________________
હરિશ્ચંદ્રની કથા.
થાય છે, તેનું કારણ શેધી કહાડે. ” એવામાં કઈ વૃદ્ધ વેશ્યા પુત્રીના મરણથી છાતી કુટતી અને નિસાસા નાખતી આવીને ક્રોધસહિત રાજાને કહેવા લાગી કે –“ રાજન! તું સદા અન્યાયી અને પ્રજાને પડનાર છે, તેમજ સદા પાપાસત છે, તેથી લોકો મરી જાય છે. અનંગસુંદરી નામે મારી પુત્રી, કામ ક્રીડા કરી આવતાં, સુખશસ્યામાં સુતી કે તરત મરણ પામી.” એમ સાંભળતાં રાજાએ ચિંતવ્યું કે–અહે એની વાણીમાં કર્કશતા અને નિર્લજજતા કેટલી છે!” એમ ધારી તેણે મંત્રીને કહ્યું કે–“હવે શું કરવું છે?' મંત્રી બે –“હે ભૂપાલ! આ બાબતમાં માંત્રિક બળ બતાવી શકે.” ત્યારે રાજા બે – અહીં ઉજજયિનીથી એક મહાન માંત્રિક આવ્યું છે. મંત્રીએ જણાવ્યું–તે તેને બેલા. રાજાએ તેને તરતજ બેલાવતાં, તે આવીને યથાસ્થાને બેઠે. ત્યાં રાજાએ કહ્યું--અમારી નગરીમાં શું મરકી જાગી છે કે જે દૂતની માફક બલાત્કારે પુરલેકેને યમધામમાં લઈ જાય છે?” ત્યારે માંત્રિકે ધ્યાનથી જાણીને કહ્યું—“હે રાજન એ તે રાક્ષસીની ચેષ્ટા છે, બીજુ કઈ નથી.” ત્યાં પેલી વૃદ્ધ વેશ્યા બેલી કે –“હે માંત્રિક! મારી પુત્રી હમણાં જ મરણ પામી છે, તે
– હા, હું તેને જરૂર જીવતી કરીશ.” પછી તે વૃદ્ધાએ તેના શિરપર પોતાના વસ્ત્રને છેડે ફેરવી ફેરવી આશિષ આપતાં જણાવ્યું કે–“હે માંત્રિક ! મારી આશિષના પ્રભાવથી તું ચિરકાલ જીવતે રહે.” એવામાં દાસીએ આવીને કુટિનીને કહ્યું કેહે અકા ! તને વધામણું છે કે મારી બહેન જીવે છે. પછી રાજા વધારે ખાત્રી પામવાથી માંત્રિકને કહેવા લાગ્યા કે—એ રાક્ષ સીને અહીં લાવવાને તું સામર્થ છે?તે બે હે રાજન્ !, તું શું મને જાણતો નથી ? મહાપ્રભાવી અને તેજસ્વી દેવે બધા ‘મારે આદેશ ઉઠાવનારા છે. જે કહે તે રાક્ષસેના મકાને સહિત.