________________
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
જગત ભરી, ક્ષણવારમાં અદશ્ય થઈ ગયું. એમ કુલ–કમથી આવેલ કલ્પવૃક્ષને તે અપૂર્વ ત્યાગી-દાનીએ વ્યય કરતાં, ત્રણે લેક આશ્ચર્ય પામ્યા. તેવામાં પ્રતિપક્ષી સામતે, તેને કલ્પવૃક્ષ રહિત સમજીને તેનું રાજ્ય લેવાને વિચાર કરવા લાગ્યા. તેમની એ ચણા જીમૂતવાહને વિઘાથી જાણી, તેમને વધ કરવામાં મરજી ન કરતાં, તે નિરપૃહે રાજ્યને ત્યાગ કર્યો, અને મલયાચલપર તપસ્યા કરતા પિતાના માતાપિતાની સેવા કરવા તે પિતૃભક્તિથી ખેંચાઈને ત્યાં ગયે. કે જ્યાં વિદ્યાધરીઓના મધના કેગળાવડે અત્યંત વિકાસ પામતા બકુલવૃક્ષનાં પુષ્પ માનિનીના મુખ સમાન શેભતાં, વળી ઉદ્ધત મધુકરેના સમૂહને મેઘ સમજીને મયૂરે સુવર્ણ—કદલીના કુંજમાં નૃત્ય કરતી, તેમજ કિનારીઓના કમળ ગીતે જ્યાં હરણુઓ નિશ્ચળ બની સાથુ નયને સાંભળતી હતી, ત્યાં કે વૃક્ષÉજના ઝુંપડીમાં તપસ્યાથી કૃશ બનેલા પિતાને માતાપિતાને જોતાં તે તરત હર્ષથી નમે. એટલે સ્નેહથી આલેષ કરતાં પિતાએ તેને કહ્યું કે–“હે વત્સ! તું ક્યાં બીજું સ્થાન શોધી લે.” આથી તે પર્વતમાં ભમવા લાગે. તેવામાં અકસ્માત્ પ્રિયા-પ્રાપ્તિને સૂચવનાર તેનું દક્ષિણ અંગ ફરકયું, જેથી તે વિચારવા લાગ્યું કે –“અહીં અભીષ્ટ પ્રાપ્તિ કયાંથી ?” ત્યાં સહેજ આગળ જતાં વૈતાદ્ય-શિખરના એક વિલાસરૂપ અને પતાકાથી ગંગાનું સ્મરણ કરાવનાર એક દિવ્ય પ્રાસાદ તેના જેવામાં આવ્યું. તેના ગભારામાં વીણમિશ્રિત ગીત તેણે સાંભળ્યું અને સંસારના સારરૂપ તથા કમળ સમાન લોચનવાળી કન્યા જેઇ, કે જે કામદેવે સ્થાપેલ જાણે સૌભાગ્ય–ભૂપની પ્રશસ્તિ હોય તેવી કેશાવલિને ધારણ કરતી, જે વદન કમળમાં ભંગાવલિ જેવી ભાસતી એવી તે કન્યાને જોતાં લેચન વિકાસી વિસ્મય પામતે જી"મૂતવાહન તન્મય બની ગયે અને નવાવતારી મન્મથે તેને તરત