________________
પર
શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર.
અને ચક્રવર્તીની સમૃદ્ધિ આપીને તે તરત અશ્ય થઇ ગઈ. આથી ગધાં સહિત દેવા તેના સત્ત્વને પૂજવા લાગ્યા. વળી ગરૂડે સ ંતુષ્ટ થઈ વર આપતાં જીમૂતવાહને યાચના કરી, જેથી અધા નાગાને તેણે પવિત્ર અભયદક્ષિણા આપી. ત્યાં તેને જોતાં માતપિતા હે પામ્યા; અને પછી જીમુતવાહન સ્વરાજ્યના ઉદ્ધાર કરવાની અભિલાષાએ દયિતા સહિત આકાશમાર્ગે કાંચનપુર નગરમાં આન્યા.
"
એ પ્રમાણે બૌદ્ધનું વચન સાંભળી અજાપુત્ર રાજા અહુ જ હર્ષ પામ્યા. સાત્વિક જના સત્ત્વ જોવાથી ભારે સંતુષ્ટ થાય છે. પછી સુબુદ્ધિ પ્રધાન તાપસ સામે જોતાં તે એલ્ચા કે હું મત્રિમ્ ! સત્વના એક દૃષ્ટાંતરૂપ અજાપુત્ર સમાન તેા કાઇ સત્ત્વશાળી નહિ જ હાય. સત્ત્વ એ પુરૂષાનું જીવિત છે, સત્ત્વથી કીર્તિ મળે છે. સત્વ વિના પુરૂષો સ્ત્રીઓની પંકિતમાં ગણાય છે, છતાં એક પ્રસિદ્ધ દષ્ટાંત આ પ્રમાણે છેઃ———
જબુદ્વીપમાં શ્રેષ્ઠ અાધ્યા નામે નગરી કે જ્યાં માણસે સાપત્ય-શત્રુત્વ દુઃખ સાથે ધરાવે છે, પણ સુખ સાથે નહિ. રમ્યક વિજયવડે જ બુદ્વીપની સ્થિતિની જેમ રમણીય આકાશલક્ષ્મીની જેમ વિચિત્ર તથા શ્રેષ્ઠ આયતિ–ભવિષ્યવડે જે પ્રશસ્ય છે. વળી વેદપાઠકની જેમ સદા યજ્ઞાવડે શોભિત તથા વિધ્યાચલની ભૂમિની જેમ જે વિવિધ વંશ-વાંસ કે કુળવર્ડ સેવિત છે. વળી આમતેમ અવસ્થાન અને સંચાર પામેલ લક્ષ્મી, યાચકાને આપવામાં આવતાં પણ જ્યાં લક્ષ્મી પુનઃ સ્વયમેવ ચાલી આવે છે. ત્યાં હરિશ્ચંદ્ર નામે મહાભુજ રાજા કે જેની નીતિરૂપ તીએ કીર્ત્તિ અને ધર્મનો સંગમ કરાવી આપ્ચા. જેના ` ન્યાયરૂપ કામળ કરના સ્પર્શે નગરીરૂપ તરૂણી બહાર રત્નગૃહોના પ્રભાંકુરોના મિષે