________________
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર..
તે કષ્ટ અવશ્ય થાય. હે મિત્ર કહે કે એ રીતે સંસારની અસારતા કેમ ન સમજાય? હવે તેના પુત્રના ત્યાગમાં દુઃખરૂપ ભાલાને દૂર કરવા માટે તે પતિની આજ્ઞારૂપ બખ્તર ચડાવીને ઘરથી બહાર નીકળી અને પુત્રત્યાગના કર્મથી પિતને નિંદતી ગંગાએ પ્રભાતે તરતના જન્મેલા બાળકને રસ્તામાં તજી દીધો, છતાં વારંવાર પાછી વળી, શિરે ચુંબન કરતાં રૂદન કરતી તે ભજ્ઞના આદેશના વિશે મહાકષ્ટ ઘરે આવી. એવામાં તે વખતે ત્યાંથી એક બકરીઓનું ટેળું ઉતાવળે નીકળ્યું, તેમાં પૃથ્વી પર પડેલ તે બાળક એક બકરીના જોવામાં આવ્યું, એટલે જાણે પૂર્વજન્મની માતા હોય તેમ સ્નેહ ધરતી તેણે રટન કરતા તે બાળકના ગુખમાં દુધ આપવા માટે નીચે નમીને પિતાનું સ્તન ધારણું કર્યું એમ તે ઉભી હતી, તેવામાં તેને હાંકવા માટે પશુપાલ
ત્યાં આવ્યું અને તે બાળકને જોતાં તે પિતાના ઘરે લઈ ગયે. પછી પુત્રના અભાવે દુઃખી થતી પોતાની ભાર્યાને તે ઍપતાં તેણે કહ્યું કે –“આ બાળક તને દેવતાએ આપેલ છે.” આથી તે પુત્રની જેમ સ્નેહથી તેનું પાલન કરવા લાગી અને અનુક્રમે બાર વરસને થતાં તે ભારે પુષ્ટ થયું. તે બંને તેને અજાપુત્રના નામથી બોલાવતા અને પશુપાલ પિતાની સાથે તે પ્રતિદિન પશુઓમાં જવા લાગે. એવામાં એકદા પશુપાલને તાવની બાધા થતાં, તે બાળક બકરીઓ લઈને નગરની બહાર ગયે. તેવા સમયે રાજા શિકારથી પાછો ફર્યો અને નગર ભણી જતાં વચમાં અજાપુત્ર જ્યાં બેઠે હતું, તે વૃક્ષની છાયામાં રાજા બેઠે. તેવામાં સર્વાગે વિભૂષિત કેઈ યુવતિ અકસમાત પ્રગટ થઈને રાજાને કહેવા લાગી કે–“હે ચંદ્રાપીડ રાજા ! આ અજાપાલ બાલક બાર વરસને અંતે એક લાખ સૈનિકને લઈને તને મારશે.” એમ કહી તે યુવતિ જેટલામાં અંતર્ધાન થઈ, તેવામાં ભય અને વિસ્મય પામતા રાજાએ ચિંતવ્યું કે