________________
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. ન્નતા થાય તેને કેણુ ન ઈચ્છે? અરે! અમને તો તે સંપદા સ્વપ્ન સમાન થઈ કે જેના વિના અત્યારે પગે ચાલવું પડે છે, પૃથ્વી પર સુવું પડે છે. કંદને આહાર અને માર્ગને થાક ખમ પડે છે.” એમ ધારી, મુખ ઢાંકીને સુતારા ઉચેથી રેવા લાગી, તેને જોઈને હિતાશ્વ પણ જોવા લાગ્યું. ત્યારે રાજાએ આંસુ લાવીને કહ્યું કે–“હે દેવી! તું રૂદન ન કર, ધીરજ ધર, પિતાના સાત્વિક વ્રતને સંભાળ. રખેને ચોતરફ ભમતે શેક પિશાચ આપણને પકડી ન લે.” તેવામાં હિતાર્થે કહ્યું કે–“હે તાત! મને ભૂખ લાગી છે.” રાજાએ આદેશ કર્યો કે–“અરે! બાળક માટે મેદિક સત્વર લાવે.” પણ કેઈ આવ્યું નહિ. ત્યારે વિલક્ષ થઈ તેણે કહ્યું કે–“આ શું?” દેવીએ જણાવ્યું કે–એ તે પૂર્વના અભ્યાસથી તમે બેલ્યા. પછી હિતાશ્વ પુનઃ બેલે કે- “હે માતા ! મને ભૂખ લાગી છે.” એટલે બહુ ઉચેથી રેતાં સુતારા બેલી કે–“હે વત્સ! તારૂં શરીર ચક્રવર્તીત્વના લક્ષણચુક્ત છે અને ભારતના વંશમાં જન્મે છે, છતાં તારી આ શી અવસ્થા?” ત્યાં રાજા વિચારવા લાગ્યું કે—“તેવા મહદ્ રાજ્યનું આ ફળ કેવું? કે રેતા પુત્રને પ્રભાતનું ભજન પણ હું આપી શકતું નથી. માટે અત્યારે કૌતુક બતાવતાં એને વિનેદ પમાડું.” એમ ધારી રાજાએ કહ્યું કે –“હે વત્સ! આ તે જે, ગંગામાં પક્ષીઓ રમત કરે છે.” એમ રાજા હિતાશ્વને કુતૂહળ બતાવી છેતરી રહ્યો છે, તેવામાં માથે ભાતું લઈ અકસ્માતુ કઈ વૃદ્ધા ત્યાં આવી ચડી તેણે નગરીને માર્ગ પૂછતા રાજાને કહ્યું કે–અગે તે ચક્રવર્તીનાં લક્ષણો દેખાય છે, છતાં તારી આવી અવસ્થા કેમ? ત્યારે રાજા બોલ્યા- “અમારી કથા સાંભળતાં કાયરજને ભય પામે તેમ છે, માટે તે ન પૂછતાં તું આગળ ચાલ.એમ રાજાએ કહેતાં તે વૃદ્ધા આગળ ચાલી. ત્યારે હિતાપે કહ્યું –“હે માતા!