________________
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. કરવા તૈયાર થયા હોય તેવા ચાર પુરૂષને લગેટી પહેરી બેઠેલા તેણે જોયા. તેમની પાસે જઈ અજાપુને પૂછયું કે –“અરે! તમે કોણ છે અને આ અગ્નિગ પાસે કેમ બેઠા છે?” એમ તેના પૂછતાં તેઓ પોતાની કથા કહેવા લાગ્યા કે –“અમે ચારે ભાઈ ચંપા નગરીના રહેવાસી છીએ. આ અમારા નાના ભાઈને એકજ પુત્ર છે અને પૂર્વજન્મના મમત્વને લીધે તેજ બધાના જીવિતરૂપ છે. તે બાળકને દુષ્કર્મવેગે અકરમાત એ રેગ થયો કે જેથી તે ખાતે કે સુતે પણ નથી. મંત્ર, તંત્ર, ઔષધ કે દેવતાની માનતા કરતાં કરતાં પણ તેને રેગ શાંત ન થયે, તેના દુખે અમે પણ દુઃખી છીએ એવામાં એક પરદેશી પુરૂષે બતાવ્યું કે--વૈશ્વાનરવૃક્ષના ફળેથી એ બાળકને રેગ જશે.” અમે તેને વૈશ્વાનરવૃક્ષની નિશાની પૂછતાં તેણે કહ્યું કે--તે આ ગર્તાની અંદર છે.” એમ તેના કહ્યા પ્રમાણે જેટલામાં અમે અહીં આવ્યા, તે એ ગર્તામાં ઉછળતી જ્વાળામુક્ત અગ્નિ જે વળી એની અંદર એક કલિત વૃક્ષ પણ દેખાય છે, પરંતુ બળતી અગ્નિયુક્ત ગર્તામાં પ્રવેશ કરવાને અમે કાયર છીએ. અમે કષ્ટ વેઠીને આવ્યા અને ફળ લેવાને અસમર્થ થયા, જેથી ચિંતારૂપ રાક્ષસીવડે તંભિત થયેલાની જેમ અમે નિરાશ થઈ બેઠા છીએ.” એમ સાંભળતાં પોપકારમાં કૌતુકી એ અજાપુત્ર ચિંતવવા લાગ્યું કે હું તે સુધાથી અવશ્ય નાશ પામવાને જ છું, તે આ ચપલ શરીરથી જે એમનું કાર્ય સધાતું હોય તે મારે જન્મ સફળ છે. કારણકે પરેપકારથી પુણ્યજ થાય છે. નિર્મળ સ્વભાવના માણસે પિતાના આત્મભેગે પણ પરેપકાર કરે છે. જળ સંઘરવા માટે સરેવરની ભૂમિ, ખદવાની પીડા સહન કરે છે.”એમ ધારી અજાપુત્રે ધર્યથી તેમને કહ્યું કે –“તમે વ્યાકુળ ન થાઓ. એ તમારું કાર્ય હું કરી આ પીશ.” એમ કહેતાં તે ગર્તામાં પડયે. એવામાં “હા ! હા ! એ