________________
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
~~~~~
~~~~~~
~
~~~~
લજજાને લીધે રાજા અધોમુખ થઈ રહ્યો. જેથી “જેને નિષેધ નહિ, તે સંમત” એમ ધારી બ્રાહ્મણે રાજાના છેડે સેનામહોરે બાંધી ત્યારે રાજાએ કહ્યું એ કરતાં બમણું નામ્હોર આપતાં, એ છુટી શકશે.” એમ કબૂલ કરતાં બ્રાહ્મણ ચિંતવવા લાગ્યું કે –“અહે! જન્મ અને જીવિતને ધિકાર છે! લક્ષમી કે મોટાઈને પણ ધિક્કાર છે, કે જે મનુષ્યપણું પામીને પણ સુખની ખાતર પરવશ થતાં પુરૂષે પોતાના જીવિતને સ્વેચ્છા–રસથી બરબાદ કરે છે.” એમ ધારતે બ્રાહ્મણ સુતારાને કહેવા લાગે કે–તું આગળ ચાલ.” એટલે તેણીના ચાલતાં રેહિતાશ્વ છેડે લાગ્યું, ત્યારે સુતારા રેતાં રેતાં બેલી કે –“હે વત્સ! તું તારા પિતા પાસે બેસ. હું તારા માટે મેદક લેવા જાઉં છું એમ માતાએ વારંવાર સમજાવ્યા છતાં બાલકે છેડે ન મૂકો. તેવામાં બ્રાહ્મણે ક્રોધ લાવી ને કહ્યું કે-“અરે! ચાકરી! આટલે બધે વિલંબ કેમ કરે છે? ત્યારે સમય ચાલતી સુતારાને તેણે મૂકી નહિ, ત્યાં વિખે પાટુ મારી મે તેને પૃથ્વી પર પાડી નાખે. જેથી રાજા આંસુ લાવી વિચારવા લાગ્યો કે–અહે! આ આયદાને ધિક્કાર છે કે જે ઈંદ્રના ઉત્સગમાં રમવા લાયક છતાં, એક વિપ્રને પાદપ્રહાર સહન કરે છે. કારણ કે આપદામાં પડેલ પુરૂષને ચોતરફ હજારે પરાભવ નડે છે. કુતરાથી પરાભવ પામેલ ભુંડ શિકારીઓના હાથે હણાય છે.” પછી રાજાએ વિપ્રને જણાવ્યું કે–એ બાલકને માતા વિના રહેવાને નથી, માટે એને પણ ખરીદી લે. એ કંઈને કંઈ તારું કામ કરતે રહેશે.” બ્રાહ્મણે કહ્યું “એ તે મને ફેગટ પણ ન જોઈએ.” એમ વિષે કહેતાં, રાજાએ આગ્રહ કરતાં એક હજાર સેનામહેર આપી બાળકને સાથે લઈ, તે સ્વસ્થાને ગયે. ત્યારે અહીં રાજા વિચારવા લાગ્યો કે નગરીમાં મને રહેવાનું નહિ મળે, માટે જે મુનિ આવે, તે તેને સુવર્ણ આપીને હું નિર્ભય થાઉં.'