________________
હરિશ્ચંદ્રની કથા.
૫૮.
કરી રાજા સત્વર પિતાને સ્થાને આવ્યું. પછી કુંતલથકી એ વૃત્તાંત જાણવામાં આવતાં વસુભૂતિ પ્રધાન વિચારવા લાગ્યું કે
અહા ! વિના વિચાર્યું કામ કરનારા રાજાઓ પોતાનાજ ઘાતક બને છે. તે દુષ્ટ તાપસને વસુધા આપતાં રાજાએ પતે દેશદેશ ભમવાનું સ્વીકાર્યું. કેઈના જાણવામાં પણ ન આવેલ એવા વરાહની વાત રાજાને કેઈએ નિવેદન કરી, પણ મને તે એ દેવતાનું છળ લાગે છે. ભવિષ્યને વિચાર કર્યા વિના ન્યાયવાન રાજા પણ ક્ષય પામે છે. એટલા માટે જ તેમણે સુવિચારક મંત્રીઓને પાસે રાખવા જોઈએ. પણ અમે દુબુદ્ધિ શું કરીએ કે રાજા પિતાને ગમે. તેમ કરી નાખે છે. તેમાં પ્રતિક્રિયા કરવા જતાં પ્રધાને કલેશ પામે છે.” એમ ચિંતવી, સશલ્યની જેમ નિસાસા નાખતે અમાત્ય ચિંતાતુર બની તરત વિલાસમંડપમાં રાજા પાસે ગયા અને પ્રણામ કરી યથાસ્થાને મંત્રીનાં બેસતાં, રાજાએ તેને જણાવ્યું કે– વરાહના પરાભવની વાત કરનાર પાસે મેં પ્રતિજ્ઞા કરી છે.” પ્રધાને કહ્યું–હે રાજન! તે વૃત્તાંત મારા જાણવામાં આવ્યું. પરંતુ મારું કહેવું એટલું જ છે કે કાર્યકુશળ રાજા કેને હર્ષ ન ઉપજાવે? કે જ્યાં સેવક કૃત્યને જાણનાર છતાં અકૃત્યને કોઈવાર પ્રશસે છે, છતાં અત્યારે તે કંઈક કર્ણકટુક પણ કહેવાને હું તૈયાર થયે છું.” રાજાએ કહ્યું—“હે મંત્રી! તારે જે ઈચ્છામાં આવે તે કહે.” ત્યારે નીતિમાન મંત્રીએ જણાવ્યું કે–“હે નાથ! તમે આ વસુધાને જે ત્યાગ કર્યો, તે મને સારું લાગતું નથી” રાજા બે હે સચિવ ! તારું કહેવું સત્ય છે, પરંતુ એ વિચાર તે પ્રારંભ પહેલાં કરવાનું હોય છે. આદર્યા પછી તે તેને નિર્વાહ કર જોઈએ. કારણ કે પ્રતિજ્ઞાને નિર્વાહ કરતાં લક્ષ્મી ભલે નાશ પામે, કુળ ક્ષીણ થાય અને ભલે પરદેશને પ્રવાસ મળે. માટે અત્યારે એ મિમાંસા કરવી વૃથા છે. હમણાં એ મુનિ આવે,