________________
~~
~
~
~~
~
~
- હરિશ્ચંદ્રની કથા. ગઈ છે. ત્યારે હર્ષથી હરિશ્ચંદ્ર વિચાર કર્યો કે –“આ વિનશ્વર દેહથી વિદ્યાધરીની વિદ્યા સિદ્ધ થતી હોય અને આ પુરૂષને જીવિત મળતું હોય, તે તે કરતાં બીજું સારૂં શું?” એમ ધારી તેણે તે પુરૂષને હેતપુર્વક કહ્યું કે મારે તારી પાસે કંઈક માગવાનું છે. તે બે “આવી અવસ્થામાં તું શું માગવા ધારે છે?” હરિચંદ્ર કહ્યું–જે તું આપી શકે, તેવુંજ માગીશ.” તે બે“હે નત્તમ! ભલે, તને જે માગવાનું હોય, તે માગી લે.” હરિ એકે કહ્યું–‘તું જા અને તુરત પોતાનું રાજ્ય સ્વીકારી લે. હું સ્વશરીરથી વિદ્યાધરીનું કામ બજાવીશ.” પુરૂષ –“અરે! આ તું શું બેલે છે? શું એ હિતકર વચન છે? વળી એ મૂર્ખ કણ હોય કે પિતાને કાજે પરના પ્રાણનો વ્યય કરે. માટે તું આ. સ્થાનથી ચાલ્યો જા. વિદ્યાધરી હમણાજ આવતી હશે. આથી ભૂમિ સુધી મસ્તક નમાવીને હરિશ્ચંદ્ર બે કે “હે પુરૂષોત્તમ તું મારી પ્રાર્થનાને અનાદર ન કર, કારણ કે હું તે પોતે જ કષ્ટથી મરવાની તૈયારી કરી રહ્યો છું તો તારા જેવાની ખાતર મરું તો જીવિત સફળ થાય. ઉપકાર એ પરમ ધર્મ છે–એમ આગમે કહે છે.” એમ અનેક પ્રકારે સમજાવી, પિતાના હાથે તેને બંધન મુકત કરી “બસ હવે ચાલ્યા જા.” એ રીતે હરિશ્ચંદ્રના કહેવાથી તે પુરૂષ પિતાની પ્રિયા સહિત ચાલે ગયે. એવામાં નૂપુરના ધ્વનિ અને પારિજાત પુષ્પમાળાના સૌરભથી તે વિદ્યાધરીને નજીક આવતી જાણી, હરિશ્ચંદ્ર પિતે પિતાને વટશાખામાં અધે મુખ આંધી, ભય રહિત જાણે તેજ પુરૂષ હાય તેમ તે લટકી રહ્યો. તેવામાં વિદ્યાધરી આકાશ થકી ઉતરી અને અગ્નિના ત્રણ કુંડમાં તેણે અગ્નિ પ્રગટાવી, પછી પૂજાની સામગ્રી તૈયાર કરી, પાસે રહેલા સેવકને તેણે કહ્યું કે –“હે ચિત્રાંગદ! એ પુરૂષનાં લક્ષણ છે..' એટલે ચિત્રાંગદે પાસે જઈ, હરિશ્ચંદ્રના અગલક્ષણ જોઈ, તેણે કહ્યું