________________
સાવિકપણા ઉપર વજાયુધની કથા.
૮૫
છે? એમ રાજા ચિંતવે છે, તેવામાં તાપસ આશીર્વાદ આપતાં આકાશમાં રહીને બે –“હે સાત્વિક! ઇદ્ર તને જે વર્ણવ્યો તેજ તું મારા જોવામાં આવ્યું. મેં જે કર્યું તે બધું તે અનુભવ્યું પણ ડગે નહિં. હે રાજન ! એ તું ક્ષમા કરજે. ચિરકાલ સત્વવડે તું જયવંત રહે વળી બીજાએ આપેલ લક્ષમી પ્રત્યે તું નિરપેક્ષ છે, તથાપિ તને કષ્ટ આપતાં ઉપાર્જન કરેલ પાપની શુદ્ધિ માટે હું મારા તપવડે તને આપું છું કે તારા નામે આકાશમાં નગરી થાઓ અને ત્યાં તું અદ્ભુત સામ્રાજ્ય કરે.” એમ કહી તાપસ દિવ્ય શકિતવડે કયાંક ચાલ્યા ગયે, અને હરિશ્ચંદ્ર પૂર્વ પ્રમાણે પિતાની પ્રજાનું પાલન કરવા લાગ્યું. એ પ્રમાણે તાપસે કહેલ હરિશ્ચંદ્રની કથા સાંભળતાં શ્રીમાન અજાપુત્ર મહીપતિ પ્રકૃષ્ટ પ્રમેહ પામે.
હવે અજાપુત્ર રાજાએ અંજલિ જોવ જૈનાચાર્યોને નિવેદન કર્યું કે –“જેનમાંનો સારિવક–વૃત્તાંત મને કહી સંભળાવે.” એટલે પિતાના અંતરમાં વિચાર કરતાં તેમને લાગ્યું કે–“રાજા નમ્રતાથી પૂછે છે, માટે એ તત્તાવધ પામશે. સમ્યકત્વ-મૂળ વિવિધ ચરિત્ર સાંભળવાથી ભાગ્યશાળી ભવ્યાત્મા લઘુકમ હોય તે તે જિનધર્મ સાંભળવાની શ્રદ્ધા સ્વયમેવ પામે છે. એમ ધારી, આચાર્યોએ કહ્યું કે–“હે રાજન્ ! દયા, દાન અને ક્ષમાયુક્ત વાયુધની કથા શ્રદ્ધાપૂર્વક સાંભળ.
વિદેહમાં રત્નસંચયા નામે નગરી કે જે સદ્વિવેક અને સંપત્તિના પાણિગ્રહણની એક વેદિકા સમાન છે. ત્યાં ક્ષેમકર નામે રાજા કે જે પ્રજાને ન્યાય આપતાં, પોતાના જીવિતવડે પૃથ્વીને સંભાળે છે. તેને સતીધર્મરૂપ નરેંદ્રના આસ્થાન મંડપરૂપ તથા જગતના મિત્ર સમાન એવી રત્નમાલા નામે રાણ હતી. તેમને