________________
૫૮
શ્રીચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર.
અંગારમુખે કહ્યું કે–આ રાજા જે કાંઈ કહે છે તે સ્વીકારે.” એવામાં બંને મિત્રએ રાજાને અટકાવીને કમળ વચનથી જણાવ્યું કે–“હે રાજન અકાળે આ ઉત્પાત છે? વિચાર કર, વ્યાહ, ન પામ.” આ તેનું વચન અવગણને રાજા બોલ્યા કે –“હે ભગવન્! હું બે, તે પ્રમાણે તમે આ વસુધાને સ્વીકાર કરે.” ત્યારે મુનિએ બહુજ મંદાક્ષરે કહ્યું તે અમેને પૃથ્વી આપી દીધી છે, તે તે ભેગવવાને તું હવે લાયક નથી.” તેણે એ વાત કબૂલ કરી. પછી કુલપતિએ કટિલ્ય મુનિને ઉદ્દેશીને કહ્યું કે
હરિશ્ચંદ્ર રાજાએ મને પૃથ્વી આપી, એ બાબતમાં તમે અને આ વાણારસી સાક્ષી છે.” કૌટિલ્ય ભે–“હે રાજન! એ સંબંધમાં અમે સાક્ષી છીએ.” રાજાએ તે માન્ય કરતાં કૌટિલ્ય સ્વસ્થાને ગયે અને રાજા પ્રદ પામે.
એવામાં એક શિષ્ય આવીને નિવેદન કર્યું કે –“હે કુલપતિ! જ્યાં સુધી એ મૃગલી મુઈ પડી છે, ત્યાં સુધી કાંઈ પાઠ થતા નથી, તે શું કરવું?” કુલપતિએ સખેદે જણાવ્યું કે–તેને અગ્નિસંસ્કાર કરે.” વંચના બેલી–તેને અગ્નિસંસ્કાર મારી સાથે થશે.” ત્યારે રાજાએ વિનયથી જણાવ્યું કે—મારે એ વિનય સહન કરે. હું તમને એક લાખ સેનાન્હાર અવશ્ય આપીશ.” એમ મહાકષ્ટ તેણે કબૂલ કરતાં મુનિએ કહ્યું—“તે તે હેમસુવર્ણ આપે.” રાજા ભે–ચાલે, મારા નગરમાં મુનિએ જણાવ્યું–સંધ્યાવિધિ કરીને અમે આ આવ્યા.” એમ સાંભળી અયોધ્યામાં આવતાં રાજાએ એવું સાંભળ્યું કે– સર્વભક્ષી અગ્નિના મુખમાં પિતાનું તેજ મૂકી અને અર્થીઓને પિતાનું પદ આપી પ્રતાપરહિત થયેલ ગપતિ–સૂર્ય અથવા રાજા અસ્તાચલ પ્રત્યે જાય છે.” રાજાએ જાણ્યું કે–એ વચન તે અમંગલિક છે, પરંતુ જે થયું તે હવે અન્યથા થનાર નથી.” એમ નિશ્ચય