________________
શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર.
બનેલ તું યમરાજાનો અતિથિ થા.” એમ સાંભળતાં રાજા એકદમ ઉચે જોઈ બેન્ચે કે–હે બુદ્ધિનિવાસ! આ અવાજ શબ્દાયમાન તેજ કેવું આવે છે?” તે બોલ્ય—“ હે દેવ! જે એ કઠિન વચન બેલે છે, તેથી એમ લાગે છે, કે અકાળે કપાયમાન થયેલ કોઈ દેવ તમારી સાથે લડવાને આવે છે? એવામાં તેજવડે શરીરે દેદીપ્યમાન એ વિઘુદષ્ટ નામે દેવ દાખલ-હાજર થયે. ત્યાં અવજ્ઞા બતાવતાં રાજા બોલ્યા કે હે દેવી! આ સાર્વભોમ વસંતનો તું પ્રભાવ તે જે, કે આ યુવતી માન મૂકીને પોતે પતિચરણમાં ઢળી પડી અને સખીના હાસ્યથી તે ઊંચે નજર પણ કરતી નથી, એટલે પતિ જરા આમતેમ થઈ, હાસ્ય કરતાં દંતકાંતિથી પ્રકાશ પમાડતાં, તે મૃગાક્ષીને ગાઢ આલિંગન આપી રહ્યો છે? ત્યારે ચંદ્રાનના સંસ્કૃત-વચનથી રાજાને કહેવા લાગી કે– હે દેવ! તમે પણ આ તરફ જુઓ કે પ્રિયાએ દૂરથી પ્રિયતમનું ચિત્ત ભેદીને અચેતન કરી નાખ્યું, તેને બહાર કહાડવાને તેણીની આગળ એ મુખમાં આંગળી નાખી રહ્યો છે. તેવામાં પેલે દેવ જરા નજીક આવીને કહેવા લાગ્યો કે–“અરે! વાયુધ! જ્યાં સુધી મારી તરવારરૂપ ગરૂડ પ્રગટ નથી, ત્યાં સુધી અન્ય રાજારૂપ સર્પો ભલે ભારે વિશ્વના ઉદ્ગાર કહાડયા કરે, પણ તે પ્રાપ્ત થતાં તે તેમને પર્વતગુફા કે રાફડાનું શરણ લેવું પડશે. તે હે મૂઢ! તું મારી અવજ્ઞા શા માટે કરે છે? વળી એ પણ યુકત નથી કે યુદ્ધમાં તું રાજાઓને જીતે છે અને બધા રાજાઓને અવગણે છે, એ તારા ચકિત્વને પ્રભાવ છે, પણ હું દેવ હોવાથી તે મને કંઈ પણ પરાસ્ત કરનાર નથી. વળી જે ચકિતાવડે તું તને તુચ્છ ગણે છે, તે તારે મદ મારી આગળ શું માત્ર છે? તેમજ બાહુયુદ્ધ કરવાની જે તારામાં શકિત હોય, તે ભુજ બતાવ અને નહિ તે તરવાર હાથમાં લઈ લે.” એટલે રાજા કેપસહિત બાલ્યા કે અરે! કાળે તારાપુર નજર