________________
હરિશ્ચંદ્રની કથા.
o n હ૩ તેવામાં જાણે આજ્ઞા થઈ હોય, તેમ કુલપતિ તરત ત્યાં આ અને વિમુખ થઈને કેપથી કહેવા લાગે કે–પ્રથમ મને સુવર્ણ આપ.” રાજા બોલ્ય–આ કંઈક ધન છે, તે તમે .”મુનિએ કહ્યું—“તારી મુદત પૂરી થયા છતાં હજી સંપૂર્ણ સુવર્ણ આપતે નથી.” રાજાએ કહ્યું– અરે! દેવાદારને ધિક્કાર છે કે જે લેણદાર ના દુષ્ટ વાકય વારંવાર સહન કરતાં પણ તેને મીઠા બેલથી સંતુષ્ટ રાખે છે. ત્યાં કોધથી કુલપતિ બેલ્યો–“હું અલ્પ કાંચન લેનાર નથી. સ્ત્રીપુત્રને વેચતાં જે તને ધન મળ્યું છે, તે મને આપી રાજાએ તે આપતાં, અંગારમુખ બેલ્ય–“અરે! સ્ત્રી-પુત્રને શા માટે વેચ્યાં? અહીંના ચંદ્રશેખર રાજા પાસે જઈને ધન માગી લે? રાજા બે –અરે! આવું અનુચિત શું બોલે છે ? સેંકડો વખત પરાભવ પામતાં પણ સાવિકે પ્રત્યથરિપુ પાસે માગે નહિ મુનિએ કહ્યું “અરે! પ્રતિજ્ઞાભ્રષ્ટ ! મારી પાસે પોતાની શ્લાઘા કરે છે?” રાજા બે -“હે તાપસ તમે કેપ ન કરે. હું દુષ્કર ચંડાલ–કૃત્ય કરીને પણ તમારું સુવર્ણ આપીશ.” આથી મુનિ સંતુષ્ટ થ.
આ વખતે લંગટધારી અને માથે કાબરા કેશ ધરનાર તથા હાથમાં દઢ યષ્ટિધારી કઈ ચંડાળ ત્યાં આવી ચડયે. અને રાજાને જોઇ તે બોલ્યો કે –“અરે! તું કર્મકર છે? મારે કિંકર બનીશ?” ત્યારે રાજા વિચારવા લાગ્યો કે– અહો ! સૂર્ય અસ્ત થયે, મને ખરીદનાર કેઈન આવ્યો, તેમ એ મુનિ મૂકશે નહિ. માટે ચંડાળ નું કામ કરવા જાઉં એમ ધારી રાજાએ જણાવ્યું કે--“હા, હું તારું કામ અવશ્ય કરીશ.” તે બેલ્ય--“કામ કરીશ?” , રાજા બેલ્ય--“જે તું બતાવીશ તે હું કરીશ.” ચંડાળે કહ્યું--
મશાનની રક્ષા કરવી, મૃતકનું વસ્ત્ર લેવું, અને ચિતામાંથી અર્ધદગ્ધ કોણ લઈ લેવાં. તેમાંથી ઉપજને અભાગ રાજા લે છે,