________________
અજાપુત્રની કથા.
*
જન્મ-ગ્રહનુ ફળ જોતાં તેણે જાણ્યું કે ‘એ પુત્ર આજ નગરીમાં ઉત્તમ રાજા થશે.’ પછી મનમાં વિષાદ પામીને તે દ્વિજ ચિતવવા લાગ્યા કે— હા ! આ મારા પુત્ર વિપ્રવ’શના શત્રુ થયા. જો કે રાજા આશ્રમના ગુરૂ અને વિષ્ણુમૂર્ત્તિ કહેવાય છે, તથાપિ એનામાં મારી પ્રીતિ નથી. કારણકે રાજ્ય નરકને આપનાર છે. આ પુત્રે પૂર્વજન્મમાં એવું પુણ્ય બાંધ્યું છે કે જેથી આ નગરીમાં એ અવશ્ય રાજ્ય કરવાના છે. જો એ મારા ઘરે રહેતાં દૈવયેાગે રાજ્ય પામશે, તે તેમાં વ્યગ્ર થતાં તે વિપ્રફુલાચારને અનાદર કરશે. વળી એ રાજાને લઇને સુખલ ંપટ મારા વંશજો બ્રાહ્મણુ—આચાર નહિ પાળે, તેથી પણ અમારા કુળમાં તે હીનતાજ આવશે. જે જેના કુળમાં ઉત્પન્ન થતાં તેના આચારથી વર્જિત થાય છે, તે ધનવાનું છતાં અજ્ઞ યતિની જેમ નિદ્વાપાત્ર અને છે. અહા ! મને ધિક્કાર થાઓ કે જેને આવા આચારભ્રષ્ટ પુત્ર પ્રાપ્ત થયા. અરે! ધિક્કાર છે કે એ રાજ્યયેાગ્ય છતાં મારે ઘરે અવતર્યાં. તાં પેાતાના કુળથી ઉતરેલ એને તજતાં મને દોષ નથી અને એના પુણ્ય પુષ્ટ હાવાથી મારા તજતાં પણ એ નાશ તે નહિજ પામે. એમ ધારીને તેણે પોતાની ગૃહિણીને જણાવ્યુ` કે— હે પ્રિયે ! આ તારા પુત્ર આપણા કુળના ઉચ્છેદ કરનાર છે, માટે ક્યાંક એને તજી દે. કારણ કે કોઈવાર ઇત્યાગ પણ સુખાર્થે થાય છે. સ્નેહથી લાલિત કરેલા કેશ કપાવવાથી રોગીને આરામ થાય છે.’ પતિનું એ વચન સાંભળતાં તે ભારે દુઃખ પામીઅને પુત્ર ત્યાગની આજ્ઞા જાણે વિસ્તૃત થઇ હોય તેમ તે મૂર્છા પામી. પછી પ્રથમ પ્રવેશ પામેલ પતિની આજ્ઞાએ તેના મનાદુમાંથી સપત્નીની જેમ બલાત્કારથી મૂર્છાને દૂર નસાડી મૂકી, ત્યારે વિલાપપૂર્વક રાતાં તે શેક કરવા લાગી. દુઃખથી ઘેરાયેલા માણસ કયા કયા કષ્ટથી પરાભવ પામતા નથી ? કારણ કે ઇષ્ટ નષ્ટ થાય અને અનિષ્ટ પ્રાપ્ત થાય,
.