________________
સાત્ત્વિકપણે ઉપર વાયુધની કથા.
નાખી છે કે યમરાજાએ તને પત્ર મોકલ્યો છે? અથવા દૈવ કે દષ્ટિવિષ તને નડયા છે કે તું પિતે મરવા માગે છે? કે આમ મિથ્યા, બલિષ્ઠ રાજાઓના દેડની ખરજ દૂર કરવા શસ્ત્રકમમાં નિપુણ એવા અમારા જેવા સામે તું યુદ્ધમાં આવવા તૈયાર થયે છે?” ત્યારે બુદ્ધિનિવાસ રાજાને કહેવા લાગ્યો કે–“રાજન ! અન્ય રાજાઓ તમારી અસિધારાનું વ્રત આદસ્તાં, મનુષ્યત્વથી અધિક દેવપણાની સંપત્તિ લેવા ગયા અને તેથી આ દેવ પણ ઇંદ્રની પદ્ધીને ઈચ્છતે હશે, તે તમારા શસે હણતાં ઈદ્રત્વ પામે, માટે તે એમ કહેવા માગે છે કે હે ભૂપાલ! તું મારૂં એટલું કામ કર કે જેથી હું ઉન્નતિ પામું અને તારી ખ્યાતિ થાય.” ત્યાં પેલો દેવ બુદ્ધિનિવાસ પ્રત્યે કહેવા લાગ્યું કે “અરે! ભત્યાધમ ! હું તારે ઉપાય સમજું છું કે તું અમ દેવેને પણ મારવા માગે છે. એમ કહી, ભારે ક્રોધ બતાવતાં એક ક્રીડા પર્વત ઉપાધને નાખે, જેથી એક રાજા વિના બીજા બધા કાગની જેમ ભાગી ગયા. ત્યાં લક્ષમીવતી રાણી થોડે દૂર રહી કહેવા લાગી કે –“હા! આર્યપુત્ર! હા ! વસુધાને ધારણ કરવામાં એક મલ્લ ! મને એક પ્રતિવચન આપે” એમ બોલતી તે મૂછ પામી, અને લાંબા વખત પછી ચૈતન્ય પામતાં તે પોતાના પરિજનને કહેવા લાગી કે –“સ્વામી આપદામાં આવી પડતાં, આપણે જીવીને શું કરવું? જુઓ–ચંદ્રના ગ્રહણમાં હરિણ તેને તજતે નથી. વળી પુનઃ વિચાર આવતાં તે બોલી કે –“અહે! બધા જ પરના દેષ ગ્રહણ કરવામાં નિપુણતા પામ્યા છે, પણ પોતાના દેષ જોતાં નથી-એ લેકવાકય ગ્રાહ્યા થયું, કારણ કે સ્વામીને તજી પરિજન અને હું પણ નાશી છૂટક્યા, તે હું પરિજનને ઓલ કેમ આપી શકું? પણ સ્વામીના નેહથી વિપરીત કરનાર મારા આત્માનેજ આલ દઉં.” એમ વાત ચાલે છે, તેવામાં પાછળથી અવાજ આવ્યું કે “હે દેવી! તત્તર