________________
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર.
ચિંતવ્યું કે– તે દેવીએ મને જે કાલ બતાવ્યું. તેમાં હવે માત્ર એક પક્ષજ બાકી છે. માટે આજે આવેલ સત્ય નામના દૈવને પૂછું.” એમ ધારી પ્રભાતે રાજાએ તેમ કર્યું. એટલે તેણે પણ ગ્રહબલ જોઈ, નિશ્ચય કરી, રાજાને યથાર્થ કહેતાં જણાવ્યું કે–“હે રાજન એક પક્ષને અંતે તારૂં મરણ થવાનું છે. પોતે ધીર છતાં તેનું એ વચન સાંભળતાં જાણે તે વખતે મૃત્યુએ ઘેરી લીધેલ હોય તેમ તે તરત મૂછિત થઈ ગયે, પછી પિતાના રક્ષણને માટે તેણે વિશેષ પ્રકારે ઉપાયે હાથ ધર્યા અને અજાપુત્રને મારવા તેણે તરફ ચરપુરૂષે મેકલ્યા, પણ લક્ષ સૈન્યથી ધસી આવતા અજાપુત્રની વાત કોઈ ચરે રાજાને જણાવી જ નહિ. જેથી રાજા મનમાં કાંઈક સ્વાચ્ય પામે. પણ પ્રતિદિન શુદ્ધિ કરાવતાં ચંદ્રાપીડને સાક્ષાત્ મૃત્યકાલ સમાન પક્ષને અંતિમ દિવસ આવ્યા.
હવે અહીં કેઈ અપરાધ થતાં રાજા ચંદ્રાપીડે પૂર્વે પિતાના સુબુદ્ધિ પ્રધાનને કહાડી મૂર્યો હતો તે દેશાંતરે ભમતાં, માર્ગમાં પિતાની નગરી ભણી જતા અજાપુત્રને સામે મળે. એટલે કેવલ લાખ પુરૂષયુક્ત હસ્તીઓ વડે યૂથેશની જેમ તેને જોતાં મનમાં હુષ્ટ થઈ સુબુદ્ધિ ચિંતવવા લાગ્યો કે–‘પૂર્વે દેવતાએ જે રાજાને કહ્યું હતું, રાજાને મારનાર તેજ આ પુરૂષ આવે છે. વળી ચંદ્રાપીડને મારે ઉછેદ કરે” એવી જે મેં પ્રતિજ્ઞા કરી છે, તે પણ એને આશ્રય લેવાથી પૂરી થશે.” એમ સમજી, પાસે આવીને તેણે અજાપુત્રને પ્રણામ કર્યા. તેણે પોતાને વૃત્તાંત કહીને જણાવ્યું કે હે નાથ! તમારા દર્શનથી મારા મને રથ સિદ્ધ થયા. રાજ્ય તે તને દેવીએ આપી દીધેલ છે. તે હે સખા! હવે ત્યાં જઈ, તે રાજાથી પીડિત પ્રજા અને રાજ્ય તાબે કરીને સતત પાલન કર.” ત્યારે પ્રધાનને ઓળખી અને પોતાની રાજ્ય-પ્રાપ્તિ સાંભળી, ભારે હર્ષ પામતાં અજાપુત્ર મંત્રીને કહેવા લાગ્યું કે