________________
હરિશ્ચંદ્રની કથા.
પેઠા કે તરત અગ્નિ એલવાઇ ગયા અને શુક અક્ષતાંગે મહાર આબ્યા ત્યારે · અહા ! આ તે માટું આશ્ચર્ય ! એમ ઉંચેથી ખાલતા લાકા પુનઃ તાલી દેતા કહેવા લાગ્યા કે— આ સતી રાક્ષસી નજ હાઇ શકે. ’ પછી મત્રીએ જણાવ્યું કે— હે નાથ ! મને તાર લાગે છે કે એ બધું માંત્રિકનું ચેષ્ટિત છે, માટે ગમે તે મિષે માંત્રિકને વિદાય કરી અને એ સ્ત્રીને . રાસલ થકી તીચે ઉતારા. રાજાએ તેમ કરી પુનઃ કહ્યુ કે—‘ હવે શુ' કરીએ ? કેમ જાણી શકીએ ? આ માટું છળ કાનુ છે ? આવી સ ંદિગ્ધ બાબતમાં આપણે શે। વિચાર કરીએ ? ’ એમ પશ્ચાતાપ અને કેપસહિત રાજાએ પેાતે માંત્રિકને વિદાય કર્યા અને શુકને પાંજરામાં નાખ્યા. તેમજ તે સ્ત્રીને રાસલ થકી નીચે ઉતારી એ બધુ કરી રાજા પલ ગપર જઇને બેઠા.
Ge
તેવામાં સૂર્યાસ્ત થતાં ચંડાળના હુકમથી સ્મશાન ભણી જતાં હરિશ્ચંદ્ર ચિ ંતનવા લાગ્યુંા કે— અહા ! દુર્દેવનું નાટક 'કેવું ? કે બ્રાહ્મણના ઘરે દાસી બનેલ રાણીને રાક્ષસીનો દોષ આપતાં, શુકે તેનું નિવારણ કર્યું માટે મને તે લાગે છે કે દેવજ મળવાન છે, અન્ય કાઇ પુરૂષ નહિ. કારણ કે તે આપદા લાવે છે અને તેજ નિવારે પણ છે. પછી સૂચિભેદ્ય અંધકારમાં નિય થઇ પેસતાં હરિશ્ચંદ્રે ચાતરમ્ ભીષણુ સ્મશાન જોયું કે જેમાં કોઇ સ્થળે શીયાળવા ખૂમ મારતા, કયાંક રાક્ષસા તાફાન કરતા, કયાંક ભૂતના ભડકા દેખાતા, કયાંક ઘુવડના અવાજ સંભળાતા, કયાં શમના સંસ્કાર કરવા આવેલ લાકે પ્રેતથી ત્રાસ પામતા, કયાંક ડાકણના કિલકિલારવ પ્રગટતા, કયાં મૃતકને ચાટતાં કુતરા નિદ્રા કરતા, કયાંક ચેાગી વિદ્યા સાધતાં વર આપતા, કયાં કાપાલિકા શ્રેષ્ઠ મરતક ગ્રહણ કરતા, સર્વત્ર ઉછળતી દુર્ગં ધથી નાક પૂરાઇ જતુ, કોઇ સ્થળે ઉપરાઉપરી મસ્તકની ખાપરી