________________
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
લંકાને અહીં લઈ આવું, અથવા અપ્સરાઓ યુકત ઈદ્રિને કે નક્ષત્ર સહિત જ્યોતિષ ચકને લાવી આપું, અગર તે શ્લોલથી ગાજતા સમુદ્રવડે પૃથ્વીને પ્લાવિત કરી દઉં. તને જે કૌતુક હોય તે બતાવું. અડદ, સરસવ, લવણ લેબાન તથા આઠ પુરૂષને લાવે. રાજાએ તરત તે પ્રમાણે કરાવતા માંત્રિકે એક મંડળકુંડાળું રચ્યું અને અને તેમાં બેસીને કંઈક ધ્યાન કરતાં, દિપાલને આહવાન કરનારા મને ઉચ્ચારતાં તેણે આકાશથકી રાક્ષસીને નીચે ઉતારી. એટલે તે આવતાં જ કહેવા લાગી કે મારું ભક્ષ્ય કયાં છે? જુઓ હું લાંબા વખતની ક્ષુધાથી બહુ જ ક્ષામકુક્ષિ થઈ ગઈ છું.” ત્યારે મંત્રના બળે માંત્રિકે તેણને મૂષકને મારની. જેમ મંડળમાં પા જેથી બધા લેકે ભય પામ્યા રાજા સાશ્ચર્ય બેલ્થ કે–અહે! આ તે મહાસમર્થ માંત્રિક છે કે આપણા દેખતાં રાક્ષસીને બેલાવી. ” માંત્રિકે કહ્યું–બસ અમારે જે કરવાનું હતું તે કર્યું. હવે જે એગ્ય હોય તે કરે, એને નિગ્રહ કરવામાં તમે મુખત્યાર છે.” ત્યાં રાજાએ સાક્ષેપ કહ્યું કે–“હે મંત્રિનું? ચંડાળને બેલા,” એટલે તેને બોલાવવા માટે મંત્રીએ કલહંસને આદેશ કર્યો. જ્યારે તે કલહંસ ત્યાં શુકપંજર મૂકીને ગયે, તેવામાં રાજાએ કહ્યું કે–“હે સચિવ ! પાંજરામાં શું છે!” પ્રધાન બે કે–હે ભૂપ! એમાં સર્વ બાબતને જાણનાર શુક રાજ છે. હે શુક! રાજાનું વર્ણન કરે એમ પ્રધાને કહેતાં શુક બોલ્યા કે “હે રાજન ! તમે બાણથી નીચે પાડેલા રકતવડે પંકિલ રણાંગણમાં પુનઃ હાથીઓએ પાદાઝથી હણેલા શત્રુઓ સ્વર્ગે ગયા પણ અહીં તેમને રણરસ પૂર્ણ ન થવાથી રવર્ગમાં ઇંદ્રની પ્રશંસાથી ઉદ્ધત બનતાં ઐરાવણ સાથે સંગ્રામ કરી તેઓ રણુરસ પૂર્ણ કરે છે. તેવામાં માંત્રિકે કહ્યું–હે રાજન! રાક્ષસી તમને કાયર સમજી પરાભવ પમાડશે, માટે તેને નિગ્રહ કરવામાં