________________
૫૪
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
વતી હોય તેવી સરયૂ નદી તેના જેવામાં આવી. એવામાં પાસે રહેલા કપિંજલ અને કુંતલને તેણે પૂછ્યું કે-“અરે! તે દુષ્ટ વરાહ કયાં છે?” તેમણે કહ્યું—“હે નાથ ! તે આ સમક્ષજ ઉભે. છે.” એટલે તે વચન સાંભળતાં ભારે કેધમાં આવી, ધૈર્ય ધરી તે રાજા પ્રત્યે દેડ્યો. ત્યારે રોમાંચિત થતા રાજાએ પોતાના હસ્તલાઘવથી તેનું માન ખંડન કરવા શૈર્ય વડે ધનુષ્ય તૈયાર કર્યું અને ટંકારથી આકાશને પૂરતાં, શરપ્રહારવડે પર્વતપક્ષેને ઇંદ્રની જેમ તેણે વરાહને પાડી નાખે, અને કપિંજલને તેણે કહ્યું કે–
આગળ આવીને જે કે તે લક્ષ્ય કેટલું દૂર છે તથા તે ચાલતાં ભેદાયું કે કેમ ?” ત્યારે કપિ જલે આવી તેમ કર્યું અને તેણે "રાજાને જણાવ્યું કે –“હે મિત્ર ! મે પિતે આવીને જુઓ.” તેમ કહેતાં રાજાએ તરતજ જોયું તે વીજળીયુક્ત મેઘની જેમ તે રૂધિરવડે ઓતપ્રોત હતે. પછી રાજાએ કહ્યું કે એ આકૃતિમાં તિર્યંચ જણાતું નથી, તેથી મને લાગે છે કે એ કઈ દેવછળ છે, પણ વરાહ નથી, તેવામાં કુંતલ બોલે કે –“હે મિત્ર! આ તે તમે બાવડે ચિતરાને માર્યો. તેથી તે એ વ્યાજે લાવેલ દ્રવ્યનું વ્યાજ ભરવા જેવું થયું.” ત્યારે સજા બે કે “એ વળી શું?” એમ કહી પોતે જાતે જઈને જોયું તે ત્યાં મૃગલી હણાતાં તેને ગર્ભ તરફડતું હતું, તેથી રાજાને પશ્ચાત્તાપ થતાં વિચાર આવ્યું કે આટલા બધા પાપની શુદ્ધિ મારે શું કરવાથી થશે? અને દુષ્ટ વ્યાપાર કરનાર માટે મુનિઓ વિના અન્ય આશ્રય શું છે? માટે જ્યાં તપોધન મહાત્માઓ વિદ્યમાન છે તેવા આશ્રમ પ્રત્યે જાઉં. તેઓ મેક્ષ પામવાને માટે ધર્મ-કર્મમાં સદા પરાયણ છે. વળી કમળ વાસમાં વસવાથી જાણે ભગ્નકટક થઈ અસ્થિર કમવાળી થઈ હય, જળ-જડ સંસર્ગથી જાણે નીચનીચે ગમન કરવાને તત્પર બની હોય, હાથીના કુંભસ્થલે વસતાં