________________
૨૪
શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર.
એમ આગ્રહ કરતાંરાજાએ તેને વિસર્જન કર્યાં અને કેટલીક કીંમતી વસ્તુ રાજાએ આપતાં પણ તેણે કઈ લીધું નહિ, પરંતુ તે સરેાવરનું પાણી લઈ, પેલા મકરનરસહિત, તેજ વિવર-માગે તે યક્ષમંદિરમાં આવ્યેા.
'
અહીં અજાપુત્રના ચાલ્યા ગયા પછી નિદ્રારહિત થતાં તે મઈંટનર વિચારવા લાગ્યા કે— સ્વામી કયાં ગયા હશે ? છેવટે સ્વાદિષ્ટ ફળો ખાઈને તે પાછા સુઈ ગયા. એવામાં અજાપુત્રે તેજ પ્રમાણે તેને સુતેલા જોચા અને નિદ્રાધીન તે શાખામૃગનર અજાપુત્રનું આગમન જાણી શકયા નહિ. ત્યારે હસતાં હસતાં અજાપુત્રે, ગાઢ નિદ્રામાં પરવશ થયેલા તેને ઉઠાડતાં, તે કંઈક જાગ્યા, એટલે સભ્રમથી તે ખેલ્યા કે—‘ અરે ! ઉઠે, ઉઠે આપણે બહુ દૂર નગરીમાં જવાનું છે. વળી આ ત્રીજો પણ આપણા સહુગામી થયા છે.’ પછી જાણે ક્ષણભર સુઈને ઉઠયા હાય તેમ બગાસાં ખાતા તે હાર આવીને મલ્યા કે ચાલા. ’ ત્યારે શાખામૃગ અને મકર-નર સાથે અજાપુત્ર નગરી ભણી ચાલ્યા. એવામાં એક વાવ જોવામાં આવી. તેની ચાતરફ ઘણાં સુવણું વિમાન પડયાં હતાં અને કેટલીક યુવતિઓ વાવમાં જળક્રીડા કરતી હતી. તેઓ પરસ્પર બાલવા લાગી કે ‘ આપણે અષ્ટાપદે ચાલતાં અસુર થશે. ઇંદ્ર પણ ઇંદ્રાણી સહિત ત્યાં હવે આવી ગયા હશે. ’ એમ બેાલતી તે હાથમાં કમળ લઈને પાતપેાતાના વિમાનપર આવી. તેવામાં અજાપુત્ર એક વૃક્ષના મૂલ પાસે છુપાઈ રહેતાં, તે મ નેને પણ તેજ પ્રમાણે ઉભા રાખી, પાતે મનમાં વિચારવા લાગ્યા કે મત્ત્વલાક તો મેં જોયા અને નરકા પશુ દીઠા. હવે વૈમાનિક દેવા જોવાને મારૂં મન તલપી રહ્યું છે, માટે એ અનેને અહીં મૂકી, હાર અને જલાર્દિક પણ એમને માપી, વ્યંતરે આપેલ ગુટિકાના પ્રભાવથી ભ્રમર બની, એ યુવતિ આએ લીધેલ કમળામાં છુપાઇને અષ્ટપદપર જાઉં. ’ એમ ધારી