________________
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
એકજ ઘાતથી તેઓને નરકભૂમિકામાં પહોંચાડ્યા, જેથી દાનાદિક અશક્ત થઈને ત્યાંજ ઉભા રહે છે. એમ કમવિના એકવાર દાનાદિકને પરાભવ પમાડી, કષાએ પુનઃ જીવ-કંદુકને રજપુંજમાં નાખ્યા. એટલે વળી પાછા દાનાદિક સજ્જ થઈને શ્રદ્ધાવડે તેમને ઉચે પ્રેરે છે, પણ ઉચે જતાં તેમને અર્ધમાગથીજ કષાયે નીચે પાડે છે, અને પિતાની પ્રતિજ્ઞા પ્રમાણે તેમને સુખે નરકભૂમિમાં લઈ જાય છે. તેમની પાસેથી પાછા વાળવાને દાનાદિક પંગુની જેમ અસમર્થ થઈ બેસી રહ્યા. એ પ્રમાણે નિત્ય પ્રયત્ન કરતા છતશાળી કષા દાનાદિક આગળથી પણ જેને નરકભૂમિમાં લઈ જતા, એમ બળવંત કષાથી પિતાને પરાભૂત થયેલ સમજીને દાન, શીલ, તપ અને ભાવ અસમર્થ બની ખેદ પામવા લાગ્યા, અને દદ્ધિ કુટુંબના મનુષ્યની જેમ અશક્ત બનેલા તેઓ, જીને પાછા વાળવાના વિધાનમાં પરસ્પર કલહ કરવા લાગ્યા, ત્યાં દાને કહ્યું કે “હું કલીબ હોવાથી શું કરી શકું? હું પોષણ પામવાથીજ બધું કામ કરી શકું. પિતાનેજ પુષ્ટ બનાવતા કષાયોએ જીવેને વશ કરવાથી તેઓ મને પોષી શકતા નથી અને તેથી અનુક્રમે હું ક્ષીણતા પામ્યું. એ પ્રમાણે શીલાદિકે પણ પોતપોતાની ક્ષીણ દશા પરસ્પર કહેતાં, પોતે અશક્ત બની, તેઓ સત્વની અપેક્ષા કરવા લાગ્યા. તે સત્ત્વ તે અત્રે દુર્લભ છે અને તે કયાંકજ જોવામાં આવે છે. જેનામાં સત્ત્વ હોય, દાનાદિક પણ તેનેજ આશ્રય કરે. સાત્વિકના આશ્રયથી દાનાદિક પતે પુષ્ટ થઈ, કષાયેને હઠાવીને જીવેને એક્ષે લઈ જાય છે. માટે ચતુવિધ ધર્મ સત્ત્વથીજ સબળ થાય છે અને અન્યત્ર યશ કે અર્થાદિકમાં પણ સત્ત્વજ મુખ્ય છે. જેણે સત્વને આશ્રય લઈ, દાનાદિકને પડ્યાં અને સર્વ આત્માઓને પોતે મોક્ષમાર્ગ બતાવ્યું, તથા નિષ્કારણ ઉપકારી અને ત્રણ જગતના સ્વામી એવા તે શ્રી ચંદ્રપ્રભસ્વામીનું ચરિત્ર કહેવામાં આવે છે.