના વૈરમાં પુત્ર પણ લેવાય છે, માટે સ્વાંગ-માંસના ખડેએ કરી એક હેલામાત્રમાં પિતાની પ્રતિજ્ઞાને સત્વર પૂરી કરું.’ એમ ધારી સહસાયુધ જેટલામાં સજજ થાય છે, તેટલામાં રાજા ધીરજથી વિચારે છે કે–આમ વારંવાર શરીર કાપવાની કદર્થનાવડે શું? હું પોતે જ ત્રાજવામાં બેસી એ પક્ષીને પૂણે સતિષ પમાડું એમ ચિંતવી તે ત્રાજવામાં બેઠે. તેવામાં પુષ્પવૃષ્ટિ થઈ, આકાશમાં દુંદુભિનાદ થયો અને આકાશવાણી થઈ કે તુલામાં પિતાના શરીરને મૂકતાં શ્રી વાયુધ ચક્રવર્તીના માન, દાન અને સત્ત્વની કેણ તુલના કરી શકે ?” એવામાં ગંગાનાદના વિસ્તાર સમાન નૃત્ય કરતે દેવ દાખલ થયે. તે જોતાં રાજાને વિચાર થયો કે “આ શું?” ત્યાં દેવ પ્રણામ કરીને બેઠે. રાજા ચિંતવે છે કે તે બને પક્ષી ક્યાં ગયા? આ તુલા કેમ ખાલી જણાય છે અને માંસ કાપતાં સત્રણ બનેલ આ શરીર કેમ સાજું દેખાય છે? અને વળી દિવ્ય આભૂષણ વડે સુભગ અને અત્યંત તેજસ્વી આ પુરૂષ કેણું? અથવા તે એ બધું મનનું ઉન્માદપણું પ્રગટયું?” તેવામાં દેવ કહેવા લાગ્ય–હે મહાસત્તાવતંસ! આવા વિસ્મયવડે સર્યું આ મધું કપટ–નાટક અમે કરેલ છે. ત્રાસ પામતા પારેવાની પાછળ કેધાયમાન સીથાણા દેડતે આ એ લેખાવ તાણ
વળી