________________
સત્ત્વ ઉપર જીમૂતવાહનની કથા.
૪૧
(
,
ચપળ બનાવી દીધા. એટલે વિસ્તી સુકૃતવડે પામવા લાયક તારૂણ્ય-કલ્પવૃક્ષયુક્ત, છતાં શરીરે શાંત, ધનુષ્યરહિત, કામ સમાન, લક્ષ્મીના–વિલાસગૃહરૂપ તથા ભુજ-સ્તંભવડે વિભૂષિત એવા તે રાજહ ંસને જોતાં તે લાવણ્યવતી લજ્જા પામી, તેને કપ થયા અને પ્રસ્વેદ–બિંદુએથી તે સૂત્રરહિત મૌક્તિકમાળા ધારણ કરવા લાગી. પછી જરા લલિત ગતિથી તેની પાસે આવી, દંતકિરણાવડે જાણે પ્રથમ કપૂરની ભેટ આપતા હોય તેમ જીમૂતવાહન ખેલ્યા—— હું ચારૂલાચને ! આચારવડે સુંદર આ તારો ક્રમ કેવા ? કે પ્રથમ સ્વાગતથી પણ પ્રણયી જનને આદર આપતા નથી ? ” એમ કહી તેના મુખ–કમળપર પેાતાના નેત્ર-ભ્રમર સ્થાપી, તેણે, કાનના કુંડળથી મુખને ઘાતિત કરનાર તેની સખીને પૂછ્યું કે આ કુળના અલકાર સમાન અને લલિતાકૃતિ કાની કન્યા છે ? ’ એમ રાજાએ પૂછતાં, સખીના સ્નેહને આધીન બનેલ તે કહેવા લાગી કે વિશ્વાવસુ સિદ્ધપતિના વંશમાં મુકતાલતા સમાન એ મલયવતી નામે કન્યા સદા દેવ-સ્તુતિમાં પરાયણ છે.’ એમ કહી તરતજ તે સખીએ તેની અન્ય સખીના મુખથી બહુજ અનુરાગયુક્ત જીમૂતવાહનની કથા સાંભળી લીધી. એવામાં ‘ આ કન્યા દૃષ્ટિથી જોવામાં આવે, એજ આ જન્મનું ફળ છે.? એમ આન'થી વિદ્યાધર રાજાના કહેતાં, પ્રતિહારીએ હાંક મારતાં મન મેં તારામાં સ્થાપ્યુ છે, તેનું પાલન કરજે.’ એમ જાણે નૂપુરના નાદથી ભલામણ કરતી હોય તેમ તે કન્યા પેાતાની માતા પાસે ચાલી, અને સુકુમાર મનથી તે મહાભુજને ધારણ કરતાં, નિસાસા નાખતી, અને વસ્ત્રને શિથિલ કરતી તે પેાતાના અંતઃપુરમાં ગઇ. ત્યાં શય્યામાં પડતાં તેને કામે ડંખ માર્યાં અને તરતજ કાઇ વિચિત્ર વિરહાનલ તેનામાં વ્યાપ્ત થઈ ગયા. એટલે લજ્જાથી તરલ થતાં, પાસે રહેનાર તે સખીને તેણે જણાવ્યું
(