________________
૩૮
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર.
થઈશ ?” એમ ધારી રાજાએ હાથીને મારવા માટે જે તરવાર ખેંચી હતી, તેના વતી તે ચંડિકાની સમક્ષ પોતાનું શિર છેદવા લાગે. તેવામાં “સાહસ ન કર, સાહસ ન કર.” એમ બોલતી દેવીએ પ્રત્યક્ષ થઈને તેને હાથ પકડી લીધો અને કહ્યું કે –“અરે! તેં આ શું કરવા માંડયું છે? શું તે સાંભળ્યું નથી કે પરના વધની જેમ આત્મ-વધથી પણ ભારે પાપ લાગે છે.” રાજા બેભે–“હે દેવી! તે બધું જાણું છું અને સાંભળું છું, પરંતુ તે ઉપકારી વિના હું જીવી શકતું નથી.” દેવીએ કહ્યું- તથાપિ હે શૂરવીર ! તું એવું સાહસ ન કર. તે મિત્ર તને છ મહિને મળશે.” એમ કહેતાં, કાનમાં કંઈક ગુપ્તા સંભળાવી, તેને ઔષધિ આપી, પ્રસાદપૂર્વક તે પ્રભાવી દેવી અદશ્ય થઈ, રાજા જ્યાં
ભલે તેમ થાઓ” એમ બેલી અંજલિ જે ઉભે છે, તેવામાં સખીઓ સહિત કેઈ યુવતિ ત્યાં આવી ચી, કે જે રૂપે સર્વાગે સંપૂર્ણ, દિવ્ય વસ્ત્ર-વિભૂષણથી વિભૂષિત, તથા તેની સખીએ હાથમાં અનેક પૂજા-ઉપકરણે ધારણ કરેલાં હતાં. તે મંદિરમાં પસી મહાભક્તિથી ચંડિકાને પૂછ, કંઈક વકકટાક્ષે રાજાને જોઈને ચાલી ગઈ. પછી ચંડિકાને નમી, તે ઔષધિ લઈ, તે સ્ત્રીમાં અનુરાગી બનેલ રાજા બહાર આવીને બેઠે. એવામાં કેવળ રૂપવડે નહિ પણ નામવડે પણ કુન્જા એવી તેણીની દાસી આવી, અંજલિ જેને રાજાને વિનંતી કરવા લાગી કે–“હે ભદ્ર! જ્યારથી અમારી તે સખીએ તને જે છે, ત્યારથી કામ તેને તીક્ષણ બાણે માર્યા કરે છે. તારા દર્શનથી પ્રગટ થયેલ અનુરાગવડે તે ગાંવ બની છે, જેથી કાયરતા આવતાં પિતાના પ્રાણની પણ તેને ભારે શંકા થઈ પડી છે. વળી તે કહે છે કે-હે રાહુ! તું ઉદય પામતાં ચંદ્રમાને ગળી જા, હે સર્વો! તમે દક્ષિણ-પવનને મૂળથી જ પી જિઓ અને અગ્નિ! તું કેલિના ધ્વનિને પિષનાર આમ્રવૃક્ષને