________________
સાત્વિકપણું ઉપર વિજયુધની કથા.
કર. હા ! યમસમાન એનાથી મારું જીવિત કેમ રહેશે?” ત્યારે રાજાએ વિચાર કર્યો કે–“અહે! આ તે કથારસ અતિ ભયાનક?” એમ સમજી રાજાએ તેને પિતાના મેળામાં રાખે. તેવામાં સપની પાછળ ગરૂડની જેમ એક સીંચાણે તરત આવ્યા અને ક્ષુધાતુર થઈને તે રાજાને કહેવા લાગેકે–“અરે એ મારું લક્ષ્ય મને સેંપી દે” દાસી કહે છે કે “એટલી વાત તે મેં સાંભળી, પણ શું થયું તે હું જાણતી નથી.” ત્યાં લક્ષ્મીવતી જરા વિચારીને બેલી કે –“હે પ્રિયંવદા ! પલાયનનાં સ્થાને તે જગતમાં ઘણાં છે, છતાં ત્યાં ન જતાં એ પારે અહીં ધર્મશાળામાં આવી આર્ય પુત્રના શરણે બેઠે, એ હકીકત મને ઠીક ભાસતી નથી. અને વળી એવું પણ કદિ સાંભળ્યું નથી કે પક્ષી મનુષ્યની ભાષામાં બેલે.” પ્રિયવંદાએ કહ્યું–“દેવી! તમે બરાબર કહે છે. મારું મન પણ એજ વિચારમાં વ્યાકુળ થઈ રહ્યું છે. શું એ સત્ય સીંચાણે હશે કે જેના ભયથી પારે શરણે આવી પડે? અથવા તે નટની જેમ રૂપ બદલાવી કઈ વિદ્યાધર વિલાસ કરતે હશે કે સત્વની પરીક્ષા કરવા કોઈ દેવ સ્વર્ગથકી ઉતર્યો હશે? હે મૃગાક્ષી! એ વાત ભેદભરેલી છે અને કઈ રીતે શુભ તે નથી જ. આથી લીમીવતી હાથપર કપલ રાખીને મૌન બેસી રહી. જ્યારે પ્રિયવંદા મનમાં ચિંતવવા લાગી કે –“અહો ! ઈષ્ટ જનના ઉપદ્રવની આશંકા ઉપજે અને શ્રેષ્ઠ માણસની મતિ પણ વૈપરીત્ય વિપર્યાસ પામે, તે આ તે પ્રણયિની છે અને તેણે પતિના મનમાં સ્થાન મેળવ્યું છે. એટલે એવી સ્થિતિ કેમ ન થાય?” વળી નિઃશ્વાસ મૂકતાં તે વિચારવા લાગી કે હવે સ્વામિનીના મનને હું વિનોદ કેમ પમાડી શકીશ?” એવામાં મંકરા દાસી આવીને બેલી કે–“હે સ્વામિની! પારે દેવના શરણે પડે છે અને સીંચાણે થાંભલા પર બેઠે છે, એ દેખાવ જેવાને બધા નગરજને