________________
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર.
કે—“હે સખી! હવે શું કરું, કયાં જાઉં અને એ વાત કેને કહું? અરે આ તે કન્યાના વિરોધરૂપ કમ કામે ઉપજાવ્યું છે કે દતીના મુખે સંદેશો મોકલાય અથવા પેકેજ જાય. અથવા તો તેને સંદેશે મેકલાય અને પોતે જઈને પણ શું કહી શકાય? આ સર્વથા અનર્થના એઘરૂપ હોવાથી મારે તે મરણ જ શરણ છે. વળી એમ પણ મારા સાંભળવામાં આવ્યું છે કે મારા પિતાએ અનેક રીતે સમજાવ્યાં છતાં તે મારે સ્વીકાર કરતું નથી, તેથી હવે શીઘ મૃત્યુ શિવાય અન્ય મારી ગતિ નથી.” એમ સખીને કહીને તે મૃગેક્ષણ મૌન રહી.
અહીં મૂતવાહન પણ તે જ ક્ષણે વિરહથી વ્યાકુળ થઈ ગયે. એવામાં શૂન્ય અને ક્ષામ એવા તે રાજા પાસે તેના મિત્ર મધુકરે આવીને કહ્યું કે હે મિત્ર ! તારા મનમાં પણ કાંઈ વ્યાકુળતા લાગે છે એમ કહી, બાવનીચદનને પગેથી શય્યા રચી અને તેના પર બેસતાં તેને સંતાપ ઓછો થયે. એવામાં મલયવતીએ આવી, વિરહને સહન ન કરવાથી તેણે આશ્રમરૂની લતામાં ક્યાંક પાશ ગોઠવ્યું. પછી દેવીને પ્રણામ કરી, હા ! તાત! એવા વિલાપ કરી, લોચનમાં અશ્રુ લાવી તે બાળા-મૃગાનના ત્યાં કહેવા લાગી કે “જીમૂતવાહન અને જન્મમાં મારે પતિ થાઓ” એમ કહી, તે તરત પાશ તરફ ગઈ. એ તેનું વચન સાંભળતાં મિત્રે જીમૂતવાહનને તરત બોલાવતાં તેણે વૃક્ષને આંતરે લતાજાળમાં ઉભા રહી, તે વચન સાંભળ્યું અને તે મૃગાક્ષીને પણ જોઈ. તેવામાં દેવી સંતુષ્ટ થઈને બેલી કે હે પુત્રી! તું સાહસ ન કર. જીમૂતવાહન ચક્રવર્તી તારે સ્વામી થશે.” એમ દેવીના વરને મેળવી, તે બાળાએ જીમૂતવાહનને પિતાની સમક્ષ ઉભેલ જે, જેથી હર્ષ અને લજજા પામતાં તેના લોચન સંકેચ પામ્યાં. પછી તેણીના કંઠમાંના પાશબંધને જીમૂતવાહને કાપી નાખે.