________________
અજાપુત્રની કથા.
-
૩ી
ત્યાં શુક બોલ્યો કે—“હે પ્રિયે! તે વખતે ભલે મને પકડીને વિજયનગરમાં વેચ્યો, અને એક દાસીએ મને વેચાતે લીધે. તેણે મહાસેન રાજાની શીલમતી રાણીને આપતાં, રાણીએ મને સુવર્ણના પાંજરામાં ઘાલ્યું. તે મને મીઠું બોલનાર સમજીને વારંવાર ભણાવતી અને ખેતીને હાર, કડાં વિગેરે સ્નેહથી મને પહેરાવતી. એમ લાલન કરતાં પણ હે પ્રિયા ! હું સુખ પામી શકે નહિ. કારણ કે તારા વિયેગરૂપ અગ્નિ મારા અંતરને બાળતાં વિરામ ન પામે. એવામાં તે રાજાના વિમલવાહન પુલને મદેન્મત્ત રાજકુંજર હરણ કરીને તરતજ કયાં ચાલ્યા ગયે. એમ હાથીએ હરણ કરેલ કુમારને રાજાને કયાં પત્તો ન મળે, તેના શેકને લીધે રાજાએ રાજ્યચિંતા મૂકી દીધી. એ વ્યતિકર સાંભળતાં શત્રુ રાજાઓએ પોતાના તમામ સૈન્યને લાવી, તરતજ નગરને ત્રેવી રીતે ઘેરી લીધું. મહાસેને તે જાણ બહાર આવી યુદ્ધ ચલાવ્યું, પણ કુમાર અને હાથીની સહાય વિના તેમણે તેને નાશ કર્યો, એટલે બુદ્ધિબલ મંત્રીએ નગરના દ્વાર તરત બંધ કરાવ્યાં અને રાજાના શેકથી કેદી માણસને મુકત કર્યા. તેવામાં
અરે શુક! વિમલવાહન વિના અમે પણ મરણના મુખમાં પડયા છીએ, માટે તું જા અને જીવતે રહે.” એમ કહી દાસીએ મને પાંજરામાંથી છોડી મૂકો. એમ હે બહાલી ! અમાત્ય નગરની અંદર અને લાખે સિનિયુકત રાજાઓ બહાર પડેલા છે, એવા તે નગરને મૂકીને એક ક્ષણવારમાં હું અહીં આવ્યું.”
એમ શુકવચન સાંભળતાં પિતાના તાતને મરણ પામેલ જાણી તરત હાથ શિથિલ થઈ જતાં, કુમાર મૂછ ખાઈને મંદિર પરથી ભૂમિપર પડશે. તેના પડવાના અવાજથી જાગ્રત થતાં અજપુલ, તેને ત્યાં સુતેલ ન જોવાથી તરત બહાર આવ્યું અને બેલતાં પણ