________________
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
વિચાર કર્યો કે—“અરે ! આ શી દશા? કે છાગ્રને માંસ લેવા જતાં તે તે બિચારા મરણ પામે, અને નહિ તે આ સ્ત્રી મરે છે.” પછી પુનઃ વિચાર કરતાં પોતાને બકરીના દુધથી પુષ્ટ થયેલ જાણ, રાજા હર્ષથી રોમાંચિત થઈ, ફરી ચિંતવવા લાગ્યું કે–મેં આ જીન્હાથી પ્રતિજ્ઞા લીધી છે અને તે જે એનાથી જ પૂર્ણ થતી હેય, તે એ કરતાં મને પ્રિય શું છે? સંતજને રાજ્ય કે પોતાના શરીરથી અન્યને ઉપકાર કરે છે, તે આ મરતી સ્ત્રીને જીલ્લાના એક કટકાથી હું કેમ ન બચાવું? અહો ! આ તે શેધ્યા વિના પણ તે પુરૂષ મળી આવ્યું. એમ ધારી, હાથમાં છરી લઈ, પૈર્યથી રાજા કહેવા લાગ્યું કે –“હે વૈદ્ય! હું પોતેજ જન્મતાં બકરીના દુધથી પિષા છું. માટે મારી જીન્હીના અગ્રમાંસથી એ સ્ત્રીને નીરોગી બનાવે.”એમ કહેતાં એક હાથમાં છરી લઈ અને બીજા હાથે જીભને અંગ્રભાગ પકી જેટલામાં તે છેદવા જાય છે, તેવામાં આકાશે વાણી થઈ કે–“હે રાજન ! જીન્હાછેદરૂપ અનંગલથી સર્યું. એ તે અમૃતને ઝરનારી છે. તું ચિરકાલ પ્રજાનું પાલન કર.” એવામાં દિવ્ય અલંકાર ધરતી દેવી પ્રગટ થઈ, અને તે વૈદ્ય તથા રેગિણી સ્ત્રી તરતજ ક્યાં અદશ્ય થઈ ગયા. જ્યારે સંભ્રાંત થતે રાજા વિચારવા લાગ્યો કે–“અહે! આ શું આશ્ચર્ય? આ દેવી કેણ તે રોગી સ્ત્રી ક્યાં અને તે વૈદ્ય ક્યાં ગયે? એમ ચિંતવતાં બહુજ પ્રભેદ પામેલા રાજાને તે દેવી કહેવા લાગી કે –“હું ચંદ્રાનના નગરીની અધિષ્ઠાયક દેવી છું. આ રાજ્ય આપતાં મેં તારી પરીક્ષા કરી, પણ તું સત્વથી પ્રતિજ્ઞાને નિર્વાહ કરનાર છે, માટે ચિરકાલ રાજ્ય ચલાવ.” એમ આશીર્વાદપૂર્વક આભરણ આપી તે દેવી સ્વસ્થાને ગઈ અને રાજા પણ પ્રજાનું પાલન કરવા લાગ્યા.
હવે અજાપુત્રનું એ અભુત સત્ત્વ જોઈ–“શું અન્ય આવા કિઈ સત્ત્વનું ભજન હશે ? એમ પૂછવા માટે પ્રધાને કેટલાક