________________
ક
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર.
સ્વમસૂચિત, પ્રાજ્ય સામ્રાજ્યની પ્રભુતાના સ્થાનરૂપ અને પ્રતિપક્ષીઓને વા સમાન એવો વિશ્વયુધ નામે પુત્ર થયે, કે જેણે કલાચાર્યને માત્ર સાક્ષી રાખી, બાલ્યાવયમાં જ સત્કળાઓ તથા કર્ણ વ્યક્રમતા શીખી લીધી. પછી રમ્ય વૈવનનો સ્વીકાર કરતાં તેને રૂપસંપત્તિએ સ્વીકાર્યો, ગુણગ્રામ ગ્રહણ કરતાં તે શત્રુઓને માન્ય થયો, મહાદાન અંગીકાર કરતાં તેને પ્રમાદપૂર્વક યશે સ્વીકાર્યો, દેવ–કુળ તજતાં તેને વ્યસનોએ તજી દીધે, અવસરે પરગુણ ગ્રહણ કરતાં તેને માહાસ્ય ગ્રહણ કર્યો, અને પરપ્રશંસા આચરતાં તે પ્રશંસાથી પ્રખ્યાત થયે, પરાક્રમને ભેટતાં તેને વિજય લક્ષમી ભેટી પડી અને ઉચ્ચન્યાયને પષતાંતે વિવિધ સંપદાથી પિવાયે, સ્વગુરૂને સેવતાં તે ઉત્તમ જનેથી સેવા, ધર્મશાસ્ત્ર સાંભળતાં તે લેકેથી ગવાય, પરદારને ન ઈચ્છતાં તે દુર્ગતિને અનિષ્ટ થયે, સર્વ પ્રાણીઓની રક્ષા કરતાં તે દેવતાઓથી પણ રક્ષા પાયે, દેવપૂજા આચરતાં તે ધર્મવડે અચિત થયે તથા માને માનતાં તે શત્રુઓથી આદર પામે, વળી તે સાત્વિકેમાં ચકવર્તી, સત્ય-વાદીઓમાં, મુખ્ય આશ્રિતને કલ્પવૃક્ષ સમાન અને લીલા-કૌતુકના એક પર્વતરૂપ હતું. તેમજ દેષરૂપ કાંટાના એક ક્ષેત્રરૂપ તથા ગુણકમળને હિમરૂપ એવા થોવનમાં પણ જે અનુક્રમે ત્રણ પુરૂષાર્થને સદા સાધતે હતે. કારણ કે જે યૌવનમાં પણ ધર્મ, અર્થ અને કામ-એ ત્રિપદીને સેવે, તે પુરૂષોત્તમ સમજ. જે ત્રણ લેચનમાં એકથી હીન હોય, તે શું ઈશ્વર હોઈ શકે? એ પ્રમાણે ગુણને લાયક રૂપવાનું લેકના જીવિતરૂપ તે વાયુધ કુમાર વૈવરાજ્ય પામી અત્યંત યશ પામે.
એવામાં બીજા દેવલોકમાં સામાનિક દેવેથી પરવારેલ, અસરાએવડે ગવાયેલ તથા ઇંદ્રાણીયુકત એ ઇંદ્ર, પ્રતિષ્ઠાપાત્ર દેવે પાસે સજજને, સાત્વિકે અને સત્યવાદી મનુષ્યની સંકથા કરતા