________________
અજાપુત્રની કથા.
૧૩
સૂર્યાસ્તને સમય જોઈ, અજા પુત્ર તે શાખામૃગ-નર પ્રત્યે ચાતુર્યમુક્ત વચન કહેવા લાગે કે–“હે મિત્ર! વિકાસ પામતા કૈરવમાંથી નીકળતી ભ્રમરીના ધ્વનિરૂપ ગીતિવડે સૂર્યરૂપ નાટ્યાચાર્ય સૂચન કરી, અંધકારરૂપ યવનિકા-પડદે પડતાં તે નીકળી જાય છે. પછી નક્ષત્રરૂપ વિચિત્ર પાવડે સુભગ એવી તેને ગગનરૂપ એક રંગભૂમિમાં દર ઉપાડી, હવે રાજા–ચંદ્રમાને પ્રવેશ થવાને છે,” તે વખતે સંધ્યા થતાં જાણે “હુંજ અહીં ભીષણ છું, અંગુલી ઉંચી કરીને ભૂમિ જાણે એમ બેલતી હોય તેવી એક દેવકુલિકા તેમણે ઈ. સર્વાગે તેઓ થાક્યા પાક્યા હોવાથી ત્યાં રાતવાસે કરવા ગયા. જ્યાં શાખામૃગ–નર સુતે અને અજાસુત જાગતે રહ્યો. તેવામાં સક્ષમંદિરમાં અકસમાત અંધકારરૂપ અરણ્યમાં દાવાનળ સમાન ભારે ઉદ્યોત થયે. તે જોતાં દક્ષ શિરોમણિ અને કૌતુક એ અજાપુત્ર ઉઠીને હળવે હળવે ત્યાં ગયે. ત્યારે અજાપુત્રના આવતાં તિ કંઇક નીચે ચાલી. જેથી તે પણ ભયરહિત તેની પાછળ વિવરમાં પેઠે. જેમ જેમ અજાપુત્ર ચાલતે તેમ તેમ
તિ નીચે નીચે જવા લાગી અને છેવટે સર્વત્ર સરખી પૃથ્વી આવી, ત્યાં સુધી તે ગઈ. ત્યાં તિ અદશ્ય થતાં એકનગરી પ્રગટ થઈ. “અહો ! આ શું?” એમ સંભ્રાત થઈ અજાસુત વિચારમાં સ્તબ્ધ થયે કે–“અરે એ તે ચંચલ જ્યોતિ કયાં? કે જે મને નીચે લાવી. આ નગરી કઈ? તે વિવર કયાં કે જેમાંથી હું અહીં આવ્યો? અરે! તે શાખામગનર બિચારે એકલે રહ્યો. મારા વિના તેનું શું થશે? તે તે એક મારાજ શરણે છે. હવે શું કરૂં અને ક્યા જાઉં? આ તે ભારે કચ્છમાં આવી પડયે.”એમ ચિંતવને તે નગરી પ્રત્યે ચાલે, ત્યાં ફળનું પગવતી ચૂર્ણ કરી અને હાર કેડપર બાંધી, પ્રભાતે નગરીમાં પેસતાં તેણે પાદરમાં એક એવી દિશા જોઈ કે જ્યાં શીયાળવા ઉંચા મુખ કરી બરાડા પાડતા, શેકસૂચક શીયાર ,