________________
૬૮
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર.
?
"
મુશ્કેલ છે. ' તેવામાં રાહિતાશ્વે કહ્યું— હું તાત ! મને વેચશે નહિ અને મારી માતાને પણ ધન બદલ નગરમાં વેચશે નહિ. હું માતા ! તમે મારા પિતાને તેમ કરતાં અટકાવો. ’ ત્યારે સુતારા રાતી રાતી કહેવા લાગી કે— હું વત્સ ! તુ તેા ચક્રવર્તી થઇશ. તું રાતા નહિ, તને કોઇ વેચનાર નથી. ’ ત્યાં રહિતકની મમલેદક વાણીથી રાજા અટકો અને ચાકરજના જ્યાં રહેતા, તેવા સ્થાનમાં જઇને તે રહ્યો. પછી કઇંક વિચાર કરતાં રાજાએ તરત ઘાસ લાવી માથે મૂકતાં, સુતારાએ કહ્યું— એ તે કિકરની સ્થિતિ છે. ’ એવામાં રાહિતાશ્વે શિર ધૂણાવતાં, રાજાએ જણાવ્યું કે—— ‘ હે વત્સ ! મારૂ ં એક વચન માન, હું તને હાથી આપીશ. ’ ત્યાં સુતારા ચિંતવવા લાગી કે દૈવને ધિક્કાર છે કે એક ભવમાં સેકડો ભવ કરાવે છે. અરે ! તે લક્ષ્મી કયાં અને આ વેચાવાની હાલત કયાં ? ' ત્યારે રાજાએ વિચાર કર્યા કે પૃથ્વી દાનમાં આપતાં મારી તેવી અપકીત્તિ ન થઇ કે જેવી અકીત્ત પુત્રને પત્ની વેચતાં થાય. માટે પુત્રસહિત સુતારાને તેના પિતાને ઘેર મોકલી ૪ઉં. પછી જે થશે, તે હું સહન કરી લઇશ. ’ એમ ધારી તેણે રાણીને કહ્યું કે હે દેવી ! તુ પુત્રને લઈને હવે પીયર જા. હું મુનિને ગમે તે રીતે સુવણૅ આપીશ.' આથી રાણી આક્ષેપથી ખેલી કે તમે આ શુ બેલા છે ? પ્રલયકાળે પણ તમને મૂકી જતાં હું ખરેખરી અસતી કહેવાઉં. વળી સંપત્તિમાં તે બધા આશ્રય કરે, પણ આપદા આવતાં જે નિજ્જા હોય, તે સ્વામીને તજી દે. ફલિત અને શસ્યપૂર્ણ ભૂમિ થતાં અગસ્ત્ય પેાતાનું મુખ તેને બતાવે છે. અર્થાત્ અગસ્ત્ય તે વખતે દુનીયાને દેખાવ આપે છે, તેમજ વળી જળપૂર્ણ સરોવરમાં પડવુ` કે અગ્નિમાં પડવુ, ભિક્ષા માગી લેાજન કરવું તે સારૂં, પણ વિપદા આવતાં લા તજી સ્વામીથી દૂર થવુ તે સારૂં નહિ. અગર દૈવયેાગે સંપત્તિ