Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
Catalog link: https://jainqq.org/explore/006231/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ વારે કવિ ઉદયરત્ન કૃત અષ્ટપ્રકારી પૂજાનો રાસ (સચિત્ર, ભાવાનુવાદ દૃષ્ટાંત સહ) સંપાદિકા : ૫.પૂ. સાધ્વીશ્રી દિવ્યણિાશ્રીજી મ.સા. ૫.પૂ. સાધ્વીશ્રી દિવ્યદર્શનાશ્રીજી મ.સા. (30); ______ Page #2 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 QO શ્રી શત્રુંજયતિર્થાધિપતિ શ્રી આદિનાથાય નમ: પ્રગટ પ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: શ્રી પા-જીત-હીર-કનક-દેવેન્દ્ર-કંચન-કલાપૂર્ણસૂરી સદ્ગુરુભ્યો નમઃ ) DX OO વે પ્રભુ ભક્તિના પગથારે કવિ ઉદયરત્ન કૃત અષ્ટપ્રકારી પૂજાનો રાસા (સચિત્ર-ભાવાનુવાદ-દ્રષ્ટાંત સહ) 00 00 00 00 OO OOO OOK આશીર્વાદદાતા ૦. પ. પૂ. અધ્યાયોની મહાન શાસનપ્રભાવ આયાર્યદેવશ્રી વિજયભાપૂર્ણસૂરીશ્વરજી મ. સા. એ પ. પૂ. મધુભાષી માર્યશ્રી વિજયaiાપ્રભસૂરીશ્વરજી મ. સા. OOO OO OO સંપાદિil : પ. પૂ. સા. દિવ્યકિanશ્રીજી મ. સા. ૫. પૂ. સા. દિવ્યદર્શનાશ્રીજી મ. સા. ભાવાનુવાદ : પૂ. સાધ્વીજી શ્રી દિનમણિશ્રીજી મ. સા.ના શિષ્યા. પૂ. સાધ્વીજી શ્રી દિવ્યકિરણાશ્રીજી મ. સા.ના શિષ્યા સાધ્વીજીશ્રી દ્રઢશક્તિશ્રીજી મ. સા. ) CO 6 ) O Page #3 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક : કવિ ઉદયરત્નવિજયજીકૃત અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઈ. સ. ૨૦૦૦, વિ. સં. ૨૦૧૭ આશીષદાતા : પરમાત્મ ભક્તિરસનિમગ્ન અધ્યાત્મયોગી આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.નાં ચરણોમાં અનંતશ વંદના મધુરવક્તા. પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયકલાપ્રભસૂરિ મ. સા. પ. પૂપં. પ્ર. શ્રી કલ્પતરુવિજયજી ગણિવર્ય પ. પૂ. પં. પ્ર. શ્રી કીર્તિચંદ્રવિજયજી ગણિવર્ય પ. પૂ. પં. પ્ર. શ્રી મુક્તિચંદ્રવિજયજી ગણિવર્ય પ. પૂ. ગણિવર્ય શ્રી પૂર્ણચંદ્રવિજયજી મ. સા. પ. પૂ. ગણિવર્ય શ્રી મુનિચંદ્રવિજયજી મ. સા. આદિ શમણવૃંદને શતશઃ વંદના.. આલંબન... પ. પૂ. પરમોપકારી ગુરુણી શ્રી દિનમણિશ્રીજી મ. સા. તથા તેમના શિષ્યા પ. પૂ. પરમોપકારી ગુણી (વડિલભગીની) સા. શ્રી દિવ્યકિરણાશ્રીજી મ. સા. કે જેઓ ૬૨૪ સળંગ અઠ્ઠમ તપના આરાધક છે. જેઓનું જીવન પરોપકારમય અને સ્વભાવથી જેઓ સેવાભાવી છે તેમજ ૫. પૂ. (વડિલભગીની) સા. શ્રી દિવ્યદર્શનાશ્રીજી મ.સા. કે જેમણે ૧૦૮ સળંગ આયંબિલની આરાધના કરેલ છે અને ધાર્મિક શિબિરો દ્વારા અનેક જીવોના ધર્મમાર્ગના પ્રેરણદાતા છે. આ ત્રણેય પૂજયોના સંયમજીવનની અનુમોદનાર્થે.. . અનુવાદિતા...ચરણોપાસિકા સા. શ્રી દઢશક્તિશ્રીજી મ. સા. સહાયક આર્યાવૃંદ : પૂ. સા. શ્રી ઇંદુરેખાશ્રીજી v પ્રેરણાદાતા - પૂ. સા. શ્રી જિતકલ્પાશ્રીજી મ. સા. કિંમત રૂ. ૨૦૦-૦૦ v સંપર્ક સૂત્ર :- શાહ શાંતિલાલ ચુનીલાલ, ઠે. ગોમતીપુર, દરવાજા બહાર, ૩૨, પટેલ સોસાયટી, આમ્રપાલી થીયેટર પાસે, અમદાવાદ-૨૧. ફોન : પી. પી. ૨૧૬૮૨૦૮. મુદ્રક : ભરત ગ્રાફિક્સ, ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફરોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન : ૨૧૩૪૧૭૬, ૨૧૨૪૭૨૩. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના અષ્ટપ્રકારી પૂજાના રાસને સત્કારી : દશ દૃષ્ટાંત દુર્લભ એવો માનવ જન્મ અને જૈન શાસન પામ્યા પછી તેની સફળતાનો આધાર અનાદિકાલના કર્મના બંધમાંથી આત્માની સર્વથા મુક્તિ થવા સાથે શુદ્ધ સ્વરૂપને સંપૂર્ણપણે પ્રાપ્ત કરવામાં છે. ખાન-પાન ઋદ્ધિ-સિદ્ધિ વગેરે બ્રાહ્યસુખની ગમે તેટલી અનુકૂળતા, દેવ કે માનવ વગેરે જીવનમાં પ્રાપ્ત થાય પરંતુ જન્મ-જરા-મરણનો જ્યાં સુધી અભાવ ન થાય ત્યાં સુધી એ બાહ્યસુખ શાશ્વત નથી. એ બાહ્યસુખની પાછળ દુઃખનું સ્થાન ઓછા વત્તા પ્રમાણમાં અવશ્ય હોય છે. અને એ કારણોએ બાહ્યસુખને તાત્વિક સુખ ગણવામાં આવતું નથી તાત્વિક સુખ આત્માની અંતરંગ વિશુદ્ધિમાં છે. આત્મા ઉપર વર્તતા મોહનીયકર્મના આવરણો દૂર થતા જાય છે તેમ આત્મવિશુદ્ધિ પ્રગટ થાય છે. અને સવાશે જ્યારે મોહનીયકર્મ દૂર થાય છે. ત્યારે બાકીના જ્ઞાનાવરણીય આદિ કર્મો નષ્ટ થતા સમય લાગતો નથી. અને એ રીતે આઠેય કર્મો જ્યારે ક્ષય થાય છે ત્યારે આત્માનો પ્રકાશ સંપૂર્ણપણે પ્રગટ થાય છે. અને આત્મા અક્ષય, સુખનો સ્વામી બને છે. આ ઉત્તમ કક્ષાને પ્રાપ્ત કરવા માનવ જીવન સિવાય બીજા કોઇ જીવનમાં શકય નથી તે અપેક્ષાએ માનવ જીવનને અન્ય જીવન કરતા સર્વશ્રેષ્ઠ જીવન તરીકે ગણવામાં આવ્યું છે. માનવજીવનને કયા યોગથી સફલ કરશું ? માનવ જન્મને સફલ કરવા જૈન શાસનમાં અનેક યોગો બતાવવામાં આવ્યા છે. જેવા કે જ્ઞાનયોગ, તપયોગ, ધ્યાનયોગ, ક્રિયાયોગ, ભક્તિયોગ તેમાં ભક્તિયોગ મુક્તિસુખને મેળવી આપવા માટેનું અમોઘ શસ્ત્ર છે. માટે જ કહેવાય છે. “અમે ભક્ત મુક્તિને ખેંચશુ જેમ લોહને ચમક પાષાણો રે” ભક્તિ, મુક્તિને ખેંચી લાવે છે અને સર્વયોગ કરતા ભક્તિયોગ અપેક્ષાએ સરલમાં સરલ યોગ છે. પરમાત્માની ભક્તિ બે પ્રકારે થઈ શકે છે. દ્રવ્યથી અને ભાવથી ભાવથી ભક્તિ એટલે પરમાત્માની સ્તુતી, સ્તવનાદિ કરવા તે પરમાત્માની આજ્ઞા શિરોધાર્ય કરવી તે તેના દ્વારા અનંતી કર્મવર્ગણા નષ્ટ થાય છે. ફક્ત પરમાત્માના દર્શન માત્રથી પણ હજાર ઉપવાસ પ્રમાણ લાભ પ્રાપ્ત થાય છે. દરેક અનુષ્ઠાનોમાં ભાવ મુખ્ય હોય છે તેમ છતાં દ્રવ્યની પણ એટલી જ જરૂર છે. દ્રવ્યભક્તિ, ભાવભક્તિને ખેંચી લાવે છે. તો આપણે ભાવથી ભક્તિ કરવામાં હજુ ઘણાં દૂર છીએ. પણ તે ભાવભક્તિને ખેંચવા દ્રવ્યભક્તિને આત્મસાત્ કરવી એટલી જ આવશ્યક છે. તો દ્રવ્યભક્તિ કેવી રીતે કરશું ? પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા દ્વારા તે પૂજા આઠ પ્રકારે કઈ રીતે થાય તે સહુ કોઈ જાણે છે. તેનું વિવરણ કરવાની જરૂર નથી પરંતુ કહેવાતી તે આઠપૂજા મથેની એક એક પૂજાના માધ્યમથી અનેક ભવ્યાત્માઓએ આલોકમાં સુખ, સૌભાગ્ય અને પરલોકમાં સંગતિની પ્રાપ્તિ દ્વારા કમનાશ કરી શાશ્વત સુખના સ્વામી બન્યા છે તે જ રીતે આપણે પણ પરમાત્માની દ્રવ્યપૂજાના માધ્યમથી Page #5 -------------------------------------------------------------------------- ________________ અનાદિકાળના ભવભ્રમણને દૂર કરી ભીષણ ભવસમુદ્ર તરવા હેતુથી આ રાસનું વિવરણ કરવામાં આવ્યું છે આજ સુધી ભક્તિયોગ વિશે અનેકગ્રંથો બહાર પડ્યાં છે પરંતુ પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા પ્રત્યે ભવ્યાત્માઓને અત્યંત પ્રીતી પ્રગટ થાય તે માટે આ રાસના કર્તા કવિ ઉદયરત્નજી મહારાજે પોતાની કવિત્વ શક્તિથી અષ્ટપ્રકારી પૂજાનો રાસ લગભગ ૭૯ ઢાળ પ્રમાણ સુંદરશૈલીથી રચ્યો છે. જેમાં ફક્ત ચંદનપૂજાના માધ્યમથી જયસૂર રાજા અને શુભમતિ રાણી સિદ્ધિગતિને પામ્યા, ધૂપપૂજાના માધ્યમથી ધૂપસાર કુમાર શાશ્વત સુખનો ભોક્તા બન્યો તે દૃષ્ટાંત વાચકોને મનમોહક છે કે ફક્ત જીવનમાં કરેલ એક જ વારની ધૂપપૂજાથી તેને એવો અતિશય પ્રગટ થયો કે તેને જે સ્પર્શ કરે તે સુગંધમય બની જાય અને તે જ્યા જાય ત્યાં સર્વત્ર સુગંધ સુગંધ પ્રસરી જાય આવા દરેક પૂજાના મનમોહક દૃષ્ટાંતોનું વર્ણન તેમાં કરેલ છે. આ રાસનું વિવરણ કરવાની જરૂર હતી આમ તો કવિવરની કાવ્યરચના નમૂનેદાર છે સહુકોઇ તેમની વાણીને સમજી શકે તેવી છે. તેમ આ રાસ પણ મધુર ગેય કાવ્ય જેવો છે. આઠે આઠ પૂજાના પ્રભાવે જે જે આત્માઓ સુખ, સૌભાગ્ય સદ્ગતિ સહ શિવગતિ પામ્યા તેનું વર્ણન આમાં કરવામાં આવ્યું છે. પરંતુ બાલજીવો કાવ્યના ગુઢાર્થને સમજી ન શકે તે હેતુથી આ રાસનું સરલ ભાષામાં વિવરણ કરવા સાથે બાલજીવોને પ્રેરક અને વાંચવા પ્રેરાય તેવા એક માત્ર લક્ષ્યથી આઠ પૂજાના સુંદર ભાવવાહી નમુનેદાર રંગીન ચિત્રો મૂકીને આ ગ્રંથને વધુ સુશોભિત કરવા પ્રયત્ન કરેલ છે. તેથી આબાલ-ગોપાલ સહુકોઇ આ પુસ્તકના માધ્યમથી પરમાત્માની દ્રવ્યપૂજા રૂપ અષ્ટપ્રકારી પૂજા કરવા માટે ઉત્સાહિત બનશે એવું અમારું માનવું છે. મારી - સાદર વિજ્ઞપ્તિ : આ ગ્રંથનું સંપાદન કરવા પ્રસંગે ગ્રંથનો સંશોધન કરવાનો શકય હોય તેટલો બધોજ પ્રયત્ન કરવામાં આવ્યો છે અષ્ટપ્રકારી પૂજા ચરિત્રના પ્રથમ શતકમાં વર્ણવ્યા મુજબ પૂજાનો ક્રમાંક આ પુસ્તકમાં લીધેલ છે. એમ છતાં છદ્મસ્થપણાના કારણે તેમજ પ્રેસ દોષના કારણે સ્કૂલના રહી જવા પામી હોય તેને સુધારી લેવા સાથે અમોને જણાવવા સાદર વિનંતી છે. પ્રાન્ત : આ રાસના વિવેચન લખવાનો પ્રારંભ રાજનગર મળે ૨૦૫૫ ઓઢવ આદિનાથ નગર છે. મૂર્તિ. પૂ. સંઘમાં થયેલ ચાતુર્માસ દરમ્યાન શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનના સાષ્યિમાં થયો અને યોગાનુયોગ ૨૦૧૬ની સાલમાં પરમતારક શાસન પ્રભાવક પરમાત્મભક્તિરસ નિમગ્ન પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય કલાપૂર્ણસૂરી મ. સા.ની નિશ્રામાં ચાતુર્માસ કરવાનો મોકો મલ્યો અને પૂજ્યશ્રીની અસીમ કપાથી પૂજ્યશ્રીની નિશ્રામાં જ આ રાસનું લખાણ સંપૂર્ણ થયું. અને પૂજ્ય આ. ભ.નાં જ શિષ્યરત્ન પ.પૂ. પૂર્ણચંદ્રવિજયજી ગર્ણિવર્ષે તેનું સંશોધન કરી આપી અમારા પર મહાન ઉપકાર કર્યો છે. તે ઉપકારીઓનાં ઉપકારને આ સમય ભૂલી શકાય તેમ નથી. પુસ્તક પ્રકાશનમાં વિલંબ જરૂર થયો પરંતુ વિલંબના અંતે પણ સુંદર ભાવવાહી ચિત્રો, ટાઇટલ આદિનું પ્રિન્ટીંગ તથા આ પુસ્તકને સર્વાગ સુંદર બનાવી આપવા બદલ અમદાવાદ ભરત ગ્રાફીક્સનો પણ આભાર માનું છું. -સા. દઢશક્તિશ્રી Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ ભક્તિમાં લીન બનાવતા રાસને આવકારીએ શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચંદ્રસૂરિ શિષ્ય પ્રધુમ્નસૂરિ. ॥ નમો નમઃ શ્રી ગુરુ નેમિસૂરયે ॥ શ્રી ઉદયરત્નજી મહારાજ શ્રેષ્ઠ ભક્ત તો છે જ. પણ સાથે સાથે ઉત્તમકવિ પણ છે. તેમની રચના તેમની હયાતીમાં જ લોક-પ્રચલિત બની ગઇ હતી. તેમની વાણી હૃદયના ઊંડાણમાંથી આવતી હતી માટે જ હ્રદયમાં પહોંચતી હતી. તેમને ગુજરાતી સાહિત્યની રચના પુષ્કળ કરી છે. આપણે ત્યાં તેમના સ્તવનો, સજ્ઝાયો, પ્રચલિત છે પણ તેમનું રાસા સાહિત્ય પણ નમૂનેદાર છે. આ અષ્ટપ્રકારી પૂજાનો રાસ પણ મધુર ગેય કાવ્ય જેવો છે. આઠે આઠ પૂજાના પ્રભાવે જે આત્માઓને આલોકમાં સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થઇ, પરલોકમાં સદ્ગતિની પ્રાપ્તિ થઇ, તેનું સુંદર વર્ણન આમાં છે. આ રાસ મૂળ તો છપાએલો હતો. પણ તેનું ગુજરાતી વિવરણ તૈયાર કરીને, સાધ્વી વર્ગ, બપોરના સમયે ચાતુર્માસમાં બહેનો સમક્ષ આનું વાંચન કરે તો, આ રાસ દ્વારા વધુ ઉપકાર થાય. માટે આનું વિવરણ જરૂરી હતું. સાધ્વીશ્રી જિતકલ્પાણશ્રીજી સાથે આ બાબતમાં વાત થઇ હતી. તેમને સાધ્વીજીશ્રી દિનમણીશ્રીજીના શિષ્યા સાધ્વીજીશ્રી દિવ્યકિરણાશ્રીજીના શિષ્યા સા. દૃઢશક્તિશ્રીજીને પ્રેરણા કરી. તેઓએ એને ઝીલી લીધી. અને અથાગ્ પરિશ્રમ કરી તેનું વિવરણ તૈયાર કર્યું. તે હવે પ્રકાશિત થાય છે. તેથી અનેકાનેક ભવ્યાત્મા સુધી પહોંચશે, અને પ્રભુજીની દ્રવ્યપૂજામાં ભાવપ્રાણ પૂરાશે. “સાચે જ ઉદયરત્નજી મહારાજની રચના સૌભાગ્યવંતી રચના છે.” તેમની પ્રામાણિકતા પણ દાદ માંગી લે તેવી છે. છેલ્લા આઠમી પ્રકારની પૂજાની કથા પૂરી કર્યા પછી તેમણે કેવું સરસ બ્યાન આપ્યું. આ હરિચંદ્રરાજાના જીવનચરિત્રને ઉંડાણથી અવલોકયું. પણ તેઓ આયુષ્ય પૂર્ણ કરીને કયાં ગયા, તેનો ઉલ્લેખ નથી મળ્યો. પછી પોતાનો વિચાર જણાવે છે. ગતિ વિચિત્ર છે. કર્મની, અનેકાન્ત જિનધર્મ, એ માટે એ વાતનો, શાની જાણે મર્મ. આવા ઉત્તમ રાસનું ભાવપૂર્વક અવગાહન કરીને, ભવ્યજીવો પ્રભુભક્તિમાં તલ્લીનતા સાધો, એજ એક શુભેચ્છા સાથે.. Page #7 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રકારી પૂજાના રાસમાં સહયોગ આપનાર યુત સહાયકોની નામાવલિ એક સદ્ગૃહસ્થ (પૂ.આ.ભ. શ્રી સ્થૂલભદ્રસૂરિ મ.સા.ના સંસારીભાઇ) ૨ કાંતાબેન સોહનલાલજી જૈન. વિમલાબેન ચંપાલાલજી જૈન. - પ્રફુલ્લભાઇ સૌભાગ્યચંદ દોશી જૈન (સૌભાગ્યચંદભાઈનાં સ્વર્ગવાસ નિમિત્તે) તારાબેન રાજમલ દોસજી (પૂ. સા. દિવ્યકિરણાશ્રી મ. સા.ની પ્રેરણાથી) અમૃતલાલ બી. કોઠારી મીરજ જૈન સંઘ (જ્ઞાનખાતામાંથી) હ. મોહનભાઈ મોહનભાઇ વધચંદજી જૈન (સા. શ્રી નિર્મોહાશ્રીજી મ. સા.ની પ્રેરણાથી) મુંબઈ સ્વ. યશ સ્વ. જીનલ સ્વ. રીટાબેન સ્વ. ચંદ્રેશભાઇ શીવલાલ શા.ના આત્મશ્રેયાર્થે હ. શિવલાલ નેમિદાસજી (સા. દઢપ્રતિજ્ઞાશ્રીજી મ. સા.ની પ્રેરણાથી.) ૧૦ નાગરત્ન પોલીપેક સેવંતીલાલ જી. જૈન (હ. બાબુલાલ એસ. જૈન) ૧૧ પાર્વતીબેન દેવીચંદજી હ. કેસરીમલજી જૈન ૧૨ એક સદગૃહસ્થ હ. ગિરીશભાઇ (સા. શ્રી દિવ્યકિરણાશ્રીજી મ.ની પ્રેરણાથી) ૧૩ દેવીચંદજી સાંકળચંદજી (સા. છેદુરેખાશ્રીજી મ.ની પ્રેરણાથી) બેંગ્લોર ૧૪ સૂકીબેન માંગીલાલજી જૈન બેંગ્લોર ૧૫ લાડુબેન પ્રેમચંદભાઈ બેંગ્લોર ૧૬ રાયચંદભાઇ જૈન બેંગ્લોર ૧૭ ઝુમાબેન હંસરાજભાઈ થાણા ૧૮ ઝવેરબેન વીરજી બોરીચા મનફરા ૧૯ ઝવેરબેન કાંતિલાલ કારીયા ભચાઉ ૨૦ ચંપાબેન દામજીભાઈ મનફરા ૨૧ ચંદ્રિકાબેન મેઘજીભાઇ નંદુ ભચાઉ - ૨૨ ડૉ. કીર્તિભાઇ બાબુલાલ શાહ અમદાવાદ ૨૩ શાંતાબેન જવાહરલાલ શાહ ભુજ ૨૪ સ્વ. દિનેશકુમાર કચરાદાસભાઈ હ. સુંદરબેન ફણસા (સા. શ્રી મધુરગીરાશ્રીજીની પ્રેરણાથી) ૨૫ મદનલાલ પારસમલ કોઠારી (સા. મધુરગીરાશ્રીજીની પ્રેરણાથી) હૈદ્રાબાદ ૨૬ બાલબ્રહ્મચારી કુ. લત્તાબેન બુધાલાલ શાહ કોલ્હાપુર ૨૭ શ્રી કચ્છ-વાગડ-સાત ચોવીશી જૈન સમાજ ચાતુર્માસ સમિતિ - પ. પૂ. આ. ભ. શ્રી કલાપૂર્ણસૂરિ મ. સા. ના ચાતુર્માસ પ્રસંગે પાલિતાણા ૨૮ ઉષાબેન રતિલાલ મોહનભાઇ દવાવાળા અમદાવાદ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૯ શા. હિંમતમલ ભગવાનજી શિવગંજવાળા (હ. અરૂણકુમાર) ૩૦ તખતગઢભુવન પાલિતાણા નવ્વાણુ યાત્રા પ્રસંગે શ્રાવિકાબહેનો તરફથી (જ્ઞાનખાતામાંથી) ૩૧ ધીરજમલજી કુશલરાજજી સાયલા (કુમારી ચંદ્રા તથા કુમારી પિંકીની નવ્વાણુ યાત્રા નિમિત્તે) ૩૨ ધનજીભાઇ છોટાલાલ શાહ ૩૩ કિરીટકુમાર શાંતિલાલ શાહ દેપલાવાળા ૩૪ રાજેશ રતિલાલ વનમાળીદાસ મહેતા. (પૂ.સા. દિવ્યકિરણાશ્રી મ.ની પ્રેરણાથી) ૩૫ ધ્યન નીરજકુમાર શાહ (હ. કિર્તીપાલભાઇ પૂ. દિનમણિશ્રીમ.સા.ની પ્રેરણાથી) ૩૬ મહેન્દ્રકુમાર રતિલાલ શાહ ૩૭ વિમલાબેન કાંતિલાલ ૩૮ રતિલાલ ગેનાજી રાઠોડ મહાવીરનગર. ૩૯ બદામીબેન જયંતિલાલ ગાંધી (કલ્પનાબેન મોતીલાલ શાહ) ૪૦ કોલ્હાપુર ગુર્જરી સંઘની વ્હેનો તરફથી (જ્ઞાનખાતામાંથી) ૪૧ ત્રિશાલા મંડલ શ્રાવિકા બ્યુનો હ. ગંગાબેન ૪૨ લત્તાબેન મોહનલાલ સંઘવી તથા માયાબેન સંજયભાઇ હ. જયચંદભાઇ નેમચંદ લલવાણી (સા. શ્રી મધુરગીરાશ્રીજીની પ્રેરણાથી) ૫૧ પ્રભાબેન મીઠાલાલ ઝાલોરવાળા ૫૨ ભીકમચંદજી તાતેડ ૫૩ પ્રમીલાબેન જયંતીલાલ શાહ (કૈલાસ સ્મૃતિ જૈન આરાધના ભવન) ૫૪ લીલાબેન ધીરજલાલ શાહ હ: જ્યોતિબેન હીરેનભાઇ ૫૫ ચંદ્રાબેન કાંતિલાલ દોશી હઃ જ્યોતિબેન જયેન્દ્રભાઇ ૫૬ કમલાબેન ચુનીલાલ સ્વ. જયંતીભાઇના સ્મરણાર્થે ૫૭ મોહનીબેન શાંતિલાલ શાહ ૪૩ સુખરાજજી રૂપચંદજી (અ.સૌ. દમયંતીબેનના વર્ષીતપ નિમિત્તે હ. રાજુલ નિતીનભાઇ) ૪૪ અંબાબેન માંગીલાલજી નવાજી (અંબાબેનના વર્ષીતપ નિમિત્તે) ૪૫ બાલિકા અંકિતાકુમારીના ચંદનબાલાના અક્રમ તપ તથા ચાતુર્માસ દરમ્યાન કરેલ વિવિધ તપાનુષ્ઠાન નિમિત્તે હ. કમલાબેન કપૂરચંદ હુંડીયા ૪૬ બસ્તીમલજી સાંકલચંદજી કોઠારી (પૂ. સા. શ્રી ઇદુરેખાશ્રીની પ્રેરણાથી) ૪૭ પુષ્પાબેન સેવંતીભાઇ ૪૮ મણિનગર જૈન સંઘ જ્ઞાનખાતામાંથી ૪૯ શાંતિલાલજી સાંકલચંદજી (સા. શ્રી ઇદુરેખાશ્રીજીની પ્રેરણાથી) ૫૦ કમલાબેન નેમચંદ લલવાણી ૫૮ શાંતિલાલ સકરચંદ શાહ મદ્રાસ અમદાવાદ-ઓઢવ અમદાવાદ મુલુન્ડ અમદાવાદ સૂર્યાબેન મનુભાઈ શાહ ઇદુબેન ઈશ્વરભાઈ શાહ ચંચલબેન સરેમલજી તથા સાયરીબેન ચાણ્યક્યપુરી જૈન શ્વે. મૂ. સંઘ કર્જત કોલ્હાપુર કોલ્હાપુર મદ્રાસ અમદાવાદ-ઓઢવ અમદાવાદ-ગોમતીપુર નેલુર હૈદ્રાબાદ અમદાવાદ અમદાવાદ બારડોલી અચ્છારી અંધેરી અમદાવાદ અમદાવાદ થાણા ઘાટલોડીયા, અમદાવાદ Page #9 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા શ્રી વિજયચન્દ્ર કેવલી પોતાના પુત્ર રિચન્દ્ર રાજા સમક્ષ અષ્ટપ્રકારી પૂજાનું વર્ણન કરી રહ્યા છે. ચંદનપૂજા : ૧ જયસૂરરાજા અને શુભમતિ રાણીના દૃષ્ટાંત દ્વારા આપણે આત્મા ચંદન જેવો શાંત અને શિતળ બનાવીએ... પપૂજા : ૨| ધૂપસારકુમારના દૃષ્ટાંત દ્વારા ધૂપની ઘટાની જેમ આપણો આત્મા ઉચ્ચગતિની પ્રાપ્તિ કરે.... અક્ષતપૂજા ઃ ૐ| સુયુગલના દૃષ્ટાંત દ્વારા આપણે પણ અજન્મા થઇએ...... પુષ્પપૂજા : ૪ લીલાવતીના દૃષ્ટાંત દ્વારા આપણું જીવન સુગંધીત અને સદ્ગુણોથી સુવાસીત બને... દીપકપૂજા : ૫ જિનમતી અને ધનશ્રીના દૃષ્ટાંત દ્વારા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ અને જ્ઞાનરૂપી દીપકનો પ્રકાશ થાઓ.... નૈવેદ્યપૂજા : ← હાલીકનરના દૃષ્ટાંત દ્વારા આહાર સંજ્ઞાઓનો નાશ અને અણાહારી પદની પ્રાપ્તિ થાઓ ફળપૂજા : સુયુગલ અને દુર્ગતાનારીના દૃષ્ટાંત દ્વારા સર્વેને શ્રેષ્ઠ એવા મોક્ષફળની પ્રાપ્તિ થાઓ... જલપૂજા : | કુંભશ્રીના કથાનક દ્વારા પ્રભુજીને પ્રક્ષાલ કરીએ અને આપણા આત્મા પરના કર્મો દૂર કરીએ... હરિચન્દ્ર રાજાએ સ્વીકારેલ બારવ્રત અને સદ્ગતિની પ્રાપ્તિ.... ૧ - ૩૨ ૩૩ - ૯૭ ૯૮ - ૧૫૨ ૧૫૩ - ૨૦૯ ૨૧૦ - ૨૪૦ ૨૪૧ - ૨૬૪ ૨૬૫ - ૩૦૧ ૩૦૨ - ૩૩૫ ૩૩૬ - ૩૭૦ ૩૭૧ - ૪૩૨ Page #10 -------------------------------------------------------------------------- ________________ O b GS MSE588 P UC ઇ HE ઓઢવ-આદિતાથનગર મધ્યે બિરાજમાત શ્રી વાસુપૂજ્યસ્વામી ભગવાન સૌજન્ય : શ્રી આદિનાથનગર શ્વે. મૂર્તિ. જૈન સંઘ-ઓઢવ, અમદાવાદ Page #11 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજય તીર્થે બિરાજમાન દેવાધિદેવ શ્રી આદિનાથ ભગવાન છે. આમ તો | કોર HTT તે R : 1 inniliiiiiiiiiiiiiiiiii थाठाजय तीर्थपति श्री आदिनाथपरमात्मन नमः। સૌજન્ય : વિનયકુમાર હેમચંદ શાહ દેપલાવાળા હાલ-મુલુન્ડ Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી સરસ્વતી બાલા ms Spe R 5000 પ.પૂ.સા. શ્રી દિવ્યદર્શનાશ્રીજી મ. સા. ની શુભ પ્રેરણાથી અંતરીક્ષ પાર્શ્વનાથ શ્વે. મૂ. જૈન સંઘ શિલ્પા સોસાયટી, હી. કેબિન, સાબરમતી, અમદાવાદ Page #13 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. જન્મ: વિ.સં. ૧૯૮૦ હૈ.સુ.૨ ફલોદી (રાજ.) દીક્ષા: વિ.સં. ૨૦૧૦ વૈ.સુ.૧૦ ફલોદી (રાજ.) વડી દીક્ષા : વિ.સં. ૨૦૧૧ વૈ.સુ.૫ રાધનપુર (ઉ.ગુજરાત) પંન્યાસ-પ્રદ: વિ.સં. ૨૦૨૫ મહા સુ.-૧૩ ફલોદી (રાજ.) સૌજન્ય : ભંવરીબેન ઘેવરચંદજી સુરાણા-બેંગ્લોર આચાર્ય-નાદ: વિ.સં. ૨૦૨૯ માગ.સુ.૩ ભદ્રેશ્વર તીર્થ (કચ્છ) Page #14 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ વદનકમલથી નિરંતર વહેતી આરાધનાની અમીધારો હૃદયરૂપીસમુદ્રથી સતત ઝરતું વાત્સલ્ય ઝરણું રોમેરોમથી પ્રગટતી તીવ પરોપકાર વૃત્તિ તન-મનથી નિત્ય તપતા તપ ત્યાગના તેજ આંખડીમાંથી વરસતા સહુ પ્રત્યેના સરનેહ કુવારા અમ કુટુંબના મહા ઉપકારી, માતૃહદથી વાત્સલ્ય વીરડી. અઢાર શિષ્યા-પ્રશિષ્યાના શિરછત્ર સમાં પૂ. ગુરુદેવ શ્રી દિનમણીશ્રીજી મ. સા. તેમજ પરોપકાર, સેવાભાવ અને તપ છે વ્યસન જેમનું એવા, સળંગ એકોતેર ૬૨૪ અઠ્ઠમ તપના આરાધક એવા મારા ઉપકારી પૂજ્ય ગુરુણી સા. શ્રી દિધ્યકિરણાશ્રીજી મ. સા. તથા તત્વજ્ઞાન શિબિરના માધ્યમે અનેકજીવોના ધર્મપથના પ્રેરણાદાતા વડિલ ભગીની પૂ.સા. શ્રી દિવ્યદર્શનાશ્રીજી મ.સા. આપ સિબ્ધ, અમે બિન્દુ આપ સરોવર, અમે હંસ આપ વેલ, અમે કુલ આપ પુષ્પ અમે પરાગ આપે સિંચેલુ આપથી વિસ્તરેલું આપના પરમ પાવન કર-કમલે અહોભાવે અર્પણ છે. પાકાંક્ષી દૃઢશક્તિ Page #15 -------------------------------------------------------------------------- ________________ સુસંસ્કાર ઘડતરની જાણે મૂર્તિ, અધર્મી એવા અમારા જીવનમાં ધર્મની રસ વ્હાણ પીરસનારા, ત્રણ ત્રણ પુત્રીઓને પ્રવ્રજ્યા પથના પથિક બનાવનારા, રોગશોકમાં સદા આનંદ-પ્રસન્ન રહી સહનશીલતાનો સંદેશો પાઠવનારા, હે માતુશ્રી! તમારી કેટલી વાતો લખું? વાત યાદ આવેને અશ્રુભીની આંખ તમારું દિવ્યદર્શન ઝંખે છે પણ આસપાસ ચોમેર ક્યાંય જડતા નથી, જ્યાં વસ્યા છો ત્યાંથી જરૂર આંતર આશિષ વર્ષાવી રહેમનજર રાખતા રહેશો. લી.વિરહથી વ્યાકુળ તમારો પુત્ર પૌત્રાદિ પરિવાર પૌત્ર પુત્રવધૂ હિતેન હંસા જીગ્નેશ સિદ્ધાર્થ પુત્ર કીરીટ, અશ્વિન, રાજેશ કલ્પના પૌત્રવધૂ ધર્મિષ્ઠા પૌત્રી નમ્રતા વંદના તમે હસતા-હસતા ચાલ્યા ગયા, પરિવારને રડતા મૂકી ગયા સુસંસ્કાર સિંચન કર્યા, સ્મૃતિચિત્ર મૂકી ૠણ મુક્ત બન્યા પૂ.પિતાશ્રી શાંતિભાઈ પરોપકારી પિતાશ્રી સદ્ગુરુ સત્સંગ થતા પ્રકૃતિને પલટી નાંખનારા માતુશ્રીની ગેરહાજરીમાં માતા-પિતા બંનેવતીની જવાબદારી વહન કરનાર ધર્મસંસ્કારો પામી જીવનને સાર્થક બનાવનાર પૂ. પિતાશ્રીને શતશ: વંદના વાત્સલ્યમયી, મમતાળુ એવા માતુશ્રી પુષ્પાીની Page #16 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય ઑર્થિક સહાયક પ.પૂ. સાધ્વીશ્રી દિવ્યકિરણાશ્રીજી મ.સા.ના સુશિષ્યા સાધ્વીશ્રી દૃઢશક્તિશ્રીજી મ.સા.ના શિષ્યા પૂ. સા. શ્રી ઈન્દુરેખાશ્રીજી મ.સા.ના યોગોદ્વહનની નિર્વિને પરિસમાપ્તિ તથા સંયમજીવનની અનુમોદનાર્થે તેઓશ્રીના સંસારી માસીએ આ પુસ્તકમાં સાધુ-સાધ્વીજી મ. સા.ના સ્વાધ્યાય અર્થે સુંદર આર્થિક સહયોગ દ્વારા શ્રુતભક્તિમાં લાભ લઈને પુણ્યાનુબંધિ પુણ્યનું ઉપાર્જન કરેલ છે. શાંતાબેન કેસરીમલજી (સંસારી માસી) સુપુત્રો બાબુલાલ કેસરીમલજી ઉત્તમભાઈ કેસરીમલજી અશોકભાઈ કેસરીમલજી પ્રવીણભાઈ કેસરીમલજી અ.સૌ. કમલાબેન બાબુલાલજી અ.સ. ચંચળબેન ઉત્તમભાઈ અ.સૌ. મીનાબેન અશોકભાઈ અ.સૌ. ભારતીબેન કેસરીમલજી સુપુત્રીઓ કાન્તાબેન સોહનલાલજી વિમલાબેન ચંપાલાલજી | બેટા-પોતા, મોહનભાઇ બાબુલાલજી - સંગીતાબેન મોહનભાઈ આ મનીષ, અભય, રાહુલ, રોહન, મીસાલ, આર્ય, સુષ્મા, અનીતા, સુનીતા, પ્રાચી, સોનુ, Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી કોલ્હાપુર સાહપુરી ૨. મૂ પ.પૂ. સાધ્વીશ્રી દિનમણીશ્રીજી મ.સા.ની. સત્રેરણાથી પ.પૂ. સાધુ-સાધ્વીજી મ.સા.ને સ્વાધ્યાય અર્થે જ્ઞાનખાતામાંથી અનુપમ સહયોગ દ્વારા મહાન ગ્રુત ભક્તિમાં લાભ લેનાર ધન્ય સંસ્થાપકો.... ધન્ય ધન્ય શ્રુત ભક્તિદાતાઓ... જૈન સંઘ કોલ્હાપુર (મહારાષ્ટ્ર) શ્રી રત્નાગીરી જે. મૂ. જૈન સંઘા રત્નાગીરી (કોંકણ-મહારાષ્ટ્ર) Page #18 -------------------------------------------------------------------------- ________________ ET TAT | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ 2013 || શ્રી વાસુપૂજ્ય સ્વામીને નમઃ | પૂ. ઉપાધ્યાયજી શ્રી ઉદયરત્નજી મહારાજ કૃત શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ પહેલી) | દોહા | અજર અમર અકલંક જે, અગમ્ય રૂપ અનંત; અલખ અગોચર નિત્ય નમું, જે પરમ પ્રભુતાવંત. ૧ સુખ સંપત્તિ આવી મિલે, જગમાં જેહને નામે; પ્રણામું તે પ્રભુ પાસને, કર જોડી શુભ કામે. ૨ કમલનયના કમલાનના, કમલશી કોમલ કાય; તનયા કમલભૂ તસ નમું, ચરણ કમલ ચિત્ત લાય. અમર સરોવર જે વસે, તે છે વાહન જાસ; સા સરસતી સુપસાય કરી, મુજ મુખ કરજો વાસ. ૪ ગુરુ દિરયર ગુરુ દીવલો દુઃખભંજણ ગુરુદેવ; પશુ ટાળી પંડિત કરે, નમિયે તિણે નિત્યમેવ. જગ સઘળે જોતાં વળી, મુજ ગુરુ મહિમાવંત; શ્રી હીરરત્નસૂરિ સેવતાં, ભાંજે ભવભય બ્રાંત. જ્યોતિ રુપ શ્રી પાસ જિન, સરસતી સદ્ગુરુ સાર; તાસ પસાથે હું કહું, અચાનો અધિકાર. અચ અરિહંત દેવની, અષ્ટ પ્રકારી જેહ; ભાવ ભેદ જુગતે કરી, વિધિશું વખાણું તેહ. ૮ પૂજ અષ્ટ પ્રકારની, વિવિધ વાત વિનોદ; શ્રાવક તે સાંભળી, મનમાં લહેશે પ્રમોદ. ભક્તિભાવ વધશે વળી, સાંભળી કથા સંબંધ; એક પૂજાને શ્રવણરસ, સોનું અને સુગંધ. ૧૦ કવિ કેળવણી કેળવી, વાણી વિવિધ વિલાસ; ભવિચણને હિત કારણે, ચશું પૂજ રાસ. ૧૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ભાવાર્થ : ગ્રંથકાર શ્રી ઉપાધ્યાયજી ઉદયરત્નજી મહારાજ અષ્ટપ્રકારી પૂજાના રાસનું મંગલાચરણ કરવા માટે ત્રેવીસમા શ્રી પાર્શ્વ પ્રભુની સ્તુતિ કરતા કહે છે કે, જે અજર અમર અને અકલંક છે, અર્થાત્ જેમને હવે જ્વરા આવવાની નથી. જેમનું હવે મૃત્યુ થવાનું નથી. જેઓ અજન્મા બન્યા છે. જેઓ કલંક રહિત છે. જેમનું ન કલ્પી શકાય તેવું અનંત રૂપસૌંદર્ય છે. જેઓને હવે કોઈ લક્ષ્ય નથી. જેઓ ચર્મચક્ષુથી અગોચર છે. જે ૫૨મ પ્રભુતાવંત છે. તેમને હું નિત્ય નમું છું. (૧) જગતમાં જેમનાં નામ સ્મરણ માત્રથી સુખ-સંપત્તિ આવી મલે છે. તેવા પાર્શ્વ પ્રભુને કર (હાથ) જોડી શુભ મનોકામના (મનની ઈચ્છાઓ) સાથે પ્રણામ કરું છું. (૨) વળી સરસ્વતી માતાની સ્તુતિ કરતાં જણાવે છે કે, જેનાં નયનો કમલની પાંખડી જેવા છે. જેનું મુખ કમલ સમ શોભી રહ્યું છે. કમલ જેવી કોમલ જેની કાયા છે. સર્વાંગે સુંદર છે. એવી સરસ્વતી માતાના ચરણ કમલને ચિત્તને વિષે ધારણ કરીને નમું છું. (૩) વળી અમર સરોવરને વિષે જે વસે છે. તે હંસ વાહન છે જેનું એવી હે સરસ્વતી માતા ! મારા ૫૨ કૃપા કરી મારા મુખકમલને વિષે તમે વાસ કરજો. યાને ભારતી ! મને સુંદર વાણીનો વિલાસ આપો. આપનો મારા મુખમાં વાસ હોય પછી મારે કશુંજ જોવાનું રહેતું નથી. મારી અલ્પમતિ છતાં મેં આ રાસનાં અનુવાદન (સર્જન) નો ભગી૨થ પ્રયત્ન આદર્યો છે. ખરેખર પંડિતજનો આગળ તો હું હાંસીપાત્ર બનું તેમ છું, છતાં મને આશા છે કે હે ભગવતી ! તારા પસાયે જરૂ૨ મારો આ પ્રયાસ જગતનાં જીવોને આનંદ અને ઉલ્લાસ વધારનારો બનશે. તમારી ભક્તિ સહિતની મારી મંદબુદ્ધિ બીજની ચંદ્રકલાની જેમ દિવસે દિવસે ખીલશે. (૪) જેઓ સૂર્ય અને દિપકની ઉપમા વડે શોભી રહ્યા છે. જેઓ દુઃખનો નાશ કરનાર છે. વળી પશુપણું ટાળી પંડિત બનાવવા સમર્થ છે, યાને અજ્ઞાન તિમિરને હરનારા છે, તે મારા ગુરુદેવને હું નિત્ય નમસ્કાર કરું છું. (૫) વળી જગમાં સર્વત્ર જોતાં મારા ગુરુ મહિમાવંત છે. તેમની તોલે બીજા કોઈ આવી શકે નહિ તેવા શ્રી હી૨૨ત્નસૂરીશ્વરજીની સેવા કરતાં ભવભ્રમણની ભ્રાંતિ ભાંગી જાય છે. (૬) જગમાં જ્યોતિ સ્વરૂપ શ્રી પાર્શ્વપ્રભુ તથા હંસગામિની સરસ્વતી માતા અને સદ્ગુરુનાં પ્રતાપે હું અર્ચા એટલે પૂજાનો અધિકાર કહીશ. (૭) તે વળી અરિહંતદેવની અષ્ટપ્રકારી જે પૂજા તે દ્રવ્ય અને ભાવ ભેદે ક૨ીને વિધિપૂર્વક તેનું વર્ણન કરું છું. (૮) અષ્ટપ્રકારી પૂજાની વિવિધ વાતોના વિનોદથી સુશ્રાવક મનમાં પ્રમોદ એટલે કે હર્ષને ધા૨ણ ક૨શે. (૯) ૨ Page #20 -------------------------------------------------------------------------- ________________ STD 3 શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ $ એકજ પૂજાના શ્રવણરસથી જાણે સોનું અને સુગંધ બંને આવી મલે એવી પૂજાનો કથા | કરી. સંબંધ સાંભળી સુશ્રાવકોના ભક્તિભાવ વધશે. (૧૦) - કવિજન પણ પોતાની બુદ્ધિની કેળવણીને કેળવી વાણીના વિવિધ વિલાસ સાથે | ભવ્યજીવોના હિતને માટે અષ્ટપ્રકારી પૂજાનો રાસ રચે છે. (૧૧) (રાગ સામેરી : દેશી રસિયાની) શી લાખ જોયણનો હો જંબૂદ્વીપ છે, વર્તુલ ઘાટે રે જેહ વખાણ્યો. | દોય લાખ જોયણ લવણ સમુદ્રશું, વલયાકારે રે વેખિત જાયો. ભાવ૦ ૧ ભાવ ધરીને હો ભવિયાણ સાંભળો, જિમ તમે પામોરે પરમ જગીશ; પ્રેમે પૂજાનાં ફળ સાંભળી, પ્રીછી પૂજો રે શ્રી જગદીશ. ભાવ૦ ૨ મેરૂ પર્વત મધ્ય ભાગે સહી, છે જંબૂતરુ રે જેહને છેડે; અવર અનંતા દ્વીપ સમુદ્ર છે, વલયને રૂપે રે વીંટ્યા કેડે. ભાવ૦ ૩ ભમરી દેતાં હો મેરૂ પાખલી ભમે, દોય શશહરને દોય ભાણ; 2. સુંદર સકલ દ્વીપશિરોમણિ, મધ્ય મનોહર રે જગતી મંડાણ. ભાવ તેહમાં મેરૂ થકી દક્ષિણ દિશે. ભરત નામે રે ક્ષેત્ર વિરાજે. બત્રીસ સહસ જનપદ જેહમાં નિવસે વારુ રે ચઢત દિવાજે. ભાવ એકત્રીસ સહસ હો નવસેં આગલા. સાઢી ચિંતોતેર રે ઉપર સહી; પાપ ને પુણ્ય હો જિહાં પ્રીછે નહિ. અનાર્ય દેશની રે સંખ્યા કહી. ભાવ. | સાડા પચવીસ દેશ સોહામણા - આર્ય ઉત્તમ રે જોયા જેહવા; ની ત્રેસઠ શાલાકા પુરુષ જિહાં ઉપજે, તિમ વળી વિસરે રે જિહાં જિન દેવા. ભાવ સૂક્ષ્મ બાદર જીવને સદહે. આશ્રવ jધી રે કરે પચ્ચકખાણ અરિહંત દેવે હો આગમમાં ભાખ્યો. આરજ દેશનાંરે એક અહિઠાણ. ભાવ ૮ જંબુદ્વીપના દક્ષિણ ભારતમાં નિવસે જનપદ રે માલવ વારુ; | જેણે દેશે હો એક લખ ઉપરે બાણું સહસ રે ગામ દીદારુ. ભાવ૦ ૯ તે દુરિત દુકાલ હો જિહાં નવિ સંચરે પણ કણ કંચણ રે વાદ્ધ પૂરો; જલ કલ્લોલ હો નદીયો શોભતી એકે વાતે રે નહિર અધૂરો. ભાવ ૧૦ દેખી લીલા હો માલવ દેશની અમર સરીખા રે પડે અચંભે આ પગે પગે પેખી હો વૃક્ષની આવલી જિહાં પરદેશી રે પંથી થંભે. ભાવ૦ ૧૧ ૫ Page #21 -------------------------------------------------------------------------- ________________ ] SET C શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ છે . બહુલી બારે માસ નીપજે છત્રીસ અન્નનીરે જાતિ છબીલી સુંદર સ્યામા શૃંગારે જિમ સોહે તેવી ધરતી રે તેહ રંગીલી. ભાવ ૧૨ મને મહિયલ જોતાં હો માલવ દેશની, અવર ને ઉપમા રે દીધી ન જાયે; દેવ અનેક હો જિમ જગ દેખતાં તીર્થકર તોલે રે કુણ કહેવાયે. ભાવ૦ ૧૩ રત્નપુરી નામે હો માલવ દેશમાં, નગરી નિરુપમ રે દ્ધ પૂરી; Eસ અલકા લંકા હો ઈન્દ્રપુરી થકી સુંદર શોભા રે અધિક સબૂરી. ભાવ૦ ૧૪ ગઢ ચોફેર હો ગોળ વિરાજતો જડિત કોસીસાં રે જેહનાં ઝળકે; પેસાર નીસાર અન્ય પામે નહિ શત્રુ સાહસું રે જોઈ ન શકે. ભાવ ૧૫ ને મોટા મંદિર ગોખ મનોહરુ અતિથી ઉંચી રે પોળ્યો પોઢી | ઉત્તમ જાતિની જિહાં ઘણી અંગના જગમાં ન મળે રે જેહની જોડી. ભાવ૦ ૧૬ ની દાની માની ગુમાની દોલતી, જ્ઞાની ધ્યાની રે ધર્મના રાગી; ની વર્ણ અઢારે હો વાસ વસે તિહાં ઉત્તમ સંગી રે લોક સોભાગી. ભાવ ૧૦ તે તપ, જપ, તીરથ, કુળરીતિ કરે, નિજ નિજ ગુરુની રે કરે તિહાં સેવા; - જિનનાં દેવળ, શિવનાં શોભતાં અર્જક અંગી રે રચે નિત્યમેવા. ભાવ૦ ૧૮ વાપી કૂપ, આરામ અતિ ઘણાં ચિહું દિશિ સોહેરે ચહુટા ચોરાશી સી. કોટી ધ્વજ જિહાં બહુલા લખેસરી. ભોગી કેઈ રે વિધા વિલાસી. ભાવ૦ ૧૯ વિનયી વિવેકી હો વિશ્વાસી વારુ, દેશી પરદેશી રે મોટા વ્યાપારી શહેરની શોભા હો છબિ કહુ કેટલી અમરની નગરી જે આગે હારી. ભાવ૦ ૨૦ રાજ્ય કરે તિહાં રંગે રાજવી. વિજયચંદ્ર રે નામે વિરાજે રિપુમર્દન રાજન કુલકેસરી ભેડવાઈ જેહને રે અરિચણ ભાંજે. ભાવ૦ ૨૧ અનંગરતિ રાણી કૂખે ઉપનો મહીપતિ મોટો રે પરાક્રમે પૂરો. તેજ પ્રતાપે હો તરણિ પરે તપે સિંહ સમોવડરે સાહસિક શૂરો. ભાવ. ૨૨ તામસ ગુણી હો ખગતણી ધારે. અરિચણ કેરાં રે મૂલ ઉત્થાપે પ્રજાને પાળે હો સોમ ગુણે સદા દુખિયા લોકનારે જે દુઃખ કાપે. ભાવ૦ ૨૩ રંભ સમોવડી છે પટ્ટરાગિણી મદન સુંદરી રે ચતુરા સૂડી; કે બીજી રાણી હો છે વળી તેહને કમલા નામે રે રૂપે રૂડી. ભાવ. ૨૪ Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ૩ત વ : इन्द्रं त्प्रभुत्वं ज्वलनात्प्रतापं, क्रोधं यमाद्यै श्रमणाच्चवित्तं । सत्यस्थिति रामजनार्दनाभ्या - मादाय राज्ञः क्रियते शरीरम् ॥ १ ॥ ગેલે ગજગતિ ચાલે ગોરડી ચંદાવયણી રે દોય ચકોરી; અહળવે આડી નજરે નિહાલતાં સ્વામી કેરું રે ચિત્ત લે ચોરી. ભાવ૦ ૨૫ પંચ વિષય સુખ પ્રિયશું વિલસતાં ગર્ભવતી થઈ દોય સજોડી પ્રસવ્યા પુત્ર હો રૂપે પુરંદરુ કંદર્પ કેરું રે માન જ મોડી. ભાવ૦ ૨૬ ધવલ મંગલ હો ગાયે ગોરડી ઓચ્છવ કીધો રે અતિ આણંદે કુરુચંદ્ર હરિચંદ્ર દોય કુમર તણાં નિરુપમ દીધાં રે નામ નરિંદે. ભાવ૦ ૨૭ અનુક્રમે ભણિયા હો યૌવનભર થયા નૃપ દોય સુતશું રે જોરે દિવાજે વિજયચંદ્ર વિવિધ સુખ ભોગવે ચતુરંગ સેના રે સુભટ સુસાજે. ભાવ૦ ૨૮ ગયવર ગાજે હચવર હણહણે પાયક પાલખી રે રથ દળ પૂરે વઝીર શેઠ સેનાપતિ વાગિયા હાથ બે જોડી રે રહે હજૂરે. ભાવ૦ ૨૯ ઉદયરતન કહે ઉલટ આણીને શ્રોતા સુણો રે સહુ ઉજમાળે; દેશ નગર ગૃપનંદન સેનાશું વરણન કીધું રે પહેલી ઢાળ. ભાવ૦ ૩૦ ભાવાર્થ : એક લાખ યોજન પ્રમાણનો વર્તુલાકારે જંબુદ્વીપ છે. વળી તેને ફરતો વલયાકારે વીંટળાયેલો બે લાખ યોજન પ્રમાણવાળો લવણ સમુદ્ર છે. (૧) હે ભવ્યજનો ! ભાવ ધરીને તમે સાંભળો કે જેથી ૫૨મ ઐશ્વર્યને પામી પ્રેમ ધરીને પૂજાના ફળને સાંભળો... તેને સાંભળીને ઓળખીને શ્રી જગદીશની પૂજા કરો. (૨) આ જંબુદ્વીપમાં સાત મોટા ક્ષેત્રો રહેલા છે. મધ્યમાં મેરૂ પર્વત છે. જેના છેડે જંબુવૃક્ષ છે. બીજાં અનંતા દ્વીપ સમુદ્રો છે કે જેમણે વલયાકારે તેને વીંટી લીધો છે. વળી તે મેરૂને પ્રદક્ષિણા દેતાં બે ચંદ્ર અને બે સૂર્ય આગળ પાછળ ભમી રહ્યા છે. સુંદર સકલ દ્વીપ શિરોમણી છે. આ રીતે મધ્યમાં મનોહર જગતીનું મંડાણ છે. (૪) મેરૂ પર્વતથી દક્ષિણ દિશામાં અષ્ટમીના ચંદ્રની આકૃતિવાળુ ભરત ક્ષેત્ર શોભી રહ્યું છે. આ ક્ષેત્ર ઋદ્ધિ-સિદ્ધિથી ભરપૂર છે. જેમાં ૩૨,૦૦૦ દેશો એક એકથી અધિક ચડતા શોભી રહ્યા છે. (૫) ૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ વળી આ ૩૨,૦૦૦ દેશોમાં એકત્રીસ હજાર નવસો અને સાડા ચુંમોતેર અનાર્ય દેશો છે કે જ્યાં પુણ્ય અને પાપ શું છે ? તેને તે દેશનાં લોકો ઓળખી શકતા નથી. (૬) આ ૩૨,૦૦૦ દેશોમાં ફક્ત સાડી પચ્ચીશ સોહામણા ઉત્તમ આર્ય દેશ છે જે દેશમાં ત્રેસઠશલાકા ઉત્તમ પુરુષો જન્મ લે છે અને તે જ આર્ય ભૂમિમાં જિનેશ્વર દેવો વિચરે છે. (૭) વળી અરિહંત પરમાત્માએ આગમોમાં આર્યદેશની ઉત્તમતા વર્ણવતા બતાવ્યું છે કે, ત્યાંના લોકો સૂક્ષ્મ અને બાદર જીવોને ઓળખે છે. આશ્રવ તત્ત્વને રુંધે છે. એટલે કે નવા આવતા કર્મ કચરાને રોકી વ્રત પચ્ચક્ખાણને જીવનમાં આદરે છે. (૮) માલવ દેશની ભવ્યતા આ જંબુદ્વીપના ભરતમાં સુંદર એવો માલવ દેશ છે. તે માલવ દેશ કેવો છે ? તે દેશમાં એક લાખ બાણું હજા૨ ગામ છે અને ત્યાં સુંદર જનપદ વસી રહ્યો છે. (૯) વળી માલવ દેશ ધન-ધાન્ય, કણ-કરિયાણુ કંચન (સોનું-રૂપું) આદિ ઋદ્ધિથી સમૃદ્ધ છે. જલકલ્લોલ કરતી નદીયો શોભી રહી છે. માલવ દેશમાં દરિદ્રતા કે દુષ્કાળ ક્યારે પણ સંભવતા નથી. આમ માલવ દેશ એક પણ વાતે અધૂરો નથી. (૧૦) આ માલવ દેશની શોભા નિહાળી દેવ-દેવીઓ અને ઈન્દ્ર સરીખા પણ આશ્ચર્ય પામે છે. પગલે પગલે વૃક્ષની શ્રેણીઓ છે જેથી ત્યાં પરદેશી અને પંથીઓ (મુસાફરો) વિશ્રામ લઈ શકે છે. (૧૧) આ માલવ દેશની શોભા કેટલી વર્ણવું ? વર્ણન કરતા પાર આવે તેમ નથી. જ્યાં બારે માસ છત્રીસ જાતિના અનાજ ઉત્પન્ન થાય છે. જેમ કોઈ શ્યામા સ્રી શૃંગાર ધારણ કરે તો શોભી ઉઠે છે. તેમ જાણે માલવ દેશની ધરતીએ શૃંગાર ધારણ કર્યો હોય તેવી તે ધરતી રંગીલી બની છે. (૧૨) પૃથ્વીતલમાં જોતાં માલવ દેશની શોભા એટલી છે કે તેને ઉપમા આપી શકાય તેવી બીજી કોઈ નગરી નથી. અર્થાત્ માલવ દેશ સમગ્ર દેશ કરતા સર્વ પ્રકા૨ની ઋદ્ધિ સિદ્ધિથી સમૃદ્ધ છે. જેમ જગતમાં અનેક દેવને જોતાં તીર્થંકરની તુલનામાં કોણ કહેવાય ? કોઈ જ નહિ. તેમ માલવ દેશની તુલાનામાં પણ બીજો કોઈ દેશ આવી શકતો નથી. (૧૩) રત્નપુરીનગરીની ભવ્યતા તે માલવ દેશમાં ઋદ્ધિ-સિદ્ધિથી સમૃદ્ધ નિરૂપમ રત્નપુરી નામની નગરી છે. તેની શોભા એટલી છે કે તેને જોઈને અલકાપુરી દૂર ચાલી ગઈ. લંકાપુરીએ લજ્જાથી સમુદ્રમાં ઝંપાપાત કર્યો. અને ઈન્દ્રપુરી તો ઊંચે આભમાં જ ચડી ગઈ કેમકે રત્નપુરીની શોભા અધિક છે. (૧૪) ૬ 25252 Page #24 -------------------------------------------------------------------------- ________________ IS A S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) S S SS તે નગરીને ચારે તરફ ફરતો ગોળાકારે ગઢ છે. તેમાં જડેલા કોસીસાં ઝલકી રહ્યાં છે. તે નગરીમાં અન્ય કોઈ વ્યક્તિ પ્રવેશ પામી શકતું નથી. ભૂલેચૂકે પ્રવેશ કરે તો પાછા બહાર નીકળી શકતા નથી અને શત્રુ તો તે નગરી સામે નજર પણ માંડી શકતા નથી. (૧૫) વળી તે નગરી મોટા મોટા મંદિરો, જિનાલયો, ઝરૂખાઓ ગોખોથી મનોહર છે. અતિ આ ઊંચી પોળો છે.વળી ત્યાંની સ્ત્રીઓ ઉત્તમજાતિની શીલવતી અને સદાચારી છે. જગતમાં તેની જોડ મળે તેમ નથી. (૧૬) વળી ત્યાંનો જનસમૂહ કેવો છે ? તે કહે છે. દાની, માની, ગૌરવશાલી, સમૃદ્ધિશાલી, $ જ્ઞાની, ધ્યાન, ધર્મનો રાગી છે. ઉત્તમ મનુષ્યનો સંગ કરનારો છે. આવા ઉત્તમ અઢાર વર્ણના લોકો ત્યાં વસી રહ્યા છે. (૧૭) વળી તે નગરીના લોકો તપ-જપ, તીર્થયાત્રા, કુળની મર્યાદા કરનારા, પોતપોતાના | ગુરુની સેવા કરનારા છે. જિનેશ્વરના જિનાલયો તેમજ શિવના દેવળો શોભે છે. તે રત્નપુરીનાં લોકો પોતપોતાના ઈષ્ટદેવની પૂજા કરી ઉત્તમ આંગીને રચે છે. (૧૮) રત્નપુરીનગરીમાં વાવડીઓ, કૂવાઓ, બગીચાઓ અત્યંત શોભી રહ્યા છે. વળી ચારેય ને | દિશામાં ચોરાશી ચૌટાઓ (ચાર રસ્તા) શોભી રહ્યા છે. તે નગરીનાં લોકો ઘણાં કરોડપતિ અને લખપતિ છે અને કોઈ સુખનાભોગી તો કોઈ વિદ્યાના વિલાસી છે. (૧૯) ત્યાંની પ્રજા કેવી છે ? તે કહે છે, વિનયી, વિવેકી અને વિશ્વાસુ છે. તે રત્નપુરીમાં | દેશના લોકો, પરદેશના લોકો અને મોટા વ્યાપારી લોકો મોટા વ્યાપર કરી રહ્યા છે. આ રત્નપુરીની શોભા કેટલી કહું? મારાથી વર્ણવી શકાય તેમ નથી કેમકે રત્નપુરીની શોભા આગળ ઈન્દ્રપુરી પણ હારી ગઈ છે. રત્નપુરીનગરીમાં અનંગરતિ રાણીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ, પરાક્રમ પૂર્ણ, સૂર્યસમ તેજસ્વી - પ્રતાપી, તથા સિંહ સમ સાહસિક, શૂરવીર, શત્રુનું મર્દન કરનાર રાજાના કુળોમાં અગ્રેસર કેસરી સિંહ સમાન શત્રુગણને હરાવવામાં અજોડ છે. શૂરવીરતા યુક્ત દિન તથા તામસગુણી, તલવારની ધારે શત્રુના મૂળને ઉખાડનારો, પ્રજા સૌમ્યગુણે પાળનારો એટલે પ્રજાપાલક અને દુઃખિયાના દુઃખને કાપનારો એવો વિજયચંદ્ર નામનો રાજા ત્યાં 5 ની રંગભર રાજ્ય કરી રહ્યો છે. (૨૧, ૨૨, ૨૩) તેમજ વળી સોનામાં સુગંધની જેમ તેને રંભા સમાન “મદનસુંદરી' નામની ચતુર આ પટ્ટરાણી અને કમલા નામે રૂપવતી બીજી પણ રાણી છે. (૨૪) Page #25 -------------------------------------------------------------------------- ________________ E MAIN શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ 3 ૩નં ર : इन्द्रात्प्रभुत्वं ज्वलनात्प्रतापं क्रोधं यमादवैश्रमणाच्च वित्तं । सत्यस्थिती रामजनार्दनाभ्या मादाय राज्ञः क्रियते शरीरम् ॥ १ ॥ ભાવાર્થ : ઈન્દ્ર પાસેથી પ્રભુતા, અગ્નિ પાસેથી પ્રતાપ, યમ પાસેથી ક્રોધ, વૈશ્રમણ પાસેથી ધન, રામ પાસેથી સત્ય અને વાસુદેવ પાસેથી મર્યાદા ગ્રહણ કરીને રાજા (રાણી)ના શરીર કરાયા છે. વળી તે બંને રાણીઓ ગજગતિ ચાલે ચાલતી ચંદ્રવયણી સમ ચકોરી, આડી નજરે નિહાળતી, સ્વામીના ચિત્તને ચોરનારી છે. (૨૫) તે બંને રાણીઓ પોતાના પ્રિયતમ સાથે પંચ વિષય સુખ ભોગવતા સાથે ગર્ભવતી થઈ અને ગર્ભકાળ પૂર્ણ થયે છતે રૂપે ઈન્દ્ર સમાન અને કંદર્પના માનને મોડનાર એવા એક એક પુત્રને બંને રાણીઓએ જન્મ આપ્યો. (૨૬) પુત્ર જન્મની ખુશાલીમાં ગૌરી ધવલ-મંગલ ગીત ગાય છે અને રાજા આનંદમાં આવી જઈને અતિ મોટો ઉત્સવ કરાવે છે અને સ્વજન કુટુંબને જમાડીને બંને કુંવરોનું કુરુચંદ્ર તથા ની હરિચંદ્ર એવું નિરૂપમ નામ રાખે છે. (૨૭) અનુક્રમે શુક્લપક્ષમાં જેમ બીજનો ચંદ્ર વધે છે અને પૂનમે સંપૂર્ણ ગોળાકારે પૂર્ણકળાએ ખીલી ઉઠે છે. તેમ બંને કુંવરો રાજભવનમાં રૂપથી ગુણથી અને પુણ્યથી વધવા લાગ્યા. (૨૮) - ત્યારબાદ શસ્ત્રકળા તથા શાસ્ત્રકળામાં ભણવા દ્વારા પારંગત થયા અને અનુક્રમે યૌવન , વય પામ્યા ત્યારે રાજા પણ બંને કુંવરોના કારણે અધિક દિપવા લાગ્યા. વિજયચંદ્ર રાજા પણ ચતુરંગી સેના અને સુભટોના સુંદર સાજ સાથે વિવિધ પ્રકારના સુખને ભોગવે છે. - હાથીઓ ગર્જના કરે છે. ઘોડાઓ હણહણાટ કરી રહ્યા છે. પાયક એટલે પગે ચાલનારા | સુભટો, પાલખી અને રથોના સમૂહ, શેઠ, સેનાપતિ વગેરે રાજસેવકો બે કરજોડી જેની ૬ સેવામાં હાજર છે. એવા વિજયચંદ્ર રાજા વિવિધ સુખને ભોગવે છે. (૨૯) એ પ્રમાણે માલવ દેશ. રત્નપુરીનગરી. રાજા રાજકુંવરો અને સેનાના વર્ણન સહિત .પ્રથમ ઢાળ પૂર્ણ થઈ એમ કવિ ઉદયરત્ન હર્ષ ધરીને કહે છે. તે શ્રોતાજનો ! તમે સાવધાન થઈને સાંભળજો. (૩૦) Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ બીજી || દોહા || ઈશાન ખૂણે ઉદ્યાન છે અંબશાલ અભિરામ નિરવધ નગર નજીકતર શોભિત સુંદર ઠામ. ૧ તિણે પુરે તિણ સમે તિહાં અવસરે તિણે કાલ; ગુણાકર નામા કેવલી સમવસર્યા અંબશાલ. ૨ વનપાલક જઈ વિનવ્યો વિજયચંદ્ર રાજેન્દ્ર; પ્રભુ ! પધાર્યા કેવલી મોટા સાધુ મુનીંદ્ર. ૩ બહુ પરિવારે પરિવર્યા અંબશાલ ઉધાન; આવીને તિહાં ઉતર્યાં નિર્મળ જ્ઞાનનિધાન. ૪ વનપાલકને વધામણી અલવે આપે રાય; સોવનરસના ધન બહુ અને પંચાંગ પસાય. ૫ આગમન સુણી અણગારનું મુદિત થયું નૃપ મન્ન; વેગે આવે વંદવા રંગેશ્ રાજશ. ૬ વાસુ ઋદ્ધિ વિસ્તારીને ઉલટ આણી અંગ; સપરિવારે પરિવર્ણો સેના લેઈ ચતુરંગ. . ભાવાર્થ : અષ્ટપ્રકારી પૂજાના રાસના કર્તા પૂ. શ્રી ઉદયરત્નજી મહારાજ માલવદેશ, રત્નપુરીનગરી, રાજા, રાજકુંવરો અને સેનાનું પ્રથમ ઢાળમાં વર્ણન કર્યા બાદ બીજી ઢાળમાં ફ૨માવે છે કે રત્નપુ૨ીનગરીના ઈશાન ખૂણે નગરની નજીક નિરવદ્ય ‘અંબશાલ’ નામનું મનોહર એવું ઉદ્યાન છે. (૧) તે સમયે તે અવસરે અને તે કાલે તે ઉદ્યાનની નિરવદ્ય ભૂમિને વિષે અંબશાલમાં ‘ગુણાકર’ નામના કેવલી ભગવંત નિર્મલ જ્ઞાનના ભંડાર મહામુનિવરોના પરિવારે પરિવર્યા છતાં તે અંબશાલ ઉદ્યાનમાં સમવસર્યા. (૨) તે સમયે વિજયચંદ્ર રાજાને વનપાલકે વધામણી આપી કે, હે રાજન્ ! અંબશાલ નામના ઉદ્યાનમાં મોટા મુનીંદ્રો સહિત ‘ગુણાકર' નામના કેવલી ભગવંત પધાર્યા છે. (૩) નિર્મલ જ્ઞાન નિધાન ! બહુ પરિવારે પરિવરેલા એવા અંબશાલ ઉદ્યાનની નિરવદ્ય ભૂમિને વિષે આવીને ઉતર્યા છે. (૪) Page #27 -------------------------------------------------------------------------- ________________ 1 SR NO. : શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ આ પ્રમાણે વનપાલકે રાજાને વધામણિ આપી અને રાજા પણ હર્ષિત થઈને પંચાંગ કરીને તેને સુવર્ણાલંકારો વધામણિમાં આપે છે. (૫) અણગારનું આગમન સુણી રાજાનું મન હર્ષિત થયું અને અંતરંગના ઉમંગથી રાજા આ વેગે વંદન કરવા આવે છે. (૬) પોતાની ઋદ્ધિને વિસ્તારીને એટલે કે ઋદ્ધિ અનુસાર સામૈયું સજી અંગને વિષે ઉલટ નિ આણી ચતુરંગી સેના અને રાજપરિવાર સહિત વિજયચંદ્ર રાજા વંદન કરવા આવ્યો. (૭) (રાગ : મોહનીયાની દેશી) ધન્યવેળા ધન્ય એ દાડી રે. આજ ફળી મન આશ ધન્ય ધન્યદિન આજનોરેપ્રગટ્યોપુખ્યપ્રકાશગંગેશ્વેગે આવેવાંદવાજી. ૦રા૧ ત્રણ પ્રદક્ષિણા દેઈન રે વંદે વારોવાર. રંગે શુ. નિરવધ ભૂમિ નિહાળીને રે બેઠા સહુ નરનાર. ૦રા૦ ૨ ઉપદેશે અણગારજી રે આણી મન ઉપગાર રંગીલે રાખો આતમ રાસમાંજી બાજીગર બાજી જિસ્યો રે એહ સંસાર અસાર. રં૦રા. ૩ 6 તરકસ તીર તણી પરે રે નદી નાવનો યોગ. રંગે શ. રસી પંખી પાદપ પંથી પરે રે સગપણનો સંયોગ. રં૦રા. ૪ નરક નિગોદમાંહિ વસ્યો રે કાળ અનંત અછેહ. રંગે શુ. ચોરાશી લાખ યોનિમાંરે દુલહો માનવભવ એહ. રં૦રા. ૫ 5વક્ર એ વશ આવે નહિ રે દુર્જય દુઃખે દમાય. રંગે શુ. કમદાન કઠોર છે રે જિન વિણ જીત્યો ન જાય. રં૦રા૦ ૬ પંચેન્દ્રિયના પાશમાં રે પડિયા પાછું ન જુએ. રંગે શુ. અજ્ઞાને એહ આવર્યા રે જઈ ઝંપાવે ફૂએ. રં૦રાવે છે મોહની મદિરાએ કરી રે ગહેર્યો ન ગણે અન્યાય. રંગે શુ. દાટતાદાટતું જાણે નહિ રે ન લહે ધર્મ ઉપાય. ૦રા. ૮ મગન થયો મૂકે નહિ રે શગુ કષાયનો સંગ, રંગે શ. લાલચી વિષયનો લોભિયો રે માંડે નવ નવ ઢંગ. ૪૦રા. ૯ Page #28 -------------------------------------------------------------------------- ________________ Say SS S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ tી વિગતે ન જાણે વાઉલો રે ન લહે ધમધર્મ. રંગે શુ. | ઉત્તમ પંથ ન ઓળખે રે કયાં બાંધે કર્મ. રં૦રા૦ ૧૦ કી કર્મનો સંગી અસંવરી રે ઉન્મત તેહ અતીવ. રંગે શુ. ભવ ભોગી દુખ ભોગવે રે રાગે વાતો કરે રીવ. ૪૦રા૧૧ આ પર પોતાનું પ્રીછે નહિ રે ન લહે અત્યંતર નીતિ. રંગે શુ. બાહા પદારથ ઉપરે રે પરિગલ માંડે પ્રીતિ. રંઢેરા ૧૨ નાચે નવ નવ છંદશું રે અણસમજયો કરે શોર. રંગે શુ. ની ચૌદ રાજના ચોકમાં રે ઘૂમણી દિયે દાણુ જોર, રંજા. ૧૩ ચિહું ગતિમાં ફેરા ફરે રે અનેક ધરી અવતાર. રંગે શુ. કર્મ તણે જોરે કરી રે આપદ દેખે અપાર ૪૦રા ૧૪ | હવે માનવભવ પામીને રે અવસર લહી અતિસાર. રંગે શુ. એહવો અસંવરી આતમા રે વશ કરો કર્મકાર. ૦રા૦ ૧૫ વશ કીજે સિંહ કેશરી રે વાદાશ્ય લીજે બાથ. રંગે શું. મયગલ આણ મનાવિયે રે હરિ પણ કીજે હાથ. રંરા૧૬ વિષધર પણ વશ આણિયે રે વૈરી પણ વશ થાય. રંગે શુ. અરિ એ આપણો આતમા રે વશ નવિ કીધો જાય. રં૦રા૧૦ કરસંડુ આદિ કહા રે પ્રત્યેકબુદ્ધ અણગાર. રંગે શુ. આતમ જીતી આપણો રે પામ્યા તે ભવપાર. રં૦રા ૧૮ થી અનાથી અણગારજી રે અતુલી બલ વડવીર. રંગે શુ. જુગતે જીતી જીવને રે સંયમ લીધ સુધીર. ૦રા. ૧૯ ઈમ અનેક થયા થશે રે સુભટ શિરોમણિ શૂર. રંગે શુ. અત્યંતર અરિ જીતીને રે કર્મ કયાં ચકચૂર. ૪૦રા ૨૦ દીધી ધરમની દેશના રે આતમહિત અધિકાર. રંગે શુ. આ ઉપદેશ સુણી અણગારનો રે બૂઝયાં બહુ નરનાર. ૨૦રા ૨૧ ઉદયરત્ન કહે એ સહી રે બોલી બીજી ટાળ. રંગે શુ. Bી વિજયચંદ્ર મુનિ વચણથી રે મન ભેદો મહીપાળ, રં૦રા૦ ૨૨ Page #29 -------------------------------------------------------------------------- ________________ SHRI R S T W X શ્રી અપ્રકારી પૂજાનો રાસ) TWITTER - ભાવાર્થ : વનપાલકની વધામણી સાંભળીને વિજયચંદ્ર રાજા ચતુરંગી સેના આદિ વિ પરિવારથી પરિવરેલો વંદન કરવા આવ્યો અને પોતાના આત્માને ધન્ય માનતો વિચારે છે. મને આજનો સમય, આજની ઘડી અને આજનો દિવસ. મારો ધન્ય ધન્ય બની ગયો. આજ મારા અંતરમાં પુણ્યનો પ્રકાશ પ્રગટ થયો કે ધન્ય છે આજે મને આવા કેવલી ભગવંત અને નિગ્રંથ મુનિ ભગવંતોના દર્શન થયા...! (૧) . એ પ્રમાણે વારંવાર રોમાંચિત થયેલ રાજા વિજયચંદ્ર પરિવાર સહિત કેવલી ભગવંતને ત્રણ પ્રદક્ષિણા દીધી અને વંદન કરી નરનારી સહુ નિરવઘ ભૂમિ જોઈને કેવલી ભગવંત સન્મુખ યોગ્ય સ્થાને બેઠા. (૨) કેવલી ભગવંતે પણ મનને વિષે ઉપકાર બુદ્ધિ ધારણ કરી. ભવ્ય જીવોના ઉદ્ધારને અર્થે ઉપદેશ આપવાની શરૂઆત કરી કે, હે ભવ્યજીવો ! બાજીગરની બાજી સમાન સંસાર , અસાર છે. બાજીગરની બાજુમાં જેમ કોઈ તથ્ય હોતું નથી. તેમ અસાર સંસારમાં પણ કોઈ તથ્ય નથી. (૩). સગપણનો સંયોગ પણ પંખીમેળા સમાન છે. આજે સંયોગ થાય અને કાલે વિયોગ પણ થાય. ચારા દિવસની ચાંદની ફીર અંધેરી રાત.. નદી નાવના યોગ સમાન, તસ્કરના તીર સમાન અને મુસાફરના મેળા સમાન સંસારના સગપણ છે. (૪) આપણો આત્મા અનંતકાળ નિગોદમાં વસ્યો. જ્યાં આંખના પલકારામાં સાડી-સત્તરવાર જન્મ-મરણના દુઃખો સહ્યાં ચોરાશી લાખ યોનિમાં જીવ ભમે છે. તેમાં મનુષ્ય ભવ પામવો દુર્લભ છે. (૫) વક્ર એવો આપણો આત્મા વશ થઈ શકતો નથી. દુર્જય છે. દુઃખે કરી આત્માનું દમન છે થાય છે. વળી કર્મબંધન કઠોર છે. તેને જિનેશ્વર વિના કોઈ જીતી શકતું નથી. (૬) આ જીવ અજ્ઞાનતાથી અવરાયો છે. મોહ મદિરા પીવાથી ઉન્મત્ત બન્યો છે. તે કારણે ન્યાય-અન્યાયને ઓળખી શકતો નથી. જેમ મદિરા પીધેલ માણસ ગાંડો બની જાય છે. તો વિવેક રહેતો નથી. તેમ મોહરૂપી મદિરાથી ઉન્મત બનેલો માણસ પણ કૃત્ય અકૃત્ય, ઘટતું , અઘટતું સમજતો નથી અને પાંચે ઈન્દ્રિયના પાશમાં પડે છે. પાછું વાળીને જોતો નથી જેમ એક ઈન્દ્રિયને વશ પડતા એક એક જીવને પોતાના પ્રાણની આહુતી અણઈચ્છાએ પણ ન આપવી પડે છે. જેમ હાથી હાથણીના સ્પર્શ સુખને મેળવવા દોડે છે પણ વચ્ચે રહેલા ને ખાડાને નહિ દેખતાં તેમાં પડી જતાં હાડકાં શિથિલ થતાં મહાવતને વશ થવું પડે છે. જીભનાં સ્વાદનાં પાપે માછલી ઘંટીના પડમાં ચગદાઈ જાય છે. તે માંસને દેખે છે પણ ન ઘંટીના પડને દેખતી નથી. ધ્રાણ-નાક સુગંધ લેવા જતાં ભ્રમરો કમલ બીડાતાં તે તેમાં Page #30 -------------------------------------------------------------------------- ________________ SPIPPPPPPPT અજ. લ, જજ જ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસES - ફસાઈ જાય છે અને કોઈ જીવ તે કમલ ભક્ષ કરવાની ઈચ્છાથી આવી કમલને ખાય છે. તો દરી તેમાં ભ્રમરને પણ મરવું પડે છે. આંખથી સારું જોવાના પાપે પતંગીયું પણ દિવાની જ્યોત | જોવામાં પાગલ બને છે અને દિવામાં ઝંપાપાત કરતા મૃત્યુને વરે છે. કાનથી સાંભળવાના | શોખે મૃગલા સંગીત સાંભળવામાં લીન બને છે અને શિકારી બાણ છોડે છે. મૃગલા - મરણને શરણ થાય છે. આમ એક એક ઈન્દ્રિયના વશમાં પડેલ જીવને જ્યારે પ્રાણ ગુમાવવા | પડે છે તો જે પાંચે ઈન્દ્રિયના પાશમાં પડે છે પાછુ વાળીને જોતો નથી તેની શું હાલત કી થાય? તેને નરક તિર્યંચાદિ દુર્ગતિમાં ભટકવું પડે છે અને સંસારકૂપમાં પડતાં ભવભ્રમણ દ વધે છે અને આ જીવ તેમાં મગ્ન બન્યો હોવાથી ઘટતું - અઘટતું નહિ પીછાણતા જીવ ધર્મને સી પામી શકતો નથી. (૭ - ૮) વળી કપાયરૂપી શત્રુના સંગમાં મસ્ત જીવ તેમાં મગ્ન બને છે. કષાયને છોડતો નથી. | વિષય વાસનાનો લોભી લાલચી જીવ નવા નવા રૂપને ધારણ કરે છે. (૯) ' આમ વિષય કષાયમાં ભાન ભૂલેલો જીવ વેવલો બને છે અને ધર્મ અધર્મને ઓળખતો આ નથી અને કઠોર કર્મને બાંધે છે. (૧૦) | આમ કર્મનો સંગી જીવ આવતાં કર્મનો સંવર નહિં કરતો જીવ અતિ ઉન્મત બને છે : રાગને વશ ભવનો ભોગી (ભવભ્રમણ વધારનારો) બનીને અસહ્ય દુઃખોથી રીબાય છે અને Bરે દુઃખને ભોગવે છે. (૧૧) પોતાનું અને પારકું શું? તે નહિ ઓળખતો અત્યંતર નીતિને નહિ જાણતો જીવ બાહ્ય - પુદ્ગલ પર ગાઢ પ્રીતિ રાખે છે. (૧૨) કરી આમ કર્મના જોરે નિત્ય નવા નાટક કરતો અજ્ઞાની જીવ સમજ્યા વગર શોર બકોર કી કરે છે. અને ચૌદરાજ લોક રૂપી ચોકમાં વારંવાર પ્રદક્ષિણા ફર્યા જ કરે છે. (૧૩) વળી કર્મના જોરે ચારગતિ રૂપ ચૌટામાં અવનવા રૂપને, અવનવા જન્મને અવનવા Eી અવતારને પામી જીવ પાર ન આવે તેવી અપાર આપદાને-આપત્તિને ભોગવે છે. (૧૪) ની હવે માનવ ભવ પામ્યા છો તો કોઈક એવો પુણ્યપનોતો સમય પ્રાપ્ત કરી સંવર નહિ ? ક કરતા એવા કર્મનો કર્તા જે આત્મા છે તેને વશ કરો. (૧૫) કેસરીસિંહને પણ વશ કરો. વાઘને પણ બાથમાં લો પૃથ્વીતલ પર આજ્ઞા આપણી | પ્રવર્તાવો અને ઈન્દ્રને પણ વશ કરો. (૧૬) વિષધરને પણ વશ કરો. વૈરી પણ આપણને વશ થાય પણ શત્રુરૂપ બનેલો આપણો આતમા કેમે કરીને વશ કરી શકાતો નથી. (૧૭) Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ પ્રત્યેક બુદ્ધ એવા કરકંડુ આદિ આત્માઓ પોતાના આત્માને દમીને ભવસાગરનો પા૨ પામ્યા છે. (૧૮) વિવેચન : કોઈ જીવ આયુષ્ય ક્ષણભંગુર છે. સંધ્યાના રંગ જેવું છે. એવા વૈરાગ્ય જનક એક પણ નિમિત્ત પામી જે સંસાર તજી સંયમી બની કેવલી થઈ મોક્ષે જાય તેને પ્રત્યેકબુદ્ધ કહેવાય. કરકંડુ રાજર્ષિ તે રીતે મોક્ષે ગયા છે. અતુલબલી, વડવીર એવા અનાધી મુનિ પણ પોતાના આત્માને જીતી ધીર-વીર થઈ સંયમ લઈ મોક્ષે ગયા છે. (૧૯) અનાથી મુનિના દૃઢ સંકલ્પની વાત = એક વખત અનાથી મુનિને દાહજ્વર ઉત્પન થયો. કહેવાતા રાજા-રાણી, માતા-પિતા, પોતાની કહેવાતી આઠ-આઠ પદ્મિણી સ્ત્રી, ભાઈ-બહેન મલી વૈદ્યોને બોલાવવામાં પાછી પાની કરતા નથી. છતાં રોગનો અંત આવ્યો નહિ. ત્યારે આ નિમિત્તને પામી અનાથી મુનિ વિચારે ચડ્યા છે કે આટ આટલા પ્રયત્નો છતાં માતા-પિતા ટગર ટગર જુવે છે, · પત્નીઓ રડી રહી છે, ભાઈ-બહેન ઝુરી રહ્યા છે. છતાં કોઈ કોઈનું દુઃખ લઈ શકતું નથી. આમ વિચારે ચડેલા ‘અનાથી’ મુનિ વૈરાગ્યે ચડ્યા છે. મનને સંસારથી વાળી દઈ સંયમ માર્ગે જોડ્યું કે સાથે આવનાર ધર્મ છે. કુટુંબ કબીલો અહિં રહેશે. પૈસો - પત્નિ - પરિવાર પેઢી અહિંજ રહેશે. આયુષ્ય ક્ષણભંગુર છે. શરીર નશ્વર છે. આત્મા અમર છે. કર્મનો કર્તા, હર્તા અને ભોક્તા પણ આત્મા છે. કર્મ દ્વારા જીવે અસંખ્ય ભવોમાં અસહ્ય વેદના સહી છે. હવે છુટકારો મળવાનો હોય તો ધર્મથી જ મળશે. આ વિચારધારે મનોમન દ્રઢસંકલ્પ કર્યો કે જો મારો રોગ શાંત થાય તો પ્રભાતે પરમાત્મભાષિત પ્રવ્રજ્યા માર્ગ પર ચાલી આત્મશ્રેય માટે સાધુ બનીશ. બસ... આ કરેલા સંકલ્પે કાર્યની સિદ્ધિ થઈ અને મુનિનો રોગ ગયો.. સંયમ લીધો અને આત્મશ્રેય સાધ્યું આમ અનાથી મુનિએ પ્રત્યેકબુદ્ધ બની આત્માને વશ કર્યો તેમ અનેક જીવો થયા છે અને ભવિષ્યમાં થશે કે જેઓ અત્યંતર શત્રુને જીતી કર્મને ચકચૂર કરવા સુભટ શિરોમણી શૂરવીર યોદ્ધા બનશે અને આત્મશ્રેય સાધશે. (૨૦) એ પ્રમાણે કેવલી ભગવંતે દેશના આપતા કહ્યું કે, હે શ્રોતાજનો ! તમે પણ આત્મહિતનો અધિકાર સાંભળી આત્મહિત માટે ઉદ્યમવંત બનો. એ પ્રમાણેનો અણગારનો ઉપદેશ સાંભળી ઘણાં ભવ્યજીવો (નર-નારીઓ) પ્રતિબોધ પામ્યા. (૨૧) એ પ્રમાણે રાસકર્તા ઉદયરત્નજી મહારાજ ધર્મ ઉપદેશ સ્વરૂપ બીજી ઢાળ પૂર્ણ કરતા કહે છે કે વિજયચંદ્ર રાજાનું મન પણ મુનિનાં વચનથી ભેદાયું છે. ધર્મના રંગે રંગાયું છે. તેમ હે શ્રોતાજનો ! તમે પણ પ૨પરિણતિમાં રમણ કરતા તમારા આત્માને સ્વ-પરિણતિમાં રમણ કરતો કરી શાશ્વત સુખનાં ભોકતા બનો ! (૨૨) Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ ત્રીજી || દોહા || યથાશક્તિ વ્રત ઉચ્ચરે નરનારી ચિત્ત લાય; લાહો લેઈ ધર્મનો સહુ નિજ મંદિર જાય. ૧ રત્નપુરી અને કુસુમપુર વિજયચંદ્ર ભૂપાલ; કુરુચંદ્ર હરિચંદ્રને વહેંચી દિયા તિણે કાળ. ૨ ધણ કણ કંચન, ઘણીધરા રાજૠદ્ધિ પરિવાર; મનથી માયા મૂકીને, વોસિરાવે તિણેવાર. ૩ સકલ સામગ્રી સજી લેવા વ્રત ઉલ્લાસ; વિજયચંદ્ર વસુધાપતિ પહોંચ્યો કેવલી પાસ. ૪ પ્રથમ પાય પ્રણમી પછી, માંગે મહાવ્રત ભાર; મુનિવર મન નિશ્ચલ લહી ક્ષણ ન લગાડી વાર. ૫ પંચ મહાવ્રત પ્રેમશું ઉચ્ચરાવે અણગાર; વંદીને મંદિર વળ્યો પુત્રાદિક પરિવાર. ૬ વિહાર ક્રમ કીધો વળી તિહાં થયી તેણી વાર; રાજૠષિ રૂડી પરે શીખે સૂત્ર વિચાર. ભાવાર્થ : શ્રી વિજયચંદ્ર રાજા મુનિના વચન સુણી વૈરાગી બન્યા છે. નરનારી સહુ યથાશક્તિ વ્રતને ઉચ્ચરે છે અને ધર્મકાર્યનો લાભ લઈ પોત પોતાને મંદિરે જાય છે. (૧) " ત્યારબાદ વિજયચંદ્ર રાજા પોતાની નગરી રત્નપુરી અને કુસુમપુર તે બંનેનું રાજ્ય બંને કુમારો કુરુચંદ્ર અને હરિચંદ્રને તે સમયે વહેંચી આપે છે. અર્થાત્ રત્નપુરીનું કુરુચંદ્રને અને કુસુમપુરનું હરિચંદ્રને આપે છે. (૨) વળી ધન - કણ - કંચન ઘણી પૃથ્વી રાજઋદ્ધિ આદિ પરિવારની મનથી મમતા છોડી મન-વચ-કાયાથી તે બધું જ વોસિરાવે છે. (૩) વળી વિજયચંદ્ર પૃથ્વીપતિ સકલ સામગ્રી લઈ મોટા આડંબર સાથે વ્રત લેવા માટે ઉલ્લસિત મન યુક્ત બનીને શ્રી ગુણાકર નામના કેવલી પાસે આડંબરપૂર્વક આવી પહોંચ્યો. (૪) ZAZYZNZY ૧૫ Page #33 -------------------------------------------------------------------------- ________________ કે SAN શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ છે વિજયચંદ્ર રાજા મુનિવરનાં ચરણ-કમલમાં નમસ્કાર કરી પાંચમહાવ્રતની યાચના કરે | છે. ત્યારે મુનિભગવંત પણ રાજાનો અડગ નિશ્ચય જોઈ ક્ષણનોય વિલંબ કર્યા વગર પ્રેમધરીને પંચમહાવ્રત ઉચ્ચરાવે છે. (૫). કેવલી ભગવંત પ્રેમપૂર્વક પંચમહાવ્રત ઉચ્ચરાવે છે અને સંયમજીવનનું દાન કરે છે. ત્યારબાદ વિજયચંદ્ર રાજર્ષિનો પુત્રાદિ પરિવાર કેવલી ભગવંત આદિ અણગાર સમુદાયને ની તથા નૂતન પિતા મુનિને વાંદીને પોતાના નગરમાં પાછો ફરે છે. (૬) - હવે કેવલી ભગવંત, વિજયચંદ્ર રાજર્ષિ આદિ પરિવાર સહિત વિહાર કરે છે અને વિજયચંદ્ર રાજર્ષિ પણ સુંદર રીતે સૂત્ર અર્થ આદિ તત્ત્વાદિ વિચારનો અનુક્રમે સારો એવો અભ્યાસ કરતા પૃથ્વીતલને પાવન કરતા વિચરી રહ્યા છે. (૭) (રાગ : લાવજો લાવજો રાજ, માહરી નઘનું મોતી) ભોળા પ્રાણીડા ! વૈરીને વશ કરજે આરત રોદ્ર ધ્યાન તજીને ધરમનું ધ્યાન તું ધરજે. ભોળા- ૧ અનાદિ ભવમાંહિ ભમતાં દોહિલી વળી વળી દિકખું વિજયચંદ્ર મુનિવર વૈરાગી આતમને દીયે શિફખ. ભોળા. ૨ પંચ મહાવ્રત સૂધાં પાળે દૂષણ દૂર ટાળે; સદ્ગુરુ પાસે સંજમ લેઈ આતમને અજવાળે. ભોળા૦ ૩ મોહ મહાભટ સુભટ શિરોમણિ અને વળીમદ આઠ; ધર્મ સંદરાને દ્વેષ ધરીને, વચમાં પાડે વાટ. ભોળા૦ ૪ આઠ કર્મમાંહિ અધિકારી મોહની કર્મ કહેવાય; સાગરોપમ સિત્તેર કોડાકોડી સ્થિતિ જેહની થિર થાય. ભોળા. ૫ સ્વર્ગ મૃત્યુ પાતાલે તે સઘલે કેહની કેડ ન મૂકે મોહ તણી ભડવાઈ મનથી ચારિત્રવંત ન ચૂકે. ભોળા ૬ ક્રોધાદિક કષાય જે કઠુઆ અરિયણ આતમ કેરા; પ્રત્યક્ષ તેહ તણે વશ પ્રાણી ફિરે ચિહું ગતિના ફેરા. ભોળા છે મિત્રપણે મિલે તે મનશું પણ તે શત્રુ પ્રીછો; તેહ તણી સંગતિ તમે તજ્જો ઉત્તમ ગતિ જો ઈચ્છો. ભોળા. ૮ પાંચ ચોર પેસારો કરીને; તે તાહરું ધન લૂટે; અંતરજામિ! સુણ અલવેસર ! ખરાબ થાઈશ ધન ખૂટે. ભોળા. ૯ Page #34 -------------------------------------------------------------------------- ________________ S x શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ . તે માટે તું નિંદ ત્યજીને જોને નજરે નિહાળી; દુશ્મનને શિર દોટ દઈને, આપ હોજે ઉજમાળી. ભોળા. ૧૦ મન મહેતાશું મેળ કરીને તું કાં રહે છે ભીનો; બંદીખાને દેશે તુજને કરશે ખરાબ ખજીનો. ભોળા૦ ૧૧ લેખું તું સંભાળી લેજે વળી મ કરીશ વિશ્વાસ; તે લંપટ લોચા વાળીને પાડશે તુજને પાશ.ભોળા ૧૨ ઘણું ઘણું શું કહિયે તુજને તું છે જાણ સુજાણ; જાગી જોને જ્ઞાનની દૃષ્ટ જિમ પામે શિવઠાણ. ભોળા૧૩ ક્ષમા રૂપી તું ખગ લઈને પહેરી શીલ સન્નાહ સંયમ સત્તર ભેદે લહીને વટ વેરીશું ઉષ્ણાહ. ભોળા ૧૪ અરિવણ કેરું મૂલ ઉત્થાપી કર પોતાનું કામ; આઠે કરમનો અંત કરીને પામીશ પંચમઠામ.ભોળા. ૧૫ ઈમ આત્મ આણી સમતા રસે વિજયચંદ્ર મુણાંદ; પંચ મહાવ્રત પાળો પ્રેમે ટાળો દુરગતિ દંદ.ભોળા. ૧૬ સૂઝતો આહાર લિયે સંવેગી નિરદૂષણ નિરધાર; સાધુ તણે સહીનાથે પૂરો ઓછો નહિ આચાર. ભોળા ૧૭ શુદ્ધ ભાવે સંયમ પાળતા, બાર વરસને અંતે; કરમ ખપાવી કેવલ પામ્યા ભાંગી ભવની ભ્રાંતિ.ભોળા૧૮ ઓચ્છવ કરવાને તિહાં આવે વાણવંતર વળી દેવા; કનક કમલ બેસાડી ભગતે કર જોડી કરે સેવા. ભોળા. ૧૯ અનુક્રમે બહુ પરિકર લેઈને વસુધાતલે વિચરતા; કુસુમપુરે પહોંત્યા કરુણાકર, કેવલી વિહાર કરંતા. ભોળા. ૨૦ વનપાલકના વયણ સુણીને હરખ્યો રાય હરિચંદ્ર એક પિતાને કેવલનાણી અધિક થયો આણંદ. ભોળા. ૨૧ વધામણી વનપાલક ભૂપતિને આપે ઉલટ આણી ત્રીજી ઢાળે ભવજલ તરવા ઉદયરત્ન કહે વાણી. ભોળા. ૨૨ Page #35 -------------------------------------------------------------------------- ________________ | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ SS વિજયચંદ્ર રાજર્ષિને કેવલજ્ઞાન” ભાવાર્થ : વિજયચંદ્ર રાજર્ષિ સૂત્ર - અર્થ - તત્ત્વની વિચારણા કરતા, સાથે પોતાના ત, આત્માને શીખ આપતા કહી રહ્યા છે કે, હે ભોળા પ્રાણી ! આત્મા પર કબ્દો કરી બેઠેલા અંતર શત્રુને તું વશ કરજે. આર્ત-રૌદ્ર ધ્યાનને ત્યજીને ધર્મધ્યાનમાં તું મગ્ન બનજે. (૧) જેની આદિ નથી એવા અનાદિ ભવમાં ભમતાં જીવને પરમાત્મ ભાષિત પ્રવ્રયા પામવી દુષ્કર છે. એ પ્રમાણે વિજયચંદ્ર રાજર્ષિ વૈરાગ્યને પ્રાપ્ત કરીને પોતાના આત્માને શિક્ષા આપી રહ્યા છે. વૈરાગ્યને પુષ્ટ કરી રહ્યા છે. (૨) સદ્ગુરુની પાસે ભવજલનિધિમાંથી પાર ઉતરવા પ્રવહણ સમાન ભવનિતારણી પ્રવ્રયા લઈને પંચ મહાવ્રત શુદ્ધિપૂર્વક પાળે છે. પાંચ મહાવ્રતને શુદ્ધિપૂર્વક પાળવા થકી સર્વ દૂષણોને ટાળે છે અને પોતાના આત્માને અજવાળે છે. (૩) આત્મા રાજા છે અને કર્મ ગુલામ છે. પણ કર્મ સત્તાએ એવું જોર જમાવ્યું છે કે રાજા સમાન આત્મા પર ગુલામ એવી કર્મસત્તા રાજ્ય કરી રહી છે. તેવાં આઠ કર્મો છે અને તેમાં મોહનીયકર્મ કે જેની સિત્તેર કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે. તે આઠે કર્મમાં મહા ની શૂરવીર એવો સરસેનાધિપતિ બન્યો છે અને પોતાનું સામ્રાજ્ય ફેલાવી રહ્યો છે. પોતાના હાથ નીચે બીજા આઠ મા છે તેને પણ ધંધે લગાડી ધર્મ સત્ત્વ સાથે દ્વેષ ધારણ કરાવે છે સી અને ધર્મ કરવા ઈચ્છતા પ્રાણીને અધવચ્ચે રસ્તામાં જ રાખે છે આગળ વધવા દેતો નથી. (૪) વળી આઠ કર્મમાં અધિકારી સૌથી મોટો મહા સુભટ મોહનીય કર્મ છે. સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણની તેની સ્થિતિ છે. આ મોહનીય કર્મ જ સર્વ પ્રાણીઓને માર ખવડાવી રહ્યો છે. (૫) મોહનીય કર્મે તો સ્વર્ગ-મૃત્યુ અને પાતાલ બધે જ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. | કોઈનો પીછો તે છોડતો નથી. એની શૂરવીરતા એટલી છે કે તે ધારે તો ચારિત્રવંત | આત્માને પણ ચૂકાવી દે પણ ચારિત્રવંત આત્મા એવી શૂરવીરતા ધારણ કરે છે કે તે ચારિત્રવંત મહાત્માઓ મનથી પણ ચૂકતા નથી. (૬) વળી ક્રોધાદિ કષાય આદિ કહુઆ આત્મા કેરા શત્રુ બન્યા છે અને તે શત્રુએ પ્રત્યક્ષ ની પણ પ્રાણીઓને વશ કર્યા છે. જેના કારણે જીવ ચાર ગતિમાં ફેરા ફર્યા કરે છે. (૭) આ શત્રુએ તો એવી શાહુકારી બતાવી છે કે શત્રુ હોવા છતા મન સાથે મિત્રતા S; રાખીને મળે છે પણ તે આત્મન્ ! તે કટ્ટર દુશ્મન છે તેને ઓળખજે ! અને જો તું ઉત્તમગતિને ઈચ્છે છે તો તેની સંગતિ છોડી દેજે. (૮) Page #36 -------------------------------------------------------------------------- ________________ . . . . શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ | હે અંતરયામી ! હે અલવેસર ! સાંભળ આવા રાગ સહિતના પાંચ ચોરો આત્મઘરમાં Bી પેસારો કરશે અને તારું સગુણ રૂપી ધન લૂંટી લેશે અને તે ધન લૂંટાતા તું બરબાદ થઈ સી જઈશ અને દુર્ગતિનું ભાતુ બાંધીશ માટે તેની સંગતિ છોડી દો. (૯) અને તું સાવધાન બની નિદ્રા - પ્રમાદને છોડી દે અને કર્મતાંડવને અને કર્મની શિરજોરીને દિન નજરે નિહાળી ઉપર કહેલ આંતર શત્રુ રૂપ દુશ્મનોના માથે ચોટ મારી તેને ભગાડી તારા આત્માને ઉજ્જવળ બનાવ. (૧૦) વળી મનરૂપી મહેતાની સાથે સંબંધ બાંધીને તું શા માટે તેની પાછળ મગ્ન થાય છે. તું Eી તેનો વિશ્વાસ કરીશ નહિ. તે તને ખરાબ કરી બંદીખાને નંખાવશે. (૧૧) આ માટે મન મહેતાનો વિશ્વાસ છોડીને લેખ તું સંભાળી લેજે નહિ તો તે લંપટ ઘણાં લોચાવાળી તને મોહપાશમાં નાંખશે. (૧૨) વળી હે આતમરાજ ! તને ઘણું શું કહીએ ! તું પોતે જાણકાર છે. આળસ પ્રમાદની નિંદમાંથી જાગૃત થઈને જ્ઞાનદષ્ટિથી તપાસી જો કે તારા પર કર્મસત્તાએ કેવું જોર જમાવ્યું છે છે ! તે જોઈ જ્ઞાનદષ્ટિ ખોલી આત્માને ઓળખ અને ધર્મસત્તાના શરણે જા કે જેથી તું , શિવસ્થાનને પામે. (૧૩) વળી હે આત્મન્ ! ક્ષમારૂપી ખડ્ઝ હાથધરીને શીલરૂપી શણગાર સજીને અગર શીલરૂપી વસ્ત્રો ધારણ કરીને સત્તરભેદે સંયમ સ્વીકારીને અંતરવૈરીને હણી નાંખ આમ શગુના મૂલનું ઉમૂલન કરી આઠ કર્મનો અંત કર જેથી મોક્ષરૂપી પાંચમીગતિને પ્રાપ્ત કરી શકે. (૧૪, ૧૫) એ પ્રમાણે આત્મસ્વરૂપ વિલોકતાં સમતા રસમાં ઝીલતા પ્રેમધરી પંચમહાવ્રતને પાળતાં Eી દુર્ગતિના દંદને ટાળતાં સંવેગરસમાં ઝીલતાં, સૂઝતો આહાર ગ્રહણ કરતા સાધુને યોગ્ય દશવિધ યતિધર્મનું દુષણરહિત પાલન કરતા, એકપણ આચારને નહિ ચૂકતા, શુદ્ધભાવે ડી સંયમ સાધના કરતા. બાર વર્ષના અંતે સર્વઘાતકર્મ ખપાવી વિજયચંદ્ર રાજર્ષિ કેવલજ્ઞાન કરી અને કેવલદર્શન પામ્યાં અને એ પ્રમાણે ભવભ્રમણની ભ્રાંતિને તોડી નાંખી. (૧૬, ૧૭, ૧૮) કત હવે કેવલજ્ઞાની મુનિનો ઓચ્છવ કરવા વાણવંતર દેવો આવ્યા અને કેવલી ભગવંતને સુવર્ણ કમલ પર બેસાડી કરજોડી તેમની સેવા કરવા લાગ્યા. (૧૯) ત્યારબાદ વિજયચંદ્ર રાજર્ષિ ઘણાં પરિવારે પરિવર્યા છતાં પૃથ્વીતલને પાવન કરતાં કરૂણાના ભંડાર એવા કેવલી મુનિ કુસુમપુરે પધાર્યા. (૨૦) Page #37 -------------------------------------------------------------------------- ________________ 3 ST ATEST શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ કેવલી ભગવંતનું આગમન થયેલું જાણી વનપાલકે કુસુમપુરના રાજવી હરિચંદ્રને વધામણી આપી અને વનપાલકની વધામણીના વચન સુણી હરિચંદ્ર રાજા હર્ષિત થયો થકો જ વિચારે છે. એક તો ઉપકારી પિતા અને વળી કેવલી એવા ઉત્તમ મુનિના આગમનથી ન હરિચંદ્ર રાજા અતિશય આનંદને પામ્યો. (૨૧) એ પ્રમાણે કેવલજ્ઞાની વિજયચંદ્ર રાજર્ષિનું કુસુમપુરમાં આગમન. વનપાલકની હરિચંદ્ર | રાજાને વધામણી આપવી વિગેરે વર્ણનવાળી ઢાળ ત્રીજી ઉદયરત્નવિજયજી મહારાજે ભવજલ તરવા માટે કહી હે ભવ્યો તમે સાંભળો ! (૨૨) Page #38 -------------------------------------------------------------------------- ________________ . . શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ SSC ઢાળ ચોથી | દોહા ! પિતાતણો પરથમ થયો, વરસ બાર વિયોગ; મન ચાહતું મિલવા ભણી સોચ મિલ્યો સંજોગ. ૧ અતિ હરખે નૃપ અલજ્યો સાથે લેઈ પરિવાર; વંદન આવ્યો વેગશું ત્રાદ્ધિ તણો વિસ્તાર. ૨ સાધુ અને વળી કેવળી ત્રીજી તાતનો નેહ; વિધિશું વંદે લળી લળી ત્રણ પ્રદક્ષિણા દેહ. ૩ સહુ નરનારી સાધુના, પ્રણમી ભાવે પાય; બેઠાં બે કર જોડીને નીરખી નિરવધ થાય. ૪ એક મને આળસ ત્યજી બેઠી પરષદ જ્યાંય; ઉપદેશ દિયે તવ કેવળી તિણે અવસર તિણ થાય. ૫ ભાવાર્થ શ્રી વિજયચંદ્ર કેવલી કુસુમપુર નગરે પધાર્યા છે અને હરિચંદ્ર રાજવી આનંદિત થી થાય છે અને વિચારે છે મારે બાર વર્ષથી પિતાનો વિયોગ થયેલો મને મળવા માટે આતુર $ થયેલું હતું તેવામાં કેવલી એવા પિતા-મુનિ આજ મારા ભાગ્યયોગે અહિં પધાર્યા છે. ખરેખર ના હું જેને મળવા ઈચ્છતો હતો તેનો સંયોગ મને સામે ચડીને મલ્યો છે. (૧) ત્યારબાદ રાજવી હરિચંદ્ર અતિ હર્ષથી પરિવાર સાથે લઈ ઋદ્ધિ અનુસાર સામૈયાનો વિસ્તાર કરી ઉતાવળો પિતામુનિને વંદન કરવા આવ્યો. (૨) એકતો સાધુ ભગવંત અને પાછા કેવલી અને ત્રીજા મારા ઉપકારી તાત આમ ત્રિવેણી Rી સંગમની જેમ ત્રણ સંબંધને વિચારતો રાજવી વિધિ સહિત ત્રણ પ્રદક્ષિણા દઈ નમી નમી | વંદન કરે છે. (૩) | રાજ્ય પરિવારના સર્વે નરનારીઓ પણ ભાવપૂર્વક પ્રણામ કરી નિરવદ્ય ભૂમિ જોઈ , કેવલી ભગવંત સન્મુખ કરજોડીને બેઠા. (૪) - રાજા - નર - નારી વિગેરે મનથી આળસ ત્યજીને જ્યાં કેવલી ભગવંત સન્મુખ પર્ષદા | રૂપે બેઠાં ત્યાં તે અવસરે અને તે સ્થાને શ્રી વિજયચંદ્ર કેવલી ઉપદેશ આપવા લાગ્યા. (૫) Page #39 -------------------------------------------------------------------------- ________________ INSTITUTION શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) SS S SS (સંભવ જિનવર વિનતી) ઈમ ઊપદેશે કેવળી, શ્રોતાજી સહુ સુણજો રે; કિંપાકના ફળની પરે, સંસારી સુખ ગણજો રે. ઈમ૦ ૧ વિષ સમ વિષયને કારણે કાં માનવ ભવ હારો રે; વિષય થકી રહો વેગળા તો નિજ આતમ તારો રે. ઈમ- ૨ સુમને બાદર સહી આતમ લે અવતારો રે; નિગોદ અને નરકે વસ્યો અનંત અનંતી વારો રે. ઈમ. ૩ જગમાંહી એક જીવડો અવસર્પિણી કાળ અનંતો રે; જનમ મરણ દુઃખ ભોગવે ભવ ચક્રવાલ ભમતો રે. ઈમ. ૪ મનુષ્યના સાસોસાસમાં નિગોદમાંહિ નિરધારો રે; વળીય મરી વળી અવતરે સાડા સત્તર વારો રે. ઈમ પૃથવી પાણી તેઉમાં વાઉ વણસ્સઈમાં જાય રે; કાળ અસંખ્યાતો રહે એ પાંચ થાવર માંહા રે. ઈમ૦ ૬ કિહાં થકી જીવ ઉપન્યો એહ સંદેહ મન આણીરે; જઈ પૂછે જિનરાજને ભાવે કોઈ ભવિ પ્રાણી રે. ઈમ- ૭ નવ વરસના કેવલી એ આદિ વિમાસી રે; વરસ વહી જાએ વચે પૂરવ લાખ ચોરાશી રે. ઈમ૮ સમય સમય પ્રત્યે સહી ભવ અનંતા ભાળે રે; તો પણ પાર પામે નહિ, અનંત ભવ અંતરાળે રે. ઈમ. ૯ જાતિ યોનિ કુલ ઠામમાં વાર અનંતી વસીયો રે; સૂઈ અગ્ર સમ ચૌદરાજમાં, કામ નથી અણફરસ્યો રે. ઈમ૦ ૧૦ સગપણની સંખ્યા નહી એકેંદ્રિયાદિક માંહિ રે; સવિ સંસારી જીવશું અનંત અનંતી ત્યાંહિ રે. ઈમ. ૧૧ ઈમ પ્રાણી પામ્યો સહી ઉંચનીચ અવતાર રે; પુણ્ય અને પાપે કરી સુખ દુઃખ લહી સંસાર રે. ઈમ૧૨ Page #40 -------------------------------------------------------------------------- ________________ SS S SS S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસો ) ) .. માનવ ભવ મોંઘો વળી દોહિલો દશ દૃષ્ટાંત રે; શ્રાવક કુલ સંસારમાં પામે પ્રાણી કલ્પાંતે રે. ઈમ- ૧૩ પામીને પ્રીછી નહિં જીવતણી તે જયણા રે; દયા વિના વળી દોહિલી સમકિતની સદણા રે. ઈમ૦ ૧૪ નિર્મળ મતિ નિરોગતા સગરનો સંયોગો રે; શ્રવણ સુણવો સિદ્ધાંતને દોહિલો એવો યોગો રે. ઈમ૦ ૧૫ સૂત્ર સિદ્ધાંત તે સાંભળી દોહિલો દિલમાં ધરવો રે; સદહણા સાચી ધરી દોહિલો કાયાયે કરવો રે. ઈમ૦ ૧૬ સમકિત વ્રત સાચું ધરી સગરની કરે સેવા રે; ગુણ એકવીશ જેહમાં કહ્યાં શ્રમણોપાસક એહવા રે. ઈમ૦ ૧૭ કુગુરુ, કુદેવ, કુધર્મ શું મનમાં મોહ ન આણે રે; મિથ્યામતિ દૂર ત્યજી જીવાદિ તત્ત્વને જાણે રે. ઈમ૦ ૧૮ વ્રત બારે વિગતે કરી શુદ્ધ મને આરાધે રે; ચૌદ નિયમ ચિત્તમાં ધરી પાળે મનની સમાધે રે. ઈમ, ૧૯ શ્રમણોપાસકનો સહી એવો મારગ આખ્યો રે; એહથી અધિકો તે વળી ચારિત્ર રસ જેણે ચાખ્યો રે. ઈમ૦ ૨૦ સર્વવિરતી પહેલો કહ્યો દેશવિરતી ધર્મ બીજો રે; એ બેહની સમોવડે ત્રિભુવનમાં નથી ત્રીજે રે. ઈમ- ૨૧ ધરમની દેશના ધારીને અગડ નિગમ લિયે કઈ રે; વંદીને મંદિર વળ્યા લાહો ધર્મનો લેઈ રે. ઈમ. ૨૨ ચોથી ઢાળે ચેતજે ઉદયરત્ન ઈમ આખે રે; હરિચંદ્ર રાજા હવે બે કરજોડી ભાખે રે. ઈમ૦ ૨૩ શ્રી વિજયચંદ્ર કેવલીની ધર્મદેશના ભાવાર્થ હે શ્રોતાજનો તમે સાંભળો કિંપાકના ફળ જેવા સંસારી સુખ છે. બહારથી દેખાતું રળિયામણું કિંપાકનું ફળ અંદરથી ઝેરી છે. ખાનારના પ્રાણ હરી લે છે. (૧) છે તેમ બહારથી રળિયામણો દેખાતો સંસાર એટલો જ અંદરથી ખતરનાક છે. કિંપાકનું રે ફળ તો એક જનમમાંજ મારે છે. જ્યારે સંસાર જન્મોજન્મ ખરાબ કરે છે. વિષ સમ વિષય | સુખ છે. વિષયો વિષ કરતા વધુ ખતરનાક છે. દુર્ગતિના કારણભૂત છે. તેવા વિષયસુખના Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ કા૨ણે માનવ ભવ શા માટે હારો છો ? વિષય સુખથી અલગ થઈ તમારા પોતાના ડૂબતા એવા આત્માને ભવસમુદ્રથી તારવાના પ્રયત્નો કરો. (૨) વળી હે ભવ્યજનો ! ભવ ચક્રવાલમાં ભમતા જીવો સૂક્ષ્મ અને બાદર જન્મને ધારણ કરે છે. નરક અને નિગોદમાં આ જીવ અનંત અનંતી વાર વાસ કરી આવ્યો છે. (૩) આમ એક જીવ અવસર્પિણીમાં અનંતો કાળ જન્મ મરણનાં દુઃખોને ભોગવે છે. (૪) નિગોદમાં જીવ મનુષ્યના એક શ્વાસોશ્વાસમાં સાડી સત્તર વખત જન્મ અને મરણનાં દુઃખ ભોગવે છે. જે જન્મ અને મરણની પીડા અસહ્ય હોય છે. તેવા જન્મ-મરણનાં દુઃખ નિગોદમાં કેટલા વેઠવાના ? અને આ જીવ વેઠીને આવ્યો. (૫) ત્યાંથી નીકળી પૃથ્વી, પાણી, તેઉ, વાઉ અને વનસ્પતિ આ પાંચેય સ્થાવરમાં જીવ અસંખ્યાતો કાળ રહ્યો. (૬) વળી કોઈ ભવ્યપ્રાણી મનમાં શંકાને ધારણ કરી જિનરાજ પાસે જઈ પ્રશ્ન પૂછે કે, જીવ ક્યાંથી ઉત્પન્ન થયો ? (૭) તો નવ વર્ષના કેવલી જો તેની આદિની વિચારણા કરવા બેસે તો લાખ ચોરાશી પૂર્વ વર્ષ વચ્ચે ચાલ્યા જાય. (૮) વળી એક એક સમયમાં જીવ અનંતા ભવોને જુવે છે કારણ એક સમયના ગાળાને • આપણે ઘણો ઓછો સમય કલ્પીએ છીએ અને આવા અનંત ભવોનાં અંતરાલમાં પણ જીવ પાર પામી શકતો નથી. (૯) વિવેચન : આપણે કલ્પેલ એક સમયમાં જ્ઞાનીની દૃષ્ટીએ અસંખ્યાતા સમય થાય છે. જેમ કોઈ જીર્ણ વસ્ત્ર ફાડતા આપણે સમજીએ છીએ કે એક સેકંડ થઈ પણ જ્ઞાની કહે છે અસંખ્યાતો સમય ગયો. કપડું એક સાથે ફાટતું નથી પણ તે કપડાનાં એક તા૨ પછી બીજો તાર બીજા પછી ત્રીજો તાર તૂટે છે આમ કપડું અનુક્રમે ફાટે છે. માટે જ્ઞાની કહે છે એક તારથી બીજો તાર તૂટતા અસંખ્ય સમય થાય. માટે એક સમયમાં તો અનંતાભવો થઈ જાય છે. આવા અનંતા ભવનાં અંતરાલે પણ જીવ પા૨ પામતો નથી. જાતિ - યોનિ - કુલ – રૂપ સ્થાનમાં જીવ અનંતી વાર વસ્યો. ચૌદરાજ લોકમાં સોઈના અગ્રભાગ જેટલી કોઈ જગ્યા નથી કે જ્યાં આપણે એ સ્થાનનો સ્પર્શ ન કર્યો હોય. પ્રત્યેક સ્થાનને આપણે સ્પર્શ કર્યો છે. (૧૦) વળી સંસારમાં સર્વ સંસારી જીવની સગપણની સંખ્યા ગણી શકાતી નથી. એકેન્દ્રિયમાં તેમજ સાંસારિક દરેક ભવોમાં જીવનાં એક બીજા સાથે અનંત અનંત સંબંધ થયેલા છે. (૧૧) એમ પુણ્ય અને પાપ દ્વારા જીવે ઊંચ-નીચ અવતાર ધારણ કરી સંસારમાં પ્રત્યેક ભવમાં સુખ દુઃખની ઘટમાલને સહન કરી છે અને જ્યાં સુધી જીવ ધર્મધ્યાનમાં જોડાઈ કર્મક્ષય નહિ કરે ત્યાં સુધી સંસારની રઝળપાટ ચાલુ ૨હેશે. (૧૨) ૨૪ Page #42 -------------------------------------------------------------------------- ________________ SિTS STS શ્રી અમ્બકારી પૂજાનો રાસ વળી હે શ્રોતાજનો ! માનવભવ મોંઘો છે. દશ દૃષ્ટાંત દુર્લભ છે. કદાચ મનુષ્ય જન્મ જીવ પામે તોય તેમાં શ્રાવક કુલ પ્રાપ્ત થવું અત્યંત દુર્લભ છે છતાં જો પૂર્વકૃત પુણ્યના પ્રતાપે માનવ જન્મ મલ્યો શ્રાવક કુલ પણ મલ્યુ પણ જો જીવે કોઈપણ જીવની જયણા ન કરી તો તે દયા વિના પ્રાણીને સમ્યક્ત્વની પ્રાપ્તિ તેના પર શ્રદ્ધા થવી તે પણ દુર્લભ છે. (૧૩, ૧૪) : તેમજ વળી નિર્મળ બુદ્ધિ, નિરોગી શરીર, સગુરુનો સંયોગ થવો અને સિદ્ધાંતની છે. ની વાતોને તેમજ જિનવાણીને સાંભળવી તેવો યોગ પામવો તે અત્યંત દુર્લભ છે. (૧૫) કદાચ સૂત્ર સિદ્ધાંત સાંભળવાનો યોગ પ્રાપ્ત થાય તો પણ તે અંતરમાં ઉતરવી દુર્લભ છે વિની છે તેના પર સાચી શ્રદ્ધા થવી તે દુર્લભ છે અને શ્રદ્ધા થાય તો તે કાયાથી આચરણમાં મૂકવું દ આ અતિ દુર્લભ છે. (૧૬) વળી હે ભવ્યાત્મન્ ! સાચુ સમતિ ધારણ કરી સદ્દગુરુની સેવા કરવી આ પ્રમાણે | શ્રમણોપાસકના એકવીશ ગુણ શાસ્ત્રમાં કહ્યાં છે. (૧૭) જે સાચો શ્રમણોપાસક છે તે કુગુરુ, કુદેવ, કુધર્મની સાથે મનથી પણ મોહ કે સંગ કરે કી નહિ અને મિથ્યાત્વ બુદ્ધિ દૂર ત્યજી જીવાદિ નવ તત્ત્વોનો જાણકાર બને. (૧૮) તેમજ વળી બારવ્રતને સમજી શુદ્ધભાવે તેની આરાધના કરે. ચૌદ નિયમને ચિત્તમાં ની ધારી સમાધિપૂર્વક મનથી પાળે. (૧૯) તે જ સાચો શ્રમણોપાસક કહેવાય કે જેણે બારવ્રત, ચૌદ નિયમ આદિનો માર્ગ ગ્રહણ વિકી કર્યો છે અને અધિક તો તે કહેવાય કે જે ચારિત્ર રસને ચાખે છે યાને ચારિત્ર ધર્મને ગ્રહણ Sી કરવાની તાલાવેલી રાખે છે. (૨૦) વળી પરમાત્માએ બે પ્રકારનો ધર્મ બતાવ્યો છે તેમાં પ્રથમ સર્વવિરતી ધર્મ અને બીજો આ દેશવિરત ધર્મ કહ્યો છે. ત્રિભુવનમાં આ બે ધર્મની સમાન ત્રીજો કોઈ ધર્મ નથી ! માટે હે મિ શ્રોતાજનો ! સંસારનું સ્વરૂપ જાણી ઓળખી માનવ જન્મને નિષ્ફળ ન બનાવતા વ્રત | પચ્ચખાણ તથા તપ - જપ - ધ્યાન સંયમાદિ યોગોને સાધી ધર્મધ્યાન દ્વારા કટુઆ સંસારથી મુક્તિ મેળવવા ઉદ્યમવંત બનો ! આ પ્રમાણેની શ્રી વિજયચંદ્ર કેવલીની ધર્મદેશના સાંભળી કેટલાય ભવ્યજીવો ધર્મનો | લાહો લેવા યથાશક્તિ વ્રત-નિયમ લઈ મુનિ ભગવંતોને વંદન કરી પોત પોતાને મંદિરે પાછા વળ્યા. (૨૨) આ પ્રમાણે ભવભ્રમણને અટકાવવા ધર્મધ્યાનમાં ઉદ્યમવંત બનવાની ચેતવણી આપતી ચોથી ઢાળ ઉદયરત્નવિજયજી મહારાજે પૂર્ણ કરી અને હવે આગળ વધીયે, હરિચંદ્ર રાજા પોતાના પિતામુનિ એવા કેવલી ભગવંતને બે કરજોડી કંઈક વિનંતી કરીને કહી રહ્યા છે. તે શું કહી રહ્યા છે ? તે આગળ જોઈએ. Page #43 -------------------------------------------------------------------------- ________________ S..... શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ક ઢાળ પાંચમી | દોહા II બોલે બે કરજોડીને, સ્વામી કહું છું સત્ય; વચન તુમે જે જે કહ્યા, તે મેં કીધાં મહત્ત. ૧ શ્રાવકનો ધર્મ સોહિલો, પણ મુજ ન પળે સ્વામ; સંયમ પણ લેતાં સહી, મુજ મન ન રહે ઠામ. ૨ તે માટે તેહવો કહો, ઉત્તમ કોઈ ઉપાય; સોહિલો જે સાધી શકું, મન પણ રહે મુજ થાય. ૩ લાભ અધિક લહિયે જિણે, જેહવી મારી શક્તિ; અગડ નિયમ વ્રત આદિ કો, કે કોઈ દેવની ભક્તિ. ૪ શ્રી હરિચંદ્ર રાજાની વિનંતી ભાવાર્થ : શ્રી વિજયચંદ્ર કેવલીની ધર્મદેશના સાંભળીને હર્ષિત થયેલ હરિચંદ્ર રાજવી . કેવલી ભગવંતને કરજોડીને વિનંતી કરી રહ્યા છે. હે સ્વામી ! આપે જે વચનો કહ્યા તે સત્ય છે | છે. હું તહત્તિ કરું છું. (૧) પરંતુ હે પ્રભુ ! શ્રાવકનો ધર્મ સુલભ છે. સોહિલો છે. પણ હું પાળી શકું તેમ નથી. B વળી સંયમ લેવાના મારા ભાવ થતાં નથી. અને લેવા ભાવ કરું તો પણ મારું મન સ્થિર કકી થતું નથી. (૨) . તેથી કરીને હે કરૂણાનિધિ ! મને એવો કોઈ ઉત્તમ ઉપાય બતાવો જે સોહિલો હોય અને હું સાધી શકું અને મારું મન પણ સ્થિર રહી શકે. (૩) વળી મારી શક્તિ મુજબ હું અધિક લાભ પ્રાપ્ત કરી શકું. અગડ-નિયમ કોઈ વ્રત પચ્ચકખાણ અગર તો કોઈ દેવની ભક્તિ આવો કોઈ ઉપાય બતાવો, જેથી ભાવથી ધર્મ આરાધી શકું અને મારા મનોયોગને વશ કરી શકું. આ રીતે હરિચંદ્ર રાજવી વિજયચંદ્ર કેવલીને વિનંતી કરી રહ્યા છે. (૪) Page #44 -------------------------------------------------------------------------- ________________ STD 3 | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ (કુંથું જિનેશ્વર જાણજો રે લો - એ દેશી) વળતાં બોલે કેવળી રે લો, પરખી મન અભિપ્રાય રે રાજેસર દેવ સકલમાં દીપતો રે લો, પૂજ્ય પાતક જાય રે રાજેસર૦ ૧ પૂજાથી ફળ પામિયે રે લો, કામિયે જે મનમાંહિ રે રાજેસર અરિહંત દેવને અરચતાં રે લો, પાતિક દૂર પલાય રે રાજેસર૦ ૨ અષ્ટ કરમ અરિને હણી રે લો, પામ્યા કેવલ નાણ રે રાજેસર દોષ અઢાર જેહમાં નહિ રે લો, અનંત ગુણોની ખાણ રે રાજેસર૦ ૩ ચોસઠ ઈંદ્ર ચરણે નમે રે લો, સેવે સૂર નર નાર રે રાજેસર ત્રિભુવન તારણને સહી રે લો, જગગુરુ જગદાધાર રે રાજેસર૦ ૪ જાણે જે સહુ જીવના રે લો, મનતણા પરિણામ રે રાજેસર સર્વદર્શીને શિવગતિ રે લો, સર્વજ્ઞ જેહનું નામ રે રાજેસર૦ ૫ સમજે કાળ સ્વરૂપને રે લો, ભૂત ભવિષ્ય વર્તમાન રે રાજેસર એહવા શ્રી અરિહંતજી રે લો, નિર્મળ જ્ઞાન નિધાન રે રાજેસર૦ ૬ સંદેહ કરી સહુ જીવના રે લો, જગજીવન જન ત્રાણ રે રાજેસર ઈમ અનેક થયા સહી રે લો, પામ્યા પંચમ ઠાણ રે રાજેસર૦ ૭ આગામિક કાળે થશે રે લો, અનંતા ગુણગણા ગેહ રે રાજેસર aષભાદિક વર્તમાનના રે લો, મુગતિગામી તેહ રે રાજેસર૦ ૮ પ્રતિમા તેહની પૂજતાં રે લો, લહિયે વાંછિત લીલ રે રાજેસર મનોરથ મનના ફળે રે લો, પાવન થાયે દિલ રે રાજેસર૦ ૯ પૂજા છે પગથારીઓ રે લો, ઉર્ધ્વગતિનો એહ રે રાજેસર નીચ ગતિ નવિ સંચરે લો, જિનવર પૂજે જેહરે રાજેસર૦ ૧૦ ઉત્તમ એહ છે અર્ગલા રે લો, નરકતણી નિરધાર રે રાજેસર ત્રિવિધ પૂજે તે સહી રે લો, સુખ પામે સંસાર રે રાજેસર૦ ૧૧ ત્રિભુવન કંટકી પાતકી રે લો, રાવણ રાણો જેહ રે રાજેસર પૂજાથી પામ્યો સહી રે લો, તીર્થંકર પદ તેહ રે રાજેસર૦ ૧૨ સત્તર ભેદે શુભ ભાવશું રે લો, રાયપાસેથી માંહી રે રાજેસર સૂર્યાભદેવે પૂજ્યા વળી રે લો, જુગતિ શું જિનરાય રે રાજેસર૦૧૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસો) પૂજ્ય શ્રી જિનરાજને રે લો, દ્રૌપદી એ મન રંગ રે રાજેસર સંદેહ હોય તો જોજો તમે રે લો, જ્ઞાતાધર્મ ક્યાંગ રે રાજેસર૦ ૧૪ પ્રાણી અનેક પૂજા થકી રે લો, પામ્યા શિવપુર વાસ રે રાજેસર તે માટે તમે આદરો રે લો, અર્ચાનો અભ્યાસ રે રાજેસર૦ ૧૫ ૩ત વ : श्री शत्रुञ्जयमाहात्म्य पञ्चम पर्वे दुग्धघृतेन पयसा, सितया चंदनेन च । पञ्चामृतेन योऽर्हन्तं स्नापयेोऽमृतताशनः ॥ १ ॥ : अष्टप्रकारी पूजा चरित्र, प्रथम शतके वरगंद, धूव, चोक्खखहेहिं कुसुमेहिं पवरदीवेहिं, નિવેઝ, ન, નહિં, નિપૂયા મા દોડું | ૪ | પૂજા અષ્ટપ્રકારની રે લો, વારુ છે સુવિચિત્ર રે રાજેસર સુગંધ સુરભિ દ્રવ્યની રે લો, પહેલી પૂજા પવિત્ર રે રાજેસર૦ ૧૬ બીજીયે ધૂપ ઉખેવિયે રે લો, અક્ષત શાલિ અમૂલ રે રાજેસર ત્રીજી પૂજા તેહની રે લો, ચોથી ચઢાવિયે ફૂલ રે રાજેસર૦ ૧૦ દેહરે દીવો કીજીયે રે લો, પાંચમી પૂજા તેહ રે રાજેસર નિર્મળ પૂજા નૈવેધની રે લો, છઠ્ઠી આપે ભવ છેહ રે રાજેસર૦ ૧૮ ફળદાયક ફળની કહી રે લો, સાતમી પૂજા શ્રીકાર રે રાજેસર ઉત્તમ જળની આઠમી રે લો, દોલત સુખ દાતાર રે રાજેસર૦ ૧૯ ઉપસર્ગ નવિ ઉપજે રે લો, વિઘન વેલી છેદાય રે રાજેસર મન પ્રસન્ન રહે સદા રે લો, જો પૂજે જિનરાય રે રાજેસર૦ ૨૦ નવે ગ્રહ વિહડે નહિ રે લો, ભય પામે ભંગાણ રે રાજેસર દુષ્ટ દેવ દુજે નહિ રે લો, થાયે કોડિ કલ્યાણ રે રાજેસર૦ ૨૧ ૩ન્ત : आयुष्कंयदि सागरोपममितं, व्याधि-व्यथा-वर्जितं । पांडित्यं च समस्त वस्तु विषय प्रावीण्य लब्धास्पदं ॥ जिहवा कोटिमिता च पाटवयुता, स्यान्मे धरित्रीतले । नो शक्तोऽस्मि तथाऽपि, वर्णितुमलं तीर्थेश पूजाफलम् ॥ १ ॥ Page #46 -------------------------------------------------------------------------- ________________ T S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ . સુર અસુરપતિ સારીખા રે લો, મોટા યતિ મહાનુભાવ રે રાજેસર સમરથ નહિ કહેવા સહિ રે લો, પૂજાનો પ્રભાવ રે રાજેસર૦ ૨૨ જિનના ભવન જે કરે રે લો, ભરાવે શ્રી જિનબિંબ રે રાજેસર જિનપૂજાથી પ્રાણી કહે રે લો, ઉત્તમ ફળ અવિલંબ રે રાજેસર૦ ૨૩ શ્રાવક સાચા તે કહ્યા રે લો, જેહને પૂજાશું પ્રીતિ રે રાજેસર દ્રવ્ય ભાવે પૂજિયે રે લો, એક જ ઉત્તમ રીતિ રે રાજેસર૦ ૨૪ હરિચંદ્ર નૃપને હવે રે લો, પૂજાશું થયો પ્રેમ રે રાજેસર પરગટ પાંચમી ટાળમાં રે લો, ઉદયરત્ન કહે એમ રે રાજેસર૦ ૨૫ ભાવાર્થ : શ્રી હરિચંદ્ર રાજવી શ્રી વિજયચંદ્ર કેવલી પાસે પોતાને યોગ્ય ધર્મ યાચી આ રહ્યો છે. ત્યારે કેવલી ભગવંત હરિચંદ્ર રાજવીના મનનો અભિપ્રાય જાણીને ફરમાવી રહ્યા ની છે કે હે રાજેશ્વર ! દેવોના પણ દેવ સર્વ દેવોની મધ્યે દીપતા વીતરાગ પરમાત્મા છે. જે કરી પોતે કરેલા છે. બીજાને તારવા સમર્થ છે. જે પોતે બોધ પામેલા છે. બીજાને બોધ પમાડવા તૈયાર છે. જે રાગ - દ્વેષ રૂપી બંધનથી મુક્ત છે. બીજાને મૂકાવનાર છે. જ્યારે બીજા દેવો પોતે સંસાર સાગરમાં ડૂબેલા છે, તે બીજાને શું ઉગારે ! પોતે જ ભવવનમાં ભ્રમણ કરી B રહ્યા છે. બીજાના ભવભ્રમણને શું અટકાવે ! માટે મોક્ષમાર્ગના સાર્થવાહ સમ વિતરાગ ની પ્રભુ સર્વ દેવોમાં દીપતા છે અને તેમને પૂજવાથી દરેક પ્રકારના પાપો દૂર થાય છે. (૧) વળી અરિહંત દેવની પૂજા કરવાથી પાપો તો દૂર થાય છે. સાથે મનોવાંછિત ફલની દિ પ્રાપ્તિ થાય છે. તેમજ મનમાં જે જે ઈચ્છા કરી હોય તે ઈચ્છિત પણ પ્રાપ્ત થાય છે. (૨) વળી હે રાજેશ્વર ! જેમણે અષ્ટકર્મ રૂપી શત્રુને હણીને કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું છે જેઓ છે. અઢાર દોષથી રહિત છે. જે અનંત ગુણોની ખાણ છે. (૩) ચોસઠ ઈન્દ્રો જેમનાં ચરણોમાં નમસ્કાર કરી રહ્યા છે. સુર-અસુર, નર-નારી જેમની ઇં નિ સેવા કરે છે. જે ત્રણ ભુવનમાં સર્વ જીવોને તારવા સમર્થ છે. જે જગતના ગુરુ છે. જે જગતને આધારભૂત છે. (૪) વળી જે સર્વજીવના મનોગત ભાવને જાણી શકે છે. જે ત્રણલોકને સમકાળે જોઈ શકે વી છે. જે શિવગતિના સ્વામિ છે. વળી જે સર્વજ્ઞના બિરૂદથી ઓળખાય છે. (૫) તેમજ જે વળી ભૂત – ભવિષ્ય - વર્તમાન સર્વકાળના સ્વરૂપને સમકાળે જાણે – દેખે છે ૩. જે નિર્મળ જ્ઞાનના ભંડાર છે. (૬) Page #47 -------------------------------------------------------------------------- ________________ SSS SSS SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) ની દિ એવા અરિહંત દેવ સર્વજીવોના સંશયને હરનારા છે. જગતના સર્વ જીવોના રક્ષણહાર રે ન છે. વળી જે પંચમ સ્થાન એટલે મોક્ષને પામ્યા છે. એવા અનેક અરિહંતો થયા છે. (૭) કરી આગામીકાળ થવાના છે. જે અનંત ગુણ સમુદાયના ધારક છે. વર્તમાન ઋષભાદિક 6 ચોવીશ તીર્થકર મુક્તિગામી છે. (૮) કે હે રાજેશ્વર ! અરિહંત પરમાત્માની પ્રતિમાને પૂજતાં મનવાંછિત લીલા પ્રાપ્ત થાય છે. કરી મનના મનોરથ ફળીભૂત થાય છે અને આપણું દિલ પણ પાવન બને છે. (૯) જે જીવ જિનવરને પૂજે છે. તે નીચ ગતિમાં ક્યારેય જતો નથી, તે તો ઉર્ધ્વગતિમાં જ E જાય છે. પૂજા ઉર્ધ્વગતિમાં લઈ જવાનો માર્ગ છે. (૧૦) વળી પૂજા એ નરકના દ્વાર બંધ કરવાની ઉત્તમ અર્ગલા છે. જે જીવ મન-વચ-કાયાના | ત્રિવિયોગે પૂજા કરે છે. તે સાંસારિક સુખ સંપૂર્ણપણે પામે છે. (૧૧) ત્રણ ભુવનમાં જે મહા કંટકી અને મહા પાતકી તરીકે પ્રખ્યાત થયેલો છે. એવા રાજા રાવણે પણ જિનપૂજાથી તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું છે. (૧૨) ની વિવેચનઃ અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા ગયેલ રાવણ અને મંદોદરી અષ્ટપ્રકારી પૂજા કર્યા બાદ ભાવપૂજા કરતા, મંદોદરી નૃત્ય પૂજા કરી રહી છે. ત્યારે રાવણ વીણા વગાડી રહ્યો છે. વીણા વગાડતા વીણાનો તાર તૂટી ગયો. તેથી નૃત્ય કરતી મંદોદરી બેધ્યાન ન Tી થઈ જાય તે માટે પોતાની જાંઘની નસ ખેંચી લઈ વીણામાં જોઈન્ટ કરી દીધી. આમ અરિહંત પરમાત્માની પૂજા કરતા રાવણે તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું. તેમજ હે રાજન્ ! “રાયપશ્રેણી' સૂત્રમાં કહ્યું છે કે “સૂર્યાભદેવે સત્તર પ્રકારે ભાવથી | અરિહંત પરમાત્માની પૂજા કરી. (૧૩) દ્રૌપદીએ પણ મનના ઉલ્લાસથી શ્રી જિનેશ્વરની પૂજા કરી. હે ભવ્યજીવો ! આ દિની વાતમાં તમને સંદેહ હોય તો ‘જ્ઞાતાધર્મક્યાંગ” નામના આગમને વાંચો; વાંચીને આચરણમાં મૂકો. (૧૪) આ રીતે હે હરિચંદ્રરાજા ! અરિહંત પમાત્માની પૂજા કરવાથી અનેક ભવ્યાત્મા “મુક્તિવાસ'ને પામ્યા છે તે માટે હે રાજન્ ! તમે પણ અર્ચાનો અભ્યાસ (પૂજા વિધિ) | કરવા માંડો. (૧૫) उक्तं च :- श्री शत्रुञ्जयमहात्म्य पञ्चमपर्वे શ્રી શત્રુંજય મહાત્મના પાંચમા પર્વમાં કહ્યું છે કે Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ दुग्धघृतेनपयसा सितया चंदनेन च । पञ्चामृतेन योऽर्हन्तं स्नापयेत्सोऽमृताशनः ॥ १ ॥ દૂધ, ઘી, પાણી, સાકર અને ચંદન આ પંચામૃત વડે જે અરિહંત પરમાત્માનો અભિષેક કરે છે, તે અમૃત સમાન મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. ડાં ૬ :- અષ્ટપ્રજારી પૂના ચરિત્ર પ્રથમ શતò અષ્ટપ્રકારી પૂજા ચરિત્રના પ્રથમ શતકમાં કહ્યું છે કે – વરચંદ્ર, ઘૂવ, ચોવવવહિં, સુમેર્દિ પવવીનેહિં । નિવેખ, ત, નતેહિં, નિળપૂયા અટ્ઠહા હોર્ફ ॥ ૪૬ ॥ હે રાજેશ્વર ! ઉપરોક્ત આઠ પ્રકારની પૂજા અષ્ટ પ્રકારની છે, તેમાં પ્રથમ સુગંધીસુરભી ચંદન દ્રવ્યની પવિત્ર પૂજા કહેલી છે. (૧૬) બીજી ધૂપ ઉખેવવાની. ત્રીજી અક્ષત (ચોખા)ની, ચોથી પુષ્પપૂજા, પાંચમી પૂજા જિનાલયે દીવો કરવો. છઠ્ઠી નિર્મલ એવી નૈવેદ્ય પૂજા છે જેથી ભવનો અંત થાય છે. મોક્ષફલદાયક ફલની સાતમી પૂજા છે અને આઠમી જલપૂજા જે સંપત્તિ તથા સુખને આપનારી છે. (૧૭, ૧૮, ૧૯) વળી અરિહંતદેવની અર્ચા કરનારને તાત્કાલિક ફલ એ મળે છે કે ઉપસર્ગ ઉત્પન્ન થતા નથી. વિદ્નની વેલડીઓ પણ છેદાય છે અને મન સદા પ્રસન્ન રહે છે. જિનવરની પૂજા કરવાથી આ પ્રમાણે તાત્કાલિક ફલ પ્રાપ્ત થાય છે. (૨૦) જો કોઈને નવગ્રહ નડતાં હોય તો તે પણ પરમાત્માની પૂજાથી નાશ પામે છે. સાતે ભયો ભાંગી પડે છે. દુષ્ટદેવનો પ્રકોપ, ઉપદ્રવ, થતો નથી અને ક્રોડ કલ્યાણને પામે છે. યતઃ ૩ાં ૬ :- જે કારણથી કહ્યું છે કે आयुष्कं यदि सागरोपममितं, व्याधि-व्यथा वर्जितं पांडित्यं च समस्त वस्तु विषय प्रावीण्य लब्धास्पदं जिह्वा कोटिमिता च पाटवयुता स्यान्मे धारित्रितले । नो शक्तोऽस्मि तथाऽपि वर्णितुमलं तीर्थेश पूजाफलम् ॥ જો કદાચ વ્યાધિ અને વ્યથાથી વર્જિત સાગરોપમ પ્રમાણનું આયુષ્ય હોય, સમસ્ત વસ્તુ વિષયને જણાવનારું પાંડિત્ય હોય, પ્રવીણતાથી ઈચ્છિત સ્થાનને પામી શકાતું હોય, બુદ્ધિ ચાતુર્યથી યુક્ત પટુતાવાળી કરોડો જીભ પૃથ્વીતલને વિષે હું પ્રાપ્ત કરું, તો પણ ૩૧ Page #49 -------------------------------------------------------------------------- ________________ T TETTAT/HTAT શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) TET | તીર્થેશની પૂજાના ફલનું વર્ણન હું કરી શકું તેમ નથી. અર્થાત્ કરોડો જીભ ભેગી મળીને દિન પણ વર્ણન કરી શકે નહિ તેટલું પરમાત્માની પૂજાનું ફલ છે. નિ સુરપતિ, અસુરપતિ, મોટા આચાર્યો, ગીતાર્થો પણ અરિહંતની પૂજાનો પ્રભાવ કહેવા આ સમર્થ નથી. (૨૨) હે રાજેશ્વર ! કોઈ પ્રાણી જિનભવનોનું નિર્માણ કરાવે અગર જિનબિંબ ભરાવે તેનાથી ન જે ફલ પ્રાપ્ત થાય તેટલું જ ઉત્તમ ફલ વિના વિલંબે જીવ જિનપૂજાથી પ્રાપ્ત કરે છે. વળી જેને પ્રભુપૂજાથી પ્રીત છે તે જ સાચા શ્રાવક કહેવાય છે. દ્રવ્ય અને ભાવથી પ્રભુ | પૂજા કરવી તે ઉત્તમ વિધિ કહ્યો છે. (૨૪) ક વિવેચન : દ્રવ્યપૂજા એટલે ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફલ, જલ આદિથી મિની પૂજા કરવી તે અને ભાવપૂજા એટલે પરમાત્માની સ્તુતિ કરવી. સ્તવન ગાવા, ગુણોનું ગુણગાન કરવું. ચૈત્યવંદન, દેવવંદનાદિ, વિધિ તથા નૃત્ય, ગીત, ગાન કરવા તેને ભાવપૂજા કહેવાય છે. પાંચમી ઢાળમાં ઉદયરત્નજી મહારાજ કહે છે પૂજાના ફળનો અધિકાર સાંભળીને હવે હરિચંદ્રરાજા પણ પૂજા કરવા પ્રત્યેના અનુરાગી અને પૂજા કરવાના પ્રેમી બન્યા છે. (૨૫) Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧છે TY ૨ & '8 લો 9 TEPE BBD / Iી , - / _. 46) ITIES છે ૪ સૌજન્ય : ભક્તિવર્ધક હાલારી જૈન સંઘ જ્ઞાનખાતામાંથી-અજંતાનગર Page #51 --------------------------------------------------------------------------  Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ છઠ્ઠી || દોહા || ભૂપતિ વળતુ ઈમ ભણે, ભાખો જિન જગભાણ; પૂર્વે જિન પૂજ્યાં થકી, કોણ પામ્યાં કલ્યાણ. ૧ અષ્ટપ્રકારી ઉપરે, અષ્ટ અર્થે દ્રષ્ટાંત; કહે કરુણાનિધિ કેવળી, સાંભળ નૃપ થઈ શાંત. ૨ ગંધ પૂજાના ગેલશું, ગુણ સાંભળ રાજેંદ્ર; સુંદર રૂપ સુંદર તનુ, પામે પરમાણંદ. ૩ જિમ જયસૂરને શુભમતિ, ગંધપૂજા પરમાણ; ત્રીજે ભવ ભવજલ તરી, પામ્યા પદ નિરવાણ. ૪ उक्तं च अष्टप्रकारी पूजा चरित्रे : अंगं गंधं सुगंधं, वण्णं रूवं सुहं च सोहगं પાવેć પરમપયંપિદુ, પુરિો નિળબંધપૂર્વીર્ ॥ ૪૨ ॥ जह जयसूरेणं जाया, सहिएणं तइय जम्मं मि સંપત્ત નિબાળ, નિાંવ્ર ગંધ પૂયાદ્ || ૪૨ે || પહેલી પૂજા ઉપરે, સુણ તેહનો સંબંધ; જુગતે જંપે કેવલી, સાંભળ નૃપ હરિચંદ. ૪ ભાવાર્થ : પૂજાના ફળનો અધિકાર સાંભળી હરિચંદ્ર રાજવી વિજયચંદ્ર કેવલીને ફરી પૂછી રહ્યા છે. હે સૂર્યસમ જિનેશ્વર ! પૂર્વે જિનપૂજા કરવા થકી કોણ કલ્યાણ કમલાને વર્યા તે કૃપા કરી મને કહો. (૧) ત્યારપછી કરૂણાના ભંડાર એવા કેવલી ભગવંત ફ૨માવી રહ્યા છે કે હે રાજન્ ! શાંત થઈને સાંભળ. અષ્ટપ્રકારી પૂજા ઉપર આઠ દૃષ્ટાંત છે. તે સાવધાન થઈને સાંભળ. (૨) ગંધપૂજાના ગેલથી (આનંદ) હે રાજેંદ્ર ! તું તેનાં ગુણ સાંભળ. તેનાથી સુંદર રૂપ, સુંદર શરીર અને પરમાનંદ પદની પ્રાપ્તિ થાય છે. (૩) તે ગંધપૂજા કરવાથી ત્રીજે ભવે ભવસમુદ્ર તરી નિર્વાણ પદને પામ્યા. તે જયસૂર૨ાજા અને શુભમતિ રાણીનું દૃષ્ટાંત સાંભળ. (૪) ૩૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ SS SS શ્રી અપ્રકારી પૂજાનો રાસ - ૩ખ્ત વ:- કહ્યું છે કે નષ્ટપ્રશ્નારી પૂના વરિત્રે અષ્ટપ્રકારી પૂજા ચરિત્રમાં કહ્યું છે કે ji, fiધ, સુકાપં, વUgi સર્વ સુદ્દે વ સોદા | पावेई परमपयंपिहु, पुरिसो जिणगंध पूयाए ॥ ४२ ॥ જિનેશ્વરની ગંધપૂજાથી જીવ સુગંધી શરીર, સુગંધી વર્ણ, સારું રૂપ, સુખ અને સૌભાગ્ય જ તથા પરમપદને પ્રાપ્ત કરે છે. जह जयसूरेण जाया, सहिएणं तइय जम्म मि । संपत्तं निव्वाणं, जिणंदवर गंधपूयाए ॥ ४३ ॥ જેમ જિનેશ્વરની ગંધપૂજાથી ત્રીજે ભવે જયસૂરરાજાએ પત્નિ સહિત નિર્વાણ પદ પ્રાપ્ત કર્યું, તેમ તમે પણ નિર્વાણ પદને પામો. હે રાજન્ ! પહેલી ગંધપૂજા ઉપર હે હરિચંદ્રરાજા! તેહનો સંબંધ સાંભળ એમ વિજયચંદ્ર કેવલી હરિચંદ્રરાજાને કહી રહ્યા છે. (૫) (કેદાર : ગોડી : નમો રે નમો શ્રી શત્રુંજય ગિરિવર) પચાસ જોયણ વરતે પહોળો, વૈતાઢય પર્વત વાર રે; તે ગિરિને શિર ગજપુર નયર છે, દક્ષિણ શ્રેણી દીદારુ રે રા૦ ૧ રાજ્ય કરે વિધાધર રાજા, જાલિમ જયસૂર નામે રે; પ્રબલ પ્રતાપી વિવિધ સુખ વિલસે, પૂરવ પુણ્ય પરિણામે રે રા૦ ૨ તરૂણી ત્રિજગમેં નહિ તેહવી, તમ પટ્ટરાણી તોલે રે; રૂપ અનુપમ મોહન મુરતિ, દેખી દિણયર ડોલે રે રા૦ ૩ વિહંગમની પરે વિધા તણે બળે, ગગનાંતર અવગાહે રે; વળી મનમોહે બેસી વિમાને, જિહાં જાણે તિહાં જાયે રે રાત્રે ૪ શુભમતિ રાણી તે અતિ સુંદર, અવર ન ઓપમ આવે રે; હાસિત લલિત લીલા ગતિ ગાવિત, હંસગતિને કરાવે રે રા૦ ૫ અભિનવ ઐન ઈંદ્રાણી જાણે, સૂરપતિ શું રીસાવી રે; જયસૂર રાજા જોરાવર જોઈ, આશરે તેહને આવી રે રા૦ ૬ પુણ્ય પ્રયોગે સુખ સંયોગે, ભરતારશું રહે ભીની રે; પંચ વિષય વિકસે અતિ પ્રેમ, અહનિશ રહે ઘણું લીની રે રા૦ ૭ સા સુંદર શૈયામાં પોઢી, એકદિન માઝિમ રાતે રે; દિનકર મંડલ સપનામાં દેખી, હરખી મન સંઘાતે રે રાત્રે ૮ Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ સુરલોકથી સૂર કોઈ ચવી તવ, તેહની કૂખે અવતરીયો રે; પૂરવ દિશિ જિમ દિનકર પ્રગટે, સીપે મોતી સંચરિયો રે રા૦ પ્રીતમને પૂછે સા પ્રમદા, સુપન સુણી ગૃપ સંતો રે; કામિનીને કહે કુલમંડન, પુત્ર હોંશે પુણ્યવંતો રે રા૦ ૧૦ ઈમ સુણી સા આનંદ પામી, હરખે હિયડુ હિસે રે; ઉત્તમ દોહિલા ઉપજે તે સવિ, પૂરે ભૂપ જગીશ રે રા૦ ૧૧ ગર્ભતણે અનુભાવે તેહને, ઈચ્છા ઉપજી એહવી રે; અષ્ટાપદ જઈ જિનવર અરચી, ગંધપૂજા મેં કરવી રે રા૦ ૧૨ રાજાને કહે મનને રંગે, ગિરિ અષ્ટાપદ ગેલે રે; પૂજાને હેતે પ્રભુ જઈએ, બેહું જણ આપણ બેલે રે રા૦ ૧૩ રમણીને વશ છે રાજેસર, વળી નહિ વિખવાદ રે; માંહોમાંહે છે ઘણી માયા, મોતી જિમ નરમાદા રે રા૦ ૧૪ ગોરીનું ગાયું તે ગાય, કથન ન લોપે કિહાં રે; વનિતા વચને બેસી વિમાને, પરિવર્યોં બહુ પરિવારે રે રા૦ ૧૫ અનુક્રમે અષ્ટાપદ ગિરિ ઉપરે, આવ્યા સહુ આણંદે રે; ૠષભાદિક જિનવર મનરંગે, વિધિશું વળી વળી વંદે રે રા૦ ૧૬ કેસર સુખડ કુસુમ મળીને, પૂજા સાર પ્રકારી રે; આંગી રચી અરચા કરી ઉલ્લટે, ભાવે સહુ નરનારી રે રા૦ ૧૭ ગંધપૂજા કીધી મન ગેલે, શુભમતિ રાણી રાગે રે; પૂજા જિનવર પ્રણમી પ્રેમે, મુગતિતણાં સુખ માંગે રે રા૦ ૧૮ યાત્રા કરી જુહારી જિનવર, ભેટી વળ્યો ભૂપાલો રે; ઉદયરત્ન કહે છઠ્ઠી ઢાળે, સુણજો વાત વિશાલો રે રા૦ ૧૯ જયસૂરરાજા અને શુભમતિ રાણીનું દૃષ્ટાંત ભાવાર્થ : પચાસ યોજન પહોળો વૈતાઢ્ય પર્વત છે. તે પર્વતની દક્ષિણ શ્રેણીએ પર્વતના મસ્તક સ્થાને ગજપુર નગર છે. ત્યાં ‘જયસૂર' નામે વિદ્યાધર રાજા રાજ્ય કરે છે. તે પ્રબલ પ્રતાપી છે અને પુણ્યના પ્રભાવે વિવિધ પ્રકારનાં સુખને ભોગવે છે. (૧, ૨) ૩૫ ૯ Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ તે રાજાને અનુપમ રૂપવતી જાણે મોહનમૂરતિ ન હોય તેવી કે જેને જોઈને સૂર્ય પણ ડોલી ઉઠે છે. ત્રણ જગતમાં તેની તોલે કોઈ આવી શકે નહીં તેવી પટ્ટરાણી છે. (૩) તે પક્ષીની જેમ વિદ્યાના બળે ગગનાંતરે ઉડી શકે તેવી, મનના હર્ષથી આનંદથી વિમાનમાં બેસી જ્યાં જવું હોય ત્યાં જઈ શકે તેવી છે. (૪) કોઈની ઉપમા આપી ન શકાય તેવી (અર્થાત્) તેનું રૂપ એવું છે કે જગતમાં તેની સરખામણી થાય તેવી કોઈ વસ્તુ નથી. ત્રણ જગતમાં તેના જેવી કોઈ સ્ત્રી નથી. ચાલમાં હંસગતિને પણ હરાવે તેવી શુભમતિ નામે અતિસુંદર ગુણશાલીની પટ્ટરાણી છે. (૫) વળી તે જાણે મનોહર ઇંદ્રાણી હોય તેવી શોભતી જાણે સુ૨૫તિને રીઝાવે છે અને જોરાવર જયસૂર રાજાને જોઈ તેનાં આશરે તે આવી. (૬) પુણ્યનાં યોગથી સુખ સંયોગે પોતાના ભરથાર સાથે મસ્તીથી રહે છે. અતિ પ્રેમથી પંચવિષય સુખમાં લીન રહે છે. (૭) તેવામાં એક દિવસ સુંદર સુખ-શય્યામાં પોઢેલી એવી તેણીએ મધ્યરાત્રે સૂર્યમંડલ સ્વપ્રમાં જોયો અને તે દેખી હર્ષિત થઈ. (૮) દેવલોકથી કોઈ દેવ ચ્યવી શુભમતિની કુક્ષીને વિષે અવતરીયો, જેમ પૂર્વ દિશામાં દિનકર પ્રગટે, વળી છીપમાં જેમ મોતી નીપજે તેમ શુભમતિની કુક્ષીને વિષે સુરલોકથી દેવ ચ્યવી આવ્યો. (૯) આવા પ્રકારનું સુંદર મનમોહક સ્વપ્ર જોઈ શુભમતિ પોતાને આવેલા સ્વપ્રનું ફલ પોતાના પ્રિયતમને પૂછે છે અને જયસૂર૨ાજા પણ પોતાની પ્રિયતમાને કહે છે કુલમાં દિપક સમાન પુણ્યશાલી એવો પુત્રરત્ન આપણે ત્યાં જન્મ પામશે. (૧૦) એ પ્રમાણે પોતાના સ્વામીના વચનો સાંભળી આનંદ પામી હૈયું હર્ષિત થયું અને ગર્ભના પ્રભાવે ઉત્તમ દોહલા ઉત્પન્ન થાય છે. તે સર્વે દોહદ રાજા પૂર્ણ કરે છે. (૧૧) હવે ગર્ભના પ્રભાવે ‘શુભમતિ’ રાણીને અષ્ટાપદ તીર્થે જઈ જિનેશ્વરની ગંધપૂજા મારે કરવી તેવો દોહલો ઉત્પન્ન થયો. (૧૨) એ પ્રમાણે મનના ઉમંગ સાથે રાજાને કહી રહી છે કે અષ્ટાપદ તીર્થે આપણે પરમાત્માની પૂજા કરવા સાથે જઈએ. (૧૩) રાજા પણ રાણીને વશ છે. (રાજા રાણીનું કહ્યું દરેક કામ કરે છે) બંને વચ્ચે ક્યારેય વિખવાદ થતો નથી. પરસ્પર બંનેને સારી માયા છે. (૧૪) ૩૬ Page #56 -------------------------------------------------------------------------- ________________ I | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રસ - 1 3ી રાજા રાણીના કહ્યા મુજબ બધું જ કરે છે. ક્યારેય પણ રાણીનું વચન લોપતો નથી, દવા છે તેથી રાજા ઘણાં પરિવારથી પરિવાર્યો થકો વિમાનમાં બેઠો. (૧૫) અને અનુક્રમે સહુ આનંદથી અષ્ટાપદગિરિ ઉપર આવ્યા અને વિધિપૂર્વક ઋષભાદિક ન | ચોવીશ તીર્થકરને મનરંગે વારંવાર વંદન કરે છે. (૧૬) ત્યારબાદ રાજા-રાણી સહિત સહુ નર-નાર કેસર - સુખડ કુસુમાદિની સત્તર પ્રકારે આની પૂજા કરે છે. આંગી રચે છે અને સહુ નરનારીઓ ઉલ્લાસપૂર્વક ભાવથી પરમાત્માની ગંધ- | પૂજા કરે છે. (૧૭) : આ પ્રમાણે ગર્ભના પ્રભાવે પ્રગટ થયેલ ઉત્તમ દોહલાનુસાર શુભમતિ રાણી અષ્ટાપદ આ પર્વતે જઈ ગંધપૂજા કરે છે અને જિનવરના પાય પ્રણમી પ્રેમપૂર્વક વિતરાગ પાસે Aી “મુગતિતણાં' સુખ માંગવા લાગી. (૧૮) એ પ્રમાણે અષ્ટાપદ તીર્થની યાત્રા કરી, જિનવર જુહારી (તીર્થને ભેટી) રાજા પાછો S. વળ્યો એ પ્રમાણે છઠ્ઠી ઢાળમાં ઉદયરત્નજી મહારાજ કહે છે તે શ્રોતાજનો ! તમે ધ્યાન સી દઈને સાંભળો. (૧૯) Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ સાતમી || દોહા || નરનારી જિનને નમી, કરતા જિન ગુણગાન; વિમાને બેસી ચાલે વળી, ધરી મન જિનનું ધ્યાન. ૧ વિમાન ચાલે વારુ પરે, આકાશે અભિરામ; ગિરિકંદર વન ગહન ઘન, જોતાં નવ નવ ઠામ. ૨ નવ નવ જનપદ નીરખતાં, નદી નગર નગ શૃંગ; જુએ જાલિમ કેસરી, વિવિધ વૃક્ષ ઉત્તુંગ, ૩ ઈમ અનુક્રમે આવતાં, વારુ એક વનખંડ; ફૂલ્યો સફળ સોહામણો, કુસુમ સુવાસ કરંડ. ૪ આવી તે ઉધાનમાં, વેગે રાખી વિમાન; નયણ રસે, નરનારી સવિ, અવલોકે તે યાન. ૫ ભાવાર્થ : જયસૂ૨૨ાજા અને શુભમતિરાણી તથા સર્વે નરનારીઓ અષ્ટાપદની યાત્રા કરી જિનેશ્વ૨ને નમસ્કાર કરી જિનના ગુણગાન કરતાં, જિનનું ધ્યાન ધરતાં વિમાને બેસી ચાલ્યા. (૧) વિમાન પણ સુંદર રીતે આકાશને વિષે ચાલતું ગિરિકંદ્રા, ગહનવન પ્રદેશ ૫૨ થઈ નવા નવા સ્થાનોને જોતું ચાલ્યું. (૨) તેમજ વળી નવાં નવાં જનપદને નીરખતું નદી - નગ૨ - પર્વત - શિખરો, વનકેસરી જાલિમ સિંહને અને અનેક પ્રકારનાં ઊંચા વૃક્ષોને નિહાળતું આગળ વધી રહ્યું છે. (૩) અને અનુક્રમે ચાલતાં સહુ એક સુંદર વનખંડને વિષે આવ્યાં. તે વનખંડ કેવો છે તે બતાવતાં કહે છે કે તે વનખંડ ચારે બાજુથી ફૂલ્યો ફાલ્યો ખીલી ઉઠેલો સોહામણો લાગે તેવો છે. જેમ કરંડિયામાં રહેલ પુષ્પની સુવાસ છાની રહેતી નથી તેમ સંપૂર્ણ ‘વનખંડ’ કુસુમની સુરભી સુગંધથી મહેંકી રહ્યું છે. (૪) તેવા વનખંડને વિષે વિમાન આવીને ઉતર્યું અને રાજા - રાણી સહિત સર્વે નર-નારીઓ તે ઉદ્યાનનાં સ્થાનને સારી રીતે તેની સૌંદર્યતાને – સુંદરતાને નિહાળી રહ્યા છે. (૫) ३८ Page #58 -------------------------------------------------------------------------- ________________ ક SિSSSSSSSSSSSSS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ (સારંગ મલ્હાર દેશી વિછિયાની) વન અભિનવ નંદન વન સમો, જિહાં ઉત્તમ વૃક્ષ આલી રે; જિહાં ફુલ પ્રફુલ્લિત મહમહે, ફળભારે નમે તરુ ડાલી રે મ૦ ૧ મન મોહિયો તે વન દેખીને, નાનાવિધ વૃક્ષના છંદ રે; સુરભિ અતિ સુંદર મનોહરું, પવને પ્રસરે મકરંદ રે મ૦ ૨ જિહાં સૂરનાં કિરણ ન સંચરે, વળી અજબ શોભા રમણી કરે; સુર પ્રિય છબી સોહામણી, સુંદર દાણું સુગ્રીક રે મ૦ ૩ લલિતા લત્તા તરુ લોલિશું, લપટાણી માહોમાંહી રે; મહિલા જિમ મદભર મોહથી, આલિંગન દિયે ઉછાંહિ રે મ૦ ૪ વસંત તિહાં વાસો વસ્યો, શીતલ વાયે સમીર રે; નાના મોટા તરુનાં તિહાં, જિહાં ગુચ્છ ઘણાં ગંભીર રે મ૦ ૫ તિહાં સજળ સરોવર સુંદરું, જાણે સુરસરની જોડી રે; ઝીણે સ્વરે જિહાં રણઝણે, મધુકર માલતીને છોડી રે મ૦ ૬ તે વન દીઠે દુઃખ વિસરે, જિહાં પંખીતણો નહિ પાર રે; એવી લીલા ઉધાનની, નીરખે સહુ નરનાર રે મ૦ ૭ રાજા રાણી મન મેળશે, નાનાવિધ વનના ખ્યાલ રે; નીરખે નેહશું તે વળી, પ્રફુલ્લિત વેલિ ગુલ્લાલ રે મ૦ ૮ તેણે અવસર આવ્યો તિહાં, દુરગંધ દાણું દુરવાસ રે; મુંહ મરડીને કહે માનીની, સ્વામી સુણો અરદાસ રે મ૦ ૯ એહવા સુરભિ વનખંડમાં, કિહાંથી આવ્યો દુરગંધ રે; જુએ આસપાસે જિ દીઠો, તિહાં એક મુસીંદ રે મ ૧૦ કાયાની માયા મૂકીને, તનુ વોસિરાવી તેહ રે; ઉભો છે ધ્યાનને અનુસરી, ચળાવ્યો ન ચળે જેહ રે મ૦ ૧૧ મલ મલિન ગાત્ર છે જેહનું, ન સમારે જે નખ કેશ રે; જે શરીર સુશ્રુષા નવિ કરે, માયા ન ધરે લવલેશ રે મ૦ ૧૨ Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ મેલુ તન મેલાં લુગડાં, નિરમલ જેહનું છે મન રે; સ્નાન કરી કાયા ન સાચવે, વિષય તજી સેવે વન રે મ૦ ૧૩ લુખો એક ધર્મનો લોભિયો, ઉગ્ર તપી અવધૂત રે; લોહી ને માંસ ઘટી ગયા, કરૂણાવંત કરકડી ભૂતરે મ૦ ૧૪ કાઉસ્સગ્ગ કરી કાયા કસે, ક્ષમાવંત તે તનુ ક્ષીણ રે; માસોપવાસી મહાયતિ, કષાયે કરી જે હીણ રે મ૦ ૧૫ આતમનો અરથ તે ઓળખી, પાળે છે સુધો પંથ રે; વ્યવહાર થકી જે વેગળો, નિશ્ચય મારગી નિગ્રંથ રે મ૦ ૧૬ દરશન દીઠે દૂરગતિ ટળે, સેવાથી લહિયે શિવવાસ રે; એહવો ઉત્તમ અણગાર તે, કૃતકર્મ તણો કરે નાશ રે મ૦ ૧૭ ગગનમણિ કિરણ થકી ગળે, માખણ પરે જેહનું શરીર રે; ચિહું દિશે પરસેવો વળ્યો, જિમ નિઝરણે ઝરે નીર રે મ૦ ૧૮ તન મલિન અને તાપે કરી, વાધ્યો તેણે દુરવાસ રે; તો પણ મુનિવર છાયા તજી, આતમ લીયે ઉલ્લાસ રે મ૦ ૧૯ રાજા રાણી તે સાધુના, પ્રેમૈશ્ પ્રણમે પાય રે; ઉદયરત્ન કહે સાંભળો, એ સાતમી ઢાળ ઉચ્છાંહિ રે મ૦ ૨૦ ભાવાર્થ : કવિ ઉદયરત્નજી મહારાજ વનખંડની શોભાનું વર્ણન કરતાં કહે છે કે તે વન જાણે નવું નંદનવન ન હોય તેવું શોભી રહ્યું છે. તે વનમાં ઉત્તમ વૃક્ષોની શ્રેણીઓ છે. તેનાં ફૂલો જાણે હસતાં ખીલતાં અત્યંત મનોહર સુગંધ ફેલાવી રહ્યા છે અને તે વૃક્ષોની ડાળી ફૂલના ભારથી અત્યંત નમી ગઈ છે. (૧) આ વનખંડની મનોહર શોભા જોઈને રાજાનું મન વનખંડને વિષે મોહી રહ્યું છે. અનેક પ્રકારનાં વૃક્ષનો સમૂહ સુગંધીને પ્રસરાવી રહ્યો છે. સુંદર અને મનોહર વનખંડમાં મંદ મંદ પવન પણ આવી રહ્યો છે. (૨) વળી તે વનખંડ એવો તો રમણીય છે કે જ્યાં સૂર્યનાં કિરણોનો સંચાર પણ થતો નથી. તેથી મુસાફરોને શીતલતા આપી રહ્યો છે. તેની શોભા અજબ ગજબની છે. (૩) તે વનખંડમાં જાણે વસંતઋતુએ વાસ કર્યો હોય તેમ શીતલ વાયુ પ્રસરી રહ્યો છે. નાના-મોટાં વૃક્ષના ગુચ્છ ત્યાં રહેલા છે. તે અતિ ગંભીર લાગી રહ્યા છે. સુંદર તરુ-લત્તા ૪૦ Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ માંહોમાંહિ લપટાઈ ગઈ છે. તે જાણે મહિલા તેની શોભા જોઈ મદભર આલિંગન દે છે. આવી વનખંડની મનોહરતાં છે. (૪, ૫) વળી તે વનખંડને વિષે સુંદર સરોવર છે. તે જાણે સુરલોકનાં સરોવર સાથે સરસાઈ કરી રહ્યું છે. વળી ભમરાઓ માલતીને છોડીને તે સરોવરને વિષે ઝીણા સ્વરે રણકાર કરી રહ્યા છે. (૬) આવા અતિ ૨મણીય વનખંડની સૌંદર્યતા જોવાથી માનવીનાં દુઃખ વિસારે પડી જાય છે. ત્યાં પક્ષીઓનો તો પાર નથી. આવી ઉદ્યાનની લીલાને સહુ નર-નારીઓ નીહાળી રહ્યા છે. (૭) આવા વનખંડને જયસૂર૨ાજા અને શુભમતિરાણી અનેક પ્રકારનાં વનનાં વૃક્ષોને પ્રફુલ્લિત વેલડીઓને નેહ ધરીને નિહાળી રહ્યા છે. (૮) તેવામાં એકદમ કોઈ જગ્યાએથી દુરગંધ આવવા લાગી. તેથી શુભમતિ રાણી મુખ મરડીને પોતાના સ્વામીને કહેવા લાગી કે (૯) હે સ્વામિન્ ! મારી એક વિનંતી સાંભળો કે આવા સુરભી વનખંડને વિષે આ દુર્ગંધ ક્યાંથી આવી રહી છે. તે તમે આજુ-બાજુ તપાસ કરી જુઓ. શુભમતિ રાણીની વાત સાંભળી જયસૂરરાજા ચારે બાજુ તપાસ કરી રહ્યા છે અને તપાસ કરતાં તે વનખંડમાં એક મુનિવરને જોયાં, તે મુનિવરને જોઈ રાજાનું મન મુનિવર પ્રત્યે મોહી રહ્યું છે. (૧૦) હવે તે મુનિવર કેવા છે તેનું વર્ણન કરતાં કવિ ઉદયરત્નજી મહારાજ ફરમાવી રહ્યા છે કે - જેમણે કાયાની માયાને વોસિરાવી દીધી છે. જેમનાં ગાત્રો મલિન છે. જેઓ ક્યારે પણ નખ અને કેસ સમારતા નથી. વળી જરા પણ શરીરની સુશ્રુષા કરતાં નથી. શરીરની માયા જેને લગીરે નથી. વળી શ૨ી૨ને વોસિરાવી જે કાઉસ્સગ્ગ ધ્યાનને અનુસરી રહ્યા છે. ગમે તેવા ચલિત કરવા પ્રયત્નો કરો તો પણ ચલિત થતાં નથી. (૧૧, ૧૨) જેનું શરીર મેલું છે. કપડાં મેલા છે. સ્નાન કરીને કાયાને સાચવતા નથી. પણ મન જેનું નિર્મલ છે. પાંચે ઇંદ્રિયના વિષયો જેણે તજી દીધાં છે અને વનવાસ જેમણે સ્વીકાર્યો છે. (૧૩) જે માત્ર ધર્મનો જ લોભી છે. ઉગ્ર તપસ્વી અને અવધૂત યોગી છે. જેમનાં શરીરના રૂધિર અને માંસ ઘટી ગયા છે. વળી સર્વ જીવરાશી પ્રત્યે કરૂણાના સાગર છે. (૧૪) જે કાઉસ્સગ્ગ કરી કાયાનો કસ કાઢી રહ્યા છે. જે ક્ષમાના ભંડાર છે. વળી શરીર જેનું ક્ષીણ થયેલું છે. જે માસોપવાસી મહાયિત છે. વળી જેમણે ચાર-કષાય નવ નોકષાયની ચોકડીને હણી નાંખી છે. (૧૫) ૪૧ Page #61 -------------------------------------------------------------------------- ________________ | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ આત્માનો ધર્મ શું છે? આત્મા એ શું ચીજ છે. તેને ઓળખી લઈ. સંયમ પંથ શુદ્ધ રીતે પાળે છે. વળી જે બાહ્ય વ્યવહારથી વેગળા (દૂર) છે. અને નિશ્ચયથી બાહ્ય અત્યંતર આ પરિગ્રહના ત્યાગી છે. આથી જેઓ નિગ્રંથ કહેવાયા છે. (૧૬) વળી જેમનાં દર્શન કરવા માત્રથી દુર્ગતિ નાશ પામે છે અને સેવા કરવાથી શિવસ્થાન ની પ્રાપ્ત થાય છે. આવા ઉત્તમ અણગાર પોતાનાં કરેલાં કર્મોનો નાશ કરે છે. (૧૭) ગગનમણિના કિરણના તાપથી માખણની જેમ જેમનું શરીર ગળી રહ્યું છે. જેમ કે ઝરણાંનું પાણી ઝર્યા કરે છે તેમ ચારે બાજુથી મુનિના શરીરે પરસેવો વળી રહ્યો છે. (૧૮) એક તરફ તાપ અને બીજી બાજુ પરસેવો, આમ મુનિવરનું શરીર અત્યંત મલિન દ થવાથી દુર્ગધ વધી રહી છે. તો પણ આ ઉગ્ર તપસ્વી મહામુનિ છાયા તજીને (છાયામાં ન કરી ઉભા રહેતા) તાપમાં ઉભા રહી આતાપના લઈ રહ્યા છે. (૧૯) અને મનના શુદ્ધ પરિણામ વધતા જાય છે અને આત્મા ઉલ્લાસથી આનંદથી સંયમની અનુભૂતિ કરી રહ્યા છે. આવા મુનિવરને જયસૂરરાજા અને શુભમતિરાણી પ્રેમથી પ્રણામ કરી રહ્યા છે. એ પ્રમાણે ઉદયરત્નવિજયજી મહારાજ કહે છે. તે શ્રોતાજનો ! ઉમંગપૂર્વક | સાતમી ઢાળ સાંભળો. (૨૦) Page #62 -------------------------------------------------------------------------- ________________ મિ છે કે જો સારી શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસSSS SS ઢાળ આઠમી | દોહા . સુવિધ સંયમવંતના, પ્રણમી પદ અરવિંદ; શુભમતિ કહે કંતને, મોટો એહ મુણીંદ. ૧ ધન્ય ધન્ય એહના ધર્મને, ધન્ય ધન્ય સાધુ સુધીર; ક્ષમાવંત મુનિવર ખરો, ગુણસાગર ગંભીર. ૨ પણ પ્રભુજી એ સાધુમાં, અવગુણ મોટો એક; મહામલિન નહાયે નહીં, ગુણ તેણે ગળિયા છેક. ૩ ગુણ સઘળા જાયે ગળી, સ્નાન વિના સુણો સ્વામ; જો નહાયે પ્રાસુક જલે, તો ઓપે ગુણગ્રામ. ૪ રાજા કહે રાણી પ્રત્યે, ઉત્તમ એહ સુપાત્ર; નાહ્યા વિણ નિર્મલ અછે, મુનિવર મેલે ગાત્ર. ૫ ભાવાર્થ : જયસૂરરાજા અને શુભમતિરાણી વિધિસહિત સંયમધર મુનિના ચરણઆ કમલને વિષે પ્રણામ કરી રહ્યા છે. તેવામાં શુભમતિ રાણી પોતાના કંથને કહી રહી છે કે હે S સ્વામિન્ ! આ મુનિવર મહાન છે. (૧) એમના ધર્મને ધન્ય છે. ધીર-ગંભીર એવા તે મુનિવરને ધન્ય છે. તે મુનિ ગુણથી સાગર જી જેવા ગંભીર છે. વળી ક્ષમાવંત છે. (૨) રી. આમ અનેક ગુણથી મુનિવર મહાન છે. પરંતુ હે પ્રભુ! તે મુનિવરમાં એક મહાન દોષ શિક છે. તે અવગુણ બધાં જ ગુણોને ઢાંકી દે છે. તે સાંભળી રાજા કહે છે કે એવો કયો અવગુણ : તને દેખાય છે ? ત્યારે શુભમતિ કહેવા લાગી કે તેઓનું શરીર અત્યંત મલિન છે. તેઓ સિ સ્નાન કરતાં નથી. તેથી તેમનાં સઘળાંય ગુણ ગળી ગયા છે. (૩) હે સ્વામી ! પૂજયશ્રીના ઘણાં ગુણ પણ સ્નાન વિના એક અવગુણથી ચાલ્યા ગયા છે. તેથી તે મહામુનિવર જો પ્રાસુક જલે પણ સ્નાન કરે તો તેમનો ગુણ સમુદાય ખીલી ઉઠે. (૪) આ પ્રમાણેની શુભમતિ રાણીની વાત સાંભળી જયસૂરરાજા રાણીને કહેવા લાગ્યા કે | નાહ્યા વિના પણ મલિન ગાત્રવાળા એ મુનિવર નિર્મલ છે અને તે જ ખરેખરો તેમનો ધર્મ છે. તેથી તે મુનિવર ખરેખર ઉત્તમ સુપાત્ર છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ SS S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસSS S (પંથીડા સંદેશો પૂજ્યજીને વિનવે રે) નૃપને વચને વાધ્યો નેહલોજી, મોટો મુનિવર એહ સંસાર રે; શુભમતિ રાણી સાધુને ઓળખીજી, વળી વળી વાંદે વારોવાર રે. ૧ અહો અહો બલિહારી અણગારનીજી, મનથી મૂકી મોહની કર્મ રે; સાર ન કરે જે મુનિ શરીરની જી, અહો અહો ક્ષમા તણો આશ્રમ રે. ૨ વળી વિષયને મેલ્યો વેગળોજી, પહેલે ચડતે યૌવનપૂર રે; ભરયૌવનમાં ભામિની જે તજી, સોય સુપુરુષ મોટો શૂર રે. ૩ દયાવંત અને કાયા દમેજી, ઠંડક્યો છ કાયનો આરંભ રે; ઉન્હાળાને તાપે કાયા તપેજી, તો પણ અંગે ન લગાવે અંભરે. ૪ આવી મનમાં ઉત્તમ વાસનાજી, કામિની કહે નિસુણો કંત રે; સ્નાન કરાવી સેવા કીજીયેજી, નિર્મલ થાયે જેમ નિગ્રંથ રે. ૫ નૃપ કહે સાધુ સદા નિર્મલ અઇજી, તપ સંજમ તણે પ્રભાવે રે; રાણી કહે અવધારો રાયજી રે, પુણ્ય મિલ્યો છે. પ્રસ્તાવ રે. ૬ ભક્તિભાવ ઈહાં મને ઉપન્યોજી, તમે કાં થાઓ છો અંતરાય રે; હા માની રાજાયે હેતે કરીજી, પ્રિય પ્રેમદાનો અભિપ્રાય રે. ૭ સ્નાન કરાવે તિહાં સાધુનેજી, પોયણી પગે લેઈ નીર હો; પવિત્ર કર્યું અંગ પખાલીનેજી, ચરચે ચંદન લેઈ શરીર રે. ૮ બાવના ચંદન આદે દેઈ બહુજી, સુરભિ દ્રવ્ય સરસ સુગંધ રે; વિલેપન વૈયાવચ્ચ સાચવીજી, પાખ્યાં મનમાં પરમાનંદ રે. ૯ કાચા જળની કીધી વિરાધનાજી, મુનિપતિ ચિંતે ઈમ મનમાંહી રે; કાઉસ્સગ્નનો ભંગ કીધો નહિજી, ઉપસર્ગ સહે બાષિરાય રે. ૧૦ મુનિ વાંદીને બેઠા વિમાનમાંજી, તિહાંથી કરવા તીરથયાત્ર રે; નરનારી સહુ સમુદાયશુંજી, ગયા નિર્મલ હુએ જેણે ગાત્ર રે. ૧૧ અનુક્રમે પંદર દિવસને આંતરેજી, તીરથ યાત્રા કરીને તેહ રે; આવ્યા ફરી તે ઉધાનમાંજી, નિર્મમ મુનિવરશું ધરી નેહરે. ૧૨ Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ રે. ૧૭ દૂર થકી મુનિવર દીઠો નહિજી, વેગે રાખી સિંહા વિમાન રે; જુએ જંગલમાં અણગારનેજી, રંગશુ રાણી અને રાજાન રે. ૧૩ જોતાં જંગલમાં દીઠો યતિજી, દવનો દગ્ધો જેહવો બબ્દુલ રે; સૂકું ખોખું જેહવું સાપનુંજી, હલકો જેહવો આકનો તૂબ રે. ૧૪ જિમ ગ્રહગણ મેરૂ પૂંઠે ભમેજી, મધુને પૂંઠે માખી જેમ રે; વિલેપન તણી વાસે કરીજી, તન ભ્રમરે વીંટ્યો તેમ રે. ૧૫ સતીનું મન જિમ લાગ્યું રહેજી, અહનિશિ સ્વામી કેરે સંગ રે; પુષ્પના પરિમલ થકી પ્રેમજી, અલિ તિહાં લુબ્ધ મુનિને અંગરે. ૧૬ ઈમ ઉપસર્ગ સહે અણગારજી, મગન થઈ રહ્યા મધુપ રે; દુસ્સહ પરિષહની વેદના દેખીનેજી, ભય પામ્યો મનમાંહિ ભૂપ એ તો ગુણનો અવગુણ ઉપન્યોજી, સેવાથી વધ્યો સંતાપ રે; ચિત્તમાં વિધાધર ઈમ ચિંતવેજી, રખે ૠષીશ્વર દિયે શાપ રે. ૧૮ શુભમતિ તે સાધુને દેખીનેજી, પૂરણ પામી પશ્ચાતાપ રે; મેં પાપીણીએ એ માઠું કર્યુંજી, હા હા કિમ છુટશે હવે પાપ રે. ૧૯ અલિ ઉડાડીને ને અલગા કર્યાજી, વળી વળી વંદે સહુ નરનાર રે; લળી લળી પાયે લાગી પ્રેમશુંજી, મળી મળી સહુ કરે મનુહાર અપરાધ કીધો અમે અજાણતાંજી, ગુન્હો બગસો ગરીબ નિવાજ રે; મોટા મહાનુભાવ મુનિસરુજી, તમે તારણ તરણ જહાજ રે. ૨૧ અવિનય તુમને એ કીધો અમેજી, અજ્ઞાની અછું અમે અત્યંત રે; વિધાધર કરે ઈમ વિનતીજી, ખમજો તુમ્હે ખિમાવંત રે. ૨૨ ઉપસર્ગ મનમાં અહિ આસતાંજી, કૃતકર્મતણો વળી ભોગ રે; ક્ષમાશ્રમણ ક્ષપકશ્રેણે ચઢ્યાજી, શુકલધ્યાન તણે સંયોગ રે. ૨૩ અશાતાવેદની કર્મ આલોચતાંજી, ઉપનું કેવલજ્ઞાન અનુપ રે; આવ્યા ઉત્સવ કરવા દેવતાજી, નયણે નીરખે વિધાધર રૂપ રે. ૨૪ કનક કમલે બેસી કેવલીજી, દીધો ધર્મતણો ઉપદેશ રે; રાજા રાણી મુનિને વંદી વલીજી, ખમાવી અપરાધ વિશેષ રે. ૨૫ ૨. ૨૦ ૪૫ Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ મુનિપતિ કહે નિજ કરમે કરીજી, સુખ દુઃખ પામે સહુ સંસાર રે; કર્મ દુગંછાએ જે બાંધ્યું તુમેજી, ઉદય આવશે તે નિરધાર રે. ૨૬ શુભમતિ રાણી તે ઈમ સાંભળીજી, કરતી પશ્ચાતાપ અપાર રે; મુનિને વાંદી નિંદે કર્મનેજી, ત્રિવિધ ત્રિવિધ શું તેણી વાર રે. ૨૭ જિન કહે જો તુમ્હે નિંદો અછોજી, દુષ્કૃત દુગંછા તે કર્મ રે; આલોચન કરતાં અમ શાખથીજી,. શિથિલ થયા તે કર્મના મર્મ રે. ૨૮ પણ દુગંછા કર્મ વિપાકથીજી, ભવમાંહી ભમતાં એકવાર રે; ઉત્કૃષ્ટી લહેશો આપદાજી, નિબિડ કર્યું કરી નિરધાર રે. ૨૯ ઈમ સાંભળીને આનંદેશુંજી, નિર્મળ ભાવે સહુ નરનાર રે; મુનિને વંદી બેઠા વિમાનમાંજી, પહોંત્યા ગજપુર નગર મોઝાર રે. ૩૦ વિહાર કરે તિહાંથી કેવલીજી, દેશ વિદેશે વિચરે સોય રે; આઠમી ઢાળે ઉદય કહે ઈશ્યુજી, કીધાં કર્મ ન છૂટે કોય રે. ૩૧ ભાવાર્થ : જયસૂરરાજાના વચન સાંભળીને શુભમતિરાણીને મુનિવર પ્રત્યે સ્નેહ ઉત્પન્ન થયો અને શુભમતિ રાણી મુનિવરને ઓળખીને વારંવાર વંદન કરવા લાગી અને કહે છે. (૧) ખરેખર આ સંસારમાં મુનિવર મોટા મહાન છે. અહો મુનિવરને ધન્ય છે. જેમણે મનથી પણ મોહનીય કર્મ ચકચૂર કર્યું છે. વળી જે મુનિ શરીરની જરા પણ સાર સંભાળ કરતાં નથી અને ધન્ય છે તે મુનિવરને જે ક્ષમાના ભંડારી છે. (૨) વળી જેમણે ચડતી યૌવનવયમાં વિષયસુખોને દૂર ધકેલ્યા છે. ભામિનીનો ત્યાગ કર્યો છે. તે જ પુરુષોમાં મહાન શૂરવીર ગણાય છે. (૩) તેમ આ મુનિવર તે ત્રણેય વસ્તુને જીવનમાં આચરી ચૂક્યા છે. તેથી મોટા શૂરવીર છે. (૩) વળી તે સર્વજીવરાશી પ્રત્યે દયાવંત છે. કાયાનું દમન કરનારાં છે. વળી તેમણે પટ્કાય જીવોની રક્ષા કાજે આરંભ સમારંભ તજી દીધેલા છે. વળી ઉન્હાળાના ભયંકર તાપથી કાયા તપી રહી હોવા છતાં પણ પોતાના શરીરે લેશ પણ પાણીનો સ્પર્શ થવા દેતાં નથી. અર્થાત્ ઠંડક અર્થે શરીરનું સ્નાન, અર્ધ સ્નાન પણ તેમણે તજી દીધેલ છે. (૪) આવા મુનિવરને જોઈને શુભમતિના મનમાં ભાવ પ્રગટ થયો કે હે સ્વામિન્ ! તમે સાંભળો. આ નિગ્રંથ એવા મહામુનિને સ્નાન કરાવીયે કે જેથી તેઓ નિર્મલ બને. (૫) ૪૬ Page #66 -------------------------------------------------------------------------- ________________ E TT TT ( શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ - 2 | # તે સાંભળીને જયસૂરરાજા કહેવા લાગ્યો કે, હે પ્રિયે ! સાંભળ. સાધુ ભગવંતો હંમેશાં - સંયમના પ્રભાવે નિર્મળ છે. તેમને સ્નાન કરાવી નિર્મલ કરવાની જરૂર નથી. ત્યારે શુભમતિ કે રાણી કહેવા લાગી કે હે રાજન્ ! તમે મારી વિનંતી અવધારો. પુન્યથી આ પ્રસંગ પ્રાપ્ત થયો છે. (૬) જિી મને મુનિવર પ્રત્યે ભક્તિભાવ પ્રગટ થયો છે. તો તેમાં તમે મને અંતરાય શા માટે કરો છો ? આ પ્રમાણેની પોતાની પ્રિયતમાની વાત સાંભળી તે વાત માન્ય કરી. (૭) E પોયણી પત્રમાં નીર લાવી સાધુને સ્નાન કરાવ્યું. અંગે પ્રક્ષાલન કરી અંગ પવિત્ર કર્યું અને મુનિવરના શરીરે ચંદનનું વિલેપન કર્યું. (૮) બાવના ચંદન આદિ ઘણાં સુગંધી દ્રવ્યોથી વિલેપન કરવા રૂપ વૈયાવચ્ચ કરી જયસુરરાજા અને શુભમતિરાણી અત્યંત હર્ષ પામ્યા. (૯) પરંતુ મુનિવર મનમાં આ પ્રમાણે ચિંતવે છે કે રાજા - રાણીએ જે કાચા પાણીની ની વિરાધના કરી તે મને આશાતના લાગી. પોતે પણ વિરાધના કરી છતાં પણ કાયોત્સર્ગનો 6 ભંગ કર્યા વિના તે ઋષિરાયે આવી પડેલા અનુકુલ ઉપસર્ગને પણ સમતા ભાવે સહન કર્યો. (૧૦) વિવેચન : અણગણ પાણીના એક ટીપામાં ૩૬૪૪૯ હાલતાં – ચાલતાં જીવો ડૉ. જગદીશચંદ્ર બોઝે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા (માયક્રોસ્કોપ) બતાવ્યા છે. જ્યારે સર્વજ્ઞ, સર્વદર્શી દિને કેવલી ભગવંતે એક પાણીનાં ટીપામાં જે જીવ બતાવ્યા છે તે કેટલા છે ? તો કહે છે એક છે પાણીના ટીપામાં રહેલ જીવો જો પારેવાનું રૂપ ધારણ કરે તો એક લાખ જોજનના જંબુદ્વિપમાં તે પારેવાનો સમાવેશ થતો નથી અર્થાત્ અસંખ્ય જીવો એક પાણીના ટીપામાં છે. આ કાચા | પાણીનો ઉપભોગ કરવાથી અસંખ્ય જીવોની વિરાધના આપણે કરી રહ્યા છીએ. જો પાપથી | બચવું હોય તો, જીવોને અભયદાન આપવું હોય તો શરીરની શોભા માટે કાચા પાણીનો રે મન ફાવે તેમ ઉપભોગ કરશો નહિ. $ મુનિ તો ત્યાં ધ્યાનમાં લીન બનેલા છે અને રાજા-રાણી બંને મુનિને વંદન કરી કરી તીર્થયાત્રા કરવા જવાના હેતુથી વિમાનમાં બેઠાં. સાથે નરનારીનો પરિવાર પણ યાત્રા નું ન કરવાથી આપણાં ગાત્ર પવિત્ર બને છે. તે કારણે યાત્રાએ જવા સૌ વિમાનમાં બેઠાં. (૧૧) tી અનુક્રમે પંદર દિવસ પછી તીર્થની યાત્રા કરી ફરી તે ઉદ્યાનમાં આવ્યાં. પણ દૂરથી તે મુનિવર દેખાયા નહીં કે જે શરીર પર પણ મમતા વિનાના છે. તેથી એક બાજુ વિમાનને મૂકી રાજા અને રાણી ચારે બાજુ જંગલમાં મુનિવરની શોધ કરી રહ્યા છે. (૧૨, ૧૩) Page #67 -------------------------------------------------------------------------- ________________ ....... શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ SGSSSSSS અને જંગલમાં જોતાં તે મુનિના દર્શન થયા. હવે તે મુનિવરનું શરીર કેવું થયું છે તે કહે છે. જેમ દાવાનલથી બબ્બલ વૃક્ષ દાઝયો હોય તેવું તથા સાપનું જીવ વિનાનું સૂકું ને | શરીરરૂપી ખોખું કેવું હોય? તેવું મુનિવરનું શરીર પણ થયું છે. વળી આકના જેમ હલકું | મુનિવરનું શરીર છે. (૧૪) જેમ ગ્રહગણનો સમુદાય મેરૂની પૂંઠે પ્રદક્ષિણા દે છે. મધની પાછળ માખી દોડે છે. તેમ વિલેપનની સુગંધથી ભ્રમરાઓએ મુનિનું શરીર વીંટી લીધું છે. (૧૫) જેમ સતી સ્ત્રીનું મન અહોનિશ પોતાના સ્વામીના સંગમાં વળગ્યું રહે છે. પુષ્પની Rવી પરિમલથી ભ્રમરાઓ પુષ્પને વળગી રહે છે. પુષ્પમાં લુબ્ધ બને છે, તેમ મુનિવરના શરીર ત્રિી થકી પ્રસરી રહેલ મકરંદને મેળવવા મધુકર મુનિના શરીરને વિષે લુબ્ધ બન્યા છે. (૧૬) આવા પ્રકારનો ઉપસર્ગ મુનિવર સહી રહ્યા છે. આવા દુઃસ્સહ પરિષહ સહન કરતાં | મુનિવરને જોઈ નૃપતિ ભયભીત થયો થકો મનથી વિચાર કરવા લાગ્યો. (૧૭) કે મેં જે ગુણને માટે કર્યું તે અવગુણ રૂપ બન્યું. સેવાથી સાતા થવાને બદલે સંતાપ ને | વધ્યો. એ પ્રમાણે વિદ્યાધર ચિંતવતો થકો વિચારે છે કે રખે ઋષિવર મને કંઈ શ્રાપ આપશે | તો? (૧૮) અને શુભમતિ રાણીને પણ મુનિવરને જોઈ મનમાં પશ્ચાતાપ થવા લાગ્યો અને મેં દિગી પાપીણીએ આ ખોટું કર્યું ! હા! હા! હવે મારા પાપ કેમ છુટશે? મારી શું દશા થશે? (૧૯) માં હું દુર્ગતિથી કેમ બચીશ? આ પ્રમાણે પશ્ચાતાપ કરતા સહુ નર-નારીએ ભમરાને તે ઉડાડી દૂર કર્યા અને વારંવાર મુનિને વંદન કરવા લાગ્યા. લળી લળી પગે લાગે છે. પ્રેમથી ની સહુ મળીને મુનિવરની આગળ ક્ષમા યાચે છે. (૨૦) છે અમે અજાણતાં મોટો અપરાધ કર્યો છે. હે પાવતાર ! ગરીબોના બેલી ! આ ગરીબ દે પર દયા કરી અમારો ગુન્હો તમે કહો ? તમે તો મોટા મહામુનિવર છો તરણતારણ જહાજ છો. (૨૧) - અજ્ઞાની એવા અમે આપનો અત્યંત અવિનય કર્યો છે. અમે અત્યંત અજ્ઞાની છીએ. તે આપ ક્ષમાના ભંડાર છો. તો હે ક્ષમાનિધિ ! આ અમારા અપરાધને ક્ષમ્ય કરશો. (૨૨) એ પ્રમાણે વિદ્યાધર રાજા વિનંતી કરવા લાગ્યો તે વારે મુનિવર ઉપસર્ગને મનમાં | ધરતા નથી. કોઈના પર રોષ કરતા નથી. પણ પોતાનાં કૃતકર્મનો આ ભોગ છે. એમ | ચિંતવતા શુક્લધ્યાનના સંયોગથી મુનિ ક્ષપકશ્રેણિ પર આરૂઢ થયા થકી અસતાવેદનીય કર્મને સહન કરતાં (આલોચતાં) અનુપમ એવું કેવલજ્ઞાન પામ્યા અને કેવલજ્ઞાની એવા તે $ Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ અણગારનો મહિમા કરવા દેવતાઓ ત્યાં આવ્યાં તે બધું જ વિદ્યાધર રાજાઓ નયણે નીરખે છે. (૨૩, ૨૪) ત્યારબાદ કનક કમલ સિંહાસન પર બેસીને કેવલી ભગવંત ધર્મની દેશના આપે છે. ત્યારબાદ રાજા-રાણી મુનિની વિશેષ પ્રકારે અપરાધની ક્ષમા યાચે છે. (૨૫) ત્યારે મુનિવર પણ કહે છે કોઈનો દોષ નથી. સંસારમાં પ્રાણી સુખ દુઃખ ભોગવે છે, તે સહુ પોતાના કર્મનો દોષ છે. કોઈના આપવાથી દુ:ખ આવતું નથી અને કોઈના આપવાથી સુખ પણ પ્રાપ્ત થતું નથી. (૨૬) પરંતુ તમે જે દુર્ગંચ્છા કરીને જે કર્મ બાંધ્યું છે. તે નિશ્ચે ઉદયમાં આવશે. શુભમતિ રાણી તે સાંભળી અપાર પશ્ચાતાપ કરવા લાગી. (૨૭) મુનિને વાંદિ પોતે કરેલ કર્મની નિંદા ત્રિવિધયોગે કરે છે. તે વખતે કેવલી ભગવંત કહે છે કે જો તમે મારી સાક્ષીએ તમે કરેલ દુચ્છા કર્મની નિંદા કરો છો તેથી થોડાં કર્મ તમારાં શિથિલ થયા છે. (૨૮) પણ ભવમાં ભમતાં દુર્ગંચ્છાનો વિપાક તમને એક વખત ઉત્કૃષ્ટી આપદા આપશે. કર્મ જે ચીકણાં બંધાય છે તે ભોગવ્યા વિના છુટતાં નથી. (૨૯) આ પ્રમાણે નિર્મલભાવે સાંભળી આનંદથી મુનિવરને વાંદી સહુ વિમાનમાં બેઠાં અને ગજપુર નગરે પહોંચ્યા. (૩૦) ત્યારબાદ કેવલી ભગવંત દેશ-વિદેશ વિચરી રહ્યા છે. એ પ્રમાણે ઉદયરત્નજી મહારાજ આઠમી ઢાળમાં વર્ણન કરે છે કે કર્મ કોઈને છોડતું નથી. કર્મ આગળ કોઈનું કશું જ ચાલતું નથી. (૩૧) -૪ ૪૯ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬ શ્રી અપ્રકારી પૂજાનો રાસ) TT TT TT TT 3 ઢાળ નવમી . | દોહા રાજ કાજ હદ્ધિ ભોગવે, રાજા શ્રી જયસૂર; શુભમતિ શું તે સહી, સુખ વિલાસે શુભનૂર. ૧ અનુક્રમે અંગજ જનમીયો, સુપન તણે અનુસાર, ગગનમણિ તસ ગેલશું, નામ ઠવ્યું નિરધાર. ૨ વરસ પાંચનો તે થયો, નિશાળે કવ્યો તામ; ભણી ગણી લાયક હુઓ, સકલ કલા અભિરામ. ૩ બુદ્ધિ વધી, ગયું બાળપણ, યૌવન પામ્યો જામ; પિતા પરણાવે તેહને, તરુણી કન્યા તામ. ૪ રાજ-કાજની રીતિને, જાણે ચતુર સુજાણ; માત-પિતા મન મોહતો, કુમર થયો ફુલભાણ. ૫ ભાવાર્થ જયસૂરરાજા અને શુભમતિરાણી ગજપુર આવ્યા બાદ રાજ્ય લક્ષ્મીને ભોગવે છે. તથા શુભમતિ રાણીની સાથે પંચઈન્દ્રિય જન્ય વિષયસુખ વિલસી રહ્યા છે. (૧) ની તેવામાં ગર્ભકાળ પૂર્ણ થતાં એક પુત્ર રત્નને જન્મ આપે છે. સ્વમને અનુસાર (સ્વમમાં - સૂર્યમંડલ જોયું હતું) તે પુત્રનું “ગગનમણિ' એવું સુંદર નામ સ્થાપ્યું. (૨) અનુક્રમે ગગનમણિ પાંચ વર્ષનો થયો. ત્યારે માતા-પિતાએ તેને નિશાળે ભણવા મૂક્યો. ટૂંક સમયમાં તે કુંવર સકલ કલાને ભણી યોગ્ય થયો. (૩) બુદ્ધિ વધતી ચાલી તેમ બાલપણું પણ નાશ પામ્યું અને અનુક્રમે યૌવનવય પામ્યો. (૪) ત્યારે માતા-પિતાએ તેહને તરૂણ કન્યા સાથે પરણાવ્યો. અનુક્રમે રાજકાજમાં રસ લેતો તે કુંવર રાજનીતિને જાણનારો થયો અને ગુણ સમૂહ વડે માત-પિતાને મોહ પમાડતો એવો તે કુંવર કુલમાં દીપક સમાન, કુલમાં સૂર્યસમાન તેજસ્વી થયો. (૫) (શ્રી રે સિદ્ધાચલ ભેટવા) રાજા રાણી કેલમાં, રમતા એક રાત; રંગમાંહિ થયું રૂસણું, વાંધે પડી વાત રા૦ ૧ Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ * ૬ માનિની હઠ મૂકે નહિ, મનાવે મહારાજ; રાણી બોલે રોષમાં, સ્વામી નથી તુમ લાજ રા૦ ૨ કોપનું ઘર છે સાંકડું, છોડો ઝાલો મ છેડ; અળગા રહોને અમ થકી, મૂકો અમારી કેડ. રા૦ ૩ જરાયે થયા જાજરા, ગયું જોબન પૂર; હઠથી હવે શું હઠી રહ્યા, માયા મેહલો દૂર. રા કેશ થયા સવિ કાબરા, ખોખસ થઈ ખાલ; બાંહે લિલરિયા વળ્યાં, ઉંડા બેઠા ગાલ, રા૦ જરા નરપતિ જાલમી, જોરશું મહીરાણ; જીતી જોબન રાયને, વરતાવી નિજઆણ. રા૦ લેઈ પરિકર આપણો, ગયો જોબન ભૂપ; જરાને જોરે કરી, કાયા થઈ કુરૂપ. રા૦ ગયો મૂછનો આમળો, ગયો મુખનો મોડ; મચણતણો મદ દેહથી, દૂરે ગયો દોડ. રા હવે મનમાંથી મોહની, અળગી છાંડો આજ; તૃષ્ણાને પૂરે કરી, વિણસે આતમ કાજ. રા૦ સ્વામી ધન્ય તે સાધુને, તારણ તરણ તરંડ; અષ્ટાપદથી આવતાં, વાંધા જે નવખંડ. રા૦ ૧૦ હું બલિહારી તેહની, એહવા જે અણગાર; પહેલાં યૌવન પૂરમાં, વરજે વિષમ વિકાર. રા૦ ૧૧ ભોગથકી જો ઉભગો, દેખી જરાના દૂત; તો તુમને જાણું સહી, અતુલી બલ અદ્ભૂત રા૦ ૧૨ વયણ સુણી વનિતા તણાં, ભૂપ ભેધો મન; આલોચી કહે નારીને, શાબાશી તુજ ધન્ય. રા૦ ૧૩ કંદર્પને વશ કારમો, સ્ત્રી ભરતાર સંબંધ; તુજ વચને તે આજથી, પરિહર્યો પ્રતિબંધ. રા૦ ૧૪ ૫૧ ૫ ૯ Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઉત્તમ કુલની તું સહી, નિર્મળ તાહરો નેહ; નરકે પડતો ઉદ્ધર્યો, ઉપગાર મોટો એહ. રા૦ ૧૫ સંયમ લેવો મેં સહી, મ કરીશ તાણો તાણ; મેં મન શુદ્ધે તાહરાં, કીધાં વચન પ્રમાણ. હું ૧૬ પંચ મળીં પરો હતો, તૂટ્યું સગપણ તેહ; હું ભાઈ, તું બહેનડી, અવિચલ સગપણ એહ. હું૦ ૧૭ સ્વામી મેં હસતાં કહ્યું, મૂલ ન જાણ્યો મર્મ; સુખે દુ:ખે હવે સાહિબા, સાથે કરશું ધર્મ. હું ૧૮ મોહ ઘટ્યો મન ઉવઢ્યો, વિષય થકી તેણી વાર; બેહું એક મતિ થયાં, લેવા સંજમભાર. હું૦ ૧૯ શુભ દિવસે શુભ મુહુરતે, પાટે ઠવી નિજ પુત્ર; દીક્ષા લીયે દયિતા પતિ, વોસિરાવી ઘર સૂત્ર. હું૦ ૨૦ અણગાર પાસે ઉચ્ચરી, પ્રેમે મહાવ્રત પંચ; નિર્મલ તે પાળે સદા, મનથી તજી ખલખંચ. હું૦ ૨૧ તપ તપે કિરિયા કરે, જયણાશું જયસૂર; શુભમતિ પણ સાધવી, સંયમ પાલે સનૂર. હું૦ ૨૨ અંત સમે અનશન કરી, રાજા રાણી દોય; દેવ દેવીપણે ઉપન્યા, સૌધર્મે સુરલોય. હું૦ ૨૩ સૂરનાં સુખ તે ભોગવે, પરિગલ આણી પ્રેમ; નિરમલ નવમી ઢાળમાં, ઉદયરત્ન કહે એમ. હું૦ ૨૪ ભાવાર્થ : હવે એક દિવસ રાજા-રાણી રાત્રીના સમયે ગેલમાં આવી જઈ હર્ષથી રંગે રમી રહ્યા હતાં. તે રંગમાંથી રૂસણું થઈ ગયું અને વાતમાં વાંધો પડ્યો. રમતમાં ભંગ પડ્યો. (૧) શુભમતિ૨ાણી પોતાની હઠ મૂકતી નથી. જયસૂરરાજા ઘણાં પ્રકારે મનાવે છે. છતાં રાણી તો રોષમાં બોલે છે કે, હે સ્વામિન્ ! તમને કોઈ જાતની લજ્જા જ નથી. (૨) ક્રોધનું ઘર સાંકડું છે. એટલે તમારી વાત હું માનવાની નથી. મારો છેડો છોડો. મારાથી દૂર રહો. મારી કેડે પડો નહીં. (૩) ૫૨ Page #72 -------------------------------------------------------------------------- ________________ S T S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ STD - કાયા જરાથી જર્જરીત થઈ છે. યૌવનનું પૂર ચાલ્યું ગયું છે. છતાં મારી સાથે હઠ કરો . આ છો તે ન કરો અને મોહની માયાને દૂર કરો. (૪) | તમારા માથાનાં કેશ તો બધાં કાબરા થઈ ગયા છે. કાયા ખોખસ ખાખરા જેવી થઈ છે દે છે. હાથે પગે તો લીલરીયા વળી ગયા છે અને ગાલ તો જાણે ઉંડા જઈ રહ્યા છે. (૫) . જરા નૃપતિ જુલમી છે. જોરમાં જાણે મોટો મહિપતિ છે. તેણે જોબનરાયને જીતી લઈ | પોતાની આણ વર્તાવી દીધી છે. (૬) અને જોબનભૂપ પોતાના પરિવારને લઈને ચાલ્યો ગયો છે અને જરાના જોરથી કાયા આ પણ કુરૂપ બની ગઈ છે. (૭) - હવે મૂછનો મરોડ (વળાંક) પણ ચાલ્યો ગયો છે. મુખ પરનો મોડ એટલે તેજ કે મટકો પણ રહ્યો નથી. શરીર પરનું મયણપણું દૂર ગયું છે. આમ શરીરનો મોડ, શરીરનું તેજ, ને શરીરની કાંતિ નાશ પામી છે. (૮) - હવે મનમાંથી મારા પ્રત્યેના તથા સંસારના મોહને અળગો કરો. તૃષ્ણાનાં પુરથી તો આત્માનું કાર્ય નાશ પામે છે. (૯) વળી તે સ્વામીનું ! તે મુનિવરને ધન્ય છે જે તરણતારણ જહાજ છે. જે મુનિવરને | અષ્ટાપદની યાત્રા કરી પાછા આવતાં “નવખંડ ઉદ્યાનમાં આપણે વંદન કર્યા હતાં. (૧૦) બલિહારી છે તે અણગારની કે જેમણે યૌવનવયના પ્રાંગણમાં પગ મૂકતાં જ વિષયSી વિકારનો ત્યાગ કર્યો છે. (૧૧) વળી હે સ્વામીનું ! જો તમે જરાના દૂતને જોઈને ભોગ-વિલાસથી વિરામ પામો તો તે કી તમને સાચા અદ્ભૂત અતુલબલી છો એમ જાણું. (૧૨) એ પ્રમાણે પોતાની વનિતાના વયણ સાંભળી રાજા મોહનિદ્રાથી જાગૃત થયો અને વિચાર કરી કહેવા લાગ્યો કે હે પ્રિયે ! શાબાશી તને આપું છું. તું ધન્યતાને પાત્ર છે. (૧૩) E સ્ત્રી – ભરતારને કામ કંદર્પ વશ કરવો દુષ્કર છે. છતાં તારા વચનથી આજથી તે મને પ્રતિબંધનો ત્યાગ કરું છું. ખરેખર તું ઉત્તમકુલમાં જન્મ પામી છે. તારો સ્નેહ પણ નિર્મળ ! જ ભાવનો છે. તેં મને નરક પડતો બચાવ્યો છે. દુર્ગતિથી મારો ઉદ્ધાર કર્યો છે. તારો મારા ની પ્રત્યેનો મહાન ઉપકાર છે. (૧૪, ૧૫) મેં શુદ્ધ મનથી તારાં વચન સ્વીકાર્યા છે. હવે હું સંયમ ગ્રહણ કરીશ, તો તું મને . અંતરાય કરીશ નહીં. (૧૬) Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ વળી હે પ્રિયે ! પંચે મળીને તારા પતિ તરીકે મને સ્થાપ્યો હતો. આજથી તે સગપણ તૂટ્યું છે હવે હું તારો ભાઈ અને તું મારી બહેનડી છે. આ સગપણ હવે અવિચલ જાણજે. (૧૭) ત્યારે શુભમતિ કહેવા લાગી કે, હે સ્વામી ! તમે વાતનો મર્મ ન જાણ્યો. મેં તો હસતાં તમને કહ્યું છે છતાં સુખમાં કે દુ:ખમાં જે હોય તે આપણે હવે ધર્મ સાથે જ કરીશું. (૧૮) રાજા-રાણી બંનેના મન હવે વિષયથકી વિરામ પામ્યાં. બંને એક મનવાળા થઈ સંયમ લેવા તૈયાર થયાં. (૧૯) ત્યારબાદ શુભદિવસે શુભમુહૂર્તો પોતાના પુત્ર ગગનમણિને પોતાની પાટે સ્થાપ્યો. એટલે કે રાજ્ય સિંહાસન પર આરૂઢ કર્યો. રાજ્યનો ભાર તેને સોંપી પુત્રને ઘરનું સૂત્ર ભણાવ્યું. (૨૦) સંસારની માયા વોસિરાવી. દિયતા - પતિ બંનેએ અણગાર પાસે પ્રેમપૂર્વક પંચ મહાવ્રત ઉચ્ચર્યા. ત્યારબાદ જયસૂરરાજા નિર્મલ ભાવે પંચમહાવ્રત પાળે છે અને મનથી આળપંપાળને તજે છે. (૨૧) જયસૂ૨૨ાજા જયણાપૂર્વક ક્રિયા કરતાં નિર્મલ ભાવે તપ કરવા લાગ્યા. શુભમતિ સાધ્વી પણ શુદ્ધ ભાવે સંયમને આરાધે છે. (૨૨) અંત સમયે રાજા-રાણી બંને અણશણ કરી સૌધર્મ દેવલોકમાં દેવ-દેવી પણે ઉત્પન્ન થયા. (૨૩) અને સૌધર્મ દેવલોકમાં બંને જણ સ્વર્ગના દૈવીસુખોને પ્રેમપૂર્વક ભોગવી રહ્યા છે. એ પ્રમાણે નિર્મળ એવી નવમી ઢાળ પૂર્ણ થઈ. એમ ઉદયરત્નજી મહારાજ કહી રહ્યા છે. (૨૪) ૫૪ Page #74 -------------------------------------------------------------------------- ________________ S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ | ઢાળ દશમી | | દોહા | ભવસ્થિતિ પૂરી ભોગવી, અતિક્રમી વળી આહાર; દેવાંગના દેવલોકથી, તેહ ચાવી તેણી વાર. ૧ જંબુદ્વીપમાં ભારતમાં, દક્ષિણ દેશ સુથાન; પ્રતાપે હસ્તિનાગપુર, જિતશત્રુ રાજાન. ૨ પટરાણી જયશ્રી પ્રથમ, રૂપવંતમાં રેખ; ઉતરની બીજી અછે, અંતે ઉરી અને ક. ૩ અમરી મરી તે અવતરે, જયશ્રી કૂખે જામ; સુપન લહે સા સુંદરી, મધ્ય નિશા સમે તા. ૪ ઉતરતી આકાશથી, સમુદ્ર સુતા શુભ રૂપ; હરખિત ચિત્તે હાથમાં, આવી બેઠી અનૂપ. ૫ મન વિકસ્યો તન ઉલ્લભ્યો, નીંદ ગઈ નયણેય; સુપન સંભારી સેજથી, ઉઠી અબળા તેહ. ૬ ભાવાર્થ : હવે શુભમતિ રાણીનો જીવ જે દેવલોકમાં છે. તે દેવાંગના ભવસ્થિતિ પૂર્ણ ISી ભોગવી (આયુષ્ય પૂર્ણ કરી) આહારને અતિક્રમી દેવલોકથી તે દેવાંગના ચ્યવન પામી. (૧) દિન ક્યાં ચ્યવી તે કહે છે? જંબુદ્વીપનાં દક્ષિણ ભરતમાં હસ્તિનાગપુરને વિષે, પ્રતાપી એવા જિતશત્રુરાજાની પટ્ટરાણી “જયશ્રી' જે રૂપવંતમાં રેખા સમાન છે. બીજી તેનાથી ઉતરતી પર અનેક અંતેઉરી છે. પરંતુ રૂપકલાના ભંડાર સમાન જયશ્રી પટ્ટરાણીની કુક્ષીને વિષે તે દેવાંગના કી અવતરી. જે રાત્રીને વિષે દેવલોકથી દેવાંગના જયશ્રી પટ્ટરાણીની કુક્ષીએ અવતરી તે કિની મધ્યરાત્રીને વિષે સુખશયામાં પોઢેલી તે સુંદરી અર્ધજાગતી, અર્ધઉંઘતી એવી સ્થિતિમાં 6 સોહામણા સ્વપ્રને જુવે છે. (૨, ૩, ૪). તે સ્વમ કેવું છે? સોહામણી રૂપવતી સમુદ્રસુતા આકાશથી ઉતરતી હર્ષિત ચિત્તવાળી | અનુપમ એવી તે જયશ્રી રાણીના હાથને વિષે આવીને બેઠી. (૫) આવું સુંદર સ્વપ્ર જોઈને જયશ્રી રાણીનું મન વિકસ્વર થયું. તન ઉલ્લસિત થયું. નયન ન થકી નિંદ ઉડી ગઈ અને શુભ સ્વપ્ર સંભારતી તે અબળા ધીમે ધીમે મંદગતિથી સેજ થકી ઉઠી. તે અબલા હવે પોતાના સ્વામીના શયનગૃહને વિષે કેવી ગતિથી આવે છે. તે હવે જોઈએ. (૬) Page #75 -------------------------------------------------------------------------- ________________ SING STD 10 | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ | SD (મલ્હાર : નિજગુરુ ચરણ પસાય - એ દેશી) અબળા રૂપની આલી, શસ્યામાંથી રે, ઉઠી જાણે સુરસુંદરી રે; આળસ મોડી અંગ, મૃગનયણી રે, ઉલટ મનમાંહે ધરી રે. ૧ ઉત્તમ વસ્ત્ર અનૂપ, પહેરી પ્રેમે રે, ચાલી પ્રેમદા પ્રીતિશું રે; ગજગામિની મનગેલે, પાય પરઠી રે, રાજહંસની રીતિ શું રે. ૨ અતિ આતુરતા નહિ, મંદગતિ રે, મનોહર પગની માંડણી રે; પહોંતી પ્રેમે તેહ, ભવનમાંહે રે, પોઢ્યો છે જિહાં ભૂધણી રે. ૩ સલજ પણે સા વાળ, આભૂષણ રે, સમારે તે અંગના રે; આવી જાણે અભિરામ, સુધમેવા રે, સુરલોકથી સૂરાંગનારે. ૪ નિદ્રામાંથી નરિદ, જેહલ નાદે રે, જાગ્યો જિતશત્રુ જિશે રે; પ્રેમે કરી પ્રણામ, જય જય વાણી રે, કરજોડી રાણી કહે તીશેરે. ૫ નયણે નિહાણી નારી, ઉઠ કોડી રે, રોમરાય તવ ઉલ્હસી રે; મરકલડે દેઈ માન, હરખ વિશેષે રે, કર ફરસી બોલે હસી રે. ૬ રતન જડિત રમણિક, ભદ્રાસન રે, બેઠાડી તવ આસનારે; અધિપતિ આપી તામ, કરજોડી રે, બેઠી તિહાં કમલાનનારે. ૭ માનિનીને મહારાજ, પ્રીતે પૂછે રે, મનતણી પછી વાતડી રે; કહે ભદ્ર! કુણ કાજ, આજ અવેળા, પધાર્યા પાછલી રાતડી રે. ૮ વનિતા બોલે વાણી, મનોહર રે, મંગલ કલ્યાણ કારણી રે; સરસ સુધા સમ જેહ, વિઘન વિપદ રે, દુરિત દુઃખ નિવારણી રે. ૯ સાંભળતાં સુખ થાય, એહવી વાણી રે, રવસ્થ થઈ મુખે ઉચ્ચરે રે; લાજનાં લેજામાંહિ, મીઠે વચણે રે, મહીપતિનું મન હરે રે. ૧૦ દેખે પ્રીતમ દેદાર, નયણાં છપાવી રે, નૂતનવધૂ તણી પરે રે, ઉત્તમ અંગના જેહ, અવલોકે રે, ઘુંઘટપટને અંતરે રે. ૧૧ ચંચલ ચકિત કુરંગ, ખિણખિણ જુએ રે, ખાપરા ચોરતણી પરે રે, નયણાંશુ મેલી નયણ, કોમલ વચને રે, કંતશુ વિનતી કરે રે. ૧૨ Page #76 -------------------------------------------------------------------------- ________________ S S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ મધ્યરાતે મહારાજ, સહજ સ્વભાવે રે, સૂતી હુંતી હું સેજમાં રે; ઉરધ દિશિથી આવી, હરખે બેઠી રે, મુજ કમલાં હેજમાં રે. ૧૩ શોભા ઘણી સશ્રીક, રામારૂપે રે, સુંદર કાંતિ વિરાજતી રે; ઉત્તમ એહ સંપન્ન, દેખી જાગી રે, દિલમાં વળી સંભારતી રે. ૧૪ તિરે કારણ તજી સેજ, અરથપૂછણ રે, આવી છું પ્રભુજી સુણો રે; વનિતાના સુણી વયણ, સુપનવિચારી રે, અર્થ કહેતૃપ તેહ તણો રે. ૧૫ ધનસુખકારિણી, દિવ્ય ઉત્તમ પુત્રી રે, હોશે સુપન પ્રભાવથી રે; લખમી હોશે લાભ, ભૂપતિ ભાખે રે, સહજ બુદ્ધિ સ્વભાવથી રે. ૧૬ સત્ય હોજો એ સ્વામી, અરથ એહનો રે, ઈચ્છું છું ઉલ્લાસમાં રે; કંત પ્રતિ કરજોડી, નમી ચાલી રે, આજ્ઞા માંગી આવાસમાં રે. ૧૦ પંચ સખી પરિવાર, ધર્મસંબંધી રે, કથા વાત વિચારતી રે; વિચારે છે વળી તેહ, ગર્ભ પ્રભાવે રે, દયા ધર્મ મનધારતી રે. ૧૮ શુભ દિવસે શુભ યોગ, પૂરણ માસે રે, પુત્રીનો જનમ થયો સદા રે; ઉત્સવ કરીને તામ, મદનાવલી રે, નામ ધર્યું મહીપતિ મુદારે. ૧૯ કોમલ કમલશી કાય, આંખ અણિયાળી રે, કમલદલ સમ સોહતી રે; સુંદર રૂપ સુઘાટ, મુખને મટકે રે, સુરનરના મન મોહી રે. ૨૦ બાળા બુદ્ધિ નિધાન, અનુક્રમે રે, આઠ વરસની તે થઈ રે; ઉદયરત્ન કહે એમ, મનને મોહેરે, દશમી ઢાળ એ કહી રે. ૨૧ ભાવાર્થ : રૂપની ક્યારી સમાન મૃગનયની તે અબળા અંગેથી આળસ ખંખેરી મનમાં ની ઉલટ આણી શય્યામાંથી ઉઠી. જાણે એવું લાગે કે સુરસુંદરી ઉઠી. (૧) ઉત્તમ અનોપમ વસ્ત્ર પહેરી, પ્રેમદા પ્રીતિથી ચાલવા લાગી. તે કેવી ચાલે ચાલે છે તે શિકી કહે છે. ગજગતિ ચાલે ચાલતી, મનમાં ગેલ કરતી. રાજહંસની રીતિથી. અતિ આતુરતાથી 3 રહિત એવી મંદગતિથી મનોહર લાગતી. પ્રેમે પાય ઠવતી. પ્રીતિથી જ્યાં ભૂપતિ પોઢયા છે ? તે રાજભવનને વિષે પહોંચી. (૨, ૩) લઠ્ઠા સહિત તે બાળા પોતાના અંગના આભૂષણ સમારે છે. કેશકલાપ વ્યવસ્થિત કરે છે. હિં કે જાણે સુરલોકથી સુરાંગના ભવનની શુદ્ધિ જોવા ન આવી હોય તેવી તે શોભી રહી છે. (૪) Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસો પગના બાંધેલાં ઝાંઝરનો રણકારથી જિતશત્રુરાજા જેટલામાં નિદ્રામાંથી ઉઠ્યો તેટલામાં કિની હાથની અંજલિ જોડી, રાણી પ્રેમથી પ્રણામ કરી રાજાને કહે છે. (૫) હે સ્વામીનું ! આપ જય પામો. વિજય પામો ! નયનથી પોતાની પ્રિયતમાને જોઈ રાજાની સાડા ત્રણ કરોડ રોમરાજી વિકસ્વર થઈ. મલપતા મુખડે તેણીને માન આપી. હર્ષથી વિશેષ કરનો સ્પર્શ કરી હસીને પોતાની પ્રિયતમાને બોલાવે છે. (૬) અને રમણીય રત્નજડિત ભદ્રાસને બેસાડે છે. ત્યારે “કમલાનના' (કમલસમમુખવાળી) ની જયશ્રી રાણી કરજોડીને પોતાના સ્વામીની સામે બેઠી. (૭) તે સમયે મહારાજ પોતાની પ્રિયતમાને પ્રીતિથી તેના મનની વાતડી પૂછે છે કે હે ની ભદ્ર ! એવું કયું કાર્ય આવી પડ્યું કે જેથી આજ અવેળા એવી પાછલી રાત્રીને વિષે તમે તે અહિં પધાર્યા. (૮) ત્યારે મનને મોહ પમાડનારી, મંગલ કરનારી, કલ્યાણ કરનારી, વિઘનાશીની, વિપત્તિને તોડનારી, દુરિત ઉપદ્રવ તથા દુઃખ નિવારણી એવી સરસ સુધા સમ તથા સાંભળતા સુખ ઉપજે એવી વાણીથી લાજના લહેજમાં, મીઠી વાણીથી, મહિપતિનું મન હરે એવી વાણીથી સ્વસ્થ થઈને પોતાના પ્રિયતમને કહેવા લાગી. (૯, ૧૦) વળી તે કેવી લજ્જાથી કહે છે તે જુઓ કે પોતાના પ્રીતમના મુખને જોતી, આંખને છુપાવતી, નૂતનવધૂની જેમ, ઉત્તમ એવી તે અબળા ઘુંઘટ પટને અંતરેથી અવલોકન કરતી ચંચલ એવા કુરંગની જેમ, ક્ષણ ક્ષણ જોતી ખાપર ચોરની જેમ પોતાના પ્રિયતમશુ નયનશુ નયન મિલાવી કોમલ વચને પોતાના કંતને વિનંતી કરતી કહેવા લાગી કે – (૧૧, ૧૨) હે મહારાજ ! આજ મધ્યરાત્રિને વિષે સહજ સ્વભાવથી સેજને વિષે સૂતેલી હતી. એવી મને અર્ધ જાગ્રત અવસ્થામાં ઉર્ધ્વદિશીથી રૂપે રંભા સમાન સુંદર કાંતિથી શોભતી કમલા હેજથી (સમુદ્ર સુતા) હર્ષથી મુજ હસ્તે આવીને બેઠી. (૧૩) આવું ઉત્તમ સ્વમ દેખીને હું જાગૃત થઈ થકી, દિલથી વારંવાર તેને સંભારતી, તે સુખશયાનો ત્યાગ કરી તે શુભ સ્વપ્રથી મને શું લાભ થશે તે અર્થ પૂછવા હે સ્વામીનું ! અત્યારે આપની પાસે આવી છું. એ પ્રમાણે વનિતાના વચન સાંભળી હર્ષિત ચિત્તવાળા , જિતશત્રુરાજા સ્વપ્રનો અર્થ કહેવા લાગ્યા. (૧૪, ૧૫). - હે ભદ્ર ! તમે ઉત્તમ અને સુંદર સ્વપ્ર જોયું છે. તમને તે સ્વમના પ્રભાવથી સર્વને સુખ , ઉપજાવનારી, જાણે દેવાંગના ન હોય તેવી દિવ્ય, લક્ષ્મીનો લાભ કરાવનારી, સ્વભાવથી 5 સહજ બુદ્ધિશાલીની, સહુને આનંદકારીણી એવી પુત્રીરત્નનો લાભ થશે અર્થાત્ એવી નિ પુત્રી-રત્નને તમે જન્મ આપશો. (૧૬) Page #78 -------------------------------------------------------------------------- ________________ SATISAHITY A | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ| T T S 3 એવા સ્વામીના વયણ સુણી, “જયશ્રી' રાણી કહેવા લાગી કે, હે સ્વામિન્ ! આપ જે ઉં. કહો છો તે સત્ય છે. મેં મનથી તે પ્રમાણે ઉલ્લાસથી ઈર્યું છે. તે મારા મનને ગમ્યું છે કે અને આપની તે વાણીને મેં હૃદયથી સ્વીકારી છે. એ પ્રમાણે કહેતી કંતપ્રતિ બે કરજોડી નમસ્કાર કરતી પોતાના સ્વામીની આજ્ઞા લઈ પોતાના શયનગૃહને વિષે આવી. (૧૭) - ત્યારબાદ ઉત્તમ સ્વપ્ર અને તેનું ફલ નિષ્ફળ ન થાય. તે માટે પંચસખીયો સાથે, તેના આ પરિવાર સાથે ધર્મસંબંધી કથા વિનોદને કરતી રાત્રી પૂર્ણ કરે છે. ત્યારબાદ ગર્ભના પ્રભાવથી 8 દયા-ધર્મને ધારણ કરે છે. (૧૮) - ત્યારબાદ સત્કાર્યને કરતી એવી “જયશ્રી રાણી' એ શુભ દિવસે, શુભ યોગે, પૂર્ણ માસે | ‘દિવ્ય પુત્રીને જન્મ આપ્યો. મહિપતિએ જન્મ મહોત્સવ કરી હર્ષિત થયા થકા તેણીનું દિ ની “મદનાવલી' એવું અનોપમ નામ પાડ્યું. (૧૯). તે પુત્રી કેવી છે ? કોમલ કમલસમ કાયા છે જેની, આંખ અણીયાળી છે. કમલદલ સમ દિર શોભતી, સુંદર રૂપવતી, સારા ઘાટવાળી, મુખના મટકે સુરનરના મન મોહતી, એવી અનોપમ છે. (૨૨) એવી બુદ્ધિનિધાન તે મદનાવલી અનુક્રમે આઠ વર્ષની થઈ. એમ ઉદયરત્નજી મહારાજ ની મનના મોદે દશમી ઢાળમાં કહી રહ્યા છે. (૨૧) Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ અગિયારમી ॥ દોહા ।। પંડિતની પાસે તદા, પ્રૌઢી પુત્રી જાણ; મૂકી મહીપતિ મોહશું, શીખણ કળા સુજાણ, ૧ ૐકાર આદિ થકી, શીખી બાવન વર્ણ; અનુક્રમે આગમ અભ્યસે, વિધા, નય, વ્યાકરણ. ૨ ચતુરાઈ ચોસઠ કળા, ગીત ગાન ગુણરૂપ; ભાવ ભેદ ધર્મ કર્મના, શીખી સયલ સ્વરૂપ. ૩ બાળ ભાવ દરે ગયો, પ્રસર્યોં જોબન પૂર; કાન્તિ અપૂરવ ઝળહળે, જાણે ઉગ્યો સૂર. ૪ ચંચલ ચિત્ત તેહી જ સહી, તેહ જ નર તે તન્ન; અનંગતણો અગ્રેસરી, તે ચતુર કરે યોવન્ન. ૫ ભાવાર્થ : ત્યા૨૫છી જિતશત્રુ રાજાએ આઠ વર્ષની પોતાની પુત્રીને ચોસઠ કળામાં પ્રવિણ ક૨વા આનંદપૂર્વક પંડિત પાસે ભણવા મોકલી. (૧) બુદ્ધિશાળી ચતુર તે બાલા અલ્પસમયમાં કાર આદિ બાવન વર્ણને શીખી અને અનુક્રમે આગમ અભ્યાસ કરતા વિદ્યા નય વ્યાકરણને જાણનારી બની. (૨) ચતુરાઈથી ચોસઠ કલામાં તે પ્રવિણ બની. ગીત-ગાનને શીખી ગુણસમુદ્રશાલી બની. ભાવથી ભેદથી ધર્મ-કર્મના સઘળાં સ્વરૂપને શીખનારી થઈ. (૩) અને ચોસઠ કલાથી પરિપૂર્ણ તે કુંવરી અત્યંત શોભવા લાગી. અનુક્રમે બાલપણું દૂર ગયું અને યૌવન વય પામી. તેનાં શરીરની કાંતિ અનોપમ ઝળહળી ઉઠી. તેથી જાણે સૂર્યનો ઉદય ન થયો હોય તેવી તે કુંવરી શોભવા લાગી. (૪) ચંચળ ચિત્તવાળી અનંગ અગ્રેસરી તે યૌવનવયમાં આવી ઉભી છે. અર્થાત્ યૌવનવય પામતાં અનંગ (કામદેવ) પ્રવેશ કરે છે. (૫) Page #80 -------------------------------------------------------------------------- ________________ 3 દિન 1 1 - શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ (મલ્હાર : દેખી કામીની દોય કે કામે વ્યાપિયો હો લાલ - એ દેશી) અભૂત રૂપ અનૂપ, અનુપમ ચાતુરી હોલાલ અનુ. પુત્રીને પેખી નરિંદ થયો, ચિંતાતુરી હોલાલ થયો. ૧ કુમારી તે વર જોગી, હુઈ દેખી હવે હોલાલ હુઈ વરની ચિંતા તામ, નરેસર ચિંતવે હોલાલ નર૦ ૨ સ્વયંવર મંડપ સોય, રચાવે મન રળી હોલાલ રચા દેશ-વિદેશે દૂત, પઠાવે વળી વળી હોલાલ પઠા. ૩ નરપતિ ગજપતિ ભૂપ, કેઈ તિહાં કિન્નરા હોલાલ કેઈo અશ્વપતિ અને ક, વળી વિધાધરા હોલાલ વળી૪ છત્રપતિ છેલ છોગાળા કે, મોટા મહાબલી હોલાલ મોટા દાની ગુમાની હઠાલ, મલ્યા તિહાં મંડલી હોલાલ મલ્યા. ૫ સિંહાસન પ્રત્યેક, બેઠા મહીભુજ મળી હોલાલ બેઠા, બંદીજન ચારણ ભાટ, બોલે બિરૂદાવલી હોલાલ બોલે. ૬ ઈંદ્રસભા સમ તેહ, ઓપે નૃપ આવલી હોલાલ ઓપે. માયની અનુમતિ લઈ, હવે મદનાવલી હોલાલ હવે ૭ સજી સોલ શૃંગાર, સુખાસન બેસીને હોલાલ સુખા. વરમાળા લેઈ હાથ, મંડપમાં પેસીને હોલાલ મંડ૦ ૮ નીરખે સઘળાં નરિંદ, પ્રત્યેકે તે મુદા હોલાલ પ્રત્યે દાસી ગુણાવલી નામે, આગળથી કહે વિદા હોલાલ આગo ૯ સિંહાસનથી તામ, નામાંકિત વાંચીને હોલાલ નામાં જનપદ હદ્ધિનું માન, કહે ગુણ રાચીને હોલાલ કહે. ૧૦ વિધાધર આદિ નરિંદ, કુમારી પેખીને હોલાલ કુમા મનમાં પામ્યા મોહ, મોહ્યા મુખ દેખીને હોલાલ મોહ્યા. ૧૧ શિવપુર વાસી સુજાણ, સિંહધ્વજ નરવટુ હોલાલ સિંહ૦ જાલિમ યોદ્ધ યુવાન, રૂપે તે સુંદર હોલાલ રૂપે ૧૨ Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ મૂકી વિધાધર વૃંદ, મલ્યું મન તેહશું હોલાલ મલ્યું. લિખ્યો ન મીટે લેખ, સંબંધ છે જેહશું હોલાલ સંબંધ૦ ૧૩ તસ કંઠે વરમાલ, ઠવી તે ઉમહી હોલાલ ઠવી આ ભવ તું ભરથાર, વર્ષે મનશું સહી હોલાલ વર્ષો૦ ૧૪ હરખ્યો સવિ પરિવાર, આડંબર ઉત્સવે હોલાલ આડં લગન સમે સા બાલ, પરણાવી તે હવે હોલાલ પર૦ ૧૫ હાથ મૂકાવણ દામ, આવ્યા બહુ હરખીને હોલાલ આવ્યા વરવધૂની શુભ જોડી, વખાણી નીરખીને હોલાલ વખા૦ ૧૬ રહી તિણ પુર પંચરાત, રહી તે રાજવી હોલાલ રહી દેઈ દમામે ઘાવ, દશે દિશિ ગાજવી હોલાલ દશે૦ ૧૭ ચાલ્યા નિજ નિજ દેશ, લેઈ ઋદ્ધિ આપણી હોલાલ લેઈ પહોંત્યા પોતાને દેશ, સર્વે તે ભૂધણી હોલાલ સ૦ ૧૮ સિંહધ્વજ લહી શીખ, સાથે વધૂ લઈને હોલાલ સાથે૦ નિજપુર ચાલ્યો ધાવ, દમામે દેઈને હોલાલ દમામે૦ ૧૯ જિતશત્રુ રાજાન, વળ્યો વોળાવીને હોલાલ વળ્યો ચાલ્યો સિંહધ્વજ રાય, વાજા વજડાવીને હોલાલ વાજા૦ ૨૦ શિવપુર નગર સમીપ, અનુક્રમે આવીયા હોલાલ અનુ પુરે કીધો પ્રવેશ કે, સહુ જન હરખીયા હોલાલ સહુ૦ ૨૧ વરત્યો જયજયકાર, પૂગી મનની રળી હોલાલ પૂગી વાજે મંગલ તૂર, ગુડી તિહાં ઉછળી હોલાલ ગુડી૦ ૨૨ મદનાવલીશું રાય, પધાર્યા મંદિરે હોલાલ પધા સુખ વિલસે તસ સંગ, અધિક ઉલટભરે હોલાલ અધિક૦ ૨૩ અગિયારમી ઢાળ રસાળ, મલ્હારમાંહી કહી હોલાલ મલ્હાર૦ ઉદયરત્ન કહે એમ, શ્રોતા સુણો ગહગહી હોલાલ શ્રોતા૦ ૨૪ ભાવાર્થ : હવે જિતશત્રુરાજા પુત્રીનું અદ્ભુત, અનુપમ રૂપ - લાવણ્ય અને અનુપમ ચાતુર્ય દેખી ચિંતાતુર થયો. (૧) ૬૨ Page #82 -------------------------------------------------------------------------- ________________ Sિ .. SATIS' શ્રી અપ્રકારી પૂજાનો રાસ SGT 3 થકો વિચારવા લાગ્યો કે કુંવરી હવે વિવાહને યોગ્ય થઈ છે. તેથી તેના વરની ચિંતા ન કરતો રાજા ચિંતવન કરે છે. (૨) અને એક દિવસ મનના આનંદ સાથે પોતે સ્વયંવર મંડપ રચાવે છે અને દેશ - Eી વિદેશના રાજાઓને આમંત્રણ આપવા માટે દૂતને વારંવાર ભણાવી, શીખવાડી દરેક | રાજયમાં મોકલે છે. (૩) નરપતિ, ગજપતિ રાજાઓ, કંઈ કિન્નર રાજાઓ વળી અનેક અશ્વપતિઓ અને અનેક વિદ્યાધરો, કેઈ છત્રપતિઓ, કંઈક મોટા મહાપરાક્રમી, મહાશૂરવીર, દાની, ગુમાની, હઠાગ્રહી 6 આવા અનેક રાજાઓની ત્યાં મંડળી એકત્રિત થઈ. (૪૫) પ્રત્યેક રાજાઓ પોત-પોતાને યોગ્ય સિંહાસન પર બેઠાં છે. વળી જિતશત્રુરાજા પણ જ્યારે પોતાના મુખ્ય સિંહાસને આરૂઢ થયાં ત્યારે બંદીજનો તથા ભાટચારણો જિતશત્રુ રાજાની બિરૂદાવલી બોલે છે. (૬) અને જયજયકાર કરવા દ્વારા વધારે છે. તે સભા જાણે ઈન્દ્રસભા જ ન હોય તેવી . | શોભી રહી છે. અનેક રાજાઓ શ્રેણિબદ્ધ બેઠેલાં છે. તેવા સમયે “મદનાવલી’ પોતાની દરી માતાની અનુમતિ માંગે છે. (૭) અને સોલ શણગાર સજી સુખાસન પર આરૂઢ થઈ વરમાળા હાથમાં લઈ મંડપમાં | પ્રવેશ કરે છે. (૮) અને “મદનાવલી' પ્રત્યેક રાજાઓને નિરખે છે. ત્યારે તે “મદનાવલી' અને રાજાઓ હર્ષિત થાય છે અને ગુણાવલી નામની તેની દાસી પ્રત્યેક રાજાની વિગત આગળથી | સમજાવે છે. (૯) સિંહાસન પરથી રાજા પણ નામ વિગેરે વાંચીને અને સર્વ રાજાઓની ઋદ્ધિનું સ્વરૂપ દિકા માન વિગેરે ગુણો રાજા તથા ગુણાવલી કુંવરીને કહી રહ્યા છે. (૧૦) ત્યારે વિદ્યાધર રાજાઓ તેમજ બીજા પણ રાજાઓ કુંવરીને જોઈને મનમાં હર્ષિત થયા અને તેનાં મુખકમલને જોઈને મોહ પામવા લાગ્યા. (૧૧) તે સમયે રાજકુમારીએ શિવપુરનગરના વાસી સિંહધ્વજ રાજા ત્યાં આવેલા. તે પ્રખર એ શૂરવીર યોદ્ધા અને ઉગતી નવયુવાનીનું રૂપ જાણે ઈન્દ્રને શરમાવે તેવા રૂપથી સુંદર ની શોભતાં હતાં. (૧૨) વિદ્યાધર રાજાના સમૂહને છોડીને રાજકુંવરીનું મન તે સિંહધ્વજ રાજાને વિષે લાગી ગયું. કહેવાય છે કે જેહની સાથે સંબંધ લખાયો હોય તેની સાથે જ સંબંધ થાય છે. ભાગ્યમાં લખેલ લેખ ક્યારે પણ મીટતો નથી. (૧૩) Page #83 -------------------------------------------------------------------------- ________________ STAX શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) | Site એ ન્યાયે રાજકુંવરીએ સિંહધ્વજ રાજાના કંઠને વિષે આનંદપૂર્વક વરમાલા આરોપણ કરી અને તે સૂચવે છે કે આ ભવમાં તે એક જ મારો ભરતાર છે. એ પ્રમાણે મેં મનથી નિશ્ચય કર્યો છે. (૧૪) અને મન - વચ - કાયાથી તમને વરી ચૂકી છે. આ વાત જાણીને જિતશત્રુરાજા વગેરે | હર્ષિત મનવાળા થયા અને લગ્ન સમયે આડંબરપૂર્વક ઉત્સાહથી તે બાળાનું પાણિગ્રહણ - કરાવ્યું. (૧૫) હસ્તમેળાપ સમયે હર્ષિત થઈને રાજાએ ઘણું કન્યાદાન તે વખતે આપ્યું અને વરવહૂની શુભ જોડીને સર્વે નગરજનો વખાણ કરતા થાકતા નથી. (૧૬) ત્યારબાદ ગામો ગામના રાજવી તે નગરીને વિષે પાંચ રાત રહીને નિશાનાંકો વાજતે | છતે દશે દિશાઓ ગજાવી રહ્યા છે. (૧૭) અને પોત પોતાની ઋદ્ધિ લઈ સર્વે રાજાઓ પોતાના દેશે પહોંચ્યા. (૧૮) ત્યારબાદ સિંહધ્વજ રાજાએ પણ પોતાને યોગ્ય શીખ અને નવવધૂ કન્યાને સાથે લઈ નિશાન ડંકો વગડાવી પોતાના દેશ તરફ જવા માટેનું પ્રયાણ કર્યું. (૧૯) તે સમયે જિતશત્રુરાજા પણ પોતાના દીકરી જમાઈને વળાવી પાછા ફર્યા અને સિંહધ્વજ 5. રાજા માંગલિક વાજિંત્રોના નાદ સાથે વાજતે ગાજતે પોતાના નગર તરફ ચાલવા લાગ્યા. (૨૦) : અનુક્રમે ચાલતાં શિવપુરનગર સમીપ આવી પહોંચ્યા અને શુભમુહૂર્ત પોતાની નગરીમાં | પ્રવેશ કર્યો ત્યારે સર્વે નગરજનો હર્ષિત થયા. (૨૧) - શિવપુર નગરમાં જયજયકાર વર્તાઈ રહ્યો. સહુના મનની ઈચ્છાઓ પૂર્ણ થઈ. માંગલિક વાજા વાગવા લાગ્યાં અને ઘરઘર ગુડીઓ ઉછળવા લાગી. (૨૨) જયજયારવ થવા લાગ્યો. રાજા પણ નગર પ્રવેશ યાત્રા પૂર્ણ થયા બાદ સભાનું વિસર્જન કરી મદનાવલીની સાથે પોતાના મંદિર એટલે મહેલે પધાર્યા અને હવે સિંહધ્વજ Sિ રાજા મદનાવલીની સંગે પાંચ ઈન્દ્રિયજન્ય વિષયસુખ ઉલટપૂર્વક ભોગવવા લાગ્યો. (૨૩) એ પ્રમાણે અગ્યારમી ઢાળ મલ્હાર રાગમાં કવિ ઉદયરત્નજી મહારાજે કહી તે હે કરી શ્રોતાજનો ! તમે તેને કર્ણકચોલે પીવો (સાંભળો), (૨૪) Page #84 -------------------------------------------------------------------------- ________________ SS S SSS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ બારમી | | દોહા અભવિહારી અવગણી, વિધાધરના વૃંદ; અવનીચર હું આદયોં, ચિંતી એમ નરિંદ. ૧ મદનાવલીને મોદશું, ગુણ સંભારી ગૂટ; પટરાણી પોતે કરી, રંગે સિંહાસન રૂઢ. ૨ સુખ સંસારના ભોગવે, પંચવિષય ભરપૂર મન વિચારે મહિપતિ, ઉદયો પુણ્ય અંકૂર. ૩ રૂપ, કલા, ગુણ, ચાતુરી, લાયક લલિત સુલંક; શીલવતી, શશહરમુખી, વચન ન બોલે વંક. ૪ ભાવ ભેદ જુગતે કરી, પરખી બુદ્ધિ પ્રધાન; ભામિનીશું ભીનો રહે, સિંહવજ રાજન. ૫ ભાવાર્થ : હવે સિંહધ્વજ રાજા વિચાર કરે છે કે આકાશગામી વિદ્યાધરના વૃંદની અવગણના કરી અને અવનીચર એવા મને મદનાવલીએ સ્વીકાર્યો. (૧) મિ. એ પ્રમાણે મદનાવલીના ગુણ સંભારી સિંહધ્વજરાજાએ મદનાવલીને પટ્ટરાણી પદ ન આપી સિંહાસન પર આરૂઢ કરી. (૨) તેની સાથે સાંસારિક પંચવિષય સુખ ભોગવતો વિચારે છે. મારો પુણ્યનો ઉદય થયો છે * કે જે થકી હું આવી પટ્ટરાણીને પામ્યો છું. (૩) વળી તેની રૂપકલા ચાતુરી પણ તેણીને લાયક છે. યોગ્ય છે, વળી તે શીલવતી છે અને ની જાણે ચંદ્રને પણ શરમાવે તેવી ચંદ્રમુખી ન હોય તેવી શોભે છે. વચન બોલતાં જાણે ફૂલડાં ખરે છે. ક્યારેય વાંકા વચન બોલતી નથી. (૪) વળી ભાવ - ભેદ - કૃત્ય - અકૃત્યની જાણનારી એવી શ્રેષ્ઠ ઉત્તમ બુદ્ધિ છે. તેવી ને ભામિની (મદનાવલી) સાથે સિંહધ્વજ રાજા મગ્ન રહે છે. અર્થાત્ સિંહધ્વજરાજા મદનાવલીમાં એવો લીન થયો છે કે તે રાજ્ય કારભાર પણ ભૂલી ગયો છે. (૫) Page #85 -------------------------------------------------------------------------- ________________ . 3 . . શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ (રાગ ગોડી મલ્હાર : વૈરાગી થયો એ દેશી) રાજ્યલીલા વૈભવ રસે રે, ભોગવતા સુખ ભોગ; અનુક્રમે આવી ઉપનો રે, રાણીને તન રોગ રે. ૧ કર્મ ન છટિયે, કીજે કોડી પ્રકાર રે; જો જો વિચારીને, સુખ દુઃખ કર્મ દાતારો રે. કર્મ ૨ કીલક ઘાલ્યાં કાનમાં રે, પગ વિચે રાંધી ખીર; ગાડવને કુલે અવતર્યો રે, કર્મ નડ્યાં મહાવીર રે. કર્મ૦ ૩. નળ સરીખા કર્મો નડયા રે, સીતા થઈ સકલંક; મુંજ સરીખા મહીપતિ રે, કમેં કીધાં રંકો રે. કર્મ૪ વરસ દિવસ લગે નવિ મળ્યો રે, આદીશ્વરને આહાર; કમેં કોઈ મૂક્યો નહિ રે, ઈમ અનેક અધિકારો રે. કર્મ ૫ મદનાવલીએ પૂર રે, દુગંછા મુનિ દેખી; અષ્ટાપદથી આવતાં રે, કીધી હૃતિ ધરી દ્વેષો રે. કર્મ ૬ મલિન મુનિશ્વર દેખીને રે, મુખ મચકોડયું રે જેહ; ત્રીજા ભવનું કર્મ તે રે, ઉદય આવ્યું હવે તેહ રે. કર્મ૭ તેહ દુગછા કર્મથી રે, દેહ થકી દુરગંધ; મૃતકની પરે મહમહે રે, જો જો કર્મ સંબંધ રે. કર્મ૮ સર્પ, શ્વાન, માંજારનું રે, કીટક સહિત કરંક; કોહ્યું કલેવર દેખીને રે, જિમ સહુ પામે આસંકો રે. કર્મ. ૯ અનંત ગુણો અધિકો સહી રે, દેહ થકી દૂરવાસ; ઉછલ્યો રાજ આવાસમાં રે, રહી ન શકે કોઈ પાસો રે. કર્મ૧૦ વાસના સદાળી વિસ્તરી રે, યાવત્ નગર પર્વત; દુસહ તે દુરવાસના રે, અનુક્રમે વાધી અનંત રે. કર્મ. ૧૧ પ્રજા મિલિ પ્રભુને કહે રે, સ્વામી સુણો એક વાત; પુરમાં રહેવાતું નથી રે, દુરગંધે દિનરાતો રે. કર્મ. ૧૨ Page #86 -------------------------------------------------------------------------- ________________ Sિ 3 . . શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ કહોતો કોઈક દેશમાં રે, જઈ જીવન પ્રાણ; પુરજન સઘળો ખળભળ્યો રે, પડિયો તિહાં ભંગાણો રે. કર્મ. ૧૩ યત ઉક્ત વ : अष्ट प्रकारी पूजा चरित्रे प्रथमशतके ऊच्छलिओ दुव्विसहो, निव्विण देहा उठीए तह गंधो ॥ जह युयुति भणंतो, नासइ नयरीजणो सव्वो ॥ ७ ॥ એહવો ઉત્પાત દેખીને રે, સિંહધ્વજ રાજન; પટરાણીના પ્રેમથી રે, મહાદુઃખ પામ્યો મા રે. કર્મ. ૧૪ હા હા શું થાશે હવે રે, શું કરવો મેં એહ; પ્રજા તજું કે પ્રિયા તાજું રે, કે છોડું નિજ દેહ રે. કર્મ. ૧૫ કુલ કાજે એક ઇંડિયે રે, સચિવ કહે સુણો સ્વામ; ગામ કાજે કુલ ઇંડિયે રે, દેશને અરથે ગામો રે. સચિવ કહે સુણો. ૧૬ આપણો પ્રાણ ઉગારવા રે, અવની તજીયે અખંડ; તે માટે પ્રભુજી સુણો રે, રાણી વાસો વનખંડ રે. સચિવ૦ ૧૭ પ્રિયાને ત્યજવી ઘટે રે, શાએ કહ્યો છે રે આમ; અનેક તજી એક આદરે રે, એ મુરખનું કામ રે. સચિવ૦ ૧૮ તે કારણે પ્રભુજી તુમે રે, પ્રીછો બુદ્ધિ પ્રકાશ; અરયે વાસો અંગના રે, ઉત્તમ કરી આવાસો રે. સચિવ૦ ૧૯ અનાદિક તિહાં આપીને રે, સેવક મૂકો ચિહું પાસ; પ્રજાનું દુઃખ ટાળવા રે, ઘટે એહને વનવાસો રે. સચિવ ૨૦ માની વાત તે મહિપતિ રે, વળીય વિચારે રે એમ; કિમ રહેશે એ મુજ વિના રે, પગ પગ સાલશે પ્રેમો રે. સચિવ- ૨૧ એહ વિના આવી દાડી રે, મેં રહેવાયે રે કેમ; જલ વિના જેમ માછલી રે, મુજ વિના એહ જેમ રે. સચિવ૦ ૨૨ મૂરતી મોહનવેલશી રે, કોમલ કમલશી કાય; કેહશું કરશે વાતડી રે, કિમ રહેશે વન માંહા રે. કર્મ૨૩ Page #87 -------------------------------------------------------------------------- ________________ ETS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ - ૩ આગળશું આદી ધરી રે, પરિગલ દાખી રે પ્રીત; તેહને રણમાં છોડિયે રે, એ નહિ ઉત્તમ રીત રે. કર્મ૨૪ નયણે આંસુ ટાળતો રે, પહોત્યો પ્રેમદા પાસ; મહાદુઃખ મનમાંહિ ઉપનું રે, દેખી રાણી ઉદાસ રે. કર્મ૨૫ બોલ્યો બારમી ઢાળમાં રે, કડૂઓ કર્મ કલોલ; ઉદયરત્ન કવિ ઈમ કહે રે, કર્મ કરે ઇંદોલ રે. કર્મ. ૨૬ ભાવાર્થ જગતમાં કર્મથી બળિયો કોઈ નથી. કર્મ કોઈને છોડતું નથી. જીવનમાં સુખ-દુઃખ પણ કર્માધિન છે. કર્મસત્તાએ જ તો આપણા આતમરાજ પર પોતાનું સામ્રાજય જમાવ્યું છે. કર્મસત્તાની આગળ કોઈનુંય કશું જ ચાલતું નથી. તેની આગળ ચાલે છે તો એક ધર્મસત્તાનું. જો જીવ કર્મસત્તાની સામે ધર્મસત્તાને લાવીને મૂકે અને ધર્મના શરણે પોતાનું જીવન સમર્પિત કરે તો કહેવાતી શૂરવીર એવી કર્મસત્તાને પણ ધર્મસત્તા સામે નમવું જ પડે છે અને જો ધર્મસત્તાને જીવનમાંથી ખસેડી તો તો બસ કર્મસત્તા આત્મરાજ પર ચડી બેઠી જ સમજો ? તે પછી મારી સામે કોણ આવીને ઉભું છે તે જોતી નથી. ચાહે ન રાજા હોય, રંક હોય, ઈન્દ્ર હોય, ચંદ્ર હોય, સૂર્ય હોય, ચક્રવર્તી હોય યા તો તીર્થંકર પરમાત્મા હોય તે પોતાની કાર્યવાહી ચાલુ જ રાખે છે. અહિં પણ આપણે જોઈએ કે સિંહધ્વજરાજા “મદનાવલી' સાથે કેવો સુખમાં મગ્ન હતો. જાણે પોતે પોતાનું ભાન ગુમાવી બેઠો હતો અને સુખમગ્ન રાજવીને ત્યાં પણ કર્મ શું | નાટક કરાવે છે ! શું ઉત્પાત કરે છે ! તે જુઓ. એક દિવસની વાત છે. રાજ્યલીલા - વૈભવરસમાં મગ્ન મદનાવલી સાથે ભોગવાતા ૬ ભોગમાં રાજા નિમગ્ન બન્યો છે. ત્યાં એકાએક પટ્ટરાણીના તનમાં વેદનીય કર્મે ઘેરો | ઘાલ્યો. રાણીનું શરીર રોગગ્રસ્ત બન્યું. (૧) ખરેખર કરોડો ઉપાય કરવા છતાં પણ કર્મ કોઈને છોડતું નથી. હૃદયમાં વિચારજો ! સુખ દુઃખનો દાતાર બીજું કોઈ નહિ પણ કર્મ છે. (૨) પરમાત્મા મહાવીર દેવ પણ તીર્થંકર બનવાના છે. છતાં કર્મે કાનમાં ખીલા ઠોકાવ્યા. દિન તે પગ વચ્ચે ખીર રંધાવી. બ્રાહ્મણને ત્યાં નીચકુલમાં અવતાર કરાવ્યો. આમ પરમાત્માને કિસી પણ કર્મ નડ્યાં અને તે ભોગવે જ છુટકારો મલ્યો. (૩) નળરાજા જેવાને પણ કમેં રાજ્ય છોડાવ્યું અને જંગલમાં ભટકવું પડ્યું. કર્મે મહાસતી સીતાને કલંક ચડાવરાવ્યું. મુંજ જેવા મહાન રાજાને પણ કર્ભે રંક બનાવી દીધો. (૪) Page #88 -------------------------------------------------------------------------- ________________ છે.. શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ) GST | વિવેચન : દમયંતી સતિ હંમેશા પોતાના સ્વામીને કહેતી હતી. તમે કુબેરની દોસ્તી | છોડો, તે દુષ્ટમતિ છે. જુગાર ખેલાવે છે અને એક દિવસ રાજ્ય પણ છોડાવશે. પણ સતી માં દમયંતીની વાત પર ધ્યાન નહિ આપતાં રાજા નળનો એક દિવસ કર્મે એવો લાવીને તે મૂક્યો કે દમયંતી સહિત નળરાજાને પહેરે કપડે રાજ્યપાટ છોડાવ્યું અને બાર વર્ષ સુધી જંગલમાં રઝળપાટ કરાવી. પોતાની કહેવાતી સતી શિરોમણી એવી દમયંતી પટ્ટરાણીને | પણ બાર વર્ષ વિયોગ ભોગવવો પડ્યો. આમ કર્મ કોઈને છોડતું નથી. કર્મે જે દાટ વાળ્યો છે તે તો કોઈનેય ભોગવ્યા વિના છુટકારો થતો નથી. વળી કર્મે સતી શિરોમણી એવી સીતાજીને માથે પણ કલંક ચઢાવ્યું. જેની પાસે રાવણ | હંમેશ આવતો છતાં તેનું મુખ કેવું છે આટલી પણ નજર માંડી નથી અને જ્યારે સખીયો પૂછે છે કે મોટું નથી જોયું તો શું જોયું છે ? ત્યારે સીતાજીએ ભોળપણમાં કહ્યું તે મારી પાસે કે આવીને ઉભા રહેતાં ત્યારે ફક્ત તેમનાં ચરણ પર મારી નજર જતી. તેથી મેં ફક્ત તેમનાં જ ચરણ-કમલ જોયાં છે. ત્યારે સખીયોના કહેવાથી ભોળપણમાં “રાવણ'ના ચરણ દોરીને કરી બતાવ્યાં, તેમાં સીતાજીને કર્મે થાપ ખવડાવી અને કલંકિત કર્યા. તેમને પણ વનવાસ ભોગવવો પડ્યો અને પોતે નિષ્કલંક છે તે બતાવવા તેમને અગ્નિપ્રવેશ પણ કરવો પડ્યો. પણ જે મન-વચન-કાયાથી નિર્મલ છે. ધર્મસત્તા જેનાં રોમેરોમે વસી ગઈ છે. તેને કર્મ પણ બને નિષ્કલંક જાહેર કરાવે છે. પણ થોડી મિનિટ માટે બાંધેલું કર્મ થોડો ટાઈમ પણ તેને રે પરેશાન કરે છે. કર્મને કોઈનીય શરમ નથી. તે તો જેણે જેવા કર્મ બાંધ્યાં તેની પાસેથી તે , તેનો હિસાબ પૂરો કરાવે જ છુટકો કરે છે. S: તીર્થકર કહેવાતા ઋષભદેવ પ્રભુને પણ કર્મે વરસ સુધી આહાર-પાણી કરવા ન દીધાં, કરી કર્મે કોઈનેય મૂક્યાં નથી એવા તો અનેક અધિકારો છે. (૫) - વિવેચન : ઋષભદેવ ભગવાન હંમેશ ગૌચરીએ ફરતાં હતાં. પરંતુ પરમાત્માએ B પોતાના આગલાં ભવમાં બાર કલાક બળદનાં મોઢે છીંકલા બાંધી રાખવા બીજાને પ્રેરણા કી કરેલ તેથી એ કશું અનાજ બગાડે નહિ. આ પ્રમાણેની પ્રેરણા આપી બળદને માર મારતાં જ | અટકાવ્યા. એ પ્રમાણે પ્રભુના જીવે પણ તેજ રીતે છીંકલાં બાંધ્યા અને ખેતીનું કામ બળદો $ પાસે પૂર્ણ કરાવ્યું. પણ કામ પત્યા પછી બાર કલાક સુધી તે છીંકલા છોડવાનાં ભૂલી ગયા. એ તેથી બળદો ભૂખ્યા રહ્યાં. બળદોને ખાવામાં અંતરાય થયો. આમ પરમાત્માની નાનકડી | ભૂલે કર્મસત્તાએ બાર વર્ષની સજા એવી ફટકારી કે તીર્થકર જેવાં તીર્થકરને પણ બારમાસ . ગૌચરી ફરવા છતાં અનાજનો એક દાણો પણ ગૌચરીમાં પ્રાપ્ત ન થવા દીધો. ગૌચરી લીધાં છે વગર પ્રભુ પાછા ફરે છે અને ઉપવાસના પચ્ચકખાણ કરી લે છે. આમ કરતાં ઋષભદેવ Page #89 -------------------------------------------------------------------------- ________________ SSAS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ આ છે ભગવાનને વર્ષીતપ થઈ ગયો. પણ કર્મે જરાપણ નમતું જોખ્યું નહિ. એ કર્મ પરમાત્માને ની ભોગવે જ છુટકો થયો. કર્મ કોઈનેય છોડતું નથી. એવા અનેક અધિકારો શાસ્ત્રમાં વાંચવા કી તથા સાંભળવા મળે છે. RT બસ એજ રીતે મદનાવલી'એ પણ પૂર્વના ત્રીજા ભવમાં અષ્ટાપદથી આવતાં એક મુનિશ્વરનું મલિન ગાત્ર દેખી દ્વેષ ધરીને મુખ મચકોડ્યું અને દુર્ગછા કરી હતી. તે ત્રીજા ભવનું કર્મ અત્યારે ઉદયમાં આવ્યું. (૬, ૭) ત્રિી અને તે દુર્ગાછા મોહનીયકર્મના વિશે મદનાવલીનો દેહ દુર્ગધી બન્યો હતો અને તે પણ Sી દુર્ગધી દેહમાંથી એવી દુર્ગધ ઉછળતી હતી જાણે મૃત કલેવર જોઈ લો. કર્મનો સંબંધ તો કિસી જુવો? કયા ભવમાં બાંધેલું કર્મ કયા ભવમાં ઉદયે આવે છે તે સમજાતું નથી. (૮) ની સર્પ, કૂતરા, બિલાડાના કોવાયેલા મૃતકમાં જેમ કીડા પડે અને કોવાયેલા મૃતકની જ જ નજીક પણ કોઈ જાય નહિ, તેમ મદનાવલીના શરીર થકી તેનાં કરતાં અનંતગુણી દુર્ગધ મને આવી રહી છે કે જેથી રાજમહેલમાં કોઈ એની નજીક રહી શકતું નથી. (૯, ૧૦) વળી અનુક્રમે તે દુર્ગધ છેક નગર પર્યત પહોંચી રહી છે. અત્યંત દુર્ગધથી પ્રજા પણ | કંટાળી ગઈ અને તે સહન નહીં થતાં પ્રજા મળીને રાજાને વિનંતી કરે છે કે (૧૧) હે સ્વામી ! એક વાત અમારી સાંભળો. આખાય શિવપુરમાં દુર્ગધ એટલી વધી છે કે જેનાથી હવે દિવસ અને રાત આ નગરમાં રહેવાતું નથી. તો હે સ્વામી ! આપ આજ્ઞા આપો તો અમે બીજા કોઈ દેશમાં જઈને વસીયે. આમ પુરજન આખુંય ખળભળી ઉઠ્યું. નગરમાં ભંગાણ પડ્યું. (૧૨, ૧૩) આવો ઉત્પાત જોઈને સિંહધ્વજ રાજા પટ્ટરાણીના પ્રેમથી મનમાં મહા દુઃખ પામ્યાં. (૧૪) અને વિચારવા લાગ્યો કે હા ! હા ? શું થશે ? હવે શું કરું ? પ્રજાને છોડું કે પ્રિયાને ? Tી કે મારો દેહ છોડું ? (૧૫) આ પ્રમાણે વિચારે છે ત્યારે મંત્રીશ્વર કહે છે કે સ્વામી ! સાંભળો. કુલ માટે કંઈપણ | એક છોડો. ગામ માટે કુલ અને દેશને માટે ગામ અને આપણો પ્રાણ ઉગારવા પૃથ્વી પણ તજીએ. તે માટે તે સ્વામી ! સુણો.રાણીને વનખંડમાં વાસ કરાવો. પત્નીનો ત્યાગ કરવો ! યોગ્ય છે. એમ શાસ્ત્ર કહે છે. વળી જે અનેકને ત્યજીને એકને આદરમાન આપે તે તો મૂર્ખ Sા કહેવાય. અર્થાત્ એવું કામ તો મૂર્ખ કરે. (૧૬, ૧૭, ૧૮) તે માટે આપ બુદ્ધિથી વિચારો અને અરણ્યમાં એક સુંદર આવાસ કરાવી મદનાવલીને ત્યાં મૂકો. અશનાદિક સર્વે સામગ્રી પણ પરિપૂર્ણ કરી આપી અને ચારેબાજુ ફરતા રક્ષક Page #90 -------------------------------------------------------------------------- ________________ 1) ) TET શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસો એવા શૂરવીર સૈનિકોને ત્યાં મૂકો. જો પ્રજાનું દુઃખ ટાળવું છે તો મદનાવલી’ને વનવાસ ન આપવો યોગ્ય ગણાય. (૧૯, ૨૦) મહિપતિએ પણ આ વાત માન્ય કરી. વળી મનમાં વિચારે છે. તે મારા વિના કેમ રહી Rી શકશે ? તેને ડગલે પગલે મારો પ્રેમ સતાવશે અને એના વિના અડધી ઘડી પણ હું કેમ છે ની રહી શકીશ? જલ વિના જેમ માછલી તરફડે તેમ મારા વિના તે કેમ રહેશે? અર્થાત્ જલ | વિના માછલી જેવી દશા થશે. (૨૧, ૨૨) વળી તેની મૂર્તિ જાણે મોહન વેલડી છે. કોમલ કમલ જેવી જેની કાયા છે. વળી તે વાતો કોની સાથે કરશે ! તે વનમાં એકલી કેવી રીતે રહેશે? (૨૩) વળી પહેલેથી જ પરિગલ પ્રીત દાખવી છે તેને હવે વનમાં એકલી મૂકવી તે ઉત્તમ | ત્રિી પુરુષની રીત નથી ! (૨૪) ની છતાં પણ ન છૂટકે નયણે આંસુ ઢાળતો સિંહધ્વજરાજા પ્રેમદા “મદનાવલી' પાસે પહોંચ્યો. મનમાં અત્યંત દુઃખ છે. રાણી પણ ઉદાસ છે. કોઈ કશું જ બોલી શક્તા નથી. (૨૫) B | એ પ્રમાણે કવિ ઉદયરત્નજી મહારાજ બારમી ઢાળમાં કહે છે કે કર્મનો વિપાક કટુ છે. કર્મ કરે તે જ થાય છે. કર્મ પ્રાણીને ભવનાટકે નચાવે છે. કર્મની ગતિ ન્યારી છે. (૨૬) Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ તેરમી || દોહા || પડી અવસ્થા પેખીને, રાણીને રાજાન; વચન કહેતાં લોચા વળે, જિહ્વા કરે યતન્ન. ૧ દુઃખભર હૈયું ડસડસે, નયણે નીર ન માય; મનને માયા રોકી રહી, બોલ ન બોલ્યો જાય. ૨ મદનાવલીએ મનતણી, જાણી સર્વ જુગત; વળતું કહે વાલિમ પ્રતિ, સ્વામી સુણો એક વાત. ૩ લિખ્યો લેખ તે નવિ મીટે, દિલમાં ન ધરો દુઃખ; મુજને વનમાં વાસતાં, થાશે સહુને સુખ. ૪ મુજને મહેલમાં રાખતાં, પ્રજા જશે પરદેશ; લાભ નથી એ વાતમાં, ઉજ્જડ થાશે દેશ. ૫ તે માટે મુજને તજો, પરજા પાળો ભૂપ; વનમાંહિ તેણે વેગશું, આવાસ કરાવો અનૂપ. ૬ વયણ સુણી વનિતા તણાં, રાય થયો રળિયાત; ધન ધન એહની ચાતુરી, જાણી મનની વાત. ૭ ભાવાર્થ : સિંહધ્વજરાજા મદનાવલી પાસે આવ્યો છે. કર્મે જે ઉપદ્રવ આવ્યો છે. તેની માહિતી આપવા માટે પણ રાજા બોલી શકતા નથી. વચન ઉચ્ચારતા જીભે લોચા વળે છે. (૧) દુઃખભર હૈયું ડસકા લઈ રહ્યું છે. નયણે નીર માતું નથી. યાને આંસુની ધાર બંધ થતી નથી. મનને પટ્ટરાણીની માયા રોકી રહી છે. એક પણ બોલ બોલી શકાતો નથી. (૨) એવે સમયે મદનાવલી પોતાના સ્વામીના મનની વાત જાણી લે છે અને વળતું કહે છે કે હે સ્વામિન્ ! લલાટે લખાયેલ લેખ મિટાડ્યા મટતા નથી. ભાગ્યમાં જે થવાનું સર્જાયું હોય તે થઈને રહે છે. તેને કોઈ મિથ્યા કરી શકતું નથી. માટે હે રાજન્ ! આપ દિલમાં દુઃખ ધરશો નહિ અને મને વનમાં વસવાની અનુજ્ઞા આપો. જેથી સહુને સુખ થાય. (૩, ૪) વળી જો મને આપ મહેલમાં રાખશો તો પ્રજા પરદેશમાં ચાલી જશે. તે વાતમાં કંઈ જ લાભ નથી. આપણો દેશ ઉજ્જડ થઈ જશે. તે માટે (૫) ૭૨ Page #92 -------------------------------------------------------------------------- ________________ . . . શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) Sita | હે પ્રાણેશ્વર ! તમે મારો ત્યાગ કરો અને પ્રજાનું પુત્રવત્ પાલન કરો અને તે માટે હવે દિ વનમાં રહેવા માટે અનૂપમ મહેલ બંધાવો. (૬) એ પ્રમાણેના વનિતાના વચન સુણી રાજા મનથી રળિયાયત થયો થકો વિચારવા લાગ્યો. એની બુદ્ધિ ચાતુરીને ધન્યવાદ છે અને તેનાં મનની વાતો મેં આજે જાણી લીધી છે. (૭) (રામ-સીતાને ધીજ કરાવ રે - એ દેશી) વસુધાપતિ કહે એમ વાણી રે, પ્રાણ વલ્લભ તું પટરાણી રે; ગુણ આપી હું રુણિયો કીધો રે, તન સાટે વેચાતો લીધો રે. ૧ આદર્યો તે ઉત્તમ જાણી રે, હું નિર્દય અવગણ ખાણી રે; ઉત્તમ નર જીહાં મન મંડે રે, પ્રાણાંતે પ્રીતિ ન છંડે રે. ૨ સજન તે કહિયે સહી રે, દુ:ખ પડ્યું કે નિરવહી રે; પ્રજાશું પ્રેમ લગાયા રે, મેં મેહલી તાહરી માયા રે. ૩ રાણી કહે સુણો સ્વામી રે, એ વાત નથી તુમ ખામી રે; તમે તો છેહ ના દીધો રે, વનવાસ માંગી મેં લીધો રે. ૪ અવનીપતિ મહા દુઃખ આણી રે, રાણી પ્રત્યે કહે વાણી રે; તુમ વિણ મેં કેમ રહેવાશે રે, આવાસ એ ખાવા ધાસ્ય રે. ૫ દીન વચન સ્વામી શું ભાખો રે, હૈયું હાંકીને રાખો રે; અમને આપો વનવાસો રે, તુમ રાજ્ય કરો ઉલ્લાસો રે. ૬ રાજા મન ધીરજ રાખી રે, સચિવ કર્યો તિહાં સાખી રે; અટવીમાં આવાસ કરાવી રે, પટ્ટરાણીને તિહાં પધરાવી રે. . અશનાદિક તિહાં ભરાવી રે, ચોકી ચિહું દિશિ રખાવી રે; રાણી શું માંગી શીખ રે, ભરી નગર ભણી તે વીંખ રે. ૮ પ્રજાનો કહ્યો તેણે કીધો રે, વનવાસ રાણીને દીધો રે; રાજા ફરી મહેલમાં આયો રે, પણ મનમાં મહા દુઃખ પાયો રે. ૯ અશનાદિક તેહને ન ભાવે રે, મંત્રીશ્વર મળી સમજાવે રે; સિંહધ્વજ કરે બહુ સોસ રે, સહુ કર્મને દિયે દોષ રે. ૧૦ Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ હવે મદનાવલી વનવાસે રે, એકલી રહે આવાસે રે; રાજા પ્રજાને પ્રધાન રે, તેહનું પામી અપમાન રે. ૧૧ મુને સહુકો કરતો જીજી રે, તુંકારો ન દેતો કો ખીજી રે; કર્મે કાઢી હું વનમાં રે, મદનાવલી ચિંતે મનમાં રે. ૧૨ કિહાં માત-પિતા ને ભ્રાત રે, સાહેલીનો કિહાં સાથ રે; કર્મે સહુમાંથી કઢાવી રે, લેઈ વનમાંહિ વસાવી રે. ૧૩ વલ્લભનો પડ્યો વિયોગ રે, જો જો કર્મતણાં એ ભોગ રે; મહાદુઃખ ભરે ચિંતે એહ રે, ધિક્ ધિક્ જીવિત મુજ એહ રે. ૧૪ પૂરવ ભવ પાપને ભોગે રે, દુઃખ પામી તેહને જોગે રે; મહા દુસ્સહ અવસ્થા લાધી રે, દેહથી દુરવાસના વાધી રે. ૧૫ દારુણ નિર્દય મહાકર્મ રે, પૂરવે મેં કર્યો અધર્મ રે; કોઈ કર્મ વિપાક સંજોગે રે, તન વિણઠો દુરગંધ યોગે રે. ૧૬ ભોગવ્યા વિણ કર્મ ન છૂટે રે, વિલાપ કરે નવિ ખૂટે રે; કરી કર્મ કેહને કહિયે રે, ઉદયે આવ્યા તે સહિયે રે. ૧૭ પશુ પંખી દૂરે જાય રે, દુરવાસ કેણે ન ખમાય રે; તેહ મંડલમાં કોઈ નાવે રે, દુરગંધી દૂરે જાવે રે: ૧૮ પ્રાણી માત્ર પલાયે દૂરે રે, મદનાવલી મનમાંહી ઝૂરે રે; એણી પેરે અટવી માંહિ રે, નિર્ભય દુઃખ દેખે ત્યાંહિ રે ૧૯ મહાક જાયે છે કાળ રે, એ તો કહી તેરમી ઢાળ રે; ઉદયરત્ન કહે ઈમ વાણી રે, કીધાં કર્મ ન છૂટે પ્રાણી રે. ૨૦ ભાવાર્થ : હવે સિંહધ્વજરાજા પોતાની પટ્ટરાણી પ્રત્યે કહેવા લાગ્યો કે હે મદનાવલી ! તું પ્રાણવલ્લભા પટ્ટરાણી છે. તેં ગુણ આપીને મને ઋણી બનાવ્યો છે. હું જાણે શરીર માટે વેચાતો લેવાયો છું. (૧) - - પણ તેં મને ઉત્તમ જાણીને આદર્યો છે. હું નિર્દય અવગુણનો ભંડાર છું. ઉત્તમ નર તે કહેવાય કે જે જ્યાં પોતાનું મન માંડે ત્યાંથી પ્રાણાંતે પણ પ્રીતિ છંડે નહિ. ૭૪ Page #94 -------------------------------------------------------------------------- ________________ ોિ છે. શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસSS SS વળી સજ્જન પુરુષ તે કહેવાય કે જે દુઃખ ગમે તેટલું આવે પણ તે સુખ અને દુઃખમાં દિન બંનેમાં પોતાનો સાથ આપે અને દુઃખને પોતે ભોગવી લે. હું કેવો નિર્દયી કે પ્રજા સાથે પ્રેમ કર્યો અને તાહરી માયાને પડતી મેલી. (૩) આ પ્રમાણેના પોતાના પ્રાણવલ્લભના વચન સાંભળી રાણી કહેવા લાગી કે હે સ્વામીનું ! સાંભળો એવી વાત નથી. તમે જરા પણ નિર્દય નથી. તમારામાં એવી કોઈ ખામી નથી. આ તો પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે જેથી તમારે આ માર્ગ લેવો પડ્યો છે અને તમે મને ક્યાં છેહ આપ્યો છે ? વનવાસ તો મેં જાતે માંગીને લીધો છે. (૪) તે સમયે અવનીપતિ મહાદુઃખ આણીને કહેવા લાગ્યો કે હવે તારા વિના મારાથી કેમ રહેવાશે ? આ મહેલ સુનો સુનો થઈ જશે. આ આવાસ મને ખાવા ધાસ્ય. (૫) ત્યારે મદનાવલી કહેવા લાગી કે, તે સ્વામીનું ! તમે આવા દીનવીન શા માટે બોલો છો ? હૈયું કાઠું કરીને રાખો. અમને રહેવા વનવાસ આપો. અને તમે રાજ્ય ઉલ્લાસપૂર્વક , કરો. (૬) ત્યારે રાજા પણ મનમાં ધીરજ ધરી સચિવને સાક્ષી રાખી અટવીમાં આવાસ કરાવી ને અને પટ્ટરાણી મદનાવલીને તે આવાસમાં પધરાવી. યા ને પટ્ટરાણીને તે આવાસમાં રહેવા કહ્યું. (૭) વળી તે વનના મહેલમાં અશનાદિક સર્વે ભરાવી. ચારે દિશામાં ચોકી પહેરો રાખી રાણી પાસે શિખામણ માંગી અને નગર ભણી ડગ ભરી રાજા પોતાના આવાસે આવ્યો. (૮) પ્રજાના કહેવા પ્રમાણે રાજાએ કર્યું અને રાણીને વનવાસ આપ્યો. રાજા પોતે ફરી મહેલમાં આવ્યો પણ મનમાં અત્યંત દુઃખ પામ્યો. રાજાને ખાવું-પીવું ભાવતું નથી. પરંતુ મંત્રીશ્વર આવી રાજાને સમજાવે છે પરંતુ સિંહધ્વજરાજા બહુ અફસોસ કરે છે અને કર્મને દોષ આપે છે. (૯, ૧૦) - હવે મદનાવલી વનના આવાસમાં રહે છે. રાજા-પ્રજા અને પ્રધાનનું હાલ તે અપમાન પામી છે. (૧૧) મદનાવલી મનમાં ચિંતવે છે કે મને સહુ રાજમહેલમાં જીજી કરતાં હતાં ક્યારે પણ ગુસ્સે થઈ મને તુંકારો પણ આપ્યો નથી. આવાં સુખમાં રહેલી મને કર્મે વનમાં કાઢી. (૧૨) ક્યાં મારા માતા-પિતા અને ભ્રાત ! ક્યાં મારી સાહેલીનો સાથ. કર્મે મને બધાથી છૂટી કરાવી અને વનમાં વસાવી દીધી. (૧૩) Page #95 -------------------------------------------------------------------------- ________________ SિS SS S SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ તેમજ મને મારા પ્રાણવલ્લભનો વિયોગ કરાવ્યો. કેવા કર્મનાં ખેલ છે. દુઃખભર હૈયે | મદનાવલી વિચારે છે. મારા આવા જીવિતને ધિક્કાર થાઓ. ધિક્કાર થાઓ. (૧૪) - પૂર્વભવના પાપના ભોગે આવા ભયાનક દુઃખ પામી છું. મહા દુઃખદ અવસ્થા મેં પ્રાપ્ત કરી જ કરી છે. વળી દેહની દુર્વાસના વધી રહી છે. (૧૫) આ દારૂણ અને નિર્દય એવું મહાકર્મ છે. પૂર્વે મેં અધર્મના કામો આચર્યા છે. તેથી કોઈ કર્મના વિપાક સંયોગે મારૂં તન દુર્ગધથી વિણસી ગયું છે. ખરેખર કર્મ ભોગવ્યા વિના ફક્ત ની વિલાપ કરવાથી કર્મ ઘટી શકતા નથી. અને વિલાપ કરવાથી કર્મનાં બંધનમાંથી છૂટી શકે શકાતું નથી. કર્યા કર્મ કોને કહિયે, હવે તો ઉદયે આવ્યા છે તો તેને સહિ લહિયે. (૧૬, ૧૭) તિ $ વળી શરીર એવું દુર્ગધી બન્યું છે કે પશુ પંખી પણ દૂર જાય છે. દુર્વાસ કોઈ સહન કરી ની શકતું નથી. આ જંગલમાં કોઈ આવતું નથી અને વળી મારા શરીરની દુર્ગધ વધુ દૂર સુધી તિ - જઈ રહી છે. (૧૮) એટલું જ નહિ મારા શરીરની દુર્ગધીથી પ્રાણી માત્ર દૂર પલાયન થઈ જાય છે. એ | પ્રમાણે મદનાવલી મનમાં ઝુરી રહી છે અને આવા પ્રકારે ભયાનક અટવીમાં નિર્ભય થઈને વનમાં રહે છે. (૧૯) વનમાં મહાદુઃખોને સહન કરતી મહાકષ્ટ કાળ નિર્ગમન કરે છે. એમ કવિ ઉદયરત્નજી * મહારાજે તેરમી ઢાળમાં કહ્યું છે અને કહે છે. તે શ્રોતાજનો ! તમે કાન દઈને સાંભળો. કર્મ કર બાંધતાં પહેલાં સો વાર વિચાર કરજો ! કર્મ કર્યા પછી કોઈપણ પ્રાણી તેના સકંજામાંથી જલ્દી બહાર આવી શકતું નથી. (૨૦) Page #96 -------------------------------------------------------------------------- ________________ S 1 શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ છે . ઢાળ ચૌદમી | દોહા | રણમાંહી રાણી રહે, દેખે મહા દુઃખદંદ; જંગલી જીવના જૂથ તિમ, વાઘ સિંહના વૃંદ. ૧ ભૂત-પ્રેતનાં ભય ઘણાં, હિંગ તજે જિહાં ધીર; ભીષણ રૌદ્ર ભયંકરા, અટવી ઘણું ગંભીર. ૨ એકાકી તે અરણ્યમાં, રહેવું દિવસ ને રાત; કર્મ અહિયાસે આપણાં, મદનાવલી મન સાથ. ૩ ઈણ અવસર હવે એકદા, યામિની ગઈ એક જામ; શુક-ગુગલ એક તેણે સમે, આવ્યું તેણે ઠામ. ૪ ગોખે બેઠાં ગેલછ્યું, મનમાં પાખ્યા મોદ; પંખી તે દચિતા પ્રત્યે, વાત કરે વિનોદ. ૫ સૂડી પૂછે સ્વામીને, અબળા એકલી એહ; કાનનમાંહિ કિમ રહે, દુરગંધ થઈ કિમ દેહ. ૬ શબ્દ સુણી મદનાવલી, પામી પરમ ઉલ્લાસ; સંબંધ તે શ્રવણે ધરે, જે પંખી કરે પ્રકાશ. ૭ ભાવાર્થ હવે મદનાવલી પોતે બાંધેલા કર્મને અનુસારે કર્મના વિપાકને અનુભવતી | રણમાં એકલી રહે છે અને મહાદુઃખ ભોગવે છે. તે અરણ્યમાં જંગલી જીવોનો પાર નથી. તેમ વાઘ અને સિંહના વૃંદો પણ ઘણાં છે. (૧) વળી જ્યાં ભૂત અને પ્રેતના ઘણાં ભય છે કે જે અરણ્યમાં મહાશૂરવીર કહેવાતાં માનવની ની પણ ધીરજ ખૂટી જાય છે. તે પણ ભયભીત બની જાય છે. તેવા અરણ્યમાં મદનાવલી એકલી રહી છે. વળી તે અટવી ભીષણ છે. રૌદ્ર છે. ભયંકર | Sી છે. વળી ઘણી ગહન અને ગંભીર છે. (૨) આવી અટવીમાં એકાકી દિવસ અને રાત મદનાવલી મન સાથે કર્મના વિપાકને ભોગવી રહી છે અને કર્મને ભોગવતાં કંઈક કર્મનો હ્રાસ પણ કરી રહી છે. (૩). Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ એવામાં એક વખતની વાત છે. કોઈ દિવસ - રાત્રી પૂર્ણ થઈ ત્યારે તે સમયે શુક-યુગલ તે સ્થાને આવ્યું. (૪) અને તે શુક-યુગલ ગોખમાં બેસે છે અને પરસ્પર ગેલ કરી રહ્યું છે. ગેલ કરતાં બંને મનમાં આનંદ પામે છે અને આનંદપૂર્વક પોપટ પોતાની દયિતા પ્રત્યે મનમાં હર્ષ ધરીને વાત કરે છે. (૫) ત્યારે સૂડી પોતાના સ્વામીને પૂછે છે કે હે સ્વામીન્ ! આ કાનનમાં આ અબળા એકલી કેમ રહે છે ? વળી તેનું શરીર દુર્ગંધી કેમ થયું છે ? (૬) આ પ્રમાણેના શબ્દો સાંભળી મદનાવલી ૫૨મ ઉલ્લાસને પામી અને જે પંખી તે વાતનો ઉત્તર આપે છે તે સંબંધ મદનાવલી કાન સરવા કરીને સાંભળી રહી છે. (૭) (ઈડર આંબા આંબલી રે એ દેશી) વળતું કીર વિચારીને રે, વનિતાને કહે વાત; જિણ કારણ એ એકલી રે, સુણતું તે અવદાત કરમવશ થયો રે એહને વનવાસ. ૧ પ્રિયા સુણ ત્રીજે ભવે રે, શુભમતિ ઈર્ણ નામ; યુવતી જયશૂર રાયની રે, એ હુંતિ અભિરામ. કરમ ૨ જાતિ વિધાધર જાલિમી રે, વૈતાઢયે હુંતો વાસ; તીરથ કરવા તે ગયા રે, અષ્ટાપદે ઉલ્લાસ. કરમ૦ 3 અરચી અરિહંત દેવને રે, પૂજી પ્રણમી પાય; અષ્ટાપદથી આવતાં રે, મુનિ દીઠાં વનમાંહ્ય, કરમ મલિન દેખી મુણિંદને રે, શુભમતિએ તેણે ઠાય; દુગંછા દુઃખદાયિની રે, કરી અજ્ઞાને ત્યાંય. કરમ દીક્ષા લેઈ તે દંપતિ રે, અનુક્રમે પાખી આય; દેવ દેવી પણે ઉપનાં રે, સૂરલોકે શુભ ઠાય, કરમ ૬ તે દેવી તિહાંથી ચવી રે, મદનાવલી ઈણે નામ; બેટી જિતશત્રુ રાયની રે, અનુક્રમે થઈ અભિરામ. કરમ૦ તે સિંહધ્વજ ભૂપને રે, પરણાવી ધરી નેહ; ઉદયે આવ્યું પાછલું રે, કરમ કર્યું હતું જેહ. કરમ ૭૮ * ૫ 6 . Page #98 -------------------------------------------------------------------------- ________________ િ.. . . . શ્રી અપ્રકારી પૂજાનો રાસ SS SSA દુર્ગધતાના દોષથી રે, દુરગંધી થઈ દેહ; સ્વજનાદિકે સહુ મળી રે, વનમાં વાસી એહ. કરમ૦ ૯ શૂક પ્રતિ સૂડી ભણે રે, રાણીનો એ રોગ; ઔષધ મંત્ર ઉપાયથી રે, કહો કિમ જાશે સંજોગ. કરમ૦ ૧૦ સુણ સુંદરી શુભ ગંધશું રે, જિન પૂજે ગણકાલ; રોગ જાય દિન સાતમે રે, ફળે મનોરથ માલ. કરમ૦ ૧૧ વાત સુણી મદનાવલી રે, પૂરવ ભવ વિરતંત; જાતિસ્મરણ પામી તદા રે, સમજી સર્વ ઉદંત કરમગતિ જિતી કેણે ન જાય. કરમ૦ ૧૨ નિજ આતમ નિંદે તદા રે, નિંદે દુગંછા દોષ; પૂરવ પાપ નિંદે વળી રે, મનશું કરતી સોસ. કરમ૦ ૧૩ પંખીને જ એ પછી રે, મદનાવલી ગોખમાંહિ; તુરત અલોપ થયાં તદા રે, તેહ ન દીસે ત્યાંહિ. કરમ૦ ૧૪ વિસ્મિત ચિંતે સુંદરી રે, શુકશું જાણે એ હ; આદિ અંત લગે માહરું રે, ચરિત પૂરવનું તેહ. કરમ૦ ૧૫ કેવલીને એ કીરનો રે, પૂછીશ સર્વ સંબંધ; એ ઉપગાર એણે કર્યો રે, જેણે જાયે દુરગંધ. કરમ૦ ૧૬ પડિહાર પાસે તદા રે, પૂજાનો ઉપચાર; મંગાવી મન મોહશું રે, જિન પૂજે ત્રણવાર. કરમ૦ ૧૦ સામગ્રી શુભ ગંધની રે, જિનનો પામી જોગ; પ્રેમે પ્રભુને પૂજતાં રે, નાઠો તનુથી રોગ પૂજાથી થયો તેહને સુખ સાજ. ૧૮ સવીર્ય મંત્રના ચોગથી રે, ભૂતાદિકનો નાશ; થાયે તિમ તસ તનુ થકી રે, દૂર ગયો દુરવાસ. પૂજા ૧૯ સુયશશું શુભ વાસના રે, ચિહું દિશિ ચાલી દોડી; મલયાચલના વનમાં રે, જેમ શ્રીખંડનો છોડ. પૂજા. ૨૦ Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ચોકીદાર ચિત્તમાં તદા રે, પામ્યાં પરમ ઉલ્લાસ; સુવાસના સંયોગથી રે, આવ્યા રાણી પાસ. પૂજા૦ ૨૧ રૂપ રંગને વાસના રે, દેખી દેહનો વાન; વધાવો આવ્યો વહી રે, જિહાં બેઠો રાજાન, પૂજા૦ ૨૨ હિયે હરખ માયે નહિ રે, જલ ભરિયાં લોચશ; રોગ ગયો રાણી તણો રે, સાંભળીને રાજા. પૂજા૦ ૨૩ વચન સુણી વધાઉંના રે, ભાવેશ ભૂનાથ; વારું તેહને વધામણી રે, આપી અનંતી આથ. પૂજા૦ ૨૪ સાથે સેના લેઈને રે, ઉલટ આણી રાય; મંગલ તૂર વજાવીને રે, યુવતી તેડણ જાય. પૂજા૦ ૨૫ અનુક્રમે આવ્યો વહી રે, વન આવાસ નજીક; માંહોમાંહી મન ઉલ્લસ્યાં રે, સમય દેખી સુશ્રીક. પૂજા૦ ૨૬ ભૂપતિ દીઠી ભામિની રે, નારીયે દીઠો નાહ; વિયોગ ટાળ્યો વેગળો રે, દૂર ગયો દુઃખ દાહ. પૂજા૦ ૨૭ ભૂંગળ ભેરી વાજતે રે, ગાતે મંગલ ગીત; નગર ભણી ચાલ્યાં વહી રે, ગજે બેસી શુભ રીત. પૂજા૦ ૨૮ અનુક્રમે આવ્યા મંદિરે રે, ઉત્સવ થયાં અપાર; ઘર ઘર ગૂડી ઉછળે રે, હરખ્યાં સહુ નરનાર, પૂજા૦ ૨૯ આવી એહવે વધામણી રે, મનોરમ નામે ઉધાન; અમરતેજ અણગારને રે, ઉપનું કેવલજ્ઞાન, પૂજા૦ ૩૦ વેગે આવી વધામણી રે, તરુણીને જણાવે તેહ; રાણી કહે સુણો રાયજી રે, ઉત્સવ મોટો એહ. પૂજા૦ ૩૧ પ્રેમે ચાલ્યાં વાંદવા રે, રાયરાણી ઉજમાળ; ઉદયરત્ન કહે સાંભળો રે, એહ ચૌદમી ઢાળ, પૂજા૦ ૩૨ ભાવાર્થ : પોપટ વિચાર કરીને પોતાની વનિતાને તે વાત કહે છે કે મદનાવલી જે કારણથી એકલી છે તેનો સંબંધ તું સાંભળ ! કે કર્મવશ તેને વનવાસ સેવવો પડ્યો છે. (૧) ८० Page #100 -------------------------------------------------------------------------- ________________ જે સ્ત્રી અષ્ટપ્રકારી પ્રજાનો રાસ હે પ્રિયા ! સાંભળ ત્રીજા ભવમાં જયસૂરરાજાની શુભમતિ નામે એ રાણી હતી. તે . કરી વિદ્યાધર રાજા હતો અને તેનો વૈતાઢ્ય પર્વતને વિષે વાસ હતો. એક વખત રાજા અને રાણી રાજપરિવાર સાથે અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા ગયા. (૨, ૩) અષ્ટાપદ તીર્થે અરિહંત પરમાત્માની ભક્તિપૂર્વક દ્રવ્ય અને ભાવથી પૂજા કરી. દિ અષ્ટાપદથી પાછાં આવતાં વનમાં એક મુનિવરને જોયાં. (૪) તે મુનિવરનું મલિન ગાત્ર દેખી શુભમંતિએ અજ્ઞાનવશ દુ:ખદાયિની એવી દુર્ગછા કરી હતી. (૫) ત્યારબાદ કેટલોક સમય રાજયલીલા ભોગવી તે બંને દંપતીએ કેવલીના વચન સુણી ક ભવનિતારણી એવી દીક્ષા લીધી અને શુદ્ધ અને પાળી આયુષ્ય પૂર્ણ કરી સુરલોકે દેવ-દેવી આ પણે ઉત્પન્ન થયા. (૬) દેવ સંબંધી આયુષ્ય પૂર્ણ કરી દેવીનો જીવ તે જિતશત્રુરાજાની પુત્રી મદનાવલી નામે કરી થઈ. (૭) - યૌવનવય પામતાં રાજાએ તેને સિંહધ્વજરાજા સાથે મહોત્સવપૂર્વક પરણાવી. પંચઈન્દ્રિય- જન્ય વિષયસુખ ભોગવતાં તે મદનાવલીને પાછલાં ભવનું કર્મ ઉદયમાં આવ્યું. (૮). RT કર્મ ગમે તે ભવમાં બાંધ્યું હોય છે અને તે ગમે તે ભવમાં ઉદયમાં આવે છે. કર્મ કોઈને કરી છોડતું નથી. તે અનુસાર મદનાવલીને કર્મ ઉદયમાં આવ્યું. દુર્ગધના દોષથી તેણીનું શરીર Sા દુર્ગધી થયું અને સ્વજનાદિકે મળીને તેને વનમાં વાસ કરાવ્યો. (૯) ( આ પ્રમાણેનો સંબંધ સાંભળી સૂડી પોતાના સ્વામીને કહેવા લાગી કે હે સ્વામીનું ! ખિી હવે મદનાવલી રાણીનો રોગ કયા ઔષધથી જશે ? અગર કયા મંત્રથી જશે ? કે પૂર્વકર્મને . છે લીધે નહિ જાય તે તમે જાણતાં હોય તો જણાવો. (૧૦) એ પ્રમાણે સૂડીનું કહેવું સાંભળી શુક કહેવા લાગ્યો કે હે સુંદરી ! સાંભળ. જો આપણી આ વાત મદનાવલીએ સાંભળી હોય અને હવે હું કહું તે પ્રમાણે બરાબર સાંભળી શુભગંધ મને કે વડે જો ત્રણ કાલ અરિહંતદેવની પૂજા કરે તો સાતમા દિવસે તેણીનો રોગ નાશ પામશે છે અને સર્વ મનોરથની માલા તે વરશે. (૧૧) એ પ્રમાણેનો પૂર્વભવનો વૃત્તાંત સાંભળી મદનાવલીને જાતિસ્મરણજ્ઞાન થયું અને જે આ પ્રમાણે શુક-યુગલ વાત કરતું હતું તે પ્રમાણેનો પોતાનો પાછલો ભવ જાણી વિચાર કરવા લાગી કે ખરેખર કર્મની ગતિ કોઈનાથી જીતી શકાતી નથી. (૧૨) Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ એ પ્રમાણે વિચાર કરતી પોતાના આત્માને નિંદે છે. પોતે કરેલા દુર્ગંધ દોષની પણ નિંદા કરે છે. વળી પૂર્વકૃત પાપની અત્યંત નિંદા કરતી મનમાં અફસોસ કરે છે. (૧૩) ત્યાર પછી મદનાવલી ઉપકારી તે પોપટને જોવા માટે બહાર આવે છે અને ગોખમાં નજર કરે છે. તો પંખી ત્યાં દેખાતાં નથી. તે શુકયુગલ તો આટલી વાત કરી તરત જ ત્યાંથી અલોપ થઈ ગયું હતું. (૧૪) મદનાવલી વિચારે છે ! વિસ્મય પામે છે ! કે આ પોપટ આદિથી અંત સુધીનું મારું ચરિત્ર કેવી રીતે જાણે છે ? કંઈ સમજાતું નથી. ખેર એ વૃત્તાંત હું કેવલી ભગવંતને પૂછીશ. પરંતુ તે શુક-યુગલે મારા પર મોટો ઉપકાર કર્યો છે કે જે દ્વારા મારા શરીરનો રોગ દૂર થાય અને ફરી શરીર સુંદર થાય. (૧૫, ૧૬) ત્યાર પછી મદનાવલીએ પ્રતિહારી પાસે પૂજાની સામગ્રી મંગાવી અને મનના આનંદ સાથે જિનેશ્વરની ત્રણવાર પૂજા કરવા લાગી. (૧૭) શુભ ગંધની સામગ્રી અને જિનનો યોગ પામી પ્રેમથી પ્રભુને પૂજતાં તેનાં શરીરથી રોગ નાસી ગયો. જિનેશ્વરની પૂજાથી તેને સુખનો સાજ મલ્યો. (૧૮) જેમ અત્યંત વીર્ય સહિત મંત્રજાપના યોગથી ભૂતાદિકનો નાશ થાય તેમ તેના તન થકી દૂર્વાસ દૂર ભાગી ગઈ. (૧૯) સારા યશ સહિત શુભ સુવાસ ચારે દિશામાં ફેલાવા લાગી. જાણે મલયાચલના વનમાં શ્રીખંડનો છોડ પ્રગટ થયો. (૨૦) ચોકીદાર પણ ત્યારે ચિત્તમાં ઉલ્લાસ પામ્યાં અને વિસ્મય પામ્યા થકા. સુવાસના સંયોગથી રાણીની પાસે આવ્યાં. (૨૧) રૂપ, રંગ, સુવાસ અને સુવર્ણમય રાણીનો વાન દેખી હર્ષિત થયાં અને રાજા સિંહધ્વજ જ્યાં બેઠેલાં છે, ત્યાં વધામણી આપી કે રાણીનો રોગ જિનેશ્વરની ત્રિકાલ પૂજા કરવાથી દૂર થયો છે. (૨૨) આ પ્રમાણે વધામણી સાંભળી રાજા ખૂબ હર્ષ પામ્યો. હૈયે હર્ષ માતો નથી અને લોચન દ્વારા હર્ષના આંસુનો પ્રવાહ વહેવા લાગ્યો. (૨૩) વધામણી લાવનારના વચન સાંભળી રાજાએ ભાવપૂર્વક તેને વધામણીમાં અનંતી આથ અનંતુ ધન આપ્યું અને તેનું દુઃખ દૂર કર્યું. (૨૪) ત્યારબાદ સેનાને સાથે લઈ માંગલિક વાજીંત્રો વગડાવતો રાજા ઉલ્લટ આણી મદનાવલીને તેડવા માટે ચાલ્યો. (૨૫) ૮૨ Page #102 -------------------------------------------------------------------------- ________________ છે .. શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ અનુક્રમે ચાલતાં વનખંડના આવાસ નજીક આવ્યા. રાજા રાણી બને મનમાં ઉલ્લાસ પામ્યા. ભૂપતિએ પોતાની ભામિનીને જોઈ અને ભામિનીએ પોતાના નાથને નિરખ્યાં. વિયોગ બંનેનો દૂર ટળ્યો અને દુઃખનો દાવાનલ શાંત થયો. (૨૬, ૨૭) ભૂગલ ભેરી વાજતે છતે, મંગલ ગીતો ગવાતે છતે, ગજપર આરૂઢ થઈ રાજા-રાણી નગરી તરફ ચાલ્યાં. અનુક્રમે રાજમંદિરે આવ્યાં અને અપાર ઉત્સવ થવા લાગ્યાં. ઘર ઘર ગુડી ઉછળવા લાગી. સહુ નર અને નાર હર્ષિત થયા. (૨૮, ૨૯) એ અવસરે એક સુંદર વધામણી આવી કે મનોરમ નામના ઉદ્યાનમાં “અમરતેજ વી નામના અણગારને લોકાલોકને પ્રકાશ કરનારું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. (૩૦) આ વધામણી સાંભળી રાજા હર્ષિત થયો અને તે વાત “મદનાવલી' ને જણાવી. રાણી રાજાને કહેવા લાગી અહો ! આજે મોટો મહોત્સવ થયો કે આવી સુંદર વધામણી આવી. (૩૧) વધામણીયાને વધામણી આપી. રાજા-રાણી તૈયાર થઈ પ્રેમપૂર્વક કેવલી ભગવંતને વાંદવા ચાલ્યા. એ પ્રમાણે ચૌદમી ઢાળ ઉદયરત્નજી મહારાજ કહે છે હે ભવ્યજનો ! તમે સાવધાન થઈ સાંભળો. (૩૨) Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ પંદરમી || દોહા ।। ઉલ્લસિત, ચિત્ત આનંદભર, રાણી સાથે લેહ; નરપતિ બહુ નરનારી શું, પહોંત્યો વંદન તેહ. ૧ આવી તે ઉધાનમાં, પ્રણમી મુનિના પાય; જયણાં શું જુગતે કરી, સહુ બેઠાં તિણે ઠાય. ૨ પરષદ આગલ પ્રેમશું, કેવળી કહે ઉપદેશ; સાંભળતાં સંસારના, છૂટે કોડી કલેશ. ૩ ભાવાર્થ : ઉલ્લસિત ચિત્તથી અને આનંદસભર હૃદયથી યુક્ત સિંહધ્વજરાજા રાણીને તથા નગરજન નરનારી આદિ પરિવારને સાથે લઈ વંદન ક૨વા માટે પહોંચ્યો. (૧) તે મનોરમ નામના ઉદ્યાનમાં આવી પ્રેમપૂર્વક મુનિના ચરણ-કમલને વિષે પ્રણામ કરી જયણાપૂર્વક રાજા-રાણી સહિત સહુ નરનારી ત્યાં નીચે બેઠાં. (૨) ત્યારબાદ પરષદા આગળ કેવલી એવા અમરતેજ અણગાર ઉપદેશ આપવા લાગ્યાં. તે ઉપદેશ સાંભળતાં સાંભળનારના સંસારના ક્રોડો ફ્લેશો નાશ પામે છે અને અનાદિ સંચિત પાપ-કર્મો પણ બળીને ભસ્મીભૂત થાય છે. – તેવી કેવલી ભગવંતની વાણી સહુ સાંભળી રહ્યા છે. (૩) (રાગ : સામેરી મલ્હાર પ્રભુ તુજ શાસન અતિ ભલું - એ દેશી) કરૂણા રસમાં કેવલી, અમૃત સમ કહે વાણી રે; માનવનો ભવ દોહિલો, પ્રીછો તમે ઈમ જાણી રે. ૧ મૂકો મોહ વિટંબણા, મોહે મન બંધાય રે; મોહ વિશુદ્ધા માનવી, મૂઆ મુગતિ ન જાય રે. મૂકો ૨ મોહે મરૂદેવા સહી, બે આંખે થયા અંધ રે; જગમાં જીવને જોવતાં, મોહનો મોટો બંધ રે. મૂકો૦ ૩ આષાઢાદિક મુનિવરુ, મોહે મહાવ્રત ખંડી રે; ચરમશરીરી ચિત્ત થકી, મૂકીને ઘર મંડી રે. મૂકો મોહની કરમના જોરથી, જીવ ભમે જગમાંહિ રે; આઠ કરમમાં અગ્રેસરી, મોહનીય કહેવાય રે. મૂકો ૫ ૪ ૮૪ Page #104 -------------------------------------------------------------------------- ________________ SSSS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) SSS S SS આગારિક અણગારનો, ધર્મ કહો વીતરાગે રે; સમકિત વંત સુધર્મીને, મોહે લંછન લાગે રે. મૂકો. ૬ માત-પિતા સુત કામિની, રાજલીલા સુખ સાજો રે; મમતા મેહલો તેહની, સારો આતમ કાજ રે. મૂકો. ૭ ઈત્યાદિક ઉપદેશથી, પામીને પ્રતિબોધો રે; અણુવ્રતાદિક આદરે, કરતા કરમને સોધો રે. મૂકો. ૮ મદનાવલી મન મોદશે, પૂછે પ્રસ્તાવ પેખી રે; કહો સ્વામી કોણ કીરતે, દયા કરી દીન દેખી રે. જો જો મોહ વિટંબણા. ૯ કેવલી કહે પૂછ્યા પછી, ત્રીજે ભવે પતિ તારો રે; સુરલોકથી આવી તુને, તેણે કર્યો ઉપગારો રે. જોજો. ૧૦ જિનના મુખથી જાણીને, પૂરવ ભવ સંકેતો રે; તુજને પ્રતિબોધી તેણે, વ્યાધિ વિનાશ હતો રે. જો૦ ૧૧ મદનાવલી પૂછે વલી, કહો સ્વામી તે દેવો રે; એ સુરની પરષદમાંહિ, સંપ્રતિ છે પ્રભુ હેવો રે. જો ૧૨ જિન કહે એ બેઠો ઈહાં, જેણે કીધો ઉપગારો રે; શુકરૂપી સુરગતિ ભવે, ભદ્ર તુજ ભરતારો રે. જો૦ ૧૩ કેવલી વચને ઓળખી, પૂરવનો પતિ જાણી રે; ઉપગારી તે અમરને, મદનાવલી કહે વાણી રે. જો૦ ૧૪ પૂરવને પ્રેમે તુમે, પ્રતિબોધી હું અનાથો રે; ' ગુણ ઓશિંગણ તુમ તણા, હું કિહાં થાઈશ હાથો રે. જો૦ ૧૫ સુર કહે વિધાધર કુલે, ઉપજીશ હું અભિરામ રે; આજ થકી દિન સાતમે, ચવી વૈતાઢ્ય સુઠામ રે. જે. ૧૬ ત્યારે તમે પ્રતિબોધજો, પ્રભુપકાર કરે જો રે; સૂવું સમકિત આપીને; અવસરે લાહો લેજે રે. જો ૧૦ મદનાવલી કહે જો મુને, હોસ્ટે તિણે સમે જ્ઞાનો રે; . તો તમને પ્રતિબોધીને, આપીશ સમકિત દાનો રે. જો૦ ૧૮ Page #105 -------------------------------------------------------------------------- ________________ S TD 10 | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ સુરલોકે સુર તે ગયો, મદનાવલી મન મોહે રે; કરજોડી કહે કંતને, વારુ વચન વિનોદે રે. જો. ૧૯ સુરલોકના સુખ ભોગવ્યાં, જગતીમાં તુમ જોગે રે; ભોગ અનંતા ભોગવ્યાં, તૂમ થઈ છું ભોગે રે. જો૦ ૨૦ કાલ અનંત અનાદિનો, જીવ પડ્યો જંજાલો રે; સંયોગના સંબંધથી, અવતાર જાયે આલો રે. ૦ ૨૧ તે માટે પ્રભુજી તુમે, આજ્ઞા જો મુજ આપો રે; સંયમ લેઉં તો સહી, વિષયનો મૂકી પાપો રે. ૦ ૨૨ નૃપ કહે સુણો ગતિનિધિ પરે, પામી પુય સંયોગ રે; પછે કહો કુણ પરિહરે, પ્રીછો બુદ્ધિ પ્રયોગે રે. જો૦ ૨૩ સ્વામી એહ સંસારમાં, સગપણનો શો બંધ રે; સંયોગ તિહાં વિયોગ છે, ધર્મ વિના સવિ બંધ રે. જો૦ ૨૪ આવે જાવે એકલો, બીજો નહિ કો બેલો રે; અંતરમતિ આલોચીને, મનથી માયા મેલો રે મૂકો મોહ વિટંબણા. ૨૫ મહિપતિ માયાને વશે, નિર્ભર નેહ પ્રભાવે રે; હા ના ન કહે મુખ થકી, સમરસ ભાવિ ભાવે રે. મૂકો. ૨૬ ઈમ ઉપદેશ દેઈ ઘણો, પ્રતિબોધી ભરતારો રે; મદનાવલી મુનિવર કને, લિયે સંચમ ભારો રે. મૂકો. ૨૭ નરપતિ નયણે જલ ભરી, સર્વ સાધુને વંદી રે; મદનાવલી આર્યા પ્રત્યે, અનુક્રમે વંદે આનંદી રે. મૂકો. ૨૮ પુનરપિ દેશના સાંભળી, શ્રમણોપાસક વારુ રે; સિંહધ્વજ રાજા થયો, જીવાજીવનો ધારુ રે. મૂકો. ૨૯ વંદીને મંદિર વળ્યો, કેવલી કીધ વિહારો રે; ગુરુણી સાથે મદનાવલી, વિહાર કરે તેણી વારો રે. મૂકો. ૩૦ વિચરે દેશ વિદેશ તે, મૂકી માયા જાળો રે; ઉદયરત્ન કહે સાંભળો, ઢળતી પંદર ટાલો રે. મૂકો. ૩૧ Page #106 -------------------------------------------------------------------------- ________________ TET 1 | શ્રી અશ્મકારી પૂજાનો રાસ “કેવલી અમરતેજ અણગારનો ધર્મોપદેશ” ભાવાર્થ કરૂણારસથી ભરપુર અને મીઠી અમૃત સમવાણીથી કેવલી ભગવંત અમરતેજ ના અણગાર ફરમાવી રહ્યા છે કે, હે ભવ્યજનો ! તમે સાંભળો. દશ દૃષ્ટાંતે દુર્લભ એવો | માનવજન્મ પ્રાપ્ત થયો છે, તેની તમે કિંમત સમજો. (૧) મોહની વિટંબણા દૂર ત્યજો. મોહથી મન બંધાય છે. વળી મોહમાં વિલુબ્ધા માનવી ક્યારે પણ મુક્તિ પામી શકતા નથી. (૨) જગતમાં દષ્ટિપાત કરતાં જાણવા મળે છે કે મોટા ભાગના જીવો મોહનીય કર્મનો વધુ પ્રમાણમાં બંધ કરતાં હોય છે. જુઓ “મરૂદેવા' માતા મોહવશે બે આંખે અંધ થયા. (૩) - વિવેચનઃ જે દિવસે ઋષભદેવ પ્રભુ દીક્ષિત થયા તે દિવસથી મરૂદેવા માતા પુત્રસ્નેહના 6 કારણે મોહવશ પુત્રને યાદ કરી કરીને રડ્યા કરતાં હતાં. એટલું જ નહિ, પોતાના પૌત્ર ની ભરતને રોજ ઓલંભા દેતાં હતાં કે તું તો રાજ્યપાટ ભોગવે છે. મારો ઋષભ જંગલમાં ફરે કરે છે. તું ષટ્રસ ભોજન કરે છે. મારા ઋષભને લુખો સુકો પણ આહાર જંગલમાં મળતો હશે , કરી કે નહિ ? તેની પણ તું કાળજી કરતો નથી. વળી ઋષભ પણ મને કંઈ સંદેશો પાઠવતો , - નથી. હું તો રડી રડીને અડધી થઈ જાઉં છું. મારો ઋષભ ક્યાં હશે ? શું કરતો હશે? બસ | આ મોહદશાએ દિનરાત રડતા મરૂદેવા માતાની બંને આંખોનું તેજ નષ્ટ થઈ ગયું. કહો કે | જીવને મોહ શું નથી કરાવતો ? મોહવશ ચરમશરીરી કહેવાતા અષાઢાભૂતિ મુનિવર પણ ચૂક્યા અને મહાવ્રત ખંડી મી. ઘર સંસાર માંડી બેઠા. (૪) વિવેચનઃ વચ્છપાટણમાં શેઠ કમળ સુવિભૂતિ અને તેમની પત્ની જશોદા અને તેમનો દે. પુત્ર અષાઢાભૂતિ છે. અગ્યાર વર્ષની બાલ્યવયે અષાઢાભૂતિએ “ધર્મરૂચિ' અણગાર પાસે જ દીક્ષા લીધી. શુદ્ધ ચારિત્ર પાળતાં જ્ઞાન ધ્યાનમાં મસ્ત મંત્ર તંત્ર મણિ ઔષધિના સારા જાણકાર થયાં. કોઈ એક વખત વિહાર કરતાં તે મહામુનિ રાજગૃહિ નગરીમાં પધાર્યા. ! ગુરુની આજ્ઞા લઈ અષાઢાભૂતિ નાટકીયાને ત્યાં હોરવા ગયા. તે નાટકીયાએ એક લાડવો વહોરાવ્યો. ‘અષાઢાભૂતિ' હોરી પાછા ફર્યા અને વિચાર કરવા લાગ્યા. આ લાડવો ગુરુનો દ થશે. શિષ્ય મોટું જોતો બેસશે ? ના એવું કશું ન થાય. માટે એમ કરું. વેષ પરિવર્તન કરી દે કરી ફરી પાછો બીજો લાડુ વહોરવા જાઉં. એમ વિચારી વેષ પરિવર્તન કરી બીજો લાડુ હોર્યો. એ આમ પાંચ વખત વેષ પરિવર્તન દ્વારા પાંચ લાડવા હોર્યા. આ બધું જ નાટક પેલો ૬ ના કીયો જોઈ ગયો. તેણે અષાઢાભૂતિને વિનંતી કરી, તમે દરરોજ લાડના હોરવા મારે | ત્યાં આવજો. હું રોજ પાંચ લાડવા વ્હોરાવીશ અને મુનિને પણ લાડવાનો મોહ થયો. Page #107 -------------------------------------------------------------------------- ________________ આ કી ગ્રી અપ્રકારી પૂજાનો રાસ) TWITTER Eી. દરરોજ મુનિ નાટકીયાને ત્યાં લાડવા વહોરવા આવવા લાગ્યા. એક વખત નાટકીયાએ ની પોતાની દીકરીઓને કહ્યું, આજ તમે મુનિને તમારા બનાવી લેજો. “ચિંતામણીરત્ન' સમાન - આ મુનિ કામણગારો છે. સોહામણો છે. તમારો ભરથાર થાય તેમ છે. પોતાના પિતાના આ ના આદેશથી ભુવનસુંદરી અને જયસુંદરીએ આજે સોલ શણગારનો સાજ સજ્યો છે અને ન મુનિને કહે છે આ દેહ અમે તમને સોંપીયે છીએ. તમે અહીં રહો. આ ઘરઘર ભિક્ષા ની માંગવી દોહિલી છે. આ તમારી કુમળી કાયા દિનકરની ઝાળમાં કરમાઈ જાય છે. ભરયુવાની છે. શા માટે કાયાને કચડી નાંખો છો ? આમ મુખડાના મટકા કરતી બંને બાળાએ , મુનિવરને ચિત્તથી ચૂકવ્યો. મુનિનું મન પણ વિષય - વાસનાથી ભભૂકી ઉઠ્યું. અને મુનિએ કહ્યું હું ગુરુને પૂછીને આવું. આ પ્રમાણે કહીને મુનિ ઉપાશ્રયે આવ્યા. ગુરુએ ઠપકો આપતાં કહ્યું, આટલી બધી વાર કેમ થઈ ? ક્યાં ગયા હતાં ? મુનિએ કહ્યું . આ તમારી ભિક્ષા મને દોહિલી લાગે છે. મને તો આમાં કષ્ટ લાગે છે. આ સંયમનો ભાર હું મારાથી વહન થતો નથી. પેલી નટડીમાં મારું મન લાગ્યું છે. હું ત્યાં જવા ચાહું છું. આપની ની આજ્ઞા લેવા આવ્યો છું. ગુરુએ “અષાઢાભૂતિને સમજાવતા કહ્યું, નારી - કુડ - કપટની ખાણ છે. ગરજ પડે ને તારી પાછળ ઘેલી થાય અને કામ પતે એટલે રાક્ષસી જેવી બનતાં વાર નહિ. પોતે દુર્ગતિમાં પડે અને બીજાને પાડે. પોતે અનાચાર આચરે. વળી પતિને પગે લગાડાવે. જુઠાં sી સમ ખાય. એક સાથે રાચે, એકને ધીરજ ધરાવે. વળી અનેક પાપની રાશી ભેગી કરે ત્યારે ની નારીપણું મલે. એવી નારીને વિષે તું શું રાચી રહ્યો છે? પરંતુ અષાઢાભૂતિએ તે વાત Aી માની નહિ અને ચાલ્યો નટડીને ઘેર. નટડીને પરણ્યો અને તેની સાથે વિષયસુખ ભોગવવા ની લાગ્યો. આમ મોહવશ અષાઢાભૂતિ ચારિત્રથી ચૂક્યા. ખરેખર આઠે કર્મમાં મોહે અગ્રેસર છે અને મોહનીયકર્મના જોરથી જીવ ભવમાં ભટક્યા કરે છે. આગારિક અણગારનો ધર્મ વિતરાગે કહ્યો છે. સમકિતવંત સુધર્મીને પણ મોહે લંછન લાગે છે. અષાઢાભૂતિ નટડીના મોહ ચૂક્યા છે. - એક વખત કોઈ પરદેશી નટ આવ્યો અને સિંહરથ રાજાને કહેવા લાગ્યો કે મેં ઘણાં | નટોને વાદમાં જીત્યા છે અને આ પૂતળાં બાંધીને લાવ્યો છું. જો તમારા રાજ્યમાં કોઈ નટ હોય તો તેને હાજર કરો અને મને વાદમાં જીતે તો આ પૂતળાં છોડાવી લો. આ વાત સાંભળી રાજાએ અષાઢાભૂતિને તેડાવ્યો. તેણે વાદમાં પરદેશી નટને જીત્યો કરી અને પૂતળાં છોડાવ્યાં પણ ઘરે આવીને જુએ છે તો પાછળથી બંને સુંદરીઓએ મદિરા | Sી પીધી છે અને નગ્ન અવસ્થામાં પડી છે. આ જોઈ ગુરુવાક્ય યાદ આવ્યું કે ગુરુએ કહ્યું હતું Page #108 -------------------------------------------------------------------------- ________________ SS S SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) Sી નારી કપટની ખાણ છે. વિગેરે બધી જ વાત યાદ આવી તેથી તેનાથી વિરક્ત થઈ પાછા ફર્યા અને પાંચસો કુમારોને નાટક કરવા મૂક્યા હતાં. તેમને બોલાવ્યા અને તેમને પણ પ્રતિબોધ્યા અને ફરી પાંચસો સાથે સંયમ લીધો અને કરેલ ભૂલનું પ્રાયશ્ચિત્ત કરી આલોચના દર કરી મોક્ષે ગયા. આ પ્રમાણે મોહવશ અષાઢાભૂતિને એક વખત મોહનીય કર્મે કેવાં પછાડ્યા તે તમે જોયું. બસ એ જ રીતે “મોહનીયકર્મ સર્વ જીવોને જમાડે છે તે માટે માતા-પિતા, તે પુત્ર-કામિની, રાજલીલા સુખનો સાજ વિગેરેની મમતા છોડો અને તમારા આત્મકાજને સારો. દિને આ પ્રમાણે સાંભળી પ્રતિબોધ પામો અને અણુવ્રતાદિ બાર વ્રતને ધારણ કરી. કર્મની શુદ્ધિ કરો. એ પ્રમાણે “અમરતેજ' નામના કેવલી ભગવંતે દેશના આપી. (૫, ૬, ૭, ૮) એ પ્રમાણેની કેવલી ભગવંતની દેશના સાંભળી. સમય જોઈને “મદનાવલી' હર્ષથી દિને અણગારને પૂછવા લાગી કે હે સ્વામી ! તે કીર (પોપટ) કોણ હતો? કે જેણે મને દીન દે દેખી મારા પર દયા કરી. પ્રભુ મોહની વિટંબણા પણ કેવી છે ? કંઈ સમજાતું નથી. (૯) ત્યારે કેવલી ભગવંતે કહ્યું કે, હે “મદનાવલી' ! સાંભળ તે શુક (પોપટ) બીજો કોઈ જ નહીં. પરંતુ આ ભવથી પાછલાં ત્રીજા ભવનો તારો પતિ છે અને દેવલોકથી તને આ રીતે દુ:ખી દેખી તારા પર દયા આવવાથી તારાં પર ઉપકાર કરવાની બુદ્ધિથી આવીને તારા પર દિ તેણે ઉપકાર કર્યો છે. (૧૦) - જિનના મુખથી પૂર્વભવનો સંબંધ જાણ્યો અને વ્યાધિના વિનાશ અર્થે તને પ્રતિબોધી Sી છે. (૧૧) તે પ્રમાણે જાણી હર્ષિત મનવાળી “મદનાવલીએ ફરી કેવલી ભગવંતને પૂછ્યું કે હે , - સ્વામી ! તે દેવ આ દેવની પર્ષદામાં હમણાં છે ? (૧૨) કેવલી ભગવંતે પણ કહ્યું કે ‘હા’ છે જેણે શુકરૂપે સુરગતિથી આવીને ઉપકાર કર્યો છે. તે દેવ આ પર્ષદામાં બેઠો છે અને તે ભદ્રે ! તે ગયા ભવનો તારો ભરતાર છે. (૧૩) , , . કેવલી ભગવંતના વચને પૂર્વના પતિને ઓળખી, ઉપકારી તે દેવને “મદનાવલી' કહેવા લાગી કે, હે દેવ ! પૂર્વના પ્રેમથી અનાથ એવી મને તમે પ્રતિબોધી છે. તમારાં ગુણ ઓશીંગણ રૂપ છે. હું તમારો પ્રત્યુપકાર ક્યારે કરીશ? (તમારો હાથો ક્યાં થઈશ ?) (૧૪, ૧૫) ત્યારે દેવ કહેવા લાગ્યો કે હું વિદ્યાધરના કુલમાં આજથી સાતમે દિવસે વૈતાઢ્યગિરિમાં ન ઉત્પન્ન થઈશ. ત્યારે તમે મને ત્યાં પ્રતિબોધ કરજો અને મારા પર પ્રત્યુપકાર કરજો ત્યાં જ | મને શુદ્ધ સમકિત આપીને તે અવસરે ઉપકાર કરીને લાહો લેજો. (૧૬, ૧૭) - તે સાંભળીને વળતું મદનાવલી કહેવા લાગી કે તે સમયે જો મને જ્ઞાન હશે તો જરૂર કી તમને સમકિતનું દાન આપી ઉપકારને કરીશ. (૧૮) Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ત્યારબાદ દેવ સુરલોકે ગયો અને મદનાવલી હવે પોતાના કંતને હર્ષપૂર્વક વિનંતી કરવા લાગી કે (૧૯) દેવલોકના સુખ ભોગવ્યા. મનુષ્યગતિમાં આવી તમારી સાથે સાંસારિક સુખ ભોગવ્યા, આવા ભોગો તિર્યંચગતિ આદિ ગતિઓમાં અનંતીવાર ભોગવ્યા, હવે તે ભોગથી તૃપ્ત થઈ છું. હવે તે ભોગ ભોગવવા દ્વારા મારે દુર્ગતિને આમંત્રણ આપવું નથી. (૨૦) અનાદિ અનંત કાલથી આ જીવ આધિ - વ્યાધિ – ઉપાધિની જંજાલમાં ફસાયો છે અને એકબીજાના સંયોગના સંબંધથી ભવ નિષ્ફલ જાય છે. (૨૧) તે માટે હે સ્વામીન્ ! જો તમે મને આજ્ઞા આપો તો સંયમ લઉં અને વિષય વાસનાના પાપનો ત્યાગ કરું. (૨૨) ત્યારે રાજા પણ કહેવા લાગ્યો કે પુણ્યસંયોગે તો તું આવી શુભગતિ અને શુભ સુખનો સંયોગ પામી છું, તો કોણ મૂર્ખ હોય કે જે આવા સુખનો ત્યાગ કરે ? તું તારી બુદ્ધિથી વિચાર કર. (૨૩) ત્યારે મદનાવલી કહેવા લાગી કે હે સ્વામીન્ ! આ જીવે સંસારમાં અનંતા સગપણ કર્યા છે. જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ છે જ. ધર્મ વિનાનાં બધાં જ સંબંધ ફોગટ છે. (૨૪) જીવ એકલો આવ્યો છે. એકલો જવાનો છે. કોઈ કોઈનો સગો થતો નથી. ધર્મ એક જ આપણો સગો છે. તે આપણો બેલી છે. માટે તમે અંતરમતિથી વિચાર કરો અને મનથી માયા છોડો ! (૨૫) હવે સિંહધ્વજરાજા માયાવશ અને નેહસભર હૈયાથી હા કે ના કંઈ જ મુખથી કહી શકતો નથી. જાણે તે હા કે ના બંનેમાં સમરસ ન બન્યો હોય ! તેવો સમરસભાવી વિચાર કરે છે. (૨૬) ત્યારે ‘મદનાવલી’ અનેક પ્રકારે ઉપદેશ આપી સિંહધ્વજ રાજાને પ્રતિબોધે છે અને ‘અમરતેજ’ નામના કેવલી પાસે સંયમ ગ્રહણ કર્યું. (૨૭) ત્યારબાદ નરપતિ સજલનયણે સર્વ સાધુને વાંદી અનુક્રમે ‘મદનાવલી’ આર્યાને પણ આનંદે વાંદીને ફરી પણ ધર્મદેશના સાંભળી સિંહધ્વજરાજા સુંદર શ્રમણોપાસક થયો અને જીવ અજીવાદિ નવતત્ત્વોનો જાણ થયો. તેમજ જીવનમાં નવતત્ત્વને ધારણ કર્યા. (૨૮, ૨૯) ત્યારબાદ ગુરુભગવંતને વાંદીને સિંહધ્વજરાજા રાજમંદિર તરફ વળ્યો અને કેવલી ભગવંતે વિહાર કર્યો. ‘મદનાવલી’ એ પણ પોતાના ગુરુણી સાથે વિહાર કર્યો. (૩૦) દેશ-વિદેશ વિચરતાં, માયાજાળને તોડતાં, જ્ઞાન-ધ્યાન અભ્યાસતા, શુદ્ધ સંયમ પાળે છે. એમ ઉદયરત્નજી મહારાજ ઢળતી પંદરમી ઢાળમાં કહી રહ્યાં છે. (૩૧) ૯૦ testat Page #110 -------------------------------------------------------------------------- ________________ STS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) SATHE ENTRY ઢાળ સોળમી | દોહા સા મદનાવલી સાધવી, અજાનો આચાર; પાલે મન પ્રેમે કરી, ચારિત્ર નિરતિચાર. ૧ ભણી ગુણી તે ભાવશું, આગમ સૂત્ર અનેક; સૂક્ષ્મ અરથને સદહે, વારુ ધરિય વિવેક. ૨ ખિમા આદિ તે ગુણ ખરા, પ્રીતે પાલે તેહ; ગુણીની સેવા કરે, ઉપશમ રસ ગુણગેહ. ૩ ઉપવાસ આદિ માંડીને, પક્ષ માસ પર્યન્ત; આણાશું તપ આચરે, શમદમ મહા ગુણવંત. ૪ ભાવાર્થ હવે તે મદનાવલી સાધ્વી આર્યાવ્રતને મન પ્રેમે પાળે છે. ચારિત્રધર્મ પણ | ક્યાંય અતિચાર ન લાગે તેવી કાળજીપૂર્વક નિરતિચાર ચારિત્ર પાળે છે. (૧) ભાવપૂર્વક અનેક પ્રકારના આગમસૂત્રનો અભ્યાસ કરે છે. એટલું જ નહીં, વિવેકપૂર્વક સૂત્ર આદિના સૂક્ષ્મ અર્થની શ્રદ્ધા કરે છે. જાણે છે અને તે પ્રમાણે જીવનને આચરણમાં ક ઉતારે છે. (૨) વળી ક્ષમા આદિ દશવિધ યતિધર્મને પ્રીતિપૂર્વક પાળે છે. ગુરુણીની સેવા કરે છે અને તે ની ઉપશમરસ ગુણમાં ઝીલે છે. (૩) વળી ગુણીની આજ્ઞાથી ઉપવાસ આદિથી માંડીને પાસક્ષમણ, માસક્ષમણ પયંતનો I તપ ઉલ્લાસપૂર્વક આચરે છે. આ પ્રમાણે મદનાવલી આર્યા અમદમ ગુણને ધારણ કરતા પૃથ્વીતલ પર ગુણી સાથે વિચરી રહ્યા છે. (૪) (સુંદર, પાપસ્થાનક તજો સોળમું - એ દેશી) સુંદર, દેવ ચ્યવી દેવલોકથી, ખેચર સુત ગુણખાણ હો; સુંદર, અનુક્રમે આવી ઉપનો, મૃગાંક નામે સુજાણ હો. ૧ સુંદર, મોટું કર્મ મોહની, જિન વિણ જિત્યું ન જાય હો; સુંદર, સીત્તેર કોડાકોડીની, સ્થિતિ જેહની કહેવાય હો. સુંદર મોટું કર્મ મોહની. ૨ Page #111 -------------------------------------------------------------------------- ________________ 3 STD | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) SAT સુંદર, યૌવન વય પામ્યો જદા, તેહ મૃગાંક કુમાર હો; સુંદર, રતનાવલીને પરણવા, ચાલ્યો લેઈ પરિવાર હો. સે.મો૩ સુંદર, દિવ્યવિમાનમાં બેસીને, ભૂષણ ભૂષિત અંગ હો; સુંદર, આવ્યો એક ઉધાનમાં, જાન લેઈ મન રંગ હો. સે.મો. ૪ સુંદર, તિણે સમયે તે મહાસતિ, વિચરતા વનમાંહિ હો; સુંદર, સાધ્વીના સમુદાયશું, કાઉસગ્ગ કીધો ત્યાંહિ હો. સે.મો. ૫ સુંદર, દેવ મનુષ્ય તિર્યંચના, અનુલોમ, પ્રતિલોમ હો; સુંદર, ઉપસર્ગ જે જે ઉપજે, સહે લેઈ ગુણ સૌમ્ય હો. સે.મો. ૬ સુંદર, ખેચર દેખી ક્ષામોદરી, મદનાવલી તન સોહ હો; સુંદર, પૂરવને પ્રેમે કરી, મૃગાંક પામ્યો મોહ હો. સે.મો. ૭ સુંદર, અહો અહો લાવણ્ય એહનું, અવયવ દાટ અનૂપહો; સુંદર, અમરી કે અપછરા, અહો અહો એહનું રૂપ હો. સે.મો. ૮ સુંદર અહો મુખમુદ્રા એહની, ઉગ્ર તપસ્યા વંત હો; સુંદર, આભૂષણ વિણ એનું, ઝલહલ તનુ ઝલકંત હો. સે.મો. ૯ સુંદર, વિધાધર વિહવળ થયો, બોલે બોલ સરાગ હો; સુંદર, તપ કરી શું ચાહો તુમે, ભોગ તથા સૌભાગ્ય હો. સે.મો. ૧૦ સુંદર, કામિની જે ઈરછા કરો, તો વિલસો મુજ સંગ હો; સુંદર, મંદિર આવો માહરે, થાણું હું અરધાંગ હો. સે.મો. ૧૧ સુંદર, હું વિધાધર નંદનો, મૃગાંક માહરું નામ હો; સુંદર, રત્નાવલી વરવા જતાં, તુમ દીઠાં ઈણ ઠામ હોસે.મો. ૧૨ સુંદર, આવો બેસો વિમાનમાં, તુમશે લાગ્યો નેહ હો; સુંદર, રત્નાવલી રમણી હવે, ત્રિવિધે તજી મેં તેહ હો. સે.મો. ૧૩ સુંદર, જિહાં મન માને જેહનું, તેહને તેહ સુહાય હો; સુંદર, દિવ્ય સ્વરૂપી દેખીને, દુજી નાવે દાય હો. સુ.મો૦ ૧૪ સુંદર, સરાગ વચને મહાસતિ, સાહસ ગુણ ભંડાર હો; સુંદર, મેરૂચૂલા તણી પરે, ન ચલે તે નિરધાર હો. સે.મો. ૧૫ Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ સુંદર જિમ જિમ મદન સંયોગથી, પ્રકાશે ગુણપ્રેમ હો; સુંદર, તિમ તિમ શુભ ધ્યાને ચઢી, જલધિ વેલા જેમ હો. સું.મો૦ ૧૬ સુંદર, કામી તે અજ્જાને કરે, ઉપસર્ગ અનુકૂલ હો; સુંદર, કર્મ અહિયાસે આપણાં, એ રૂપ અનરથ મૂલ હો. સું.મો૦ ૧૭ સુંદર ધિક્ ધિક્ મુજ તનુકાંતિને, ધિક્ ધિક્ વિષય વિકાર હો; સુંદર, જીવ ભમે જગમાં સહી, એહ તણે અધિકાર હો. સું.મો ૧૮ સુંદર, શુકલધ્યાને તે મહાસતિ, પામ્યા પંચમ જ્ઞાન હો; સુંદર, કેવલ મહિમા સૂર કરે, મૂકી મન અભિમાન હો. સું.મો૦-૧૯ સુંદર દેવદુંદુભી ગડગડે, આકાશે અભિરામ હો; સુંદર, કનક કમલે બેસારીને, સુણે દેશના શુભકામ હો. સું.મો૦ ૨૦ સુંદર, મૃગાંક મન સાતે તિહાં, અચરિજ પામ્યો અત્યંત હો; સુંદર, મુખકમલે મોહી રહ્યો, પેખે પ્રેમ સંભ્રાંત હો. સું.મો૦ ૨૧ સુંદર, કેવલી કહે ઉપદેશમાં, પૂરવભવ વિરતંત હો; સુંદર, જયસૂર નામે તું હતો, શુભમતિનો કંત હો. સું.મો૦ ૨૨ સુંદર, દેવ થયો બીજે ભવે, તિહાંથી ચવીને તેહ હો; સુંદર, ઈહાં આવી તું ઉપનો, મૃગાંક સુણ ગુણગેહ હો. સું.મો૦ ૨૩ સુંદર, શુભમતિ જયસૂરની, રાણી રૂપનિધાન હો; સુંદર, સુરલોકથી ચ્યવી ઉપની, હું મદનાવલી અભિધાન હો. સુ.મો૦ ૨૪ સુંદર, તેં પ્રતિબોધ દીધો મને, દુ:ખિણી વનમાં દેખી હો; સુંદર, પૂરવ વાત સવે કહી, સમજાવી સુવિશેષ હો. સું.મો૦ ૨૫ સુંદર, અહો અહો અજિત અતુલબલી, પૂરવ પ્રેમ પંડુર હો; સુંદર, સુરનર કોઈ થંભે નહિ, પ્રેમ નદીને પૂર હો. સું.મો૦ ૨૬ સુંદર, ભવમાં જીવ ભમે સહી, પ્રેર્યાં પ્રેમનો બંધ હો; સુંદર, જાતિસ્મરણ પામ્યો તદા, મૃગાંક સુણી સંબંધ હો. સું.મો૦ ૨૭ સુંદર, પૂરવ ભવ પેખી કહે, ધિક્ ધિક્ કર્મવિપાક હો; સુંદર, પરમ સંવેગ પામ્યો સહી, ઘટી ગયું મોહની છાક હો. સું.મો૦ ૨૮ : ૯૩ Page #113 -------------------------------------------------------------------------- ________________ E ૩ ST .. શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ સુંદર, અંતરગત આલોચીને, મહાવ્રત લિયે મદમોહી હો; સુંદર, પ્રતિ ઉપકાર કર્યો તુમે, કહે જિનને કરડી હો. સુ.મો. ૨૯ સુંદર, વિધાધર દેવ વંદી વળ્યા, કેવલી કીધ વિહાર હો; સુંદર, ઉગ્રતપસ્વી તે થયો, મૃગાંક નામે અણગાર હો. સે.મો. ૩૦ સુંદર, અનુક્રમે અણસણ લઈને, આણી કર્મનો અંત હો; સુંદર, પંચમગતિ પામ્યો સહી, ત્રિવિધે નમું તે સંત હો. સે.મો. ૩૧ સુંદર, ભવિઅણને પ્રતિબોધીને, પાલીને પરમાય હો; સુંદર, મદનાવલી તે સાધવી, પામી પંચમ થાય હો. સે.મો. ૩૨ સુંદર, વિજયચંદ્ર કેવલી કહો, ગંધપૂજા દ્રષ્ટાંત હો; સુંદર, હરિચંદ્ર હરખે સુણ્યો, કરવા કર્મનો અંત હો. સે.મો૦ ૩૩ સુંદર, ભવિયણ ભાવે સાંભળો, ઉદયરતન કહે એમ હો; સુંદર, સખરી ઢાળ એ સોળમી, પૂરણ થઈ પ્રેમ હો. સે.મો. ૩૪ “મદનાવલીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ ભાવાર્થ શુક-યુગલ રૂપે આવી મદનાવલીને પ્રતિબોધી તે દેવ દેવલોકે ગયો અને ત્યાંથી ચ્યવી વૈતાઢયમાં વિદ્યાધર રાજાનો મૃગાંક નામે અનુપમ રૂપ લાવણ્ય ગુણકલાથી ભરપૂર પુત્ર થયો. (૧) - આઠકર્મમાં સૌથી મોટું મોહનીય કર્મ છે. જેની સિત્તેર કોડાકોડી પ્રમાણની સ્થિતિ છે. તે મોહનીયકર્મ જિનેશ્વર વિના કોઈનાથીય જીતી શકાતું નથી. (૨) મૃગાંકકુમાર અનુક્રમે યૌવનવય પામ્યો અને એક દિવસ રાજપરિવાર લઈ “રત્નાવલીને એ પરણવા ચાલ્યો. (૩) દિવ્યવિમાનમાં બેસી આભૂષણોથી અંગને સુશોભિત કરી ચાલ્યા. ચાલતાં ચાલતાં એક ઉદ્યાનમાં જાન લઈને આવ્યો. (૪) ના તે સમયે મદનાવલી મહાસતિ વિચરતા સાધ્વી પરિવારથી પરિવરેલા તે વનમાં આવ્યાં | અને કાયોત્સર્ગ કરવા લાગ્યાં. (૫) તે સમયે તે મહાસતિ દેવ - મનુષ્ય અને તિર્યંચનાં અનુકૂલ તથા પ્રતિકૂલ ઉપસર્ગ સૌમ્યભાવે સહન કરતાં હતાં. (૬) તે સમયે વિદ્યાધર પુત્ર મૃગાંકકુમાર મદનાવલીના શરીરની શોભા દેખી તેના પર ની પૂર્વભવના પ્રેમવશ મોહિત થયો. (૭) Page #114 -------------------------------------------------------------------------- ________________ . . શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) TET 1 2 અને વિચારવા લાગ્યો કે અહો શું એનું લાવણ્ય છે ? શું સુંદર અવયવો છે ? શું | અનોપમ ઘાટ છે ? જાણે દેવલોકની દેવી ન હોય ? જાણે સાક્ષાત્ અપ્સરા જોઈ લો ! શું ને $ એનું સૌંદર્ય અને શું એનું રૂપ છે ! અહો ! એમની મુખમુદ્રાને ધન્ય છે. તેઓ ઉગ્ર તપસ્વી કરી છે. તેથી આભૂષણ વિના પણ એમનું તેજ ઝળહળી ઉઠ્યું છે. (૮, ૯) - તે પ્રમાણેનું રૂપ જોઈ મૃગાંકકુમાર મદનાવલીને સરાગ વચનથી કહેવા લાગ્યો કે, હે દિગી મહાસતિ ! તપ કરવા દ્વારા તમે શું ઈચ્છા રાખો છો? તે મહાસતિને જોઈ વિવલ થયો છે 6 થકો કહેવા લાગ્યો કે શું તમે ભોગની કે સૌભાગ્યની વાંછા કરો છો ? (૧૦) કિસી કે કોઈ કામીની ઈચ્છા કરો છો? જો તમે કોઈકામી પુરુષની ઈચ્છા કરતાં હો તો તમે 3. મારી સંગે આવો અને ભોગવિલાસ કરો. તમે મારા મંદિરે પધારો, હું તમને અર્ધાંગનાના પદે સ્થાપન કરૂં. (૧૧) હું વિદ્યાધરનો મૃગાંક નામે પુત્ર છું. રત્નાવલીને પરણવા જતાં અહિં ઉદ્યાનમાં મેં Sતે તમને જોયાં. તમે મારી સાથે ચાલો. મારા વિમાનમાં બેસો. મને તમારા પ્રત્યે અવિહડ સ્નેહ ઉત્પન્ન થયો છે અને સુંદર રમણી રત્નાવલીને હું આજથી ત્રિવિધ યોગે તજું છું. (૧૨, ૧૩) ખરેખર જે વ્યક્તિનું મન જેને વિષે લાગેલું હોય છે તેને તે જ પસંદ પડે છે. પણ જેના દિલ વિષે મન લાગતું નથી તેને તેના પ્રત્યે ઘણી મહેનતે પણ પ્રીતિ થતી નથી. તમે દિવ્યસ્વરૂપી દેખાવ છો. તેથી હવે મારું મન બીજે ક્યાંય લાગતું નથી. (૧૪) એ પ્રમાણેના મૃગાંકકુમારના સરાગ વચન સાંભળવા છતાં તે મહાસતિ સાહસ અને કી ગુણના ભંડારી છે.મેરૂચૂલાની જેમ તે કોઈનાથી પણ ચલાયમાન થાય તેમ નથી. અર્થાત્ “મદનાવલી' મહાસતિ ચલાયમાન થયા નહિ. (૧૫) શિ. હવે મૃગાંકકુમાર જેમ જેમ મદન (કામ)ના સંયોગે ગુણપ્રેમ પ્રકાશિત કરે છે, તેમ તેમ મહાસતિ “મદનાવલી” શુભધ્યાન ધારાએ ચડી રહ્યા છે. જાણે ધ્યાન સમુદ્રમાં ડૂબકી મારી રહ્યા છે. (૧૬) જે કામી છે! તે આર્યાને (સાધ્વીને) અનુકૂલ ઉપસર્ગ કરે છે. પણ મહાસતિ ! પોતાના કર્મને તોડે છે અને વિચારી રહ્યાં છે ખરેખર મારું આ રૂપ જ અનર્થનું મૂળ છે. (૧૭) મારા આ શરીરની કાંતિને ધિક્કાર થાઓ. ધિક્કાર થાઓ. ખરેખર જગતમાં જીવ જે ભમે છે. તે વિષય વિકાર અને કષાયમાં ફસાઈને ભમ્યાં કરે છે. (૧૮) આ પ્રમાણે ભાવના ભાવતા મહાસતિ મદનાવલી શુક્લધ્યાનની ધારાએ ચડ્યા. તે જ વખતે ચાર ઘાતકર્મનો ક્ષય કરી પંચમ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે અને તે કેવલજ્ઞાનીનો મહિમા દેવતાઓ અભિમાનનો ત્યાગ કરીને કરવા માટે આવ્યા. (૧૯) Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ગગનમંડલને વિષે દેવદુંદુભી ગડગડવા લાગી અને કેવલી ભગવંતને સુવર્ણકમલ ૫૨ બેસાડી સર્વે શુભકામના સાથે દેશના સાંભળવા બેઠાં. (૨૦) આ દ્રશ્ય જોઈને મૃગાંકકુમારને અત્યંત આશ્ચર્ય થયું અને કેવલીના મુખકમલ પર મોહિત થયો થકો પ્રેમથી સંભ્રાંત થયેલો કેવલીને નિહાળી રહ્યો છે. (૨૧) ત્યારે કેવલી ભગવંત મૃગાંકકુમારને ઉદેશીને પૂર્વભવનો અધિકાર કહેવા લાગ્યાં કે, તું જયસૂર નામે રાજા અને શુભમતિનો ભરતાર હતો. (૨૨) ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી તું બીજા ભવમાં દેવ થયો અને ત્યાંથી ચ્યવીને તું અહિં ગુણના ઘર-રૂપ મૃગાંક નામે કુમાર થયો છે. (૨૩) અને જયસૂર૨ાજાની જે રૂપના નિધાન સમ શુભમતિ નામે રાણી હતી તે પણ દેવલોકથી ચ્યવી હું ‘મદનાવલી’ નામે અહિં ઉ૫ની છું. (૨૪) અને હે મૃગાંકકુમાર ! દેવના ભવમાં તેં મને વનમાં દુ:ખી દેખી આવીને પ્રતિબોધ કર્યો હતો. એ પ્રમાણેની પૂર્વની સર્વ હકીકત સુવિશેષથી ‘મદનાવલી' મહાસતીએ મૃગાંકકુમારને સમજાવી. (૨૫) એ પ્રમાણેની વાતો સાંભળી મૃગાંકકુમાર વિચારવા લાગ્યો અહો ધન્યવાદ છે. તે કેવલી ભગવંતને જેઓ કોઈનાથી જિતાતા નથી અને વળી અતુલબલી છે.પૂર્વભવના સંબંધે પ્રેમનો અંકુરો પ્રગટ્યો. ખરેખર દેવ-દેવી નર-નારી કોઈ જગતમાં સ્થિર રહેતું નથી બધા જ નદીના પ્રવાહની જેમ વણથંભ્યા ચાલ્યા જ કરે છે. એજ જીવ વારંવાર નવાં નવાં દેહને ધારણ કરે છે. જીવ ભવમાં પરિભ્રમણ કરે છે. તે પણ પ્રેમથી બંધાઈને વધુ ભમે છે. આ પ્રમાણે પૂર્વનો સંબંધ સાંભળી મૃગાંકકુમાર જાતિસ્મરણ પામ્યો. (૨૬, ૨૭) પોતાનો પૂર્વભવ દેખી વિચારવા લાગ્યો. કર્મના વિપાકને ધિક્કાર હો. કર્મના કેવા વિપાક છે. તે કોઈ ભવમાં કોઈને છોડતા નથી. એ પ્રમાણે મહા સંવેગી બનેલાં ભૃગાંકકુમારની મોહનીયકર્મની સ્થિતિ ઘટી ગઈ. (૨૮) અને આત્મવિમર્શ કરતાં મદ મોડીને કેવલી ભગવંત પાસે મહાવ્રતને સ્વીકારે છે. સંયમ ગ્રહણ કરે છે અને કેવલી ભગવંતને કરજોડી કહે છે કે, તમે મારા પ્રત્યે પ્રત્યુપકાર કર્યો છે. (૨૯) ત્યારબાદ વિદ્યાધર રાજા અને દેવો વંદન કરીને પાછા વળ્યા અને કેવલી ભગવંતે પણ ત્યાંથી વિહાર કર્યો અને મૃગાંક અણગાર પણ ઉગ્નતપસ્વી થયાં. (૩૦) ૯૬ Page #116 -------------------------------------------------------------------------- ________________ TET TAT TAT શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ | ત્યારબાદ અનુક્રમે અણસણ સ્વીકારી સંકલ કર્મનો અંત કરી પંચમગતિને પામ્યા. તે - મૃગાંકકુમાર મુનિને ત્રિવિધ યોગે વંદન કરું છું. (૩૧) હવે મદનાવલી મહાસતી પણ કેવલજ્ઞાન પામી પૃથ્વીતલ પર વિચરતાં, ભવ્યજીવોને $ પ્રતિબોધ કરતાં પોતાના ઉત્કૃષ્ટ આયુષ્યને ભોગવી તે પણ પંચમગતિ રૂપ મોક્ષ સુખને દિને પામ્યાં. (૩૨) - એ પ્રમાણે શ્રી વિજયચંદ્ર કેવલીએ ગંધપૂજા પર જયસૂરરાજા અને શુભમતિરાણીનું B દ્રષ્ટાંત હરિચંદ્ર રાજાને કહ્યું. હરિચંદ્ર રાજવીએ પણ હર્ષપૂર્વક તે અધિકાર સાંભળ્યો અને દિને | કર્મનો અંત કરવા માટે ઉલ્લાસપૂર્વક સુણ્યો. (૩૩). એ પ્રમાણે સોળમી ઢાળ પૂરણ પ્રેમે પૂર્ણ થઈ એમ ઉદયરત્નજી મહારાજ કહે છે કે હે ભવ્યજનો ! ભાવે સાંભળો અને તમે પણ જયસૂરરાજા અને શુભમતિરાણીની જેમ ભાવપૂર્વક કને ગંધપૂજા કરો અને તેમની જેમ ચારગતિ રૂપ સંસાર પરિભ્રમણથી મુક્ત બની પંચમગતિ | રૂપ મુક્તિને વરી શાશ્વત સુખના ભોક્તા બનો. (૩૪). ઈતિ ગંધપૂજા પર જયસૂરરાજા અને શુભમતિરાણીનું દૃષ્ટાંત સંપૂર્ણ m- Page #117 -------------------------------------------------------------------------- ________________ STS STS STS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ સત્તરમી | દોહા | પ્રથમ પૂજા પગથારીઓ, જાતાં શિવપુર જાણી; કેવલી કહે હરિચંદ્રને, જિનપૂજા સુખખાણી. ૧ ધનસુખ ધણસુખ ધામસુખ, શિવસુખ દેવ વિમાન; પૂજાથી ફલ પામીયે, કામિયે જેહ કલ્યાણ. ૨ પૂજા અષ્ટપ્રકારની, ગંધાદિક ગુણવંત; બીજી પૂજા ધૂપની, સુણો તેહનો દ્રષ્ટાંત. ૩ મૃગનાભિ ચંદન પ્રમુખ, અગર કપૂર સુગંધ વારુ ધૂપ ઉવેખીને, જે પૂજે જિનચંદ. ૪ સુવિધિ ધૂપ સુગંધ શું, જે પૂજે જિનરાય; સૂરનર કિન્નર ઈંદ્ર સવિ, પૂજે તેના પાય. ૫ જિમ વિનયંધર જિનતણિ, કરતાં ધૂપની ભક્તિ; સૂરનર સર્વને તે થયો, પૂજનીક ગુણવંત. ૬ સાતમે ભવ સિદ્ધિ ગયો, સુણો તેહનો સંબંધ અનુક્રમે આદિથી માંડીને, કેવલી કહે પ્રબંધ. ૭ ભાવાર્થ: શ્રી વિજયચંદ્ર કેવલીએ હરિચંદ્ર રાજવી આગળ પ્રથમ પૂજાનું વર્ણન કર્યું અને તે વર્ણન કરતાં કહ્યું કે પ્રથમ પૂજાથી જેમ જયસૂરરાજા અને શુભમતિરાણી શિવસુખ પામ્યા એ પ્રમાણે હે રાજનું! જિનપૂજા ખરેખર સુખની ખાણ છે. (૧) જિનપૂજાથી ધનસુખ, સ્ત્રીસુખ, ધામસુખ, શિવસુખ તેમજ દેવવિમાનનું સુખ આ બધું જ પ્રાપ્ત થાય છે. તેમજ જિનપૂજાથી મનવાંછિત ફલ અને કલ્યાણવલિની પ્રાપ્તિ થાય છે. (૨) કિa પૂજા અષ્ટપ્રકારની છે. જેમાં પ્રથમ ગુણવંત એવી ગંધપૂજાનું વર્ણન કર્યું. હવે બીજી કો ૬. ધૂપપૂજા છે. તે ધૂપપૂજાનું દૃષ્ટાંત સાંભળો. (૩) - મૃગનાભિમાં જે કસ્તૂરી રહે છે તે ચંદનનો ધૂપ. અગરૂનો ધૂપ, કપૂરનો ધૂપ, આવા કિસ ની અનેક સુગંધી ધૂપથી જે જિનેશ્વરની પૂજા કરે છે તે ધૂપપૂજા કરનારના સૂરનર કિન્નર ઈન્દ્ર છે આદિ સર્વે ચરણ-કમલ પૂજે છે. (૪, ૫). Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ધૂપ દ્વારા જિનવરની ભક્તિ કરતાં જેમ ગુણવંત વિનયંધર સૂરનર સર્વને પૂજનીક થયો. (૬) વળી તે વિનયંધર સાતમે ભવે સિદ્ધિગતિને પામ્યો તેહનો અધિકાર કેવલી વિજયચંદ્રે હરિચંદ્ર રાજાને કહેવા માંડ્યો. હે ભવ્યો ! તેનું દૃષ્ટાંત હવે આદિથી અંત સુધી ધ્યાન દઈને સાંભળો. (૭) (સુપાસ સોહામણા એ દેશી) પોતનપુર વર રાજિયો રે, વજ્રસિંહ બલવાન નરેસર સાંભળો; મતંગ રિપુમદ ગંજવા રે, ઉદ્ધત સિંહ સમાન નરેસર. ૧ સર્વ અંતેઉરીમાં સહી રે, મનોહર માનીની દોય. નરેસર૦ કમલા - વિમલા કામિની રે, સતીય શિરોમણી સોય. નરેસર૦ ૨ પંચ વિષય સુખ ભોગવે રે, પામી પુણ્ય સંયોગ. નરેસર૦ ભૂપતિ તેહશું ભીનો રહે રે, ભોગવતો સુખભોગ. નરેસર૦ ૩ પ્રમદા પુન્ય થકી હવી રે, સાથે સગર્ભા દોય. નરેસર૦ પૂરણ માસે પુત્રને રે, સાથે પ્રસવી સોય. નરેસર૦ ૪ જનમ યોગે જનકે તદા રે, ઉત્સવ કરી અભિરામ. નરેસર૦ કમલ વિમલ દોય કુમરનારે, નિરૂપમ દીધાં નામ. નરેસર૦ ૫ વિધિ જોગે એક વાસરે રે, પ્રસવ્યા વીર પ્રગટ્ટ. નરેસર૦ દિણયરની પેરે દીપતા રે, અવયવ ઘાટ સુઘટ્ટ નરેસર૦ ૬ નિમિત્તિઓ તેડી નરપતિ રે, વિસ્મિત પૂછે વીર. નરેસર૦ કહો બે પુત્રમાં કોણ હોશે રે, રાજ્ય ધુરંધર ધીર. નરેસર૦ ૭ નિમિત્તિક નર કહે સાંભળો રે, સાચું માનજો સ્વામી. નરેસર૦ કમલકુમાર તુમશું સહી રે, કરશે ક્રોધે સંગ્રામ. નરેસર૦૮ બત્રીશ લક્ષણે શોભતો રે, નિર્મલ સુગુણનિધાન. નરેસર૦ રાજ્યધુરંધર જાણજો રે, વિમલ વિમલ મતિવાન, નરેસર૦ ૯ ગણકની વાણી સાંભળી રે, રોષાતુર થયો રાય. નરેસર૦ પ્રચ્છન્ન ક્રોધે પરજલ્યો રે, આકુલ-વ્યાકુલ થાય. નરેસર૦ ૧૦ ૯૯ Page #119 -------------------------------------------------------------------------- ________________ S SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ 3 નિજ સેવકને મોકલી રે, કોપ ભરે ભૂપાલ. નરેસર૦ તેડાવે દિન દશ તણો રે, મુખ જોવા મિષે બાળ. નરેસર૦ ૧૧ માત ઉત્સગથી લઈને રે, બુદ્ધિ પ્રપંચે બાલ. નરેસર૦ રજની સમય રોતો થકો રે, તે લાવ્યા તત્કાલ. નરેસર૦ ૧૨ દુષ્ટ સેવક યમદૂતસ્યા રે, અવનીપતિ આદેશ. નરેસર૦ બાલ ગ્રહી મહાવનમાં રે, પહોંચ્યા દૂર પ્રદેશ. નરેસર૦ ૧૩ ભીષણ રોદ્ર ભયંકરા રે, ચમને રમવા જોગ. નરેસર૦ બાલ તજી તે થાનકે રે, સેવક ગયા ગત શોગ. નરેસર૦ ૧૪ અનુચર તે જઈને કહે રે, સમય લગે સુણો સ્વામ. નરેસર૦ જીવે નહિ બાલક જિહાં રે, તે મેલ્યો તિણે ઠામ. નરેસર૦ ૧૫ વચણ સુણી વસુધાપતિ રે, ઉદક અંજલિ તામ. નરેસર મેહલિને મમતા તજી રે, ક્રોધનાં જોજો કામ. નરેસર૦ ૧૬ સુતવિરહે કમલા સહિ રે, મહાદુઃખ પામી મન્ન, કરમગતિ સાંભળો. નયણે નિઝરણાં ઝરે રે, ઉદક ન ભાવે અન્ન. કરમ૦ ૧૦ રૂદન કરે રાણી ઘણું રે, પ્રસર્યું વિરહનું પૂર. કરમ પયોધરે જલધરની પરે રે, ઉલસ્યો દૂધે ઉર. કરમ૦ ૧૮ કમલ કમલ કહે કામિની રે, મુખકમલે વારંવાર. કરમ, કમલ સુકોમલ નાનડો રે, સાંભરે ચિત્ત મોઝાર. કરમ૦ ૧૯ સુવિરહે દુઃખ માતને રે, ઉપજે જેહ અનંત કરમ જાણે તે પુત્રવિયોગીણી રે, કે જાણે ભગવંત. કરમ૦ ૨૦ રોતીયે તિણે રોવરાવિયારે, નાગર લોકનાં વૃંદ. કરમ, સત્તરમી ઢાળે ઉદય વદે રે, કમલા પામી દુઃખદંદ. કરમ૦ ૨૧ ભાવાર્થઃ પોતનપુર નગરમાં બલવાન વજસિંહ નામે રાજા છે. તે રિપુગણના મદને જ | ઉતારવા માંગગજ સમાન છે. વળી ઉદ્ધત સિંહ સમાન છે. (૧) Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ તે રાજાને સર્વ અંતેઉરીમાં મનોહર એવી બે કામીની છે. સતીયોમાં શિરોમણી એવી તેમનું કમલા અને વિમલા એવું નિરૂપમ નામ છે. (૨) આવા પ્રકા૨ના પુણ્યસંયોગને પામી તે ભૂપતિ તે બે સ્ત્રીઓ સાથે રાચી-માચીને રહ્યો છતો પંચવિષય સુખને ભોગવી રહ્યો છે. (૩) અનુક્રમે કમલા અને વિમલા બંને સાથે સગર્ભા થઈ. ગર્ભકાલ પૂર્ણ થયે બંનેએ સાથે પુત્રને જન્મ આપ્યો. (૪) જન્મયોગે પિતાએ દર્શાદનનો મહોત્સવ કરી કમલ અને વિમલ એમ બંનેના અનુક્રમે નિરૂપમ નામ આપ્યાં. (૫) ભાગ્યયોગે એક દિવસ બંને કુંવરો વીર પરાક્રમી બન્યાં. દિનકરની જેમ દીપતાં અને સર્વ અવયવે સુંદર ઘાટવાળા તે કુંવરો શોભવા લાગ્યાં. (૬) એક વખત વજ્રસિંહ રાજાએ નિમિત્તિયાંને બોલાવી પૂછ્યું કે નિમિતશ ! મારા મનનો સંશય તમે આજે દૂર કરો કે કમલ અને વિમલ નામના બન્ને પુત્રમાં રાજ્યપુરા ધારણ કરનાર રાજ્યધુરંધર કયો પુત્ર થશે ? (૭) તે સાંભળીને નિમિતજ્ઞ કહેવા લાગ્યો કે, હે સ્વામીન્ ! તમે મારી વાત પર વિશ્વાસ રાખજો. મનમાં શંકા ન ધરતાં. કમલકુમા૨ તમારી સાથે ક્રોધે ભરાઈને સંગ્રામ ક૨શે !(૮) અને બત્રીશ લક્ષણે શોભતો નિર્મલ, ગુણનિધાન, વિમલ છે બુદ્ધિ જેહની એવો વિમલકુમાર તમારી રાજ્યધુરાને વહન કરશે. (૯) નિમિત્તજ્ઞની એ પ્રમાણેની વાણી સાંભળી રાજા રોષાતુર થયો અને પ્રચ્છન્ન ક્રોધથી ઝલી રહ્યો થકો આકુલ વ્યાકુલ થવા લાગ્યો. (૧૦) ત્યારબાદ ક્રોધાતુર રાજાએ પોતાના સેવકને મોકલી પુત્રનું મુખ જોવાના બ્હાનાથી દશ દિવસના તે બાળકને પોતાની પાસે બોલાવ્યો. (૧૧) માતાના ઉત્સંગમાં રમતાં એવા તે બાળકને બુદ્ધિ પ્રપંચથી રાત્રી સમયે રડતા એવા તે કમલકુમારને રાજા પાસે લાવવામાં આવ્યો. (૧૨) ત્યારબાદ અવનીપતિના આદેશથી દુષ્ટ યમદૂત જેવા સેવકો તે બાળકને લઈ મહાવનના દૂર દૂર પ્રદેશમાં પહોંચ્યા. (૧૩) ભીષણ રૌદ્ર અને ભયંકર તે વનમાં જાણે યમને ૨મવા માટે રમકડું ન હોય ! તેમ તે ભયંકર સ્થાનમાં બાલકને છોડી સેવકો શોકને ત્યજી પાછા રાજ્યમાં આવી ગયા. (૧૪) ૧૦૧ Page #121 -------------------------------------------------------------------------- ________________ IS SI શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) ત્યારબાદ તે અનુચરોએ જઈને રાજાને કહ્યું કે, અમે બાલકને એવી જગ્યાએ મૂકી ; આવ્યા છીએ કે જે જગ્યાએ તે એક સમય પણ જીવી શકે નહીં. (૧૫) - ઉપર પ્રમાણેના અનુચરના વચન સાંભળી વસુધાપતિએ ઉદક અંજલિમાં લઈ તે બાળકને | તિલાંજલી આપી. અર્થાત્ તે બાલકની મમતા ત્યજી દીધી. જાણે કે પુત્ર જન્મ્યો જ ન હતો. ખરેખર ક્રોધના કામ જુઓ કે ક્રોધમાં માણસો શું શું અને કેવાં કેવાં કામ કરે છે. (૧૬) પુત્રના વિરહે કમલારાણી મનમાં મહાદુઃખ પામે છે. નયણે આંસુના ઝરણાં ઝરી રહ્યાં છે. છે. અન્ન-પાણી ભાવતાં નથી. કર્મની ગતિ સાંભળો ! કર્મ શું નથી કરાવતા ? (૧૭) વિવેચન : કર્મ ક્યારેક રંકને રાય બનાવે છે, તો ક્યારેક રાયને રંક બનાવે છે. તેને જે કોઈનીય શરમ નથી. તે કરોડપતિને રોડપતિ, તો રોડપતિને કરોડપતિ બનાવે છે. ક્યારેક . પતિનો વિયોગ કરાવે છે તો ક્યારેક પત્નિનો. તે બેની મેલાપ કરાવે તો ક્યાંક વળી દિન પુત્રવિયોગ” કરાવે છે. કર્મને કોઈનીય શરમ નથી. એ તો ચારગતિમાં જીવને નવાં નવાં 6 નાટક કરાવે છે. અહિં પણ પુત્રના વિરહે રાણી રૂદન કરે છે. વિરહનું જાણે પૂર પ્રસરી રહ્યું છે. જલધરની મા પેરે કમલારાણીના ઉરે પયોધરનો ધોધ દૂધરૂપે ઉલ્લસિત થઈ પ્રગટ થવા લાગ્યો. (૧૮) “કમલા' પોતાના મુખથી વારંવાર કમલ કમલ કરતી નિશાસો નાંખે છે અને કહે છે કમલ સુકોમલ નાનડો મારા ચિત્તને વિષે સાંભરી આવે છે. (૧૯) સુતવિરહ માતાને અનંતુ દુઃખ થઈ રહ્યું છે. તે પુત્ર વિયોગીણી માતા જ જાણે કે પુત્રના વિયોગનું દુઃખ કેવું છે. અગર તો માતાને દુ:ખ શું થાય છે તે તો કેવલી ભગવંત દિન જાણે છે. (૨૦). રોતી એવી તે કમલારાણી' એટલું રૂદન કરે છે કે રોતી એવી તેને જોઈ આખું નગર , રડે છે અર્થાત્ “કમલારાણી' ના રૂદને આખાય નગરને રડાવ્યાં છે. એ પ્રમાણે સત્તરમી ઢાળમાં ઉદયરત્નજી મહારાજ કહે છે કે “કમલારાણી” સુતવિરો મહાદુઃખને પામી. (૨૧) Page #122 -------------------------------------------------------------------------- ________________ SS SSSSSSSSSS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ SS ઢાળ અઢારમી || દોહા ! કમલકુમાર તણી કથા, સાંભળો હવે સહુ કોય; રોતો રણમાં મેલિયો, આગળ શી ગતિ હોય. ૧ દેવકુમારસ્યો દીપતો, કરતો દિ> ઉધોત; તેજ તણો અંબાર તે, જાણે દિનકર જ્યોત. ૨ કાયા કુંકુમ રોલશી, કે જાણે મસૂલ; રાતા કમલ તણી પરે, ઓપે કમલ અમૂલ. ૩ રાતો ચોલશ્યો રૂઅડો, પરખી માંસનો પિંડ; આમિષ જાણી ઉતર્યો, ભ્રાંતે પડ્યો ભારંગ. ૪ ભાવાર્થ : રણમાં “કમલકુમારને રોતો મૂક્યો છે. હવે આગળ તે કમલકુમારનું શું - થાય છે. તે કથા - પ્રબંધ હે ભવ્યજનો ! હવે તમે ધ્યાન દઈને સાંભળો. (૧) દેવકુમારની જેમ દીપતો, દિશાઓને વિશે ઉદ્યોત કરતો, તેજ તણો અંબાર, જાણે | સૂર્યની સાક્ષાત્ જ્યોત ન હોય તેવો. (૨) વળી તેની કાયા કંકુમના રોલ જેવી રાતી છે અથવા જાણે રાતો મસૂલ ન હોય તેવો તેમજ રાતા કમલની જેમ ઓપતો એવો તે “કમલકુમાર” શોભી રહ્યો છે. (૩) દિ રાતોચોલ રૂડો રૂપાળો તે કુમારને જોઈને ભારડ પક્ષી માંસનો પિંડ છે એમ જાણી માંસ લેવા નીચે ઉતર્યો અને સંભ્રાંત થયો. મતલબ કે તે કમલકુમાર રાતાકમલ જેવો શોભતો ન Sી હતો. (૪) (ઋષભ જિનેસર પ્રીતમ માહરો રે - એ દેશી) કરમ ન છૂટે કો કૃત આપણાં રે, સુરનર કિન્નર કોડી; જગમાં સમરથ જિનવર જેહવા રે, ચક્રી હરિબલ જોડી. કરમ૦ ૧ નલ પાંડવ સરીખા જે નરપતિ રે, મુંજ માંધાતા જેહ; રાવણ રામ જેવા જે રાજવી રે, કર્મે ન છૂટ્યા તેહ. કરમ૦ ૨ તન-મન વચને ત્રિવિધેશે સહી રે, કર્મ કરે જે જીવ; ભમતાં ભમતાં તે વળી ભોગવે રે, મુખે પાડંતા રીવ. કરમ૦ ૩ Page #123 -------------------------------------------------------------------------- ________________ SITES શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રસ કર્મ તણે વશ કમલકુમારને રે, ભારંડ માંસની ભ્રાંત; ચંચુપટમાંહી ચાંપી ગ્રહો રે, આકાશ પથ ઉડત. કરમ૦ ૪ બીજો ભારંડ પંખી મહાબલી રે, આવી મલ્યો અંતરાલ; માંસ મોહે માંહોમાંહી ઝુઝતા રે, મુખથી છુટો રે બાલ. કરમ૦ ૫ અહો અહો ભવિતવ્યતાના ભોગને રે, અહો અહો કર્મતણા એ લેખ; રાજરાણા હષિ રાંક આદિ સહુ રે, ન છુટે કર્મની રેખ. કરમ૦ ૬ કમલ પડ્યો સહસા એક ફૂપમાં રે, ભાવિ કર્મને ભોગ; જીવિતને ભલે જોજો હવે રે, જે આગે મિલે જોગ. કરમ૦ ૭ જલ અરથી કો પંથી એ પૂરવે રે, આવ્યો તે વનમાંહિ; જલ કાજે જંગલ જોતાં તિરે રે, તે ફૂપ દીઠો ત્યાંહિ. કરમ૦ ૮ 'તૃષાતુર ગ્રીષ્મ તુ આક્રખ્યો રે, ઉદક તણી ઈરછાય; પડતું મેલ્યું તેણે ફૂપમાં રે, અવલંબ્દો જલઠાય. કરમ૦ ૯ માર્તડ મંડલની પરે શોભતો રે, તેજ તણો રે અંબાર; પડતો દીઠો તેણે પંથીએ રે, કમલ તે કૂપ મોઝાર. કરમ૦ ૧૦ જલ બાલસ્સો આવ્યો જલ લગે રે, પસારી ભુજ દંડ; પડતો ઝીલ્યો તે પંથીએ તિગ્રેજી, કોમલ દુઃખ કરંડ. કરમ૦ ૧૧ વચ્ચે વીંટી જનક તણી પરે રે, પંથી ધરતો રે પ્રેમ; ફૂપમાંહિ રહ્યા કેમ જીવાશે રે, ચિત્તમાંહિ ચિંતે એમ. કરમ૦ ૧૨ થાન વિના બાલક ભૂખ્યો થયો રે, ન રહે રોતો ખિણમાત્ર; મુજ મરણાંત લગે રખે દુઃખ લહેરે, પંથી ચિંતે ગુણપાત્ર. કરમ૦ ૧૩ મુજને મિલ્યાનું ફલ જાણીયે રે, જો જીવે એ બાલ; ચિંતા સમુદ્ર પડ્યો ઈમ ચિંતવે રે, તે પછી તેણે કાલ. કરમ૦ ૧૪ સુબંધુ નામે સારથપતિ સાથશું રે, આવ્યો તેહ ઉધાન; અનુચર તેહના આવ્યાં તિહાં વહી રે, જલ લેવા જલયાન. કરમ૦ ૧૫ સુધાતુર બાલક કઠે ઠવી રે, કરૂણ સ્વરે કૂપ માંહિ; બાલકને પંથી તે બે જણા રે, મુખથી મેલે રે વાહ. કરમ૦ ૧૬ Page #124 -------------------------------------------------------------------------- ________________ (O) 7745 લી સૌજન્ય : ઇન્દિરાબેન રસીકલાલ સંઘવી-નવરંગપુરા, અમદાવાદ | root | Page #125 --------------------------------------------------------------------------  Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ વિવિધ વિલાપ કરે તે વળી વળી રે, સાલે નિજ દુઃખ શૂલ; માનો વિરહો બાલક કિમ ખમે રે, મહાદુઃખનું એ મૂલ. કરમ૦ ૧૭ કૂઆ કાંઠે પડછંદા સુણી રે, સારથવાહ ને કહે લોક; કૂઆમાંહિ કાંઈ કારણ અછે રે, પોઢી મેહલે રે પોક. કરમ૦ ૧૮ વિરતંત સારથવાહ તે સાંભળી રે, પરિકર લેઈ પાસ; અનુક્રમે કૂઆ કાંઠે આવીને રે, તુરત કઢાવે રે તાસ. કરમ૦ ૧૯ યંત્રવિધિ યુગતિ મતિ કેળવી રે, સારથપતિ ગુણગેહ; ઉદયરત્ન કહે અઢારમી ઢાળમાં રે, બાહિર કાઢ્યા એ બેહ. કરમ૦ ૨૦ ભાવાર્થ : હસતાં-રમતાં કરેલાં કર્મ લાખ ઉપાયે ટળતાં નથી. કરેલાં કર્મ કયા ભવમાં ક્યારેક ઉદયમાં આવશે જ અને તે ભોગવ્યા વગર છુટકો જ નથી. ચાહે દેવેન્દ્ર હોય, દેવો હોય, સુરન૨ હોય, કિન્નરો હોય, ચક્રવર્તી હોય, વાસુદેવ કે બલદેવની જોડી હોય યા જગતમાં સમર્થ કહેવાતાં જિનેશ્વરદેવ હોય સહુને આપણાં કૃતકર્મ કર્મના વિપાક ભોગવ્યા વિના છુટકો થતો નથી. (૧) નલ પાંડવ જેવા નરપતિ હોય કે માંધાતા મુંજરાજા હોય. લંકાપતિ રાજા રાવણ હોય કે દશરથનંદન રાજા રામ હોય, કર્મે કોઈનેય છોડ્યા નથી. (૨) વિવેચન : લંકાપતિ રાવણને ઘણું જ અભિમાન હતું. તે માનતો હતો કે દશરથનંદન રામ મને શું કરી શકશે ? તેને તો હું એક ચપટીમાં રણમધ્યે રોળી નાંખીશ. મારી સામે કોણ ઉભો રહી શકે તેમ છે ? જે આવે તેને હું ‘યમલોક' પહોંચાડી દઉં છું. આમ અભિમાનના શિખરે ચડેલા તેને ક્યાં ખબર છે કે જન્મતાં જ તારા લખાયેલા લેખમાં લખાઈ ગયું છે કે તારું મૃત્યુ પરસ્ત્રી લંપટપણાના પાપે રાજા રામના હાથે જ થશે ! વિભીષણે વડીલબંધુને સમજાવવા ઘણાં જ પ્રયત્નો કર્યા છતાં ‘સીતા’ના મોહવશ તે ન સમજ્યો તે ન જ સમજ્યો અને માનથી મતંગજ થયેલા તેણે રાજા રામ સાથે યુદ્ધ ખેડ્યું અને મરણને શરણ થવું પડ્યું. કેવલી ભગવંતના કહેવા મુજબ પ૨સ્રી લંપટપણાના નિમિત્તે કહેવાતા ભાવિ તીર્થંકર રાજા રાવણને પણ કર્મસત્તાએ રણમાં રોળી નાંખ્યો. કરેલાં કર્મ ક્યારેય કોઈને છોડતાં નથી. જુઓ કહેવાતાં ચરમશરીરી રાજા રામને પણ ૧૨ (બાર) બાર વર્ષ સુધી જંગલમાં રખડવું પડ્યું. સતીયોમાં શિરોમણી ગણાતી સતી સીતાને શીરે પણ કલંક આવ્યું અને તેને પણ કર્મે વનવાસ આપ્યો. અંતે ‘અગ્નિપરીક્ષા’ માં ઉતરવું પડ્યું. આમ અનેક રાજા મહારાજાઓ થઈ ગયાં કે જેમને પોતે કરેલા કર્મ ભોગવ્યા વિના છુટકો ન થયો તે ન જ થયો. Page #127 -------------------------------------------------------------------------- ________________ SSSSSSSSSSSSSSSS શ્રી અપ્રકારી પૂજાનો રાસ) SG બસ એ જ રીતે મન-વચન અને કાયાના ત્રિવિધ યોગે જે જીવ કર્મબંધ કરે છે તે જીવ કરી ચારગતિરૂપ સંસારમાં ભમતાં ભમતાં તે તે કર્મના વિપાકને મુખથી નિઃસાસા નાંખતા રડતાં આક્રંદ કરતાં ભોગવે છે. કહેવાય છે હસતા બાંધેલા કર્મો રડતા પણ છુટતાં નથી. (૩) , | બસ એજ રીતે “કમલકુમાર'ને પણ કર્મવશે ભારંડપક્ષી માંસની ભ્રાંતિથી ચંચુપટમાં થી ગ્રહણ કરી આકાશ પંથે ઉડવા લાગ્યો. (૪) તે સમયે આકાશ પંથે ઉડતાં વચ્ચે સામેથી મહાબલવાન ભાખંડપક્ષી આવ્યો અને ના માંસની ભ્રાંતિથી તે પણ તેને મેળવવા માટે દોડ્યો અને બંને જણા સામસામી યુદ્ધ કરવા | લાગ્યાં અને બંનેની લડાઈ વચ્ચે બાલક મુખમાંથી છુટી ગયો. જેનું આયુષ્ય બલવાન છે કરે તેને કોઈ કશું જ કરી શકતું નથી. (૫) અહો ! અહો ! ભવિતવ્યતાવિધિના લખાયેલા ભોગને પણ શું કહિયે ! કર્મના લેખ [ પણ કેવા છે. મીટાડ્યા મીટતા નથી. રાય-રાણા - ઋષિ યા રંક કોઈપણ હોય તેની કર્મની રેખા ક્યારેય છુટતી નથી. (૬) હવે કમલકુમારનો કર્મનો ભાવિ ભોગ કેવો છે તે તો જુવો. તેના જીવિતના બલે હવે તેને આગળ કેવો યોગ મળે છે તે જુવો. ભારંડપક્ષીના ચંચુપટમાંથી છૂટેલો તે ‘બાલકકમલ” એકદમ કૂવામાં પડ્યો. (૭) તે પહેલા પાણીનો અર્થી કોઈ પંથી મુસાફર) તે વનમાં આવ્યો અને પાણીની શોધ કરતો તે જંગલમાં જોતો ફરે છે ત્યાં તેને તે કૂપ દેખાયો. (૮) તૃષાતુર એવી ગ્રીષ્મઋતુનું આક્રમણ થઈ રહ્યું હતું તેથી પાણીની ઈચ્છાથી તે મુસાફરે છે ફૂપમાં પાણીના આલંબનથી પડતું મૂક્યું અને પાણીને અવલંબીને રહ્યો છે. તેવામાં (૯) સૂર્યમંડલની પરે શોભતો જાણે તેજનો પુંજ ન હોય તેવા “કમલકુમાર'ને કૂપમાં પડતો , તે મુસાફરે જોયો. (૧૦) કૂવામાં પડતાં તે બાલક સુધી પાણી આવી જશે અને તે મુસાફરે કમલ કોમલ દુઃખ કરંડ થયો છે એમ સમજી પોતાની ભુજદંડને પસારી પડતા તે બાલકને ઝીલી લીધો. (૧૧) ત્યારબાદ તે મુસાફરે “કમલને વસ્ત્રથી વીંટી લીધો અને પિતાતુલ્ય તેના પર પ્રેમ ધારણ કરતો ચિત્તમાં ચિંતવવા લાગ્યો કે કૂવામાં હવે કેવી રીતે જીવાશે? (૧૨) એટલામાં “મા” વિહોણો “સ્તનપાન' વિનાનો તે બાલક ભૂખ્યો થયો તેથી ક્ષણમાત્ર રોતો બંધ થતો નથી. એટલે ગુણપાત્ર એવો તે મુસાફર ચિંતવે છે કે જયાં સુધી હું જીવીશ ત્યાં સુધી આ બાળકને દુઃખી નહિ થવા દઉં. (૧૩) Page #128 -------------------------------------------------------------------------- ________________ STS STS STS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ 2 3 પણ જો આ બાળક જીવશે તો એમ માનીશ કે મારા હાથમાં આવ્યો તેથી આ બાળક દિન જીવ્યો તે તેનું ફળ છે. એમ ચિંતા સમુદ્રમાં પડેલો તે મુસાફર વિચાર કરી રહ્યો છે. (૧૪) એટલામાં સુબંધુ નામનો સાર્થવાહ મોટો સાથે સાથે લઈ તે ઉદ્યાનમાં આવ્યો. ત્યારે તે IS સાર્થવાહના અનુચરો પાણી લેવા માટે તે કૂવા સ્થાને આવ્યાં. (૧૫) મિ તે સમયે કૂવામાં રહેલ મુસાફર ભૂખ્યા એવા તે બાળકને કંઠે લગાડી રહેલો છે અને Sી બંને જણા કૂવામાં કરૂણ સ્વરે મુખથી મોટે સ્વરે રૂદન કરી રહ્યા છે. (૧૬) B વારંવાર વિવિધ પ્રકારના વિલાપ તે કરી રહ્યા છે અને મુસાફર વિલાપ કરતો વિચારે ીિ છે. ‘મા’નો વિરહ આ બાળક કેવી રીતે સહન કરી શકે? ખરેખર આ તો મહા દુઃખનું મૂલ દિને છે. એમ તે બાળકનું દુઃખ મુસાફરને ફૂલની જેમ ખટકી રહ્યું છે. (૧૭). ત્યારબાદ કૂવા કાંઠે પાણી લેવા આવેલા અનુચરોએ આ અવાજ સાંભળ્યો. તેથી કી તેઓએ આવી સાર્થવાહને તે વાત જણાવી અને કહ્યું કે કૂવામાં કંઈક કારણ જણાય છે. થી મોટેથી કોઈક પોક મૂકીને રડે છે. (૧૮) આ પ્રમાણેનો વિરતંત સાંભળી સાર્થવાહ પરિવાર સાથે લઈ કૂવાનાં કાંઠે આવ્યો અને Sી તે બંનેને કૂવામાંથી તુરંત બહાર કઢાવે છે. (૧૯) | ગુણના ઘર રૂ૫ સાર્થવાહ યંત્રવિધિની યોગ્ય બુદ્ધિ કેળવીને બાળક અને મુસાફરને | બહાર કઢાવે છે. એ પ્રમાણે અઢારમી ઢાળમાં ઉદયરત્નજી મહારાજ ફરમાવી રહ્યા છે. તે | ભવ્યજનો ! કર્મબંધ કરતાં પહેલા ખૂબ વિચાર કરજો અને જો કર્મબંધ કરતાં પાછું વાળીને ની જોતાં નથી તો તે કર્મબંધના કવિપાકને ભોગવવાની તૈયારી રાખજો. તે ભોગવ્યા વિના છુટકારો થતો નથી. (૨૦) Page #129 -------------------------------------------------------------------------- ________________ SSC શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ) , ઢાળ ઓગણીશમી | | દોહા // પાય પ્રણમી પંથી ભણે, સુબંધુ તું બંધુ સમાન; બંધથી બેને છોડાવ્યા, દીવું જીવિતદાન. ૧ સારથપતિ પંથી પ્રત્યે, પૂછે એમ પ્રબંધ; કુણ બાલક એ કુણ તું, શ્યો એહ શું સંબંધ. ૨ પંથી કહે પ્રભુજી સુણો, દારિદ્રી હું દીન; દેશાંતર પંથે ચલ્યો, દુઃખીયો સંબલહીન. ૩ એ વનમાં આવ્યો જિસે, વૃષિત થયો ગતિભંગ; પાત્ર વિના પ્રભુ ફૂપમાં, પડતું મેલ્યુ રંગ. ૪ વ્યોમથી પડતો વીજશ્યો, દીઠો એ મેં હાર; કૂપોદર પડતો કરી, મેં ઝીલ્યો તેણી વાર. ૫ અરથ વિના અસમર્થ છું, શિશુ પાલું શી રીતિ; તે માટે બાલક તુમે, પ્રભુ લિયો ધરી પ્રીતિ. ૬ સારથપતિ રાખ્યો તાદા, આપી આથ અનંત; પંથી પંથે પરિવયોં, હૈયે હરખ ધરંત. ૭ ભાવાર્થ સુબંધુ સાર્થપતિએ મુસાફર અને બાળકને કૂવામાંથી બહાર કઢાવ્યા બાદ Bી પંથી ‘સુબંધુને પ્રણમી કહેવા લાગ્યો કે હે “સુબંધુ' સાર્થવાહ ! મારા બંધુ સમાન છે. તમે અમને બંનેને બંધમાંથી છોડાવ્યા છે અને જીવિતદાન આપ્યું છે. તમારો ઉપકાર Eા કદાપિ ભૂલાય તેમ નથી. (૧) ત્યારે સુબંધુ સાર્થવાહ પણ તે પંથીને પૂછે છે કે, હે મુસાફર ! આ બાળક કોણ છે ? અને તું કોણ છે? આ બાળક સાથે તારે શું સંબંધ છે ? (૨) ત્યારે પંથી સાર્થવાહ પ્રત્યે કહેવા લાગ્યો કે, હે પ્રભુ! સાંભળો હું દીન છું, દરિદ્રી છું, હું Rી દેશાંતર ધન મેળવવા રસ્તે ચાલ્યો છું પણ દુઃખીયા એવા મારી પાસે શંબલ પણ નથી. (૩) ચાલતો ચાલતો હું જેટલામાં આ વનમાં આવ્યો તેટલામાં હું તૃષિત થયો. મારી ચાલવાની ગતિ ભાંગી ગઈ. એક ડગલું પણ ચાલી શકતો ન હતો. તેથી પાણીની તપાસ Page #130 -------------------------------------------------------------------------- ________________ ... શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ...... કં કરતો હું ફરતો હતો. ત્યાં અચાનક મારી દૃષ્ટિ આ કૂવા પર પડી બીજે ક્યાંય પાણી મળ્યું પર નહીં. તેમજ મારી પાસે કોઈ પાત્ર પણ ન હોવાથી ‘તૃષાતુર એવા મેં આનંદ સાથે આ આ કૂવામાં પડતું મેલ્યું. (૪) ST એટલામાં “ગગનમંડલથી’ વિજળીની જેમ પડતો એવો આ બાળક મેં જોયો. મને થયું આ કૂપોદરમાં પડશે ! માટે દયા લાવી પડતાં એવા તે બાળકને મેં ઝીલ્યો. આટલું હું જાણું છું. બીજી મને ખબર નથી. (૫) હવે સાર્થવાહ ! હું અર્થ (ધન) વિનાનો અસમર્થ છું. તો આ શિશુને શી રીતે પાળી શકું? માટે હે પ્રભુ ! તમે પ્રીતિ ધરીને આ બાળકને ગ્રહણ કરો ! (૬) તે સાંભળીને સાર્થપતિએ ત્યારે તે મુસાફરને અનંતી આથ (ધન) આપી તે બાળકને રાખ્યો. ત્યારબાદ હૈયે હર્ષને ધારણ કરતો તે મુસાફર ત્યાંથી પોતાને ગામ ચાલ્યો. (૭) (રાગ : આશાવરી : દેશી વેલની) વનિતાને સોંપ્યો તેણે વારૂ, વિનયંધર ધરી નામ; પુત્રતણી પેરે પાલે પ્રેમ, રંગેશું અભિરામ. ૧ સારથપતિ હવે સાથે લઈને, પંથશિરે પરવરિયો; કંચનપુર કુશલે પહોંત્યો, આવાસે ઉતરિયો. ૨ વિનયંવર તે વધતો વારૂ, ચૌવન પામ્યો જામ; સુંદર રૂપ મનોહર શોભે, જાણે અભિનવ કામ. ૩ અંગવિભૂષિત વેલ સુખાસન, વાહને બેઠો હિંડે; સારથપતિ સુતની પરે રાખે, પણ પુરજન તસ પીડે. ૪ કર્મકર કહીને બોલાવે, સુબંધુએ પાળ્યો એહને; પગની ઝાળ તે મસ્તક જાયે, વચન સુણીને તેહને. પ લોકને વચને લાજે મનશું, દુઃખ ધરે દિલ સાથે; પરઘર વાસી પરની સેવા, ધિમ્ પડો સુખ માથે. ૬ મનશું એકદિન મહાદુઃખ પામી, આવ્યો નિજ આવાસે; તિહાં મુનિવર દેખી મન હરખે, પ્રણમી બેઠો પાસે. ૭ સાધુ પસંપે સમકિત પાખે, જીવ ભમે સંસાર; પૂજાનો અધિકાર પરંપર, ઉપદેશે અણગાર. ૮ S SSAS SSAS S૧૦૯ SSA SSA : S Page #131 -------------------------------------------------------------------------- ________________ S ? " STATUS | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ધૂપ પૂજાશું પ્રેમ ધરીને, જે પૂજે જિનરાય સૂરનર કિન્નર ભૂપ પૂરંદર, પૂજે તેના પાય. ૯ ભાવભેદ જુગતે જિનવરની, પ્રતિમા પૂજે જેહ; જગતીમાં તે મહાસ પામે, પૂજનીક હુએ તેહ. ૧૦ પૂરવ કર્મને પાછા ઠેલી, પામે પરમ કલ્યાણ; પ્રશંસનીક થાયે પૂજાથી, સૂરનર માને આણ. ૧૧ ઈત્યાદિક ઉપદેશ સુણીને, વિનયંધર મન વેવ્યું; અરચાનો અધિકાર તે જાણી, ભગવંત શું ચિત્ત ભેધું. ૧૨ એક દિવસની પૂજા ન થાયે, પરવશ હું પરવાસી; ધરમ વિના ધિમ્ એ જનમારો, ઈમ ચિત્તે ઉદાસી. ૧૩ નિત્યે ધૂપ સુગંધી નિરમાલ, જે પૂજે જિનબિંબ ધન્ય પુરુષ તે પ્રાણી પામે, અવિચલ પદ અવિલંબ. ૧૪ મંદિર પહોંતો તે મુનિવરના, વિનયંધર પાય વંદી; ઈણે અવસર આવી ભેટ, સારથવાહને સુગંધી. ૧૫ ધૂપપૂડો એક ભેટ ધરીને, કાજ કરીને વળિયો; પૂડો તે છોડતા પરિમલ, સુગંધ ઘણું ઉછળિયો. ૧૬ સભા સર્વને વહેંચી આપ્યો, સારથપતિ ઉચ્છાહિ; વિનચંધર તે વસ્તુ લહીને, હરખ્યો હિયડાં માંહિ. ૧૦ ચંડી આદિ દેવને ચરણે, ધૂપ જઈ સહુ ધુપે; વિવેક ધરી વિનયંધર પહંતો, જિનમંદિર મનચૂંપે. ૧૮ સંધ્યા સમે કર-ચરણ પખાલી, મુખકોશ કીધો રંગ; ઓગણીશમી એ ઢાળ પ્રકાશી, ઉદયરતન ઉમંગે. ૧૯ ભાવાર્થ : ત્યારબાદ સાર્થવાહે તે બાળક પોતાની પ્રિયતમાને સોંપ્યો અને તેનું . વિનયંધર નામ રાખી, રંગથી આનંદથી પુત્રની જેમ પ્રેમપૂર્વક પાલન કરે છે. (૧) સાર્થપતિ સાથે લઈને પંથે ચાલવા લાગ્યો અને ચાલતો એવો તે કુશલપૂર્વક કંચનપુર અને નગરે પહોંચ્યો અને પોતાના આવાસે ઉતર્યો. (૨) Page #132 -------------------------------------------------------------------------- ________________ S S SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ 3 હવે વિનયંધર પણ બીજના ચંદ્રની જેમ વધતો અનુક્રમે યૌવનવય પામ્યો. તે સુંદર કરી રૂપથી મનોહર લાગી રહ્યો છે. અત્યંત શોભી રહ્યો છે. જાણે કે નવો “કામદેવ' પ્રગટ થયો | ન હોય ! (૩) અંગે વિભૂષિત - સુખાસને વાહનને વિષે બેઠો થકી ચાલે છે. આગળ વધે છે. સાર્થવાહ Eી તેને પુત્રની જેમ રાખે છે. પણ પુરજન તે વિનયંધરને પીડી રહ્યો છે. (૪) લોકો તેને કર્મકર' (નોકર) કહીને બોલાવે છે. વળી કહે છે આ તો ‘સુબંધુ' સાર્થવાહ તેને પાળ્યો છે. આવા વચનો લોકોના સાંભળી તે કુમાર પગથી માથા સુધી સળગી ઉઠ્યો. (૫) કરી અને લોકોના વચનથી મનમાં લાજી રહ્યો છે. હૈયે દુઃખને ધારણ કરે છે અને વિચારે છે. અરે રે ! હું પરઘર વાસી થયો છું ! હું બીજાની સેવા કરું છું ! મારા આવા સુખ સૌભાગ્યને | માથે તો ધિક્કાર થાઓ ! આવા સુખમાં ધૂળ પડો? આવા સુખને શું કરવાનું? (૬) એક દિવસ મનથી અત્યંત દુઃખી થયેલો તે પોતાના આવાસે આવ્યો અને ત્યાં તેણે | મુનિવરને જોયાં તેમનાં દર્શન માત્રથી તે મનથી હર્ષિત થયો થકો મુનિવરને ચરણે નમસ્કાર કરી તેમની પાસે જઈને બેઠો. (૭) સાધુ ભગવંતે ઉપદેશ આપતાં કહ્યું કે સમકિતની પ્રાપ્તિ વિના જીવ સંસારમાં પરિભ્રમણ Kી કરે છે. પરંપરાએ તે અણગાર પૂજાનો અધિકાર વર્ણવે છે. (૮) - વિવેચન : જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. તેનું જો કોઈ કારણ હોય તો એક જ છે જીવે સમકિતની પ્રાપ્તિ કરી નથી. જીવનમાં બધી જ આરાધના કરે, જ્ઞાન ભણે. ચારિત્રની કે | પણ આરાધના કરે, માખીની પાંખ પણ ન દુભાય તેવી રીતે જીવદયા પાલે. જિનાજ્ઞાને પણ વફાદાર રહે પણ જો કેવલી પ્રરૂપિત તત્ત્વો પર શ્રદ્ધા ન રાખે યાને સાચું સમકિત સદહે નહિ તો ત્યાં સુધી જીવનું સંસારનું પરિભ્રમણ અટકતું નથી. સમ્યગદર્શનની પ્રાપ્તિ વિનાની બધી જ આરાધના એકડાં વિનાના મીંડા બરાબર ગણાય છે. આ પ્રમાણે સમકિતની પ્રરૂપણા કર્યા બાદ હવે તે અણગાર વિનયંધરની આગળ પૂજાનો અધિકાર વર્ણવતા કહી રહ્યાં છે કે – જે પ્રાણી ધૂપપૂજાને વિષે પ્રેમધરીને જિનેશ્વરની પૂજા કરે છે. તેના સૂરનર કિન્નર, ભૂપ-પૂરંદર સર્વે પૂજા કરનારના બને છે. વળી ચરણકમલને વિષે પ્રણામ કરે છે અને તે E3 વ્યક્તિ ત્રણે લોકમાં પૂજનીક થાય છે. (૯) દ્રવ્ય અને ભાવે કરીને જે જિનવરની પૂજા કરે છે. તે જીવ જગતને વિષે “મહાયશ'ની 6 પ્રાપ્તિ કરે છે અને તે પૂજનીક થાય છે. પ્રતિમા પૂજ્યાનું આવું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. (૧૦) : Page #133 -------------------------------------------------------------------------- ________________ SATSANG શ્રી અપ્રકારી પૂજાનો રાસ વળી પરમાત્માની પૂજા કરવાથી જીવ પૂર્વના કર્મને પાછા ઠેલે છે. કર્મની અનંતી | રાશીને હણી નાંખે છે. વળી પરમ કલ્યાણ કમલાને પ્રાપ્ત કરે છે. પૂજાથી તે જગતમાં Eી પ્રશંસનીક થાય છે અને સૂરનર કિન્નર તેની આજ્ઞાને માને છે. (૧૧) વિવેચન : વળી પૂજાથી તાત્કાલિક શું ફલ પ્રાપ્ત થાય ? તે “જયવીયરાય સૂત્ર'માં જ્ઞાની પુરુષ ફરમાવે છે કે, ઉપસર્ગો ક્ષય થઈ જાય છે. વિઘની વેલડીયો છેદાય જાય છે. મન સદા પ્રસન્ન રહે છે. આમ જિનપૂજાથી કલ્યાણ કમલા પ્રાપ્ત કરે છે. વળી જિનવરબિંબને પૂજતાં વિના વિલંબે જીવ અવિચલ પદની પ્રાપ્તિ કરે છે. ઉપર પ્રમાણેનો ઉપદેશ સાંભળી વિનયંધરનું મન વિંધાયું (પીગળવા લાગ્યું) અને - અર્ચાનો અધિકાર જાણી ભગવંત પ્રત્યે ચિત્ત લાગી ગયું. (૧૨) હવે વિનયંધર ઉદાસ ચિત્તે વિચારવા લાગ્યો કે હું પરવશ છું. પરવાસી (બીજાને ત્યાં વસનારો) છું. એક દિવસ પણ પૂજા થઈ શકતી નથી અને ખરેખર ધર્મ વિનાના આ જન્મારાને ધિક્કાર થાઓ. (૧૩) વળી “મુનિવર' કહે છે. જે જિનવર બિંબની આગળ સુગંધી નિર્મલ ધૂપ હંમેશા ઉવેખે $ છે તે પુરુષ, તે જીવ ધન્યતાને પાત્ર બને છે. તેમજ વિના વિલંબે અવિચલ સુખનો ભોક્તા | બને છે. (૧૪) આ પ્રમાણેનો ઉપદેશ સાંભળી વિનયંધર મુનિવરને વંદન કરી પોતાને મંદિર પહોંત્યો છે. તેટલામાં તે સમયે સાર્થવાહને કોઈ એક વ્યક્તિ સુગંધી ધૂપના પુડાની એક ભેટ આપવા આવ્યો અને ભેટ ધરીને પોતાનું કામ પતાવી તે પાછો વળ્યો. ત્યારબાદ પૂડો કને છોડતા ઘણી સુગંધી પરિમલ પ્રસરવા લાગી. (૧૫, ૧૬) સાર્થપતિએ ઉત્સાહથી તે સુગંધી દ્રવ્ય ધૂપ સભામાં સર્વને વહેંચી આપી. વિનયંધરને પણ ધૂપ મળ્યો તેથી તે લઈને અત્યંત હર્ષિત થયો. (૧૭) સભાના લોકો તે ધૂપ લઈને ‘ચંડીમા’ આદિ દેવ-દેવીના ચરણે જઈને ધૂપ ધરે છે. પરંતુ વિનયંધર વિવેક ધારણ કરીને મનચૂપે જિનમંદિરે પહોંચ્યો. (૧૮) - જિનમંદિરે આવી વિનયંધરે પોતાના હાથ-પગ ધોયા અને રંગથી મુખકોશ બાંધ્યો એ ની પ્રમાણે ઉદયરત્નવિજયજી મહારાજે ઉમંગપૂર્વક ઓગણીશમી ઢાળ પ્રકાશી. (૧૯) Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ વીસમી || દોહા ।। વિવેક વિધિ વારુ પરે, અવલોકી જિન રૂપ; ધૂપે વિનયંધર તિહાં, ધૂપ કડછે ધૂપ. ૧ સૂરપણે સામો રહી, કરે પ્રતિજ્ઞા એમ; જિહાં લગે ધૂપ એ પરજલે, તિહાં લગે ડગવા નેમ. ૨ મરણાંતે મૂકું નહિ, નિશ્ચય ત્રિવિધે નીમ; પરિમલ પસર્યો પવનશું, ગગન ભૂમંડળ સીમ. ૩ તિણે અવસર અંબર પથે, યક્ષ સજોડે જાય; વિમાને બેસી વ્યોમાંતરે, તે આવ્યો તિણે ઠાય. ૪ યક્ષણી કહે તે યક્ષને, સ્વામી સુણો અરદાસ; યુવાન પુરુષ જોવા જિસ્સો, સુંદર રૂપ પ્રકાશ. ૫ જિન આગલ જુગતે કરી, ધૂપ કરે ગુણગેહ; ગંધ વિલુબ્ધિ ગોરડી, કંત પ્રત્યે કહે તેહ. ૬ ધૂપ પરિમલ જિહાં લગે, તિહાં લગે પડખો સ્વામ; વચન સુણી કામિની તણાં, વિમાન રાખ્યો તેણે ઠામ. ૭ ભાવાર્થ : હવે વિનયંધર જિનવરનું રૂપ અવલોકીને વિવેકપૂર્વક વિધિસહિત ધૂપકડામાં ધૂપ મૂકી પરમાત્માની આગળ ધૂપપૂજા કરી રહ્યો છે. (૧) ધૂપપૂજા કરતાં તેણે પરમાત્માની સામે શૂરવીરપણે ઉભા રહી પ્રતિજ્ઞા કરી છે કે જ્યાં સુધી આ ધૂપ જલતો રહેશે ત્યાં સુધી હું અહિંથી જઈશ નહિ. (૨) વળી મરણાંતે પણ મન-વચન-કાયાના ત્રિવિધ યોગે મારે ધૂપપૂજા કરવી તેવો નિયમ છે. આ પ્રમાણે નિશ્ચય કરી રહ્યો છે. તેવામાં પવનથી સુગંધી ધૂપની પરિમલ ગગનમંડલ અને ભૂમંડલ સુધી પહોંચી. (૩) તે અવસરે અંબર (ગગન) પંથે એક યક્ષ સજોડે વિમાનમાં બેસી વ્યોમાંતરથી તે જિનમંદિરે આવ્યો. (૪) - ૧૧૩ Page #135 -------------------------------------------------------------------------- ________________ STATUS | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ કોકો જિનમંદિરને વિષે રહેલાં વિનયંધરને જોઈને યક્ષણી પોતાના સ્વામી એવા યક્ષરાજને , | કહેવા લાગી કે હે સ્વામીનું ! મારી એક વિનંતી સાંભળો. આ મંદિરમાં એક યુવાન પુરુષ જોવા જેવો છે. તેનું સુંદર રૂપ ચારે તરફ પ્રકાશ પ્રસારી રહ્યું છે. (૫) વળી ગુણના સ્થાન રૂપ તે પુરુષ જિનેશ્વરની આગળ ધૂપપૂજા કરી રહ્યો છે. તે ધૂપની પરિમલથી આકર્ષાયેલી તે યક્ષણી પોતાના કંતને કહેવા લાગી કે – (૬) હે સ્વામીનું ! જયાં સુધી ધૂપની પરિમલ પ્રસરી રહી છે. ત્યાં સુધી આપણે અહીં ! રહીયે ! પોતાની પ્રિયતમાના વચન સાંભળી યક્ષે પણ તે સ્થાને વિમાન સ્થિર કર્યું. (૭) (રાગ : ગોડી પામી સુગુરુ પસાય રે, એ દેશી) ધૂપધરી ગુણધામ રે, આગે રહ્યો ધ્યાન ધરીને એકમનો એ; વિનયંધર શું રાગ રે, યુવતીનો જાણી યક્ષને મહાક્રોધ ઉપનો એ. ૧ યક્ષ થઈ યમ રૂપે રે, ભૂજંગ તણો ભારી રૂપ ધર્યો રોષે કરીએ; મણિધર મહા વિકરાલ રે, કાલો કાળશ્યો ફણાટોપ મસ્તક ધરીએ. ૨ વિનયંધરની પાસ રે, ઉરગ આવ્યો વહી ફેંકે ફૂફારવ કરે છે; લાંબી નાખે ફાળ રે, ક્રોધી કૃતાંતશ્યો રૂઠો એ જીવિત કરે છે. ૩ એહને ચલાવું આજરે, ઠામથકી સહી, મુજ મહિલા એહશું મોહીએ; વાંછે ભોગ સંજોગ રે, દુષ્ટ તે દોજીભો ચિત્તમાં ચિંતે એમ દ્રોહીએ. ૪ નાઠા સઘળા લોક રે, પન્નગ પેખીને વિનયંધર રહ્યો એકલો એ; મેરુશિખર પરે ધીર રે, ચલાવ્યો નહિ ચલે યક્ષ ચિત્તે ક્રોધાકુલોએ. ૫ બીજા બીહીના સર્વ રે, મુજને દેખીને એક પુરુષ પત્થર જિસ્યોએ; તજ્યો નહિ નિજ ઠામ રે, મૌન ધરી રહ્યો ભય દેખીને નવિ ખસ્યો એ. ૬ તો હું મહાબલવંત રે, દાઢસ્યું ડસી પ્રાણ હજું એ પુરુષના એ; ઈમ વિમાસી અંગ રે, હસ્યો દુષ્ટતે વ્યાલે કીધી વેદનાએ. ૭ જિમ વરસાલે વેલ રે, વીટે વૃક્ષને તિમ વિંટાળો તેહશું એ; મરડે અંગો અંગ રે, અસ્થિફરકડે તો પણ ન ચાલ્યો મજાશું. ૮ યક્ષ થયો પ્રત્યક્ષ રે, ધીરજ દેખીને આનંધો મન ઈમ ભણે રે; સાહસ ને સંયોગ રે, તૂક્યો તુજ પ્રતિ માગ માગ મુખ આપણો એ. ૯ Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ અભિગ્રહ ધૂપને અંતરે, પારીને પછી વિનયંઘર એમ વિનવે એ; પ્રથમ પ્રણમી પાય રે, જુગતે યક્ષને ચતુરપણે મુખથી ચવેએ. ૧૦ સંપૂરણ મહાસુખ રે, પામ્યો પરિગલ દેવ તુમારે દરિસણેએ; અધિક થયો સંતુષ્ટ રે, વિનયંધર વયણે, વિનય વહાલો દેવનેએ. ૧૧ દેવતણું દરશન રે, નિષ્ફલ નવિ હોયે, રત્ન આપ્યું એક રૂઅડું એ; કરશે વિષઅપહાર રે, વળી તું જે વાંછે આપું તે નહિ કૂઅડું એ. ૧૨ પુનરપિ પ્રણમી પાય રે, વિનયંધર વદે, કર્મકર નામ માહવું એ; તે ટાળો તુમે દેવ રે, કુલ પ્રગટ કરો સફલ દરિસણ સહી તાહરું એ. ૧૩ દિન થોડામાં વંશ રે, પ્રગટ કરીશ કહી યક્ષ અદર્શિત તે થયો એ; પ્રેમે જિનના પાય રે, વિનયંધર વંદી અરજ કરે આગળ રહ્યો એ. ૧૪ અજ્ઞાની હું અંધ રે, તુજ ગુણ પંથનો પાર લેવા સમરથ નહિએ; તે ફળ હોજો મુજ રે, ધૂપપૂજા થકી જે ફલ આપે તું સહીએ. ૧૫ પુનરપિ પુનરપિ પાય રે, પ્રણમે લળી લળી કરજોડી સ્તવના કરે એ; ધન્ય માની અવતાર રે, જિનને વાંદીને આવ્યો આપણે મંદિરે એ. ૧૬ હવે જુઓ દેવ સંકેત રે, શીપેરે ફલે કથા કહું હું તેહનીએ; તે નગરીનો નાથ રે, રત્નરથ નામે, કનકશ્રી તસ ગેહિનીએ. ૧૭ તસ ઉદરે ઉત્પન્ન રે, બહુપુત્ર ઉપરે, ભાનુમતી નામે સુતાએ; એ કહી વીસમી ઢાળ રે, ઉદયરત્ન વદે જિનપૂજા બહુ ગુણયુતાએ. ૧૮ ભાવાર્થ : હવે ગુણના ધામ વિનયંધરકુમાર ધૂપ ધરીને જિનવરની આગળ ધ્યાન ધરીને એકમન વાળો થઈને રહ્યો છે. ત્યારે યક્ષણીને વિનયંધર પ્રત્યે રાગ થયો છે એમ જાણી યક્ષને અત્યંત ક્રોધ ઉત્પન્ન થયો. (૧) તેથી યક્ષ રોષથી લાલચોળ થયેલો જાણે ‘યમરાજ’ ન હોય તેવો થયો અને રોષધરીને વિનયંધરને મારવા ભુજંગનું રૂપ ધારણ કરે છે. તે ભુજંગ કેવો છે ? તે કહે છે મસ્તકે ફણાટોપ ધરેલી છે. રોષથી લાલ થયેલી છે આંખો જેની એવો તથા મહાકાય વિકરાલ કાળો ડિમાંગ જાણે કાળ રાજ કોળિયો કરવા ન આવ્યો હોય એવો યમદૂત સરીખો તે ભુજંગ દેખાતો હતો. (૨) ૧૧૫ Page #137 -------------------------------------------------------------------------- ________________ STD ST [ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ . . . 3. વિનયંધરની પાસે તે સર્પ આવ્યો અને ફૂંક મારી હૂંફાડા કરવા લાગ્યો. તેના પર લાંબી ને ફાળ નાંખે છે. ક્રોધથી ધમધમતો કૃતાંત જેવો રૂષ્ટમાન થયેલો જાણે હમણાં જ વિનયંધરને 1 જીવિતથી ચૂકવશે. આ પ્રમાણે તે યક્ષ ભુજંગ રૂપે વિચારે છે. (૩) | હવે તેને ધ્યાનથી ચલાયમાન કર્યું અને આ સ્થાનથી ભ્રષ્ટ કરું. કારણ કે મારી પત્નિ રસી તેના પ્રત્યે મોહિત થયેલી છે. તેથી વિનયંધરનો ભોગ સંયોગ ઈચ્છે છે માટે વિનયંધરને જ આ ધ્યાનથી ભ્રષ્ટ કરી તેનું જીવિત કરું એમ બેઝભો તે દુષ્ટયક્ષ તે કુમારનો દ્રોહી થયો થકો - જ વિચાર કરી રહ્યો છે. (૪). હવે કાળાડિબાંગ વિકરાલ મહાકાય સર્પને દેખીને મંદિરમાં આવેલા સઘળા લોકો કિસી નાસી ગયા. ત્યાં વિનયંધર એકલો જ રહ્યો. તે મેરૂશિખરની જેમ ધીર-વીર-અડગ થઈને | ઉભો છે. જેમ મેરૂશિખર કોઈનાથી ચલાયમાન થાય નહિ તેમ વિનયંધર પણ ચલાવ્યો Eસ ચાલતો નથી. તેથી ક્રોધથી આકુળ-વ્યાકુલ થયેલો યક્ષ ચિંતવવા લાગ્યો. (૫) | કે બીજા સર્વ લોકો મને સર્પરૂપે દેખીને ભાગી ગયાં. પણ આ પુરુષ તો પત્થર જેવો છે. Kી તેણે તો પોતાનું સ્થાન પણ છોડ્યું નહિ અને ભય દેખીને ખસ્યો પણ નહિ. ઉપરાંત મૌન જી ધારણ કરીને એક ધ્યાને રહ્યો છે. (૬) તો તેની સામે હું પણ “મહાબલવાન છું. હું હવે તેને દાઢથી ડસીને તેનાં પ્રાણ હરીશ. કરી એ પ્રમાણે વિચારીને તે દુષ્ટ વિનયંધરના અંગે ડંખ્યો અને શરીરે વેદના કરી. (૭) જેમ વરસાલે વેલ વૃક્ષને વીંટી લે છે. તેમ સર્પરૂપી યક્ષ વિનયંધરના શરીરે વીંટળાઈ | ગયો અને તેનાં અંગે અંગ મરડે છે. તેનાં હાડકાં કડકડ અવાજ કરી રહ્યા છે. છતાં પણ મને રસી વિનયંધર મનથી વચનથી કે કાયાથી જરા પણ ચલાયમાન થયો નહીં. (૮) ( આ પ્રમાણેનું વિનયંધરનું વૈર્ય જોઈને યક્ષ પ્રત્યક્ષ પ્રગટ થયો અને આનંદમાં આવીને કહેવા લાગ્યો કે, હે કુમાર ! તારા આવા સાહસથી અને ઉત્તમ ધર્યથી હું તુષ્ટમાન થયો છું. | તેથી તારા મુખેથી તને જે જોઈએ તે તું માંગ. (૯) ત્યારે વિનયંધર પણ ધૂપ ચાલુ હોય ત્યાં સુધી ખસવું નહિ તે પ્રમાણેનો પોતાનો રી. અભિગ્રહ હવે પૂર્ણ થયો છે. એમ જોઈને અભિગ્રહ પારીને પછી વિનયંધર વિનયપૂર્વક ની પ્રથમ યક્ષને પ્રણામ કરે છે અને પછી ચતુરાઈથી યક્ષને વિનયપૂર્વક કહે છે. (૧૦) હે યક્ષરાજ! હે દેવ ! તમારા દર્શનથી હું સંપૂર્ણ પરિગલ મહાસુખને પામ્યો છું. વળી દિ કે તમારા દર્શનથી અધિક સંતુષ્ટ થયો છું. આ પ્રમાણે વિનયંધરના વયણથી દેવ પણ અધિક | સંતુષ્ટ થયો છે. કારણ દેવોને વિનય વધારે વહાલો હોય છે. વિનયંધર કહે છે બીજું કશું ને જોઈતું નથી. (૧૧) Page #138 -------------------------------------------------------------------------- ________________ SS S SS S SS S SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસS S SS S SS SS ત્યારે ‘ય’ કહેવા લાગ્યો કે દેવનું દર્શન કદાપિ નિષ્ફળ જતું નથી. તેથી તારી ઈચ્છા $ Aિી ન હોવા છતાં પણ હું તને આ એક “રત્ન' આપું છું તેનો સ્વીકાર કર. આ “રત્ન' જે કોઈને ન ઝેર ચડેલું હશે તેને અપહરે છે. અર્થાત્ ઝેરનો નાશ કરે છે. વળી તેનાથી તું જે ઈચ્છા છે કરીશ એની તને પ્રાપ્તિ થશે તેમાં કોઈ સંદેહ નથી. (૧૨) ફરી પણ દેવને પ્રણામ કરી વિનયંધર યક્ષને કહેવા લાગ્યો કે, હે યક્ષરાજ ! મારી કરી ઈચ્છા ન હોવા છતાં પણ જો તમે આ રત્ન આપો છે, તો હવે તમે મારું એક કામ કરો ! હતી કે આ નગરના લોકો મને ‘કર્મકર' નામથી બોલાવે છે. તે ‘કર્મકર' પણું માહ હે દેવ તમે જ ૬દૂર કરો અને મારું સાચું કુલ પ્રગટ કરો ! તો હું તમારું દર્શન સફળ થયું એમ માનું. (૧૩) એ પ્રમાણેના વિનયંધરના વચનો સાંભળી યક્ષે કહ્યું કે, હે કુમાર ! થોડા જ દિવસમાં હું તારો વંશ પ્રગટ કરીશ ! એ પ્રમાણે કહી યક્ષ અર્શિત (અદશ્ય) થયો. એટલે વિનયંધર નિ પ્રેમે જિનેશ્વરના ચરણકમલમાં વંદન કરી આગળ ઉભો રહી પરમાત્માને અરજી કરવા લાગ્યો. (૧૪) હે પરમાત્મન્ ! હું કેવો અજ્ઞાની છું. તારા ગુણખજાનાનો તાગ હું પામી શક્યો નથી. તમે સંપૂર્ણ સુખ આપવા સમર્થ હોવા છતાં મેં યક્ષની પાસે સુખની માંગણી કરી. ખરેખર આપના ગુણસમુદ્રનો કોઈ પાર પામી શકે તેમ નથી. તો હે દેવાધિદેવ ! અજ્ઞાને અંધ એવા મારી પર મહેર નજર કરી ધૂપપૂજા થકી જે ફલ પ્રાપ્ત થાય તે ફલ તું મને આપજે. (૧૫) ત્યારબાદ વારંવાર લળી લળીને જિનેશ્વરને પ્રણામ કરી કરજોડી પરમાત્માની ભાવથી સ્તવના કરી. પોતાના જન્મને ધન્ય માનતો જિનેશ્વરને વંદન કરી વિનયંધર પોતાના મંદિરે આવ્યો. (૧૬) ' હવે દેવ જે કુલ પ્રગટ કરવાનો સંકેત કરીને ગયો હતો તે કેવી રીતે ફલદાયી બને છે તે કથા હવે હું કહું છું તે સાંભળો ! તે નગરીનો નાથ “રત્નરથ’ નામે છે. તેને “કનકશ્રી' નામની પત્નિ છે. (૧૭). તેના ઉદરને વિષે ઘણાં પુત્રની ઉપર ભાનુમતિ નામની એક પુત્રી ઉત્પન્ન થઈ. એ પ્રમાણે વીસમી ઢાળમાં ઉદયરત્નવિજયજી મહારાજ કહે છે કે શ્રી જિનપૂજા બહુ ગુણદાયી છે. (૧૮) Page #139 -------------------------------------------------------------------------- ________________ SS S S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ X Y Z ઢાળ એકવીસમી | દોહા ! વસુધાપતિને વલહી, પુત્રી પ્રાણ સમાન; જીવન જટિકાની પરે, જતન કરે રાજાન. ૧ પંડિત પાસે અભ્યસે, આગમ અરથ વિજ્ઞાણ; પઢતાં સા પોઢી થઈ, રૂપકલા ગુણખાણ. ૨ બાલભાવ તજી બાલિકા, ચીવન પામી જામ; કામ નૃપતિ કૂચ મંડલે, તંબૂ તાણ્યા તા. ૩ ભાનુમતિ ભૂષણધરા, સહુને જીવ સમાન; અષ્ટ ગુણે સા સુંદરી, ઓપે બુદ્ધિ નિધાન. ૪ એકદિન રાજ્ય આવાસમાં, છુટી વેણી સુચંગ; શય્યામાં સૂતી ડસી, ભાનુમતિને ભુજંગ. ૫ રાજભવનમાં ઉછળ્યો, કોલાહલ સમકાલ; હા હા ધાઈ આવો સહુ, કાલે ડંખી બાલ. ૬ ભાવાર્થ : “રત્નરથ રાજાને પુત્રી ઘણી હાલી છે. પોતાના પ્રાણ સમાન છે. જાણે જીવનની જડીબુટ્ટી (જટિકા) ન હોય તેમ માનતાં રાજા પુત્રીનું પ્રાણથી પણ અધિક જતન કરે છે. (૧). ત્યારબાદ બીજના ચંદ્રની જેમ વધતી તે પુત્રી યોગ્ય વયની થતાં પંડિત પાસે ભણવા મૂકે છે. ભાનુમતિ પણ આગમને અર્થના વિસ્તાર સાથે ભણે છે. ભણતાં ગણતા તે પુત્રી પ્રૌઢવયની થઈ જાણે રૂપકલા અને ગુણના સમુદાયે તેનામાં આવીને વાસ ન કર્યો હોય ! તેવી તે પુત્રી શોભી રહી છે. (૨) અનુક્રમે બાલ્યભાવને તજીને તે કુંવરી યૌવનવયને પામી અને કામરાજે તેના શરીરને ની વિષે આગેકૂચ કર્યું. જાણે કે “કામ'ના તંબુ ત્યાં તણાયા. (૩) પૃથ્વીતલને વિષે ભૂષણ સમાન તે ભાનુમતિ સહુને પોતાના જીવ સમાન હાલી લાગે છે અને અષ્ટગુણથી યુક્ત તે સુંદરી બુદ્ધિનિધાન અત્યંત શોભવા લાગી. (૪) Page #140 -------------------------------------------------------------------------- ________________ SSSSSSSSSSSS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ , , , , , , , , હવે એક દિવસ “રાજમહેલ'માં શયામાં સૂતેલી તે ભાનુમતિની વેણી (ચોટલો) છૂટી ની થયેલી હતી ત્યાં ભાનુમતિને ભુજંગે આવીને ડંખ માર્યો. (૫) - રાજભવનમાં કોલાહલ મચી ગયો. હા ! હા ! શું થયું? દોડો ! દોડો ! કાળ સ્વરૂપી ભુજંગે બાલાને ડંખ માર્યો છે. (૬) (રાગ : આશાવરી, સહજે છેડો રે, દરજણ સહજે છેડો રે - એ દેશી) આંખે આંસુ ઢાલે તિહાં રે, સપરિવાર નરનાહ; કુમરીના આવાસમાં રે, આંસુનો ચાલ્યો પ્રવાહ રે. રાજા કહે રોઈ, કુમરી રે, જીવાડો કોઈ; કો મંત્રવાદી રે, નગરીમાં કો મંત્રવાદી રે. રાજા. ૧ સૂકાં લાકડાની પરે રે, અચેતન થઈ નિશ્ચષ્ટ; ધ્રુસકી ધરણી તલે પડ્યો રે, નૃપ જોઈ તે દૃષ્ટિ રે. રાજા૨ નરપતિનું દુઃખ દેખીને રે, અંતે ઉર પરિવાર; ઉંચે સ્વરે આક્રંદ ક્યું રે, ધાહ મેહલે નરનાર રે. રાજા૦ ૩ ધાડ ઉપર પલેવણું રે, ક્ષત ઉપર જેમ ખાર; દેવે તેમ કીધું સહિ રે, મરતાને જેમ માર રે, રાજા૪ ચંદનાદિક શીતલ યોગથી રે, ચેતના પામ્યો ભૂપ; કુમરીની અવસ્થા પેખીને રે, પડિયો ચિંતા ફૂપ રે. રાજા. ૫ મંત્ર યંત્ર મણિ ઓષધિ રે, ગારૂડ મંત્ર અને ક; ભૂઆ ભામા આદિ ઘણાં રે, જોયા એકે એક રે. રાજા૬ નાડી નાસા રગ રોમમાં રે, સાતે વાત શરીર; વિષ સઘળે ભેદી વળ્યું રે, દૂધ ભળે જિમ નીર રે. રાજા. ૭ વિષહર વિધાના ધણી રે, ઝેરનું દેખી જોર; હાથ ખંખેરી તે રહાં રે, સહું કરે તિહાં શોર રે. ૮ સમશાને લેઈ સંચયાં રે, પ્રેત નામે વનખંડ; રૂદન કોલાહલ નાદશું રે, ગાજી રહ્યો બ્રહ્માંડ રેરાજા૯ ચંદન ચય ખડકાવીને રે, માંહે સુવાડી બાલ; પાસે અગનિ પ્રજાલીને રે, મુખ મેહલે જેણે કાલ રે. રાજા. ૧૦ Page #141 -------------------------------------------------------------------------- ________________ S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) | SG ઈણ અવસર હવે જે થયો રે, સુણજો તે અધિકાર; કામ કરી પરગામથી રે, વિનયંધર તેણી વાર રે. રાજા. ૧૧ આવ્યો તે ઉધાનમાં રે, કોલાહલ સુણી કાન; પૂછે કોઈક પુરુષને રે, રૂએ કાં એ રાજાન રે. રાજા. ૧૨ વિરતંત તેણે માંડી કહ્યો રે, કુમર ભણી શુભકામ; ઉપગારની મતિ ઉલ્લાસી રે, તે નરને કહે તામ રે. રાજા૦ ૧૩ ભૂપતિને ભાંખો જઈ રે, કુમારી જીવાડે કોય; ઈમ નિસૂણી અવનીશને રે, તુરત કહે નર સોય રે. રાજા. ૧૪ આય બલે આવી મળ્યો રે, ઉત્તમ એ નર આજ; ઝેર હરિ જીવિત દિયે રે, સુણો સ્વામી મહારાજ રે. રાજા. ૧૫ વિનયંધરને વિનવે રે, રાજા પ્રજા ને લોક; અરજ કરે આગળ રહી રે, મેહલી મનનો શોક ૨. રાજા. ૧૬ બાપના બોલ શું દીઉં રે, જે મુખે માંગો સ્વામ; વળી વળી શું કહિયે ઘણું રે, જીવ આપું એ કામ રે, રાજા. ૧૭ વિનયંધર પ્રણમી વદે રે, એ શું કહો છો બોલ; કાજ સર્વે કરજો તમે રે, જે વાતે વધે તોલ રે. રાજા. ૧૮ ચતુરા ચંદન ચય થકી રે, તવ કાઢી તત્કાલ; વિનાયંધર આગે ધરી રે, સહુ સાખે ભૂપાલ રે. રાજા. ૧૯ ગોમય મંડલ ઉપરે રે, નૂહલી કરાવી તામ; અક્ષત કુસુમ શ્રીફલ ઠવી રે, તે ઉપરે અભિરામ રે. રાજા૨૦ સુવાડી સા. બાલિકા રે, રન ઉહલી મનરંગ; ચક્ષને સંભારી યદા રે, છાંટ્યું કુમરી અંગ રે. રાજા. ૨૧ તે જલના પ્રભાવથી રે, ચેતના પામી બાળ; ઉદયરત્ન કવિ ઈમ કહે રે, એકવીસમી ઢાળ રે. રાજા. ૨૨ ભાવાર્થ : સપરિવાર સહિત “રત્નરથરાજા' આંખે આંસુ સારી રહ્યો છે. કુંવરીના આવાસમાં એ પ્રમાણે આંસુડાનો પ્રવાહ ચાલ્યો છે. અર્થાત્ રાજપરિવાર સર્વે રડી રહ્યો છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ Sિ SISI શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) SITE 3 $ એ પ્રમાણે રડતો રાજા કહી રહ્યો છે. કુંવરીને કોઈ જીવાડો ! નગરીમાં મંત્રવાદી કોણ છે? મંત્રવાદીને બોલાવો. (૧) ભાનુમતિ સૂકાં લાકડાંની જેમ અચેતન, નિશ્રેષ્ટ થઈને પડી છે. જાણે કે મડદું જોઈલો. આ પ્રમાણે કુંવરીને જોઈને રાજાને ધ્રાસકો પડ્યો અને વાહતની જેમ ધરણી પર ઢળી પડ્યો. (૨) - રાજાને એ પ્રમાણે દુઃખી થયેલો જોઈને અંતેઉર પરિવાર ઊંચે સ્વરે આક્રંદ કરવા દસ લાગ્યા અને નરનારી સહુ મુખેથી નિઃસાસા નાંખતા રડવા લાગ્યાં. (૩) કે ધાડ પડી હોય તેનાં પર પલેવણું શું કરવું? વળી ક્ષત ઉપર ખાર શું નાંખવો (ચાંદા નિ પર પાછું ખારુ મીઠું નાંખવું) દાઝયા પર જેમ ડામ દેવો, મરતાંને વળી માર મારવો એના જેમ દૈવે આજે અમારી પરિસ્થિતિ સર્જી છે. (૪) - હવે રાજા અસ્વસ્થ થઈને પડ્યો છે એ પ્રમાણે જોઈને સેવકોએ ચંદનાદિકનો શીતલ ઉપચાર કર્યો અને તેનાં યોગથી રાજા ચેતના પામ્યો. ઉઠીને ફરી કુંવરીને જુવે છે. ફરી રાજા ચિંતા સમુદ્રમાં પડે છે. (૫) અનેક મંત્ર - યંત્ર - મણિ - ઔષધિ કરાવે છે. અનેક ગારૂડીક મંત્રવાદીને બોલાવે છે. દિ. અનેક ભૂઆ ભામા આદિને બોલાવે છે. દરેક આવે છે, જુવે છે, પ્રયત્ન કરે છે. પણ કે કુંવરીને કશી જ અસર થતી નથી. તે તો નિષ્ટ પડી છે. (૬) જેમ દૂધમાં પાણી ભળી જાય, તેમ કુમરીમાં સાતે સાત ધાતુમાં, નાડીમાં, નસમાં, રગરગમાં, પ્રત્યેક રોમરાજીમાં વિષ ભળી ગયું છે એટલે કે “ભાનુમતિ' ના સંપૂર્ણ શરીરમાં ભુજંગ” નું ઝેર દૂધ-પાણીની જેમ એકમેક થઈ ગયું છે. (૭) વિષને હરણ કરનારા વિદ્યાના ધણી (ગારૂડીકો) ઝેરનું પ્રબલ જોર વ્યાપેલું જોઈને હવે પોતાની વિદ્યા કામ નહિ આપે એમ સમજી હાથ ખંખેરીને ચાલતાં થાય છે અને ત્યાં રહેલાં સર્વલોકો શોર-બકોર કરી રહ્યાં છે. (૮) ત્યારબાદ પુત્રીને મરણને શરણ થયેલી છે એમ માનીને રાજાના આદેશથી સહુ તેને સ્મશાને લઈ જાય છે. ત્યાં પ્રેત નામના “વનખંડમાં આવે છે. લોકોના કોલાહલથી અને રૂદનના અવાજથી બ્રહ્માંડ પણ ગાજી રહ્યું છે. (૯). - હવે તે વનખંડમાં ચંદનની ચિતા પડકાવીને તેનાં પર કુંવરીને સુવાડી છે. બાજુમાં , અગ્નિ પ્રગટાવી છે અને રાજા સહિત સર્વે પ્રજાજન મુખથી હાહાર કરતાં રડી રહ્યા છે. (૧૦) હવે તે સમયે શું આશ્ચર્યજનક અધિકાર થયો તે હે શ્રોતાજનો ! તમે સાંભળજો ! રસી પરગામથી કામ કરીને વિનયંધર તે સમયે (૧૧) SS ૧૨૧ ) SSC S Page #143 -------------------------------------------------------------------------- ________________ S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ લોકોનો કોલાહલ સુણીને તે ઉદ્યાનમાં આવ્યો અને કોઈક પુરુષને પૂછવા લાગ્યો કે આ રાજા અત્યારે શા માટે રડી રહ્યા છે ? (૧૨) આવનાર પુરુષે પ્રથમથી માંડીને સર્વ હકીકત કહી સંભળાવી. તેને થયું આ કંઈ શુભ | કામ કરે તેમ છે. એમ માની શુભ ઈચ્છાથી સર્વ હકીકત કહી તે વાત સાંભળીને વિનયંધરના મનમાં ઉપકારની બુદ્ધિ જાગી અને તેણે આવનાર પુરુષને જણાવ્યું કે (૧૩). તમે રાજાને જઈને કહો કે કુંવરીને કોઈ પુરુષ જીવાડવા સમર્થ છે ! તે સાંભળીને તે પુરુષે “રત્નરથ’ રાજાને જઈને સર્વ હકીકત જણાવી કે – (૧૪) હે નરનાથ ! કુંવરીનું આયુષ્ય બલવાન છે. તે કારણે ‘ઉત્તમનર’ આજે હાથ ચડ્યો છે. ૬. જે ઝેરને હરી જીવિતને આપશે ! (૧૫) ઉપર પ્રમાણેની હકીકત સાંભળી રાજા' - પ્રજા અને સર્વલોક મળીને વિનયંધરને ન ની વિનંતી કરવા લાગ્યા અને આગળ આવીને અરજ કરવા લાગ્યા મનમાંથી શોક ત્યજીને રી, કહેવા લાગ્યા કે – (૧૬) - હે કુમાર ! બાપના સમ ખાઈને કહીયે છીએ કે આ કુમારીને જો જીવિતદાન આપો તો Sી તમે મુખથી જે માંગશો તે આપીશ. વળી રાજા કહેવા લાગ્યો કે, ઘણું શું કહીએ. જો આ જ દર કામ કરવામાં મારો જીવ આપવો પડશે તો જીવ પણ આપવા તૈયાર છું. (૧૭) તે સાંભળીને વિનયંધર રાજાને વંદન કરીને કહેવા લાગ્યો કે, તમે આવા બોલ શા . | માટે બોલો છો ? તમારું કામ પૂર્ણ થાય પછી જે રીતે તમારે મારું મહત્ત્વ વધારવું હોય તે રીતે તમે મારું મહત્ત્વ વધારજો. (૧૮). ત્યારબાદ ચંદનની ચિતા થકી તે બાલિકાને તત્કાલ બહાર કાઢી અને રાજાએ સહુની સાક્ષીએ વિનયંધરની આગળ ધરી. (૧૯) વિનયંધરે છાણના માંડલા ઉપર ગહુલી કરાવી તેના પર અક્ષત, કુસુમ અને શ્રીફળ ચઢાવ્યું. (૨૦). તે ઉપર ‘ભાનુમતિ’ને સુવડાવી ત્યારબાદ વિનયંધરે દેવે આપેલું રત્ન કાઢ્યું અને તેને ની પવિત્ર જલમાં મનરંગે નાંખ્યું અને ત્યારબાદ તે યક્ષને સંભારીને તે પાણી કુંવરીના અંગ પર છાંટ્યું. (૨૧) ત્રિી તે જલના પ્રભાવથી બાલિકા સચેતન થઈ અર્થાત્ તેનું ઝેર ઉતરી ગયું. એ પ્રમાણે | ઉદયરત્નજી મહારાજ કહે છે કે એકવીસમી ઢાળ પૂર્ણ થઈ. (૨૨) Page #144 -------------------------------------------------------------------------- ________________ ગિતતા : શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ બાવીસમી || દોહા | ઉઠી આળસ મોડીને, હરખ્યા તવ સહુ કોય; સજ થઈ સા સુંદરી, નયણ નિહાળી જોય. ૧ જનક પ્રજા આંસુ જલે, કરતા વદન પખાલ; વનખંડે સ્મશાન વિધિ, અન્ય અવસ્થા કાલ. ૨ પેખીને કુમરી કહે, એ શું કારણ આજ; વિધિ સઘલી વિપરીત એ, સ્મશાનનો શ્યો સાજ. ૩ ધરણીપતિ ખોળે ધરી, વિષધર વિષને યોગ; કારણ કે માંડી કહે, જે જે થયો સંયોગ. ૪ અંબુદની પરે ઉલટ્યા, હર્ષના આંસુ નયણ; ગદ્ગદ્ સ્વરે હરખિત ચિત્તે, ભૂપતિ ભાખે વયણ. ૫ ભાવાર્થ : “રત્નના' હવણજલથી સચેતન પામેલી તે બાળા આળસ મરડીને ઉભી ની થઈ. તે જોઈ રાજા - પ્રજા - સર્વ લોકો હર્ષિત થયા. તે બાળા પણ સજ્જ થઈ થકી ચારે તરફ નજર માંડીને જુવે છે. (૧) તો પિતા તથા પ્રજા આંસુરૂપી જલથી પોતાના મુખનું પ્રક્ષાલન કરી રહ્યા છે. (રડી રહ્યા છે, અને વનખંડમાં સ્મશાનની વિધિ અને અન્ય કાળની અવસ્થા જોઈને કુમારી કહે છે. આજે એવું તે શું કારણ બન્યું છે કે જેથી અહિં આ સઘળી વિપરીત વિધિ કરી રહ્યા - છો ? અને સ્મશાનમાં એવો તે શું સાજ ધર્યો છે ? તે મને કહો ! (૨, ૩) ત્યારપછી પૃથ્વીપતિ “ભાનુમતિ'ને ખોળામાં લઈ રાજભવનમાં સૂતેલી એવી તને વિષધરે ડંખ માર્યો. ઘણાં પ્રયત્નો બાદ પણ તું સજ્જ ન થઈ, તેથી તને મરેલી જાણી અમે અહિં લઈ આવ્યા એ પ્રમાણેની આદિથી અંત સુધીની સર્વ હકિકત માંડીને રાજાએ તેણીને કહી સંભળાવી. (૪) તે વખતે અંબુદની જેમ રાજાના નયણે હર્ષના આંસુ વરસવા લાગ્યાં અને ગદ્ગદ્ દિ સ્વરે રાજા “ભાનુમતિ પ્રત્યે આ પ્રમાણે કહેવા લાગ્યો. (૫) Page #145 -------------------------------------------------------------------------- ________________ 3 ના રોજ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ SGST (સમુદ્ર પેલે પાર, ચમર ઢલાવે હો રાણો કાચિબો - એ દેશી) દીધું જીવિતદાન એણે પુરુષે હો, અંગજા તુજ પ્રત્યે; પર ઉપગારી પ્રધાન ભૂમંડલમાં હો, એ ગુણ છતે. ૧ વાત સુણી તેણીવાર, ગુણની રાગી હો, હૈયે ધરે કન્યા; ઈણે ભવે એ ભરતાર મનશું એહવી હો, કીધી પ્રતિગના. ૨ તાત પ્રત્યે કહે એમ જેણે પુરુષે હો, જીવિત દીધું મને; પરણું તેમને પ્રેમે અવર નરનું હો, નીમ લીધું મને. ૩ કુમરીને વચને તાત મનશું હરખી હો, કહે દૂધે સાકર ભળી; આગળથી એ વાત અમે દિલમાં હો, ધારી છે એ વળી. ૪ કરવા ઓચ્છવ કાજ ગજ આદિ હો, સામગ્રી ગેલશું; મંગાવી મહારાજ ગજ આરોહિ હો, કન્યાવર બેલિશું. ૫ હય ગય રથ દલપૂર પાયક પોઢા હો, આગળ પરવર્યા; ઉલટ આણી ઉર પંચરંગી હો, આગે ને જો ધય. ૬ નિસાણના નિરદોષ, વિધવિધના હો, વાજિંત્ર વાજતે; દેખી સમય નિરદોષ, તૂરને નાદે હો, અંબર ગાજતે. ૭ કીધો નગરપ્રવેશ મંદિર આવી હો, મનના મોદશું; નગરીમાંહિ વિશેષ પરે પરે ઉત્સવ હો, મંડાવે વિનોદશું. ૮ મંત્રી જનને રાય વિનયંધરનો હો, વંશ પૂછે સદા; તે બોલ્યા તેણે હાય સારથપતિનો હો, સેવક છે મુદા. ૯ તેહને તેડી પાસે સુબંધુને હો, ભૂપ પૂછે પછે; વિનયંધર કુલવાસ ઉત્પત્તિ એહની હો, કહોને કિમ અછે. ૧૦ કૂપકંઠે વિરતંત પંથી વચને હો, જિમ વાયો હતો; માંડી કહ્યો એ સંત એહની આછી હો, વાત નથી લેહતો. ૧૧ વાહત નરનાહ સંબંધ જાણી હો, સંશયમાં પડ્યો; કિમ કરશું વિવાહ જેહનો જોતાં હો, કુલ પણ નહિ જડ્યો. ૧૨ Page #146 -------------------------------------------------------------------------- ________________ E D ITS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ..... પંચની સાખે જેહ આપમુખથી હો, વચન જે ઉચ્ચર્ય; અલિક ન થાયે તેહ, પહેલાં પોતે હો, અવિચાર્યું કર્યું. ૧૩ જાયે જો ધનને રાજ મૂલમાંહીથી હો, જીભ ઝાલી કટું; કોડી જે વિણસે કાજ, પ્રાણાન્ત પણ હો, વાચા ન પાલટું. ૧૪ સાપ છછુંદર જેમ પકડી પછી હો, પછતાવો કરે; ડોલાયે મન તેમ, ધરણીપતિ હો, સબલ ચિંતા ધરે. ૧૫ તિણ સમયે તે જક્ષ, કેઈક નરના હો, શરીરમાં સંક્રમી; ભૂપ પ્રત્યે પ્રત્યક્ષ, વિનયંધરની હો, વાત કહી નમી. ૧૬ પોતનપુર વર ઠામ, વજસિંહ હો, નામે નરવર; પટ્ટરાણી અભિરામ, કમલા નામે હો, રૂપે મનોહર. ૧૦ તસ ઉદરે અવતાર, ગણક વચને હો, વનમાં વાસિયો; ભારંડ ફૂપ અધિકાર, તેણે પુરુષે હો, સઘલો પ્રકાશીયો. ૧૮ અનુક્રમે આવ્યો આંહી, સારથવાહે હો, પુત્ર કરી પાલિચો; કર્મકર લોકમાંહિ, નામ કહી હો, સંશય ટાલિયો. ૧૯ મેટી મનની ભ્રાંતિ, તેહના તનથી હો, ચક્ષ દૂર ગયો; અવનીપતિ અત્યંત, વાત સુણીને હો, મન હરખિત થયો. ૨૦ રંગેશુ કહે રાય, બહેન અમારી હો, કમલા જે કહી; ભગિનીસુત સુખદાય, ભાગ્યે ભેટ્યો હો, ભ્રાંતિ ભાંગી સહી. ૨૧ અહો અહો કર્મ સંજોગ, કુણા કુણ કરણી હો, વિધાતા કેળવે; અહો અહો ભાવી જોગ, કુણા કુણ કિહાંથી હો, આણી મેળવે. ૨૨ ઉત્સવ કરી અપાર, વિનયંધરને હો, પુત્રી પરણાવીને; આપી અરથ ભંડાર, આવાસ આપે હો, દ્ધિ ભરાવીને. ૨૩ કર મૂકાવણ કાજ, હય ગય આદિ હો, છત્ર ધરાવીને; આપે અરધું રાજ, ધવલ મંગલ હો, ગીત ગવરાવીને. ૨૪ દેશ નગરને ગામ, રાજય સજાઈ હો, સાથે સજ્જ કરી; ચોરીમાંહી અભિરામ, વિનયંધરને હો, આપી દીકરી. ૨૫ Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ સરીખો પામી યોગ, ભાનુમતિ શું હો, વિષયસુખ ભોગવે; પૂરવ પુન્ય પ્રયોગ, જોર દિવાજે હો, રાજ નિયોગવે. ૨૬ એક બાવીસમી ઢાળ, ઉલટ આણી હો, ઉદયરત્ન કહે; સુણજો સહુ ઉજમાલ, જિનપૂજાથી હો, આગે જે સુખ લહે. ૨૭ ભાવાર્થ : હે પુત્રી ! ભૂમંડલમાં પર-ઉપકાર કરવાનો ગુણ પ્રધાન છે. તેથી પર ઉપગારી એવા આ ઉત્તમ પુરુષે તને જીવિતદાન આપ્યું છે. (૧) તે વાત સાંભળીને ગુણાનુરાગી એવી તે કુંવરીએ મનથી નક્કી કર્યું કે આ ભવમાં મારો આ કુમાર જ ‘ભરતાર' થાય એવી તેણે ત્યાં પ્રતિજ્ઞા કરી. (૨) અને પિતાને કહેવા લાગી કે, હે પિતાજી ! જે આ ઉત્તમ ન૨૨ત્ને મને જીવિતદાન દીધું છે તે જ ઉત્તમ ન૨ સાથે હું પ્રેમસહિત લગ્ન કરીશ, બાકી અવર પુરુષની મારે પ્રતિજ્ઞા છે. (૩) પોતાની પુત્રીના મુખથી આ પ્રમાણેની વાત સાંભળી રાજા હર્ષિત થયો થકો કહેવા લાગ્યો કે આ તો ‘દૂધમાં સાકર' ભળ્યા બરાબર તેં વાત કરી. અમે પણ પહેલેથી જ આ પ્રમાણેનો નિર્ણય હૃદયથી કરી રાખ્યો છે. (૪) ત્યારબાદ ઓચ્છવ કરવા માટે ‘રાજા’ હાથી આદિ સામગ્રી મંગાવે છે અને કન્યાને તથા વિનયંધરને ગજ પર આરૂઢ કરે છે. ત્યારબાદ હાથી, ઘોડા, રથ, સૈન્યથી તથા પાયદલ ઘણાં પરિવારથી પરિવર્યો છતો તથા આગળ પંચરંગી ધજાને ફરકાવી. નિરઘોષ નિશાન ડંકા, અનેક પ્રકારના વાજિંત્રો વાજતે છતે શુભમુહૂર્તે (નિર્દોષ સમય) દેખીને તૂરના નાદથી અંબર ગાજતે છતે નગરીમાં પ્રવેશ કરે છે અને પોતાના મંદિરે આવી મનના ઉમંગ સાથે નગરીમાં વિશેષ પ્રકારે આનંદ સાથે વિધવિધ ઉત્સવ મંડાવે છે. (૫, ૬, ૭, ૮) હવે ‘રત્નરથ’ રાજા મંત્રીજનોને વિનયંધરનું કુલ, વંશ વિગેરે જ્યારે પૂછે છે ત્યારે હર્ષથી મંત્રીજનોએ તે વખતે કહ્યું કે, આ સાર્થપતિનો સેવક છે. (૯) ત્યારબાદ ‘રાજા' પોતે ‘સુબંધુ' સાર્થવાહને પોતાની પાસે બોલાવે છે અને પછી વિનયંધરનો કુલવાસ તથા ઉત્પત્તિ કેવા પ્રકારે છે. આદિ પરિચય પૂછે છે. (૧૦) ત્યારે ‘સુબંધુ' સાર્થવાહે પણ કૂપકંઠે જે વાત પેલા મુસાફરે કહી હતી તે વાત કહી સંભળાવી પણ આગળથી બીજી કંઈ વાત હું જાણતો નથી. એ પ્રમાણે કહ્યું. (૧૧) ત્યારે ‘રત્નરથ’ રાજાને આવો સંબંધ જાણી વજ્રાઘાત થયો અને તે સંશયમાં પડ્યા થકો વિચારવા લાગ્યો કે, હવે આની સાથે કુંવરીનો વિવાહ કેવી રીતે કરશું ? કારણ તેહનો કુલવંશ પણ જાણવાં મળતો નથી. (૧૨) ૧૨૬ Page #148 -------------------------------------------------------------------------- ________________ SિS SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ SGSSS કે વળી રાજા વિચારવા લાગ્યો કે પહેલાં તો મેં પોતે અવિચાર્યું કામ કર્યું. કુલવંશ જાણ્યા કરી વિના ‘કન્યા' આપવાનું નક્કી કર્યું. હવે મારા સ્વમુખેથી પાંચની સાખે ઉચ્ચારેલું વચન Sા પણ ફોગટ થવું જોઈએ નહિ. (૧૩) વળી કદાચ મૂલમાંથી મારું રાજ્ય અને ધન સર્વે ચાલ્યું જાય. કરોડો મારા કામ વિણસી જાય તો જીભ કાપી નાંખુ પણ પ્રાણભોગે ય બીજાને આપેલું વચન ક્યારે પણ ભંગ , કરીશ નહિ. (પાછુ ખેંચીશ નહિ) (૧૪) જેમ સાપ-છછુંદરને પકડે અને પાછળથી પસ્તાવો કરે તેમ રાજાનું મન પણ ડોળાય કરી છે. મનમાં પૃથ્વી પતિ ઘણી જ ચિંતા કરી રહ્યો છે. (૧૫) તે સમયે પેલો યક્ષ કોઈક પુરુષ ના શરીરમાં સંક્રમીને રાજા પ્રત્યે નમસ્કાર કરી છે વિનયંધરની વાત કરવા લાગ્યો કે – (૧૬) પોતનપુર નામના નગરમાં વજસિંહ નામે રાજા છે. તેમને કમલા નામની મનોહર | એવી પટ્ટરાણી છે. (૧૭) તેની કુક્ષીને વિષે વિનયંધરનો જન્મ થયો છે. નિમિત્તજ્ઞના વચનથી તે કુમારને રાજાએ | જંગલમાં મૂકાવી દીધો. ત્યાં માંસની ભ્રાંતિથી ભાખંડ પોતાની ચંચુપટમાં ગ્રહણ કરી ઉડી | ગયો. સામેથી બીજો બલવાન ભાખંડ આવ્યો તેને પણ આ માંસ લેવાની ઈચ્છા થઈ. બંને સામસામી ઝઘડ્યા અને બાળક ચંચપટથી છુટી કૂવામાં પડ્યો વિગેરે સર્વ અધિકાર પેલા પુરુષે કહી સંભળાવ્યો. (૧૮) અનુક્રમે અહિં આવ્યો “સુબંધુ' સાર્થવાહે પુત્રની જેમ તેને પાળી - પોષી મોટો કર્યો. Rી. પણ નગરજનોએ તેનું કર્મકર નામ સ્થાપ્યું. આ પ્રમાણેની સર્વ હકિકત કહી પેલા પુરુષે રાજાનો સંશય દૂર કર્યો. (૧૯) એ પ્રમાણે સંશય દૂર કરીને પેલા પુરુષના શરીરથી યક્ષ દૂર જતો રહ્યો. પણ ઉપર ની પ્રમાણેની વાત સાંભળી “અવનીપતિ રત્નરથ' અત્યંત હર્ષ પામ્યો. (૨૦) થકો રાજા કહેવા લાગ્યો કે જે “કમલા' પટ્ટરાણીની વાત કરી તે તો મારી સગી બહેન કરી છે. ખરેખર ભાગ્યયોગે ભગિનીસુત આજે અમને મળ્યો અને અમારી મનની ભ્રાંતિ દૂર િથઈ ગઈ. (૨૧) અહો ! અહો ! કર્મની કેવી લીલા છે ! કોનો કોનો સંયોગ ક્યાંયથી ગમે તેમ ક્યાં ક્યાં કરાવે છે. ભાગ્ય કેવા ખેલ ખેલાવે છે. ક્યાંક કોઈનો વિયોગ કરાવે છે, તો ક્યાંક ગમે ત્યાંથી પણ પોતપોતાના સંબંધીજનોનો સંયોગ પણ કરાવે છે. (૨૨) Page #149 -------------------------------------------------------------------------- ________________ E TV | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ આ પ્રમાણે વિચાર કરીને રાજાએ વિનયંધરને પોતાની પુત્રી મોટા ઉત્સવપૂર્વક પરણાવી : ની અને અર્થનો ભંડાર, રહેવા માટે આવાસ, ઋદ્ધિથી ભરાવીને આપે છે. (૨૩) વળી કરમોચન સમયે હાથી - ઘોડા – રથ – પાયદલ - સૈન્ય આદિ આપીને ધવલ- મંગલ ગીત ગવડાવીને મસ્તકે છત્ર ધરાવીને આનંદપૂર્વક અડધું રાજ્ય વિનયંધરને આપે કી છે. (૨૪) વળી, દેશ - નગર - ગામ આદિ તથા રાજ્ય સજાઈને સજ્જ કરીને ચૉરીમાં વિનયંધરને દીકરી આપવા સાથે આપે છે. (અર્થાત્ દીકરીને આપવા સાથે રાજઋદ્ધિ પરિવાર પણ આપે છે.) (૨૫) હવે વિનયંધર પણ સરખે સરખો યોગ થયો છે એમ જાણી ‘ભાનુમતિ' સાથે પંચવિષય છે સુખ ભોગવે છે અને પૂર્વના પુન્યના જોરે અત્યંત દીપતો તે રાજ્યને વફાદાર થઈ રાજ્ય,રાને સંભાળી રહ્યો છે. (૨૬) એ પ્રમાણે ઉલટભેર ઉદયરત્નજી મહારાજ બાવીસમી ઢાળમાં ફરમાવી રહ્યા છે કે . શ્રોતાજનો ! તમે સહુ જિનપૂજાથી આગળ વિનયંધર શું સુખ પામે છે તે અધિકાર ઉજમાલ (સ્વસ્થ) થઈને સાંભળો. (૨૭) Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ ત્રેવીસમી || દોહા || લલના લક્ષ્મી રાજસુખ, માતા-પિતા કુલશુદ્ધિ; પામ્યો જિનપૂજા થકી, ૠદ્ધિ વૃદ્ધિ ગુણ સિદ્ધિ. ૧ જિન આગે જુગતે કરી, જો ઉખેવ્યો ધૂપ; પામ્યો તેહનાં પુન્યથી, અવની રાજ્ય અનૂપ. ૨ સુબંધુ સારથવાહશું, રાખે પ્રીતિ અખંડ; મનમાંહી અમરષ વહે, પિતા ઉપર પ્રચંડ, ૩ બાળપણનું બાપશુ, વેર ધરી મનમાંહી; પોતનપુર જાવા ભણી, કરે કટકાઈ ઉચ્છાંહિ. ૪ ભાવાર્થ : જિનેશ્વરની પૂજા કરવા થકી વિનયંધર લલના, લક્ષ્મી, રાજ્યસુખ, માતાપિતાની ઓળખ, કુળની શુદ્ધિ તથા ઋદ્ધિની વૃદ્ધિ અને ગુણની સિદ્ધિને પામ્યો. (૧) વળી જિનવર આગળ તેણે ભક્તિથી જો એકવાર પણ ધૂપ ઉખેવ્યો તો તેનાં પુન્યથી તે ઘણી પૃથ્વીનો ભોક્તા થયો અને અનુપમ રાજ્યને પામ્યો. (૨) વળી હવે વિનયંધર ‘સુબંધુ' સાર્થવાહ પ્રત્યે અખંડ પ્રીતિ રાખે છે. પરંતુ મનમાં પોતાના પિતા પર પ્રચંડ અમર્ષ ધારણ કરી રહ્યો છે. (૩) બાળપણાનું પિતા પ્રત્યેનું વૈર મનમાં ધારણ કરી હવે પોતનપુર જવા માટે ઉત્સાહથી સૈન્યને તૈયા૨ ક૨ે છે. (૪) (રાગ : સિંધુઓ, દેશી કડખાની) કુંમર રણવટ ચડ્યો, કટક ભટ લઈને, ચઢત ભંભાવરે થિંગધાયા; રાણ મહારાણ ઘણાં, ગઢપતિગંજણા, અતુલ બલના ધણી તુરત આયા. કું રાણી જાયા ખરા, પ્રબલ પરાક્રમ ધરા, યોધ ભુજ પ્રાણી જમરાણ રોકે; વટ વડા વાગીયા, આવી ઉભા રહ્યા, કમલકુમારને તામ ઢોકે. કું પહેરી સન્નાહને, ટોપર મસ્તક ધરી, ઢાલ તલવાર, તરકસ બાંધી; ધાવના દાવનો, લાહો લેશ્યા ખરાં, પંચ હથિયારે સંગ્રામ સાઘી. કું૦ ૩ ૧૨૯ 24-6 - . Page #151 -------------------------------------------------------------------------- ________________ Sિ T શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ આ પ્રૌઢ પર્વત જિસ્થા, શ્યામ ઘનઘોરણ્યા, મત્ત માતંગ મદવારિ ઝરતા; દિ કાલ કંકાલ, વિકરાલ ક્રોધાળુઆ, બહુલ સુંડાલ કલ્લોલ કરતા. કું૦ ૪ અટપટાપોલ, પ્રાકાર ગઢ ગંજણા, ભંજણા સૈન્ય શત્રુ સંહારી; તૂરના પૂરશે, શૂર જેહને ચડે, સૈન્ય આગે ધર્યા તે વકારી. કું. ૫ પંચ કલ્યાણ કંકાણ, ઉત્તરપથા, પાણીપથા ભલા પંચવરણી; પનવગતિ પાંખર્યા, જેહ વાગે ધર્યા, તલફ દેતા ચલે અડે નધરણી. કું. ૬ દેશ કંબોજના, ભલભલી ભાંતિના, ચંચલ ચાલ ચરણે ચલંતા; ચરણ ચારે ધરી, શાલીમાં નાચતા, સજ કીધા ઘણાં હણહણંતા. કું. ૭ ચાતુરદાંટ, ફરકંત ઉપરિધજા, છત્રીસ આયુધ જેહ ભરિયા; હયવર જોતરી, રથ બહુ સજ કરી, સૈન્ય મુખ મંડલે તે ધરિયા. કું. ૮ શૂર ઝુઝાલ રણકાલ રોષાતૂરા, તીર તરકસ ધરા વીર વારુ સૈન્ય આગે ધર્યા, પાણાંતે પરવર્યા, પંચ હથિયારના જેહ ધારુ. કું૦ ૯ વાવ નિસાણને, સુભટ ઘનઘોરશું, કંચનપુર થકી વેગે ચડિયો; પોતનપુર તણે પરિસરે, પાધર અનુક્રમે આવીને તેહ અડિયો. કું. ૧૦ દોહો: કમલા અંગ કપોલકર, વામ ફરકે નૈન; પોતનપુરને પરિસરે, કમલ આવ્યો જિણદિન. ૧ શુદ્ધિ પામ્યો સહિ, શત્રુ આવ્યો નહિ, ઉદ્ભટ સેન્ટ ચતુરંગ લઈ પોતનપુરધણી, વાત એવી સુણી, તે ચઢ્યો ધાવ નીચાણ દેઈ. કું૦ ૧૧ રોપી રણથંભને, સાતમો ઉતર્યો, સિંધુએ રાગે સરણાઈ વાગી; કમલકુમારનાં, કટકમાં સુભટને, તામ સંગ્રામની હુંશ જાગી. કું. ૧૨ | સામ સામા અડ્યા, ક્રોધપૂરે ચડ્યા, રણતણા તામ રણતૂર વાજે; અંબર ગડગડે ધરણીતલ ધડહડે, કાયર લડથડે, દૂર ભાજે. કું૦ ૧૩ ની ફોજ ફોજે અડી, રામ-રાવણ પરે, કોપ આટોપ ધરી લોહ કીધા; કાઢી જમદાઢ, કરવાલ સુભટોશિરે, દડબડે દોટ લેઈ ઘાવ દીધા. કું. ૧૪ | જોર જમરૂપ, ઘમસાણ જાયે ચઢે, બાણને ઓથે આકાશ છાયો; નાલ કરનાર, રણદૂર રણકી રહ્યા, ઐન ધન ગાજીને આપ આયો. કું૦ ૧૫ Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) SD $ લોહીના લાલ, કલોલ્લ ચાલે ઘણાં, મસ્તક તિહાં તરે તુંબ રીતે; Bી રણતણી ભૂમિમાં, હાક વાણી રહી, ભાગ માં ભાગ માં સુભટ ભીતે. કું. ૧૬ | ગુરજ, ગુપતિ, ગદા, કુંત, સલ્લ, મુદા સાંગ, ત્રિશુલને, પ્રાસ, ગેડી; ચોધ ક્રોધે કરી, આયુધ કરધરી, મોગરે, મુશલે, નાખે ઉઘેડી. કું કુંત કુંતે અડે, ખગ્ન ખગે ભડે, શિર વિના ધડ લડે સીમ ચાંપે; | લોહીને માંસનો, રોલ મારી રહ્યો, જયો જયો જોગણી ગગને જંપે. કું. ભાટભટ દેખીને, બોલે બિરુદાવલી, બિહુના સ્વામી ચિંહુ પાસ પ્રેરે; આ સમે માતને, લાજ લાઓ રખે, ગ્રાસ આપું ઘણા ઈમ ઉદે રે. કું. ૧૯ | ઈમ સુણી સુભટનાં, શૂર વાધ્યાં ઘણું, અભૂત તામ સંગ્રામ તણું; ઈણિ પરે યુદ્ધ, કરતાં થકાં તિહાં થકી, વજસિંહ રાયનું સૈન્ય ભણું. કુંડ ની ચંડ પોતે ચડ્યો, કુમાર સામો અડ્યો, માંહો માંહે દેખતાં વૈર જાગ્યું કે તાણી કબાણને બાણ મેલ્યું તદા, કમલ કુમારને કવચ લાગ્યું. કું. જ કુમર ક્રોધે કરી, બાણ મેલે ફરી, છગને છેદીને મુગટ ઢાલ્યો; કરી દંત કરડી થયો, રાચરોષાતુર, બાણપંખે ધરી ધનુષ્ય વાળ્યો. કું૦ ૨૨ ની પુન્ય પરતાપે તે યક્ષ પરગટ થયો, જનકને જાઈને તેહ થંભે; કે દેહ અત્યંતરે, દાહ ઉક્યો ઘણું, અચરીજ જોઈને સહુ અચંભે. કું૦ ૨૩ તે યુદ્ધની એ બની, સિંધુઆ રાગમાં, ઢાળ ત્રેવીસમી જાતિ કડખો; | ઉદયરત્ન મુનિ ઈણિપરે ઉચ્ચરે, ખળભળો મા તુમે પલક પડખો. કું. ૨૪ ભાવાર્થ ઃ હવે કમલકુમાર રણવટે ચડ્યો છે. ત્યારે ચઢતા ભંભાસ્વરના નાદે રાણા - મહારાણા ઘણાં કે જે અતુલબલી છે. તે પોતપોતાના સૈન્યને લઈને તુરંત કંચનપુર નગરને | વિષે આવ્યા. (૧). કેટલાક રાણીજાયા પ્રબલ પરાક્રમને ધારણ કરી. યુદ્ધમાં જાણે અમે અમારી ભુજાથી યમને રોકીશું એવા તથા મોટા વટને ધરાવતા આવીને ઉભા રહ્યા અને કમલકુમાર'ને ભેટ આપી તેમની સાથે સામેલ થયા. (૨) વળી તેઓ બક્તર પહેરી, મસ્તકે ટોપ ધારણ કરી, ઢાલ, તલવાર લઈ, બાણોને બાંધી, વિચારવા લાગ્યા કે નિશાન ડંકો વાગતે છતે યુદ્ધના દાવનો લાહો અમે પાંચ પ્રકારના હથિયારે યુદ્ધ કરીને લઈશું. (૩) Page #153 -------------------------------------------------------------------------- ________________ START F શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ૩ તે મોટા પર્વત જેવા, શ્યામ ઘનઘોર વાદળ જેવા, મદોન્મત્ત મદ ઝરતા હાથીયો, કાળ- 1 દર રાજ જેવા ક્રોધથી વિકરાલ, જાણે ઘણી સૂંઢથી કલ્લોલ કરતાં ન હોય તેવા તે હાથી પણ તિ | વિકરાલ લાગવા લાગ્યાં. (૪) વળી તે કેવાં છે? અટપટી પોલો, કોટ, ગઢને ભાંગનારા, શત્રુ સૈન્યનો સંહાર કરી છે કરી ભગાડનારા, વાજિંત્રોના અવાજથી વધુ શૂરવીર બને તેવા તે હાથીઓને સૈન્યની આગળ કર્યા છે. (૫) વળી તે ઉત્તરપથને વિષે, પાણીપથને વિષે, પંચવર્ષી એવા તે પવનગતિથી પાંખરેલા, ની ધરતીને નહિ અડતાં, અભિમાન થકી જાણે આકાશમાર્ગે ચાલતા ન હોય તેવી ચાલે ઝડપથી ચાલી શકે તેવા છે. (૬) વળી કંબોજ દેશના, અનેક પ્રકારની જાતિના, પગથી ચંચળ ચાલે ચાલતાં, જાણે ચારે દસ પગ થાળીમાં મૂકી નાચતાં ન હોય તેવા એકધાર પર નાચતાં હણહણાટ કરતાં હાથી | ઘોડાને તૈયાર કર્યા. (૭) - ચતુર ઘંટ વગાડતા, તેના પર ધજાઓને ફરકાવતાછત્રીસ પ્રકારના શસ્ત્રો ભરાવી, તે ની શ્રેષ્ઠ ઘોડાઓ જોતરી, ઘણાં રથો તૈયાર કરાવી, સૈન્યની આગળ મુખ્ય સ્થાને ધર્યા. (૮) વળી શૂરવીર, રણમાં કાળની જેમ ઝુઝનારા, રોષાતૂર (રોષથી લાલચોળ) થયેલા, તીર-બાણને ધારણ કરનારા વીર પુરુષોને સૈન્યની આગળ કર્યા. વળી પાંચ પ્રકારના હથિયારને ધારણ કરનારા, પગપાળા સૈનિકોથી પરિવરેલ કમલકુમાર નિશાનડંકો વાગતે છત, ઘનઘોર મેઘની જેમ સુભટોથી ઘેરાયેલો તે કંચનપુર નગરથી ઉતાવળી ચાલે ચાલતો. પોતનપુરની હદમાં સીધો અનુક્રમે આવીને ઉભો રહ્યો. (૯, ૧૦) દોહો : કમલા અંગ કપોલકર, વામ ફરકે નૈન; પોતનપુરને પરિસરે, કમલ આવેય જિણદિન. ૧ અર્થ : પોતનપુરના પરિસરમાં જે દિવસે કમલકુમાર આવ્યો તે દિવસે, “કમલા' , રાણીનું ડાબું અંગ, ડાબુ કપોલ, ડાબો હાથ, અને ડાબી આંખ ફરકવા લાગી. ઢાળ : હવે પોતનપુરમાં રાજાએ એવી વાત સાંભળી કે ઉભટ ચતુરંગી સૈન્ય લઈને ની શત્રુ યુદ્ધ કરવા આવ્યો છે. તે જોઈને વજસિંહરાજા પણ નિશાન ડંકો વગડાવી સામે યુદ્ધ ન ચઢવા આવ્યો. (૧૧) હવે જે યુદ્ધ કરવાની ભૂમિ છે તેને કાંટા, કાંકરા વિગેરે દૂર કરી શુદ્ધ બનાવી પોતપોતાની મર્યાદા નક્કી કરી. શસ્ત્રોની પૂજા કરી. મધ્યમાં રણસ્તંભને ઉભો કરી, સિંધુરાગમાં છે Page #154 -------------------------------------------------------------------------- ________________ E S TAT| શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ 3) - શરણાઈ વાગતે છતે વજસિંહરાજા કમલકુમાર સામે યુદ્ધે ચડ્યો ત્યારે ‘કમલકુમાર' ના કરી સૈન્યમાં સુભટોને સંગ્રામ કરવાની હોંશ જાગી. (૧૨) - હવે બંને સૈન્યના સુભટો અત્યંત ક્રોધે ચડ્યા ત્યારે યુદ્ધમાં રણસંગ્રામના વાજિંત્રો છે 5 આકાશને વિષે ગડગડવા લાગ્યાં. પૃથ્વીતલ પણ ધડહડવા લાગ્યો. ત્યારે કાયર લોકો ને લડથડીયાં ખાતાં દૂર નાસવા લાગ્યા. (૧૩) સામ-સામી રામ-રાવણની જેમ ફોજેફોજ અથડાવા લાગી. ક્રોધથી મદોન્મત્ત અને દિની રાતાચોળ થયેલા જાણે જમની દાઢા બહાર કાઢી. એક બીજાને કરડવા તૈયાર થયા હોય દે તેવા બંને સૈન્યના સુભટો તલવાર હાથમાં લઈ દડબડ કરતાં એકબીજાના મસ્તકને છેદવા દે દોટ મૂકવા લાગ્યાં. (૧૪) - જોરાવર એવા તે યોદ્ધાઓ ઘમસાણ કરતાં યમરૂપ ધારણ કરી બાણોનો વરસાદ વરસાવે છે. તેથી બાણોથી આકાશમંડલ પણ છવાઈ ગયું, તોપગોળાઓ છુટવા લાગ્યાં, અને રણસંગ્રામના વાજિંત્રો એવા રણકી રહ્યા છે કે જાણે મનોહર મેઘગર્જના કરતો . આકાશે આવીને ઉભો રહ્યો. (૧૫) વળી લોહીની ધારા છુટતાં જાણે લાલચોળ નદી કલ્લોલ કરતી વહેવા લાગી અને તે આ નદીમાં સુભટોના મસ્તકો તુંબડાંની જેમ તરવા લાગ્યા ત્યારે રણની ભૂમિમાં એક બીજા સૈન્યમાં હાક વાગવા લાગી કે, હે સુભટો ! ભાગો નહિ, ભાગો નહિ. સુભટોનો ભય મનમાં ધારણ ન કરો અને યુદ્ધ કરવાં શૂરવીર બનો ! (૧૬) વળી તે બંને સૈન્યો સામસામી, ગુરજ, ગુપતિ, ગદા, ભાલા, સલ્લ, મુદા, સાંગ, ત્રિશુલ, પ્રાસ અને ગેડી આદિ શસ્ત્રોને યોદ્ધાઓ ક્રોધ કરી હાથે ધારણ કરી વળી મોગર અને મુશલને ફેંકી શત્રુના મૂળને ઉખેડી રહ્યા છે. (૧૭) ત્યારે ભાલે ભાલા અથડાવા લાગ્યા. તલવાર તલવાર એકબીજા હાથે ધારણ કરી, એકબીજાને મસ્તકથી છેદવા લાગ્યા. ત્યારે માથાનો ભાર લાગે છે, તેમ માની માથાને દૂર કરી એકલા ધડથી સુભટો પોતપોતાની મર્યાદા પ્રમાણે લડવા લાગ્યાં. તે વારે લોહી અને માંસનો લાલચોળ કર્દમ (કાદવ) જાણે એક્કો થઈ રહ્યો છે ત્યાં ગગન વિષે રહેલી જોગણીઓ સુભટોનો જય જયારવ કરી રહી છે. (૧૮) તે વખતે ભાટચારણો પોતપોતાના સ્વામીની ચારેબાજુ ફરતાં બિરૂદાવલી બોલતાં સુભટોને શૂરાતન ચઢાવતાં કહેવા લાગ્યા કે, આ સમયે કોઈની પણ લાજ મર્યાદા રાખશો નહિ. તમારા સ્વામીને વફાદાર બની યુદ્ધમાં શૂરાતન દાખવો, સ્વામી તમને ઘણું ગ્રાસ આપશે એ પ્રમાણે શૂરાતન જગાડે છે. (૧૯). Page #155 -------------------------------------------------------------------------- ________________ SS S 1 શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ક એ પ્રમાણેના શૂરવીરતાના વચનો સાંભળી બંને સૈન્યના સુભટોને ઘણું શૂરાતન ચઢયું | જેથી ત્યાં ભીષણ સંગ્રામ થવા લાગ્યો. એ પ્રમાણે યુદ્ધ કરતાં કરતાં વજસિંહ રાજાનું સૈન્ય | ભાગી ગયું. (૨૦) તે પોતાનું સૈન્ય ભાંગેલું જાણી વજસિંહરાજા પોતે રણચંડ બની ‘કમલકુમાર’ સામે આવ્યો અને એકબીજાને જોતાં જ વૈર ઉત્પન્ન થયું ત્યારે વજસિંહે ખેંચીને બાણ છોડ્યું તે ‘કમલકુમારના’ કવચને વિષે જઈને અડ્યું. (૨૧). ત્યારે “કમલકુમાર' અત્યંત ક્રોધે ભરાયો થકો પિતા પ્રત્યે બાણ ફેંકે છે. ત્યારે તે બાણે જી રાજાનું છત્ર છેદી નાંખ્યું અને મસ્તક પરનો મુગટ પાડી નાંખ્યો. તે વારે દાંત કરડીને કે રોષાતુર થયેલા રાજાએ બાણ પંખે ધરીને પાછું વાળ્યું. (૨૨) ત્યારબાદ કુમારના પુણ્યપ્રતાપે તે યક્ષ પ્રગટ થયો અને તે વજસિંહરાજાને (કુમારના જ પિતાને) રોકે છે. તે સમયે રાજાના શરીરને વિષે દાહજવર અત્યંતપણે ઉત્પન્ન થયો. આ સર્વ વાતાવરણ જોઈને સહુને આશ્ચર્ય થયું. (૨૩) એ પ્રમાણે યુદ્ધના સંબંધવાળી સિંધુઆ રાગમાં ત્રેવીસમી ઢાળ પૂર્ણ થઈ. ઉદયરત્નજી મહારાજ કહે છે કે, તમે કોઈના પ્રત્યે વૈર-વિરોધ રાખશો નહિ અને વૈર-વિરોધ રાખીને તે ની એક બીજા પર ખળભળી ઉઠશો નહી, કિંતુ સર્વ સાથે મૈત્રીભાવ ધારણ કરશો. (૨૪) Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ ચોવીસમી ZSZSZAKSZ || દોહા ।। ચંદન ચરચતા દેખીને, કુમર કહે ક્રોધાંધ; અમેધ્ય લગાવો એહને, ન ઘટે એહને સુગંધ. ૧ અશુચિતણા સંજોગથી, શીતલ થાશે અંગ; મધ્ય તાપ ટલશે તિણે, કુમર કહે ઈમ રંગ. ૨ યક્ષ જઈ કહે કુમરને, જો તું છાંડ્યો વજ્ર; તો પણ તાત મટે નહીં, સાંભળ તું સુવચન્ન. ૩ દેવ ધર્મ ગુરુ માત-પિતા, એ તીન હોવે એક; તેહશું અનીતિ ન બોલીયે, તાત શું કેહી ટેક. ૪ જનક પ્રત્યે કહે યક્ષ તે, મેલ તું મન સંતાપ; ક્રોધ કરે છે કેહશું, એ બેટો તું બાપ. ૫ જન્મ જાતિ મુખ જોઈને, વનમાં વાસ્યો જેહ; એ ઓળખજે આજ તું, ઈમ કહીને ગયો તેહ. ૬ યક્ષને વચને જનકને, ઉપનો અતિ ઉત્સાહ; અંગે જાણે અમૃત ઢળ્યો, દૂર ગયો દુઃખદાહ. ૭ મૂકી મનનો આમળો, પહેલાં પ્રણમી પાય; ખમાવે ખંતે કરી, જનક પ્રતિ તે જાય. . ભાવાર્થ : જ્યારે વજ્રસિંહરાજાને અંતરમાં દાહજ્વર ઉત્પન્ન થયો છે. ત્યારે સર્વલોકો ચંદનનું વિલેપન કરી રહ્યાં છે. તે જોઈને ક્રોધાંધ બનેલો કમલકુમાર કહેવા લાગ્યો કે, એને સુગંધી વિલેપન યોગ્ય નથી. તેને તો અમેધ્ય (વિષ્ટા)નું વિલેપન કરવું જોઈએ. (૧) વળી કુમાર મનના આનંદ સાથે કહેવા લાગ્યો કે, અશુચિના વિલેપનથી એનું અંગ શીતલ થશે. અને મધ્યનો તાપ પણ તેનાથી જ શાંત થશે ! (૨) એ પ્રમાણે કુમારને બોલતો જોઈ ‘યક્ષ’ કુમારને સમજાવવા લાગ્યો કે, હે કુમાર ! બાળપણે તને તાતે વનમાં મૂકાવી દીધો, તેથી કંઈ એ તારા પિતા મટી જતાં નથી ! (૩) ૧૩૫. Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ વળી હે કુમાર ! સાંભળ, દેવ - ધર્મ - ગુરુ અને માતા-પિતા આ ત્રણેય તત્ત્વો જેમ એક છે. એટલે કે દેવ - ગુરુ અને ધર્મની જે પ્રકારે ભક્તિ કહી છે. તે જ રીતે માતાપિતાની પણ ભક્તિ કરવાની છે. તેમના પ્રત્યે પણ જેમ - તેમ બોલવું તે ઉચિત નથી. માટે પિતા સામે ટેક કરીને ન બેસાય. તેમના પ્રત્યે પણ બહુમાન ધારણ કરવું જોઈએ. (૪) વળી યક્ષ ‘જનક’ (પિતા) પ્રત્યે પણ કહેવા લાગ્યો કે, હે રાજન્ ! તું મનમાંથી સંતાપને દૂર કર ! તું કોની સાથે ક્રોધ કરે છે ? આ તો તારો પુત્ર છે અને તું એનો બાપ છે. (૫) જન્મતાંની સાથે જ તેનું મુખ જોઈને તેં એને વનમાં મૂકાવ્યો હતો ! એ જ આ તારો પુત્ર છે ! તેને તું ઓળખ ! એમ કહીને યક્ષ પોતાને સ્થાને ગયો. (૬) યક્ષના વચન સાંભળી પિતાના શરીરે રોમાંચ થયો. ઉત્સાહ વધ્યો. જાણે શ૨ી૨માં અમૃતનો સંચાર થયો અને દુઃખ દાવાનલ નાસી ગયો. શાંત થયો. (૭) ત્યારબાદ ‘કમલકુમાર પ્રથમ મનથી વૈરને દૂર કરી પિતાના ચરણે જઈ પ્રણામ કરે છે અને ખંતથી મન - વચન - કાયાના ત્રિવિધ યોગે પિતાને ખમાવે છે. (૮) (મદ આઠ મહામુનિ વારીયે - એ દેશી) મન મોહિયું મારું નંદને, આજ ઉલટ્યો હરખ અગાધ રે; મેં બાલપણે વનમાં ધર્યો, તું ખમજે તે અપરાધ રે. મન૦ ૧ તવ કંઠાલિંગન દેઈને, જનકે ચુંબ્યુ અંગ રે; વળી માંહોમાંહી બેહુ મળ્યા, અતિ વાધ્યો તિહાં ઉછરંગ રે. મન૦ ૨ બેને આંખે આંસુ ઉલટ્યાં, હૈયામાંહિ હરખ ન માય રે; જેહ વિછડિયા વાહલાં મળ્યાં, તેહથી શીતલ નથી કાંઈ રે. મન૦ ૩ તવ પેસારા ઓચ્છવ કર્યો, પોતનપુર નાથે જગીશ રે; બહુ મંગલતૂર વજાવીને, વળી છત્ર ધરાવ્યો સીસ રે. મન૦ ૪ પુરમાંહિ પુત્ર આવ્યા તણો, ઉત્સવ કરાવે અવનીશ રે; સજ્જન સહુ આવીને મળ્યાં, વધાવી દીયે આશીષ રે. મન૦ ૫ માત હવે મન મોદે કરી, મળવાં આવી તિહાં ધાઈ રે; હાંજી નયણે આંસુ નીતરે, રહી પુત્રને કંઠે લગાઈ રે. મન૦૬ પયોધરે જલધરની પરે, નેહે ચાલી દૂધ ધાર રે; માતા મનમાં હરખી ઘણું, વળી જાગ્યો પ્રેમ અપાર રે. મન ૧૩૬ " Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ વદને ચુંબે વળી વળી, જિમ વત્સને ચાટે ગાય રે; હાંજી ધન્યવેળા ધન્ય એ ઘડી, વિસ્મિત ચિંતે મનમાંહી રે. મન૦ ૮ હાંજી બાળપણે હુલરાવીને, ખોળામાંહી ઘરી તું દાર રે; જેણે તુજને ધવરાવીયો, ધન્ય ધન્ય તેહનો અવતાર રે. મન૦ ૯ ધિક્ ધિક્ સહી મુજ અવતારને, હું પામી પુત્ર વિયોગ રે; મેં હરખે ન ગાયું હાલવું, પૂરવ ભવ પાપને ભોગ રે.મન૦ ૧૦ હવે કોઈક પુણ્ય કલ્લોલથી, મુજને આવી તું મળીયો રે; સહી દુઃખ સર્વે દૂરે ટળ્યાં, આજથી મુજ દહાડો વળીયો રે. મન૦ ૧૧ સુખ ને દુઃખ સરજ્યાં પામીયે, માતાજી સુણો મનરંગ રે; હાંજી જેણે સમે જેહવું લખ્યું, ભોગવીયે તે નિજ અંગ રે.મન૦ ૧૨ કરતા હરતા એક કરમ છે, બાકી બલ નથી કેહનું રે; વળી લિખીત હુવે તે પામીયે, શું દુઃખ ધરીયે મન તેહનું રે, મન૦ ૧૩ હાંજી સ્વજન કુટુંબ મેલો મલીયો, મળ્યાં માત-પિતાને ભાઈ રે; થયાં ઘર-ઘર રંગ વધામણાં, સુખ પામી સહુ લોકાઈ રે.મન૦ ૧૪ હવે મહીપતિ મનમાં ચિંતવે, ધિક્ ધિક્ સંસાર અસાર રે; જોતાં સહી જગતી મંડલે, કોઈ થિર ન રહ્યો નિરધાર રે. મન મોહ્યું મારું સંજમે.મન૦ ૧૫ નરપતિ કહે કમલકુમારને, તું સાંભળ પુત્ર સોભાગી રે; એ રાજ્ય લીઓ તુમે માહરું, હવે હું તો થયો વૈરાગી રે.મન૦ ૧૬ ધિક્કાર પડો એ રાજ્યને, જેહથી એહવી મતિ જાગી રે; પુત્ર પોતાનો પાટવી, વનમાં છાંડ્યો વડભાગી રે.મન૦ ૧૭ મેં રાજ્યને લોભે રણે ચઢી, લોહીની નીક ચલાવી રે; હવે હા હા કહો કેમ છૂટશું, સુતને કહે સમજાવી રે.મન૦ ૧૮ જગ અનરથકારી એ ઘણું, વળી અમલ તણે અવસાને રે; નરકાદિકમાં દુઃખ પામીયે, ઈમ ભાંખ્યું છે ભગવાને રે.મન૦ ૧૯ તે માટે તુમે આપે કરો, એ પોતનપુરનું રાજ રે; હું સંયમ લેઈ આજથી, હવે સારીશ આતમકાજ રે.મન૦ ૨૦ ૧૩૭ Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઈમ નિસુણીને અંગજ ભણે, તુમે સાંભળો તાત વચન્ન રે; એતો રાજ્ય અવસ્થા દેખીને, પ્રતિબોધ પામ્યો મુજ મન્ન રે. મન૦ ૨૧ જુઓ તુમ સાથે જાણી વઢ્યો, મેં કીધાં કર્મ અપાર રે; હવે તે પાતકને ટાળવા, હું પણ થાઈશ અણગાર રે.મન૦ ૨૨ હાંજી વિમલને કીધો પાટવી, વજ્રસિંહ રાજાએ વેગે રે; કમલે પણ સારથવાહને, નિજ રાજ્ય આપ્યું મનરંગે રે.મન૦ ૨૩ સહુ સાથે શીખ માંગી હવે, શ્રી વિજયસૂરિ પાસે રે; નરપતિને નંદન બે જણા, ચારિત્ર લેઈ મન ઉલ્લાસે રે. મન૦ ૨૪ બે વિહાર કરે વસુધાતલે, મહા તપ તપીને સોય રે; ગયા માહેંદ્ર સુરલોકે મરી, થયા દેવ નિરૂપમ દોય રે. મન૦ ૨૫ એ ઢાળ કહી ચોવીસમી, ઉદયરત્ન વદે ઈમ વાણી રે; અવસર લેઈને એમ ચેતજો, શ્રોતાજન ઉલટ આણી રે.મન૦ ૨૬ ભાવાર્થ : હવે વજ્રસિંહરાજાને પોતાના પુત્રને જોઈને અગાધ હર્ષ ઉત્પન્ન થયો અને કહેવા લાગ્યા કે હે પુત્ર ! તારા પ્રત્યે મારું મન મોહિત થયું છે. મેં બાલ્યવયમાં ગુસ્સે ભરાઈને તને જે વનમાં મૂકાવી દીધો હતો. તે મારા અપરાધની હું ક્ષમા માંગુ છું. તું તે મારા અપરાધને ક્ષમ્ય કરજે. (૧) વળી પુત્રને કંઠે આલિંગન દઈને વજ્રસિંહરાજા પોતાના પુત્રને અંગે ચુંબન કરે છે અને બંને એકબીજા મળ્યાં એટલે ત્યાં બંનેને અતિ આનંદ થયો. (૨) પિતા-પુત્ર બંનેને આંખે આંસુ ઉભરાયાં બંનેને હૈયામાં હર્ષ સમાતો નથી. વળી પિતા બોલવા લાગ્યા કે, જેને છોડી મૂક્યા હોય, તજી દીધાં હોય. તેવા વ્હાલાં મળ્યાં તેથી શીતલ બીજું કશું જ નથી. (૩) ત્યારબાદ પોતનપુરના રાજવી પિતા એવા વજસિંહ રાજાએ ઘણાં માંગલિક વાજિંત્રોના નાદ સાથે મસ્તકે છત્ર ધારણ કરાવી મોટા મહોત્સવપૂર્વક ‘કમલકુમારને’ નગર પ્રવેશ કરાવ્યો. (૪) વળી પોતનપુર નગરમાં પુત્રના પધરામણાં થયાં તેથી પૃથ્વીપતિએ મોટા મહોત્સવ કરાવ્યાં. સજ્જન કુટુંબીઓ આવીને પુત્રને મળ્યા અને તેને વધાવીને આશીર્વાદ આપે છે. (૫) ત્યારપછી માતા મનના આનંદ સાથે દોડીને પુત્રને મળવા આવી. નયણે આંસુની ધારા ચાલવા લાગી અને પુત્રને કંઠે લગાવી આલિંગન આપે છે. (૬) ૧૩૮ Page #160 -------------------------------------------------------------------------- ________________ S S 1 શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ . માતાને મન હેત સમાતું નથી. પુત્રને જોઈને અત્યંત પ્યાર, વાત્સલ્ય પ્રગટ થયું છે. હું ની વળી તે પ્યારની સીમા ન રહેતા માતાના “સ્તનથી' જલધારાની જેમ દૂધની ધારા વહેવા લાગી. માતાને અત્યંત પ્રેમ જાગૃત થયો છે. (૭) વળી માતા પુત્રના વદનકમલે વારંવાર ચુંબન કરે છે. જેમ ગાય પોતાના વાછરડાને મા ચાટે તેમ તે પુત્રને વારંવાર ચુંબન કરે છે અને વિસ્મિત થઈ થકી મનમાં ચિંતવન કરે છે પણ કે તે સમય અને તે ઘડી ધન્ય છે. (૮) કે બાલ્યવયમાં તને ખોળામાં ધારણ કરીને હુલરાવ્યો છે. વળી તેનો અવતાર ધન્યતાને ત્રિી પાત્ર છે, જેણે તને સ્તનપાન કરાવાયું છે. (૯) વળી મારા અવતારને ધિક્કાર હો ! કે હું પૂર્વભવના પાપના ભોગે પુત્રનો વિયોગ દિ પામી અને મેં હરખે હાલરડું પણ ગાયું નથી તેથી મારા આત્માને ધિક્કાર હો. (૧૦) | હવે કોઈક પુણ્યના કલ્લોલથી મને તું આવીને મલ્યો છે. આજથી મારાં સર્વે દુઃખ દૂર દિને ટળી ગયાં અને આજથી મારા દિવસો સફળ થયાં. (૧૧) કિસ તે સાંભળીને “કમલકુમાર' માતા પ્રત્યે કહેવા લાગ્યો કે, હે માતાજી ! સાંભળો. સુખ સી કે દુઃખ જે આપણાં ભાગ્યમાં સર્જાયા હોય તે પ્રમાણે તે પ્રાપ્ત થાય છે. જે સમયે જેવું કે લખાયેલું હોય તે સમયે તે કાર્ય થઈને રહે છે. (૧૨) વળી દરેક કાર્યનો કર્તા ને હર્તા આપણું કર્મ જ છે. બાકી બીજું કોઈ બલવાન નથી. મને કર્મની આગળ કોઈનુંય જોર ચાલી શકતું નથી. વળી વિધિના જે લેખ લખાયા હોય તેને કે દિ કોઈ મટાડી શકતું નથી. જે થવાનું હોય તે થઈને રહે છે. તેનું વળી દુ:ખ શું ધરવું? અર્થાત્ ધિ કી તેવા પ્રકારના કાર્યને યાદ કરી દુઃખી થવું નહિ. (૧૩) હવે માતા - પિતા - ભાઈ - સ્વજન - કુટુંબ ભેગાં થયાં, જાણે કે મોટો મેળો જામ્યો. ઘર ઘર રંગ વધામણાં થયાં અને જનતા સર્વે સુખ પામી. (૧૪) હવે વજસિંહ નરપતિ મનમાં ચિંતવવા લાગ્યો કે, સંસાર અસાર છે, ધિક્કાર હો ! ) = ધિક્કાર હો ! જગતરૂપી મંડલમાં જોતાં કોઈ સ્થિર રહ્યું નથી ! બધું જ અનિત્ય છે. તેથી કે દિ હવે મારું મન સંયમને વિષે લાગી રહ્યું છે. (૧૫) એમ ચિંતવતા રાજવી વજસિંહ કમલકુમારને કહે છે કે, હે પુત્ર ! તું સૌભાગ્યશાલી જ દે છે તું સાંભળ ! આ મારું રાજ્ય હવે તું સ્વીકાર. હું તો હવે વૈરાગી થયો છું. (૧૬) આ રાજ્યને ધિક્કાર હો ! કે જે રાજ્યની લાલસાથી મને એવી ખરાબ બુદ્ધિ જાગી કે ની મેં પોતાનો પાટવી પુત્ર સુકોમલ એવા તેને જન્મતાં વનમાં ત્યજી દેવરાવ્યો. (૧૭) Page #161 -------------------------------------------------------------------------- ________________ છે . શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ - ૩ હવે પુત્રને સમજાવતા પૃથ્વીપતિ કહેવા લાગ્યા કે, મને ધિક્કાર હો ! મેં રાજ્યને લોભે છે ની રણમાં યુદ્ધે ચઢીને લોહીની નીક વહેવડાવી ! હવે શું થશે? હા ! હા ! હવે તે પાપથી કેવી રીતે છૂટશું. (૧૮) વળી આ જગત ઘણું જ અનર્થકારી છે. અર્થ વગરનું ઘણું જ પાપ પણ કરી બેસીયે છીએ અને તેને કારણે નરકાદિ દુર્ગતિઓમાં અત્યંત ઘણું દુઃખ પામીયે છીએ. એ પ્રમાણે જિનેશ્વર ભગવાન ભાખી રહ્યા છે. (૧૯) તે માટે હે વત્સ ! તમે પોતે આ પોતનપુરનું રાજ્ય કરો. આજથી હું સંયમ ગ્રહણ કરી મારા આત્માનું કલ્યાણ સાધીશ ! મારો જન્મ સફળ કરીશ ! (૨૦) તે સાંભળીને પુત્ર કમલકુમાર પિતાને કહેવા લાગ્યો કે, હે તાત ! તમે સાંભળો ! આ | રાજયની અવસ્થા જોઈને એટલે કે રાજ્ય શું ચીજ છે. રાજ્ય શું પાપ કરાવે છે અને એક 53 રાજ્ય ખાતર કેવાં કેવાં યુદ્ધ ખેલવા પડે છે ! તેમાં વળી સેંકડો મનુષ્યનો સંહાર પણ થઈ ની જાય છે. આ અવસ્થા જોઈને તે તાત ! મારું મન પણ પ્રતિબોધ પામ્યું છે. (૨૧) વળી હે તાત ! જુવો હું આપની સાથે આપ મારા તાત છો એમ જાણવા છતાં જાણી Rી જોઈને યુદ્ધે ચઢ્યો. ચંદન વિલેપન કરતાં આપના શરીરે મેં વિષ્ટાનું વિલેપન કરવા માટે છે કહ્યું તેથી મેં અપાર કર્મ બાંધ્યા છે. હવે તે પાતિકને દૂર કરવા, હું પણ અણગાર થઈશ. (૨૨) $ તે સાંભળીને હર્ષિત થયેલાં રાજવી વજસિંહે પોતનપુરનું રાજ્ય “વિમલકુમાર’ને ને આપી તેને પાટવી' બનાવ્યો અને “કમલકુમારે પણ પોતાનું રાજ્ય સુબંધુ સાર્થવાહને આ મનના ઉમંગ સાથે આપ્યું. (૨૩) - ત્યારબાદ રાજવી વજસિંહ અને “કમલકુમાર' સહુની પાસે હિતશિક્ષારૂપ શિખામણ વિક માંગે છે અને નરપતિ અને નંદન બંને જણાં વિજયસૂરિશ્વરજી મહારાજ પાસે ઉલ્લાસપૂર્વક ચારિત્ર ગ્રહણ કરે છે. (૨૪) ત્યારબાદ બંને મહાત્મન્ વસુધાતલે વિચરતાં જ્ઞાન-ધ્યાન-સ્વાધ્યાયાદિ કરતાં મહાતપ કરે છે અને અનુક્રમે પોતાનું સંપૂર્ણ આયુષ્ય ભોગવી ‘મહેન્દ્ર દેવલોકમાં બંને નિરૂપ દેવ ફરી થયાં. (૨૫) | એ પ્રમાણે ઉદયરત્નવિજયજી મહારાજ ચોવીસમી ઢાળમાં આ પ્રમાણે કહી રહ્યા છે કે, ની હે શ્રોતાજનો ! ઉલટ આણી આ પ્રમાણેનું ચરિત્ર સાંભળી મનમાં વિચારજો કે આ સંસારમાં Eસ કાંઈ જ સાર નથી. સંસાર અનર્થકારી છે. સ્વાર્થના સહુ સગાં છે. દુઃખદાયી સંસાર અનુક્રમે દુર્ગતિનો અનુબંધ કરાવનારો છે, એમ સમજી પ્રતિબોધ પામજો અને સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ કેળવજો. (૨૬) TS TS TS૧૪૦ NSS S 1 2 Page #162 -------------------------------------------------------------------------- ________________ પિતા : શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ પચીસમી | દોહા દેવ ચવી દેવલોકથી, ખેમપૂરે શુભ કામ; પિતા જીવ રાજા થયો, પૂર્ણચંદ્ર ઈણે નામ. ૧ પુત્ર જીવ પણ તિણ પુરે, શેઠ ખેમકર ગેહ; વિનયમતિની કૂખમાં, જઈ ઉપનો તેહ. ૨ પૂરણ માસે પુન્યથી, જનમ્યો સુંદર જાત; સુરનરને જોવા કિસ્યો, હરખ્યા! તાત ને માત. ૩ જનમ થકી જેહને તને, સુરપ્રિય ગંધ સુવાસ; અન્ય વસન તનુ મહમહે, જે ફરસે તનુ તાસ. ૪ નવિ જાણી નવિ સાંભળી, માનવ લોક મોઝાર; તેહવી ઉત્તમ વાસના, પ્રસરી ભુવન અપાર. ૫ જે તેડે જે તન અડે, પામે પરિમલ તેલ; સહુ મલીને તવ કહે, ધૂપસાર સહી એહ. ૬ ધૂપસાર તેહનું ધર્યું, ગુણનિષ્પક્ષ સુનામ; અનુક્રમે ચીવને આવીયો, રૂપકલા ગુણધામ. ૭ ભાવાર્થ : વજસિંહરાજા અને “કમલકુમાર’ અણગાર બની ચારિત્ર નિરતિચાર પાળી. આયપૂર્ણ થયે દેવ થયાં. ત્યારબાદ તે બંને દેવો દેવલોકથી અવી ક્ષેમપુર નગરમાં જનમ્યાં. પિતાનો જીવ પૂર્ણચંદ્ર નામે રાજા થયો. (૧) અને પુત્રનો જીવ તે જ નગરમાં ક્ષેમંકર શેઠના ઘરે, વિનયમતિની કુક્ષીને વિષે પુત્રપણે ઉત્પન્ન થયો. (૨) ગર્ભકાળ પૂર્ણ થતાં સુંદર એવા પુત્રને જન્મ આપ્યો ! તે પુત્ર દેવ - નર - નારીને જોવા જેવો થયો અને પુત્રનું મુખ જોઈ માતા-પિતા પણ હર્ષિત થયા. (૩) વળી તે પુત્ર કેવો છે? તે કહે છે. જન્મથી તેના શરીરે સુરને પ્રિય એવી સુગંધી સુવાસ છે. તે સુવાસિત શરીર એવું છે કે જે કોઈ વ્યક્તિ તે પુત્રના શરીરને અડે તો તે દરેકના વસ્ત્ર અને શરીર પણ “સુગંધી' બની જાય છે અને તે પણ સુગંધથી મહેકી ઉઠે છે. (૪) Page #163 -------------------------------------------------------------------------- ________________ S TD 10 | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસો ) | માનવલોકમાં ક્યારે પણ નહીં જાણેલી. નહીં સાંભળેલી તેહવી ઉત્તમ સુવાસ ભુવનને . આ વિષે અપાર પ્રસરવા લાગી. (૫) વળી તે બાળકને જે તેડે છે ! જે તેના શરીરનો સ્પર્શ કરે છે. તે દરેક તે સુગંધી પરિમલને પામે છે. આ આશ્ચર્ય જોઈ સર્વે મળીને તેને જાણે ધૂપનો પુડો ન હોય તેમ ‘ધૂપસાર” આ સાક્ષાત છે એમ કહે છે. (૬) વળી આ પ્રમાણે ગુણથી નિષ્પન્ન તે પુત્રનું ધૂપસાર” નામ સ્થાપન કર્યું. અનુક્રમે બીજના ચંદ્રની જેમ વધતો તે કુમાર બાલ્યવય ઓળંગી રૂપકલા અને ગુણધામને પામતો યૌવનવયને પામ્યો. (૭) (રાગ - મારૂ - સોલમાં શ્રી જિનરાજ ઓલગ સુણો અમતણી - લલના એ દેશી) જિમ મલયાચલ નવખંડ, શ્રી ખંડ મહમહે સાજનજી; તિમ ઉત્તમ વાસ અખંડ, કુમારની સહુ લહે સાજનજી. ૧ જિમ પારિજાતકનું ફૂલ, અમરના મન હરે. સા. તિમ તનુ ગંધ અમૂલ, લહી જન અનુસરે. સા. ૨ ધરા ઉપરે ધૂપસાર, ભલે એ અવતર્યો. સા. સુગંધ તણો ભંડાર, સોભાગી ગુણભર્યો. સા૩ બહુ જલમાંથી તેલ, વેગે શું વિસ્તરે. સા. તિમ કુમરતણી યશરેલ, ચાલી સાલે પુરે. સા. ૪ પરણાવી સુંદર નારી, વિષયસુખ ભોગવે. સા.. તેહનાં જે પાંચ પ્રકાર, જુગતિ શું જોગવે. સા. ૫ તે કુમારને સાનુકૂલ, વસન જન ધૂપીને. સા. પહેરીને પટકુલ, ભેટે જઈ ભૂપને. સા. ૬ લોકને પૂછે અચંભ, મનશું મહિપતિ ચક્રી. સા એવો દેવોને દુર્લભ, પાખ્યા ધૂપ કિહાં થકી. સા. ૭ તુમ વા વાસ્યાં છે જેણે, પ્રકાશો તે સહી. સા. તે જન કહે સાચું વેણ, ભૂપતિ આગલ રહી. સા. ૮ સ્વામી સુણો સસનેહ, અમારી વિનતી રાજનજી; સહી વસ્ત્ર અમારાં એહ, ધૂપે ધણાં નથી રાજનજી. ૯ Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ખેમંકર શેઠનો નંદ, રૂપે રળિયામણો, રા૦ તેહના તનુનો ગંધ, સુરભિ સોહામણો. રા૦૧૦ ધૂપસાર કુમરને પાસે, બેસે જે નર જઈ. રા૦ તે પાસે એહવો સુવાસ, સાચું માનો સહી. રા૦૧૧ અમરષ આણી મનમાંહી, તેડાવ્યો તેહને સાજનજી; તે આવી પ્રણમે પાય, નમાવી દેહને સાજનજી. રોષે ભર્યો મહારાણ, કુમરને ઈમ કહે. સા કુણ ધૂપ તણે પરમાણુ, કાયા તુજ મહમહે. સા૦૧૩ ધૂપસાર કહે ગુણવંત, એહ તનથી ઉપનો. રા૦ સ્વભાવિક ગંધ અનંત, નથી ગુણ ધૂપનો. રા૦૧૪ વસુધાપતિ સાંભળી વાણી, રૂઠ્યો મન આપણો. સા૦ રોષે થઈ જમરાણ, સેવક પ્રત્યે ભણે. સા૦૧૫ અમેધ્યે લેપી અંગ, બેસારો બાહિરે. સા સુગંધ મટે મળગંધ, દુરગંધ જેમ વિસ્તરે. સા૦૧૬ સેવક સાંભળી નિરધાર, કહ્યું તેમજ કર્યું. સા॰ સહુ સાંભળજો તેણે વાર, થયું તે ઉચ્ચર્યું. સા૦૧૭ તે યક્ષ તે યક્ષણી દોય, મરી માનવ થઈ. સા૦ જિન ધર્મ આરાધી સોય, સુરગતિ પામ્યાં સહી. સા૦૧૮ દો દેવ થયાં દિવ્ય રૂપ, અવનીતલે આવીને. સા૦ કેવલીને પૂછે અનૂપ, સંદેહ શીર નામીને, સા૦૧૯ વિનયંધરનો જીવ, કેહી ગતિમાં અછે. સા કેવલી કહે અતીવ, સંબંધ માંડી પછે, સા૦ ૨૦ સાંભળી સાળો સંબંધ, પૂરવના પ્રેમથી. સા સૂરભિ જલ ફૂલ સુગંધ, વરસાવે વ્યોમથી. સા૦૨૧ ધૂપસાર ઉપર જલફૂલ, વરસાવ્યા નેહથી. સા અધિક સુગંધ અમૂલ, ઉછલિયો દેહથી. સા૦૨૨ ૧૪૩ ૧૨ Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ પ્રસરી અવની આકાશ, દશો દિશિ વાસના. સા૦ પામી મનશું ઉલ્લાસ, આવે સહુ આસના. સા૦૨૩ અચરિજ દેખી અવનીશ, ચિંતે મદ મોડીને. સા૦ ધૂપસારને નામી શીશ, કહે કર જોડીને સા૦૨૪ ગુણવંત તુમે ગંભીર, અમે ઓછા ઘણું. સા ખમજો અપરાધ સુધીર, કરું છું ખામણું. સા૦૨૫ ધૂપસાર કહે કોઈ વાંક, નથી નૃપ તુમે તણો. સા૦ શુભાશુભ કર્મ વિપાક, ટાળ્યા ન ટળે સુણો. સા૦૨૬ પૂરવકૃત કર્મ પ્રસંગ, કોઈ છૂટે નહિ. સા પચવીસમી ઢાળ સુરંગ, ઉદયરતને કહી. સા૦૨૭ ભાવાર્થ : જેમ મલયાચલના નવખંડને વિષે શ્રીખંડ મહેંકી રહ્યો છે. તેમ કુમારના તનથી નીકળતી અખંડ ઉત્તમ સુવાસ સહુ લોકો લહી રહ્યા છે. (૧) જેમ પારિજાતકના ફૂલ થકી દેવતાઓનાં મન હરાય છે. તેમ કુંવરના તત્તુથી નીકળતી અમૂલ સુરભિ સુગંધને પામીને લોકો તેની પાછળ જાય છે (ફરે છે). (૨) લોકો કહી રહ્યાં છે કે, પૃથ્વીને વિષે સુગંધનો ભંડારી, ગુણથી યુક્ત, સૌભાગ્યશાળી એવો ધૂપસા૨કુમા૨નો જન્મ ભલે થયો. તેવી જ વ્યક્તિ પૃથ્વીતલને શોભાવી રહી છે. (૩) જેમ જલમાં (પાણી) પડેલ તેલનું એક બિંદુ બધાં જ પાણીને તેલમય બનાવી દે છે અર્થાત્ તેલ પાણીમાં પડતાં વિસ્તાર પામે છે. તેમ કુમારની ‘યશરેલ' સમગ્ર પૂરમાં (નગર) વિસ્તાર પામી. (૪) ત્યારબાદ ‘ધૂપસાર’ કુમારને સુંદર નારી સાથે પરણાવે છે અને તે બંને પાંચ પ્રકારના વિષયસુખને ‘દોગુંદક’ દેવની જેમ ભોગવી રહ્યા છે. (૫) તે નારી કુમારને સાનુકૂલ છે. લોકો ઉત્તમ પટકૂલ (વસ્ત્ર) પહેરીને કુમારના શરીરને સ્પર્શે છે. તેથી વસ્ત્રો ધૂપમય બની જાય છે અને લોકો જઈને રાજાને ભેટે છે. (૬) ત્યારે ‘રાજા’ મનને વિષે ચમત્કાર પામ્યા થકાં આ આશ્ચર્યનું કારણ લોકોને પૂછે છે કે દેવોને પણ દુર્લભ એવો ધૂપ તમે ક્યાંથી લાવ્યા ? (૭) વળી રાજા કહેવા લાગ્યો કે, હે લોકો ! તમે તમારાં વસ્ત્રોને જેની પાસેથી ધૂપ્યાં છે. (સુગંધી) કર્યા છે તે સાચું શું છે તે કહો. ત્યારે નગરજનો પણ રાજાની આગળ રહીને સાચી હકીકત જણાવે છે. (૮) ૧૪૪ Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો સસ કે હે સ્વામી ! સ્નેહપૂર્વક અમારી વાત સાંભળો. અમારી વિનતી સાંભળો કે અમારાં આ વસ્ત્રો અમે ધૂપથી ધૂપ્યાં નથી ! (૯) પરંતુ ક્ષેમંક૨ શેઠનો પુત્ર જે રૂપથી રળિયામણો છે. તેનાં શ૨ી૨ની ગંધ સુરભિ-સુગંધી સોહામણી છે. (૧૦) તો હે રાજન્ ! અમારું વચન સાચું માનો કે તે ધૂપસા૨કુમારની પાસે જઈને જે મનુષ્યો બેસે છે. તેની પાસે એવી સુવાસ આવે છે. (૧૧) તે સાંભળી મનમાં ‘અમર્ષ' ધારણ કરી રાજાએ ‘ધૂપસાર' કુમારને પોતાની પાસે તેડાવ્યો. ધૂપસા૨કુમાર પણ આવીને પાય પ્રણમી દેહને નમાવીને ઉભો રહ્યો. (૧૨) તે વારે રાજા રોષે ભરાઈને કુમારને કહેવા લાગ્યો કે, ક્યા ધૂપના પરમાણુથી આ તારી કાયા સુગંધથી મહેંકી રહી છે ! (૧૩) ત્યારે ગુણવંત એવો ધૂપસાર કુમાર કહેવા લાગ્યો કે, હે રાજન્ ! આ કોઈ ધૂપનો ગુણ નથી. એ તો સ્વાભાવિક મારા શ૨ી૨થી ‘ધૂપ’ જેવી અત્યંત સુગંધ પ્રસરી રહી છે. (૧૪) પૃથ્વીપતિ તે વાત સાંભળીને મનથી ‘રુષ્ટમાન' (રોષાયમાન) થયો થકો રોષથી ‘યમરાજ’ જેવો થયો અને સેવક પ્રત્યે આ પ્રમાણે આજ્ઞા કરવા લાગ્યો કે (૧૫) હે સેવકો આને બહાર બેસાડી એના અંગ પર વિષ્ટાનો લેપ કરો કે જેથી સુગંધ મટી જાય અને મલની ગંધથી - દુર્ગંધ વધુ વિસ્તારને પામે ! (૧૬) ઉપર પ્રમાણેની રાજાની આજ્ઞા શિરોમાન્ય કરીને સેવકો જે પ્રમાણે રાજાએ કહ્યું તે પ્રમાણે ધૂપસા૨ના અંગે વિષ્ટાનું વિલેપન કરવા લાગ્યાં પણ તે વખતે શું બનાવ બન્યો તે હે શ્રોતાજનો ! તમે સાંભળજો. (૧૭) ‘કમલકુમાર’ તરીકેના ભવમાં જે યક્ષ-યક્ષણી સહાયક બન્યાં હતાં. તે બંને મરીને માનવ થયા અને જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલ જિનધર્મ આરાધી ફરી બંને જણાં દેવગતિને પામ્યાં. (૧૮) તે બંને દિવ્યસ્વરૂપી દેવ થયાં અને અવનીતલે આવીને મસ્તક નમાવીને પોતાના મનનો સંદેહ કેવલી ભગવંતને પૂછવાં લાગ્યાં. (૧૯) કે, હે પ્રભો ! વિનયંધરનો જીવ હાલ કઈ ગતિમાં છે ! એ પ્રમાણે પૂછવાથી કેવલી ભગવંતે ધૂપસા૨કુમારની જન્મથી માંડીને સર્વ સંબંધ કહ્યો. (૨૦) વિનયંધરનો સર્વ વૃત્તાંત સાંભળીને પૂર્વભવના પ્રેમથી તે દેવોએ જે સમયે રાજાની આજ્ઞાથી સેવકો ‘અમેધ્ય’નું વિલેપન કરતાં હતાં તે સમયે આકાશથકી ધૂપસા૨કુમા૨ ઉપ૨ સુરભિ જલ અને સુગંધી ફૂલની વૃષ્ટિ કરી. (૨૧) ૧૪૫ Page #167 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ તે સમયે ધૂપસા૨ ઉપ૨ સ્નેહથી સુગંધી જલ અને ફૂલ વરસાવ્યાં, તેથી ‘ધૂપસાર’ કુમારના દેહમાંથી અતિ ઘણી અમૂલ્ય સુગંધ પ્રસરવા લાગી. (૨૨) તે સુગંધ પૃથ્વીતલથી આકાશ સુધી દશે દિશામાં ફેલાવા લાગી, તે જોઈને પુરજન મનને વિષે ઉલ્લાસ પામ્યા છતાં સહુ પસારની નજીક આવવા લાગ્યાં. (૨૩) આ પ્રમાણેનું આશ્ચર્ય જોઈને પૃથ્વીપતિ આશ્ચર્ય પામ્યાં અને અભિમાન છોડીને ‘ધૂપસાર’ને મસ્તક નમાવી અને કરજોડીને કહેવા લાગ્યાં કે (૨૪) હે કુમાર ! તું ગુણવંત અને ગંભીર છે અને અમે ગુણહીન છીએ. તેથી હે ધૈર્યવાન્ ! મારા આ અપરાધની મને ક્ષમા આપશો ! હું તમને ખમાવું છું. (૨૫) ત્યારે ‘ધૂપસાર’ કુમાર પણ કહેવા લાગ્યા કે, હે રાજન્ ! સાંભળો ! આમાં આપનો કશો જ અપરાધ નથી. આ તો શુભાશુભ કર્મના વિપાક ટાળ્યા કેમે કરીને ટળતાં નથી. તે કર્મવિપાક ભોગવે જ છુટકો થાય છે. (૨૬) પૂર્વકૃત કર્મ પ્રસંગ પ્રાપ્ત થયે ભોગવવાં જ પડે છે. કોઈ તેનાં ફંદામાંથી છૂટી શકતું નથી. પૂર્વે જેવા કર્મ બાંધ્યા હોય તેવા કર્મનાં ફલ આ ભવે કે બીજા ભવે કે કોઈ ને કોઈ ભવે ભોગવવાં જ પડે છે. એમ ઉદયરત્નજી મહારાજ રંગ સાથે પચ્ચીસમી ઢાળમાં કહી રહ્યાં છે. (૨૭) ૧૪૬ Page #168 -------------------------------------------------------------------------- ________________ SS SS SSC | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ છવ્વીસમી || દોહા છે. અભૂત ગુણ અવલોકીને, મહિપતિ મેલ્યો મન્ન; અવનીભૂષણ અવતર્યો, ધૂપસાર ધન ધન્ન. ૧ નિર્દય નિરજ નિગુણનર, અનેક કરે ભૂભાર; ક્ષમાવત ગુણ આગળો, ધન્ય તેહનો અવતાર. ૨ મુજ નગરી આરામમાં, એ સહી ચંપક છોડ; બીજા નર બાઉલ જિસ્થા, નહિ કોઈ એહની જોડ. ૩ ગંધસાર ગુણ જાણીને, કર્યો પંચાંગ પસાય; રાજાને પરજા મળી, પ્રણમે તેના પાય. ૪ અહો અહો ઉત્તમ વાસના, એહનો કારણ આજ; કેવલીને જઈ પૂછિયે, મન ચિંતે મહારાજ. ૫ ભાવાર્થ : ધૂપસારકુમારના અદ્ભૂત ગુણ અવલોકીને રાજાનું મન તેનાં પ્રત્યે લાગી રહ્યું અને વિચારવા લાગ્યા કે ધૂપસાર અવનીભૂષણ છે. તેનો જન્મ ધન્યતાને પાત્ર છે. (૧) { નિર્દયી, નિર્લજ, અને નિર્ગુણી એવા અનેક મનુષ્યો પૃથ્વી પર માત્ર ભારરૂપ છે. એક દિન ધૂપસારકુમાર જે ક્ષમાવંત અને ગુણવંત છે. બસ તેહનો અવતાર ધન્ય છે. (૨) મુજ નગરીરૂપી બગીચામાં “ધૂપસાર’ એ ચંપકના છોડ જેવો છે. જ્યારે બીજા મનુષ્યો બાવળ જેવાં છે. ખરેખર એહની કોઈ જોડ જડી શકે તેમ નથી. (૩) ગંધ સાર એટલે કે જે સુગંધ મહેકતી હતી, તે સ્વાભાવિક શરીરથી જ ઉત્પન્ન થતી Tી હતી. કોઈ બીજા દ્રવ્યનો ગુણ ન હતો એ તો સ્વાભાવિક ગુણ છે. એમ જાણી રાજા અને તે દશા પ્રજા બંને મળીને પંચાંગ કરીને ધૂપસાર' કુમારને ચરણે પ્રણામ કરે છે. (૪) અને રાજા ચિંતવે છે કે અહો ! અહો ! કેવી ઉત્તમ સુગંધ છે. આજે તેનું કારણ ની કેવલીને જઈને પૂછું. (૫) (પાપ સ્થાનક કહ્યું હો ચૌદમું આકરું - એ દેશી) ધૂપસારશું ભૂધવા હો, ઈમ સંશય આણી; પરિકર લેઈ સાથે હો, ગેલે ગુણખાણી. ૧ Page #169 -------------------------------------------------------------------------- ________________ SSC શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ચતુરંગ સેના હો, વંદણ વેગે ચલ્યો; વન આવી જિનને હો, વંદે હેજે હલ્યો. ૨ પૂરી વિષે પ્રણમી હો, નિરવધ ભૂમિ જિહાં; બેઠાં નરનારી હો, સુણે ઉપદેશ તિહાં. ૩ કેવલી કરૂણાકર હો, ભવિયણને ભાંખે; ભવમાં ભમે પ્રાણી હો, જિનમારગ પાખે. ૪ એણે લાખચોરાશી હો, જીવયોનિ ભમી; પહેલે ગુણઠાણે હો, ભવની કોડી ગમી. ૫ આઠે મદ આજે હો, પરમાદ પંચ કહ્યાં; પાંસઠ પ્રકારે હો, તેહના ભેદ લા. ૬ સંસાર પરંપર હો, તેહને વશ પડિયો; પ્રાણી દુઃખ પામે હો, મિથ્યાત્વે નડિયો. ૭ માનવ ભવ મોંધે હો, પામી પુણ્યબલે; સગર સંયોગે હો, સમકિત શુદ્ધ મલે. ૮ વિષયાદિક યોગે હો, આલે કાં હારો; સમકિત મૂલ સાધી હો, આતમને તારો. ૯ સમકિત સદણા હો, ધરજો એકમના; કરણી નહિ લેખે હો, સમકિત શુદ્ધ વિના. ૧૦ વહાલું ને વૈરી હો, જગમાં કોઈ નથી; સુખ દુખ લહે કરમે હો, જોજો મને મથી. ૧૧ તન - મન વચનશું હો, કર્મ કરે જેહવાં; પોતે ફલ પામે હો, ત્રિવિશે શું તેહવાં. ૧૨ ઉપદેશ સુણીને હો, પુનરપિહિ જિન વંદી; મહીપતિ મનમોદે હો, પૂછે આનંદી. ૧૩ સ્વામી ધૂપસારે હો, કીધું પુણ્ય કિસ્યું; શુભગંધે વાસિત હો, ઉત્તમ અંગ ઈસ્યું. ૧૪ Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ કુણ કર્મ વિશેષે હો, મેં ગુન્હા વિણ ગરવે; અશુચિ તન ખરડ્યું હો, તે પ્રકાશો સરવે. ૧૫ કુણ પુણ્ય પ્રભાવે હો, સુર-સાનિધ્ય હવી; પૂછું છું તુમને હો, કૌતુક વાત નવી. ૧૬ મુનિ કહે સુણ એણે હો, દેવાનુપ્રિય; ત્રીજે ભવે પૂજા હો, કીધી સુશ્રિય. ૧૭ કીધી જિન આગે હો, પૂજા ધૂપ ધરી; ભાવી ભલી ભાવના હો, નિશ્ચલ ચિત્ત કરી. ૧૮ ધૂપસાર સુગંધી હો, તેણે એહ થયો; મનોહર સુર-સેવિત હો, સુંદર રૂપ લહ્યો. ૧૯ નર દેવ તણા ભવ હો, ત્રણ ત્રણ વાર લહી; સાતમે ભવ સિદ્ધે હો, જાસ્યે દીક્ખ ગ્રહી. ૨૦ ત્રીજે ભવ તાહરો હો, એ હું તો પુત્ર સહી; પોતનપુર આદે હો, સઘલી વાત કહી. ૨૧ જે ઈણે વળી રણમાં હો, તુજને ઈમ કહ્યો; અશુચિ - તન લેપો હો, સંપ્રતિ તેહ લહ્યો. ૨૨ ધૂપસાર તે પામ્યો હો, જાતિસ્મરણ તદા; ધરમ મતિ જાગી હો, ભાગી મોહ દશા. ૨૩ મુનિવચને જાણી હો, પૂરવ વાત મુદા; ધૂપસારને ભૂપતિ હો, સંયમ પંથે ધસ્યા. ૨૪ તે કેવલી પાસે હો, સંયમ શુદ્ધ ગ્રહી; વિધિશું વ્રત પાલે હો, ટાળે કર્મ સહી. ૨૫ ધૂપસાર મુનિસર હો, અંતે આયુ ખપી; પહેલે દેવલોકે હો, પહોંત્યો ઉગ્ર તપી. ૨૬ સુર-નરના ત્રણ ત્રણ હો, શુભ અવતાર કરી; સપ્તમ ભવ છેહડે હો, પહોંત્યો સિદ્ધિપુરી. ૨૭ ૧૪૯ Page #171 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ પૂરણચંદ્ર પણ હો, રૂડો રાજૠષિ; સદ્ગતિ સંચરિયો હો, સંજમ પુણ્ય થકી. ૨૮ ધૂપસારનો બીજો હો, દ્રષ્ટાંત એ દાખીયો; હરિચંદ્ર સદહજો હો, જુગતિ જિમ ભાખ્યો. ૨૯ છવ્વીસમી ઢાળે હો, ઈણી પેરે ઉદય કહે; શુભ ધૂપપૂજાથી હો, શિવપદવી લહે. ૩૦ ભાવાર્થ : ‘ધૂપસાર’ કુમારના તનથી પ્રસરી રહેલી સુગંધથી આશ્ચર્ય પામીને ‘પૂર્ણચંદ્ર' પૃથ્વીપતિ મનમાં સંશયને ધારણ કરી, ગુણનો નિધાન એવો તે ધૂપસારની સાથે ચતુરંગી સૈન્યને લઈને કેવલી ભગવંતને વંદન કરવા વનમાં આવ્યો અને હર્ષને ધારણ કરી કેવલી ભગવંતને વંદન કરે છે. (૧, ૨) સંપૂર્ણ વિધિથી જિનના પાય પ્રણમી જ્યાં નિરવદ્ય ભૂમિ છે ત્યાં સર્વ નર-નારી બેઠાં અને ઉપદેશ સુણવા લાગ્યાં. (૩) કરૂણાસાગર કેવલી ભગવંત પણ ભવ્યજનોને દેશના આપતા ફરમાવી રહ્યાં છે કે, હે ભવ્યજનો સાંભળો ! જિનોક્ત માર્ગને જે જીવ છોડે છે. અર્થાત્ જિનોક્ત ધર્મને જે જીવનમાં આત્મસાત્ નથી કરતાં તે જીવો ભવમાં ભ્રમણ કરી રહ્યાં છે. (૪) આ જીવ ચોરાશીલાખ જીવાયોનીમાં ભ્રમણ કરે છે અને પહેલે ગુણસ્થાનકે કરોડો ભવની સ્થિતિનો નાશ કરે છે. (૫) આઠ પ્રકારના મદ આદિ પાંચ પ્રમાદ છે અને તે પ્રમાદ પણ પાંસઠ પ્રકારે છે એમ કેવલી ભગવંત ફ૨માવી રહ્યા છે. (૩) તે પ્રમાદને વશ થયેલાં પ્રાણીઓ મોહે મિથ્યાત્વમાં મુંઝાયા કરે છે અને તે દ્વારા સંસારની પરંપરા વધારી જીવ ઘણાં દુ:ખને પામે છે. (૭) વળી પુણ્યના બલે તે મોંઘો માનવભવ પ્રાપ્ત કરે છે અને ત્યાં સદ્ગુરુના સમાગમથી શુદ્ધ સમકિતની પ્રાપ્તિ કરે છે. (૮) તો તે સમકિતને પુણ્યયોગે પામીને ફરી પાછા વિષયાદિકના યોગે માનવભવને નિષ્ફળ શા માટે કરો છો ? ફોગટ માનવ જન્મને શા માટે હારી જાવ છો ? જો ભવભ્રમણ અટકાવવું છે તો માનવ જન્મ વિષયસુખમાં ન ગુમાવતાં મૂલગુણ રૂપ સમકિતને આરાધી, સાધી તમારા આત્માને તારો ! અર્થાત્ દુર્ગતિ પડતાં એવા આત્માનો ઉદ્ધાર કરો. (૯) ૧૫૦ Page #172 -------------------------------------------------------------------------- ________________ I T | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ . વળી સમકિતની સદુહણા એકમના થઈને ધારણ કરજો. સમકિતની શુદ્ધિ વિનાની ની બધી જ કરણી એકડાં વિનાના મીંડા બરાબર છે. (૧૦) વળી જગમાં વહાલું કે વૈરી કોઈ જ નથી, જે જીવ સુખ-દુ:ખ પામે છે તે પોતાના કર્મનો દોષ છે. મનથી આ પ્રમાણે વિચારજો પણ કોઈ કોઈને દોષ આપતાં નહીં. (૧૧) વળી મન - વચન અને કાયાના ત્રિવિધ યોગે જીવ જેવા પ્રકારના કર્મ બાંધે છે, તેવાં પ્રકારના ફલ જીવ પોતે પામે છે અને ભોગવે છે. (૧૨) એ પ્રમાણેનો કેવલી ભગવંતનો ઉપદેશ સાંભળી પુનરપિ જિનને વાંદીને પૃથ્વીપતિ મનમોદે આનંદ સાથે કેવલી ભગવંતને પૂછવા લાગ્યો. કે (૧૩) હે સ્વામી ! ધૂપસારકુમારે એવું તો શું પુણ્ય ઉપાર્જન કર્યું કે જેથી તેનું શરીર આવી ઉત્તમ પ્રકારની સુરભિ - સુગંધથી વાસિત થયું છે ? (૧૪) વળી એવું તે કયું કર્મ કર્યું કે મેં તેના કોઈપણ પ્રકારના અપરાધ વિના ગર્વિષ્ઠ થઈને તેનું અંગ અશુચિથી ખરડાવ્યું તે સર્વ હકીકત કૃપા કરીને પ્રકાશો. (૧૫) વળી ફરી એવો પુણ્યનો શું પ્રભાવ છે કે અશુચિ અંગે લગાવડાવી ત્યારે દેવ આવીને તેને સાનિધ્ય સહાય કરે છે ! તે સર્વ કૌતુકની નવી વાત હું આપને પૂછું છું. (૧૬) તે આપ કૃપા કરીને કહો ! ત્યારે મુનિવર પણ કહેવા લાગ્યા કે, હે દેવાનુપ્રિય ! સાંભળ. આ ભવથી પાછલા ત્રીજા ભવમાં “ધૂપસાર' કુમારે કલ્યાણકારી એવી જિનેશ્વરદેવની પૂજા કરી છે. (૧૭) જિનેશ્વરદેવની આગળ “ધૂપસાર' કુમારે નિશ્ચલ ચિત્તથી ભાવના ભલી પરે ભાવી, ધૂપની પૂજા કરી તે ધ્યાનમાં અડગ રહ્યો હતો. (૧૮) તે કારણથી ધૂપસારકુમારનો દેહ સુગંધી થયો છે અને જિનપૂજાના પુણ્યપ્રભાવથી દિ સુંદર રૂપને પામ્યો અને તે જ પુણ્યના પ્રભાવે મનોહર એવો તે દેવતાઓ વડે પૂજય બન્યો | છે. (૧૯) વળી દેવ અને મનુષ્યના ત્રણ ત્રણ ભવ કરી અંતે સંયમ ગ્રહણ કરી સાતમે ભવે તે સિદ્ધ થશે. (૨૦) વળી હે રાજન્!આ ભવથી પાછળના ત્રીજા ભવમાં એ તાહરો પુત્ર હતો, એમ કહી પોતનપુર - નગરી આદિથી માંડીને સઘળી વાત કેવલી ભગવંતે પૂર્ણચંદ્રરાજાને કહી સંભળાવી. (૨૧) વળી એ તારો પુત્ર ત્રીજા ભવમાં તારી સાથે યુદ્ધ ચઢ્યો હતો અને તને જીતીને રણમાં કરી સેવકોને કહ્યું હતું કે, એને દાહજવર થયો છે, તો ચંદનનું વિલેપન ન કરતાં અશુચિથી છે Page #173 -------------------------------------------------------------------------- ________________ IS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ - શરીર ખરડો આ બાંધેલા કર્મથી વર્તમાનમાં તે તેના શરીરે અશુચિ ચોપડાવી. આ કર્મ તેણે કી બાંધ્યું તેનું ફલ તે પામ્યો. (૨૨) એ પ્રમાણે મુનિવરના વચનથી પૂર્વની વાત જાણી હર્ષિત થયેલાં ધૂપસાર” કુમારને Eી ત્યારે જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. (૨૩) અને ધૂપસારકુમાર અને પૂર્ણચંદ્ર રાજવીની મોહદશા નષ્ટ થઈ, બંનેને ધર્મની બુદ્ધિ થી જાગૃત થઈ અને બંને જણાં સંયમ પંથે જવા ઉલ્લસિત થયાં. (૨૪) અને તે કેવલી ભગવંત પાસે સંયમ ગ્રહણ કરી શુદ્ધ રીતે વિધિપૂર્વક પંચમહાવ્રત ને ની ત્રણ ગુપ્તિને આરાધે છે અને પોતાના કૃતકર્મનો ક્ષય કરવા પ્રયત્ન કરે છે. (૨૫) - હવે ધૂપસાર મુનિવર” અંતે આયુષ્ય ક્ષય કરી ઉગ્રતપના પ્રભાવે પહેલાં દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. (૨૬) અને ત્યારબાદ દેવ અને મનુષ્યના ત્રણ ત્રણ ભવ કરી પોતાના જન્મને સફળ બનાવી | સાતમા ભવે સિદ્ધિગતિને પામ્યો. (૨૭) આ પૂર્ણચંદ્ર મુનિવર પણ સંયમની સાધનાના પુણ્યબળે સદ્ગતિને પામ્યો. (૨૮) ધૂપપૂજાના અધિકારને વિષે ધૂપપૂજા કરવા દ્વારા ધૂપસાર' કુમાર મોક્ષસુખને પામ્યો કે તે અધિકારરૂપ બીજું દ્રષ્ટાંત પૂર્ણ થયું. હે હરિચંદ્ર રાજન્ ! તમે તે સાંભળી અને હૃદયને વિષે અવધારી પૂજા કરવા માટે ઉદ્યમવંત બનજો. (૨૯) એ પ્રમાણે છવ્વીસમી ઢાળમાં ઉદયરત્નજી મહારાજ કહી રહ્યા છે કે શુભ ધૂપપૂજા કરવાથી જીવ શિવ પદવી પામે છે, તો તે શ્રોતાજનો ! સાંભળો. ધૂપપૂજા કરવા દ્વારા રે ધૂપસાર કુમારની જેમ તમે સર્વે પણ શિવસુખના ભોક્તા બનો ! (૩૦) Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ સત્તાવીસમી || દોહા || અર્ચા અષ્ટપ્રકારની, સુણ હરિચંદ્ર રાજન; અનુક્રમે આઠે જાણજે, સ્વર્ણ તણાં સોપાન. ૧ સમકિતને અજવાળવા, ઉત્તમ એહ ઉપાય; પૂજાથી તું પ્રીછજે, મનવાંછિત સુખ થાય. ૨ અક્ષત શુદ્ધ અખંડશુ, જે પૂજે જિનચંદ; લહે અખંડિત તેહ નર, અક્ષય સુખ આનંદ. ૩ અક્ષત જિન આગે ધરી, જિમ કયુગલ પ્રધાન; સુરનરના સુખ ભોગવી, પામ્યા શિવપદ થાન. ૪ કહે કરૂણાનિધિ કેવલી, સુણ તેહનો સંબંધ; સાંભળતા સુખ ઉપજે, ભાંજે ભવનો બંધ. ૫ દીપે દક્ષિણ ભરતમાં, શ્રીપુર નગર સુથાન; રાજ્ય કરે શ્રીકાંત નૃપ, અભિનવ ઈન્દ્ર સમાન. ૬ શ્રી દેવી પટરાગિણી, શ્રીદેવી સમ રૂપ; શીલ કલાયે શોભતી, સુંદર સુઘટ અનૂપ. ૭ ભાવાર્થ : હે હરિચંદ્ર રાજન્ ! સાંભળ અષ્ટ પ્રકારની અર્ચા અનુક્રમે આઠ સ્વર્ણના સોપાન છે. (૧) વળી સમકિતને અજવાળવા માટે, સમકિતને નિર્મલ કરવા માટે પણ પૂજા એ ઉત્તમ ઉપાય છે અને પૂજાથી મનવાંછિત સુખની પ્રાપ્તિ થાય છે. તેમ તું જાણજે. (૨) વળી શુદ્ધ અખંડ અક્ષતથી જે જિનેશ્વરને પૂજે છે તે નર અખંડિત એવું અક્ષયસુખ આનંદથી પ્રાપ્ત કરે છે. (૩) જેમ શુકયુગલ પ૨માત્માની આગળ અક્ષતપૂજા કરવા દ્વારા સુરનરના સુખ ભોગવી અંતે શિવપદને પામ્યાં. તેમ અક્ષતપૂજા કરી હે ભવ્યજનો ! તમે પણ શિવસુખનાં ભોક્તા બનો. (૪) ૧૫૩ Page #175 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ એ પ્રમાણે કરૂણાના ભંડાર એવા કેવલી ભગવંત કહે છે કે, તમે તેનો સંબંધ સાંભળો કે જેથી સાંભળતા સુખ ઉત્પન્ન થાય છે અને ભવભ્રમણનો બંધ તૂટી જાય છે. (૫) દક્ષિણ ભરતમાં ‘શ્રીપુર' નામનું નગર દીપી રહ્યું છે. તે નગરીમાં ઈન્દ્ર સમાન ‘શ્રીકાંતરાજા' રાજ્ય કરે છે. (૬) તે રાજાની ‘શ્રીદેવી’ નામની પટ્ટરાણી શ્રીદેવી સમાન રૂપવાન, શીલ કલાથી શોભતી સુંદર, સુઘાટ અને અનોપમ રૂપે મનોહર છે. (૭) (રાગ : સારંગ : મલ્હાર, સંજમ રંગ લાગ્યો - એ દેશી) પુરબાહિર ઉધાનમાં રે, સુંદર ભૂમિને ભાગ, સુણ નૃપ સોભાગી; ઉત્તમ એક આરામ છે રે, અભિનવ ઈંદ્રનો લાગ. સુણ૦ ૧ નાનાવિધ ફલ ફૂલશું રે, શોભી તરૂની હાર. ચિહું દિશિ વૃક્ષનાં કુંજમાં રે, ભ્રમર કરે ઝંકાર. સુણ૦ ૨ સુરપ્રિય થલ સોહામણો રે, તેહની મધ્યે એક; ૠષભ જિનપ્રાસાદ છે રે, રમ્ય મનોહર છેક. સુણ૦ ૩ શિખર ઉપર ધ્વજ શોભતો રે, વ્યોમ શું માંડે વાદ; ચિહું દિશિ મંડપ શ્રેણિમાં રે, રણકે ઘંટાનાદ. સુણ૦ ૪ દીપે દેવ વિમાનસ્યો રે, ત્રૈલોક્યોતમ ઉદ્ધમ; સોવન કળશ સોહામણો રે, ઓપે તે અભિરામ. સુણ૦ ૫ તે જિન ભવન આગે અછે રે, સૂરતરૂ સમ સહકાર; શીતલ છાયા જેહની રે, વિપુલ શાખા વિસ્તાર. સુણ૦ ૬ કીર યુગલ એક તિહાં વસે રે, તે આંબાને ડાળ; અન્યો અન્ય સ્નેહ છે રે, સુખે ગમે છે કાળ. સુણ પાવસ ૠતુ પૂરી થઈ રે, શરદે કર્યા મંડાણ; વારુ પીત વસુંધરા રે, નીર ગર્યા નિવાણ. સુણ૦ ૮ કલહંસા કલરવ કરે રે, સરે ફૂલ્યાં અરવિંદ; મુક્તાફલ સમ શોભતા રે, કમલદલે જલબિંદ. સુણ૦ ૯ વનવાડી ઉદ્યાનમાં રે, કુંજારવ કલ્લોલ; શાલિના ક્ષેત્ર સોહામણાં રે, કણશિર લલકે લોલ. સુણ૦ ૧૦ ૧૫૪ 6 Page #176 -------------------------------------------------------------------------- ________________ : SS SS S SS S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ હવે તે શૂડી અન્યદારે, કંત પ્રતિ કહેવાણ; શાલિસરા એ ક્ષેત્રથી રે, આપો મુજને આણ. સુણ૦ ૧૧ ગર્ભ પ્રમાણે ઉપનો રે, મુજને દોહલો આજ; તે માટે વેગે તુમે રે, એ કરો ઉત્તમ કાજ. સુણ૦ ૧૨ શાલિસ લેતાં થકાં રે, જો જાણે અવનીશ; શુક કહે વેગે કરી રે, ક્રોધે કાપે શીશ. સુણ૦ ૧૩ સુણ સ્વામી સૂડી ભણે રે, ધિક્ તાહરો અવતાર; ઈચ્છે આપ ઉગારવા રે, મરતી મેલી નાર, સુણ૦ ૧૪ તે જીવિત શા કામનું રે, વાહલા વર્જિત જેહ; જીવ સાટે જીવાડીયે રે, સ્વજનને ગુણગેહ. સુણ૦ ૧૫ સ્વજનને ઉગારતાં રે, જો જાયે નિજ પ્રાણ; હાણ નથી એ વાતમાં રે, સાંભળ ચતુર સુજાણ. સુણ૦ ૧૬ વચન સુણી વનિતા તણાં રે, લાજ્યો તે મન માંહ્ય; આયુ કરી અળખામણું રે, શાલિ લેવા જાય. સુણ૦૧૭ શાલિસણું લેઈ ચાંચમાં રે, આવ્યો સૂડી પાસ; શાલિ ભક્ષી હરખી ઘણું રે, પામી પરમ ઉલ્લાસ. સુણ૦ ૧૮ તે પોપટ ઈમ દિન પ્રત્યે રે, તિહાં જઈ લાવે શાલિ; રક્ષકને તે છેતરી રે, અંબર તલ દિયે ફાલ. સુણ૦ ૧૯ ઘાત કલા ખેલે ઘણું રે, કામિની વચને કીર; મોહવશે નર નારીનું રે, પાયું પીયે નીર, સુણ૦ ૨૦ બીહાવ્યો બીહે નહિ રે, પાહરું પૂઠે ધાય; મગે હણ્યા મૃગની પરે રે, હાક પડંતા ખાય. સુણ૦ ૨૧ અન્ય દિવસ આવ્યો તિહાં રે, શ્રી શ્રીકાંત નરેશ; પેખે પંખીયે શાલિનો રે, ખાધો ક્ષેત્ર પ્રદેશ. સુણ૦ ૨૨ ભલું જતન એ તાહરું રે, રક્ષકને કહે રાય; વિણસાડ્યો વિહંગમે રે, ખેત્ર દીસે આ ઠાય. સુણ૦ ૨૩ Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ સ્વામી એક ઈહાં સૂડલો રે, જતન કરતાં જોર; શાલિ માંજર મુખમાં ગ્રહી રે, નાસે તે જિમ ચોર. સુણ૦ ૨૪ ગોતા ગોફણ દેખીને રે, ન ધરે મન ઉચાટ; આ પોપે જે આગમે રે, તે યમશિર પાડે વાટ. સુણ૦ ૨૫ બલ જોજો પંખી તણું રે, દિનપ્રતિ દેઈ દોટ; ચૂકે નહિ જે ચોટ. સુણ૦ ૨૬ પાશે પાડી તાસ; લાવજો મારી પાસ. સુણ૦ ૨૭ શાલિ ગ્રહી પાછો વળે રે, નરપતિ કહે યંત્રશુ રે, ચોર તણી પેરે ઝાલીને રે, અન્ય દિવસ તે કીરને, અવનીપતિ આદેશ; ઝાલ્યો સુડી દેખતા રે, પાશકલે સુવિશેષ. સુણ૦ ૨૮ મન મુંઝાણી સા શુકી રે, દુઃખ ધરતી અતિરેક; નયણે આંસુ ઢાળતી રે, પતિને પરવશ દેખ. સુણ૦ ૨૯ રડતી રાજસભા લગે રે, પહોંતી પિયુને સાથ; શાલિપાલ કરજોડીને રે, વિનવીયો ભૂનાથ. સુણ૦ ૩૦ તસ્કરની પેરે બાંધીને, તુમ ગુન્હી શુક એહ; આણ્યો રાજ હજૂરમાં રે, સુણ સ્વામી સસસ્નેહ. સુણ૦ ૩૧ રાગ સારંગ મલ્હારમાં રે, સત્તાવીસમી ઢાળ; ઉદય કહે આગે હવે રે, સુણજો વાત રસાળ. સુણ૦ ૩૨ ભાવાર્થ : હે રાજન્ ! સાંભળ. તે નગરીની બહાર ઉદ્યાનમાં એક ભાગે સુંદર ઉત્તમ : એક બગીચો છે, તે જાણે ઈન્દ્રપુરીનો બગીચો ન હોય તેવો શોભી રહ્યો છે. (૧) તે બગીચામાં વૃક્ષોની હારમાળા અનેક પ્રકારના ફલ-ફૂલથી શોભી રહી છે. ચારે દિશામાં વૃક્ષના કુંજમાં ભ્રમરાઓ ગુંજારવથી ઝંકાર કરી રહ્યાં છે. (૨) તે ઉદ્યાન સ્થળ દેવોને પ્રિય અને સોહામણું છે અને તેની મધ્યમાં રમ્ય અને મનોહર એક ઋષભ જિનપ્રાસાદ છે. (૩) તે જિનપ્રાસાદના શિખર ઉપર ધ્વજા શોભી રહી છે. તે જાણે આકાશ સાથે વાદ કરી રહી છે અને ચિહું દિશિ રંગ મંડપની શ્રેણિમાં ઘંટાનાદ રણકી રહ્યો છે. (૪) ૧૫૬ Page #178 -------------------------------------------------------------------------- ________________ | AિTI TI[ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ T ત્રણ લોકમાં ઉત્તમ દેવવિમાન જેવું તે મંદિર શોભી રહ્યું છે અને તે જિનપ્રાસાદ ઉપર ની સોહામણો સુવર્ણ કળશ ઓપી રહ્યો છે. (૫) તે જિનભવનની આગળ સુરતરૂ સમાન એક સુંદર સહકાર (આંબાવૃક્ષ) છે. તેની ત્રિી શીતલ છાયા છે અને શાખા મોટા વિસ્તારવાળી છે. (૬) તે આંબાની ડાળને વિષે એક કીર યુગલ વસે છે. તેને અન્યો અન્ય સ્નેહ ઘણો છે અને સુખમાં દિવસો પસાર કરી રહ્યા છે. (૭) હવે કોઈ એક વખત વર્ષાઋતુ પૂર્ણ થઈ અને પૃથ્વીતલ પર શરદઋતુએ પોતાનાં Sા પધરામણાં કર્યા. તે સમયે વસુંધરા પણ સુંદર પીતવર્ણી શોભી રહી છે. (૮) સરોવરને વિષે કલહંસો (રાજહંસો) કલરવ કરી રહ્યા છે અને તે સરોવરને વિષે સુંદર કમળો ખીલી ઉક્યાં છે, તે કમલદલને વિષે રહેલ જલબિંદુઓ મુક્તાફલની જેમ શોભી દિની રહ્યા છે. (૯) સી તે વનવાડી ઉદ્યાનમાં વૃક્ષની કુંજોમાં ભ્રમરો ગુંજારવ કરતાં કલ્લોલ કરી રહ્યાં છે. તે દિન ઉદ્યાનમાં ચોખાના ખેતરો ઘણાં છે. સોહામણા છે. તેના કણશિર લલકી રહ્યાં છે. (૧૦) ની હવે કોઈ એકવખત શૂડી પોતાના પતિ પ્રત્યે કહેવા લાગી કે ચોખાના ખેતરમાંથી કી શાલિસરા (ચોખા) લાવીને મને આપો. (૧૧) મારા ગર્ભના પ્રભાવથી મને આજે એ પ્રમાણે દોહદ ઉત્પન્ન થયો છે. તે માટે તમે | જલ્દીથી એ ઉત્તમ કાર્ય કરો કે મને શાલિક્ષેત્રથી શાલિ લાવીને આપો. (૧૨) તે સાંભળીને પોપટ શૂડી પ્રત્યે કહેવા લાગ્યો કે, શાલિના ક્ષેત્રથી શાલિ લેતાં જો ની પૃથ્વીપતિ જાણશે તો ક્રોધે ભરાઈને મસ્તક કાપશે. (૧૩) - તે સાંભળીને શૂડી કહેવા લાગી કે, તે સ્વામીનું ! સાંભળો તમારા અવતારને ધિક્કાર કરી છે કે જે પોતાના જીવને ઉગારવા તમે નારીને મરતી મૂકો છો. (૧૪) વળી તે જીવિત પણ શા કામનું છે કે જે વહાલા હોય છે તે પણ સ્નેહથી વર્જિત છે. વળી જે પોતાના જીવ સાટે બીજાને જીવાડે છે, તે સ્વજન ગુણના ઘર રૂપ છે. (૧૫) વળી સ્વજનને બચાવતા જો કદાચ પોતાના પ્રાણ જાય તો પણ તેમાં કંઈ નુકશાન | નથી. હે ચતુર ! હું કહું તે પ્રમાણે તું સાંભળ ! (૧૬) દિની. એ પ્રમાણે પ્રિયતમાના વચન સાંભળી પોપટ મનમાં અત્યંત લજ્જા પામ્યો થકો પોતાના ના જીવિતની પરવા કર્યા વિના શાલિ લેવા માટે ગયો. (૧૭) અને પોતાની “ચંચુપટ' માં શાલિસણું (ચોખા) લઈ શૂડી પાસે આવ્યો. શૂડી પણ શાલિ | ખાઈને હર્ષિત થઈ થકી પરમ ઉલ્લાસને પામી. (૧૮) Page #179 -------------------------------------------------------------------------- ________________ આ જ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ : | હવે તે પોપટ હંમેશ તિહાં જઈ શાલિ લાવે છે અને રક્ષકને છેતરીને ગગન માર્ગે ફાલ ન મૂકતો પાછો આવે છે. (૧૯) હવે પોતાની પત્નિના વચને પોપટ જીવિતની પરવા કર્યા વિના ઘાત કલાને અત્યંત ન ખેલી રહ્યો છે અને કહેવાય છે કે પ્રધાન કહેવાતો નર પણ મોહવશ નારીનું પાયું પાણી પીવે છે. (૨૦) વળી તે શુક પહેરેગીર પાછળ દોડીને બીવડાવે છે તો પણ બીતો નથી અને મને હણ્યાં ની મૃગલાંની જેમ હાક પાડે તો પણ ખાય છે. (૨૧) - હવે કોઈ એક વખત શ્રી શ્રીકાંત નરેશ ત્યાં આવ્યો અને ચારે તરફ જુવે છે તો ની શાલિક્ષેત્ર પંખીયે ખાધેલું હોય તેવું દેખાઈ રહ્યું છે. (૨૨) ત્યારે “રાજા' રક્ષક પ્રત્યે કહેવા લાગ્યો કે, હે રક્ષક ! તેં ભલું જતન કર્યું છે ! વિહંગમે કરી શાલિક્ષેત્ર તો વિણસાડ્યું હોય તેવું દેખાય છે ! (૨૩) ત્યારે રક્ષક કહેવા લાગ્યો કે હે સ્વામી ! સાંભળો ઘણું જ રક્ષણ કરવા છતાં પણ એક સૂડલો અહીં આવે છે અને મુખમાં શાલિમાંજર ગ્રહણ કરી તે ચોરની જેમ નાસે છે. (૨૪) ગોલા ગોફણ આદિ જોઈને પણ મનમાં જરાં પણ તેને ઉચાટ થતો નથી. પોતે પોતાની | જાતે જ આગમ સ્થાને રહી ‘યમશિર’ વાટ પાડે છે. (૨૫) વળી એ પંખીનું બળ તો જુવો ! હંમેશા દોટ મૂકીને આવે છે અને શાલિ ગ્રહણ કરી પાછો વળે છે. જરા પણ ચૂકતો નથી. (૨૬) - તે સાંભળીને રાજા કહેવા લાગ્યો કે, હે રક્ષક ! યંત્ર દ્વારા તેને પાશબંધમાં પાડી | ચોરની જેમ પકડીને મારી પાસે લાવજો. (૨૭) હવે એક દિવસ તે રક્ષકે અવનીપતિના આદેશથી પોપટને સૂડીની દેખતાં વિશેષ પાશકલાથી પકડ્યો. (૨૮) હવે સૂડી પોતાના પતિને પરવશ થયેલો જોઈને મનમાં અત્યંત મુંઝાવા લાગી અને થી અત્યંત દુઃખને ધારણ કરતી નયણે આંસુ સારી રહી છે. (૨૯). અને રડતી એવી તે સૂડી રાજસભા સુધી પોતાના પિયુની સાથે પહોંચી. ત્યારબાદ શાલિપાલ કરજોડીને રાજાને વિનંતી કરવા લાગ્યો. કે (૩૦) ીિ હે સ્વામી ! સ્નેહપૂર્વક સાંભળો. આપનો ગુનેગાર એવા આ શુકને (પોપટ) ચોરની | જેમ બાંધીને હે રાજન્ ! આપની પાસે લઈ આવ્યો છું. (૩૧) એ પ્રમાણે સારંગ - મલ્હાર રાગમાં સત્તાવીસમી ઢાળ પૂર્ણ થઈ, એમ ઉદયરત્નવિજયજી દેવી મહારાજ કહી રહ્યા છે અને હવે રસસ્પદ વાત આગળ સાંભળો. (૩૨) Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ અઠ્ઠાવીસમી || દોહા || તે શુક દેખી રાય તવ, ખડ્ગ ગ્રહિ નિજ પાણિ; ક્રોધાકુલ તે કીરને, મારે જવ મહારાણ. ૧ તે સૂડી સહસા તદા, પામી મહાદુ:ખ પૂર; પતિ અંતરે આવી પડી, થર થર કંપે ઉર. ૨ સૂડી કહે શંકા ત્યજી, મુજને હણ રાજન; મેલ તું મારા નાથને, શુક મુજ જીવ સમાન. ૩ મુજ માટે એણે કર્યું, નિજ જીવિત તૃણ તુલ્ય; મુજ મન દોહલો પૂરવા, લાવ્યો શાલિ અમૂલ્ય. ૪ પ્રાણ તજું પ્રિય કારણે, મનશુદ્ધે મહારાજ; શુકને મેલ તું જીવતો, હણ તું મુજને આજ. ૫ મુજ ઉભાં સૂડી મરે, તો મેં કિમ રહેવાય; શુક કહે સ્વામી તુમે, મુજને મેહલો ઘાય. ૬ કહે રાજા હસી કીરને, તું પંડિત વિખ્યાત; મહિલા કાજે જે મરે, એ નહી જુગતિ વાત. ૭ નર કાજે નારી મરે, એ તો છે વ્યવહાર; નારી કારણ નર મરે, તે નર સહી ગમાર. ૮ ભાવાર્થ : હવે તે પોપટને દેખીને રાજા ક્રોધાકુલ થઈ, પોતાના હાથે તલવાર ગ્રહણ કરી તે મહારાય કીરને મારવા જાય છે. (૧) ત્યારે તે સૂડી મહાદુ:ખ પામી અને એકદમ હૃદયથી થરથર કંપતી પતિની વચ્ચે આવીને પડી. (૨) અને સૂડી મનથી ભય ત્યજીને કહેવા લાગી કે, હે રાજન્ ! તું મારા નાથને છોડી દે એ શુક મને મારા જીવિત બરાબર છે. તેથી મને હણ પણ મારા નાથને છોડી દે. (૩) વળી હે રાજન્ ! આ મારા નાથે મારા માટે પોતાનું જીવન તણખલાને તોલે કર્યું છે. મારો દોહદ પૂરવા મારા નાથ મારા માટે અમૂલ્ય શાલિ લાવ્યા હતાં. (૪) ૧૫૯ Page #181 -------------------------------------------------------------------------- ________________ S TD 12 શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ 3 માટે હું તે મારા પ્રિયતમને કારણે મન શુદ્ધ પ્રાણ તજવા તૈયાર છું. આ શૂકને તું : જીવતો મૂક અને આજ મને હે રાજન્ ! તું પણ. (૫) તે સાંભળીને પોપટ કહેવા લાગ્યો કે, હે સ્વામી ! મારી હાજરીમાં હું અહિં હોતે જીતે છે. જો સૂડી મૃત્યુ પામે તો મારાથી કેમ રહેવાય ? કેમ સહન થાય ? માટે તમે મારા પર ‘ઘા' | મારો. (૬) તે સાંભળીને રાજા હસીને કહેવા લાગ્યો કે, તે પોપટ ! તું ખરેખર વિખ્યાત પંડિત છે. કે પણ મહિલા કાજે મરવાની તું જે વાત કરે છે એ યોગ્ય નથી. (૭) વળી નર માટે જો નારી મરે તો એ વ્યવહારિક વાત છે. પણ નારી માટે નર મરે તો મા તે નર ખરેખર ગમાર ગણાય છે. (૮) (સુદામાની દેશી રાજગૃહી નગરી મોઝારોજી) નરપતિની વાણી સુણી બુદ્ધિ વિચારે પંખિણી, તેહ તણી, મતિ જુઓ હવે નિર્મળાજી, સુડી કહે સુણો રાયજી, અણબોલ્યો ન રહેવાયજી, ન્યાયજી, જુઓ તપાસી મનરળીજી. ૧ બુટકઃ જુઓ તપાસી બુદ્ધિ પ્રકાશી, વિમાસી ગુણગેહરે; માતા-પિતા ધન જીવિત છાંડી રમણી રાતો જેહ. ૨ વ્યસન વિલબ્ધો મહિલા લુબ્ધો શ્યાં શ્યાં ન કરે કાજો રે; સુરનર કિન્નર અસુર વિધાધર, કેહની ન રહે લાજો. ૩ નારી કાજે નગન થઈને, ઈશ્વર આપે નાચ્યો રે; અરધ અંગ આપ્યું ઉમયાને, રમણી રંગે રાચ્યો. ૪ ઈંદ્રચંદ્ર નાગૅદ્ર નરેશ્વર અલવેસર અવધૂતા રે; દધ્યાની જ્ઞાની મહા અભિમાની, પ્રેમના પંકે ખૂા. ૫ ઢાળ: સૂડી કહ્યો સુણો સ્વામીજી, મરણ ન દેખે કામીજી, ખામીજી સુરપતિ સરીખા સહુ ખમેજી, તો બીજાં કેમ લાજે જી, શ્રી દેવીને કાજે જી, રાજેજી મરણ - ગણ્યો નહિ તિણ સમેજી. ૬ Page #182 -------------------------------------------------------------------------- ________________ FOREX COVE સૌજન્ય : પ્રસન્નલતાબેન છગનલાલ બી. કોઠારી -મદ્રાસ ww comm Page #183 --------------------------------------------------------------------------  Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ત્રુટક : મરણ ગણ્યું નહિ યમપુરી જાવા, હુંશ કરી મનમાંહી રે; આગમ અરથ વિચારી જોજો, કામી અંધ કહેવાય. તુમ સરીખા ત્રિયાને ખાતર, મરવા તત્પર થાય રે; તો શુકનો શ્યો દોષ રાજેસર, વિચારો વળી આંહ્યા. તે નિસુણી વિસ્મય પામી, વિચારે શ્રીકાંત રે; એ શું જાણે પંખિણી પોતે, એ મારો વિરતંત, અવનીપતિ આદરશું પૂછે, કૌતુક કારણ જાણી રે; આદિ અંતની વાત પ્રકાશો, સૂડી કહે તવ વાણી. ૧૦ ઢાળ : સુણ રાજન્ ! ગુણવંતાજી તે તાહરો વિરતંતજી, તંતજી તે માંડી કહું હવેજી, ઈહાં રહેતી પુર આસની, તાપસી એક મઠવાસિની, ઉપાસીની રુદ્રાદિકની પૂરવેજી. : ત્રુટક રુદ્રાદિક દેવને મનરંગે, ઉપાસે એકાંત રે; મંત્ર તંત્ર જંત્રાદિક ભુગતે, આરાધે અનંત. ૧૨ ઓપે હરને શિદંડ કમંડલ, વાઘાંબર આસન્ન રે; પરિવ્રાજકને પંથે તેહનું, પૂરણ ભેવું મન્ન. સિંદુર બિંદુ સુશોભિત સુંદર, ભસ્મની આડી વિરાજે રે; પગ પાવડિયા વજ્ર કાંબર, છબી અનોપમ છાજે. યજ્ઞસૂત્ર ધરતી જંગમ, શક્તિ સરિખી જેહ રે; મારણ મોહન કામણ ટુમણ, વશીકરણ લહે તેહ. ૧૫ તુજ રાણી શ્રીદેવીજી, તેણે તાપસણી સેવીજી, નમેવીજી ભગતિ કરે ભાવે સદાજી, ઈક દિન રાણી ઈમ કહે, સ્વામિની તું સઘળું લહે, સહે ચેલી દુઃખ ત્રુટક ચેલી શા માટે દુઃખ પામે, અવધારો અરદાસરે; શ્યા માટે તદાજી. : બહુ નારી પતિ નાથ હમારો, ધિગ પડો ઘરવાસ. ૧૭ ૧૬૧ ઢાળ: 26-22 ૮ ૯ ૧૧ ૧૩ ૧૪ ૧૬ Page #185 -------------------------------------------------------------------------- ________________ SS SSS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ | SITE શોક્ય તણા મુખરંગ દેખીને, મુજને મહાદુઃખ લાગે રે; ધણી માહરો ધૂતારી લીધો, નાવે માહરે ભાગે. ૧૮ દેવે દુરભગપણું આપ્યું, ધિગ્ર માહરો અવતાર રે; એ જીવ્યાથી મરવું વારું, જાણું છું નિરધાર. ૧૯ તે માટે તેહવો કરી આપો, વશ થાયે ભરતાર રે; મુજ જીવંતા તે પણ જીવે, મરતા મરે નિરધાર. ૨૦ ઢાળઃ ભગવતિ તુમ લળી લળી, પાયે લાગુ વળી વળી, મનરળી, જેહ કહો તે નિરવહુજી, તવ સા બોલી ભગવતિ, સુણ વંચ્છે તું શુભમતિ, તુજપતિ, વશીકરણ કારણ કહ્યું છે. ૨૧ બુટકઃ વશીકરણ કાજે એ લેતું, ઓષધિ વલય અનૂપ રે; તસ પાણિ હવજે વશ્ય થાશે, જે ભરતા તુજ ભૂપ. ૨૨ શ્રીદેવી કહે સુપન તણીપર, દર્શન છે દુરલભ રે; મંદિરમાં પરવેશ ન પામું, મુજશું રાખે દંભ. ૨૩ મૂલવિના શાખા કિમ પ્રસરે, તિમ એ કામ ન થાય રે; તાપસી કહે તો સુણ તું ભદ્ર, અન્ય કહું ઉપાય. ૨૪ એક આ મંત્ર આરાધ અનુપમ, પતિ આકર્ષણ કાજે; જિમ મનવંછિત ફળ ફળે તુજ, શોક્ય તણાં બલ ભાંજે. ૨૫ ઢાળ: શુભ મુહુરત વિધિશું સહી, મંત્રગ્રહી મંદિર ગઈ, મીન રહી, આરાધે અહનિશ વળીજી, મંત્ર તણે પરભાવેજી, રાજા મહેલ તેડાવેજી, ભાવેજી, દાસી તિહાં મોકલીજી. ૨૬ ગુટક: દાસી આવી કહે રાણીને, રંગે રાજ ભવન રે, દુહવણ દુર ત્યજીને, આવો તેડે રાજન. ૨૦ સંધ્યા સમે હાથણીએ બેસી, સજી શણગાર ઉલ્લાસ રે; રાજલોક સાથે પટરાણી, આવી રાજ આવાસ. ૨૮ Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ મહિપતિ માન લહીને દોહગ, અન્ય રાણીને દીધું રે; સોહગ લેઈ શ્રીદેવીએ, પટરાણીપણું લીધું. ૨૯ પંચવિષય સુખ પૂરણ પામી, આપે વાંછિત દાન રે; જે બોલે તે ફોક ન જાયે, વશ્ય કર્યાં રાજાન. ૩૦ ઢાળ અનુક્રમે હવે અન્યદા, તાપસી પૂછે તદા, કહે મુદા કામ થયું સહી તાહરુંજી, શ્રીદેવી કહે શીરનામીજી મન વાંછિત ફળ હું પામીજી સ્વામી વચન ન લોપે માહરુંજી. મુજ ૩૧ ત્રુટક : વચન ન લોપે પણ એહવો, એક કહો ઉપાય રે, મુજ જીવતા જીવે સ્વામી, મરતા મરે તે માય, તો હું સાચી જાણું માયા, ભગવતી તવ ભાસે રે, આ મૂળીનો નાસ લઈને, સૂજે તું પતિ પાસે. ૩૨ અચેતપણું પામીશ એહથી, જીવંતી મૃત પ્રાય રે; બીહીશ મા બીજી મૂળીએ, કરીશ પુનર્નવકાય. ૩૪ ઈમ કહી તે મૂળી આપી, સા પહોંતી નિજ ઠામે રે; અઠ્ઠાવીસમી ઉદય અનોપમ, ઢાળ કહી અભિરામ. ૩૫ ભાવાર્થ : ન૨૫તિની વાણી સાંભળીને પંખિણી બુદ્ધિથી વિચારે છે. હવે તેહની બુદ્ધિ કેવી નિર્મલ છે તે જુવો. સૂડી કહે છે હે રાજન્ ! સાંભળો મારાથી બોલ્યા વિના રહેવાતું નથી. તમે ન્યાય તપાસીને જુવો. (૧) વળી ન્યાય તપાસી બુદ્ધિનો પ્રકાશ ક૨ી હે ગુણધામી ! વિચાર કરજો કે જે માતા - પિતા - ધન અને પોતાનું જીવિત છાંડીને પોતાની પ્રિયતમાને વિષે રક્ત રહે છે. (૨) જે વ્યસનમાં અને પોતાની મહિલાને વિષે પણ લુબ્ધ રહે છે, તે શું શું કામ નથી કરતો. ચાહે દેવ હોય, મનુષ્ય હોય, કિન્નર - અસુર કે વિદ્યાધર કોઈપણ હોય પણ કોઈ કોઈની લાજ રાખતું નથી. (૩) વળી નારી માટે ઈશ્વર પોતે પણ નગ્ન થાય છે. ૨મણી અંગે રાચે છે અને જુવો ઈશ્વરે ના૨ી કાજે પોતાનું અર્ધ વસ્ત્ર ઉમયાને આપ્યું. (૪) ૧૬૩૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ S S SSS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ . ૬. વળી ઈદ્ર-ચંદ્ર, નાગેંદ્ર-નરેંદ્ર અવધૂત યોગી અલવેસર. ધ્યાની - જ્ઞાની – મહા અભિમાની ની સર્વે પ્રેમરૂપી પંકમાં (કાદવ) નૃત્યાં રહે છે. (૫) ખરેખર કામી નર-નારી કશું જ જોતાં નથી. રાત કે દિવસ એને મન તો બધું જ સરખું. ઘરમાં કે ઘર બહાર જ્યાં જાય ત્યાં તે પરસ્ત્રી લંપટી બનતાં પણ વાર કરતો નથી. તે કામે અંધ બની જાય છે. સૂડી કહેવા લાગી કે, હે સ્વામી ! સાંભળો. કામી પુરુષને મરણ પણ આંખ સામે દેખાતું નથી. જેમ બિલાડાને દૂધનું તપેલું દેખાય છે પણ પાછળ રહેલી ડાંગ ની દેખાતી નથી. તેમ કામી પુરુષને કામભોગ દેખાય છે, જેથી પરસ્ત્રી સાથે પણ ભય વિના લુબ્ધ બને છે. જ્યારે માલિક પાછળથી આવે છે ત્યારે તેને મૃત્યુને શરણ થવું પડે છે. સુરપતિ જેવાને પણ ખમવું પડે છે. તો બીજા તો શું લાજ રાખે. વળી જુવો “શ્રીદેવી ને માટે રાજાએ પણ મરણની પરવા કરી નહીં. (૬) મરણની બીક રાખ્યા વિના રાજા યમપુરી જવાની હોંશ રાખે છે. આગમનો અર્થ વિચાર કરીને જુવો કે આગમ કહે છે “કામ” પુરુષ અંધ કહેવાય છે. (૭) વળી હે રાજન્ ! તમારા જેવા પણ જો પત્નિની ખાતર મરવા તત્પર થાય તો વિચાર કિ. કરો કે અહિં “શુક નો શો દોષ છે ? (૮) એ પ્રમાણેની સૂડીની વાત સાંભળીને વિસ્મિત થયેલો રાજા શ્રીકાંત' વિચારે છે કે આ આ પક્ષિણી મારો વિરતંત (ગુરૂવાત) કેવી રીતે જાણે છે ? (૯) ત્યારે અવનીપતિ આદર સહિત કૌતુકથી કહેવા લાગ્યો કે, હે પક્ષિણી ! આદિથી અંત સુધીની વાત તમે મને કહો ! ત્યારે સૂડી કહેવા લાગી કે (૧૦) હે રાજન્ ! હે ગુણવંતા ! હું તમારો તે વિરાંત આદિથી અંત સુધી કહું છું, તે હવે તમે સાંભળો ! અહિં આપણાં પુરની નજીક એક મઠવાસી તાપસી રહે છે, તે રૂદ્રાદિકની પૂર્વે ઉપાસના કરનારી છે. (૧૧) - રૂદ્રાદિક દેવની મનરંગે એકાંતમાં ઉપાસના કરે છે. વળી અનંતા મંત્ર - તંત્ર - | જંત્રાદિકને આરાધે છે. (૧૨) તે તાપસીના હાથમાં ત્રિદંડ અને કમંડલ શોભી રહ્યું છે. વાઘાંબર જેનું આસન છે, એવા પરિવ્રાજક માર્ગે તેમનું મન લયલીન છે. (૧૩) જેના મસ્તકે સિંદુરનો ચાંદલો શોભી રહ્યો છે. ભસ્મ જેના શરીરે લગાડેલી છે. પગમાં ના પાવડી છે. પીળા (ભગવા) કષાંબર વસ્ત્રધારણ કરેલા હોવાથી તે તાપસી અનોપમ શોભી રહી છે. (૧૪) Page #188 -------------------------------------------------------------------------- ________________ Sિ S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રસ . વળી યજ્ઞસૂત્ર ધારણ કરતી, જંગમ વેલી હાલતી ચાલતી કોઈનું મરણ કરાવનારી, 5 કોઈના મનને હરનારી અને વળી કામણ - રુમણ અને વશીકરણને કરનારી છે. (૧૫) હવે તારી શ્રીદેવી નામની રાણીએ તે તાપસીની સેવા કરી છે તેને નમે છે અને હંમેશા Eી તેની ભક્તિ કરે છે. આમ તેને સાધીને એક દિવસ રાણીએ તે તાપસીને કહ્યું કે, હે સ્વામીની ! તું સઘળું વૃત્તાંત મારૂં જાણે છે તો પણ તમારી ચેલી શા માટે દુઃખ પામે ? (૧૬) ત્યારે તાપસી બોલી કે, ચેલી શા માટે દુઃખ પામે ? તો શ્રીદેવી કહેવા લાગી કે મારી અરજી સ્વીકારો. મારો સ્વામી ઘણી રાણીઓનો સ્વામી છે. આ ઘરવાસને ધિક્કાર થાઓ. (૧૭) કેમકે શોક્યના મુખરંગ દેખીને મને મહાદુઃખ ઉત્પન્ન થાય છે. કારણ મારા સ્વામીને તે સઘળી ધૂતારી રાણીઓએ પોતાનો બનાવી દીધો છે. એટલે મારે ભાગે તે આવતો નથી. (૧૮) વળી દેવે મને દુર્ભગપણું આપ્યું છે. તેથી મારા આ અવતારને ધિક્કાર પડો. હું માનું છું આવું જીવવા કરતા તો મરવું સારું. (૧૯) માટે હે તાપસી ! મને એવું કંઈક કરી આપો કે જેથી મારો સ્વામી મારે વશ થાય. હું જીવું ત્યાં સુધી એ પણ જીવે અને હું મરું ત્યારે તે પણ મરે. (૨૦) હે ભગવતી ! હું તમને લળી લળીને વારંવાર પગે લાગુ છું. વળી મનના હર્ષ સાથે ન કહું કે તમે જે કહેશો તે કરવા તૈયાર છું. ત્યારે ભગવતી પણ “શ્રીદેવી'ને કહેવા લાગી Eી કે હે શુભમતિ ! તારા પતિને વશ કરવા તું ઈચ્છે છે તો તું વશીકરણનો ઉપાય સાંભળ. (૨૧) વળી વશીકરણ કાજે આ અનોપમ ઔષધિ વલય તારા હાથે બાંધી રાખજે જેથી તારો | | ભર્તાર જે રાજા છે તે તારે વશ થશે. (૨૨) ત્યારે શ્રીદેવી કહેવા લાગી કે, મારા સ્વામીના દર્શન પણ સ્વમની જેમ દુર્લભ છે. તેથી ની તેમનાં મંદિરમાં પ્રવેશ ક્યાંથી પામી શકું ? અર્થાત્ તેમનાં મંદિરમાં હું પ્રવેશ કરી | શકતી નથી તે મારી સાથે દંભ રાખે છે. (૨૩). વળી મૂલવિના જેમ શાખા વિસ્તાર ન પામે, તેમ આ કામ મને શક્ય લાગતું નથી. ત્યારે તાપસી કહેવા લાગી કે હે ભદ્રે ! તો તને બીજો ઉપાય બતાવું છું તે તું સાંભળ ! (૨૪) પતિને આકર્ષણ કરવા આ એક અનોપમ મંત્ર છે તે તું આરાધ, જેથી તારા મનવાંછિત | ફળશે અને શોક્ય તણું બલ ભાંગી જશે. (૨૫) - ત્યાર પછી શ્રીદેવી શુભમુહૂર્ત વિધિ સહિત મંત્ર ગ્રહણ કરી મંદિર ગઈ અને અહોનિશ | મૌન રહીને તે મંત્ર આરાધે છે અને તે મંત્રના પ્રભાવે રાજા “શ્રીદેવીને પોતાના મંદિરે બોલાવવા માટે દાસીને મોકલે છે. (૨૬) Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ - દાસી ‘શ્રીદેવી' ને મંદિર આવીને કહેવા લાગી કે, હે રાણીજી ! આજે રાજા રંગપૂર્વક એ ન આનંદપૂર્વક તમને રાજમહેલે તેડાવે છે. તેથી મનની દુહવણ દૂર કરીને રાજમહેલે પધારો. (૨૭) ત્યારબાદ સંધ્યા સમયે સીલ શણગાર સજી હાથણી પર આરૂઢ થઈ રાજલોક સાથે પટરાણી રાજમહેલે રાજાના આવાસે પધાર્યા. (૨૮) રાજાએ પણ માનપૂર્વક “શ્રીદેવી' રાણીને સૌભાગ્ય સાથે પટ્ટરાણીપણું આપ્યું અને દૌર્ભાગ્ય બીજી રાણીઓને આપ્યું. આમ શ્રીદેવીએ તાપસીના સહકારથી સૌભાગ્ય અને પટ્ટરાણી પદ બંને પ્રાપ્ત કર્યા. (૨૯) અને સંપૂર્ણ પંચવિષય સુખ પામી. રાજા પણ તેની ઈચ્છા પ્રમાણે દાન આપે છે. ‘શ્રીદેવી” જે બોલે તે બધું જ કામ કરી આપે છે. રાણીનું વચન ફોક જતું નથી. આમ આ રાણીએ રાજાને વશ કર્યો. (૩૦) હવે કોઈ એક દિવસ તાપસીએ શ્રીદેવીને પૂછ્યું કે તારું કામ સફલ થયું કે નહિ. ત્યારે દિન શ્રીદેવી મસ્તક નમાવીને કહેવા લાગી કે, હું મનવાંછિત સુખ પામી શકું છું. વળી મારા જ સ્વામીનાથ મારું વચન પણ લોપતાં નથી. (અર્થાત્ મારું વચન માન્ય કરે છે.) (૩૧) . વળી “શ્રીદેવી' કહેવા લાગી કે, હે માતા ! સાંભળો. એ મારું વચન ઉત્થાપતા નથી. પણ મને એક ઉપાય એવો બતાવો કે મારા સ્વામી હું જીવું ત્યાં સુધી જીવે અને હું મરું તો તે પણ મૃત્યુ પામે ! (૩૨) અને હે માતા તો જ હું તને સાચી માનું. ત્યારે ભગવતી કહેવા લાગી કે, હે શ્રીદેવી ! 8 સાંભળ. આ તને એક મૂળી આપું છું તેનો નાસ લઈને તું તારા પતિ પાસે સૂજે. (૩૩) વળી તે મૂળીના પ્રભાવથી તું અચેતનપણે પ્રાપ્ત કરીશ. જીવતી છતાં મૃતપ્રાય: અવસ્થા | તારી થશે. પણ તું તેનાથી ડરીશ નહિ. બીજી મૂળીથી ફરી તને નવયૌવના (સચેતન) . બનાવી દઈશ. (૩૪). એમ કહી તે મૂળી આપીને ભગવતી પોતાને સ્થાનકે આવી એ પ્રમાણે ઉદયરત્નજી મહારાજે અનોપમ એવી અઠ્ઠાવીસમી ઢાળ કહી. (૩૫) Page #190 -------------------------------------------------------------------------- ________________ Sિ S SS SS S SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ RSS ઢાળ ઓગણત્રીસમી | | દોહા ! ચાહે ચંદ ચકોર જિમ, જલદ શિખી જલ મીન; શ્રીદેવીએ તિમ કર્યો, સ્વામીને આધીન. ૧ રાજા રાણી રંગ ભરે, ભોગવતાં સુખ ભોગ; એક દિન ઔષધિ નાસ લેઈ, સૂતી સેજ સંયોગ. ૨ મહિમા એ મૂળી તણે, અચેત થયું તસ અંગ; નરપતિ નીરખી નારીને, ગતજીવા ગતિભંગ. ૩ ધરણીપતિ ધરણી ઢળ્યો, મૂછગત સમકાલ; રાજભવનમાં ઉછળ્યો, કોલાહલ તેણે કાલ. ૪ આવ્યા તિહાં ઉતાવળા, રાજપુરુષ પુરલોક; વાહ દિચંતા ઈમ કહે, રાણી ગયાં પરલોક. ૫ ભાવાર્થ : જેમ ચંદ્ર અને ચકોરને પ્રીત છે એટલે કે ચંદ્ર જેમ ચકોરને ચાહે છે. મોર - જેમ મેઘને ઈચ્છે છે એટલે કે મોર અને મેઘને પ્રીત છે. માછલી જેમ પાણીને ઈચ્છે તેમ દિની ‘શ્રીદેવી પોતાના સ્વામીને ઈચ્છે છે તેથી ભગવતીના બતાવેલા ઉપાય દ્વારા “શ્રીદેવીએ પોતાનાં સ્વામીને પોતાને આધીન કર્યો. (૧) રાજા રાણી એક વખત રંગભર સુખભોગ ભોગવી રહ્યા છે અને સુખભર રહેતા એક દિવસ શ્રીદેવી” ઔષધિનો નાસ લઈને પોતાનાં સ્વામીની પાસે સૂતી. (૨) અને મૂળીના મહિમાના પ્રભાવે “શ્રીદેવી” રાણી અચેતન થઈ ગઈ ત્યારે નરપતિ ની ‘શ્રીદેવી'ને મૃતપ્રાયઃ અને ગતિભંગ થયેલી દેખે છે. (૩) આ બનાવ બનેલો જોઈને ધરણીપતિ મૂછવંત થઈને પૃથ્વી પર ઢળી પડ્યો, તે સમયે | રાજભવનમાં કોલાહલ થવા લાગ્યો. (૪) તે કોલાહલ સાંભળીને રાજપુરુષો અને નગરલોકો ત્યાં ઉતાવળા આવ્યા અને પોક ને મૂકીને કહેવા લાગ્યાં કે રાણીજી પરલોક સીધાવી ગયા. (૫). (શ્રી અરનાથ ઉપાસના - એ દેશી) શીતલ આય ઉપાયથી, ચેતન પામ્યો રાય; પટરાણીને પેખીને, આંખે આંસુ ભરાય. ૧ Page #191 -------------------------------------------------------------------------- ________________ : SSSSSSSS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ રાજન ઈમ કહે રાયજાદી, રાખો કોઈ મનાય; મેં તો કાં દુહવી નથી, તો બોલે નહિ કાંય. રા. ૨ કરશું કર ઝાલી કહે, ગદ્ગદ્ કંઠે નરિદ; હે ભદ્ર! બોલો હસી, જિમ ભાંજે દુ:ખ દંદ. રા૦ ૩ તુમને ઈમ ન ઘટે પ્રિયા, તું મુજ જીવન પ્રાણ; કહો તે કામ કરું હવે, ક્યારે ન લોખું આણ. રા. ૪ પહેલાં મેં તુજને ત્યજી, તે તેં વાળ્યો રે દાય; આ જૂને અબોલડે, ખિણ વરસા સો થાય. રા. ૫ હે સુભગે! હવે તુજ વિના, સૂનો સહી સંસાર; હે દયિતે દિલ ખોલીને, સાહમુંજુઓ એકવાર. રા૦ ૬ કાંતે! મન કોમલ કરી, કહોને મનની રે વાત; કાં રિસાણી તું પ્રિયે ! કે ઘાલી જમઘાત. રા. ૭ જતને પણ જીવે નહિ, જળવિણ જલચર જીવ; એહ ન્યાય મુજને હવો, તુજ વિરહ અતીવ. રા૮ એક ઘડી આધી ઘડી, પાણી વલપણ જેહ; તાહરે વિરહે જીવિયે, ચૂક પડે છે તેહ. રા. ૯ અવનીપતિ આદેશથી, આવ્યા વૈધ અપાર; મંત્રવાદી મળ્યાં ઘણાં, અનેક કર્યા ઉપચાર.રા. ૧૦ તો પણ નવલી ચેતના, સચિવ કહે સુણો રાય; મૂઉં મડું જીવે નહિ, જો કીજે કોડી ઉપાય.રા. ૧૧ ધીરજ મન સાથે ધરો, રોયાં ન મલે રાજ; નૃપ કહે મેં મરવો સહી, રાણી સાથે આજ.રા. ૧૨ પાય લાગીને વિનવે, પુરના લોક પ્રધાન; સ્વામી એ જુગતું નથી, વળતું કહે રાજાન.રા. ૧૩ ખિણ વિરહોન શકું ખમી, પ્રેમ તણો એક પંથ; ચંદન કાષ્ઠ ભરાવીને, હવે રાજા શ્રીકાંત.રા૦ ૧૪ Page #192 -------------------------------------------------------------------------- ________________ SSS SSS SSS SIX[ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસSG કો સાગવાન લેવા ચલ્યો, શ્રીદેવીને સાથ; આવ્યો તૂરના નાદશું, સમશાને ભૂનાથ.રા. ૧૫ પુરવાસી આવ્યા તિહાં, નરનારી વૃંદ; ધાહ મેલે ઉંચે સ્વરે, કરતા મહા આજંદ.રા. ૧૬ તૂર અને રૂદન તણો, ઉડ્યો નાદ અખંડ; ભૂમંડલ ગયણાંગણે, પસર્યો સઘલે પ્રચંડ.રા. ૧૦ ચંદન કાષ્ટ તણી ચિતા, વિરચાવીને વેગ; નરપતિ આરોહે જિસે, નારી સાથે નેગ.રા. ૧૮ અંગ તણો આળસ તજી, સુણજો શ્રોતાજન; ઢાળ એ ઓગણત્રીસમી, કહે કવિ ઉદયરત્ન.રા. ૧૯ ભાવાર્થ : ત્યારબાદ શીતલ ઉપાય કરવા દ્વારા “શ્રીકાંતરાજા સચેતન થયો થકો ‘શ્રીદેવી’ પટ્ટરાણીને જુવે છે અને તેની આંખો અશ્રુથી ભરાઈ ગઈ છે. (૧) ત્યારે રાજા કહેવા લાગ્યો કે આ ‘રાયજાદી’ને કોઈ મનાવો. મેં તો એને કંઈ કહ્યું નથી. કંઈ દુહવી નથી. તો મારી સાથે કેમ બોલતી નથી. (૨) હાથથી હાથ ઝાલીને ગદ્ગદ્ કંઠે રાજા કહે છે કે, હે ભદ્રે ! તું હસીને મારી સાથે બોલ. છે. જેથી મારું દુઃખ ભાંજે. (૩) હે પ્રિયા ! તને આ રીતે કરવું યોગ્ય લાગતું નથી. તે મુજ જીવનપ્રાણ છે. તું જે કામ કી કહે તે હું હવે કરીશ. ક્યારે પણ તાહરી આજ્ઞાનો ભંગ કરીશ નહીં. (૪) Sી વળી શું મેં પહેલાં તને ત્યજી હતી તેથી તું તેનું સાટું વાળે છે ? હવે આટલું કરવા છતાં ની મારી સાથે અબોલા રાખવાથી એક ક્ષણ પણ સો વરસ જેવી જાય છે. (૫) હે સુભગ ! હવે તારા વિના આ સંસાર સુનો છે. તે દયિતે ! હવે દિલ ખોલીને એકવાર મારી સામે જુઓ ! (૬) હે કાંતે ! તારા મનને કોમલ કરી મનની જે વાત હોય તે તું મને કહે. હે પ્રિયે ! તું શા . આ માટે મારી સાથે રીસાણી છે કે તેવું કશું નથી ? તો શું જમરાજાએ તારા પર ઘાત નાંખી છે કરે છે? જે હોય તે તું મને કહે. (૭) જેમ ઘણું જતન કરવા છતાં પણ જલચરજીવ પાણી વિના જીવી શકતો નથી. તેમ છે Eી પ્રિયે ! એ ન્યાય મને લાગુ પડ્યો છે. તારા વિરહે હું જીવી શકું તેમ નથી. (૮) Page #193 -------------------------------------------------------------------------- ________________ S S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) એક ઘડી આધી ઘડી પાણી વિના જેમ વલોપાત થાય તેમ તારા વિના જીવવાથી મને ! કરી ચૂક આવે છે. અર્થાત્ હું તારા વિના હવે જીવી શકું તેમ નથી. (૯) હવે પૃથ્વીપતિ શ્રીકાંત' ના આદેશથી ઘણાં વૈદ્યો આવ્યાં. મંત્રવાદીઓ પણ ઘણાં જ ભેગાં થયાં અને અનેક ઉપચાર કર્યા. (૧૦) તો પણ “શ્રીદેવી’ નવી ચેતના પામી નહિ. અર્થાત્ સ્વસ્થ થઈ નહિ. તેથી સચિવ રાજાને કહેવા લાગ્યો કે, હે રાજન્ ! સાંભળો જો ક્રોડો ઉપાય કરીયે તો પણ મરેલું મડદું ફરી જીવંત થતું નથી. તેમ શ્રીદેવી રાણી જરા પણ સ્વસ્થ થયા નથી. તેથી લાગે છે કદાચ પરલોકગામી બન્યા હોય ! (૧૧) તેથી હવે મનથી ધીરતા મૂકો નહિ. ધીરજને ધારણ કરો ! રડવાથી કંઈ રાજય પ્રાપ્ત થતું નથી. તે સાંભળીને રાજા કહેવા લાગ્યો કે, આજ હું રાણી સાથે મરીશ ! તેના વિના | હું જીવી શકીશ નહિ. (૧૨) ત્યારે પગે લાગીને નગરલોક તથા પ્રધાન વિગેરે કહેવા લાગ્યાં કે હે સ્વામી ! આપ જે વાત કરો છો તે યોગ્ય નથી ! રાણી ખાતર મૃત્યુ આપે વ્હોરાય નહિ ! ત્યારે વળતું રાજા Sી કહેવા લાગ્યો કે (૧૩) હે પ્રજાજન ! સાંભળો. હું શ્રીદેવીનો વિરહ એક ક્ષણ પણ સહી શકું તેમ નથી. આ | પ્રેમનો એક પંથ છે. એમ કહીને “શ્રીકાંતરાજાએ' હવે ચંદન કાષ્ઠ ભરાવીને (૧૪) શ્રીદેવીની સાથે મૃત્યુ વ્હોરવા માટે વાજિંત્રોના નાદ સાથે “શ્રીકાંત' રાજા સ્મશાને આવ્યા. (૧૫) નગરલોકો નરનારીના વૃંદ ત્યાં આવ્યા અને નિશાસા મૂકતાં ઊંચે સ્વરે મહા આકંદ કરવા લાગ્યાં. (૧૬) વાજિંત્રો અને રૂદનના અવાજથી ભૂમંડલ અને ગગનમંડલને વિષે પ્રચંડ નાદ સર્વત્ર | પ્રસરી રહ્યો છે. (૧૭) ત્યારે ચંદનકાષ્ટની ચિતા વેગથી વિરચાવે છે અને નરપતિને નારી સાથે કેટલામાં ચિતાને વિષે આરોહે છે તેટલામાં (૧૮) અંગ તણી આળસ છોડીને હે શ્રોતાજનો ! હવે શું થયું તે સાંભળજો. એમ ઓગણત્રીસમી ઢાળમાં કવિ ઉદયરત્નવિજયજી મહારાજ ફરમાવી રહ્યા છે. (૧૯) Page #194 -------------------------------------------------------------------------- ________________ RASTATA શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ ત્રીસમી || દોહા ।। તિણ અવસરે તે તાપસી, રૂદન કરતી ત્યાંહ; આવી તે ઉતાવળી, પ્રેમવને નૃપ જ્યાંહ. ૧ આવીને તે ઈમ ભણે, ધીરજ ધરો નરનાથ; વસુધાપતિ વળતું કહે, મુજ જીવિત પ્રિય સાથ. ૨ જો ઈમ છે તો પણ હવે, પડખો તુમે પળ એક; અવશ્ય જિવાડું એહને, તિહાં લગે રાખો ટેક. ૩ તે નિસુણી તન ઉલસ્યું, મુદિત હુઓ રાજશ્ન; જીવિતથી યુવતી અધિક, મોહે બાંધ્યું મન્ન. ૪ ભૂપ ભણે સુણ ભગવતી, એ મોટો ઉપગાર; જિવાડો યુવતી પ્રતિ, વેગે ન લાઓ વાર. ૫ ભાવાર્થ : તે અવસરે પેલી તાપસી રૂદન કરતી ત્યાં ઉતાવળી આવી કે જ્યાં ‘પ્રેમવન’ સ્મશાનમાં નૃપ રહેલો છે. (૧) ત્યાં આવીને તે રાજાને કહેવા લાગી કે, હે રાજન્ ! આપ ધીરજ ધરો ! ત્યારે વળતું રાજન્ કહેવા લાગ્યો કે, હે ભગવતી ! મારૂ જીવિત મારી પ્રિયાની સાથે છે. (૨) ત્યારે તાપસી કહેવા લાગી કે, જો તમે એ પ્રમાણે નક્કી કર્યું છે તો પણ હવે તમે એક પલ માટે પાછા ફરો. ધીરજ રાખો. ‘શ્રીદેવી’ને હું અવશ્ય જીવાડીશ. માટે એક પલ તમે તમારી ટેકને પાછી ખેંચો. (૩) તે સાંભળીને રાજા હર્ષિત થયો અને તેનું તન ઉલ્લસિત થયું અને તે કહેવા લાગ્યો કે, જીવિત કરતાં પણ મને યુવતી વધુ પ્રિય છે. મારું મન તેની સાથે તેના મોહથી બંધાઈ ગયું છે. (૪) ત્યારે ભગવતીને રાજા કહેવા લાગ્યો કે જો તમે ‘શ્રીદેવી'ને જીવિતદાન આપો તો તમારો મોટો ઉપકાર માનીશ. તો હવે જરા પણ વાર ન લગાડો યુવતીને જલ્દીથી જીવાડો.(૫) ૧૭૧ Page #195 -------------------------------------------------------------------------- ________________ S S S 1 3 શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ RSS (મનમોહન સ્વામી - એ દેશી) સૂડી કહે શ્રીકાંતને રે, જો જો મોહનો પાસ રે, રાયજી ગુણરાગી તું સાંભળ ચતુર સુજાણ રે, તું તો અગણિત ગુણમણિ ખાણ રે. રાત્રે સંજીવની મૂળી તણો રે, તાપસી દીધો નાસ રે. રા૦ ૧ તે મૂલીના યોગથી રે, શ્રીદેવી સહુ સાખે રે. રા. ઉઠી આળસ મોડીને, રે, તુજ જીવિત અભિલાષ રે. રા૦ ૨ પુરવાસી જન પેખીને રે, પાખ્યા પરમ ઉલ્લાસ રે. રાત્રે મંગલ તૂર બજાવીને રે, અનુક્રમે આવ્યા આવાસ રે. રાત્રે તાપસીને કહ્યું તમે રે, કહો તે કરું કામ રે. રાત્રે માંગો તે આપું વળી રે, તે બોલી ફરી તામ રે. રાત્રે રાજa તાહરા રાજ્યમાં રે, પામું છું પરમાણંદ રે. રાત્રે કામ નથી માહરે કિડ્યું રે, સાંભળ સુગુણ નરિંદરે. રાત્રે પ્રત્યપકારને કારણે રે, તાપસીને તે તામ રે. રાહ મઢી એક મનોહરુ રે, કરી આપી અભિરામ રે. રા. ૬ અનુક્રમે તાપસી તે મરી રે, આરત ધ્યાન પ્રમાણ રે. રા. વનમાં સૂડી ઉપની રે, તે હું સૂડી તું જાણ રે. રાત્રે દેખી તમે દંપતી રે, ઈહાંપોહે અનૂપ રે. રા. જાતિસ્મરણ પામી તદા રે, જાણ્યું પૂર્વ સ્વરૂપ રે. રાત્રે શ્રી દેવી એમ સાંભળી રે, પામી પૂરણ ખેદ રે. રાત્રે કુમતિ સુગતિ કર્મે લહેરે, સૂડી કહે સુણ ભેદ રે. રાત્રે ૯ સુણ રાજન સૂડી કહે રે, જુઓ વિચારી રાજ રે. રાહ કાયા કરી અલખામણી રે, શ્રીદેવીને કાજ રે. રાત્રે ૧૦ એ દ્રષ્ટાંત જોતાં થકાં રે, સૂડાનો શ્યો દોષ રે. રા. વયણ સુણી સૂડી તણાં રે, પાખ્યો પરમ સંતોષ રે. રાત્રે ૧૧ એહ સંબંધ સાચો સહી રે, જેહ કહો તુમ આજ રે. રા. મુખે માંગો તે આપું હવે રે, કહો તે કરું કાજ રે. રા૦ ૧૨ Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ રા રા માંગ્યું જો આપો મુને રે, સૂડી કહે સુણો સ્વામ રે. રા૦ શુકને છોડો જીવતો રે, નથી બીજું મુજ કામ રે. રા૦ ૧૩ રાજા પ્રતિ રાણી ભણે રે, આપો એહનો કંત રે. રા૦ ભોજન આપો ભાવતાં રે, નિત્ય પ્રત્યે ગુણવંત રે, રા૦ ૧૪ બંધનથી શુક છોડીને રે, રંગે કહે રાજાન રે. જિહાં મન માને આપણું રે, તિહાં વિચરો વન ઉધાન રે. રા૦ ૧૫ તંદુલ દ્રોણના માપથી રે, રક્ષકને કહે રાય રે. એ શુકયુગલને આપજો રે, ક્ષેત્ર થકી ઉચ્છાંહી રે. રા૦ ૧૬ પ્રસાદ પામી ભૂપનો રે, તે શુક યુગ્મ અવિલંબ રે. રા૦ અંબર પંથે ઉડીને રે, આવ્યા જિહાં નિજ અંબ રે. રા૦ ૧૭ સુખે સમાઘે તે રહે રે, સુણ હરિચંદ્ર ભૂપાલ રે. રા૦ ઉદયરત્ન કહે સાંભળો રે, એ કહી ત્રીસમી ઢાળ રે. રા૦ ૧૮ પંખિણી મહાસુખ પામી; તુમે શ્રોતા સુણો ઉજમાલ રે, પં. આગલ કહું વાત. રસાલ રે. પં. ૧૯ ભાવાર્થ : એ પ્રમાણે સૂડી શ્રીકાંતરાજાને કહી રહી છે. હે ગુણાનુરાગી રાજન્ ! સાંભળો. તમે ચતુર છો, તુમે અગણિત ગુણના ભંડારી છો. તમે મોહના બંધનને જુવો ! તાપસીએ સંજીવની મૂળીનો નાસ દીધો. (૧) અને તે મૂલીના પ્રભાવથી ‘શ્રીદેવી’ સહુની સાક્ષીએ તમારા જીવિતની અભિલાષાથી તે આલસ મોડીને ઉઠી. (૨) પુરજન સર્વે તે દેખીને ૫૨મ ઉલ્લાસને પામ્યાં અને અનુક્રમે માંગલિક વાજિંત્રો બજાવતા સહુ રાજભવનને વિષે આવ્યા. (૩) અને હે રાજન્ ! તમે તાપસીને કહ્યું કે તમે જે કહો તે કામ કરી આપું. વળી જે માંગો તે તમને આપું ત્યારે તે તાપસી ફ૨ીવા૨ બોલી કે - (૪) હે રાજન્ ! સાંભળ તારા રાજ્યમાં હું પરમ આનંદને પામું છું. તેથી હે ગુણવંતા ! રાજન્ મારે બીજું કશું જ કામ નથી. (૫) ૧૭૩ Page #197 -------------------------------------------------------------------------- ________________ , SS SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ , , , , આમ તાપસીના ના કહેવા છતાં પણ પ્રત્યુપકાર કરવા માટે એટલે કે તાપસીએ કરેલા | ઉપકારનો બદલો વાળવા માટે હે રાજન્ ! તમે તે તાપસી માટે મનોહર એવી એક મઢી’ બનાવી આપી. (૬) ત્યારબાદ તે તાપસી તે “મઢીમાં સુખે દિવસો પસાર કરવા લાગી અને કોઈ એક દસ વખત તે તાપસી આર્તધ્યાન ધરતી મૃત્યુ પામી અને તે તાપસીમાંથી વનમાં સૂડી તરીકે ની જન્મ પામી અને તે તાપસીનો જીવ જે સૂડી બની તે હું પોતે જ છું. (૭) 3ી અને અહિં આવવાથી દંપતી’ એવા તમને બંનેને જોતાં (શ્રીકાંતરાજા અને શ્રીદેવીને તે જોતાં) ઈહાપોહ કરતાં મને અનોપમ એવું જાતિસ્મરણ જ્ઞાન થયું અને મેં તે પૂર્વભવનું કરી સ્વરૂપ જાણી લીધું. (૮) આ પ્રમાણેની સૂડીની વાતો સાંભળીને “શ્રીદેવી'ને ખૂબ જ ખેદ થવા લાગ્યો. એ વારે જ સૂડી કહેવા લાગી કે કુગતિ કે સુગતિ પ્રાપ્ત કરવી તે કર્મને આધીન છે. કર્મ પ્રમાણે જીવ રિકી સુગતિ કે દુર્ગતિ નક્કી કરે છે અને મૃત્યુ બાદ જીવ તે ગતિને વિષે ગોઠવાઈ જાય છે. (૯) વળી સૂડી કહેવા લાગી કે, હે રાજન્ ! સાંભળો અને વિચાર કરી જુઓ કે “શ્રીદેવી'ની ખાતર તમે તમારી કાયાને અળખામણી કરીને ? તણખલાને તોલે કરીને ? (૧૦) આ પ્રમાણેનું દૃષ્ટાંત જોતાં હે રાજન્ ! તમે જ કહો કે આમાં સૂડાનો શો દોષ છે ? કંઈ કરી જ નહિ એ પ્રમાણે સૂડીનું વચન સાંભળી રાજા પરમ સંતોષને પામ્યો. (૧૧) અને કહેવા લાગ્યો કે, હે સૂડી ! તે જે સંબંધ કહ્યો છે તે સાચો કહ્યો છે. હું તારા પર દિ સંતુષ્ટ થયો છું, તો હવે તું જે કહે તે કામ તારું કરૂં અને મુખેથી જે માંગે તે તને આપું. બોલ ની શું આપું? (૧૨) તે સાંભળીને સૂડી કહેવા લાગી કે, જો તમે મને મોં માંગ્યુ આપવા તૈયાર છો તો તમે હે રાજન્ ! મારા સ્વામી એવા આ શુકને જીવતો છોડો? તેને અભયદાન આપો એજ મારૂં કામ છે બાકી મારે બીજું કંઈ જ કામ નથી. (૧૩) તે વારે રાણી પણ રાજાને કહેવા લાગી કે, હે રાજન ! એહના કંતને એને સોંપી દો ! દિ એને જીવિતદાન આપો તેમજ હે ગુણવંતા રાજન્ ! નિત્ય આ શુક્યુગલને ભાવતાં ભોજન ની પણ આપો ! (૧૪) ત્યાર પછી શુકનું બંધન છોડીને રાજા આનંદથી કહેવા લાગ્યો કે, જ્યાં તમારું મન SB માને ત્યાં વનમાં કે ઉદ્યાનમાં આનંદથી તમે રહો ! આનંદથી ફરો ! (૧૫) Page #198 -------------------------------------------------------------------------- ________________ SSSSSSSSSSSS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ત્યાર પછી રાજાએ “શાલિપાલને (રક્ષક) કહ્યું કે શાલિના ક્ષેત્રમાંથી આ શુકયુગલને હંમેશા તંદુલ એક દ્રોણના માપથી ઉત્સાહપૂર્વક આપજો. (૧૬) આ પ્રમાણે રાજાની મહેર પામીને તે શુક્યુગલ અવિલંબપણે ગગનપંથે ઉડીને જ્યાં ક્રિ પોતાનો આંબાડાળે વાસ હતો ત્યાં આવ્યાં. (૧૭) અને હવે તે હરિચંદ્ર રાજન્ સાંભળ. તે કીરયુગલ ત્યાં સુખ સમાધિથી રહે છે. એમ ઉદયરત્નવિજયજી મહારાજ કહે છે. તે શ્રોતાજનો ! આ ત્રીસમી ઢાળ પૂર્ણ થઈ. પંખિણી મહાસુખને પામી અને હવે આગળ અધિક રસસ્પદ વાત તમે સૌ ઉજમાલ થઈને સાંભળો. (૧૮, ૧૯) Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ એકત્રીસમી || દોહા || પૂરણ દિવસે પોપટી, પ્રસવ્યા ઈંડા દોય; માળે મનમોર્દ કરી, સેવે તેહને સોય. ૧ તેહની શોક્યે તિણ સમે, તે આંબે સુવિવેક; નિજ નીડે મનરંગશું, પ્રસવ્યું ઈંડુ એક. ૨ એક દિન અલગી તે ગઈ, કિરી ચૂણને કામ; વાંસે વડી સૂડી હવે, તે ઈંડુ હરે તામ. ૩ મારે મુસે છલબલે, કમટે કરે કુહાલ; સુરનર પંખી જાતિમાં, શોક્ય સમું નહિ સાલ. ૪ ચારો કરી લઘુ પોપટી, માળે આવી જામ; નિજ ઈંડુ દીઠું નહિ, ધરણીતલ પડી તામ. ૫ તેહને દેખી વિલપતી, પામી પશ્ચાતાપ; વડી વિચારે ચિત્તમાં, કિહાં છૂટીશ એ પાપ. ૬ તે ઈંડુ ઈમ ચિંતીને, માલે મેલ્યું તેમ; ગુપ્તપણે પ્રચ્છન્ન ગતિ, શૂકી ન જાણે જેમ. ૭ લઘુ સૂડી ભૂ લોટીને, ફરી માળો જુએ જામ; ઈંડુ તે અવલોકીને, મહાસુખ પામી તામ. ૮ દુ:ખદાયક વડી સૂડીએ, બાંધ્યો કર્મનો બંધ; એક ભવને અંતરે, આગળ કરશે ધંધ. ૯ ભાવાર્થ : શુકયુગલ રાજાની મહેર પામ્યા બાદ માળે આવ્યા અને પોપટીએ બે ઈંડાને પ્રસવ્યા ત્યારબાદ મનનાં આનંદ સાથે તેહનું સેવન કરે છે. (૧) અને તે પોપટીની શોધ્યે પણ તે આંબાને વિષે પોતાના માળામાં મનરંગથી એક ઈંડુ પ્રસવ્યું. (૨) કોઈ એક વખત પહેલી કીરી ચૂણ લેવા માટે માળાને છોડીને દૂર ગઈ. તે વખતે મોટી સૂડીએ નાની સૂડીનું ઈંડુ હરણ કરી લીધું. (૩) ૧૭૬ Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ હવે તે સૂડી શોક્યના ઈંડાને મારે છે, મસળે છે, હચમચાવે છે અને કમટે તેનાં કુહાલ કરે છે. ખરેખર દેવલોકમાં, મનુષ્યોમાં અને પશુ-પંખીની જાતિમાં ક્યાંય પણ શોક્ય સમુ બીજું કોઈ દુ:ખ નથી. (૪) ત્યારબાદ ચા૨ો ક૨વા ગયેલી લઘુ પોપટી ચારો લઈ જ્યારે માળે આવી ત્યારે પોતાનું ઈંડુ જોયું નહિ, તેથી બેભાન થઈ ધરણીતલ ૫૨ પડી. (૫) એ પ્રમાણે લઘુ પોપટીને વિલાપ કરતી જોઈને વડી પોપટી પશ્ચાત્તાપપૂર્વક ચિત્તમાં વિચારવા લાગી કે આવા પાપથી હું ક્યાં છૂટીશ ? મારી શું હાલત થશે ? (૬) એ પ્રમાણે વિચારીને વડી પોપટી ગુપ્તપણે પ્રચ્છન્ન ગતિથી લઘુ પોપટી ન જાણે તેમ તેનું ઈંડુ પાછું મૂકી આવી. (૭) ત્યારબાદ લઘુપોપટી પૃથ્વીતલને વિષે આળોટીને ફરી પોતાના માળામાં જુવે છે તો ત્યાં પોતાનું ઈંડું જોઈને તે મહાસુખ પામી. (૮) પરંતુ વડીસૂડીએ ઇંડુ થોડો સમય માટે હરણ કર્યું તેથી દુ:ખદાયક એવું મહાકર્મ ઉપાર્જન કર્યું અને એક ભવના અંતરે આગળ તેને કર્મ ઉદયમાં આવશે. અર્થાત્ તે કર્મના વિપાકને ભોગવવા પડશે. ખરેખર જ્ઞાની ભગવંત કહે છે, ક્ષણની મજા સાગરોપમની સજા આ વાત જરા પણ ખોટી નથી. (૯) - (રાગ : મારૂ જિનગુણ ગાતાં લાજ લાગે તો લાગજો કે લાગે) અનુક્રમે ઈંડા હોય, સૂડાસૂડી પણે રે કે સૂડાસૂડી પણે રે યુગલ નીપનું સોય, વડી સૂડી તણે રે કે, વડી તે ક્રીડે ઉધાને, રમે નિજ આંગણે રે કે, રમે૦ નૃપદત્ત શાલિને ઠામ, જઈને તે સૂણે રે કે, જઈને ચારણ શ્રમણ મુણિંદ, આવ્યા તિહાં અન્યદા રે કે, આવ્યા ભેટવા ૠષભ જિણંદ, ઉલટ આણી મુદા રે કે, ઉલટ૦ તિણ સમે પૂરજન રાય, લેવા સુખ સંપદા રે કે, લેવા૦ અક્ષત ફૂલે જિણંદ, પૂજે છે તદા રે કે, અક્ષતપૂજા લાભ, પૂછે ગૃપ વંદીને રે કે, ઉપદેશમાં અણગાર, કહે ફલ માંડીને રે કે, પૂજે ૧૭૭ પૂછે કહે ૧ ર Page #201 -------------------------------------------------------------------------- ________________ Sો છે. શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ અક્ષય સુખ લહે તેહ કે કર્મ નિકંદીને રે કે, કર્મ પુનરપિ પ્રણમી પાય, સહુ આણંદીને રે કે, સહુ૦ ૩ પહોંત્યા સહુ નરનારી, નિજ નિજ મંદિરે કે, નિજ વિહાર કરે મુનિરાય કે, પંખીની પરે રે કે, પંખી સાધુવચન સુણી તામ, સૂડી પતિને કહે રે કે, સૂડી. જિનવર પૂજે જેહ, અક્ષય સુખ તે લહે રે કે, અક્ષય. ૪ આજથી આપણ એહ કે પૂજા આદરો રે કે, પૂજાઅક્ષતના ત્રણjજ કે, પ્રભુ આગે ધરો રે કે, પ્રભુ ઉત્તમ શાલિ અખંડ, ચંચુપટમાં ગ્રહિ રે કે, ચંચુ જિન આગે મનરંગ, ધરે તે વહી રે કે, ધરે.૦ ૫ અપત્ય સાથે અનદિન, ઈણીપર નેમશું રે કે, ઈણી ચિત્તમાંહી ધરી ચૂપ કે પૂજે પ્રેમ શું રે કે, પૂજે૦ ઈમ પૂજી જિનરાજ કે, અંત સમે મરી રે કે, અંત, તે ચારે સુરલોક, પહોંત્યા પુણ્ય કરી રે કે, પહોંટ્યા. ૬ અનુક્રમે શુકનો જીવ, સુરસુખ ભોગવી રે કે, સુર૦ હેમપુરે થયો રાય, કે સુરલોકથી આવી રે કે, સુર૦ નૃપ હેમપ્રભ ઈણનામ કે, પ્રતાપે દિનમણિ રે કે, પ્રતાપે૦ રિપુદલ ગંજન સિંહ કે, શૂર શિરોમણિ રે કે, શૂર૦ ૦ સૂડી તણો પણ જીવ, થયો તે રાજ્યની રે કે, થયો. જયસુંદરી ઈર્ણનામ, થઈ પટ રાગિની રે કે, થઈ શોક્ય તણો જે જીવ કે, ભવ બહુલા કરી રે કે, ભવ તે નૃપની થઈ નારી, નામે રતિસુંદરી રે કે, નામે ૮ અન્ય રાણી સવા પાંચ કે, છે રંભા જિસી રે કે, છે તો પણ પહેલી હોય, રાજાને મન વસી રે કે, રાજા, ભુજલ મહીભુજ જેણે કે, વશ કીધા બહુ રે કે, વશ૦ જાસ અખંડિત આણ કે, સીસ ધરે સહુ કે, સીસ. ૯ Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ સ્વજન અન્ય દિવસ અસરાલ કે, સહસા ઉપન્યો રે કે, સહસા॰ તીવ્ર જ્વરે તતકાલ, તપ્યો તનુ ભૂપનો રે કે, તપ્યો નખ શિખ લગે અનંત કે વેદના વિસ્તરી રે કે, વેદના પાવક ઝાળ સમાન ઘણી તે આકરી રે કે, ઘણી તનશુદ્ધિ અન્નપાન, ગયું સવિ વિસરી રે કે, ગયું૰ વનિતા વિલેપે અંગ કે ચંદને કરી રે કે, ચંદને ઉદક વિના જિમ મીન કે, તિમ ધરણી તલે રે કે, તિમ૦ અંગ વિલોલે આપ કે, ઉંચો ઉછલે રે કે, ઉંચો અનેક કર્યા ઉપચાર કે, નિષ્ફળ તે થયા રે કે, નિષ્ફળ હાથ ખંખેરી વૈધ, સ્વજન સહુ કો રહ્યા રે કે, પુરજનને રાજલોક, શોકાતુર ચિંતવે રે કે, શોકા॰ અરે ! અરે ! ભગવંત ! કે શું થાસ્યે હવે રે કે, શું॰ ૧૨ ઈણીપરે દિન સાત, ગયા યુગની પરે રે કે, ગયા॰ દેવપૂજા તપ દાન, દયાધર્મ આદરે રે કે, દયા૦ મનશું ઝૂરે લોક, ઘરે દુઃખ કામિની રે કે, ધરે સાતમા દિવસની એમ ગઈ મધ્ય જામિની રે કે, ગઈ ૧૩ પ્રગટ્યો રાક્ષસ એક, કહે સુણ ભૂધણી રે કે, કહે તુજ ઉપર એક નારી, ઉતારી આપણી રે કે, ઉતારી૦ અગ્નિકુંડે પ્રક્ષેપ કરે, તો આજથી રે કે, કરે૦ નાસે તનથી રોગ, નહિ તો જીવિત નથી રે કે, નહિ ઈમ કહીને અદ્રશ્ય થયો તે, જેટલે રે કે, થયો અવનીપતિ મનમાંહી, વિચારે એટલે રે કે, વિચારે૦ દેખું છું ઈંદ્રજાલ કે, એ સાચુ સહી રે કે, એ સાચુ પ્રત્યક્ષ રાક્ષસ રૂપ કે ગયો મુજને કહી રે કે, ગયો૦ ઈમ વિવિધ આલોચ, કરે વસુધાધણી રે કે, કરે૦ અનુક્રમે થયું પ્રભાત, ઉગ્યો અંબરમણિ રે કે, ઉગ્યો મારુ રાગે એ ઢાલ, કહી એકત્રીસમી રે કે, કહી ઉદયરતન મનરંગ શ્રોતાજનને ગમી રે કે, શ્રોતા૦ ૧૬ ૧૭૯ ૧૦ ૧૧ ૧૪ ૧૫ Page #203 -------------------------------------------------------------------------- ________________ SSSS S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ | ભાવાર્થ ત્યારબાદ અનુક્રમે વડીલૂડીથી પ્રસવેલા બે ઈડા સૂડા-સૂડી પણ યુગલરૂપે છે ની બંને ઈડા તૈયાર થયા. તે યુગલ હવે પોતાનાં આંગણે ઉદ્યાનમાં રમી રહ્યાં છે અને કોઈ | એક વખત રાજાએ આપેલા શાલિનું જે સ્થાન હતું ત્યાં જઈને સાંભળે છે, તે શું સાંભળે છે. Mી તે કહે છે. (૧) હવે કોઈ એક વખત ચારણશ્રમણ મુનિ હર્ષપૂર્વક મનમાં ઉલટ આણી ત્યાં રહેલા છે | જિનમંદિરે શ્રી ઋષભદેવ પ્રભુના દર્શન કરવા માટે આવ્યાં તે સમયે નગરજનો અને રાજા નિ | સુખ સંપદા પ્રાપ્ત કરવા માટે જિનેશ્વર ભગવાનની અક્ષત અને ફૂલથી પૂજા કરી રહ્યા છે. (૨) કે પૂજા કર્યા બાદ રાજા ચારણશ્રમણ મુનિને વંદન કરી અક્ષતપૂજાથી શું લાભ થાય તે | પૂછી રહ્યા છે. ત્યારે મુનિવર પણ ઉપદેશમાં અક્ષતપૂજાથી શું લાભ થાય તે વિસ્તારથી કહી રહ્યા છે કે, અક્ષતપૂજાથી કર્મને નિકંદીને જીવ અક્ષય સુખને પ્રાપ્ત કરે છે. ફરી આનંદથી ની મુનિવરના ચરણકમલને વિષે નમસ્કાર કરી. (૩) | સર્વે નરનારી પોતપોતાના મંદિરે (આવાસ) પહોંચ્યા અને મુનિવરે પણ પંખીની જેમ ની ત્યાંથી વિહાર કર્યો. આ તરફ મુનિના વચન સાંભળી સૂડી પોતાના પતિને કહેવા લાગી કે, કે | હે સ્વામીનું ! જે જીવ જિનવરની પૂજા કરે છે તે અક્ષયસુખને પ્રાપ્ત કરે છે. (૪) Rી તેથી તે સ્વામીનું ! આજથી આપણે પણ અક્ષતપૂજા કરવાનું ચાલુ કરીએ. અક્ષતના કિસ 5 ત્રણપુંજ પ્રભુની આગળ ધરીએ અને તે પ્રમાણે અખંડ શાલિ ઉત્તમ પ્રકારના ચંચુપટમાં Rી ગ્રહણ કરી મનરંગે જિનવર આગળ જઈને ધરે છે. (૫) છે એ પ્રમાણે હંમેશા પુત્રાદિ પરિવાર સાથે આ પ્રમાણે નિયમપૂર્વક ચિત્તને સમાધિમાં | રાખી પ્રેમથી જિનવરની અક્ષત વડે પૂજા કરે છે. એ પ્રમાણે જિનવરની ભક્તિ કરતાં થકાં દિ અંત સમયે આયપૂર્ણ કરીને ચારેય જણાં પુન્યકર્મ કરી દેવલોક પહોંચ્યા. (૬) ત્યારબાદ શુકનો (પોપટ) જીવ સુરસુખ ભોગવી સુરલોકથી અવી હેમપુરનગરને Tી વિષે સૂર્ય સમાન તેજસ્વી રિપુદલને ગંજવા સિંહ સમાન, શૂરવીરોમાં શિરોમણી હેમપ્રભ કરી નામે રાજા થયો. (૭) અને સૂડીનો જીવ પણ સુરલોકથી ચ્યવી તે જ રાજાની જયસુંદરી નામે પટ્ટરાણીપણે | ઉત્પન્ન થયો અને જે વડી સૂડી શોક્ય હતી તે પણ ઘણાં ભવ ભમતી તે રાજાની રતિસુંદરી દિની નામે રાણી થઈ. (૮) tી તે હેમપ્રભ રાજાને બીજી પણ રૂપે રંભા સમાન પાંચસો રાણીઓ છે. તો પણ પહેલી બે ત્રિી જયસુંદરી અને રતિસુંદરી આ બે રાણી રાજાને વિશેષ મન વસી છે અને તે રાજાએ પોતાના ભુજબલથી ઘણા રાજાઓને વશ કર્યા છે અને તે દરેક રાજાઓ અખંડપણે હેમપ્રભ ન રાજાની આજ્ઞાને મસ્તકે ચઢાવે છે. (૯) Page #204 -------------------------------------------------------------------------- ________________ છે . . શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) | S S 1 2 કોઈ એક દિવસ અચાનક રાજાના શરીરે તીવ્ર વર રોગ ઉત્પન્ન થયો, તેથી રાજાનું શરીર ખૂબ જ તપવા લાગ્યું. નખથી મસ્તક સુધી તેને અનંતી વેદના થવા લાગી, જાણે કે આકરી અગ્નિની વાળા શરીરમાં ઉઠવા લાગી. (૧૦). તે વેદના એટલી બધી વધી કે રાજા પોતાના શરીરની શુદ્ધિ રાખી શકતો નથી. ખાવુંપીવું બધું જ વિસરી ગયો છે. ત્યારે સ્ત્રીઓ ચંદન વડે રાજાના શરીરે વિલેપન કરે છે પરંતુ પાણી વિના જેમ માછલી ધરણીતલ પર તરફડે છે તેમ ચંદનના વિલેપનથી રાજા વધુ ઊંચો ઉછલે છે. વધુ પીડાય છે. (૨૧) અનેક ઉપચારો કર્યા છતાં તે સર્વે નિષ્ફળ ગયા. વૈદ્યો હાથ ખંખેરીને ચાલતાં થયા. હવે સ્વજન સહુ ત્યાં રહ્યા છે. પુરજન અને રાજલોક શોકાતુર થયા થકા વિચારે છે. ચિંતવન કરે છે. અરે ! અરે ! હે ભગવંત ! હવે શું થશે ? અમે શું ઉપાય કરીએ? (૧૨) - આમ કરતા સાત દિવસ વ્યતીત થયા જાણે કે એક યુગ પૂર્ણ થયો અને રાજ્યમાં દરેકે દેવપૂજા – તપ - દાન અને દયાધર્મ કરવાનું ચાલુ કર્યું. લોકો મનથી ખૂરી રહ્યા છે. પત્નિઓ દુ:ખ ધરી રહી છે. એમ કરતા સાતમા દિવસની મધ્ય રાત્રી થઈ રહી છે. (૧૩) તે સમયે એક રાક્ષસ પ્રગટ થયો અને રાજાને કહેવા લાગ્યો કે, હે રાજન્ ! સાંભળ. | તારી એક રાણીને તારા શરીરપર ઉતારીને અગ્નિકુંડમાં નાંખે તો આજથી તારા શરીરનો રસ રોગ નાશે અને તે પ્રમાણે નહિ કરે તો તારું જીવિત નથી (તે જીવી શકીશ નહિ) એમ સમજજે. (૧૪) એમ કહીને તે રાક્ષસ જેટલામાં અદ્રશ્ય થયો તેટલામાં પછી અવનીપતિ મનમાં વિચારવા લાગ્યો કે શું હું આ ઈદ્રજાળ દેખું છું કે સાચું દેખું છું કે સાચે રાક્ષસ પ્રત્યક્ષ થયો હશે? અને મને આ પ્રમાણે કહ્યું તે પણ શું સાચું હશે ? કંઈ સમજાતું નથી. (૧૫) એ પ્રમાણે અનેક પ્રકારના વિચાર વસુધાપતિ કરી રહ્યો છે. તેટલામાં અંબરમણિ (સૂર્ય) ઉગ્યો અને પ્રભાત થયું. એ પ્રમાણે મારુ રાગમાં એકત્રીસમી ઢાળ ઉદયરત્નવિજયજી મહારાજે મનરંગે શ્રોતાજનોને ગમી તેવી રીતે કહી છે. આલ્હાદ ઉત્પન્ન થાય તે રીતે કહે છે. (૧૬) Page #205 -------------------------------------------------------------------------- ________________ 757;7E7%E7%E7%;a:0::::::::::::::::// S SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ SGST ઢાળ બત્રીસમી | | દોહા .. મહિપતિએ મંત્રીને કહ્યો, રાત્રિનો વિરતંત; તે કહે જીવિત કારણે, એ સહી કીજે તંત. ૧ પર હણી પોતે જીવતા, એ નહિ ઉત્તમ રીત; તે માટે વિવિધ સહી, હું ન કરું એ નીત. ૨ રાણી સઘળી તેડીને, સચિવ કહે સુણો વાત; મૂલ થકી માંડી કહાો, રાક્ષસનો અવદાત. ૩ મંત્રી વચને માનીની, અધોમુખી સવિશેષ; નિજ જીવિત લોભે કરી, ઉત્તર નાપે એક. ૪ સુખ વેળા સહુકો સગુ, કઠણ સમે નહિ કોય; સ્વજન સાચા તે સહી, જે મરવા હાજર હોય. ૫ હસિત વદન હરખે કરી, રતિસુંદરી કહે રંગ; અવનીપતિ ઉગારવા, આપુ હું નિજ અંગ. ૬ તે જીવિત શ્યા કામનું, જે નાવે પિચકાજ; મરતાં મોટો લાભ છે, જે જીવે મહારાજ. ૭ ભાવાર્થ સાતમા દિવસની મધ્યરાત્રિએ રાક્ષસ આવીને ગયો. રાજા વિચારે ચઢયો રે K અને ત્યાર પછી રાજાએ તે રાત્રીનો સઘળો વિરતંત મંત્રીને કહી સંભળાવ્યો. તે વારે મંત્રીશ્વર પણ કહેવા લાગ્યા કે, હે રાજન્ ! જીવિત માટે એ કાર્ય પણ કરી જોઈએ. (૧) ત્યારે રાજા કહેવા લાગ્યો કે, હે મંત્રીશ્વર ! બીજાને હણીને પોતે જીવવું એ ઉત્તમ રીત દ નથી. તે માટે મન - વચન - કાયાના ત્રિવિધયોગે હું એ કાર્ય કરી શકીશ નહીં. (૨) માં આ પ્રમાણેની રાજાની વાત સાંભળીને મંત્રીશ્વર પહોંચ્યા સીધા રાણીઓનાં આવાસે રે Sી અને મંત્રીશ્વરે પાંચસો રાણીઓને એક્કી કરીને રાક્ષસ જે વાત કરીને ગયેલો તે સર્વે વાત, કરી તેઓને મૂલથી કહી સંભળાવી. (૩) મંત્રીના મુખથી રાક્ષસની વાતો સાંભળીને પાંચસો રાણીઓ નીચું મુખ રાખીને બેસી રે દિ ગઈ. પોતાના જીવિતના લોભથી એક પણ ઉત્તર આપતી નથી. (૪). WW N CBI SAWWWWWWWW : Page #206 -------------------------------------------------------------------------- ________________ SS SS S SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) S ; ખરેખર સુખમાં તો સહુકોઈ સગુ થતું હોય છે પણ દુઃખના સમયે કોઈ સામું જોતું . નથી. સાચા સ્વજન તે કહેવાય કે, જે સુખમાં કે દુઃખમાં બધે જ સહાય કરે અને અવસર આવે પોતાના પ્રાણ આપવા પણ તૈયાર થાય. (૫). - ત્યારબાદ હર્ષિતવદને આનંદપૂર્વક રતિસુંદરી કહેવા લાગી કે, હે મંત્રીશ્વર ! સાંભળો અવનીપતિને બચાવવા હું મારું શરીર, મારૂં અંગ ઉતારી આપવા તૈયાર છું. (૬) જો આપણે પતિના સુખમાં સુખી ન થઈએ અને તેમના દુઃખે દુઃખી ન થઈએ અને અવસર પ્રાપ્ત થયે જો મરવા તૈયાર ન થઈએ તો તેવું જીવન પણ શા કામનું ! માટે મારું જીવન હોમતાં જો મહારાજા જીવંત થતાં હોય તો તેમાં મને મોટો લાભ જ થશે ! (૭) (રાગ : રામગિરિ : આખ્યાનની દેશી) ગોખને હેઠે અગ્નિકુંડજી, વેગે કરાવો વારુ પ્રચંડ જી. રતિરાણીની ઈમ સુણી વાણીજી, મનમાં હરખ્યો મંત્રી ગુણખાણીજી. બુટક ગુણ જાણી ગેલે ગોખ હેઠ, કુંડ કર્યો તતકાલ, અગર ચંદન કાષ્ઠ પૂરી, નામી વૃતની નાલ, વિકરાલ ઝાળ વિલોલ માલા, અનલ પસર્યો જામ, લોક તિહાં લાખો ગમે, જોવા મલ્યા બહુ તા. ૧ ઢાળઃ શશિવયણી સજી શૃંગારજી, તિહાં આવી જિહાં ભરતારજી, પાય નમીને પદમીની ભાણેજી, કોમલ વચને સહુની સાખેજી ગુટકઃ સહુ તણી સાખે સુંદરી તે, કંતને કહે ગહગહી; અંગ માહર ઉતારું છું, સ્વામી તુમ ઉપરે સહી, ભદ્રે ! તજે કાં જીવ જોને, જ્ઞાન મન સાથે ધરી, સુખદુઃખ સરજ્યા પામી, લિખ્યું મટે નહિ સુંદરી. ૨ ઢાળ: કર્મ ન છૂટું હું તુજ સાટેજી, પ્રાણ તજે કાં મુજ માટેજી, રતિસુંદરી કહે શિર નામીજી, સફલ થશે જીવિત મુજ સ્વામીજી, ગુટકઃ જીવિત માહરું સફળ થાશે, તુમ ઉપર ઉતારતાં, કરી પ્રણામ તે થઈ તત્પર, કામિની નૃપ વારતા, કાયાં ઉતારી કંત ઉપરે, લોક સહુ જોવા મલ્યા, શોક્ય સહાળી થઈ ઝાંખી, ગર્વ સર્વેના ગયા. ૩ Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ: રાણીનો જોજો મન રંગજી, નૃપ ઉપર ઉતારી અંગજી, ગજગામીની મનને ગેલેજી, ગોખે ચડીને પડતું મેલેજી, ત્રુટક પડવા તે જેહવે અગ્નિકુંડે, ગોખથી દે ફાલ, પ્રત્યક્ષ રાક્ષસ ધૈર્ય દેખી, તે આવ્યો તતકાલ, અગ્નિકુંડે પડી આવી, જિણે સમે તે બાલ, પડતાં તે ઝાલી રાક્ષસે, અંતરીક્ષથી તેણે કાલ. ४ ઢાળ યુવતી લેતાં કુણે નવિજાણીજી, પુરને પરીસરે અલગી આણીજી, રાક્ષસ જંપે મનને રાગેજી, તૂઠો આપું જે તું માગેજી. ત્રુટક તૂઠો હું તારા સર્વથી, વર આપું તુજ, સા કહે સ્વામી સાંભળો, એક કહું મનનું ગુઝ, માત-પિતાએ મળી મુજને, આપ્યો છે વર એક તો બીજા વરને શું કરું, તુમે સાંભળો સુવિવેક. ઢાળ તો પણ ભદ્રે માંગ તું આજજી, તૂઠો સારું વાંછિત કાજજી, દેવનું દરશન થયું જેહજી, નિષ્ફલ ન હોય નિશ્ચે તેહજી. ત્રુટક : નિશ્ચય કરીને આપ મુજને, કંત તું સાજો કરી, માગું છું મુખ એટલું, સહી પૂર આશા માહરી, મુજ વચને તુજ મન કામના સહી સિદ્ધ થાશે એહ, ઈમ કહી અભિનવ દિવ્ય ભૂષણ, શોભા તસુ દેહ. ઢાળ હવે નૃપ આદિ સહુ નગરના લોકજી, સહુ મળીને ધરે મન શોકજી, કંતને કાજે બાળી કાયાજી, અહીં જોજો રાણીની માયાજી. ત્રુટક : રાણીતણા મહાસત્વ માટે, રાક્ષસે અભિરામ, ૬ કનકમય તિહાં કમલ કીધું, અનલ ટાળી તામ, સહસદલ તે કમલ ઉપરે, ઠવી અબલા તેહ, દેવ ગયો નિજથાનકે, ઉપગાર કીધો એહ. ૫ ૧૮૪ ܩ ઢાળ કનક ને કમલે જિમ શ્રીદેવીજી, તે રાણી સોહે તિહાં તેવીજી પુરજન પેખી અચરીજ પાવેજી, અક્ષત ફૂલે લોક વધાવેજી. Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ લોક . આશીષ જંપે, સીસ નામી પાય, સહુ સંકટ દેખી જીવ સાથે, જીવાડ્યો તુમે રાય, દેવની સાન્નિધ્યે ગૃપનો, εις નાઠો દૂર, ઉત્સવ થાયે અતિ ઘણાં, તવ વાગ્યા મંગલ તૂર. ઢાળ એ રાણીનો સાચો પ્રેમજી, ભૂપતિ ભાખે વળી વળી એમજી, મનની રીઝે કહે મહારાજજી, માંગો તે આપું વર આજજી. ત્રુટક : વરવદે વનિતા ત્રિવિધ તુમવિણ, અવર વરનું નેમ, વેચાતો તેં મને લીધો, અવનીપતિ કહે એમ, હસી બોલે ભૂપ ભદ્રે ! કહે તે કારજ કોય, વચન મનમાં વિચારીને, કરજોડી કહે સોય. ઢાળ હમણાં વર રાખો તુમ પાસેજી, થાપણ મેલું છું ઉલ્લાસેજી, માંગી લેઈશ અવસર આવેજી, ભૂપ ભણે લેજો પ્રસ્તાવેજી. ત્રુટક પ્રસ્તાવ આવે માંગી લેજો, મુજ કને વર એહ, રખે મનશું લાજ રાખો, સુણપ્રિયે ! સસનેહ, સુખે વિચરે દંપતી હવે, ઉદય થયો ઉલ્લાસ, ઢાળ કહી બશીસમી એ, સુણો શ્રોતા ખાસ. ૧૦ ત્રુટક : ૯ ભાવાર્થ : હવે મંત્રીશ્વર રતિસુંદરીની એ પ્રમાણે વાણી સાંભળીને મનથી અત્યંત હર્ષિત થયો થકો જલ્દીથી ગોખની નીચે સુંદર અને પ્રચંડ એવો અગ્નિ કુંડ તૈયા૨ કરાવે છે અને રતિસુંદરીના ગુણના ગેલે ગોખ નીચે તતકાલ કુંડ તૈયાર થઈ ગયો તે કુંડને અગર, ચંદનના કાષ્ઠથી પૂરી તેમાં ‘ઘી’ની નાલ નાંખી અને અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે તેની વિકરાલ જ્વાલામાલાની જાણે શ્રેણી ન હોય તેવી દેખાવા લાગી અને જ્યાં અગ્નિ પ્રસરવા લાગ્યો ત્યારે લાખો લોકો ત્યાં જોવા મલ્યા છે. (૧) તે વારે શશિવદની એવી રતિસુંદરી સોળ શૃંગાર સજી જ્યાં પોતાના સ્વામીનૢ રહેલાં છે ત્યાં આવી અને પોતાના ભરતા૨ને પગે લાગી પદ્મીની એવી તે કોમલ વચનથી સહુની સાક્ષીએ કહેવા લાગી કે, હે સ્વામીન્ સાંભળો ! હું તમારા પર માહરું અંગ ઉતારી આપું છું જેથી આપનું સ્વાસ્થ્ય સારું થાય. તે સાંભળી રાજા કહેવા લાગ્યો કે, હે ભદ્રે ! તું જ્ઞાનથી અને મનથી વિચારીને જો. લલાટે જે સુખદુઃખ લખાયા હોય, સર્જાયા હોય તે મીટાડ્યા મટતા નથી. માટે હે સુંદરી ! તું શા માટે તારા પ્રાણ તજે છે ? (૨) ૧૮૫ Page #209 -------------------------------------------------------------------------- ________________ ESS SS SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ છે વળી મેં જેવા કર્મ બાંધ્યા હશે તેવા કર્મના વિપાક મારે ભોગવવાં જ પડશે. હું તારા Sી પ્રાણ આપવા માટે કંઈ કર્મથી છૂટી શકીશ નહિ. તો મારા માટે તું પ્રાણ ત્યજવા શા માટે તૈયાર થઈ છે ? તે પ્રમાણેના રાજાના વચન સાંભળીને રતિસુંદરી મસ્તક નમાવી કહેવા કે ની લાગી કે, હે સ્વામીનું ! તમારા માટે મારા હું જો પ્રાણ ત્યજીશ તો પણ મારું જીવિત Sી સફલતાને પ્રાપ્ત કરશે. માટે તમારા માટે હું મારું શરીર ઉતારું છું એમ કહી પોતાના પિયુને આ પ્રણામ કરી રાજાના રોકવા છતાં પણ રતિસુંદરી અગ્નિકુંડમાં પડવા તૈયાર થઈ ત્યારે લાખો માં $ લોકો તે દ્રશ્ય જોવા ભેગાં થયા છે અને બાકીની સઘળી રાણીઓ ઝાંખી થઈ ગઈ અને તે કે ની સર્વરાણીના ગર્વ ગળી ગયા. (૩) હવે રતિસુંદરીના મનનો રંગ તો જુવો કે અબળા સુકોમલ એવી તે પિયુની માટે | R; પોતાના શરીરની પરવા કરતી નથી એટલું જ નહિ, પોતાના પ્રાણની પણ પોતે પરવા કર્યા વિના પોતાના સ્વામી માટે ગજગામિની એવી તે હર્ષ સાથે ગોખેથી અગ્નિકુંડમાં પડતું મેલે | છે. હવે જ્યારે તે ગોખથી પડતું મેલવા ફાલ ભરે છે ત્યારે રતિસુંદરીનું અદ્ભુત ધર્ય, દિન સાહસ દેખી રાક્ષસ પ્રત્યક્ષ થયો થકો તતકાલ ત્યાં આવ્યો અને અગ્નિકુંડમાં પડતી એવી તે બાલાને રાક્ષસે આકાશથી પડતાં જ ઝીલી લીધી. (૪) રતિસુંદરીને પકડતાં કોઈએ જોયું નહિ. કોઈને તે દૃશ્ય દેખાયું નથી. પણ રાક્ષસે તે Sી ઝીલીને નગરીના દૂરના પરિસરમાં લાવીને મૂકી તે વારે રાક્ષસ મનના આનંદ સાથે કહેવા લાગ્યો કે, હે બાલા ! હું તારા પર સંતુષ્ઠ થયેલો છું, તેથી તું જે વરદાન માંગે તે હું તને આપું. બોલ તારે શું જોઈએ ? તે સાંભળી રતિસુંદરી કહેવા લાગી કે, તે સ્વામી સાંભળો. ની તમે મારા સત્વથી મને વરદાન આપવા ઈચ્છો છો પણ મારા મનની ગુઝ કહું છું તે E સાંભળો કે મારા માતા-પિતાએ મલીને મને એક વર આપ્યો છે, તો હું બીજા “વર’ને શું ? દકી કરું(૫) 6 રતિસુંદરીના એવાં વચન સાંભળીને રાક્ષસ કહેવા લાગ્યો કે, હે ભદ્રે ! તને ભલે કશું ? | જોઈતું નથી પણ દેવનું દર્શન ક્યારે પણ નિષ્ફળ જતું નથી તેથી તું કહે તે કાર્ય સંતુષ્ટ | થયેલો હું કરી આપું. તે પ્રમાણે સાંભળીને સુંદરી કહેવા લાગી કે, જો તું આપવા નિક્ષે | તૈયાર છે તો નિશ્ચય કરીને મને મારો “કંત' સાજો કરીને આપ. મારા મુખેથી હું એટલું | માંગુ છું તો તે મારી આશા તું પૂરી કર ? તે સાંભળીને રાક્ષસે કહ્યું કે, હે સુંદરી ! મારા આ વચનથી તારા મનની કામના જે છે તે સિદ્ધ થશે ? એમ કહી તે સુંદરીને અભિનવ દિવ્ય ભૂષણ આપ્યા તેથી સુંદરીનો દેહ શોભવા લાગ્યો. (૬) હવે આ બાજુ રાજા આદિ સર્વે નગરના લોકો મલીને શોક ધરે છે અને કહે છે અહો ની રાણીની રાજા પ્રત્યેની માયા તો જુવો કે પોતાના પતિ માટે પોતાની કાયાને બાળી. Page #210 -------------------------------------------------------------------------- ________________ Sત ની શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ . . . હવે રાણીના મહાસત્વના પ્રભાવે રાક્ષસે અગ્નિ શાંત કરી ત્યાં સુવર્ણમય કમલ બનાવ્યું કરી અને તે સહસદલ કમલ ઉપર અબલાને બેસાડી તેનો ઉપકાર કરી દેવ પોતાના સ્થાને ગયો. (૭) આ તરફ કનકકમલ પર જેમ “લક્ષ્મીદેવી' શોભે તેમ તે રતિસુંદરી રાણી શોભવા આ લાગી અને નગરલોકો આ પ્રમાણેનું આશ્ચર્ય દેખી ચમત્કાર પામ્યા થકાં અક્ષત અને ફૂલથી રાણીને વધાવે છે અને રાણીને મસ્તક વડે ચરણકમલને વિષે નમી લોકો સહુ ધન્યવાદ | આપે છે અને કહે છે ધન્ય છે તમને કે તમે સંકટ દેખી તમારા જીવ સાટે રાજાને જીવાડ્યો | અને હવે દેવની સહાયથી રાજાનો દાહજવર દૂર નાઠો. હવે નગરમાં અતિ ઘણાં ઉત્સવ થવા લાગ્યા અને માંગલિક વાજીંત્રો વાગવા લાગ્યા. (૮) ત્યારબાદ રાજા વારંવાર કહેવા લાગ્યો કે, આ રાણીનો ખરેખર સાચો પ્રેમ છે કે, જે તે ના સુખમાં અને દુઃખમાં મારી છાયા થઈને રહી છે. વળી રાજા રતિસુંદરી પર સંતુષ્ટ થયો થકો છે જ કહેવા લાગ્યો કે, હું તારા પર તુષ્ટમાન થયો છું, તેથી આજે જે માંગો તે વરદાન આપું ? | Sી ત્યારે રાણી પણ હસીને કહેવા લાગી કે ત્રિવિધ યોગે તમારા વિના બીજા “વર' નો મારો નિયમ છે. ત્યારે અવનીપતિ કહે તે મને વેચાતો લઈ લીધો છે. આમ રાજા અને રાણી હસી રહ્યા છે અને રાજા કહી રહ્યા છે, તારું જે પણ કાર્ય હોય તે તું મને કહે. ત્યારે રતિસુંદરી રાજાના વચનનો મનમાં વિચાર કરી કરજોડીને રાજાને કહેવા લાગી – (૯) હમણાં મારું વરદાન તમારી પાસે રાખો. થાપણરૂપે હું તે મૂકું છું. અવસર પ્રાપ્ત થયું હતું . ઉલ્લાસે માંગી લઈશ. ત્યારે રાજાએ પણ કહ્યું કે, જરૂર પડે ત્યારે ભલે માંગજો. મનમાં | જરા પણ સંકોચ રાખીશ નહિ? એ પ્રમાણે સ્નેહપૂર્વક રાજાએ રતિસુંદરીને કહ્યું અને હવે દંપતી એવા તે રાજા-રાણી સુખપૂર્વક સમય વિતાવે છે. એ પ્રમાણે ઉદયરત્નવિજયજી મહારાજ ઉલ્લાસ પામ્યા થકાં આ બત્રીસમી ઢાળમાં કહી રહ્યા છે તે હે શ્રોતાજનો ! તમે ધ્યાનપૂર્વક સાંભળો. (૧૦) Page #211 -------------------------------------------------------------------------- ________________ S SS S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) SS S S ઢાળ તેત્રીસમી દોહા || રતિસુંદરી મનરંગશું, સુત હેતે એક દિm; કુલદેવીને ઈમ કહે, માત સુણો વચગ્ન. ૧ મુજ સુત હોશે તો સહી, તુમને ભોગ પ્રધાન; જયસુંદરીના પુત્રનું, હું આપીશ બલિદાન. ૨ ગર્ભધરે દોય ગોરડી, ભવિતવ્યતાને ભોગ; સુત આવ્યા બેહુ શોક્યને, શુભ મુહરત શુભ યોગ. ૩ જયદત્તને રતિદત્ત બે, અનુક્રમે વાધે બાલ; રતિસુંદરી ચિત્ત ચિંતવે, તિણે અવસર તે કાલ. ૪ ભાવાર્થ : રતિસુંદરી મનરંગે કુલદેવીને પુત્ર માટે એક દિવસ કહી રહી છે કે, તે ની માતા ! મારી વાત સાંભળો ! (૧) | જો મને પુત્ર થશે તો હું તમને શ્રેષ્ઠ એવો ભોગ ધરાવીશ ! કોનો ભોગ ? તો કહે છે. Eી જયસુંદરીના પુત્રનું હું તમને બલિદાન આપીશ. (૨) | અનુક્રમે કોઈ એક વખત બંને રાણીઓ ગર્ભવતી થઈ અને ભવિતવ્યતાને યોગે બંને શોક્યને શુભમુહૂર્ત અને શુભયોગે “પુત્રરત્ન'ની પ્રાપ્તિ થઈ. (૩) રાજાએ તે બંનેના મહોત્સવ કરી જયદત્ત અને રતિદત્ત નામ સ્થાપન કર્યા. અનુક્રમે છે ચંદ્રની કલાની જેમ બંને બાળકો વધવા લાગ્યાં. તે સમયે રતિસુંદરી ચિત્તને વિષે ચિંતવન કરવા લાગી. (૪) (હવે શ્રીપાલકુમાર - એ દેશી) ગોત્ર દેવીને પ્રભાવે, ઉત્તમ પુત્ર એ મેં લાહોજી; શોક્યના સુતનો ભોગ, કિમ કરી આપું જે કહોજી. ૧ વાર એહ ઉપાય, દેવીને બલિ દેવા તણોજી; વર લેઈ નૃપ પાસ, રાજય કરું તેણે આપણોજી. ૨ ઈમ ચિંતી સા બાલ, નૃપને કહે અવસર લહીજી; વાર આપોજી તેહ, થાપણ જે મેલ્યો સહીજી. ૩ Page #212 -------------------------------------------------------------------------- ________________ STD . . ; | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ .. . અવનીપતિ કહે એમ, જે તુમ માગો મુખે કરીજી; તન-ધન-જીવ ને રાજ્ય, કહે તે આપું સુંદરીજી. ૪ પંચ દિવસ પ્રમાણ” રાજ્ય કહે રાણી મુદાજી; ઈમ નિસુણી અવનીશ, રાણીને રાજ્ય દીચે તદાજી. ૫ પામી મહાપસાય, પાય લાગી પ્રેમદા અવેજી; કરે ચિંતવ્યા કામ, હરખે રાજય કરે હવે જી. ૬ જો જો શોક્યનો ખાર, અનરથથી નવિ ઓસરીજી; શોક્ય સમું નહિ સાલ, શૂળી ને શોક્ય બે બરોબરીજી. ૭ જયસુંદરીનો જાત, પાછલી રાતે અણાવીયોજી; રુદન કરે તસ માત, વૈરે કરી વિછોહો દિયોજી. ૮ મહિપતિ ચિંતે મન્ન, વર આપીને વરાંસિયોજી; પડ્યો બોલ ને બંધ, પહેલાં મેં ન વિમાસીયોજી. ૯ કપટ ન જાણ્યું એહ, હે દેવ કિગ્ધ કર્યુંજી; ફોક ન થાયે વેણ, આપ મુખે જે ઉચ્ચ જી. ૧૦ નવરાવી હવે બાલ, અક્ષત ફૂલે અરચીને જી; પડલીમાં ધર્યો તેહ, ચંદનશું તનુ ચરચીને જી. ૧૧ લેઈ પરિકર સાથ, દાસીને સીસ ચડાવીને જી; આવ્યા દેવી ઉધાન, વાજિંત્ર બહુ વજડાવીને જી. ૧૨ જોવા મલ્યા બહુ જન્ન, ગીતો ગાયે તિહાં ગોરડીજી; દેવીને દરબાર ચતુરા નામે ચકોરડીજી. ૧૩ તિણે અવસર તિહાં જાય, ગગનપંથે વિધાધરુજી; કંચનપુરનો નાથ, સૂર નામે રાજેસરુજી. ૧૪ તેણે દીઠો તે બાલ, દિનચરની ખેરે દીપહોજી; અંબર કરતો ઉધોત, વિધુત જ્યોતને જીપતોજી. ૧૫ સૂરે ગ્રહો તે બાલ, અન્ય શિશુ મૃત તિહાં ધરીજી; કોએ ન જાણ્યો તે તંત, વિધા તણે બળે કરીજી. ૧૬ Page #213 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ તે પહોંત્યો તસ ઠામ, સૂતી દેખી નિજ સુંદરીજી; જંઘ ઉપર ઠવી બાલ, કહે ઉઠ વેગે કૃશોદરીજી. ૧૭ શું હાંસી કરો સ્વામી, દૈવ નથી મુને પાધરોજી; કહો કેમ પ્રસર્વે, વાંઝ બિરૂદ જેણે ધર્યોજી. ૧૮ સુણ રમણી કહે રાય, વચન ન માને જો અમ તણોજી; જોને ઉઘાડી આંખ, પુત્ર રતન સોહામણોજી. ૧૯ નયણે નીરખી દાર, પરમારથ પ્રીછી ભણેજી; દૈવે ન દીધો જાત, તો સહી એ પુત્ર અમ તણેજી. ૨૦ પ્રેમે પાલે તેહ, અંગજની દેઈ ઉપમાજી; અનુક્રમે વાઘે સોય, બીજ તણો જિમ ચંદ્રમાજી. ૨૧ રતિ રાણીએ મૃત બાલ, ભગવતીને શિર નામીનેજી; માની લેજો એ ભોગ, દેવીને ભાંખે તિહાં કર્નેજી. ૨૨ રંગમંડપને બાર, અફાલ્યો ઉલટ ભરેજી; બલિ આપી મનરંગ, રાણી ગઈ નિજ મંદિરેજી. ૨૩ જયસુંદરી તિહાં જોર, વિલાપ કરે તિણે સમેજી; પામી પુત્ર વિયોગ, દુઃખે દહાડા નિગમેજી. ૨૪ એહ તેત્રીસમી ઢાળ, ઉદયરતન કવિ ઈમ કહેજી; જો જો કર્મના ભોગ, સુખ દુઃખ કર્મે સહુ લહેજી. ૨૫ ભાવાર્થ : ગોત્રદેવીના પ્રભાવથી મેં ઉત્તમ ‘પુત્રરત્ન' ને પ્રાપ્ત કર્યું છે. હવે શોક્યના પુત્રનો ભોગ હું કેવી રીતે આપું ? જે મેં કુલદેવીને કહ્યું હતું ! તો હવે શું કરું ? (૧) એ પ્રમાણે વિચારતા રતિસુંદરીને યાદ આવ્યું કે, હા આ ઉપાય ઉત્તમ છે. મને યાદ આવ્યું તે ઉપાય દ્વારા હું દેવીને બલિદાન પણ આપી શકું. હું મારી થાપણ-વરદાન રાજા પાસેથી લઈ લઉં અને હું પોતે રાજ્ય ચલાવું. (૨) એ પ્રમાણે વિચારીને તે રતિસુંદરી અવસર પ્રાપ્ત કરીને રાજાને કહેવા લાગી કે, હે રાજન્ ! જે વરદાન મેં તમારી પાસે થાપણ રૂપે મૂક્યું હતું તે વરદાન લેવા આવી છું, તો તે વરદાન આજ તમે મને આપો. (૩) ૧૯૦ Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ તે સાંભળીને અવનીપતિ કહેવા લાગ્યો કે, હે ભદ્રે ! જે તમને જોઈએ તે તમે મુખથી માંગો. હું આપવા તૈયાર છું. તન-ધન-જીવન અને રાજ્ય જે જોઈએ તે હું તમને આપવા તૈયાર છું. (૪) તે સાંભળીને રાણી હર્ષ સાથે કહેવા લાગી કે, હે રાજન્ ! મને પાંચ દિવસનું રાજ્ય આપો ! એ પ્રમાણે સુંદરીના વચન સાંભળી રાજાએ ‘રતિસુંદરી’ રાણીને રાજ્ય આપ્યું. (૫) રાજાની મહેરબાની પામીને રાણી રાજાને પાયે નમીને હવે રાણી પોતાના મન ચિંતવ્યા કામ કરે છે અને હવે હર્ષપૂર્વક રાજ્ય કરવા લાગી. (૬) હવે જો જો કે રતિસુંદરી શોક્ય પર કેવો ખાર રાખે છે. અનર્થ પાપ કર્મથી તે પાછી ફરી નહિ. ખરેખર શોક્ય સમાન કોઈ બીજું દુઃખ નથી. એક શૂળી અને બીજી શોક્ય. બે બરાબર ગણાય છે. શૂળી જેમ મહાદુ:ખદાયી છે, તેમ શોક્ય પણ મહા અનર્થને ક૨ના૨ી હોય છે. (૭) હવે રાજ્ય ક૨તી એવી રતિસુંદરીએ પાછલી મધ્યરાત્રીએ ‘જયસુંદરી’ના પુત્રને પોતાની પાસે મંગાવ્યો. તે વખતે જયસુંદરી માતા ખૂબ જ રૂદન કરે છે. ખરેખર પૂર્વભવના વૈ૨ને લીધે પુત્રનો વિયોગ કરાવ્યો. (૮) હવે મહિપતિ ચિંતવવા લાગ્યો કે ‘વરદાન’ આપીને હું ઠગાયો છું. હવે વચન અપાઈ ગયું તેથી હું પણ વચનના બંધનમાં ફસાયો. પહેલાં મેં કંઈ વિચાર કર્યો નહિ ! (૯) વળી આ રાણીનું કપટ હું જાણી શક્યો નહિ હે દેવ ! તેં આ શું કર્યું ? હવે વચન આપેલું પણ ફોક કેવી રીતે કરું. સજ્જન પુરુષો પોતાનાં મુખે ઉચ્ચારેલું વચન ક્યારે પણ પાછું ખેંચતા નથી. તેવી મારી હાલત થઈ. મારાં જ મુખે ઉચ્ચારેલું વચન હવે ફોક કેવી રીતે કરું ? (૧૦) હવે રતિસુંદરી રાણીએ જયસુંદરીના બાલકને નવરાવ્યો અને તેને અક્ષત-ફૂલથી અર્ચીને પડલીમાં ચંદનથી તેના શરીરને વિલેપન કરીને મૂક્યો. (૧૧) ત્યારબાદ તે બાળકને દાસીના મસ્તકે ઉપડાવી ઘણાં પરિવારને સાથે લઈ વાજિંત્રોના નાદ સાથે જ્યાં કુલદેવી રહેલી છે તે દેવીના ઉદ્યાનમાં સહુ આવ્યા. (૧૨) આ દ્રશ્ય જોવા માટે ઘણાં લોકો એક્ઠાં થયેલા છે. દેવીના દરબારે ગોરી મંગલ ગીતો ગાઈ રહી છે અને ત્યાં ચતુરા નામે એક ચકોરડી પણ ગીતો ગાઈ રહી છે. (૧૩) આ પ્રમાણે દેવીના દરબારે ગીતોનો કોલાહલ થઈ રહ્યો છે. તે સમયે કંચનપુરનો સૂર નામે વિદ્યાધર રાજા ગગનપંથે જઈ રહ્યો છે. (૧૪) ૧૯૧ Page #215 -------------------------------------------------------------------------- ________________ STD 1 શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ . . . . . 3 63 તે વિદ્યાધર રાજાએ ‘દિનકર' ની જેમ દીપતો, ગગન મંડલને વિષે ઉદ્યોત કરતો અને Eસી જાણે વિદ્યુતની જ્યોતને જીતતો ન હોય તેવો તે જયસુંદરીનાં તેજસ્વી બાલકને જોયો. (૧૫) | તે સૂરરાજાએ પોતાની વિદ્યાના બલે તે બાળકને પોતે ગ્રહણ કર્યો અને મરેલા એક બાલકને ત્યાં મૂકી દીધો. પણ વિદ્યાના પ્રભાવે કોઈને આ વાતની જાણ થઈ નહિ. (૧૬) હવે તે સૂરરાજા પોતાને સ્થાને પહોંચ્યો અને ત્યાં પોતાની પ્રિયતમાને સૂતેલી દેખી Sી અને જંઘા પર બાલકને મૂકી કહેવા લાગ્યો કે, હે કૃશોદરી ! તું જલ્દીથી ઉઠ. આ જો બાલક તારા ભાગ્યથી આવ્યો છે. (૧૭) ત્યારે તે સુંદરી પણ પોતાના સ્વામી એવા સૂરરાજાને કહેવા લાગી કે, તે સ્વામી ! આ મારી હાંસી શા માટે કરો છો? મારો દૈવ ! મારું ભાગ્ય એમ પાધરું નથી તો હે રાજન્ ! કહો જેણે વાંઝણીનું બિરૂદ ધારણ કર્યું છે તેને પુત્ર કેવી રીતે જન્મે ? (૧૮) ત્યારે સૂરરાજા કહેવા લાગ્યો કે, હે સુંદરી ! જો મારાં વચન પર તને વિશ્વાસ ન હોય | તો આંખ ઉઘાડીને આ સોહામણાં ‘પુત્રરત્ન'ને તું જો. (૧૯) પોતાના સ્વામીના વચન સાંભળી સુંદરીએ પોતાની આંખે તે બાલકને જોયો ત્યારે | સૂરરાજા કહેવા લાગ્યો કે, હે સુંદરી ! જો દૈવે આપણને પુત્ર નથી આપ્યો તો પણ આ પુત્ર આપણો પોતાનો છે એમ જાણીને હવે તેનું પાલન કર. (૨૦) : - હવે તે બાળકને પોતાનો જ પુત્ર છે એમ માની તે બાળકને પોતાના દીકરાની ઉપમા આપીને પ્રેમપૂર્વક પાળે છે. અનુક્રમે બીજનો ચંદ્રમા જેમ દિવસે દિવસે વૃદ્ધિ પામે તેમ તે | બાલક પણ વૃદ્ધિ પામવા લાગ્યો. (૨૧) હવે આ તરફ રતિસુંદરી રાણી તે મૃતબાલકને આગળ કરી ભગવતીને મસ્તક નમાવી કહેવા લાગી કે, હે દેવી ! સાંભળો. જે મેં ભોગ ધરાવવાનો કહ્યો હતો તે આ ભોગ માનજો. સ્વીકારજો. (૨૨) એ પ્રમાણે કહીને રંગમંડપની બહાર ઉલટભેર જોરથી તે બાલકને જમીન પર પછાડ્યો છે અને મનરંગે બલિદાન આપી રાણી પોતાના મંદિરે ગઈ. (૨૩) જયસુંદરી રાણી ઉપર પ્રમાણેની વાત સાંભળી જોરથી વિલાપ કરવા લાગી. પુત્રનો વિયોગ થવાથી હવે રડતી એવી તે દુઃખે દહાડા પસાર કરે છે. (૨૪) એ પ્રમાણે તેત્રીસમી ઢાળમાં ઉદયરત્નવિજયજી મહારાજ ફરમાવે છે કે, હે શ્રોતાજનો! | | કર્મના ભોગ તો જુવો. જે કર્મ જીવ બાંધે છે તે જીવ ક્યારેય તેના વિપાકથી છૂટી શકતો ? કરી નથી. પણ કર્મથી સર્જાયેલા સુખ-દુઃખને સહુ કોઈએ ભોગવવા પડે છે માટે કર્મ બાંધતા પહેલા ખૂબ જ વિચાર કરજો. (૨૫). Page #216 -------------------------------------------------------------------------- ________________ SS SSA EAST IS STATISTS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ ચોત્રીસમી | દોહા // ગગનચરે મન મેલશે, તે બાલકનું નામ; મકરધ્વજ સમ દેખીને, મદનકુમાર ધર્યું કામ. ૧ વિધાધરના વંશની, શીખ્યો વિધા સોય; અનુક્રમે ચોવન આવિયો, જન મોહે મુખ જોય. ૨ સકલ કલાધર સાહસી, જે જાણે ગતિ ગૂઢ; ગગનાંતર અવગાહતો, થઈ વિમાનારૂઢ. ૩ અંબર પંથે અન્યદા, જાતાં મનને જોખ; જયસુંદરી નિજ માતને, બેઠી દીઠી ગોખ. ૪ ધિમ્ ધિમ્ મોહની કમને, મોહે મદનકુમાર; ચિતથી ચૂક્યો તે સમે, દેખી માત દેદાર. ૪ ભાવાર્થ : હવે કંચનપુરના રાજવી સૂર વિદ્યાધરે મનના ઉત્સાહ સાથે તે બાળકને મકરધ્વજ સમાન દેખીને “મદનકુમાર’ એ પ્રમાણે નામ રાખ્યું. (૧) અને તે મદનકુમાર વિદ્યાધરના વંશની સઘલી વિદ્યા શીખ્યો. અનુક્રમે યૌવનવય પામ્યો અને તેનાં મુખને જોતાં સર્વ લોકો મોહિત થાય છે. (૨) તે મદનકુમાર સર્વકલાનો જાણકાર, સાહસી અને ગૂઢગતિને જાણનારો હવે વિમાનને વિષે આરૂઢ થઈ, ગગનાંતરને વિષે વિચરવા લાગ્યો. (૩) હવે કોઈ એક વખત મનના ઉલ્લાસપૂર્વક અંબરપંથે મદનકુમાર જઈ રહ્યો હતો. ત્યારે પોતાની માતા જયસુંદરીને ગોખે બેઠેલી દેખી. (૪) તે માતાના મુખારવિંદને જોઈને મદનકુમાર મોહે મોહિત થયો અને ચિત્તથી ચૂકવા ની લાગ્યો. જ્ઞાની કહે છે આવા મોહનીયકર્મને ધિક્કાર થાઓ ! ધિક્કાર થાઓ ! (૫) (રાગ મલ્હાર ઃ ભમતાં એક સંસારમાં - એ દેશી) કર્મતણી ગતિ સાંભળો, કઠુઆ કર્મ વિપાકો રે; કામ કલંક દિયે બહુ, માઠી મોહની છાકો રે. કર્મ૧ w- ૩ Page #217 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ગોખે બેઠી ગજગામીની, શોકવતી તે કાલે રે; સુતને વિરહે ઝુરતી, આંખે આંસુ ઢાલે રે. કર્મ૦ ૨ મુખડુ દેખી મોહી રહ્યો, પૂરવ પ્રેમે પ્રેર્યાં રે; કુમર વિચારે ચિત્તમાં, મોહનીયે મન ઘેર્યો રે. કર્મ૦ ૩ મંદિર આવે માહરે, તો સહી હું વડભાગી રે; ઈમ ચિંતીને અપહરી, સૂરત શું રઢ લાગી રે. કર્મ૦ ૪ કુમર દેખી હરખના, આંખે આંસુ ઢાળ્યાં રે; આનન નિરખે ફરી ફરી, નયણ ન રહે ઝાલ્યાં રે. કર્મ ૫ નભ જાતાં નૃપ દેખીને, ઉંચ સ્વરે કહે સોય રે; વનિતા હરી વિધાધરે, રાખો રાખો કોઈ રે. કર્મ૦ ૬ સુભટ લેઈને ભૂધણી, વેગે વહારે ધાયો રે; પણ પદચારી શું કરે, પંખી ન જાયે સાહયો રે, કર્મ૦ ૭ ખેચર અંબરે ઉતપત્યો, તેહશું કહો કુણ ભડે રે; તરૂ શિખર ફળ દેખીને, પગહીણો કિમ ચડે રે. કર્મ૦ ૮ મહીપતિ મંદિર આવીને, ચિંતે ચિત્તમાં એમો રે; દુઃખમાંહિ દુઃખ ઉપનું, મરતાં મારે જેમો રે. કર્મ૦ ૯ પહેલે પુત્ર મરણ થયું, ઉપર અબલા વિયોગ રે; ક્ષતે ખાર લાગ્યો સહી, જો જો કર્મના ભોગ રે. કર્મ૦ ૧૦ સૂડીને ભવે જે સૂતા, સા દેવી નિજ અવધે રે; દેખે ભ્રાતાએ અપહરી, માતા ધરણી બુદ્ધે રે. કર્મ૰ ૧૧ નિજ નગરીને પરિસરે, અંબ તળે સરપાળે રે; મદનકુમાર નિજ માતશું, બેઠો છે તેણે કાળે રે. કર્મ૦ ૧૨ વાનર યુગલ રૂપે તદા, સા દેવી તિહાં આવી રે; અંબને ડાળે બેસીને, વાનરે નિજ સ્ત્રી બોલાવી રે. કર્મ૦ ૧૩ કામિક તીરથ એ સહી, એ જલકુંડે જે ન્હાય રે; તિર્યંચ મનુષ્યપણું લહે, માનવ દેવતા થાય રે. કર્મ૦ ૧૪ ૧૯૪ Page #218 -------------------------------------------------------------------------- ________________ STS STS STS STS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ભદ્રે દેખ એ દંપતી !, દિવ્ય સ્વરૂપી હોય રે; એ બેને મનમાં ધરી, જલમાં પડિયે સોચ રે. કર્મ. ૧૫ તો થઈએ આપણ સહી, એ સરીખા અભિરામો રે; વળતું વાનરી ઈમ કહે, કુણ લે એહનું નામો રે. કર્મ. ૧૬ કામ તણી બુદ્ધે કરી, જનનીને હરી જેણે રે; ધિમ્ ધિગ એહના રૂપને, શું મોહ્યા તુમે તેણે રે. કર્મ. ૧૭ વાનરી વચને તે તદા, ચિત્તમાં ચિંતે દોય રે; માતા એ કિમ માહરી, અંગજ એ કિમ હોય રે. કર્મ ૧૮ સ્નેહે હરી પણ એ મુને, જનની ભાવ જણાવે રે; સા પણ ચિંતે સુત પરે, જોતાં નેટ જગાવે રે. કર્મ૧૯ પૂછે સંશય પામીને, કપિની વધૂને કુમારો રે; ભદ્રે શું સાચો સહી, જે તમે કહો વિચારો રે. કર્મ૨૦ સા કહે સાચું માનજો, જો આવે સંદેહો રે; તો એ વનના કુંજમાં, મુનિવર છે ગુણગેહો રે. કર્મ ૨૧ પૂછ તું જઈને તેહને, ઈમ કહીને ગુણગેલ રે; સહસા અલોપ થઈ તાદા, વાનર-વાનરી બેલી રે. કર્મ. ૨૨ ખેચર સંદેહ ટાળવા, સાધુને જઈ પૂછે રે; સંશય ઘાલ્યો વાનરી, તેહનું કારણ શું છે રે. કર્મ ૨૩ મુનિ કહે સાચુ તે સહી, અલિક નહિ અવદાત રે; હું તો ધ્યાન ધરી રહ્યો, સાંભળ કહું એક વાત રે. કર્મ. ૨૪ હેમપુરે છે કેવલી, સુર-નર સેવે જેહને રે; સંશય હરશે તે સહી, પૂછ તું જઈને તેને રે. કર્મ૨૫ વંદીને મંદિર વળ્યો, માતને લઈને સોચ રે; હૈયામાં હરખિત થયાં, માત-પિતા મુખ જોઈ રે. કર્મ૨૬ આપે નીચે ઉતરી, વિમાન ઠવ્યો એકાંત રે; એ કહી ઢાળ ચોત્રીસમી, ઉદયરત્ન મનખંત રે. કર્મ. ૨૭ Page #219 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ભાવાર્થ : ૨ કર્મ ! તારી ગતિ ન્યારી છે. તું રાયને રંક બનાવે છે. રંકને રાય બનાવે છે. તું દુ:ખીને સુખી બનાવે છે. સુખીને દુઃખી બનાવે છે. તું રાગીને ત્યાગી તો ત્યાગીને રાગી બનાવે છે. વળી કર્મે બંધાણા જીવને તું દરેક ભવમાં કયા કયા સંબંધે ને ક્યાં તું ભેગા પણ કરાવે છે અને જુદા પણ કરાવે છે. આ ભવના પતિ-પત્નિ બીજા ભવમાં મા-દીકરો પણ બને છે. આ ભવનાં મા-દીકરાં બીજા ભવમાં પતિ-પત્નિ પણ બને છે અને ક્યાંક દોસ્ત તરીકે, ક્યાંક ભાઈઓ તરીકે, તો ક્યાંક ભાઈ-બહેન તરીકે ભેગા થાય છે. વળી તું ક્યાંક પુત્રનું અપહરણ કરાવી ‘મા’ થી પુત્રને વિખુટો પડાવે છે, તો ક્યાંક ‘મા’નું અપહરણ કરાવે છે. તો ‘મા’ વિનાનો પુત્ર થાય છે. તો તે જ પુત્ર માતાને પત્નિ બનાવવાના ઈરાદે ઉઠાવી જાય છે. રે કર્મ ! તને શું ઓલંભા આપું ! તું તારા ફંદે ફસાયેલાને ભવચક્રમાં નાનાવિધ નાચ નચાવે છે. ખરેખર કર્મના વિપાકો કડવાં છે. કર્મ બાંધતા જીવ પાછું વાળીને જોતો નથી. પણ તેનાં કડવાં વિપાકો ભોગવવાના આવે ત્યારે રડવા છતાં પણ તે કર્મથી છૂટો થઈ શકતો નથી. હે શ્રોતાજનો ! કર્મની ગતિ સાંભળો. કર્મના વિપાકો કડવાં છે. કામ ઘણાં કલંકો આપે છે અને મોહનીયકર્મની છાકો પણ માઠી છે - નઠારી છે. (૧) જુવો કર્મ મદનકુમારને કેવો ભૂલાવે છે. જયસુંદરી શોકવતી થયેલી તે કાલે પુત્રના વિરહે ઝૂરતી, આંખે આંસુ ઢાળતી ગજગામિની એવી તે ગોખે બેઠેલી છે. (૨) મદનકુમાર જયસુંદરીનું મુખડું જોઈને મોહી રહ્યો છે. પૂર્વના પ્રેમથી પ્રેરાયેલો તે કુમાર મનમાં વિચારે છે. મોહનીયકર્મે મારા મનને ઘેરી લીધું છે. (૩) વળી મદનકુમાર વિચારવા લાગ્યો કે, જો આ સુંદરી માહરે મંદિરે આવે તો હું વડભાગી છું. કુમારને તેની સૂરત જોઈને તેના પ્રત્યે રઢ લાગી અને કુમારે તે સુંદરીનું અપહરણ કરી લીધું. (૪) હવે તે અપહરણ કરાયેલી સુંદરી કુમારને દેખે છે અને તેની આંખે હર્ષના આંસુ આવે છે. વારંવાર કુમારનું મુખ જોવે છે અને આંખ તો તેની ઝાલી રહેતી નથી. મતલબ આંસુથી છલકાયા કરે છે. (૫) હવે મદનકુમા૨ને જયસુંદરીને ગગનમાર્ગે લઈ જતો જોઈને રાજા ઊંચે સ્વરે બોલવા લાગ્યો કે, વિદ્યાધર મારી રાણીને અપહરણ કરીને લઈ જાય છે. કોઈ પકડો ! તેને પકડીને લાવો ! (૬) એમ બૂમ પાડીને રાજા સુભટ પરિવારને લઈને જલ્દીથી તેની પાછળ દોડ્યો, પરંતુ પદચા૨ી એવા લોકો શું કરી શકે ? પંખી જેમ પગે ચાલનારાથી પકડાય નહિ તેમ તે કુમાર પણ પકડી શકાય નહિ. (૭) ૧૯૬૧ Page #220 -------------------------------------------------------------------------- ________________ Sિ STS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ - 3 જેમ તરૂવરના શિખર પર ફળ દેખાય છે અને તે લેવું છે. પણ લેનાર વ્યક્તિ પગહીણો કે કે (લંગડો) છે તો તે વૃક્ષ પર કેવી રીતે ચડી શકે? તે વૃક્ષ પર ચડી ન શકે અને ફળ પ્રાપ્ત કરી છે સી ન શકે. તેમ વિદ્યાધર રાજા ગગન વિષે ઉઠ્યો છે, તો પદચારી એવાં કોણ તેની સાથે બાથ . કે ભીડે ? અર્થાત્ કોઈ જ તેને પકડી ન શકે. (૮) ને ત્યારબાદ એ પ્રમાણે ચિંતવન કરતો રાજા પોતાને મંદિરે આવ્યો અને ફરી પણ કરી | વિચાર કરવા લાગ્યો કે, મરતાને જેમ માર મારે તે અયોગ્ય ગણાય છે. તેની જેમ મને પણ થયું છે કે દુઃખ હતું અને તેમાં બીજું નવું દુઃખ ઉત્પન્ન થયું. (૯) મન પહેલા પુત્રનું મરણ થયું. હજુ તે દુઃખ તો દૂર થયું નથી ત્યાં અબલા એવી જયસુંદરીનો છે | વિયોગ થયો. કર્મના ફળ તો જુવો. આ તો ક્ષત ઉપર ખાર નાંખવા જેવું મને થયું છે. (૧૦) હવે આ તરફ સૂડીના ભવમાં સૂડીની જે પુત્રી હતી તે દેવલોકમાં દેવી થયેલી છે અને કરી તેણે અવધિજ્ઞાનથી જોયું તો પોતાનો પૂર્વભવનો ભ્રાતા પોતાની માતાને પોતાની પત્નિ £ બનાવવાની બુદ્ધિથી અપહરણ કરતો દેખાય છે. (૧૧) છે તે સમયે મદનકુમાર પોતાની માતા સાથે પોતાની નગરીના પરિસરને વિષે આંબાના કરી વૃક્ષની તલે રહેલા સરોવરની પાળે બેઠો છે. (૧૨) તેને પ્રતિબોધવા હવે તે દેવી વાનરયુગલનું રૂપ કરીને ત્યાં આવી અને આંબાડાળે બેસે છે ત્યારે વાનર પોતાની સ્ત્રીને બોલાવી રહ્યો છે. (૧૩) કરી અને કહી રહ્યો છે કે આ કામિક તીર્થ છે. આ જલકુંડમાં જે સ્નાન કરે તે તિર્યંચ હોય ન તો મનુષ્યપણું પામે અને મનુષ્ય હોય તો તે દેવતા થાય છે. (૧૪). 63 તેથી હે ભદ્ર ! જો આ દંપતી કેવા દિવ્ય સ્વરૂપ છે. એ બંનેને મનમાં ધારણ કરી રિને આપણે જલકુંડમાં સ્નાન કરવા માટે પડીએ. (૧૫) વિી કે જેથી આપણે એમના જેવાં દિવ્યસ્વરૂપી બનીયે? ત્યારે વળતું વાનરી કહેવા લાગી છે કે, તે સ્વામીનું ! એનું નામ પણ કોણ લે ! * કે જે કામવાસનાની બુદ્ધિથી પોતાની માતાને પણ અપહરે છે ! એહના રૂપને ધિક્કાર દિન હો ! ધિક્કાર હો ! તમે શું જોઈને એનામાં મોહિત થયા? (૧૭) તી. હવે મદનકુમાર અને જયસુંદરી વાનરીના વચન સાંભળી બંને જણાં મનમાં વિચારવા Bત લાગ્યો કે આ મારી માતા કેવી રીતે સંભવે અને માતા વિચારે છે કે આ મારો પુત્ર કેવી કરી રીતે સંભવે ! (૧૮) Page #221 -------------------------------------------------------------------------- ________________ SS S SS S 1 શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ S વળી વિચારે છે કે મેં તો એને સ્નેહથી પત્નિ તરીકેના ભાવથી અપહરણ કરી છે પણ | એ મારા પ્રત્યે જનનીનો ભાવ જણાવે છે અને માતા વિચારે છે કે મેં એને જોયો ત્યારથી મને તેના પ્રત્યે “પુત્ર'નો સ્નેહ જાગૃત થાય છે. (૧૯) એ પ્રમાણે સંશય પામ્યો છતો કુમાર વાનરીને પૂછવા લાગ્યો કે, હે ભદ્રે ! જે તે વાત કરી કરે છે તે શું સાચી છે ? (૨૦) તે વાત સાંભળીને વાનરી કહેવા લાગી કે, હે કુમાર ! મારી વાત સાચી માનજે ! છતાં ન પણ તને જો મનમાં સંદેહ થતો હોય તો આ વનના કુંજમાં ગુણનાભંડારી એવા મુનિવર દરી છે. (૨૧) તું તેમને જઈને પૂછ. એ પ્રમાણે કહીને વાનર - વાનરીનું યુગલ સહસા અલોપ થઈ | ગયું. (૨૨) હતી અને વિદ્યાધર મદનકુમાર તે સંદેહને ટાળવા તે વનની કુંજમાં જઈને તે મુનિવરને કે Eી પૂછવા લાગ્યો કે, વાનરીએ અમારા મનમાં જે સંશય ઉત્પન્ન કરાવ્યો છે તેનું કારણ શું છે ? A | તે યથાર્થરૂપે જણાવો. (૨૩) મદનકુમારના વચન સાંભળી મુનિવર પણ કહેવા લાગ્યા કે, તે વાત સાચી છે. જરા પણ ની ખોટી નથી. પણ હાલ હું ધ્યાન ધરી રહ્યો છું. તેથી એક વાત તને કહું છું તે સાંભળ ! (૨૪) | હેમપુરનગરને વિષે કેવલી ભગવંત બિરાજમાન છે. જેમની ક્રોડાકોડ દેવતાઓ અને | વળી નર-નારીઓ સેવા કરી રહ્યા છે. તે કેવલી ભગવંત તારો સંશય છેદશે. માટે તું ત્યાં | જઈને તારો સંશય પૂછ ! (૨૫) | ત્યારબાદ કેવલી ભગવંતને વંદન કરી માતાને લઈને પોતાને મંદિરે આવ્યો અને માતા-પિતા તેનું મુખ જોઈને હર્ષિત થયાં. (૨૬) હવે પોતે જાતે નીચે ઉતરી વિમાન એક બાજુ મૂક્યું. એ પ્રમાણે મનરંગે E/ ઉદયરત્નવિજયજી મહારાજે ચોત્રીસમી ઢાળ પૂર્ણ કરી. (૨૭) Page #222 -------------------------------------------------------------------------- ________________ SS શ્રી અપ્રકારી પૂજાનો રાસ ઢાળ પાંત્રીસમી | દોહા | માતા પ્રત્યે સમ દઈને, પૂછે લાગી પાય; કહોને કુણ માહરો પિતા, વળી કહો કુણ માય. ૧ સા સશકિત ચિંતવે, ઈમ કિમ પૂછે વાત; ઈમ ચિંતી કહે પુત્રને, હું માત એ તાત. ૨ અંબે ! સાચું એ સહી, તો પણ જન્મ દાતાર; પૂછું છું હું તુમ પ્રતિ, ભાંખો તે સુવિચાર. ૩ તે પરમારથ પુત્ર તું, પૂછ પિતા પ્રતિ જાય; કરજોડી કહે તાતને, સાચું કહો સમજાય. ૪ પડલીથી માંડી કહ્યો, જનકે વ્યતિકર તાસ; આદિ ન જાણું હું સહી, સાંભળ સુત સુવિલાસ. ૫ હું લાવ્યો એ કામિની, સાંભળો તાત સુજાણ; વાનારિયે કહો મુજ પ્રત્યે, એ જનની તુજ જાણ. ૬ અણગારે પણ ઈમ કહ્યો, હેમપુરે ગુણવંત; કેવલીને પૂછો જઈ, તે કહેશે વિરતંત. ૭ તે માટે જઈએ તિહાં, જિનચંદન ગુણગેહ; જુના તંતુની પરે, ગુટે જેમ સંદેહ. ૮ ભાવાર્થ હવે મદનકુમાર પોતાની વિદ્યાધર માતાને પગે લાગી, સમ ખાઈને પૂછવા કો લાગ્યો કે, હે માતા ! મારા પિતા કોણ છે? અને મારી માતા કોણ છે? તે કહો. (૧) { તે પણ શંકિત થઈને ચિંતવવા લાગી કે આ આમ કેમ પૂછે છે ? છતાં વિચાર કરીને દ ના પુત્રને કહેવા લાગી કે, હું તારી માતા અને “સૂરવિદ્યાધર' એ તારા પિતા છે. (૨) કે તે સાંભળીને કુમાર બોલ્યો કે હે અંબે ! એ વાત તમારી સાચી પણ હું તમને જે પૂછું છું કે મા તે વિચાર કરીને કહો કે, મારા જન્મદાતા માતા-પિતા કોણ છે? એ પ્રમાણે હું પૂછું છું. (૩) દસ તે પરમારથ સઘળો હે પુત્ર ! તું તારા પિતાને જઈને પૂછ? ત્યારે કુમાર પણ પિતાને કે ના કરજોડીને કહેવા લાગ્યો કે, હે તાત ! મારા જન્મ-દાતા માતા-પિતા કોણ છે તે તમે મને , 3 સમજાવો. (૪) Page #223 -------------------------------------------------------------------------- ________________ ST.. શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ - 3 તે સાંભળીને સૂરવિદ્યાધરે કહ્યું કે, હે પુત્ર! પડલીમાં બલિદાન માટે તને મૂક્યો હતો મને પણ તારા તેજથી મોહિત થઈ વિદ્યાના બળે મેં ત્યાં મરેલું બાળક મૂકી મેં તને લઈ લીધો છે | અને આજ સુધી પુત્રની જેમ તને પાળીને મોટો કર્યો. આ સર્વે વૃત્તાંત કહ્યા બાદ કહ્યું : હું આટલું હું જાણું છું બાકી તારા જન્મ વિગેરેની કોઈ પણ વાત હું જાણતો નથી. (૫) | ત્યારે કુમાર પણ કહેવા લાગ્યો કે, હે તાત ! સાંભળો હું એક કામિની લાવ્યો છું. તેને ન લઈને હું સરોવર પાળે બેઠો હતો. ત્યાં વાનર-યુગલ આવ્યું. તેમાં વાનરીકે મને જણાવ્યું આ કે આ તારી માતા છે. વળી કહ્યું (૬) દિ જો મારી વાતમાં તને સંદેહ હોય તો આ વનકુંજમાં એક અણગાર છે. તેને જઈને તમે 3 પૂછો ત્યારે હું અણગાર પાસે ગયો. અણગારે પણ કહ્યું વાત સાચી છે. પણ હું ધ્યાનમાં છું Eી તો તે સઘળો વૃત્તાંત હેમપુર નગરે એક કેવલી છે તેમને જઈને પૂછો ! (૭) તે માટે હે તાત ! આપણે જિનવંદન માટે ત્યાં જઈએ અને મનનો સંદેહ પૂછીયે તો જ કે જુનાં તંતુ જેમ જલ્દીથી તૂટી જાય, તેમ આપણાં મનનો સંદેહ પણ જૂના તંતુની જેમ જલ્દીથી ત્રુટે ! (૮) (મોરી માતાજી અનુમતિ દ્યો સંજમ આદરું રે -એ દેશી) (રાગ : ખંભાતી) . ઈમ કહીને કુમર ચલ્યો રે, માતા-પિતા લેઈ સાથ રે; સપરિવારે પરવર્યા રે, સૂર વિધાધર નાથ રે જાઉં ભામણે જિનને, જે પડતાં ઉધરે રે બલિહારી જે મનના સંશય હરે રે. જાઉં. ૧ વિમાને બેસી આવ્યા વહી રે, હેમપુરી મન હરખે રે; જયસુંદરી આદિ સહુ રે, નેહે મુનિમુખ નીરખે રે. જાઉં. ૨ કેવલીને વંદી તિહાં રે, ત્રણ પ્રદક્ષિણા દેઈ રે; કરજોડી બેઠાં સહુ રે, નિરવધ જાયગા લેઈ રે. જાઉં. ૩ જિનને નમી જયસુંદરી રે, મહિલાના ગણમાંહિ રે; શુભભાવે બેઠી તિહાં રે, ધર્મ સુણે ઉચ્છાહિરે. જાઉ૦ ૪ હેમપ્રભ રાજા હવે રે, સપરિવાર પરવરિયો રે; કેવલીને તે વંદીને રે, ધર્મ સુણે ગણદરિયો રે. જાઉં૫ IN TO : ૨૦૦ NSS SS SS Page #224 -------------------------------------------------------------------------- ________________ 3 SSSS [ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઈમ ઉપદેશ કેવલી રે, બંધન એ જગમાંહિ રે; રાગ અને બીજો દ્વેષ છે, એહથી કર્મ બંધાય રે. જાઉં. ૬ રાગથી મોહની ઉપજે રે, દ્વેષ થકી વૈર થાવે રે; કોઈક ભવે ભમતાં સહી રે, આગળે દુઃખ ઉપાવેરે. જાઉં. ૭ વૈર અને વળી મોહની રે, ઉદય આવે એકવાર રે; વિણ ભોગવ્યે છુટકો નહિ રે, જાણો તમે નિરધાર રે. જાઉ૦ ૮ હસતાં કર્મ જે બાંધિયે રે, તન-મન-વચનને યોગે રે; કડુઆ કર્મ વિપાકથી રે, પીડા લહે પરલોગે રે. જાઉં. ૯ હેમપ્રભ કરજોડીને રે, સાધુ પ્રત્યે શિરનામી રે; સભા સમક્ષ તે તદારે, પૂછે પ્રસ્તાવ પામી રે.જાઉં. ૧૦ કહો સ્વામી મુજ કામિની રે, જયસુંદરી ઈણ નામે રે; ગોખ થકી કેણે અપહરી રે, લેઈ ગયો કુણ કામે રે.જાઉં. ૧૧ સુણ રાજન પુત્રે હરી રે, જયસુંદરી તુજ રાણી રે; તનુજ કિહાંથી પ્રભુ તેહને રે, વસુધાપતિ કહે વાણી રે.જાઉં. ૧૨ બીજો સત તેહને નથી રે, જે હું તો એક પુત્ર રે; તે પણ દૈવે ન સાંસહો રે, તો વાત પડી કિમ સૂત્ર રે.જાઉં. ૧૩ ગુટા હાર તણી પરેરે, મનમાંહી મહિપતિ ચિંતેરે; કેવલી કહે સુણ ભૂધણી રે, ફોગટ ફાં પડ્યો ભ્રાંતે રે.જાઉં. ૧૪ મૃગ કસ્તૂરીકા કારણે રે, શોધે જિમ વનમાંહિ રે; નાભિ સુગંધ લહે નહિ રે, તિમ તું ભૂલે છે આંહિ રે.જાઉં. ૧૫ કરના કંકણ દેખવા રે, આરીસો કુણ માંગે રે; તૃણને ઓથે ડુંગરો રે, તિમ સંશાય તુજ લાગે રે.જાઉં. ૧૬ નૃપ કહે અલિક હોવે નહિ રે, સહુ જાણે જિનવાણી રે; શોક્ય સુત હણ્યો સહિ રે, તે સઘળે વાત બેંચાણી રે.જાઉં. ૧૦ કૌતુક જાણી એ વડું રે, હું તો સંશય ભરાણો રે; માહરી મા અને વાંઝણી રે, ન મળે એ ઉખાણો રે.જાઉં૧૮ Page #225 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ સંશય હરવા કેવલી રે, દેવી પૂજાદિક જેહ રે; એ તનુજ રાણી તણો રે, સંબંધ ભાંખ્યો તેહ રે.જાઉં૦ ૧૯ વૈતાઢ્યથી વિધાધરા રે, આવ્યા છે વંદન કાજે રે; વ્યતિકર દાખ્ખો તિહાં લગે રે, સાંભળ્યો સઘળી સમાજે રે.જાઉં૦ ૨૦ જુએ નયણ પસારીને રે, નરનારી વૃંદ તેહો રે; સંપ્રતિ સર્વે દેખીને રે, ભાંગ્યા સહુના સંદેહો રે.જાઉં૦ ૨૧ પુત્ર પિતાને પાયે નમ્યો રે, માંહોમાંહી સહુ મળિયા રે; હર્ષના આંસુ ઉલટ્યાં રે, વિયોગ તણાં દુઃખ ટળિયા રે.જાઉં૦ ૨૨ જયસુંદરી પતિને નમી રે, રૂદન કરે દુઃખ આણી રે; સભા સ્વજન સહુ દેખીને રે, આંખે ઝરે તિહાં પાણી રે.જાઉં૦ ૨૩ સાધુને ભવિ વાંદો રે, મનના સંદેહ ટાળે રે; ઢાળ કહી પાંત્રીસમી રે, ઉદયરતન ઉજમાલે રે,જાઉં૦ ૨૪ ભાવાર્થ : એ પ્રમાણે કહીને માત-પિતાને સાથે લઈ કુમાર તથા સૂર વિદ્યાધર પરિવારે પરવર્યો છતો હેમપુરનગરે ચાલ્યો શ્રી જિનના ભામણા લઉં છું કે જે દુર્ગતિમાં પડતાં જીવોનો ઉદ્ધાર કરે છે. વળી જિનવ૨ની બલિહારી છે કે જેઓ મનના સંશયને હરે છે. (૧) સૂર વિદ્યાધર, મદનકુમાર તથા જયસુંદરી આદિ સપરિવાર વિમાને બેસીને મનના હર્ષ સાથે હેમપુરનગરે આવ્યા અને સ્નેહપૂર્વક મુનિવરનું મુખ નીરખે છે. (૨) ત્યારબાદ તે સર્વે કેવલીને વંદન કરી ત્રણ પ્રદક્ષિણા દઈ કરજોડીને સહુ નિરવદ્ય જગ્યા જોઈને ત્યાં બેઠા. (૩) જયસુંદરી પણ જિનને નમસ્કાર કરી મહિલાના ગણમાં ધર્મ સુણવા ઉત્સાહથી શુભભાવે બેઠી. (૪) આ તરફ હવે હેમપ્રભરાજા પણ સપરિવારે પ૨વર્ષો થકો કેવલીને વંદન કરી ગુણવાન એવો તે ધર્મ સાંભળવા બેઠો. (૫) હવે કેવલી ભગવંત ભવ્યજીવોને ઉપદેશ આપતાં ફરમાવી રહ્યા છે કે, જગતમાં જીવોને બંધન બે પ્રકા૨નું છે. એક રાગ અને બીજો દ્વેષ અને આ બે દ્વારા કર્મ બંધાય છે. (૬) રાગથી વ્યક્તિ કે વસ્તુ ૫૨ મોહ ઉત્પન્ન થાય છે અને દ્વેષથી તે બંને પર વૈર ઉત્પન્ન થાય છે અને ભવમાં ભમતાં જીવોને રાગ અને દ્વેષ આગળ ઘણાં ભવોમાં ભમાવે છે અને દુઃખ ઉત્પન્ન કરાવે છે. (૭) ૨૦૨ Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ વૈર અને મોહ જો એકવાર પણ ઉદયમાં આવે છે તો તે ભોગવ્યા વિના છુટકો થતો નથી. તે તમે નિશ્ચે ધારી રાખજો. (૮) વિવેચન : જો જીવ કોઈની સાથે વૈર ઉત્પન્ન કરે છે તો તે વૈરને બદલો લેવાનું જીવ ચૂકતો નથી. આ ભવે નહિ તો બીજા ભવે અને બીજા ભવે નહિ તો ત્રીજા ભવે કોઈ ને કોઈ ભવમાં જીવ બદલો લઈને જ રહે છે. જેમ સ્કંધકકુમારે આગલા પૂર્વભવમાં ચીભડાના જીવ સાથે દુશ્મનાવટ ઊભી કરી. તો બીજા ભવે તે ચીભડાના જીવે રાજા બનીને સ્કંધકકુમારના ભવમાં જીવતી ચામડી ઉતરાવી, ઉદયભાણ અને વીરભાણે પૂર્વનાં ભવમાં રૂપસેન આદિ તરીકેના ભવમાં ‘ધર્મસુંદરી’ નામની અપર માતા પર ખોટું કલંક ચઢાવ્યું તો ઉદયભાણ તરીકેના અને વીરભાણ તરીકેના ભવમાં પાછું તે કર્મ વૈ૨રૂપે ઉદયમાં આવ્યું અને ‘અપરમાતા’ એવી ‘શ્રીરાણી’એ બાલ્યકિશોર વયમાં તેમનાં ૫૨ કલંક ચઢાવ્યું. ગુણસેન અને અગ્નિશર્માના વૈરે નવ ભવ સુધી એકબીજાનો બદલો વૈ૨રૂપે વાળ્યો આમ એકબીજા સાથે બંધાયેલું વૈર પણ છૂટી શકતું નથી અને એકબીજા સાથે થયેલો ગાઢ મોહ પણ સ્નેહભાવરૂપે કોઈ ને કોઈ ભવમાં એક બીજા સાથે મેલાપ કરાવી આપે છે. જેમ ચાલુ ઢાળોમાં જ આપણે જોઈ રહ્યા છીએ કે પૂર્વભવના શુકયુગલ આ ભવમાં રાજારાણી બન્યાં અને શુક યુગલના ભવમાં એક બીજી શોક્યે બાંધેલ કર્મનો બદલો જયસુંદરી અને રતિસુંદરી રાણીના ભવમાં લેવાયો. આમ વૈર અને મોહ બંનેય ખતરનાક છે. દુ:ખદાયી છે. તન-મન અને વચનના ત્રિવિધ યોગે હસતાં બાંધેલાં કર્મ રડતાં પણ છુટતાં નથી અને આવા કડવા કર્મના વિપાકથી જીવ પરલોકે અનંતી પીડાને પામે છે. પણ કર્મના બંધનથી કોઈ છુટી શકતું નથી. (૯) આ પ્રમાણેની કેવલી ભગવંતની વાણી સાંભળીને હવે હેમપ્રભરાજા કરજોડીને અણગાર પ્રત્યે મસ્તક નમાવીને સભા સમક્ષ અવસર પામીને પોતાનો સંશય પૂછે છે. (૧૦) હે ભગવંત ! મારી જયસુંદરી નામની રાણી ગોખે બેઠેલી હતી તેને કોણે અપહરી ? અને તે કયા સ્થાને લઈને ગયો ? (૧૧) તે પ્રમાણે રાજાનું કહેવું સાંભળીને કેવલી ભગવંત કહેવા લાગ્યા કે, હે રાજન્ ! તે હે તારી રાણીને તારા તથા તેના પુત્રે જ અપહરી છે. તે પ્રમાણેનું કેવલીનું કહેવું સાંભળી રાજા કહેવા લાગ્યો કે, હે ભગવંત ! તેહને વળી પુત્ર ક્યાંથી હોય ? (૧૨) હે ભગવંત ! તેહને બીજો પુત્ર નથી અને પહેલો જે પુત્ર હતો તે પણ દૈવયોગે મૃત્યુ પામ્યો છે. તો આ વાત કેવી રીતે બની શકે ? (૧૩) ૨૦૩ Page #227 -------------------------------------------------------------------------- ________________ ETS....... શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ૩ તૂટેલા હારની જેમ આ વાત કેવી રીતે સંભવે. એ પ્રમાણે રાજા સંશયમાં પડ્યો થકો | મનમાં કંઈક વિચારી રહ્યો છે. ત્યારે કેવલી ભગવંત કહેવા લાગ્યા કે, હે રાજન્ ! સાંભળ ફોગટ બ્રાંતિમાં કેમ પડ્યો છે ! (૧૪) મૃગલાની નાભિમાં કસ્તૂરી છે તેને પ્રાપ્ત કરવી છે. તેને માટે વનમાં શોધતાં ફરે છે પણ કસ્તૂરી પ્રાપ્ત થાય નહિ. કેમકે નાભિમાંથી સુગંધ આવતી નથી તેથી એમ માનો કે 3 કસ્તૂરીની જો નાભિમાં સુગંધ નથી તો કસ્તૂરી કેવી રીતે સંભવે ! એ ન્યાયે હે રાજનું! તું | પણ અહીં ભૂલો પડ્યો છે. તેથી સંશય કરે છે. (૧૫) વળી હાથના કંકણ જોવા માટે કોઈ આરિસો માંગે ખરું? તણખલાના ઓથે કંઈ ડુંગર દિન હોઈ શકે ખરો? ન જ હોય પણ તે ન્યાયે તું સંશય કરી રહ્યો છે. (૧૬) ની કેવલી ભગવંતની ઉપર પ્રમાણેની વાણી સાંભળીને રાજા કહેવા લાગ્યો કે, હે ભગવંત ! 6. જિનવાણી કદાપિ અલિક (ખોટી) ન હોય એમ સહુ કોઈ જાણે છે. હું પણ માનું છું પરંતુ કી તેની શોધે પુત્રને હણી નાંખ્યો છે તે વાત પણ સહુ કોઈ જાણે છે. તેથી મારા મનમાં સંદેહ 3 ઉત્પન્ન થાય છે. (૧૭) વળી આપ કહો છો તેમ વાત સાચી છે પણ આ જાણે મોટું કૌતુક થઈ રહ્યું છે. તેથી હું તે | સંશયથી ભરાયો છું. જેમ મારી “મા' અને તે વાંઝણી. આ ઉખાણો ક્યાંય જોવા મળતો નથી. $ તેમ તેનો પુત્ર બલિદાનમાં અપાઈ ગયો છે તો તે માતા અને પુત્ર કેવી રીતે સંભવે ? (૧૮) $ હવે રાજાનો સંશય ટાળવા કેવલી ભગવંત દૈવીપૂજા માટે પ્રજા સર્વે ભેગી થયેલી. મને દેવીના મંદિરે ગીતો ગવાઈ રહેલાં. પડલીમાં બાળક હતું. ભોગ ચઢાવાની તૈયારી હતી તે સમયે ગગનપંથે વિદ્યાધર સૂરરાજા જઈ રહેલા. આ તારા જયદત્તકુમારને જોયો. પોતે કરે Sી વિદ્યાના બળે જયદત્તને ઉઠાવી લીધો અને ત્યાં મરેલું બાળક મૂક્યું, તેણે જઈને પોતાની માં સ્ત્રીને સોંપ્યો. તે વિદ્યાધર રાજા-રાણીએ પુત્રની જેમ મોટો કર્યો, તેનું મદનકુમાર નામ દિન | પાડ્યું. વિદ્યાધરની સઘળી વિદ્યા શીખ્યો. ગગનાંતર અવગાહતા ગોખે બેઠેલી જયસુંદરી ન પર મોહિત થયો. તેનું અપહરણ કર્યું. સરોવર પાળે બેઠો હતો. વાનર યુગલે આવી ER | પ્રતિબોધ કરવા ઓળખાણ કરાવી. તે વાનરી પૂર્વના-શુકના ભવની તારી પુત્રી હતી અને ત્રીજી છે તે વિદ્યાધર સૂરરાજા પરિવાર સહિત વૈતાદ્યથી અત્રે વંદન કરવા આવ્યો છે. આટલો E વૃત્તાંત કેવલી ભગવંતે સકલ સભા સમક્ષ કહી સંભળાવ્યો. (૧૯, ૨૦) આ એ પ્રમાણે કેવલી ભગવંત પાસેથી સર્વ વૃત્તાંત સાંભળી રાજા હેમપ્રભ પોતાના નયનો આ નિ પસારીને નર-નારીના દિને જોવા લાગ્યા અને સર્વને દેખીને સહુનમનનસંગભાંગી કરી ગયા. (૨૧) Page #228 -------------------------------------------------------------------------- ________________ SSS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ RSSSSSSSSS અને મદનકુમાર' (જયદત્ત) પોતાના પિતા છે તેમ જાણી પિતાને ચરણે નમસ્કાર કરવા લાગ્યો અને અન્યોઅન્ય સંબંધી મળ્યા તેથી સર્વની આંખે હર્ષના આંસુ આવવા લાગ્યા અને વિયોગના દુઃખ દૂર થયાં. (૨૨) - ત્યારબાદ જયસુંદરી આવીને પોતાના પતિને નમસ્કાર કરવા લાગી અને પોતાના કરી દુઃખની વાતો યાદ કરી રૂદન કરવા લાગી. આ દ્રશ્યથી સભા, સ્વજનો સહુની આંખે પાણી 3) ઝરવા લાગ્યા. (૨૩) | હે ભવ્યજનો ! તે મુનિવરને વંદન કરો જે મનના સંશયો ભાંગે છે. એ પ્રમાણે ન ઉદયરત્નવિજયજી મહારાજે પાંત્રીસમી ઢાળ પૂર્ણ કરી. (૨૪) Page #229 -------------------------------------------------------------------------- ________________ SONA NO | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ) | 2013 ઢાળ છત્રીસમી | દોહા | જયસુંદરી જિનને કહે, આણી મન અંદોહ; સોલ વરસ કુણ કર્મથી, પામી પુત્ર વિછોહ. ૧ શોક્ય તણું ઈંડુ હરી, સોલ મુહરત લગે જેહ દુઃખ દીધું જે શોક્યને, તું ફલ પામી તેહ. ૨ તિલ તુસ માત્ર જ અન્યને, સુખ દુઃખ કીજે જેહ; અનંત ગુણું તેહથી અધિક, પરભવે પામે તેહ. ૩ રતિરાણી જયસુંદરી, માંહોમાંહી બેહ; ખમાવે ખાતે કરી, જિન સાખે કરી નેહ. ૪ કહો મુનિ તે કુણ વાનરી, જેણે કીધો ઉપકાર; જિન કહે એ તાહરી સુતા, કહો તેહનો અધિકાર. ૫ ભાવાર્થ : હવે જયસુંદરી જિનને વંદન કરી મનમાં સંશય હતો તે પૂછવા લાગી કે, તે ભગવંત ! સોલ વર્ષ સુધી કયા કર્મથી હું પુત્રનો વિયોગ પામી ? (૧) તે સાંભળીને કેવલી ભગવંત કહેવા લાગ્યા કે, હે ભદ્રે ! પૂર્વે શુક-યુગલના ભવમાં તે શોક્યનું ઈંડું હરણ કરી સોલ મુહૂર્ત સુધી રાખ્યું હતું. એ પ્રમાણે તે જે શોક્યને દુઃખ દીધું, સી તે ફલ તું આ ભવમાં પામી કે તે કર્મથી તને સો વર્ષ પુત્રનો વિયોગ થયો. (૨) - જ્ઞાની પુરુષ ફરમાવે છે કે, જે જીવો બીજાને તલમાત્ર પણ સુખ કે દુઃખ કંઈ પણ આપે ૬ છે તેને પરભવમાં અનંતગણું સુખ કે દુઃખ પ્રાપ્ત થાય છે. (૩) તે સાંભળીને રતિસુંદરી અને જયસુંદરી બંને માંહોમાંહિ કેવલી ભગવંતની સાક્ષીએ એકબીજાને સ્નેહથી ખમાવે છે. (૪) - હવે તેઓ પૂછવા લાગ્યાં કે, હે ભગવંત ! તે વાનરી કોણ હતી ? કે જેણે મારા પર ઉપકાર કર્યો ? ત્યારે કેવલી ભગવંતે કહ્યું કે, તે શુક-યુગલના ભાવમાં તારી પુત્રી હતી. આ Eી વિગેરે શુક યુગલના ભવથી માંડીને સર્વ અધિકાર કહી સંભળાવ્યો. (૫) 5) S SS S૨૦૬ Page #230 -------------------------------------------------------------------------- ________________ E SS S SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ - (રાગ : ધન્યાશ્રી પ્રભુ તુજ શાસન અતિ ભલું - એ દેશી) જયસુંદરી રતિરાણીએ, કૃતકર્મના બંધન છેલ્લાં રે; શ્રી જિનવચન સુણી તિહાં, ભવિજનના મન ભેદ્યાં રે. ધન્ય ધન્ય શ્રી મુનિરાજને, જે મનના સંશય ટાળે રે; આગમ અરથ પ્રકાશીને, જે જિનશાસન અજુઆલે રે. ધન્ય૦ ૨ હેમપુરનો સ્વામિ હવે, કેવલીને કહે શીર નામી રે; પુત્ર રાણીશું મેં પ્રભુ, કુણ પુણ્ય એ અદ્ધિ પામે રે. ધન્ય૦ ૩ મુનિ કહે સુણ શુકને ભવે, જિન આગે અક્ષત ધરીયા રે; ચાર જીવ તિહાંથી સવિ, સુરલોકે જઈ અવતરીયા રે. ધન્ય૦ ૪ અનુક્રમે તુમે ઈહાં અવતરીયા, સુરલોકે છે સા દેવી રે; ત્રીજે ભવે તે તાહરી, પુત્રી પણે જાણેવી રે. ધન્ય૦ ૫ અક્ષત પૂજાને પુણ્ય, સુર માનવના સુખ દીઠાં રે; ત્રીજે ભવે હવે તુમે, શિવપુર સુખ લેશો મીઠાં રે. ધન્ય૦ ૬ ઈમ સુણી રતિરાણીના, અંગજને નિજ રાજ દીધું રે; જયસુંદરી જયદત્ત શું, રાજાએ સંજમ લીધું રે. ધન્ય છે નરનારી સહુ વાંદીને, પોહતાં પોતાને ગેહ રે; કેવલી વિહાર કરે તિહાં, નિજ પરિકરશું સસનેહ રે. ધન્ય૦ ૮ તે ત્રણ જીવ ત્રિવિધે કરી, વ્રતને દૂષણ ન લગાવે રે; છટ્ટ-અટ્ટમ આદિ તપ-તપે, ક્ષમાએ કર્મ ખપાવે રે. ધન્ય૦ ૯ પંચ સમિતિ ત્રણ ગુપ્તિ ધરે, તે દશવિધ ધર્મ દીપાવે રે; શ્રી ગુરુની સેવા કરે, મન શુદ્ધ ભાવના ભાવે રે. ધન્ય૦ ૧૦ ચોકખું ચારિત્ર પાળીને, હેમપ્રભમુનિ ગુણદરિયો રે; કાલ કરી સુરમતિ પણે, સહસ્ત્રારે જઈ અવતરિયો રે. ધન્ય૦ ૧૧ જયસુંદરી ને કમર તે, ઉત્તમ સંયમ આરાધી રે; મિશપણે તે અવતર્યા, સુર પદવી સુંદર લાધી રે. ધન્ય૧૨ તે ત્રણે તિહાંથી ચવી, ચોથો દેવીનો જીવ તે ચાર રે; નરભવ લહી સંયમ ગ્રહી, મુક્તિ ગયા નિરધાર રે. ધન્ય૧૩ STD 10 GSSS ૨૦ - - - Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ શ્રી વિજયચંદ્ર કેવલી કહે, તું સાંભળ નૃપ હરિચંદ રે; અક્ષતપૂજાએ ચાર તે, જીવ પામ્યા પરમાનંદ રે. ધન્ય૦ ૧૪ ઢાળ છત્રીસમી એ કહી, સુણો ભવિયણ રંગીલા રે; ઉદય કહે પૂજા થકી, લહિયે મનવંછિત લીલા રે. ધન્ય૦ ૧૫ ભાવાર્થ : જયસુંદરી અને રતિસુંદરી શ્રી જિનવચન સાંભળીને પોતે પોતાના કર્મને છેદે છે. જિનવચને ભવિજનના મન ભેદાયા, સહુ ધર્મના રાગી બન્યા. મુનિરાજને ધન્ય છે જે મનનાં સંશય ટાળે છે અને આગમનો અર્થ પ્રકાશીને શ્રી જિનશાસનને અજવાળે છે. (૧, ૨) હેમપુરનો રાજા હેમપ્રભ હવે કેવલી ભગવંતને મસ્તક નમાવીને પૂછવા લાગ્યો કે, હે ભગવંત ! પુત્રે, રાણીએ અને મેં એવું શું પુણ્ય કર્યું કે જેનાં પ્રભાવે આ રાજ્યઋદ્ધિ પ્રાપ્ત કરી ? (૩) તે સાંભળી કેવલી ભગવંત કહેવા લાગ્યાં કે, હે રાજન્ ! શુકના ભવમાં તું પોપટ અને આ તારી પત્નિ અને કુમાર તે તારો પુત્ર હતો. એક વખત ચારણશ્રમણ મુનિના મુખથી જિનપૂજાનો મહિમા સાંભળી તે પરિવાર સાથે જિનની અક્ષતપૂજા કરી હતી અર્થાત્ જિન આગળ અક્ષત ધર્યા હતાં, તે પુણ્યથી તમે ચાર જણ ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી સુરલોકે ગયા. (૪) અને અનુક્રમે ત્યાંથી ચ્યવી તમે ત્રણ અહિં જન્મ પામ્યા છો અને જે દેવી વાન૨ીરૂપે આવી હતી તે શુક ભવની તારી પુત્રી હતી તે અત્યારે દેવલોકમાં છે. (૫) વળી હે રાજન્ ! અક્ષતપૂજાના પુણ્યથી તમે સુરલોકના અને માનવભવના સુખ પ્રાપ્ત કર્યા છે અને હવે અહીંથી ત્રીજા ભવે તમે શિવપુરના મીઠાં સુખને પ્રાપ્ત કરશો. (૬) એ પ્રમાણે કેવલીનાં વચન સાંભળી હેમપ્રભરાજાએ રતિસુંદરી રાણીના પુત્ર રતિદત્તને પોતાનું રાજ્ય આપ્યું અને પોતે જયસુંદરી અને જયદત્ત સાથે કેવલી ભગવંત પાસે સંયમ ગ્રહણ કર્યું. (૭) હવે સહુ નરનારી સર્વે અણગારોને વંદન કરી પોતાના ઘરે પહોંચ્યા અને કેવલી ભગવંતે પણ પોતાના પરિવાર સાથે વિહાર કર્યો. (૮) હેમપ્રભ રાજઋષિ જયસુંદરી સાધ્વી અને જયદત્ત મુનિવર આ ત્રણે જીવ ત્રિવિધ યોગે વ્રતને પાળે છે અને વ્રતને જરાં પણ દૂષિત થવા દેતાં નથી. છઠ્ઠ અઠ્ઠમ આદિ તપ કરે છે અને ક્ષમા રાખીને કર્મને ખપાવે છે. (૯) ૨૦૮ Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ .. પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ એ અષ્ટપ્રવચન માતાનું રૂડી પરે પાલન કરે છે. દવિધ યતિધર્મને દીપાવે છે તેમજ ગુરુ ભગવંતની સેવા કરતાં મન શુદ્ધે શુભ ભાવના ભાવે છે. (૧૦) શ્રી હેમપ્રભ રાજવી નિર્મળ ચારિત્ર પાળીને આયુષ્ય પૂર્ણ થયે કાળ કરી, સહસ્રાર દેવલોકે સુ૨૫તિ૫ણે અવતાર પામ્યા. (૧૧) અને જયસુંદરી તથા જયદત્તકુમાર પણ ઉત્તમ સંયમ આરાધી આયુપૂર્ણ થયે કાળ કરી દેવલોકે મિત્રપણે દેવ થયા અને દેવતાઈ ઋદ્ધિ પ્રાપ્ત કરી. (૧૨) તે ત્રણ એટલે કે હેમપ્રભરાજા, જયસુંદરી રાણી અને જયદત્તકુમાર એ ત્રણ અને ચોથો દેવીનો જીવ તે ચારેય નરભવ પામી સંયમગ્રહી આયુ ક્ષય થયે મુક્તિસુખને પામ્યા. (૧૩) આ પ્રમાણે શ્રી વિજયચંદ્ર કેવલી હરિચંદ્ર રાજાને કહી રહ્યા છે કે, હે હરિચંદ્ર રાજન્ ! સાંભળ. અક્ષતપૂજા કરવાના પુન્ય (પ્રભાવ)થી તે ચારેય જીવ પરમાનંદ પદના ભોક્તા બન્યાં. (૧૪) એ પ્રમાણે છત્રીસમી ઢાળ પૂર્ણ થઈ. ઉદયરત્નવિજયજી મહારાજ કહે છે. હે રંગીલા ભવ્યજનો સાંભળો. જિનપૂજા કરવા થકી જીવ મનવાંછિત લીલ વિલાસને પ્રાપ્ત થાય છે, તેથી જિનપૂજા કરવામાં આદરભાવ ધારણ કરી પ્રભુપૂજા કરી શાશ્વતપદના ભોક્તા બનો ! (૧૫) ઈતિ અક્ષતપૂજા કરવા થકી શાશ્વત સુખના ભોક્તા થયેલ શુકયુગલનું દ્રષ્ટાંત સમાપ્ત -૧૪ ૨૦૯ Page #233 -------------------------------------------------------------------------- ________________ છે . શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ સાડત્રીસમી | દોહા | જિનપૂજા હરિચંદ સુણ, કોડિ સમારે કાજ; ભવસિંધુ જલ તારવા, ઉત્તમ એહ જહાજ. ૧ જિનગુણ ગાવે જિન નમે, જિનને પૂજે જેહ; જિનના મંદિર જે કરે, પૂજ્ય હોય નર તેહ. ૨ જે જન ષટુ હતુ ફૂલશે, જિન પૂજે ત્રણ કાલ; સુર નર શિવ સુક સંપદા, પામે તે સુરસાળ. ૩ જિન ઉત્તમ કસમે કરી, પૂજ્ય શ્રી વીતરાગ; વણિકસુતા લીલાવતી, પામી શિવ સૌભાગ. ૪ વિજયચંદ્ર મુનિવર વદે, સુણ રાજન ગુણવંત; ચોથી પૂજા ઉપરે, કહું તેહનો દૃષ્ટાંત. ૫ ભાવાર્થ હવે વિજયચંદ્ર કેવલી હરિચંદ્રરાજાને કહી રહ્યા છે કે, હે રાજનું! સાંભળ. જિનપૂજા કરવાથી આપણાં ક્રોડો કામ સુધરે છે. સિદ્ધ થાય છે. વળી ભવસિંધુથી પાર ઉતરવા માટે જિનપૂજા એ ઉત્તમ નૌકા સમાન છે. (૧) વળી જે જીવ જિનના ગુણ ગાય છે. જિનને નમે છે. જિનની પૂજા કરે છે અને જે કરી જિનના મંદિર બંધાવે છે, તે નર ત્રણે લોકમાં પૂજ્ય બને છે. (૨) ની વળી જે નર-નારી ષટ્રઋતુના ફૂલથી ત્રણ કાલ જિનેશ્વરની પૂજા કરે છે. તે સુર-નર ની અને શિવસુખની સુંદર સંપદાને પ્રાપ્ત કરે છે. (૩) ઉત્તમ એવા કુસુમે કરી લીલાવતી વણિક સુતાએ શ્રી વીતરાગદેવની પૂજા કરી તેથી તે શિવસુખ અને સૌભાગ્યને પામી. (૪) વળી શ્રી વિજયચંદ્ર કેવલી કહેવા લાગ્યા કે, હે ગુણવંતા હરિચંદ્ર રાજનું! ચોથી પૂજા | | ઉપર તે વણિક સુતા લીલાવતીનું દૃષ્ટાંત કહું છું તે સાવધાન થઈને સાંભળ. (૫) (સાહિબ સાંભળો વિનતી તમે છો ચતુર સુજાણ સનેહી - એ દેશી) દીપે દક્ષિણ ભારતમાં, ઉત્તર મથુરા ઠામ રાજનજી, તિહાં નિવસે વ્યવહારિયો, વિજય શેઠ ઈણે નામ રાજનજી. સાંભળ તું મનરંગશુ Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ શ્રી માલા તસ કામીની, રૂપવતી અભિરામ. રાજનજી, તસ તનયા લીલાવતી, લલિત કલા ગુણધામ રા૦ સાંભળ૦ ૨ લઘુ બંધવ છે તેહને, ગુણધર નામે ઉદાર. રાજનજી, ભાઈ બહેન તે બે જણાં, છે ઘરનો શણગાર. રા૦ સાંભળ૦ ૩ - જિમ ઈંદુ ઉજ્વલ પખે, જિમ ઉત્તમના નેહ. રાજનજી, ચંપક તરુ જિમ બાગમાં, તિમ વાઘે તે બેહ. રા૦ સાંભળ૦ ૪ એહવે દક્ષિણ દિશે પુરી, દક્ષિણ મથુરા નામ. રાજનજી, વ્યવહારી એક તિહાં વસે, મકરધ્વજ ગુણધામ. રા૦ સાંભળ૦ ૫ વારુ વિનયદત્ત તેહને, નંદન છે સુવિવેક. રાજનજી, તે વ્યાપારે આવ્યો તિહાં, લેઈ વસ્તુ અનેક. રા॰ સાંભળ૦ ૬ લીલાવતીને દેખીને, મોહ્યો તે વિજયદત્ત. રાજનજી, પરણાવે તેહને પિતા, દેખી બહુ ગુણજુત્ત. રા॰ સાંભળ૦ ૬ પરણાવી તસ પુત્રીકા, વિજય શેઠ તેણીવાર. રાજનજી, આપે કર મૂકામણે, કનક રતન ભંડાર. રા૦ સાંભળ૦ ૮ લીલાવતીને આપી તિહાં, દાસી પલ્લવી નામ રાજનજી, દિન કેતાએક તિહાં રહી, શીખ માગી હવે તામ રા૦ સાંભળ૦ ૯ માત પિતા સહુશું મળી, દાસી સાથે લેઈ. રાજનજી, પતિ સાથે તે પરવરી, લીલાવતી સસનેહી, રા૦ સાંભળ૦ ૧૦ વિનયદત્ત વનિતા વરી, પહોંત્યો નિજ પુરઠાણ. રાજનજી, પંચવિષય સુખ ભોગવે, પૂરવ પુણ્ય પ્રમાણ. રા૦ સાંભળ૦ ૧૧ શ્વસુર કુલની માજાયે, લીલાવતી ઘરે લાજ. રાજનજી, વિનય કરે મોટા તો, ફુલ મોટાઈ કાજ. રા૦ સાંભળ૦ ૧૨ અન્યદા તેહની શોક્યે તિહાં, જિનને પૂજ્યા ફૂલ. રાજનજી, હાર ગુંથી કંઠે ઠવ્યો, પરિમલ જાસ અમૂલ. રા૦ સાંભળ૦ ૧૩ જે પૂજા શોક્યે કરી, તે દેખી તિણે ઠામ. રાજનજી, મનમાં મિથ્યાત્વ યોગથી, અમરષ ઉપનો તામ રા૦ સાંભળ૦ ૧૪ ૨૧૧ Page #235 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ અજ્ઞાને સા આવરી, ન લહે ધર્માધર્મ. રાજનજી, શોક્ય તણે દ્વેષે કરી, કડુઆ બાંધશે કર્મ. રા૦ સાંભળ૦ ૧૫ પલ્લવી ને લીલાવતી, કોપે ચડી ઈમ ભાખે. રાજનજી, એ માળા લઈ ઈહાં થકી, વાડ્ય માંહે જઈ નાંખ. રા૦ સાંભળ૦ ૧૬ ઈમ નિસુણી દાસી ગઈ, જિનમુખ આગે જામ. રાજનજી, માળા ઠામે મળિધર દેખી, દાસી બીહની તામ. રા૦ સાંભળ૦ ૧૭ વાર બે ચાર કહ્યો તેણે, દાસી ન ઘાલે હામ. રાજનજી, ભુજંગ ઉપરે ભુજ નાખીને, કુણ ગ્રહે મરવા ઠામ. રા૦ સાંભળ૦ ૧૮ આપે ઉઠી ઉતાવળી, માલ ગ્રહી નિજ હાથે, રાજનજી, એકાંતે નાંખે જેહવે, તવ વળગી કર સાથે. રા૦ સાંભળ૦ ૧૯ દેવ પ્રભાવે દામનો, ઉરગ થયો મહાચંડ. રાજનજી, હાથથી હેઠો પડે નહિ, વીંટી રહ્યો ભુજદંડ. રા૦ સાંભળ૦ ૨૦ તવ તે બુંબારવ કરે, તે સાંભળી પુરલોક. રાજનજી, સ્વજન આદિ આવી મળ્યા, નર-નારીના થોક. રા૦ સાંભળ૦ ૨૧ સા લાજી મનશું ઘણું, લોક જુએ સહુ ખ્યાલ. રાજનજી, અનેક ઉપાય કર્યા તિહાં, કર નવિ છોડે વ્યાલ. રા૦ સાંભળ૦ ૨૨ શોક્ય તેહની શુદ્ધ શ્રાવિકા, નિશ્ચલ સમકિત જાસ. રાજનજી, નહિ મદ મત્સર જેહને, નામે જિનમતિ ખાસ. રા૦ સાંભળ૦ ૨૩ ત્રિકાલ પૂજા તે કરે, પડિક્કમણું દોય વાર. રાજનજી, મિથ્યાત્વીના મંડલમાં, જિનધર્મી સા નાર. રા૦ સાંભળ૦ ૨૪ તેણે દીઠી લીલાવતી, કરતી વિવિધ વિલાપ. રાજનજી, નવકાર મંત્ર સંભારીને, અનુકંપા ઘરી આપ. રા૦ સાંભળ૦ ૨૫ નિજ હાથે જબ તે ગ્રહે, સાપ તણી તત્કાલ. રાજનજી, તેહના સત્વ પ્રભાવથી, થઈ સુંદર ફૂલમાલ. રા૦ સાંભળ૦ ૨૬ તે દેખી સહુ જન કહે, ધન્ય ધન્ય તુજ અવતાર. રાજનજી, નિર્મળ શીલવતી સતી, પ્રશંસે નરનાર. રા૦ સાંભળ૦ ૨૭ ૨૧૨ Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ જિનમતિનો જસ વિસ્તર્યો, લોક ગયા નિજગેહ. રાજનજી, ઉદયરત્ન કહે સાંભળી, ઢાળ સાડત્રીસમી એહ. રાજનજી. સાંભળ તું મનરંગ. સાંભળ૦ ૨૮ ભાવાર્થ : શ્રી વિજયચંદ્ર કેવલી કહી રહ્યા છે કે, હે હરિચંદ્ર રાજન્ ! સાંભળ. દક્ષિણ ભરતમાં ઉત્તરમથુરા નામે નગરી છે. તે નગરીને વિષે વિજયશેઠ નામે એક વ્યવહા૨ીયો વસે છે. (૧) SZSZN તે શેઠને રૂપવતી એવી શ્રીમાલા નામની પત્નિ છે અને તેને લલિત-કલા અને ગુણના સ્થાનરૂપ એક લીલાવતી નામે પુત્રી છે. (૨) તે લીલાવતીને ગુણધર નામે સ્વભાવથી ઉદાર એવો નાનો ભાઈ છે અને તે ભાઈ - બહેન બે જણાં તેમના ઘરનો શણગાર છે. (૩) જેમ ઉજ્જવલ પક્ષમાં ચંદ્ર, ઉત્તમ મનુષ્યોના પરસ્પર સ્નેહ અને બગીચામાં જેમ ચંપકનું વૃક્ષ વૃદ્ધિ પામે છે તેમ આ બંને ભાઈ - બહેન પણ વૃદ્ધિ પામે છે. (૪) હવે દક્ષિણ ભરતમાં દક્ષિણમથુરા નામની નગરી છે અને ત્યાં ગુણના સ્થાનરૂપે ‘મકરધ્વજ’ નામનો એક વ્યવહા૨ી વસે છે. (૫) તે મક૨ધ્વજ શેઠને વિનયદત્ત નામે સુંદર એક પુત્ર છે. તે વિવેકી પણ છે અને એક વખત તે વિનયદત્ત અનેક વસ્તુ સાથે લઈ વ્યાપારાર્થે ઉત્ત૨મથુરામાં આવ્યો છે. (૬) હવે વિનયદત્ત લીલાવતીને દેખીને તેના પ્રત્યે મોહિત થયો અને લીલાવતીના માતાપિતાએ તે વ્યતિકર જાણીને અને વિનયદત્ત ઘણો ગુણભંડારી છે એમ દેખી લીલાવતીને તેની સાથે પરણાવે છે. (૭) વિજયશેઠ પોતાની પુત્રીને વિનયદત્ત સાથે પરણાવે છે અને કરમોચન વખતે તેને કનકના અને રત્નના ભંડાર ભરીને આપે છે. (૮) અને લીલાવતીને પલ્લવી નામની એક દાસી સાથે આપે છે. હવે કેટલાક દિવસ ત્યાં રહ્યાં પછી વિનયદત્ત પોતાને સ્થાને જવા માટે શીખ માગે છે. (૯) તે વારે માતા-પિતા મળીને શીખ આપે છે અને લીલાવતી દાસીને સાથે લઈ અને પોતાના સ્વામી આદિ પરિવારે પરિવરેલી તે જવા માટે તૈયારી કરે છે. (૧૦) અને વિનયદત્ત પણ સપરિવારે પરવર્યો છતો પોતાની વનિતા લીલાવતીને સાથે લઈ પોતાની નગરીએ પહોંચ્યો અને પૂર્વકૃત પુણ્યના પ્રભાવે તેની સાથે પંચવિષયસુખને ભોગવે છે. (૧૧) (૨૧૩૦ Page #237 -------------------------------------------------------------------------- ________________ S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ હવે સુરકુલની મર્યાદા પ્રમાણે લીલાવતી ત્યાં જ લાજ-મર્યાદાને ધારણ કરે છે અને તે | પોતાના કુલની મોટાઈ વધારવા વડિલોનો વિનય પણ સાચવે છે. (૧૨) કોઈ એકવખત લીલાવતીની શોક્ય શ્રી જિનેશ્વરદેવની પુષ્પથી પૂજા કરી તેમાં જેની અમૂલ્ય પરિમલ મહેંકી રહી છે એવા ફૂલનો હાર ગુંથી શ્રી જિનેશ્વરદેવના કંઠે ઠવ્યો. (૧૩) હવે શોધે જે પૂજા કરી તે દેખીને લીલાવતીને મિથ્યાત્વના યોગથી મનમાં ઈર્ષાભાવ થયો. (૧૪) - તે લીલાવતી અજ્ઞાનતાથી હાલ ઘેરાયેલી છે અને ધર્માધર્મને નહિ જાણતી તે શક્ય પ્રત્યેના દ્વેષના કારણે કડવાં કર્મને બાંધશે ! (૧૫) - હવે લીલાવતી પોતાની દાસી એવી પલ્લવીને બોલાવી ક્રોધપૂર્વક કહેવા લાગી કે, હે પલ્લવી ! પ્રભુકંઠે જે ફૂલમાલા છે તે તું લઈને વાડામાં જઈને નાંખી દે. (૧૬) એ પ્રમાણેના વચન સાંભળી દાસી જ્યાં જિનેશ્વર ભગવાનની સન્મુખ આવી ત્યાં તેણે ની ફૂલની માળાની જગ્યાએ મોટો મણિધર સર્પ દેખ્યો તેથી દાસી ડરવા લાગી. (૧૭) તેથી લીલાવતીએ બે ચાર વખત કહ્યું પણ દાસી તે લેવા હિંમત કરતી નથી. ખરેખર તે - ભુજંગ પર પોતાનો હાથ નાંખીને કોણ મૃત્યુને નોતરું આપે? (૧૮) દિ તેથી હવે લીલાવતી પોતે જાતે ઉઠી અને પ્રભુકંઠે જે માળા હતી તે પોતાના હાથે જ લઈ લીધી અને હવે જ્યાં તે એકાંતમાં નાંખવા ગઈ ત્યાં તે માળારૂપી સર્પ તેના હાથે $ વળગી રહ્યો. (૧૯) દેવપ્રભાવે તે હારનો સર્પ મહાભયંકર ચંડાલ જેવો થયો અને હાથથી છુટો પડતો નથી , ની પણ લીલાવતીના ભજદંડને વીંટળાઈને રહ્યો. (૨૦) તેથી લીલાવતી મોટેથી બુબાર કરવા લાગી. તે સાંભળીને સઘળું પુરલોક અને કે શિવ સ્વજન સંબંધી આદિ નર-નારીના ટોળાં થોકબંધ ત્યાં આવવા લાગ્યાં. (૨૧) તેથી લીલાવતી મનમાં ઘણું લાજવા લાગી. લોકોને બધો ખ્યાલ આવી રહ્યો છે. અનેક ઉપાય કર્યા બાદ પણ તે સર્પ લીલાવતીનો હાથ છોડતો નથી. (૨૨) લીલાવતીની શોક્ય જિનમતિ શુદ્ધ શ્રાવિકા છે અને નિચે ગાઢ સમકિતની ધારક છે વળી મદ મત્સર આદિ અવગુણો જેનામાં લવલેશ નથી. (૨૩) વળી તે જિનમતિ જિનેશ્વરદેવની ત્રિકાલ પૂજા કરે છે. બે ટાઈમ પ્રતિક્રમણ કરે છે. - મિથ્યાત્વીના મંડલમાં તે જિનમતિ ખરેખર જિનધર્મીઓમાં શિરોમણી છે. (૨૪) Page #238 -------------------------------------------------------------------------- ________________ S S S SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ C.S.S C.S ગુણના ભંડાર સમી તે જિનમતિએ લીલાવતીને અનેક પ્રકારના વિલાપ કરતી દેખી છે છે તેથી પોતે જાતે તેના પ્રત્યે અનુકંપા ધારણ કરી નવકારમંત્રનું સ્મરણ કરીને. (૨૫) પોતાના હાથે જયારે તે સર્પને ગ્રહણ કરવા ગઈ ત્યારે તત્કાલ તેના સત્રના પ્રભાવથી જ Sી તે સુંદર ફૂલમાળા થઈ ગઈ. (૨૬) મિ તે આશ્ચર્ય જોઈને સહુ લોકો, તારા અવતારને ધન્ય છે. ધન્ય છે. એમ કહેવા લાગ્યા છે અને નિર્મલ શીલવતી એવી તે સતીની સહુ નર-નારીઓ પ્રશંસા કરવા લાગ્યા. (૨૭) આ એ પ્રમાણે જિનમતિનો યશ વિસ્તારને પામ્યો અને લોકો તેના “યશગાન’ કરતા ની પોતાને ઘરે ગયા. એ પ્રમાણે ઉદયરત્નવિજયજી મહારાજ કહે છે કે આ સાડત્રીસમી ઢાળ પૂર્ણ થઈ. (૨૮) Page #239 -------------------------------------------------------------------------- ________________ SિSSS SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) S S S 13 ઢાળ આડત્રીસમી | દોહા // સાધુ દોચ કો તિણે સમે, એષણિક લેવા આહાર; અનુક્રમે આવ્યા વિચરતા, લીલાવતી ઘરદ્વાર. ૧ મન હરખે લીલાવતી, દેખી મુનિવર હોય; સપરિવારશું સાધુને, વિનયશ વંદે સોય. ૨ ધર્મલાભ દેઈ કહે, વૃદ્ધ મુનિ તિણી વાર; સાંભળ તું લીલાવતી, ધર્મ તણો અધિકાર. ૩ લીલાવતી વળતું વદે, પદ વંદી સુવિશેષ; કહો સ્વામી કરૂણા કરી, ધર્મ તણો ઉપદેશ. ૪. પાવન જેણે થઈ એ પ્રભ, સફળ થાયે અવતાર; મચા કરી મુજ ઉપરે, ભાખો તે સુવિચાર. ૫ ભાવાર્થ તે સમયે બે અણગાર ઔષણિક આહાર લેવા વિચરતા અનુક્રમે લીલાવતીને ઘરે આવ્યા. (૧) તે મુનિવરને જોઈને મનમાં હરખાઈને લીલાવતી સપરિવાર સાધુને વિનયપૂર્વક વંદન કરે છે. (૨) | મુનિવરે પણ લીલાવતીને ધર્મલાભ દીધો અને તેમાં જે મોટા મુનિવર હતાં તેમણે કહ્યું કે, હે લીલાવતી ! ધર્મનો અધિકાર સાંભળ. (૩) તે સાંભળીને લીલાવતી મુનિવરને નમસ્કાર કરીને વિશેષ પ્રકારે કહેવા લાગી કે હે સ્વામી ! કરૂણા કરી ધર્મ તણો ઉપદેશ કહો. (૪). કે જેથી અમે પાવન થઈએ અને જન્મને સફળ કરીએ માટે મારા પર મહેર કરીને મને ધર્મશ્રવણ કરાવો. (૫) (રાગ સારંગ - મલ્હાર - શ્રી યુગમંધર વિનવું હો લાલ - એ દેશી) સુણ દેવાનપ્રિયે હવે હો લાલ, ઈમ કહે અણગાર, લીલાવતી. વારંવાર એ દોહિલો હો લાલ, માનવનો અવતાર, લીલાવતી. નરભવ લાહો લીજિયે હો લાલ. નર૦ ૧ Page #240 -------------------------------------------------------------------------- ________________ A વહU ) RD E E A E POD A B છે (C) 5 P)2 NR (5) સૌજન્ય :રસીલાબેન ખાંતિભાઇ હેમચંદ શાહ દેપલાવાળા હાલ-અમદાવાદ Page #241 --------------------------------------------------------------------------  Page #242 -------------------------------------------------------------------------- ________________ S SS S SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ | S S SS રાગ અને દ્વેષે કરી હો લાલ, લાખ ચોરાશી થાય. લીલા. કાળ અનાદિ અનંતનો હો લાલ, જીવ ભમે જગમાંહી. લીલા. નર૦ ૨ કોઈક પચ કલ્લોલથી હો લાલ, લહી મનુષ્યભવ એહ. લીલા. પંચ વિષયની લાલચે હો લાલ, ફોગટ હારે તેહ. લીલા. નર૦ ૩ પદવી ઈંદ્રને પૂજ્યની હો લાલ, પામે નહિ સંદેહ. લીલા. સમકિત ચિંતામણી સમો હો લાલ, દુખે પામે તેહ. લીલા. નર૦ ૪ સમકિત મૂલ વિના સહી હો લાલ, પાર ન પામે કોય. લીલા. સમકિતથી સંસારમાં હો લાલ, સદ્ગતિ સહેજે હોય. લીલા. નર૦ ૫ ત્રણ તત્વને ઓળખે હો લાલ, દેવ ગુરુને ધર્મ. લીલા. સદુહણા જિનવયણની હો લાલ. સમકિતનો એ મર્મ. લીલા. નર૦ ૬ દેવ અનેકમાં દીપતો હો લાલ. દોષ રહિત ભગવંત. લીલા. સમકિતને અજુઆળવા હો લાલ, પૂજિયે શ્રી અરિહંત. લીલા. નર૦ ૭ કેતકી ચંપક કેવડે હો લાલ, જાઈ જુઈ જાસુલ. લીલા. માલતીને મચકુંદના હો લાલ. લેઈ ફૂલ અમૂલ. લીલા. નર૦ ૮ જે પૂજે જિનદેવને હો લાલ, વિધિશુ ત્રણ કાલ. લીલા. સૂર નર શિવ સુખસંપદા હો લાલ, પામે તે સુરસાલ. લીલા. નર૦ ૯ ચઢાવે ભગતે કરી હો લાલ, જે જિનને એક ફૂલ. લીલા. સૂરનરની તે સાહ્યબી હો લાલ, ઉત્તમ પામે અમૂલ. લીલા. નર૦ ૧૦ જિનપૂજા અન્યની કરી હો લાલ, દેખીને જે દુષ્ટ. લીલા. અમરષ આણે અવગુણી હો લાલ, તે પામે મહાકષ્ટ. લીલાનર૦ ૧૧ ભવચક્રે ભૂલો ભમે હો લાલ, દુઃખિયો તે નર દીન. લીલા. ઈહ લોકે લહે આપદા હો લાલ, પ્રચુર પર આધીન. લીલા. નર૦ ૧૨ દારિદ્ર દૌભગ્યે કરી હો લાલ, તમ રહે તે સદૈવ. લીલા. વિઘન કરે જિન પૂજતાં હો લાલ, કુગતિ લહે તે જીવ. લીલા. નર૦ ૧૩ અર્ચા અરિહંત દેવની હો લાલ, પરની કીધી જેહ. લીલા. ' ઉતારે દ્વેષે કરી હો લાલ, મહા દુઃખ પામે તેહ. લીલા. નર૦ ૧૪ Page #243 -------------------------------------------------------------------------- ________________ SS S « શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ Sો જીભે કરીને જે કહે હો લાલ, જિન પૂજ્યાથી પાપ. લીલા. તે નર મુરખ બાપડા હો લાલ, કહો કિમ તારે આપ. લીલા. નર૦ ૧૫ લીલાવતી કંપી તદા હો લાલ, વચન સુણી તે કાન. લીલા. જિમ કંપે વાયુવેગથી હો લાલ, તરુવર કેરી ડાલ. લીલા. નર૦ ૧૬ ભવભય પામી વળતું ભણે હો લાલ, બાળા જોડી બે હાથ સુસાધુજી પ્રભુજી સુણો વિનતી હો લાલ, મયા કરી મુનિ નાથ સુસાધુજી. અવધારો અણગારજી હોલાલ નર૦ ૧૭ મૂલ થકી માંડી કહો હો લાલ, માળા તણો વિરતંત. એ અપરાધ મેં કર્યો હો લાલ, સુણો સ્વામી ગુણવંત. નર૦ ૧૮ કહો સ્વામી કરૂણા કરી હો લાલ, એહવો કોઈ ઉપાય. જે ટાળે એ પાપને હો લાલ, મનવાંછિત ફલ થાય. નર૦ ૧૯ મનિ કહે મન શુદ્ધ સદા હો લાલ, જો પૂજે જિનદેવ. લીલા. એહ કરમના બંધથી હો લાલ, તું છૂટે તતખેવ. લીલા. નર૦ ૨૦ વંદી કહે લીલાવતી હો લાલ, કરવી મેં નિરધાર. સુ. જાવજીવ લગે સદા હો લાલ, જિનપૂજા ત્રણવાર. સુ. નર૦ ૨૧ પુનરપિ સાધુ પાયે નમી હો લાલ, કરતી પશ્ચાતાપ. લીલા. આતમ નિંદે આપણો હો લાલ, જેહથી છૂટે પાપ. લીલા. નર૦ ૨૨ મુનિવચને મિથ્યાત્વનો હો લાલ, મેલી મનથી પાસ. લીલા.. થઈ સુધી શ્રાવિકા હો લાલ, પામી સમકિત ખાસ. લીલા. નર૦ ૨૩ જિહાં લગે શક્તિ શરીરની હો લાલ, જિહાં લગે પિંડમાં પ્રાણ. સુ. ચિત્તમાં જિહાં લગે ચેતના હો લાલ, તિહાં લગે નિયમ પ્રમાણ સુ નર૦ ૨૪ દેઈ દાન માને કરી હો લાલ, પ્રતિલાભે અણગાર. સુ. ધર્મલાભ દેઈ વળ્યા હો લાલ, તિહાંથી મુનિ તેણિવાર. સુ. નર૦ ૨૫ વિધિએ પૂજે હેજે કરી હો લાલ, કુસુમ જિનને ત્રિકાલા સુણો ભવિયણ ઉદયરત્ન કહે સાંભળો હો લાલા એ આડત્રીસમી ઢાળ. ભવિયણ નારભવ, નર૦ ૨૬ Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ભાવાર્થ : લીલાવતીની વાત સાંભળીને મુનિવર ધર્મોપદેશ આપવા લાગ્યા કે, હે દેવાનુપ્રિયે લીલાવતી ! સાંભળ, વારંવાર મનુષ્ય જન્મ પામવો દુર્લભ છે. તેથી મનુષ્ય ભવનો જેટલો લાહો લેવાય તેટલો લઈ લે. (૧) રાગ અને દ્વેષે કરીને ચોરાશી લાખ જીવાયોનિ સ્થાનાદિમાં જીવ અનાદિ અનંત કાળથી જગતમાં પરિભ્રમણ કર્યા કરે છે. (૨) વળી કોઈક પુણ્યના પ્રભાવથી જીવ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે તો પણ પંચવિષય સુખની લાલચે ફોગટ તેમાં રાચી માચીને માનવ જન્મ હારી જાય છે. (૩) તેથી ઈંદ્રાદિકની પદવી જીવ પામી શકતો નથી. પૂજ્ય પણ બની શકે નહિ, આ વાતમાં જરા પણ સંદેહ નથી. વળી ચિંતામણી રત્ન સમાન સમ્યક્ત્વ દુઃખે કરીને પ્રાપ્ત કરે છે. (૪) કારણ એક એ છે કે સમકિતના મૂલ વિના એટલે કે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા વિના કોઈ પણ જીવ ભવસાય૨નો પાર પામી શકતો નથી અને સમ્યક્ત્વ પ્રાપ્ત કરેલ હોય તો સંસારમાં પણ સહેજે જીવ સદ્ગતિને પ્રાપ્ત કરે છે. (૫) વળી જે સમ્યક્ત્વધારી હોય છે. તે દેવ-ગુરુ અને ધર્મરૂપ ત્રણેય તત્ત્વને ઓળખનારો જાણનારો અને જિનવચન ૫૨ શ્રદ્ધા ધારણ કરનારો હોય છે અને એજ સમ્યક્ત્વનો મર્મ છે. (૬) વળી અનેક દેવોમાં દીપતા, અઢાર દોષથી રહિત અરિહંત ભગવંત છે. સમ્યક્ત્વને અજુઆળવા માટે અરિહંત ભગવંતની પૂજા એ શ્રેષ્ઠ ઉપાય છે. (૭) વળી કેતકી, ચંપક, કેવડો, જાઈ, જુઈ અને જાસુદ તથા માલતી અને મચકુંદ આદિ અમૂલ્ય ફૂલથી જે જિનેશ્વરદેવની વિધિસહિત ત્રિકાલ પૂજા કરે છે, તે દેવ-મનુષ્યની તથા મોક્ષની સુરસાલ સંપદાને પ્રાપ્ત કરે છે. (૮, ૯) વળી જે જીવ જિનેશ્વરદેવને ભક્તિપૂર્વક એક પણ ફૂલ ચઢાવે છે, તે ઉત્તમ દેવ અને મનુષ્યની અમૂલ્ય સાહિબી પ્રાપ્ત કરે છે. (૧૦) વળી હે લીલાવતી ! જો બીજા કોઈએ પણ જિનવરની પૂજા કરી હોય અને તે દેખીને કોઈ જીવ અમર્ષ ધારણ કરે તો તે અવગુણી, દુષ્ટ મહાકષ્ટને પ્રાપ્ત કરે છે. (૧૧) વળી બીજાની એ પ્રમાણે ઈર્ષા ક૨ના૨ જીવ ભવચક્રમાં ભૂલો ભમે છે. દુ:ખિયો, દીન તે નર આ લોકને વિષે મહા આપદાને પ્રાપ્ત કરે છે અને તેને અત્યંતપણે બીજાને આધીન થવું પડે છે. (૧૨) ૧૯ Page #245 -------------------------------------------------------------------------- ________________ S TATE ....શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ .... | વળી તે જીવ કે, જે જિનેશ્વરની પૂજા કરતાં હોય તેને અંતરાય કરે છે, સદૈવ બળતો રહે છે તે દરિદ્રી પોતાના દુર્ભાગ્યે કરી કુગતિને પ્રાપ્ત કરે છે. (૧૩) વળી હે લીલાવતી ! બીજાએ જિનેશ્વરદેવની પૂજા કરી હોય પણ તે પૂજાને જે જીવ ક્રેષ ધારણ કરીને ઉતારી નાંખે છે તે જીવ મહા ભયંકર દુઃખને પ્રાપ્ત કરે છે. (૧૪) વળી જે જીવ પોતાની જીભેથી એમ કહે કે, જિનપૂજા કરવાથી પાપ લાગે છે. તો તે દિ નર મુરખ બિચારા પોતાના આત્માનો ઉદ્ધાર કેવી રીતે કરી શકે ? (૧૫) ખરેખર જે જીવો પૂજા કરવાનો વિરોધ દર્શાવે છે તે જીવો ભયંકર કર્મબંધ કરે છે અને આ ભવને વિષે ભમે છે. પૂજાનો અધિકાર શ્રાવક શ્રાવિકાને છે. આમેય તેઓ સંસારમાં રહ્યા છે ની અનેક આરંભ સમારંભના પાપો કરતા હોય છે. અનર્થદંડને વારંવાર સેવતા હોય છે અને છે તેઓ ષટૂકાય જીવોની હિંસામાં રમતા હોવાથી અનેક પાપારંભથી નરકાદિ દુર્ગતિના આયુષ્ય બાંધતા હોય છે. તો તે જીવોને સુરનરાદિ ઉચ્ચગતિ પ્રાપ્ત કરવા માટે અને દુર્ગતિના દિક દ્વાર બંધ કરાવવા અને અંતે શિવપદ સુધી પહોંચાડવા માટે જિનપૂજા એ ઉત્તમ માર્ગ છે. જે જીવ પૂજાનો વિરોધ કરે છે તે મહાપાપને ઉપાર્જન કરે છે. મિ ઉપર પ્રમાણેના મુનિવરના વચનો સાંભળી વાયુવેગથી જેમ તરૂવરની ડાલ કંપે તેમ કી લીલાવતી પણ કંપવા લાગી. (૧૬) અને ભવભ્રમણથી ભય પામતી એવી તે લીલાવતી મુનિવરને કરજોડીને કહેવા લાગી રડી કે, હે મુનિવર ! મહેર કરીને મારી વિનંતી સ્વીકારો. મારી અરજીને સાંભળો અને તે મુનિનાથ ! મારો ઉદ્ધાર કરો ! (૧૭) | એ પ્રમાણે કહીને કહેવા લાગી કે, તે સ્વામી ! મારી શોધે જિનેશ્વરની પૂજા કરેલી. 5. સુગંધી માળા પ્રભુ કંઠે આરોપણ કરેલી તે મેં ક્રોધ કરીને દાસીને ઉતારવા કહ્યું અને તે ન ઉતારવા ગઈ તો માળાની જગ્યાએ ભુજંગ દેખ્યો તેથી તે ડરી ગઈ અને પાછી આવી તો મેં | તે માળા ઉતારી પણ સર્પરૂપે મારા હાથે વીંટળાઈ રહ્યો એ પ્રમાણે મૂલથી સઘળી વાત કહી શકે સંભળાવી અને કહ્યું કે હે ગુણવંત સ્વામી મેં આવો ભયંકર અપરાધ કર્યો છે. (૧૮) તેથી સ્વામી ! કરૂણા કરીને મને એવો કોઈ ઉપાય બતાવો કે જેથી એ મારા | | પાપને ટાળે અને મનવાંછિત ફળને પ્રાપ્ત કરાવે. (૧૯) તે સાંભળીને મનશુદ્ધ મુનિવર કહેવા લાગ્યા કે, હે લીલાવતી ! જો તું મનશુદ્ધ - જિનેશ્વરદેવની પૂજા કરે તો આ કર્મના બંધથી તત્કાલ છૂટી શકે. (૨૦) , એ પ્રમાણે મુનિવરના વચન સાંભળી મુનિવરને વંદન કરીને લીલાવતી કહેવા લાગી | ETી કે, હે મુનિવર ! આજથી જાવજીવ સુધી પરમાત્માની ત્રણકાલ હું પૂજા કરીશ ! એ ની પ્રમાણે હું નિરધાર કરું છું. (૨૧) Page #246 -------------------------------------------------------------------------- ________________ 3 STD 10 | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ . | ફરી પણ મુનિવરને ચરણકમલને વિષે પ્રણામ કરીને લીલાવતી પોતાના પાપનો પશ્ચાતાપ કરવા લાગી અને પોતાના આત્માની નિંદા કરવા લાગી, જેહથી પોતાનું પાપ | છૂટવા માંડે. (૨૨) અને મુનિવચને મિથ્યાત્વના પાસને મૂકીને શુદ્ધ શ્રાવિકા બની અને તેણે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી. (૨૩) અને મુનિવરને કહેવા લાગી કે જ્યાં સુધી મારા શરીરની શક્તિ છે અને જ્યાં સુધી આ પિંડમાં પ્રાણ છે. તેમજ જ્યાં સુધી મારા ચિત્તમાં ચેતના છે. ત્યાં સુધી પ્રભુપૂજાનો મારો નિર્ણય અફર છે. (૨૪). ને ત્યારબાદ તે મુનિવરને માનપૂર્વક આહાર વહોરાવ્યો ! અને મુનિવર પણ ધર્મલાભ કરી દઈને ત્યાંથી પાછા વળ્યાં. (૨૫) અને હવે લીલાવતી વિધિપૂર્વક ઉતમ કુસુમ કરી ત્રિકાલ જિનેશ્વરદેવની પૂજા કરવા | લાગી. હે ભવ્યજીવો સાંભળો. આ આડત્રીસમી ઢાળ પૂર્ણ થઈ, એમ ઉદયરત્નવિજયજી જી મહારાજ કહે છે અને ભવ્યજીવોને પ્રતિબોધે છે કે જિનેશ્વરની પૂજાથી જીવ અવિચલ પદ અવિલંબપણે પ્રાપ્ત કરે છે. (૨૬) Page #247 -------------------------------------------------------------------------- ________________ SURAT | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ ઓગણચાલીસમી | | દોહા ! હવે લીલાવતી અન્યદા, ઉલટ અંગ ધરેય; પિચર પહોતી પ્રેમભર, પતિની અનુમતિ લેય. ૧ માત-પિતા નિજ બંધુને, જઈ મળી મનરંગ; લીલાવતીને ભેટીને, ઉલસ્યાં સહુનાં અંગ. ૨ ત્રણકાલ પૂજે તિહાં, જિન પ્રતિમા અભિરામ; એકદિન દેખી પૂજતી, બંધવ પૂછે તામ. ૩ - ભાવાર્થ હવે એક દિવસ ઉલટ સહિત લીલાવતી પોતાના પતિની અનુમતિ લઈને પ્રેમભર હૈયે પોતાને પિયર પહોંચી. (૧) અને પોતાના માતા-પિતા અને પોતાના બંધુને મનરંગે જઈને મલી તેઓ પણ | લીલાવતીને ભેટ્યાં અને સહુના શરીર રોમાંચિત થયા. (૨) હવે લીલાવતી ત્રણકાલ જિનપ્રતિમાની મનરંગે વિધિસહિત પૂજા કરે છે અને એક દિવસ લીલાવતીને પૂજા કરતી જોઈને તેનો બંધવ તેને પૂછવા લાગ્યો. (૩) (અરિહંત પદ ધ્યાતો થકો - એ દેશી) ગણધર નામે જેહ છે, લીલાવતીનો ભાઈ રે; પૂજાનું ફલ પ્રેમશું, પૂછે તે ચિત્ત લાઈ રે. ઈમ૦ ૧ ઈમ જાણી જિન પૂજિયે, લીલાવતી ઈમ ભાખે રે; જિનપૂજા એ જીવને, દુરગતિ પડતાં રાખે રે. ઈમ૦ ૨ પાપ સંતાપ દૂર હરે, આપદ મૂલ ઉથાપે રે; સીંચી પુણ્ય અંકુરને, સ્વર્ગ સૌભાગ્યને આપે રે. ઈમ૦ ૩ રોગ-શોગ-દોહગ હરે, કોડી કલ્યાણની કરતા રે; વધારે જસ પ્રીતિને, વિકટ સંકટ નિહરતા રે. ઈમ૦ ૪ સ્વર્ગ તેહને ઘર આંગણું, કમલા કરે ઘરવાસો રે; ગુણાવલી ગાગે વસે, ત્રિભુવન તેહનો દાસો રે. ઈમ૦ ૫ Page #248 -------------------------------------------------------------------------- ________________ is , SSS SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ રોગ ન આવે ટુંકડો, જિમ કરી કેસરી આગે રે; પ્રતિકૂલ પ્રમદાની પરે, દુરગતિ દૂર ભાગે રે. ઈમ૦ ૬ ભવજલ સિંધુ સુખે તરે, ઉપદ્રવ અલગ પલાય રે; મોક્ષ તેને છે હાથમાં, જે પૂજે જિનરાય રે. ઈમ૦ ૦ વન ગાઠાં હરણાં પરે, અવગુણ અલગા નાસે રે; મનવાંછિત ફલ તે લહે, જે જિન પૂજે ઉલ્લાસે રે. ઈમ૦ ૮ સુમતિ સુમિત્ર તણી પરે, સંગ ન છોડે કિહા રે; વારિધિ વેલાની પરે, સુખની રાશિ વધારે રે. ઈમ- ૯ જે પૂજે ફૂલે કરી, શ્રી જિન કેરા પાય રે; સુર લલનાને લોચને, તે નર આપે પૂજાય રે. ઈમ૦ ૧૦ જે વંદે જિનદેવને, જિગ તેહને વંદે રે; જે જિનની સ્તવના કરે, સુર સ્તવે તેહને આનંદે રે. ઈમ૦ ૧૧ જે વ્યાયે જિનરાજને, ભાવધરી મનમાં હો રે; સુણ તું સાચું બાંધવા, મુનિજન તેહને ધ્યાયે રે. ઈમ૦ ૧૨ વિવિધ જાતિને ફૂલડે, જે પૂજે જિનબિંબ રે; તે પ્રાણી પાસે સહી, ઉત્તમ પદ અવિલંબ રે. ઈમ૦ ૧૩ ઈમ નિસણી ગુણધર વદે, લીલાવતી પ્રતિ વાણી રે; જાવજીવ જિનરાજને, પૂજવા મેં ફલ જાણી રે; અવસરે લાહો લીજિએ. ઈમ૦ ૧૪ સુશ્રીક સુરભિ ફૂલશે, ભ્રાતા ભગિની દોય રે; ભાવ અને ભક્તિ કરી, જિનને પૂજે સોય રે. અવ૦ ૧૫ ઈમ પૂજી અરિહંતને, શિવિદેશુ ત્રણવાર રે; નિયમ ન ખેડે તે કદા, સુખે વિચરે સંસારે રે. અવ૦ ૧૬ અનુક્રમે આયુ પૂરું કરી, જિન પૂજી ચિત્ત ચોખે રે; કાલ કરી બેઠું ઉપના, સૌધર્મે સુરલોકે રે. અવ૦ ૧૭ Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ સુરલોકના સુખ ભોગવી, મનવાંછિત મનમોદે રે; સુર આપ્યું પૂરું કરે, નાટક ગીત વિનોદે રે. અવ૦ ૧૮ ઓગણચાલીસમી એ કહી, સંપૂરણ થઈ ઢાળો રે; ઉદયરત્ન કહે સાંભળો, પૂજાફલ સુરસાળો રે. અવ૦ ૧૯ ભાવાર્થ : લીલાવતીનો જે ભાઈ ગુણધર નામે છે તે પૂજાનું ફલ શું પ્રાપ્ત થાય ? એમ પ્રેમથી ચિત્ત દઈને લીલાવતીને પૂછે છે. (૧) ત્યારે લીલાવતી પણ કહે છે કે, જિનપૂજાથી જીવ દુર્ગતિમાં પડતાં બચે છે. આલોક - પરલોકમાં સુ૨ - નરની ઋદ્ધિ અને અંતે અવિલંબપણે શિવસુખ પ્રાપ્ત કરે છે એમ જાણીને જિનેશ્વરની પૂજા કરીએ. (૨) તેમજ વળી જિનેશ્વરની કરેલી પૂજા પાપ સંતાપને દૂર કરે છે અને આપત્તિના મૂલને ઉખેડી નાંખે છે. વળી પુણ્યરૂપી અંકુરને સીંચે છે અને સ્વર્ગ તથા સૌભાગ્યને પ્રાપ્ત કરાવે છે. (૩) વળી પૂજા રોગ શોગ અને દોહગને હરે છે. ક્રોડો કલ્યાણને કરનારી છે. આકરા સંકટની હર્તા છે અને ‘યશ’ તથા પ્રીતિની વધારનારી છે. (૪) અને જે જિનેશ્વરદેવની પૂજા કરે છે. તેના ઘર આંગણે સ્વર્ગ આવીને ઉતરે છે. કમલા તેના ઘરને વિષે વાસ કરે છે. તેના ગાત્રને વિષે ગુણની શ્રેણી વસી જાય છે અને ત્રણે ભુવનના લોકો તિર્યંચો પૂજા કરનારના દાસ બને છે. (૫) વળી જેમ હાથી કેસરીસિંહ આગળ આવતો નથી તેમ જિનપૂજાથી રોગ 'આપણી નજીક આવતો નથી અને પ્રતિકુલ પત્નિની જેમ દુર્ગતિ પણ દૂર ભાગે છે. (૬) તેમજ પૂજાથી ભવસિંધુ સહેજે તરાય છે અને ઉપદ્રવ દૂર પલાય છે અને જે જિનવરને પૂજે છે મોક્ષ તેના હાથમાં છે ! (૭) વનમાં જેમ શિકારીને જોઈને હ૨ણા નાસે તેમ જે જિનવરની પૂજા કરે છે તેના અવગુણ દૂર નાસી જાય છે અને જે ઉલ્લાસપૂર્વક જિનદેવને પૂજે છે તે મનવાંછિત ફલની પ્રાપ્તિ કરે છે. (૮) અને સુમિત્રની જેમ ‘સુમતિ’ તે જીવનો સંગ છોડતી નથી. જેમ વારિધિ વેલાને વૃદ્ધિ પમાડે તેમ પ્રભુપૂજા સુખની રાશીને વધારે છે. (૯) ફૂલ વડે કરીને પ્રભુના ચરણકમલને પૂજે છે તેને દેવ-દેવીઓ પોતાની પત્નિ આદિ સહજ સ્વભાવથી પૂજે છે. અર્થાત્ પ્રભુપૂજા કરનાર સહસા પૂજ્ય બને છે. (૧૦) ૨૨૪ Page #250 -------------------------------------------------------------------------- ________________ SET T O SET (શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) | SD 3 જે જિનેશ્વરદેવને વંદન કરે છે તેને ત્રિજગ વંદે છે. જે જિનની સ્તવના કરે છે તેની | દેવતાઓ આનંદથી સ્તુતિ કરે છે. (૧૧) વળી હે બાંધવ ! સાંભળ. જે જીવ ભાવધરીને મનમાં જિનેશ્વરનું ધ્યાન ધરે છે, તેનું | મુનિવર્ગ ધ્યાન ધરે છે. (૧૨) દિન વળી હે બાંધવ! જે જીવ વિવિધ જાતિના ફૂલોથી જિનબિંબને પૂજે છે તે પ્રાણી ઉત્તમ દિ પદવી વિના વિલંબે પ્રાપ્ત કરે છે. (૧૩) એ પ્રમાણે લીલાવતીની વાણી સાંભળી ગુણધર તેનો ભાઈ કહેવા લાગ્યો કે, હે ની બહેન ! પૂજાનું ફલ જાણીને જાવજીવ સુધી હું પૂજા કરીશ એવો નિર્ણય કરું છું. (૧૪) સુંદર અને સુરભિ ફૂલો વડે ભાઈ અને બહેન બંને ભાવ અને ભક્તિ વડે શ્રી જિનેશ્વરદેવની પૂજા કરે છે. (૧૫) એ પ્રમાણે ત્રિવિધ ત્રણ કાલ અરિહંતદેવની ક્યારે પણ નિયમ ખંડ્યા વગર પૂજા કરે છે દે છે અને સુખપૂર્વક સંસારમાં સમયને વિતાવે છે. (૧૬) | એ પ્રમાણે ચિત્ત ચોખે જિનની પૂજા કરી ભાઈ બહેન બને અનુક્રમે આયુપૂર્ણ થયે છતે કાલ કરીને સૌધર્મ દેવલોકે ઉત્પન્ન થયાં. (૧૭). દેવલોકમાં મનમોદે સુરલોકના દિવ્ય સુખોને ભોગવી નાટક - ગીત વિગેરેમાં વિનોદ કરતાં આનંદ માણતાં દેવનું આયુષ્ય પણ પૂર્ણ કરે છે. (૧૮) એ પ્રમાણે ઓગણચાલીસમી ઢાળ સંપૂર્ણ થઈ એમ પૂજાના ફલના વર્ણન કરતી આ ઢાળ હે ભવ્યો ! તમે સાંભળો એ પ્રમાણે ઉદયરત્નજી મહારાજ કહી રહ્યા છે. (૧૯) Page #251 -------------------------------------------------------------------------- ________________ તો શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ ચાલીસમી || દોહા || પદમપુર નગરે વસે, પદમરથ રાજાન; પદમા નામે તેહને, રાણી રૂપનિધાન. ૧ ગુણધર જીવ ચવી થયો, જય નામે સુત તાસ; અનુક્રમે વાઘે બાલ તે, પ્રગટ્યો પુણ્ય પ્રકાશ. ૨ ઈંદ્રકુમાર સમ ઓપતો, અથવા જાણે કામ; અવની ઉપરે અવતર્યો, મનમોહન અભિરામ. ૩ સુરપુર નગરે શોભતો, સુરવિક્રમ નરનાથ; શ્રીમાલા પટરાગિની, સુખ વિલસે તિણ સાથ. ૪ લીલાવતીનો જીવ તે, ચવી શ્રીમાલાને પેટ; પુત્રીપણે તે ઉપનો, જાણે પુણ્યે કીધી ભેટ. ૫ રૂપવંત ગુણ દેખીને, વિનયશ્રી ધર્યો નામ; અનુક્રમે વાધી બાલિકા, સકલ કલા ગુણધામ. ૬ ભાવાર્થ : પદ્મપુર નામના નગરમાં પદ્મરથ નામે રાજા રાજ્ય કરે છે. તેને રૂપના ભંડાર સમી રૂપવતી પદ્મા નામે રાણી છે. (૧) તે રાણીની કુક્ષીને વિષે સુરલોકથી ગુણધરનો જીવ ચવ્યો અને અનુક્રમે પુત્રપણે જન્મ પામ્યો. માતા-પિતાએ તેનું ‘જય’ એવું નામ પાડ્યું. અનુક્રમે તે બાળક વૃદ્ધિ પામ્યો જાણે કે પુણ્યનો પ્રકાશ પ્રગટ્યો. (૨) ઇંદ્રકુમારની જેમ ઓપતો જાણે સાક્ષાત્ કામદેવ જોઈ લ્યો. પૃથ્વી પર મનમોહન એવો તે શોભવા લાગ્યો. (૩) હવે સુરપુર નગરને વિષે સુરવિક્રમ નામે રાજા છે. તેને ‘શ્રીમાલા’ નામની પટ્ટરાણી છે. તેની સાથે પંચવિષય સુખ તે રાજા ભોગવી રહ્યો છે. (૪) તે સમયે દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી લીલાવતીનો જીવ ત્યાંથી ચ્યવી પુત્રીપણે ‘શ્રીમાલા’ના ઉદરે ઉત્પન્ન થયો, જાણે પુણ્યે તેની ભેટ ધરી. (૫) અનુક્રમે ગર્ભકાલ પૂર્ણ થયે છતે શ્રીમાલાએ પુત્રીરત્નને જન્મ આપ્યો. તેના રૂપ અને ગુણને અનુલક્ષીને માતા-પિતાએ ‘વિનયશ્રી' નામ પાડ્યું. અનુક્રમે વધતી તે બાલિકા સકલ કલાની પારંગત અને ગુણની ભંડારી બની. (૬) ૨૨૬ Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ (રાગ : સામેરી - સોના રૂપા કે સોગઠે - સાંયા ખેલત બાજી) વધતી તારુણ્ય દ્વેશમાં, કુમરી તે આવી; યૌવનને જોરે કરી, ઈંદ્રાણી હરાવી. સુરવિક્રમ રાયની સુતા, દામિનીશી દીપે; રૂપકલા ગુણે કરી, રતિ રાણીને જીપે. વેણીએ વાસુકી વસ્યો, સોહે શશિ વદની; દીપ શિખાથી નાસિકા, નાજુક મૃગનયની. અધર વિદ્રુમ સમ શોભતા, દાડમ કણ દંતી; કંઠે જીતી કોકિલા, ગજગતિ ચાલંતી. ઉન્નત પીન પયોધરે, જીત્યો જેણે શંભુ; કંચુક મીસે કામે તિહાં, તાણ્યા દોય તંબુ. કોમલ અંગ કૃશોદરી, સુંદર સિંહલંકી; લોચનની લહેજે કરી, અમરાંગના ઢંકી. નખશિખા લગે નિરમળી, શૃંગારે સોહે; મુખનો મટકો દેખીને, મુનિજન મન મોહે. મંથરગતિ પગમંડણી, મુખે મીઠું બોલે; કાયાની કાંતે કરી, દિણયર પણ ડોલે. ભરયૌવન ને મદભરી, વરને યોગ્ય જાણી; રાજસભામાં મોકલે, માતા હિત આણી. આભૂષણ પહેરાવીને, મોકલી નૃપ પાસે; વિનયશ્રી જઈ તાતને, પ્રણમી ઉલ્લાસે. ૧૦ કરજોડી આગળ રહી, અપછર સમ ઓપે; ઉદયે કહી ઢાળ એ સહી, ચાલીસમી જોપે. ૧૧. ૨ 3 ४ ૫ ૬ ભાવાર્થ : વિનયશ્રી કુમારી તારુણ્ય વયમાં વધવા લાગી અને યૌવનવયમાં વધતી તે યૌવનના જોરે ઇંદ્રાણીને પણ હરાવે તેવી શોભે છે. (૧) ૨૨૭ Page #253 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ સુરવિક્રમ રાજાની પુત્રી ફૂલની માળા જેવી દીપી રહી છે. રૂપ કલા અને ગુણે ક૨ીને તે કામદેવની પત્નિ રતિ રાણીને જીતે છે. અર્થાત્ સાક્ષાત્ તિરાણી લાગે છે. (૨) વેણીમાં જાણે નાગ વસ્યો છે. શશિવદની છે. દીપશિખા જેવી નાસિકા છે અને નાજુક મૃગનયન જેવા તેના નયનો છે. (૩) હોઠ વિદ્રુમ જેવા (પરવાળાં) છે. દાંત જાણે દાડમની પંક્તિ છે. કંઠ જાણે કોકિલાને જીતે છે. વળી તે ગજગામીની જેવી ચાલે ચાલે છે. (૪) તેના ઉન્નત પયોધર જાણે શંભુને જીતે છે. કંચુક મીસે કામની ઈચ્છાથી જાણે બે તંબુ ન તાણ્યા હોય તેવો તેનો સ્તનભાગ શોભી રહ્યો છે. (૫) તેનાં અંગ કોમલ છે. ઉદરભાગ કૃશ છે. સુંદર સિંહલંકી જેવી છે. લોચનની લહેજ તેની એવી છે કે જાણે તે અમરાંગનાને ઢાંકે છે. (૬) વળી તે ‘વિનયશ્રી’ નખથી શિખા સુધી નિર્મલ છે અને શૃંગાર કરે ત્યારે વધુ શોભાને પામે છે. વગર શૃંગારે પણ તે શૃંગાર સજેલી હોય તેવી સોહે છે. તેના મુખનો મટકો એવો છે કે જેને દેખીને મુનિજનના પણ મન મોહિત થાય છે. (૭) વળી તે મંથરગતિથી પગ માંડે છે. મુખે મીઠું બોલે છે. કાયાની કાંતિ એવી છે કે જેને જોઈને દિનકર પણ ડોલી ઉઠે છે. અર્થાત્ સૂર્ય કરતાં પણ તેનાં શ૨ી૨ની કાંતિ વધારે છે. (૮) હવે ‘શ્રીમાલા’ રાણી પોતાની પુત્રી ભરયૌવન વયે આવી ઉભી છે, હવે તે વર વરવાને યોગ્ય થઈ છે એમ જાણીને માતા તેણીના હિતને માટે તેને રાજસભામાં મોકલે છે. (૯) તેણીને આભૂષણ પહેરાવીને રાજા પાસે મોકલે છે અને વિનયશ્રી પણ ત્યાં જઈને ઉલ્લાસપૂર્વક પિતાને પ્રણામ કરે છે. (૧૦) વળી તે કરજોડીને જ્યારે પિતાની સામે ઉભી રહી ત્યારે તે અપ્સરાની જેમ શોભવા લાગી. એ પ્રમાણે ‘વિનયશ્રી’ના રૂપગુણના વર્ણન સાથેની ઉદયરત્નજી મહા૨ાજે ચાલીસમી ઢાળ પૂર્ણ કરી. (૧૧) ૨૨૮ Page #254 -------------------------------------------------------------------------- ________________ STD 10 | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રસ ) 3 ઢાળ એકતાલીસમી || દોહા .. બેસારી બહુ મેહશું, અવનીપતિ ઉસંગ; મહિપતિ ચિંતામાં પડ્યો, અવલોકી તસ અંગ. ૧ એ સરીખો અવનીતલે, વર નવિ દીસે કોય; તો કેહને પરણાવશું, ચિત્તમાં ચિંતે સોય. ૨ રાજકુ લી છત્રીસના, બેઠા કુમાર સમાજ; વત્સ ! તુજને જે રૂચે, વર વરો તે આજ. ૩ અંગજા તાતની અનુમતિ, આંખ ઉઘાડી જોય; રાજસભા અવલોકતાં, ચિત્ત ન બેઠો કોય. ૪ ભાવાર્થ હવે સુરવિક્રમ રાજાએ બહુ સ્નેહથી પોતાનાં ઉત્કંગમાં બેસાડી અને પોતાની ની પુત્રીના અંગને અવલોકી રાજા ચિંતામાં પડ્યો. (૧) કે આ મારી રાજકુંવરી સરીખો અવનીતલને વિષે કોઈ બીજો વર દેખાતો નથી, તો , માં હવે કોની સાથે તેને પરણાવીશ? એમ રાજા વિચાર કરી રહ્યા છે. (૨) કોઈ એક વખત રાજસભા ભરાઈ છે. તે રાજસભામાં છત્રીસ રાજકુલના રાજકુમાર Rએકત્ર થયેલા છે. તે સમયે રાજા પોતાની પુત્રીને કહેવા લાગ્યો કે, હે વત્સ ! આ રાજસભામાં અનેક ના E રાજકુમારો બેઠેલાં છે. તેમાંથી તને જે રાજકુમાર યોગ્ય લાગે તેને તું વરી લે. (૩) બી એ પ્રમાણેની તાતની અનુમતિ મળતાં રાજકુમારી આંખ ઉઘાડે છે અને રાજસભામાં અવલોકન કરે છે પરંતુ તેના ચિત્તમાં કોઈ રાજકુમાર બેસતો નથી (ગમતો નથી). (૪) (રાગ : ગોડી તુઝ મુજ રીઝની રીત - અટપટ એહ ખરીરી) નયણે ન રાચે જેહ, મનને તેહ ન ભાવે; પૂરવ ભવની પ્રીતિ, પહેલી નયણ જણાવે. ૧ જન્માંતરનો જેહ, સંબંધ જેહને જેહશું; આવી મળે તે સંચ, મન પણ માને તેહશું. ૨ અનંગ સ્વરૂપી અનેક, નરપતિ નિરખ્યા તેણે; ચિત્તમાં ન વસીયો કોચ, મન નવિ વિંધ્યું છે. ૩ Page #255 -------------------------------------------------------------------------- ________________ | TET TAT શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) SATTA જનકે જાણી વાત, કુમરીના મન કેરી; દેશે દેશે દૂત, પઠાવે બહુ પ્રેરી. ૪ ભૂપતિ પ્રતિરૂપ, ચિત્રપટે આલેખી; મંગાવે મહિપાલ, સા નવિ રાચે દેખી. ૫ ઈમ ચિત્રપટ અનેક, મોટા મહિપતિ કેરા; મંગાવ્યા મહારાજ, એક એકથી અધિકેરા. ૬ પેખીને પટ્ટરૂપ, મનશું મોહ ન જાગે; ચિત્ત ન ચાહે કોય, રૂપે રઢ ન લાગે. ૭ ન નીપાયો નર તેહ, ધાતાએ ભૂપીઠે; ઈલાપતિ ચિંતે એમ, પુત્રી મોહે જે દીઠે. ૮ જયકુમરનો તામ, પટ્ટ આવ્યો તે નીરખી; રોમાંચિત થઈ તેહ, હૈયામાંહિ હરખી. ૯ ત્રિવિધે વરીયો તેહ, જયકુમાર સહુ સાખે; જુગતિ મલી એ જોડી, ભૂપ આદિ એમ ભાખે. ૧૦ કન્યાદાન નિમિત, જયકુમરને તેડાવ્યો; લેઈ જાન સુસાજ, તે પણ તતખિણ આવ્યો. ૧૧ સામહિયો કર્યો તામ, મંગલ તૂર બજાવી; શુભ લગને શુભ યોગ, નિજ પુત્રી પરણાવી. ૧૨ આપ્યાં દાન અનેક, કર મૂકાવણ કાજે; ગૌરવ આદિ સુરંગ, ભક્તિ કરી મહારાજે. ૧૩ મહા મહોત્સવ મંડાણ, પરણાવી નિજ બાલ; ચિંતા ભાગી ચિત્ત, મન હરખ્યો મહિપાલ. ૧૪ દિન કેતા એક ત્યાંહ, જયકુમાર મન મોદે; રહી સુખ વિલસે સોય, નાટક ગીત વિનોદે. ૧૫ એકતાલીસમી ઢાળ, એ કહી ગોડી રાગે; ઉદયરત્ન કહે એમ, શ્રોતા સુણજે આગે. ૧૬ BEST ૨૩૦) IST Page #256 -------------------------------------------------------------------------- ________________ છે. . . શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) SG ) ભાવાર્થ : આપણી નજરને જે રુચતું નથી તે મનને પણ ગમતું નથી અને જેની સાથે પૂર્વભવની પ્રીતિ હોય છે તે પહેલી નજરમાં જણાઈ આવે છે. (૧) જન્માંતરનો એક બીજા સાથેનો જે સંબંધ હોય છે તેનો જો મેળાપ થઈ જાય છે તો તેની સાથે મન પણ માને છે. પણ બીજા સાથે મન માનતું નથી. (૨) | વિનયશ્રીએ કામદેવ સ્વરૂપી અનેક રાજાઓ નીરખ્યા પણ તેનાં ચિત્તમાં એક પણ ની રાજકુમાર વસ્યો નહિ કોઈપણ રાજકુમારે તેનું મન વિંધ્યું નહિ. (૩) સુરવિક્રમ રાજા પણ વિનયશ્રીના મનની વાત સમજી ગયો કે તેને એકપણ મહિપતિ પસંદ પડ્યો નથી ! તેથી હવે રાજા દરેક દેશોમાં દૂતને સારી રીતે પ્રેરણા આપીને મોકલે Sા છે. (૪) દરેક દેશોમાં દૂતને મોકલે છે અને તે તે દેશના રાજાના રૂપના ચિત્રપટ આલેખાવીને Eી રાજા મંગાવે છે પણ તેમાંના કોઈપણ રાજાઓ પ્રત્યે વિનયશ્રીનું મન માનતું નથી. (૫) 6 એમ અનેક ચિત્રપટ્ટ મોટા મોટા રાજાઓના આવે છે એક એકથી અધિક તે રાજાઓ ની છે અને સુરવિક્રમ રાજા ઘણાં ચિત્રપટ્ટ મંગાવે છે. (૬) પરંતુ વિનયશ્રી ને ચિત્રપટ્ટ જોઈને કોઈના પ્રત્યે મનમાં મોહ જાગતો નથી. ચિત્ત Eી કોઈનાં પ્રત્યે ચાહના ધરાવતું નથી અને કોઈના રૂપ પ્રત્યે રઢ પણ લાગતી નથી. (૭) ની પુત્રીના મોહે કરીને સૂરવિક્રમરાજા ચિંતે છે કે ભૂપીઠને વિષે વિધાતાએ તેને યોગ્ય | કોઈપણ રાજકુમાર નિપજાવ્યો નથી ! (૮) એ પ્રમાણે ઈલાપતિ વિચારી રહ્યા છે. તેવામાં પદ્મપુર નગરથી “જયકુમાર'નો ચિત્રપટ્ટ | આવ્યો તે જોતાં જ વિનયશ્રી' રોમાંચિત થઈ થકી હૈયાથી હર્ષ પામવા લાગી. (૯) અને મનમાં કહેવા લાગી ત્રિવિધ કરીને સહુની સાક્ષીએ જયકુમારને વરુ છું એ પ્રમાણે રાજાએ પણ તે ચિત્રપટ્ટ જોયો અને હર્ષિત થયા થકા સહુ બોલવા લાગ્યા કે | જયકુમાર અને વિનયશ્રીની જુગતી જોડી મલી છે. (૧૦) ત્યારબાદ સૂરવિક્રમ રાજાએ કન્યાદાન નિમિત્તે જયકુમારને તેડાવ્યો અને તે જયકુમાર પણ મોટા સાજ સાથે જાન લઈને તત્ક્ષણ ત્યાં આવ્યો. (૧૧) સુરવિક્રમ રાજાએ મોટા મહોત્સવપૂર્વક આડંબર સહિત સામૈયું કર્યું અને માંગલિક વાજિંત્રો વગડાવી શુભ લગને શુભયોગે પોતાની પુત્રી વિનયશ્રી તેની સાથે પરણાવી. (૧૨) તે વળી કરમોચન વખતે રાજાએ અનેક દાન આપ્યું. ગૌરવ આદિ રંગપૂર્વક કર્યું અને | સુરવિક્રમ રાજાએ એ પ્રમાણે જયકુમારની તથા જાનૈયાની અત્યંત ભક્તિ કરી. (૧૩) Page #257 -------------------------------------------------------------------------- ________________ EDIT T..STS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) STATE એ પ્રમાણે મોટા મહોત્સવના મંડાણપૂર્વક રાજાએ પોતાની પુત્રીને પરણાવી તેથી ચિત્તથી તેની ચિંતા દૂર થઈ ગઈ અને રાજા હર્ષિત થયો. (૧૪) ત્યારબાદ જયકુમાર મનના આનંદપૂર્વક કેટલાક દિવસ ત્યાં રોકાયો અને નાટક - ર કે ગીતના વિનોદ સાથે વિનયશ્રી સાથે સુખ વિલસે છે. (૧૫) દમી એ પ્રમાણે ગોડી રાગમાં એકતાલીસમી ઢાળ પૂર્ણ થઈ. શ્રી ઉદયરત્નવિજયજી મહારાજ છે. કહે છે કે, હે શ્રોતાજનો ! જેમ જેમ સાંભળો તેમ તેમ વધુ રસ જગાવે તેવી વાતો હવે આગળ આવી રહી છે. તમે સાવધાન થઈને સાંભળજો. (૧૬) STD 10 ૨૩૨ TANT STATE Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ બેતાલીસમી || દોહા || શિખ માગી સસરા કને, કુમર તે મનને કોડ; સાથે લઈ નિજ કામીની, ચાલ્યો સુરપુર છોડ. ૧ માત-પિતા પરિવાર શું, રાજસુતા મલી રંગ; આંખે આંસુ ઢાળતી, ચાલી પ્રીયને સંગ. ૨ વોળાવીને સહુ વળ્યું, ધાવ નીસાણે દેય; ઉપવનથી આઘો ચલ્યો, જયકુમાર દલ લેય. ૩ ઈમ અવિચ્છિન્ન પ્રયાણશું, નિજપુર જાતાં તામ; આવ્યો એક ઉદ્યાન તિહાં, સુંદર શોભિત ઠામ. ૪ ભાવાર્થ : હવે જયકુમાર પોતાની નગરીએ જવા માટે મનના કોડ સાથે પોતાનાં સસરાં સૂરવિક્રમ રાજા પાસે શિખ માંગે છે અને પોતાની કામિનીને સાથે લઈ સુરપુર નગર છોડીને પદ્મપુર તરફ પ્રયાણ આરંભે છે. (૧) તે સમયે માતા-પિતા પરિવાર અને રાજકુમારી વિનયશ્રી આદિ રંગભર મળે છે અને અંતે આંખે આંસુ ઢાળતી રાજપુત્રી વિનયશ્રી પોતાનાં પિયુ સંગે ચાલી. (૨) રાજકુમા૨ી અને જમાઈરાજને વોળાવી સહુ પાછા વળ્યાં ત્યારે નિશાનડંકો વગડાવી વાજિંત્રોના નાદ સાથે જયકુમાર પોતાનાં સૈન્યદલ સાથે ચાલવા લાગ્યો અને થોડીવા૨માં તે ઉદ્યાનથી દૂર નીકળી ગયો. (૩) એ પ્રમાણેના અવિચ્છિન્ન પ્રયાણે પોતાની નગરી તરફ જઈ રહ્યો છે ત્યાં જતાં માર્ગમાં એક સુંદર સુશોભિત ઉદ્યાન આવ્યું ત્યાં જયકુમાર પણ આવ્યો. (૪) (રાગ : સારંગ દેશી બિંદલીની) તે ઉધાને આવ્યા જેહવે, તિહાં ઋષિ દીઠો એક તેહવે હો મુનિવર વૈરાગી સુરસેવિત ગુણરયણ કરંડ, જે તારણ તરણ તરંડ હો. મુનિવૈરાગી. ૧ ધારે શ્વેતાંબર વાસુ, નિર્મળ ચારિત્રનો ધારુ હોમ્ નિર્મળ ઓપે દંતની ઓળી, જાણે ઉભી હીરા ટોળી હોન્મુ॰ ૨ ૨૩૩ Page #259 -------------------------------------------------------------------------- ________________ S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ) Sો નિર્મળ જેહની કાંતિ વિરાજે, નિર્મળ પરિકરશું છાજે હો મુ૦ નિર્મળ ચઉનાણી નિરધાર, નિર્મળ નામે અણગાર હો મુ૦ ૩ વિનયશ્રી કહે તવ વાણી, સ્વામી સુણો ગુણખાણી હો૦ રાજન સોભાગી. એ અણગારની પાસે જઈ, આપણ નમિયે ઉમાહી હોરા૦ ૪ ઈમ નિસુણી નિજ પરિકર વંદે, મુનિને વંદે આનંદે હોરા , ધર્મલાભ દીધો મુનિરાજે, ભવસાગર તરવા કાજે હોરા૦ ૫ જયકુમર વિનયશ્રી નામ, નિજ મુખે મુનિવર કહે તામ હોરા ધર્મની સંપત્તિ લહેજો વાર્. મુનિપતિ જંપે મનોહારુ હોરા૦ ૬ નામ શું જાણે એ મુનિ આંહિ, વિસ્મિત ચિંતે તે ત્યાહ હોરા, અહો અહો એ મુનિવરનું જ્ઞાન, સહેજે જાણે અભિધાન હોરા૦ ૭ તવ ઉપદેશે અણગાર, જિનભાષિત સૂત્ર વિચાર હો૦૫૦ સમકિત મૂલ વ્રત બાર, દાનાદિક ભેદ ઉદાર હો મુ૦ ૮ વળી વળી દોહિલો જનમારો, પરમાદે કાં તમે હારો હો રાજન્ ગુણરાગી ધર્મ કરીને આતમ તારો, પાપે પિંડ ન ભારો હોરા૦ ૯ ક્રોધાદિ કષાય નિવારો, જિનવચન હૈયામાં ધારો હોરા વિત્ત છતે ન કહિયે નાકારો, અવગુણ તજી ગુણસંભારો હોરા૦ ૧૦ વ્યસન હિયાથી વિસારો, જો ચાહો મુગતિનો આરો હોરા દાન દઈને નિજ કર ઠારો, જિમ પાઓ જયકારો હોરા૦૧૧ ઈમ ઉપદેશ દીધો તિણે ઠામ, મુનિરાજે મુગતિનો કામ હો ભવિયા ગુણરાગી એ કહી બેંતાલીસમી ઢાળ, ઉદય કહે સુણો ઉજમાલ હો ભવિયા ગુણરાગી. ૧૨ ભાવાર્થ તે ઉદ્યાનમાં જયારે આવ્યો ત્યારે તે જયકુમારે ઉદ્યાનમાં એક ઋષિને જોયા Aી તે મુનિવર વૈરાગી છે. ગુણરત્નના ભંડારી સુરથી સેવાતા તે પોતે કરેલા છે અને બીજાનાં ની તારણહાર છે. (૧) Page #260 -------------------------------------------------------------------------- ________________ . . . . શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસોKISS IT IS તે મુનિએ શ્વેતાંબરને ધારણ કરેલું છે. નિર્મલ ચારિત્રનાં ધારક છે. તેમનાં દાંતની ની શ્રેણી એવી નિર્મલ છે કે જાણે હીરાની ટોળી ઉભી છે. (૨) જેમના શરીરની કાંતિ નિર્મળ છે. જેઓ નિર્મળ પરિકરથી શોભી રહ્યા છે. જેઓ ચાર જ્ઞાનના ધારક છે અને તે મુનિનું નામ “નિર્મલ” અણગાર છે. (૩). તે અણગારને જોઈને વિનયશ્રી પોતાના પ્રીયતમને કહેવા લાગી કે, હે સ્વામી ! આપ સૌભાગ્યશાલી છો.આપ ગુણના ભંડારી છો. હે રાજન્ ! સાંભળો આપણે આ અણગાર પાસે જઈએ અને ઉમંગપૂર્વક નમસ્કાર કરીએ. (૪) એ પ્રમાણે પોતાની પ્રીયતમાનાં વચન સાંભળીને જયકુમાર પોતાનાં પરિવાર સહિત દિ મુનિવરનાં વૃંદને આનંદથી વંદન કરે છે. ત્યારે મુનિરાજે પણ તેઓને ભવસમુદ્રથી તારવા માટે ધર્મલાભ આપ્યો. (૫) આ અને મુનિવરે પોતાનાં મુખે “જયકુમાર અને વિનયશ્રી એ પ્રમાણે નામથી સંબોધન | કર્યું અને કહ્યું કે, હે ભવ્યાત્મન્ ! તમે ધર્મની સંપત્તિને પ્રાપ્ત કરજો. (૬) એ પ્રમાણે સાંભળીને જયકુમાર અને વિનયશ્રી વિસ્મિત ચિત્તે વિચારવા લાગ્યા કે દિન અહો આ મુનિવરનું જ્ઞાન કેવું નિર્મલ છે કે જે આપણાં નામ પણ જાણે છે. (૭) ત્યારે નિર્મલમુનિવર જિનોક્ત સૂત્રના સારને ગ્રહણ કરી તે દંપતીને યોગ્ય ઉપદેશ આપવા લાગ્યાં કે હે ભવ્યાત્મન્ ! સમ્યકત્વ મૂલ સહિત બાર વ્રત છે અને દાનાદિક ચાર ભેદે (દાન-શીલ-તપ-ભાવ) ધર્મ કહેલો છે. (૮) વળી હે ગુણાનુરાગી રાજન્ ! મનુષ્ય જન્મ વારંવાર મળવો દુષ્કર છે. છતાં કોઈક પુણ્યયોગે પ્રાપ્ત થયો છે તો તમે પ્રમાદના વશથી હારી ન જતાં ધર્મ કરીને સફળ કરો અને તે તમારા આત્માને પાપથી ભારે ન કરતાં તેથી મુક્ત બની આત્માને તારવા ઉદ્યમ કરો. (૯) દ વળી હે રાજન્ ! ક્રોધાદિ ચાર કષાય નવ નોકષાય આદિ કષાયનો ત્યાગ કરો અને જિનવચનને હૈયામાં ધારણ કરો. જો આપણી પાસે પૈસાનું સામર્થ્ય છે તો દાન દેવામાં મેં ક્યારેય ઈન્કાર ન કરવો આમ અવગુણ ત્યજી સગુણનો સંચય કરો. (૧૦) હે ભવ્યો ! હૈયાથી વ્યસનો જે હોય તેને હટાવો ! જો તમને મુક્તિસુખની ઈચ્છા છે તો , પોતાના હાથે દાનાદિ ધર્મ આરાધી તમારા કરયુગલને પવિત્ર કરો જેથી જગમાં જયકારને | પ્રાપ્ત કરો. (૧૧) ' હે ભવ્યજનો ! સાંભળો જો તમારે મુક્તિ મેળવવાની ઈચ્છા છે તો ધર્મ કાર્યમાં દિન ઉદ્યમવંત બનો એ પ્રમાણે મુનિવરે ત્યાં તે દંપતીને પ્રતિબોધ કર્યો તે વર્ણન ગર્ભિતની બેતાલીસમી ઢાળ ઉદયરત્નજી મહારાજે પૂર્ણ કરી. (૧૨) Page #261 -------------------------------------------------------------------------- ________________ SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ તેતાલીસમી / દોહા દેશના સુણી તે દંપતી, પ્રીચા હૃદય મોઝાર; જીવાદિક નવતત્વને, ધમાધમ વિચાર. ૧ પુનરપિ નંદી સાધુને, જયકુમર કર જોડી; પૂરવ ભવ પૂછે તદા, મન શુદ્ધ મદ મોડી. ૨ કહો સ્વામી કુણ પુણ્યથી, હું પામ્યો એ રાજ; રમણી લીલા સંપદા, મનવાંછિત સુખ સાજ. ૩ ભાવાર્થ : ચલનાણી અણગારની ઉપર પ્રમાણેની દેશના સાંભળી તે દંપતિ, હૃદયથી આ કુણા થયા થકા વિચારે છે અને જીવાદિ નવતત્ત્વને તથા ધર્મ અધર્મના વિચારને સમજે કી છે. (૧) Sી તે વારે જયકુમાર કરજોડી મદને મોડી મનશુદ્ધ ફરી ફરી અણગારને વંદન કરી દિને પોતાનો પૂર્વભવ પૂછવા લાગ્યો. (૨) Rી કે હે સ્વામી ! કયા એવા પુણ્યનાં યોગે હું આ રાજ્ય પામ્યો અને કહ્યું એવું મેં પુણ્ય 5 કર્યું કે જેથી આવી રમણી - લીલા - સંપદા તથા મનવાંછિત સુખને હું પામ્યો ! હે ભગવંત! કૃપા કરી મને તે કહો. (૩) (માહરે આગે હો ઝીણા મારુજી વાવડી - એ દેશી) કરૂણાયર હો કુમારની વાણી સાંભળી, ઈમ જપે અણગાર રૂડા રાજવી. દેવાનુપ્રિય હો ! સુણ પૂરવભવ તાહરો, તાહરો કહું અધિકાર રૂડા રાજવી દે. ૧ તું ગત ભવે તો ઉત્તર મથુરાયે હતો, ગુણધર નામે વણિક. ૩૦ લીલાવતી હો બહેન હુંતી એક તાહરે, ધર્મવતી રમણિક. ૩૦ દે. ૨ જિનવરની હો પૂજા તે કરતી નિત્યે, ત્રિવિધશું ગણકાલ. ૩૦ તુજને પણ હો તેહને સંગે કરી, ઉપનો ભાવ ઉદાર. ૩૦ દે. ૩ કુસુમે કરી હો જાવજીવ લગે તિહાં, તેં પૂજ્યા જિનરાજ. ૩૦ તેહ પુણ્ય હો સુરલોકનાં સુખ ભોગવી, પામ્યો ઉત્તમ રાજ. ૩૦ દે. ૪ Page #262 -------------------------------------------------------------------------- ________________ S S C SSC | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ C ) આગે વળી હો સૂરલોકનાં સુખ અનુભવી, કેતાં એક ભવમાંહ્ય. ૩૦ અનુક્રમે હો પૂજાથી નિશ્વય સહી, પામીશ તું શિવઠાય. ૩૦ દે. ૫ હરખિત ચિત્તે હો મુનિને કુમર કહે ફરી, તુમે છો ગરીબ નિવાજ સુધા સાધુજી અવધારો હો અરજ તમે મયા કરી, મયા કરી સુણો મહારાજ સુધા સાધુજી દે. લીલાવતી હો ભગિની જિનપૂજા થકી, પામી ગુણ અવતાર. સુઇ સંપ્રતિ સહી હો કેહી ગતિમાંહી વસે, કહો તેહનો અધિકાર. સુદે૦ ૭ મુનિપતિ કહ હે હો સૌરમે સુખ ભોગવી, ઉપની એ તુજ નારી. ૩૦ દેવાનુપ્રિયે હો ! સુણ પૂરવ ભવ એહનો, એહનો એ અધિકાર. ૩૦દે. ૮ મુનિ વચને હો જાતિસ્મરણ પામ્યાં સદા, સાંભર્યો ગત અવદાત. ૩૦ કરજોડી હો મુનિપતિને કહે દંપતિ, સાચી કહી તુમે વાત. સુ અ૦ ૯ વિનયશ્રી હો વાચંચમને વિનવે, સ્વામી એ ધિ સંસાર. સુ એક ભવન હો અંતરે આવી ઉપનો, ભાઈ મરી ભરતાર. સુબ૦ ૧૦ ધિગ મુજને હો વલી ધિમ્ મોહની, લિમ્ ધિગ્ર એ અવતાર. સુ એ સગપણે હો લોકમાંથી પણ લાજીયે, ધિર્ ધિ વિષય વિકાર. સુ૦ ૧૧ સાધુ કહે હો ભદ્ર કાં તું દુઃખ ધરે, એ છે દાટતો ન્યાય સુણ સુંદરી દેવાનુપ્રિય હો સુણ સંસારની રીતિએ, રીતિએ જીતી ન જાય. સુદે ૧૨ માત મરી હો નારી પણ સહી નીપજે, ભાઈ થાયે ભરથાર. સુ ભરતાર મરી હો ભાઈ પણે પણ ઉપજે, ઈમ સગપણનો નહિ પાર. સુદે. ૧૩ ભગવન સુણો હો એક તમે સાચું કહ્યું, પણ જાણી વિષ ન ખવાય સુઈ તે માટે હો સંજમ લેવો મેં સહી, દુઃખ હરવા મુનિરાય સુ-અ૦ ૧૪ ઈમ જાણી હો જયકુમર મુનિને કહે, ભવને પડો ધિક્કાર. સુ જિહાં ભમતાં હો ભગિની થઈ ભારજા, ધિ ધિમ્ એ વ્યવહાર. સુઅ૦ ૧૫ સંયમ લેવા હો સ્વામિ હું સમરથ નહિ, અન્ય કહો ઉપાય. સુo. જેણે કરી હો નિર્મળ થાયે આતમા, દુષ્કૃત દૂર પલાય. સુઅ. ૧૬ Page #263 -------------------------------------------------------------------------- ________________ SSSSSSS SSAS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ 2 ) મુનિપતિ કહે હો સમરથ નહિ સંજમ લેવા, તો ઉચ્ચરો વ્રતબાર સુ0 દેવાનુપ્રિય હો સમકિત શુદ્ધ આદરો, આદરી પાલો ઉદાર. સુદે. ૧૦ દેશવિરતીએ હો કુમરને થાપી થિર કર્યો, આપ્યું સમકિત દાન. સુ૦ વિનયશ્રીને હો સંજમ આપે તિણે સમે, મુનિવર જ્ઞાન નિધાન સુ. ૧૮ ગુરુને નમી હો વિનયશ્રી પ્રત્યે ખામી, કુમર ગયો નિજ ઠાય, સુo દેવાનુપ્રિય હો સુણ તું હરિચંદ્ર મનરૂલી, મનરૂલી કહે મુનિરાય. સુ૦ ૧૯ વિનયશ્રી હો સુવ્રતા સાધ્વીની પાસે, પાલી સંજયભાર, સુકેવલ લહી હો મુગતિ ગઈ તે મહાસતી, પામી ભવનો પાર. સુદે. ૨૦ વિજયચંદ્ર હો હરિચંદ્રને કહે સાંભળો, એ કુસુમપૂજા અધિકાર સુo ઉદય કહે હો, તેંતાલીસમી ઢાળમાં, ભાવ વડો સંસાર, સુણજો ભવિ દેવાનુપ્રિય હો ભાવ સદા હૈયે ધરો, જિમ પામો ભવજલ પાર સુધા સાધુજી દે. ૨૧ ભાવાર્થ : જયકુમારની વાણી સાંભળીને ચલનાણી મુનિવર પણ કહેવા લાગ્યા કે હે | રાજન્ ! હે દેવાનુપ્રિય ! તારા પૂર્વભવનો અધિકાર કહું છું તે તું સાવધ થઈને સાભળ. (૧) | તું ગયા ભવમાં ઉત્તર મથુરામાં ગુણધર નામે વણિક પુત્ર હતો અને તાહરે ધર્મિષ્ટ | રમણીય એવી લીલાવતી નામે એક બહેન હતી. (૨) તે ત્રિવિધ યોગે ત્રણકાલ જિનેશ્વરદેવની હંમેશા પૂજા કરતી હતી. તેમની સંગતિથી | તને પણ જિનપૂજા પ્રત્યે ઉત્તમ ભાવ પ્રગટ થયો. (૩) તેથી તું પણ તેમની સાથે ઉત્તમ સુરભિ કુસુમથી જાવજીવ સુધી જિનેશ્વરદેવની પૂજા કરી જ કરતો થયો. તે પુણ્યના પ્રતાપે સુરલોકનાં સુખ ભોગવી અને હવે અહિં ઉત્તમ રાજ્યને કી પામ્યો છે. (૪) આગળ પણ કેટલાંક ભવો સુધી સુરલોકનાં અને મનુષ્યનાં ભાવમાં સુખને અનુભવી | પૂજાથી અનુક્રમે નિશ્ચે તું શાશ્વત સુખને પ્રાપ્ત કરીશ. (૫) તે પ્રમાણે મુનિવરની વાણી સાંભળીને ફરી જયકુમાર કહેવા લાગ્યો કે, હે મુનિવર ! આપ ગરીબોના બેલી છો, આપ તરણતારણ જહાજ છો. મારા પર મહેરબાની કરીને મારી વિનંતી સાંભળો ! (૬) જે લીલાવતી મારી બહેન હતી તે જિનપૂજા કરવા થકી કયો ભવ પામી અને વર્તમાનમાં તે કઈ ગતિમાં વસે છે. કૃપા કરીને તેહનો અધિકાર કહો ! (૭) Page #264 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રકારી પૂજાનો રાસ) ITIONS તે સાંભળીને મુનિવર કહેવા લાગ્યા કે, હે કુમાર ! સાંભળ. તે લીલાવતીનો જીવ | આયુક્ષયે સુરલોકે ગઈ અને ત્યાં દેવલોકનાં દિવ્યસુખ ભોગવીને વર્તમાનમાં જે તારી દિન પત્નિ “વિનયશ્રી' છે તે ગત ભવની તારી બહેન જાણવી. (૮) એ પ્રમાણે મુનિનાં વચન સાંભળી તે દંપતિ જાતિસ્મરણ પામ્યાં અને પોતાનાં ગત ભવોને જોયાં તેથી કરજોડીને દંપતિ કહેવા લાગ્યા કે, હે મુનિવર તમે કહેલી વાત સાચી છે. (૯) દિન - હવે વિનયશ્રી વાચંયમને વંદન કરી વિનંતી કરવા લાગી કે, હે મુનિવર ! આ સંસારને - ધિક્કાર હો ! કેવો સંસાર છે. કેવા કેવા સંબંધો જીવ ભવ નાટકે કરી રહ્યો છે. એક ભવનાં છે દગી અંતરે હે પ્રભુજુઓ ભાઈ મરીને ભરથાર થયો છે. (૧૦) વળી મને પણ ધિક્કાર હો ! મારા મોહને પણ ધિક્કાર હો ! આ જન્મને પણ ધિક્કાર E હો ! ધિક્કાર હો ! આવા સગપણથી તો લોકમાં પણ મર્યાદા ન રહે ! મને લજ્જા આવે છે ની આ વિષયવિકારને ધિક્કાર હો ! ધિક્કાર હો ! (૧૧) | એ પ્રમાણે વિનયશ્રી ને દુઃખ ધરતી જોઈને મુનિવર બોલ્યા કે, હે ભદ્ર! તું શા માટે ? કરી દુઃખ ધારણ કરે છે? હે સુંદરી ! સાંભળ. સંસારમાં એ ન્યાય ઘટતો જાય છે. હે દેવાનુપ્રિયે ! . આ તો સંસારની એ રીતની ઘટમાલ છે. આ રીતે કોઈનાથી જીતી શકાતી નથી. (૧૨) હે સુંદરી ! ક્યારેક પૂર્વભવની માતા મૃત્યુ પામ્યા બાદ આ ભવની પત્નિ બને છે. તો કરી ક્યારેક ભાઈ મરીને ભરતાર બને છે અને ભરતાર કરીને ભાઈ પણ બની શકે છે. તો ક્યાંક ભરતાર પુત્રપણે પણ ઉપજે છે. એમ સંસારમાં સગપણનો કોઈ પાર નથી. (૧૩) E તે સાંભળીને વિનયશ્રી કહેવા લાગી કે, હે ભગવંત ! આપની વાત સાચી છે. પરંતુ Sિ આ વિષ છે એમ જાણી લીધાં પછી વિષ ખવાય થોડું? ન જ ખવાય ! માટે હે મુનિવર ! | સંસારને કાપવા દુઃખને હરવા મારે હવે સંયમ લેવો છે. (૧૪) કરી જયકુમાર પણ ઉપર પ્રમાણેનો વ્યતિકર જાણીને કહેવા લાગ્યો કે, આ ભવને ધિક્કાર દિને ની હો ! કે જે ભવમાં ભમતાં ભગિની કરીને ભારજા થાય છે. આ વ્યવહારને ધિક્કાર હો ! . ક ધિક્કાર હો ! (૧૫) વળી હે મુનિવર ! હું સંયમ લેવા સમર્થ નથી. તો મને બીજો કોઈ ઉપાય બતાવો કે જેથી મારો આત્મા નિર્મલ બને અને મારું દુષ્કૃત દૂર પલાય. (૧૬) તે સાંભળીને મુનિ પતિ કહેવા લાગ્યા કે, હે કુમાર જો સંયમલેવા તું સમર્થ નથી તો કે - શ્રાવકના બારવ્રત ઉચ્ચરો ! હે દેવાનુપ્રિય ! અને સાથે સમકિતને પણ શુદ્ધપણે આદરો ને 3 અને આદર સહિત તેનું પાલન કરો ! (૧૭) Page #265 -------------------------------------------------------------------------- ________________ 2િ ) D 2) શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ SS S SS S SS એમ કહીને જયકુમારને સમ્યકત્વનું દાન કરી બાર વ્રત ઉચરાવ્યા અને દેશવિરતી ન ધર્મમાં સ્થિર કર્યો. અને જ્ઞાનનો ભંડાર એવા તે મુનિવરે વિનયશ્રીને સંયમ ગ્રહણ કરાવ્યું. (ધક્ષા આપી) (૧૮) હવે જયકુમાર ગુરુને નમસ્કાર કરી, વિનયશ્રીને ખમાવી પોતાને સ્થાને ગયો. એ | પ્રમાણે શ્રી વિજયચંદ્ર કેવલી હરિચંદ્ર રાજાને કહી રહ્યા છે કે હે દેવાનુપ્રિયે ! તું મનરંગે હવે સાંભળ. (૧૯) - વિનયશ્રી સુવ્રતા સાધ્વીની પાસે શુદ્ધ સંયમ પાલી કર્મક્ષય કરી કેવલજ્ઞાન પામી અને | અંતે ઘાતી અઘાતી બંને પ્રકારનાં કર્મનો ક્ષય કરી મોક્ષે ગઈ. આમ પુષ્પપૂજા કરવાનાં Rી પ્રભાવે લીલાવતીનો જીવ વિનયશ્રી ભવસાગરથી પાર ઉતરી. (૨૦) શ્રી વિજયચંદ્ર કેવલી હરિચંદ્ર રાજવીને કહેવા લાગ્યા કે હે રાજન્ ! કુસુમપૂજા પર લીલાવતીનો આ પ્રમાણે અધિકાર પૂર્ણ થયો. તે સાંભળી તમે પણ પુષ્પપૂજા કરવામાં કરી ઉદ્યમવંત બનો. ઉદયરત્નજી મહારાજ સેંતાલીસમી ઢાળમાં કહે છે કે સંસારમાં ભાવનું પવિત્ર પ્રધાનપણું છે. હે દેવાનુપ્રિય ! તેથી જિનપૂજામાં ભાવ સદા હૈયે ધારણ કરો કે જેથી Bર ભવસમુદ્રથી પાર પામો. ખરેખર જિનપૂજા એ ભવસિંધુ તરવામાં ઉત્તમ નૌકા છે. (૨૧) Page #266 -------------------------------------------------------------------------- ________________ SSSSSSSSSSSSSSS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ છે કે જે ઢાળ ચૂંબાલીસમી | દોહા | ભવસાગર ભીષણ ઘણો, ઊંડો જેહ અગાધ; પૂજા પ્રવહણે બેસીયે, તો તરિયે નિરાબાધ. ૧ જિનપૂજા જગતી તલે, ઉત્તમ એક રતન્ન; હાથથકી કિમ હારિયે, કીજે કોડી જતન્ન. ૨ દ્રવ્ય અને ભાવે કરી, જે પૂજે જિનરાય; અલ્પ ભવે નર અવશ્ય તે, પામે મુગતિ પસાય. ૩ દેહરે દીવો જે કરે, ભક્તિ ધરી મનમાં; તે સુરનાં સુખ ભોગવી, પામે શિવપુર થાય. ૪ જિમ જિનમતિને ધનસિરી, દીપક પુણ્ય હોય; અમરગતિ સુખ અનુભવી, શિવપુર પહોતી સોચ. ૫ વિજયચંદ્ર કહે કેવલી, સુણ રાજન ગુણવંત; પંચમી પૂજા ઉપરે, કહું તેહનો દ્રષ્ટાંત. ૬ ભાવાર્થ ભવસાગર ભીષણ છે. અગાધ ઊંડો છે. જો આ ભવસાગર તરવા પૂજારૂપી પ્રવહણમાં બેસીયે તો નિરાબાદપણે અગાધ એવો પણ ભવસમુદ્ર સુખે તરી શકાય છે. (૧) પૃથ્વીતલને વિષે જિનપૂજા ઉત્તમ એક રત્ન છે. તેને હાથમાં આવ્યા પછી શા માટે ગુમાવીયે. હે ભવ્યો ! તેનું ક્રોડ ઉપાય પણ જતન કરો. (૨) વળી હે ભવ્યજનો ! દ્રવ્ય અને ભાવે કરીને જે જીવ જિનેશ્વરદેવની પૂજા કરે છે તે નર અવશ્યપણે અલ્પ ભવમાં મુક્તિ સુખને પ્રાપ્ત કરે છે. (૩) વળી જિનમંદિરે જે દીવો મનમાં ભક્તિભાવથી કરે છે તે નર સુરનાં સુખ ભોગવી અંતે શિવસ્થાનને પ્રાપ્ત કરે છે. (૪) જેમ દીપકપૂજાનાં પુણ્યથી જિનમતિ અને ધનસિરી અમરગતિનાં સુખ અનુભવી શિવપુરે પહોંચ્યા. (૫) શ્રી વિજયચંદ્ર કેવલી હરિચંદ્ર રાજવીને કહી રહ્યા છે કે હે ગુણવંત્! સાંભળ. જિનમતિ દિ અને ધનસિરીની જેમ તમે પણ દીપકપૂજા કરી તમારા આત્માને તારો. હવે પાંચમી દીપકપૂજા ઉપર તેહનું દ્રષ્ટાંત કહું છું તે સાવધાન થઈને સાંભળો. (૬) : જય અ-૧૬ Page #267 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ (દેશી) દક્ષિણ ભરતે દીપતો હો રાજન્, નગર નિરુપમ ઠામ, ગુણના રાગી ઓપે ઈંદ્રપુરી સમો હો રાજન્, મેઘપુર ઈણે નામ, ગુણ ના રાગી સુણ તું રૂડા રાજા. રાજ્ય કરે તિહાં રાજીયો હો,રા૦ મેદારથ નામે રાજદ્. ગુણ૦ રિપુ ગજ ગર્વને ગંજવા હો,રા૦ કેસરી સિંહ સમાન. ગુજ્જુ૦ ૨ વરદત્ત શેઠ વસે તિહાં હો,રા॰ સમકિતવંત સુજાણ, ગુણ એકવીસ ગુણે ઓપતો હો,રા૦ પાળે જિનની આણ. ગુસ્ જેહનો જિનના ધર્મનો હો,રા॰ પૂરણ લાગ્યો પાસ. ગુણ રંગ કરારીની પરે હો,રા૦ નિશ્ચલ સમકિત જાસ. ગુસ્ નિરમળ જિનની રાગીણી હો,રા॰ નિરમળ ગુણ ભંડાર. ગુણ૦ નિરમળ શીલે શોભતી હો,રા૦ શીલવતી તસ નાર. ગુસ્ તનુજા ત્રિભુવન મોહની હો,રા૦ જિનમતિ નામે તાસ. ગુણ સમકિતવંતી શ્રાવિકા હો,રા૦ છે ગુણમણિ આવાસ. ગુસ્॰ ૬ બાલપણાથી તેહને હો,રા॰ ધર્મશુ લાગ્યો રંગ. ગુણ જિનધર્મી જાચી તિકા હો,રા૦ ધર્મે સુશોભિત અંગ. ગુસ્ ધનશ્રી નામે તેહને સખી હો,રા૦ વલ્લભ જીવ સમાન. ગુણ૦ બાલપણાથી બે જણી હો,રા૦ નિર્મળ બુદ્ધિ નિધાન. ગુસ્ સુખે દુ:ખે પ્રીતિ કરે હો,રા॰ રૂપકલા ગુણવાન ગુણ ધર્મે કર્મે બે જણી હો,રા૦ માંહોમાંહી સમાન. ગુજ્જુ જિનમતિ જિનમંદિરે હો,રા॰ દીવો કરે નિત્યમેવ ગુણ૦ ધનશ્રી પૂછે એકદા હો,રા॰ સખીને ભાવ ઘરેવ. ગુસ્૦ ૧૦ દાખ ફલ દીવા તણું હો,રા॰ બહેની જિનમંદિર કરે જેહ. સુણ આલી. હું ફલ જાણીને કરૂં હો, બહેની દેહરે દીવો ધરીનેહ. સુ દુષ્કૃત દૂરે જાય. ૧૧ ૨૪૨ ૧ 3 ४ ૫ . ૬ Page #268 -------------------------------------------------------------------------- ________________ SANT TO I શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) જિનમતિ ઈમ ઉચ્ચરે હો, બ૦ સાંભળ તું સસનેહ. સુણ૦ દેહરે દીવો જે કરે હો, બ૦ વંછિત પામે તેહ. સુગ્દ૦ ૧૨ દીવો દારિદ્રને હરે હો, બ૦ અરતિનો કરે નાશ. સુણ૦ પ્રજાળે પાપ પતંગને હો, બ૦ આપે અવિચલ વાસ. સુ૦૬૦ ૧૩ જિનમુખ આગે જે ધરે હો, બ૦ વિધિશું દીપ સુરાગ સુણ૦ સુરનરનાં સુખ ભોગવી હો, બ૦ પામે તે શિવ સોભાગ. સુ૦૬૦ ૧૪ ઈમ નિસુણીને ધનસિરી હો, બ૦ જાણી લાભ અછે. સુણ૦ દીપક દિન પ્રત્યે દિયો. હો,બ૦ જિનને ભુવને તેહ. સુ૦૬૦ ૧૫ શ્રી જિનની થઈ રાગિણી હો, રા૦ સમકિત પામી શુદ્ધ ગુણ૦ નિયમે દહાડા નિગમે હો, રાત્રે ધરમે વાસી બુદ્ધિ ગુસૂ૦ ૧૬ જુગતે જિન સદને સદા હો, રા. દીપક દીયેદીય ગુણ૦ એક ચિત્તે ભગતિ કરી હો,રાત્રે ત્રણ વાર ત્રિવિધે સોય ગુસુ૧૦ ઉદય વદે ચુંવાલીસમી હો. ભવિયા એ કહી ઢાળ બનાય. ગુણ૦ ઈમ જાણી જિનરાયના હો. ભ૦ પ્રેમે પૂજજે પાય. ગુસુ૦ ૧૮ ભાવાર્થ : શ્રી વિજયચંદ્ર કેવલી હરિચંદ્ર રાજાને દીપક પૂજાનું ફલ સમજાવતા દીપક સી પૂજા ઉપર જિનમતી અને ધનશ્રીનું દ્રષ્ટાંત સમજાવી રહ્યા છે કે, હે રાજન્ ! દક્ષિણ k, ભરતમાં ઈદ્રપુરી સમ શોભતી નિરૂપમ એવી મેઘપુર નામે નગરી છે. (૧) તે નગરીમાં રિપુગણનાં ગર્વને ટાળવા કેસરી સિંહ સમાન મેઘરથ નામે રાજા રાજ્ય 6 કરી રહ્યો છે. (૨) મેઘપુરનગરીમાં જ સમ્યક્ત્વધારી અને શ્રાવકનાં એકવીસ ગુણે શોભતો, જિનેશ્વર ન દેવની આજ્ઞાનો પાલક ‘વરદત્ત' નામે શેઠ વસે છે. (૩) છે તે વરદત્તને જિનેશ્વરના ધર્મનો પૂર્ણ રંગ લાગ્યો છે. અને ચોલમજીઠ જેવું સમ્યકત્વ મન (રંગ કરારી જેવું) તેનું નિશ્ચલ છે. (૪) તે વરદત્તને નિર્મલ જિનેશ્વર પ્રત્યે રાગ છે. નિર્મલ ગુણની ભંડારી અને નિર્મલ શીયલ વ્રતે શોભતી એવી શીલવતી નામે પત્નિ છે. (૫) તેમને જિનમતિ નામે ત્રણ ભુવનને મોહ પમાડે તેવી પુત્રી છે. તે પણ ગુણના સ્થાન, રૂપ અને સભ્યત્વ ધારી શુદ્ધ શ્રાવિકા છે. (૬) Page #269 -------------------------------------------------------------------------- ________________ SS SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ વળી બાલ્યવયથી તેહને ધર્મ પ્રત્યે રંગ લાગ્યો છે. જિનધર્મને જાણનારી અને ધર્મથી | સુશોભિત તેનું અંગ છે. (૭) કી વળી તે જિનમતીને પ્રાણવલ્લભ ધનશ્રી નામની સખી છે તે બંને બાલ્યવયથી * બુદ્ધિનિધાન છે. (૮) કે તે બંને સુખ કે દુઃખમાં એકબીજાની પ્રીતિને છોડતી નથી. રૂપવાન, કલાવાન અને ગુણવાન પણ છે. તેમજ ધર્મ અને કર્મમાં બંને માંહોમાંહી સમાન લાગણી ધરાવનારી છે. (૯) Fી જિનમતિ જિનમંદિરે નિત્ય દીપક કરે છે. તે જોઈને “ધનશ્રી' એક વખત ભાવ ધરીને ૪ દિની સખીને પૂછે છે. (૧૦) કે હે સખી ! જિનમંદિરે દીવો કરવાથી શું ફલ પ્રાપ્ત થાય ! ત્યારે જિનમતિ કહેવા 6 લાગી કે, હે સખી ! દેહરે દીવો કરવાથી દુષ્કૃત દૂર પલાય છે એમ જાણીને હું જિનમંદિરે સ્નેહથી પૂજા કરું છું. (૧૧) $ વળી જિનમતિ કહેવા લાગી કે, હે બહેન ! તું સ્નેહપૂર્વક સાંભળ. દેહરે જે દીવો કરે છે દિન છે તે પોતાના ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરે છે. (૧૨) દીવો દારિદ્રને ચૂરે છે. અરતિનો નાશ કરે છે. પાપરૂપી પતંગને પ્રજાળે છે અને Eી અવિચલ વાસને આપે છે. (૧૩) તેમજ હે સખી! જિનેશ્વર સન્મુખ જે વિધિ સહિત સ્નેહ ધરીને દીપક પૂજા કરે છે તે સુરનરનાં સુખ ભોગવે છે અને અંતે શિવ સૌભાગ્યને પામે છે. (૧૪) એ પ્રમાણેનાં જિનમતિનાં વચન સાંભળી દીપક પૂજાનું મહત્ત્વ જાણી હવે ધનશ્રી પણ જિનેશ્વર પરમાત્માના ભવનને વિષે હંમેશ દીપક પૂજા કરવા લાગી. (૧૫) એ પ્રમાણે જિનમતિની સાથે ધનશ્રી પણ જિનેશ્વરદેવની રાગીણી થઈ અને શુદ્ધ | સમકિતને પામી અને દીપક પૂજાનાં નિયમપૂર્વક દિવસો વિતાવે છે અને પોતાની બુદ્ધિ કે ધર્મ પ્રત્યે લગાડી. (૧૬) હવે જિનમતિ અને ધનશ્રી બંને સખીઓ ત્રણકાલ ત્રિવિધ જિન મંદિરે એક ચિત્તે , કરી દીપક પૂજા કરવા લાગી. (૧૭) ની એ પ્રમાણે દિપકપૂજાનાં રહસ્યને જણાવનારી ચુંબાલીસમી ઢાળ બનાવીને ઉદયરત્ન છે | વિજયજી મહારાજ કહે છે. પૂજાનું રહસ્ય જાણીને પ્રેમે પ્રભુનાં ચરણ-કમલની પૂજા કરો. (૧૮) Page #270 -------------------------------------------------------------------------- ________________ S SS SS S SS : શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ RSS S ઢાળ પીસ્તાલીસમી | દોહા ! અંતસમે જિનમતિ મુખે, અણઘણ કરીને આપ; ધનસિરી શુભ ધ્યાનશું, આલોવે નિજ પાપ. ૧ ખમાવી ષકાયને, શરણાં કીધાં ચાર; યોનિ ચોરાશી લાખને, ખમાવી તેણીવાર. ૨ ઈમ સમાધિ મરણે મરી, શુભ લેશ્યાનો જોગ; દેવીપણે જઈ ઉપની, સૌધરમે સુર લોગ. ૩ ધનશ્રીને વિરહે કરી, પામી દુઃખ અસમાન; સવિશેષે જિનરાયની, ભક્તિ કરે શુભ ધ્યાન. ૪ મન શુદ્ધ અણશણ કરી, કાલે કરી અવસાન; સૌધર્મે જિહાં ધનસિરી, પામી તેહ વિમાન. ૫ અમરીપણે સહી ઉપની, જેહની જ્યોતિ અમંદ; જિનમતિ જિનભક્તિથી, પામી પરમ આનંદ. ૬ ભાવાર્થ હવે ધનશ્રી” અંત સમયે પોતે અણસણ કરે છે “જિનમતિ'નાં મુખથી અણસણ ની લે છે અને શુભ ધ્યાનથી પોતાનાં પાપોની આલોચના કરે છે. (૧) છકાય જીવોને ખમાવે છે. ચાર શરણાં ગ્રહણ કરે છે અને તે સમયે ચોરાશી લાખ દે નિ જીવાયોનિને પણ ખમાવે છે. (૨) એ પ્રમાણે શુભ લેશ્યાનાં યોગથી સમાધિ મરણે મૃત્યુ પામી સૌધર્મ દેવલોકે દેવીપણે કિંગ | તે ઉત્પન્ન થઈ. (૩) કરી હવે જિનમતિ “ધનશ્રી’ સખીનાં અવસાનથી તેનાં વિરહે અત્યંત દુઃખ પામવા લાગી. તેથી તે ધનશ્રીની પાછળ વિશેષ પ્રકારે શુભધ્યાનથી જિનેશ્વરદેવની ભક્તિ કરવા લાગી. (૪) | મન શુદ્ધ તેણે પણ અણશણ કર્યું અને આયુષ્ય ક્ષય થયે સમાધિપૂર્વક મૃત્યુ પામી અને | જ્યાં સૌધર્મ દેવલોકે “ધનશ્રી' ઉત્પન્ન થયેલી હતી તે જ વિમાન પણ જિનમતિ પામી. (૫) Eી તે દેવીપણે ત્યાં ઉત્પન્ન થઈ. જેહની અનોપમ અમંદ જ્યોતિ છે. તે જિનમતિ - જિનભક્તિથી અપૂર્વ આનંદને પામી. (૬) Page #271 -------------------------------------------------------------------------- ________________ E શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ (રાગ : નમો નિત્ય નાથજી રે - એ દેશી) અવધિજ્ઞાન પ્રયું જતાં રે, જાણ્યું પૂરવ રૂપ. માંહોમાંહે બેને તદા રે. ઉપનો રાગ અનૂપ. આ૦ ૧ આપણ બે સખી રે, ઉરામ સુખ અસમાન; પામી દીવા થકી રે, જો જો દેવવિમાન. આ૦ ૨ મેદાપૂરે હતી પૂરવે રે, સહી આપણે સજોડ; જિનભવને દીવો સદા રે, કરતી મનને કોડ. આ૦ ૩ તેહ તણે પુણ્ય કરી રે, દેવાંગના થઈ દોય; સુરની એ લહી સંપદા રે, હરખિત ચિંતે સોય. આ૦ ૪ બલિહારી જિનધર્મની રે, બલિહારી જિનબિંબ; જેહના સુપસાયથી રે, આશા ફળે અવિલંબ. આ૦ ૫ ધન્ય એ માનવ લોકને રે, ધન્ય માનવ અવતાર સામગ્રી જિહાં ધર્મની રે, પામિયે જેહથી પાર. આ૦ ૬ " તીર્થંકર પણ અવતરે રે, નરક્ષેત્રે સુવિચાર; જન્મ મરણના દુઃખ થકી રે, નર છૂટે નિરધાર. આ૦ ૭ ઈમ દિલમાં દેવાંગના રે, ચિંતે વારંવાર; પરશંસે ભૂપીઠને રે, જિહાં વિચરે અણગાર. આ૦ ૮ પૂરવનાં પ્રેમ કરી રે, મનમાં પામી મોદ; હવે વિચારે બે મળી રે, વારુ એક વિનોદ. આ૦ ૯ જિનમંદિર ભૂમંડલે રે, મેદાપુરે શુભ કામ; કરિયે દેવશકતે કરી રે, ઈમ ચિંતીને તામ. આ૦ ૧૦ નરલોકે આવી વહી રે, શ્રોતા સુણજો પ્રેમ; પીસ્તાલીસમી ઢાળમાં રે, ઉદયરત્ન કહે એમ. આ૦ ૧૧ , ભાવાર્થ જિનમતિ અને ધનશ્રી બંને સખીયો દીપકપૂજાનાં પ્રભાવથી સૌધર્મ દેવલોકને કિ 3 વિષે દેવીપણે ઉત્પન્ન થઈ છે. ત્યાં ગયા બાદ અવધિજ્ઞાનનાં ઉપયોગથી પૂર્વભવનું સ્વરૂપ જાણી લે છે. પૂર્વભવ જોતાં પરસ્પર બંને એકબીજાને ઓળખે છે અને દેવીપણામાં પણ બંનેને ગાઢ રાગ થાય છે. (૧) Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ અને બંને સખીયો પરસ્પર વાતો કરે છે કે આપણે પૂર્વભવમાં જિનેશ્વર સન્મુખ દીપકપૂજા ભાવથી કરી તેનાં પુણ્યપ્રભાવથી ઉત્તમ દેવવિમાનનું સુખ પામ્યા છીએ. (૨) હે સખી ! આપણે બંને પૂર્વભવમાં મેઘપુરનગરે રહેતા હતાં ત્યાં પણ સાહેલી રૂપે સજોડે જિનભવને સદા દીપકપૂજા મનનાં કોડથી કરતા હતાં. (૩) તે દીપકપૂજાનાં પુણ્ય પ્રભાવથી આપણે બંને દેવાંગના બની અને દેવલોકનાં દિવ્યસુખની સંપદા હર્ષિતચિત્તે પ્રાપ્ત કરી છે. એમ બંને વિચારી રહ્યા છે. (૪) જિનોક્ત ધર્મની ખરેખર બલિહારી છે કે જે જિનધર્મને શરણે રહે છે તે ઈહલોક પરલોક સુખ-સંપદા અને અનુક્રમે શિવ-સંપદાને પામે છે. વળી જિનબિંબની પણ બલિહારી છે જેમનાં દર્શન માત્રથી પાપરૂપી પતંગ પ્રજળી ઉઠે છે. તો પૂજાથી શું પ્રાપ્ત ન થાય ? થાય જ. મનવાંછિત ફલ પ્રાપ્ત કરીને જીવ અવિલંબપણે પોતાની આશા ફલીભૂત બનાવે છે. આ બંને દેવીઓ દેવતાઈ દિવ્ય ભોગોને પામી છે. છતાં ત્યાં રહ્યાં પણ ‘માનવ જન્મ’ને મહાન ગણે છે. તે કહે છે ધન્ય છે માનવલોકને અને ધન્ય છે માનવ જન્મને કે જ્યાં ધર્મની સામગ્રી પ્રાપ્ત કરી શકાય છે અને તે ધર્મની સાધના દ્વારા ભવનો પાર પામી શકાય છે. ખરેખર તેવાજ માનવ જન્મની કિંમત છે કે જે માનવ જન્મ ધર્મસામગ્રીથી યુક્ત હોય. જો માનવ જન્મ મલે પણ ધર્મ શબ્દ પણ સાંભળવા ન મલે તો તેવા માનવ જન્મથી શું ? ધર્મ વિહોણો માનવજન્મ પૃથ્વી પર ભાર કરનારો થાય છે. માટે ધર્મસંપત્તિથી યુક્ત એવા માનવજન્મની જ કિંમત જ્ઞાની પુરુષો કરી રહ્યા છે. વળી ધન્ય છે માનવલોકને કે જ્યાં તીર્થંકરો પણ જન્મ પામે છે. નરક્ષેત્રમાં જ તીર્થંકરો, ચક્રવર્તીઓ, વાસુદેવો આદિ ત્રેસઠ શલાકા પુરુષો જન્મ પામે છે માટે માનવલોક ધન્યતાને પાત્ર છે અને મનુષ્ય જ જન્મ મરણનાં દુઃખથી મુક્ત બની શકે છે. કારણ માનવ પાસે તપ-ત્યાગ-ધ્યાન-વ્રત પચ્ચક્ખાણ આદિ કરવાની તાકાત રહેલી છે. (૭) વળી તે દેવાંગનાઓ દિલમાં વારંવાર વિચારે છે. ચિંતવન કરે છે અને ભૂપીઠ (મનુષ્ય ક્ષેત્ર)ની વારંવાર પ્રશંસા કરે છે કે તે પૃથ્વીતલને ધન્ય છે કે જ્યાં શાસનનાં શણગાર એવા અણગારો વિચરી રહ્યા છે. (૮) હવે બંને દેવાંગનાઓ પૂર્વના પ્રેમે કરીને મનમાં આનંદ પામે છે અને બંને દેવાંગના મલીને એક ઉત્તમ વિચારણા કરે છે. (૯) આપણે બંને દૈવીશક્તિથી ભૂમંડલને વિષે રહેલાં મેઘપુરનગરમાં એક જિનમંદિર બનાવીએ. એ પ્રમાણે વિચારીને કે શ્રોતાઓ પ્રેમથી સાંભળજો તે બંને દેવાંગના મનુષ્ય લોકમાં આવી એમ પીસ્તાલીસમી ઢાળમાં ઉદયરત્નજી મહારાજ કહી રહ્યા છે. (૧૦, ૧૧) ૨૪૭૦ Page #273 -------------------------------------------------------------------------- ________________ S છે TATEST શ્રી અશ્મકારી પૂજાનો રાસ RSSS SSS ઢાળ છેતાલીસમી | દોહા | મેઘપુરે મન મોજશું, દેવી આવી હોય; રંગે રાષભ નિણંદન, ભવન નીપાવે સોય. ૧ સુંદર ભૂમિ નિહાળીને, સ્ફટિક દલ શુભ રૂપ; કંચન મણિમય શોભતું, મંદિર કર્યું અનૂપ. ૨ ભાવાર્થ હવે તે બંને દેવાંગનાઓ મનના અત્યંત આનંદ સાથે મેઘપુરનગરે આવી અને આનંદપૂર્વક ઋષભનિણંદનું મંદિર બનાવે છે. (૧) સુંદર જગ્યા જોઈને અને સ્ફટિકનાં દળવાળું કંચન અને મણિમય શોભતું અનૂપમ જિનાલય દૈવીશક્તિથી બનાવ્યું. હવે તે મંદિરનું વર્ણન કરે છે. (રાગ સારંગ - રાતા જાસૂલ ફૂલડાં ને શામળ તોરો રંગ - એ દેશી) નાભિનંદન નેહશું, પભાસણે બેઠાય, મૂરતિ સાથે મનડું મંડી, લળી લળી લાગે પાય; નમો નાથજી હોરાજ દેખી મોહી આદિ તેહિ જિણંદ જયો નાથ. નમો- ૧ તેજપુંજે ઓપતા તિહાં, ઓલે ઓલે થંભ; થંભે થંભે પુતલી તે, કરતી નાટારંભ. નમો૨ દેવના વિમાન જેવો, ઐન જાણે રૂપ; રંગમંડપ માંહી રુડી, કોણી અનૂપ. નમો૦ ૩ શાતકુંભના કુંભ ઉપરે, રતનમય પ્રદીપ; ઈંદુ જાણે આપ આયો, શિખરને સમીપ. નમો. ૪ રયણમય જડિત વારુ, દિવ્યદવજ દંડ; દેવલ શૃંગે ધજા દીપે, લહરતી પ્રચંડ. નમો- ૫ કુસુમ સુરભી નીર વેગે, વરસાવે તેણીવાર; પ્રદક્ષિણા દેઈ પ્રેમે, વંદો વારંવાર. નમો. ૬ Page #274 -------------------------------------------------------------------------- ________________ IS NO શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) ડમરો મરૂઆ મોગરોને, માલતી મચકુંદ; જાઈ ફુઈ ફૂલડાં શું, પૂજીને સિંદ. નમો. ૭. આદિદેવ આગે વાજે, વિધવિધ તૂર; રંગેશુ દેવાંગના તે, નાચે આનંદ પૂર. નમો. ૮ પપ ધની પપ વની, ધપ મપ ધ; મૃદંગ દેવ દુંદુભી તે, વાજે દોં દ. નમો. ૯ વિધિ કટ વિધિ કટ, ધ ધાઁ કાર; ચચ પટ ચચ પટ, તાના વિચાર. નમો ૧૦ થઈ થઈ તા થઈ, થિન ગિન ડાં ; શંખના તિહાં શબ્દ ઉઠે, ઑ ઓં . નમો ૧૧ ઝાંઝરીના રમઝમ, રમઝમ કાર; પાયે દામકે ઘુઘરી ને, ને ઉરના રણકાર. નમો ૧૨ વાદે વાજે વીંછુયાને, ઠમકે હવે પાય; ઉલટશું અમરાંગના, સંગીત રીતે ગાય. નમો ૧૩ નૃત્ય કરી દેવની શકતે, બત્રીસ તાલે બદ્ધ તાન માન ઝમકારે, નાચે સંગીત શુદ્ધ. નમો ૧૪ : હલકે હલકે પગલા માંડે, ઝલકે કાને ઝાલ; લલકે કંબળ્યું ફૂદડી દેતી, ચમકે ચાલે ચાલ. નમો- ૧૫ મુખડાંનો મટકો કરતાં, લટકે ઝીણો લંક; ભાવભેદ ભક્તિશું તે, ટાળે પાતક પંક. નમો- ૧૬ નાચી ખુંદી પાયે વંદી, બોલે બે કરોડ; જયો જયો જયો સ્વામી, ભવદુઃખ છોડ. નમો- ૧૦ બેંતાલીસમી એહ ભાખી, ઢાળ મનને રંગ; ઉદય કહે સુણજો આગે, ભવિયા મનારંગ. નમો. ૧૮ ભાવાર્થ દેવાંગનાઓએ મેઘપુરનગરમાં ઋષભદેવ ભગવાનનું દહેરાસર બનાવ્યું. હવે આ ઢાળમાં તેનું વર્ણન કરે છે અને તે દેવાંગના ત્યાં આવીને કેવી ભક્તિ કરે છે તે કહે છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ Sો છે. શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ મેઘપુરમાં નિર્માણ કરેલ જિનમંદિરમાં પભાસણને વિષે સ્નેહપૂર્વક નાભિરાયાના નંદન : ઋષભદેવ પ્રભુને બિરાજમાન કરે છે અને મૂર્તિ સાથે મનડું જોડી લળી લળી પાયે લાગે છે હું અને બોલે છે હે નાથ ! નમસ્કાર હો. આપને જોઈને હે પ્રભુ હું આપના પ્રત્યે મોહિત થઈ છે છું હે આદિનાથ પ્રભુ ! આપ જય પામો ! જય પામો ! (૧) જાણે કે તેજપુંજે આવીને વાસ ન કર્યો હોય તેવા તેજપુંજથી શોભતા સ્તંભોની શ્રેણીયોથી મંડિત જિનાલય છે અને તે થાંભલે થાંભલે પૂતળીઓ છે તે પૂતળીઓ જાણે નાટારંભ કરી દિને રહી છે. (૨) દેવનું વિમાન જાણે આવીને ઉતર્યું હોય તેવું દેવવિમાન જેવું મનોહર જિનાલયનું રૂપ છે અને તે જિનાલયના રંગમંડપમાં અનોપમ કોતરણી કરેલી છે. (૩) શાતકુંભનાં કુંભ ઉપર રત્નમય પ્રદીપ છે. તે એવો શોભે છે કે ચંદ્ર જાણે પોતે શિખરની ને નજીક ન આવ્યો હોય તેવો શોભી રહ્યો છે. (૪) | રત્નજડિત દિવ્ય ધ્વજદંડ છે અને તે જિનાલયનાં શિખર પર તે ધ્વજા સુંદર રીતે ન 6. લહરી રહી છે (ફરકી રહી છે). (૫) આવા મનોરમ્ય જિનાલય પર દેવાંગનાઓ સુગંધી સુરભી પુષ્પોની નીરવેગે વૃષ્ટિ કરે છે અને કહે છે પ્રદક્ષિણા દઈને પ્રેમપૂર્વક ઋષભજિણંદને વારંવાર વંદન કરો. (૬) ત્યારબાદ તે દેવાંગનાઓ ડમરો, મરૂઆ, મોગરા, માલતી, મચકુંદ, જાઈ અને જુઈનાં ફૂલોથી પ્રભુજીને પૂજે છે. (૭) તે પછી આદિનાથ ભગવાનની સન્મુખ વિવિધ પ્રકારનાં વાજિંત્રો વાગી રહ્યા છે અને દિ દેવાંગનાઓ આનંદથી નૃત્ય કરી રહી છે. (૮) - ૫૫ ધની ૫૫ ધની, ધપ મ૫, ધો. સારેગમ વિગેરે તથા ધિ ધિ કટ, ધોં ધો કાર, થેઈ, દિને થઈ, તા થેઈ થિન, ગિન, દાં, ધ આદિ વાજિંત્રોના તાલ સાથે નૃત્ય કરે છે. મૃદંગ GR ની દેવદુંદુભી દો દો વાગી રહ્યા છે અને શંખના ઑ ઓ શબ્દ ગાજી રહ્યા છે. આમ અનેક પ્રકારનાં તાલ સાથે તે બે દેવાંગનાઓ આનંદપૂર્વક નાચી રહી છે. (૯, ૧૦, ૧૧) વળી તે દેવાંગનાઓએ પગમાં ઝાંઝર પહેર્યા હોવાથી તેનાં રમઝમ, રમઝમ રણકાર , થઈ રહ્યો છે. તેમજ પગમાં નૂપુર બાંધ્યા હોવાથી તેનો રણકાર અને ઘુઘરાનો પણ ઘમકાર થઈ રહ્યો છે. (૧૨) તેમજ તેની સાથે જાણે વાદે ચઢયા ન હોય તેમ વિંછુઆનો પણ મધુર અવાજ થઈ કી રહ્યો છે આમ ઠમકે પગલાં ઠવે છે. આમ ઉલટભેર અમરાંગના લયબદ્ધ સંગીત ગાઈ રહી છે. (૧૩) SS SSS ૨૫૦S S SS SS Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ આમ તે દેવાંગનાઓ દૈવીશક્તિથી બત્રીસ પ્રકારનાં તાલથી બદ્ધ તાનથી - માનથી ઝમકાર કરતી પ્રભુ આગળ સંગીતની શુદ્ધિપૂર્વક નૃત્ય કરી રહી છે. (૧૪) વળી તે દેવાંગનાઓ હળવે, હળવે પગલાં માંડી રહી છે. તેનાં કાને ઝાલ ઝલકી રહી છે. કંબજ્યુ ફૂદડી ફરી રહી છે અને ચમકતી ચાલે ચાલી રહી છે. (૧૫) મુખડાંનો મટકો કરતી લટકે ઝીણાં અવાજે સંગીત લલકારતી ભાવસભર અને ભક્તિથી પાતિકરૂપી પંકને ટાળી રહી છે. (૧૬) આમ તે બંને દેવાંગનાઓ નાચી કૂદી પ્રભુને ચરણે નમસ્કાર કરતી કરજોડીને બોલી રહી છે, હે સ્વામી ! હે ઋષભદેવ પ્રભુ ! આપ જય પામો, જય પામો, જય પામો અને અમારા ભવભ્રમણનાં દુઃખથી અમને મુક્ત કરો. (બનાવો) (૧૭) એ પ્રમાણે દેવાંગનાએ દૈવી શક્તિથી નિર્માણ કરેલ જિનમંદિર અને પોતે વિવિધ વાજિંત્રોના નાદ સાથે કરેલ સંગીતબદ્ધ નૃત્ય અને ભક્તિના વર્ણનપૂર્વકની આ છેંતાલીસમી ઢાળ પૂર્ણ થઈ. ઉદયરત્નવિજયજી મહારાજ કહે છે, હે ભવ્યજનો ! આગળની કથા મનનાં ઉમંગ સાથે સાંભળજો. (૧૮) ૨૫૧ Page #277 -------------------------------------------------------------------------- ________________ E IT T.શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસTITIS SS ઢાળ સુડતાલીસમી | | દોહા ! લાહો લેઈ ધર્મનો, વંદી પ્રભુના પાય; દેવલોક દેવાંગના, પહોતી તે નિજઠાય. ૧ નાટક ગીત વિનોદશે, અનુક્રમે પૂરે આય; ધન શ્રી પહેલી ચવી, મેદાપુરી શુભ થાય. ૨ મકરધ્વજ, મહારાજની, કનકમાળા ઈણે નામ; પટરાણી થઈ પુણ્યથી, રૂપવતી અભિરામ. ૩ - પહેલી પટરાણી હતી, નૃપને મકરા નામ; તે મરીને થઈ રાક્ષસી, મેલે મન પરિણામ. ૪ કનકમાળા શું નૃપ હવે, ભીનો રહે નિત્યમેવ; જાતો ન જાણે કાળને, જિમ દોગંદુક દેવ. ૫ દચિતા દિણયરની પરે, મંદિર કરે પ્રકાશ; તનુકાંતિ તમસને હણે, રયણી સમે સુવિલાસ. ૬ પૂરવને પુણ્ય કરી, કનકમાળા પ્રિયસંગ; પંચવિષય સુખ ભોગવે, ઉલટ આણી અંગ. ૭ ભાવાર્થ : તે બે દેવાંગનાઓ પ્રભુ ભક્તિ દ્વારા ધર્મનો લાભ લઈ પ્રભુના ચરણકમલને વિષે વંદન કરી દેવલોકે પોતાના સ્થાનકે પહોંચી. (૧) દેવલોકમાં નાટક-ગીત-વિનોદ સાથે દિવ્યસુખોને ભોગવતા અનુક્રમે આયુષ્ય પૂર્ણ હિ થયે છતે ધનશ્રી પહેલી મેઘપુરી નગરીમાં ચ્યવી. (૨) પુણ્યથી તે મેઘપુરીમાં મકરધ્વજ મહારાજાની રૂપવતી મનોહર કનકમાલા નામની કરી પટ્ટરાણી થઈ. (૩) તે મકરધ્વજ રાજાને પહેલી “મારા નામની પટ્ટરાણી હતી. તે મનમાં મલિન પરિણામથી $; મૃત્યુ પામીને રાક્ષસી થઈ. (૪) હવે મકરધ્વજ રાજા “કનકમાળા સાથે લયલીન રહે છે. દોગંદુક દેવની જેમ હંમેશા | સુખ ભોગવે છે પણ કાળ પસાર થઈ રહ્યો છે તે જાણી શકતો નથી. (૫) Page #278 -------------------------------------------------------------------------- ________________ SS S S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) | S S SS S તે મકરધ્વજ રાજાની દયિતા દિનકરની જેમ રાજમંદિરમાં પ્રકાશ કરી રહી છે. તેનાં ૩ | શરીરની કાંતિ એટલી બધી છે કે તે અંધકારને હણે છે. રાત્રી સમયે પણ સુવિલાસથી તેના શરીરની કાંતિ વધે છે કે જેથી રાત્રી થઈ હોય તેવો ભાસ પણ થતો નથી. (૬) , તે કનકમાળા પૂર્વકૃત પુણ્યના પ્રતાપથી પોતાના પ્રિયતમ સાથે ઉલટ આણીને પંચવિષય આ સુખ ભોગવી રહી છે. (૭) (રાગ : બંગાલ ત્રિશલાનંદન ચંદનશીત - એ દેશી) રાજા રાણીનો જાણી, કોપાકુલ થઈ રાક્ષસી તેહ, રૂઠી રાક્ષસી. મધ્યનિશા સમે મહીપતિ પાસ, શેષાતુર આવી રાજ આવાસ. રૂઠી સેજ સંયોગે રાણીને રાય, વિવિધ વિનોદ કરે તિણઠાય. રૂઠી. કનકમાલાની કનકશી કાય, તેહને તેજે ઉધોત થાય. રૂઠી. તે દેખીને જાગ્યે વૈર, એ કેમ આવી માહરે દોર. રૂઠી. માહરી સેજ એ માહરો કંત, શોક્યતણો આજ આણુ અંત. રૂઠી. . જો જો શોક્યનાં વૈર વિરોધ, મુયાં ન મેલે મનનો ક્રોધ. રૂઠી ખિણમાંહિ કાટું એહના પ્રાણ, ઈમ ચિંતીને તેણે ઠાણ. રૂઠી. ' રૂપ કર્યો તેણે વિકરાલ, કાળા મોટા દંત કરાલ. રૂઠી. કાળું મુખ ને તીખી દાઢ, છૂટાં જટીયા ને કળું બિલાડ. રૂઠી. ગોળીથ્રુ માથું ને ભીષણ રૂપ, લાંબા હોઠને આંખ કુરુપ. રૂઠી મુખથી છોડે આગની ઝાલ, હેડંબાશી કાળ કંકાલ. રૂઠી૦૬ હાથમાં કાતી ને કોટે રૂંડમાળ, રૂપ કર્યો તેણે છળવા બાલ. રૂઠી. પીળા લોચન પીળા કેશ, જાણે જમદૂતીનો વેશ. રૂઠી. ૭ કનકમાલાને મારણ કાજ, નીપાયો તેણે નાગરાજ. રૂઠી કનકમાલાનો હરવા જીવ, નાગ નીપાયો શ્યામ અતીવ. રૂઠી. ૮ ક્રોધ ધરી તે છોડ્યો તે કાળ, કનકમાલા પાસે તતકાળ. રૂઠી. કનકમાલાની દેખી કાંતિ, ભુજંગ પામ્યો મનમાં ભ્રાંતિ. રૂઠી. . ૯ ખમી ન શક્યો તેજ અનંત, આંખ મીચીને બેઠો એકાંત. રૂઠી જો જો પૂરવ પુણ્ય પ્રતાપ, રાણી અંગે અડ્યો નહિ સાપ. રૂઠી. ૧૦ Page #279 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ તૂઠી જવ પન્નગ પ્રભવે નહિ તાસ, તવ રાક્ષસી મન પામી વેખાસ. રૂઠી૦ કનકમાલાનો કરવા લોપ, વળી તેહને ચડ્યો મહાકોપ. રૂઠી ૧૧ કોપ ધરીને ભીષણ સાદ, રૌદ્ર ભયંકર કીધો નાદ, રૂઠી સહસા શબ્દ સુણીને તેહ, રાજા રાણી ઉઠ્યા બેહ. રૂઠી૰૧૨ વનિતાએ એક પાસે તે વ્યાલ, દીઠો પણ બીહની નહિ બાલ. રૂઠી રાક્ષસી રોષ ધરી તિણે કાલ, બિભત્સ રૂપ ધર્યું અસરાલ. રૂઠી ૧૩ હડ હડ કરતી અટ્ટહાસ, દેખી પામે શૂરા માસ. રૂઠી રાક્ષસીએ રાણી છલવા કાજ, અનેક ઉપાય કર્યા વિવાજ. રૂઠી૦ ૧૪ તો પણ ધૈર્ય થકી નિરધાર, કનકમાલા ચલી નહિ લગાર. રૂઠી સત્વ ગુણે કરી તુહી તેહ, પ્રસન્ન થઈને કહે સસનેહ. તૂઠી રાક્ષસી. સુણ વચ્ચે ! તું જે માંગે આજ, અલવે આપું કહે તે કરું કાજ. તૂઠી રાણી કહે સુણ ભગવતી વાત, મુજને જો તૂઠી તું માત. તો એ પુરમાં પ્રાસાદ ઉત્તુંગ, કનક મણિમય કરો મનરંગ. તૂઠી ઈમ સુણીને રજનીમાંહિ, પ્રાસાદ એક કર્યો ઉચ્છાંહિ. જિનમંદિર નિપાઈ તામ, રાક્ષસી તે ગઈ નિજ ઠામ; થયો પ્રભાત તે ઉગ્યો સૂર, રાજા-રાણી આનંદપૂર. દેખી તે દેઉલ અભિરામ, હરખ પામ્યા સહુ તેણે ઠામ. નરનારી પુરવાસી જેહ, નિરખી દેવળ પામ્યા નેહ; તૂઠી ૧૯ તે જિનમંદિર સુંદર દેખ, લોક કહે જુઓ પુણ્ય વિશેષ. અમરભવન સમ જિનઘર એહ, રાણી કાજે કર્યો દેવી એહ. તૂઠી૦ ૨૦ રાજભવનને બેસી ગોખ, જિનઘરનો દીવો મનને જોખ. તૂઠી રાત્રિ દિવસ જોઈ મન ખંત, કનકમાલા મનમાં હરખંત. સુડતાલીસમી ઢાળે એમ, ઉદયરતન કહે ધરી પ્રેમ; શ્રી જિનદેવને પૂજશે જેહ, અવિચલ પદવી વ્હેશે તેહ. તૂઠી ભાવાર્થ : : મકરધ્વજ રાજા અને કનકમાલા સુખભર દિવસો વિતાવી રહ્યા છે. પરંતુ કર્મનું પાંદડું ક્યારે અવળું થાય છે તેની ખબર પડતી નથી. જુઓ સુખમગ્ન એવા રાજારાણી પર પહેલી પટ્ટરાણી મકરા જે મરીને રાક્ષસી થઈ છે તે શું તોફાન મચાવે છે. તૂઠી તૂઠી તૂઠી ! તૂઠી ૨૧ તૂઠી ૨૨ ૨૫૪ ૧૫ ૧૬ ૧૭ તૂઠી તૂઠી : ૧૮ i Page #280 -------------------------------------------------------------------------- ________________ Sી . શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) રાક્ષસી જુવે છે કે રાજા કનકમાલા રાણીનો બન્યો છે તેથી ક્રોધથી ધમધમતી મધ્યરાત્રીએ છે રોષાતુર બનેલી રાક્ષસી જયાં રાજા રહેલો છે તે રાજમહેલે આવી. (૧) તે સમયે રાજા અને રાણી શય્યા પર રહ્યા થકાં અનેક પ્રકારના આનંદ – વિનોદ કરી રહ્યા છે અને કનકમાલાની સુવર્ણ જેવી કાયા છે તેથી તેના તેજથી રાજમહેલમાં ઉદ્યોત | થઈ રહ્યો છે. (૨) ન તે દ્રશ્ય જોઈને રાક્ષસીને તેનાં પ્રત્યે વૈર ઉત્પન્ન થયું અને મનમાં વિચારવા લાગી કે, ને કનકમાલા મારે ઘેર કેમ આવી? આ સેજ અને આ કંત માહરો છે. હવે આ મારી શોક્યનો આજે અંત આણી દઉં અર્થાત્ તેને મારી નાંખ્યું. (૩) શોક્યના વૈર વિરોધ તો જુવો. જે વ્યક્તિને વૈર હોય છે. તે મરવા પડે તો પણ મનથી | ક્રોધ છોડતાં નથી. આ રાક્ષસી પણ ક્રોધ છોડતી નથી અને તે સ્થાને વિચારે છે કે ક્ષણમાં જ આ રાણીને પ્રાણથી મૂકાવી દઉં ! (મારી નાંખુ) (૪) એમ વિચારી તેણે પોતાનું વિકરાળ રૂપ કર્યું. કાળા મોટા કરાલ જેવા દાંત બનાવ્યાં. . B મોટું કાળુ કર્યું. અને તીક્ષ્ણ દાઢ બનાવી. જટીયા છુટાં મૂક્યાં અને નિલોડ પણ કાળું બનાવ્યું. (૫). ગોળી જેવું માથું, ભીષણ રૌદ્ર રૂપ, લાંબા હોઠ, આંખ કદરૂપી, મુખથી અગ્નિની જવાલા વરસાવતી. હેડંબા જેવી જાણે કાળ કંકાલ સાક્ષાત્ જીવતી ડાકણ ન હોય તેવું તે રાક્ષસીએ રૂપ વિકુવ્યું. (૬). તેમજ વળી હાથમાં તલવાર (કાતી) કોટે રૂંડમાલા, પીળી આંખો, પીળા વાળ જાણે જમદૂતીનો વેશ જોઈ લ્યો એવું રૂપ તેણે રાણીને છળવા માટે કર્યું. (૭) કનકમાલાને મારવા માટે તે રાક્ષસીએ એક કાળો ભયાનક નાગરાજ વિકુવ્વ. (૮) ત્યાર પછી રાક્ષસીએ ક્રોધ કરીને કનકમાલાને મારવા કાળ સ્વરૂપ નાગને તેની તરફ ન છોડ્યો ! પણ કનકમાલાની અનોપમ કાંતિ જોઈને ભુજંગ મનમાં ભ્રાંતિથી વિચારવા જ 3 લાગ્યો. (૯) - અહો ! શું આ બાલાનું તેજ ! શું તેની સુંદર કાંતિ છે! તે બાલાનું તેજ નાગરાજ ખમી શક્યો નહિ, તેથી તે ભુજંગ આંખ મીંચીને એકાંતમાં બેઠો. ખરેખર પૂર્વકૃત પુણ્યનો પ્રતાપ ર તો જુવો. રાણીને મારવા છોડેલ સર્પ પણ તેના પુણ્યના પ્રતાપથી રાણીના અંગે અડ્યો પણ કરી નહિ. (૧૦) Page #281 -------------------------------------------------------------------------- ________________ SATIS SIT શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) SD 3 હવે જ્યારે સર્પ રાણીને જરા પણ પરેશાન નથી કરતો તે જોઈને રાક્ષસી મનમાં ખિન્ન છે કી થઈ થકી કનકમાલાનો લોપ કરવા અત્યંત ક્રોધે ભરાઈ. (૧૧) Sી અને ક્રોધથી ભીષણ અવાજ કરતી. તેણે રૌદ્ર ભયંકર ગર્જના કરી, અચાનક ભયંકર કે અવાજ સુણીને રાજા-રાણી બંને શય્યા થકી ઉઠ્યાં. (૧૨). તે સમયે કનકમાલાએ એક તરફ ભયંકર પન્નગને જોયો છતાં તે જરા પણ ડરતી નથી. | તેથી રાક્ષસી વધુ રોષાયમાન થઈ થકી બિભત્સ રૂપ ધારણ કરે છે. (૧૩) અને હડ હડ કરતી તે એવો અટ્ટહાસ કરવા લાગી કે તેને જોઈને શૂરવીર લોકો પણ દિન ત્રાસ પામે કનકમાલાને ડરાવવા રાક્ષસી અનેક ઉપાય કરે છે છતાં તે જરા પણ ડરતી દ નથી. (૧૪) આમ રાક્ષસીએ અનેક પ્રયત્નો કર્યા છતાં જ્યારે રાણી પૈર્યને છોડતી નથી. મનમાં ને Sી ભય પણ પામતી નથી. તે જોઈને તેના સત્યના પ્રભાવથી રાક્ષસી તુષ્ટમાન થઈ અને પ્રસન્ન થઈ થકી સ્નેહપૂર્વક રાણીને કહેવા લાગી કે, (૧૫) હે વત્સા ! સાંભળ. તારા પૂર્વકૃત પુણ્ય અને સત્વનાં પ્રતાપે હું તારા પર પ્રસન્ન થઈ દિ છું, તો તારે જે જોઈએ તે માંગ. હું તને આપું અને જે કહે તે તારું કાર્ય પણ કરું ! તે નિ સાંભળીને રાણી કહેવા લાગી કે હે ભગવતી ! હે માતા ! મારા પર જો તું પ્રસન્ન અને તુષ્ટમાન થઈ છે તો. (૧૬) આ નગરીને વિષે કનક મણિમય અને ઉત્તેગ એવું જિનમંદિર મનના ઉત્સાહપૂર્વક બનાવી આપો ! રાણીની વાત સાંભળીને તે રાક્ષસીએ એકરાત્રીમાં એક જિનમંદિર | ઉત્સાહપૂર્વક બનાવી દીધું. (૧૭) - જિનમંદિર બનાવીને તે રાક્ષસી પોતાને સ્થાને ચાલી ગઈ. આ તરફ રાત્રી પૂર્ણ થઈ Kી અને રાતોચોળ સૂર્ય ઉદયાચલ પર્વત પર આવીને ઉભો (સૂર્યોદય) થયો અને પ્રભાત પ્રગટ થયું. રાજા અને રાણી આનંદ પામ્યાં. (૧૮) મનોહર દેવાલય જોઈને રાજા-રાણી ખૂબ જ હર્ષ પામ્યાં. એટલું જ નહિ તે જિનાલયને જોઈને નરનારી વૃંદ તથા પુરવાસી સર્વે લોકો પણ આનંદિત થયા. (૧૯) આવા સુંદર જિનમંદિરને જોઈને લોકો કહેવા લાગ્યા કે, પુણ્યની વિશેષતા તો જુઓ, અમરવિમાન સમાન આ સુંદર જિનઘર રાણી માટે દેવીએ કર્યું છે. (૨૦) તે જિનઘર એવું છે કે, રાજભવનનાં ગોખે બેઠાં થકા જિનઘરને વિષે રહેલ દીવો જોઈ B શકાય છે. તે દીવાને રાત - દિવસ જોઈને કનકમાલા રાણી મનમાં હરખાય છે. (૨૧) is એ પ્રમાણે સુડતાલીસમી ઢાળમાં કવિ ઉદયરત્નવિજયજી મહારાજ પ્રેમ ધરીને કહી રહ્યા છે કે જે પ્રાણી જિનવરદેવની પૂજા કરશે તે અવિચલ પદવી વરશે. (૨૨) Page #282 -------------------------------------------------------------------------- ________________ D]SJIDS) Virl]]SJITS Cી Sic પ. પૂ. મુ.શ્રી તીર્થભદ્રવિ. મ. સા. તથા પ. પૂ. મુ.શ્રી વિમલપ્રભવિ.મ. સા. ગણિપદ પ્રદાન નિમિત્તે તથા પૂ. સા. શ્રી દિનમણીશ્રીજી મ.સા.ના સંયમજીવનની અનુમોદનાર્થે સુભાષભાઇ ખંડોર તરફથી Page #283 --------------------------------------------------------------------------  Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ અડતાલીસમી ॥ દોહા ॥ મધ્યનિશા સમે અન્યદા, જિનમતિ દેવી જેહ; સ્વર્ગ થકી આવી કહે, કનકમાલાને તેહ. ૧ કનક રતનને માલીયે, સુણ સુભગે સુકુમાલ; જન્માંતર જિનદીપથી, પામી ભોગ રસાલ. ૨ ઈમ દેવી કહે દિનપ્રતે, આવીને મધ્યરાત; કનકમાલા મનચિંતવે, કુણ કહે છે એ વાત. ૩ સુંદરી તે સંશય ભરી, ચિત્તમાં ચિંતે એમ; મુનિજ્ઞાની કોઈ જો મિલે, પૂછું તો ધરી પ્રેમ. ૪ તિણ અવસર તિહાં સમોસર્યા, પુર ઉદ્યાન સનૂર બહુ મુનિવર પરિવાર શું, ગિરુઆ ગણધર સુર. ૫ ભાવાર્થ : મકરધ્વજરાજા અને કનકમાલા રાણી સુખપૂર્વક દિવસો વિતાવી રહ્યા છે. એવામાં કોઈ એક વખત મધ્યરાત્રિએ જે જિનમતિ દેવી થયેલી છે તે સ્વર્ગથી આવીને કનકમાલાને આ પ્રમાણે કહેવા લાગી કે - (૧) હે સુભગે ! હે કનકમાલા ! તું સાંભળ. કનક રત્નના મહેલોમાં આનંદ લીલા તું કરી રહી છે. જે સુંદર ભોગોને તું પામી છે તે પ્રતાપ જન્માંતરમાં જિનેશ્વરદેવની સન્મુખ દીપકપૂજા કરી છે તેનો છે. (૨) એ પ્રમાણે હંમેશા મધ્યરાત્રે દેવી આવીને કહે છે પણ કનકમાલા મનમાં વિચારે છે કોણ રાત્રીના સમયે આવે છે ! અને મને આવીને કોણ આવી વાત કરે છે ? (૩) કનકમાલા સંશયભર ચિત્તે ચિંતવન કરે છે કે, જો કોઈ જ્ઞાનીમુનિ મને મલે તો વિનયપૂર્વક મારો સંશય તેમને પૂછું અને સમાધાન કરું. (૪) તે અવસરે મેધપુરનગરના ઉદ્યાનની નજીક બહુ મુનિ પરિવારશું પરિવરેલ ગિરૂઆ ગુણે કરી જે પૂર્ણ છે તે સૂર ગણધર ત્યાં સમોસર્યા. (૫) અ- ૬ ૨૫૭ Page #285 -------------------------------------------------------------------------- ________________ SSSSSSSSSSSSSSSS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસો (મન મંદિર આવો રે, એ દેશી) રાજાને રાણી હો, મુનિ આવ્યા જાણી. ઉલટ મન આણી હો, વંદન ગુણખાણી. ૧ પરીજન લેઈ સંગે હો, હરખ ધરી અંગે; ઉધાન સુરંગે હો, આવ્યા ઉમંગે. ૨ વંદે કરજોડી હો, નરનારી જોડી; બેઠા મદમોડી હો, આલસને છોડી. ૩ તવ મુનિવર ભાસે હો, દેશના ઉલ્લાસે; પડ્યો મોહને પાસે હો, જીવડો મન આશે. ૪ ન જુએ વિમાસી હો, વિષયનો આશી; યોનિ લાખ ચોરાશી હો, વળી વળી અભ્યાસી. ૫ મિથ્યા મત લીનો હો, ભવમાંહી ભીનો; ધર્મે કરી હીનો હો, દુઃખ દેખે દીનો. ૬ ચિહું ગતિમાં ફરિયો હો, પાપે પરવરિયો; ધર્મ ન ધરિયો હો, દુરગતિ સંચરીયો. ૭ પુણ્ય ન કરીયો હો, તુણાએ વરીયો; કુમતિનો દરિયો હો, કષાયે ભરિયો. ૮ મદે આવરીયો હો, અધર્મ આદરિયો; મારગ પરિહરિયો હો, ફરી ફરી અવતરીયો. ૯ જિન વચન વિહુણો હો, સુખનો છે ઉણો; દેખે દુઃખ દૂણો હો, ન લહે શિવ ખૂણો. ૧૦ જિન વચને જે રાતો હો, તે ન હોયે તાતો; મદે ન જુએ માતો હો, ધરમે હુએ ધાતો. ૧૧ જિનવરની વાણી હો, અમૃત રસ ખાણી; એહવું તમે જાણી હો, બુઝોને પ્રાણી. ૧૨ Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ જેહની મીંજ ભેદાણી હો, સમરસ તે આણી; પરણ્યા શિવરાણી હો, ભાખે એમ નાણી. ૧૩ ઈત્યાદિક વારુ હો, દેશના ગુણકારુ; દીધી દેદારુ હો, મુનિએ મોહારુ. ૧૪ અવસર તવ પામી હો, મુનિને શિર નામી; રાણી કહે સ્વામી હો, સાંભળો શિવ ગામી. ૧૫ રજનીને મધ્યે હો, પ્રેમ તણી બુદ્ધે; એ કુણ પ્રતિબોધે હો, આવી મન શુદ્ધ. ૧૬ પૂછું છું તુમને હો, કૌતુક છે અમને; સંદેહ નિવારણ હો, મુનિ કહેશે સુમને. ૧૭ એ અડતાલીસમી હો, ઢાલ કહી રાગે; ઉદય કહે સુણો હો, શ્રોતાજન આગે. ૧૮ ભાવાર્થ : હવે મકરધ્વજરાજા અને કનકમાલા રાણી પોતાની નગરીના ઉદ્યાન સમીપે મુનિવર પધાર્યા છે, એમ જાણી મનમાં ઉલટ ધરી, નગરજનને સાથે લઈ અંગે રોમાંચિત થયા થકા ઉદ્યાનમાં જ્યાં મુનિવર સમોસર્યા છે ત્યાં વંદન કરવા માટે આવ્યા. (૧, ૨) નરનારીની જોડી મુનિવરને કરજોડીને વંદન કરે છે અને અભિમાનને ટાળી, આળસ છોડી મુનિવરની સન્મુખ બેસે છે. (૩) ત્યારે મુનિવર પણ ઉલ્લાસપૂર્વક ભવ્ય જીવોને પ્રતિબોધવા દેશના આપે છે. કહે છે કે આ જીવડો મનના અનેક અરમાનો સાથે મોહની પાસમાં પટકાય છે. (૪) વિષય વાસનાનો આશી એવો તે વિચાર વિમર્ષ કરતો નથી અને વારંવાર ચોરાશી લાખ યોનિમાં પટકાયા કરે છે. (૫) વળી મિથ્યામતમાં લીન થયેલો તે ભવભ્રમણ કર્યા કરે છે અને ધર્મ વિહોણો દિન એવો તે અપાર દુઃખોને દેખે છે. (૬) પાપકર્મથી ભારે થયેલો તે ચારગતિમાં ફર્યા કરે છે. ધર્મ ન ક૨વાથી દુર્ગતિમાં સંચરે છે. (૭) ધર્મ વિહોણો, પુણ્યને નહિ કરતો, તૃષ્ણાથી ઘેરાયેલો, કુમતિનો દરિયો, કષાયથી ભારે થયેલો, આઠમદથી અવરાયેલો, અધર્મને આદરતો, સન્માર્ગને છોડી, વારંવાર જન્મ-મરણના દુઃખો ભોગવે છે. નવા નવા અવતારો કર્યા કરે છે. (૮, ૯) ૨૫૯ Page #287 -------------------------------------------------------------------------- ________________ છે...શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) | SGST ફો E. વળી જે જીવ જિનવચનને ધ્યાનમાં લેતો નથી. તે સુખથી ઉણો (સુખને પામી શકતો . નથી) રહે છે. ઘણાં દુઃખોનો ભોક્તા બને છે અને શિવમાર્ગને પામી શકતો નથી. (૧૦) અને જે જિનવચન પર શ્રદ્ધા રાખે છે તે ક્યારેય કષાયથી ભરાતો નથી. મદથી મસ્ત છે (માતો) થતો નથી. પણ ધર્મનો ધ્યાતા બને છે. (૧૧) દિન વળી જિનવાણી અમૃત રસની ખાણ છે. એમ સમજીને હે ભવ્યજીવો ! તમે બોધ પામો અને ચોરાશીના ચક્કરમાં ભટકતાં તમારા આત્માને તારો. (૧૨) જે જીવ આ પ્રમાણે સાંભળી જિનધર્મનો રાગી બને છે તે સમતારસમાં ઝીલતો શિવરમણીને વરે છે એમ જ્ઞાની ભગવંત ભાખે છે. (૧૩). એ પ્રમાણે ગુણની ખાણ સમી મનોહર દેશના મુનિભગવંતે ભવ્યજીવોના હિત માટે Sી આપી. (૧૪) - દેશના સાંભળીને અવસર પ્રાપ્ત કરી મુનિને મસ્તક નમાવી કનકમાલા રાણી મુનિવરને કહેવા લાગી કે, હે શિવગામી સ્વામી ! મારી વાત સાંભળો - (૧૫) રાત્રી સમયે પ્રેમની બુદ્ધિથી અને મનની શુદ્ધિથી મને પ્રતિબોધ કરવા કોઈક આવે છે | તે કોણ છે ? આ મારો સંશય છેદો. (૧૬) હે સ્વામી ! મારા મનમાં આ કૌતુક છે. તેમજ સંદેહ છે. તેનું નિવારણ કરવા આપને ની પૂછું છું. મને આશા છે આપ મારા મનનું નિરાકરણ કરશો ! (૧૭) ડી એ પ્રમાણે એક એક ઢાલમાં આનંદ ઉપજાવે તેવી આ અડતાલીસમી ઢાળ પૂર્ણ થઈ. Sો હવે ઉદયરત્નવિજયજી મહારાજ કહે છે. વધુ મીઠાશની વાતો હે શ્રોતાજનો ! હવે આગળ આવી રહી છે તે ધ્યાન દઈને સાંભળજો. (૧૮) Page #288 -------------------------------------------------------------------------- ________________ Sછે શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ.. ઢાળ ઓગણપચાસમી |દોહા | સુણ ભદ્ર મુનિવર વદે, મેદાપુરે શુભ કામ; સખી કુંતી બે પૂર, જિનમતિ ધનશ્રી નામ. ૧ જિનાર દીપ પ્રસાદથી, દોય ગઈ દેવલોગ; ધનશ્રી ચવી પટરાગિની, તું થઈ પુણ્ય સંયોગ. ૨ જિનમતિ નામે જે સખી, તે દેવી નિત્ય આય; પ્રતિબોધે તુજને સદા, સખીપણું ચિત્ત લાય. ૩ ભાવાર્થ : કનકમાલાનો પ્રશ્ન સાંભળીને જ્ઞાની મુનિવર કહેવા લાગ્યાં કે, હે ભદ્રે ! | સાંભળ. મેઘપુરનગરમાં પૂર્વે જિનમતિ અને ધનશ્રી નામની બે સખીયો હતી. (૧) તે બે સખીયો જિનમંદિરે હંમેશા પ્રભુ સન્મુખ દીપકપૂજા કરતી હતી. તેના પ્રભાવથી દિન તે બંને દેવલોકે ઉત્પન્ન થઈ. તેમાં જે ધનશ્રી હતી તે પુણ્ય સંયોગે દેવલોકથી ચવીને તું કનકમાલા પટ્ટરાણી થઈ છે. (૨) અને તારી સખી જે જિનમતિ હતી તે દેવી સ્વરૂપે સખીપણાના પ્રેમથી મધ્યરાત્રીએ આવીને હંમેશા તને પ્રતિબોધ પમાડે છે. (૩) | (આચારજ ત્રીજે પદે નમિયે જે ગચ્છ ધોરી રે- એ દેશી) તે દેવી તિહાં થકી ચવી, ઉપજશે ઈહાં આવી રે, સખી થાશે તાહરી, એ છે પદારથ ભાવી રે. સાધુ૦ ૧ સાધુ કહે સુણ શ્રાવિકા, અનુક્રમે આયુ બે પૂરી રે, સર્વારથ સિદ્ધ તુમે, લહેશ્યો બદ્ધિ સતૂરી રે. સાધુ૦ ૨ તિહાંથી ચાવી માનવપણે, અવતરીને એકવારો રે, કર્મ ખપી તુમે બે જણી, મુગતિ જાણ્યો નિરધારો રે. સાધુ૦ ૩ સાંભળી પૂરવની કથા, મુનિવચને પટ્ટરાણી રે, જાતિસ્મરણ પામી તદા, સંબંધ સાચો જાણી રે. સાધુ) ૪ " રાણી કહે સુણો સાધુજી, સત્ય કહો વિરતંત રે, જાતિસ્મરણ જ્ઞાને કરી, મેં પણ જાણ્યો તંત રે. સાધુ ૫ Page #289 -------------------------------------------------------------------------- ________________ SI, શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ) રાજાશું રાણી હવે, દેશવિરતિ મુનિ પાસે રે, સમકિત મૂલ આદિ લહી, ઉચ્ચરીને ઉલ્લાસે રે. સાધુo ૬ મુનિને વંદી નિજ મંદિરે, આવ્યા રાય ને રાણી રે, વિહાર કરે વસુધાતલે, મુનિવર તે લાભ જાણી રે. સાધુ) ૭ જો જો જિનપૂજા થકી, સુરનરના સુખ દીઠાં રે, સવરથ સુખ ભોગવી, શિવસુખ લહેશે મીઠાં રે. સાધુ ૮ વળી સા દેવી નિશા સમે, રાણી પ્રત્યે કહે હેતે રે, જૈન ધર્મ તે આદર્યો, શુભમતિ મન સંકેતે રે. જોજો. ૯ હું પણ હવે ચવી ઈહાં, શેઠ સાગરદત્ત પુત્રી રે, થઈશ તું પ્રતિબોધજે, વાત પડે જેમ સૂણી રે જોજો૦ ૧૦ ઈમ કહી તે દેવી ગઈ, અનુક્રમે આયુ ખપાવી રે, સાગરદાને મંદિરે, સુલસા કૂખે આવી રે. જોજો૧૧ પુત્રીપણે તે ઉપની, સુદર્શના નામે વારુ રે, યોવન પામી અનુક્રમે, દીપે કાંતિ દીદારુ રે.જોજે ૧૨ એકદિન જિનભવને હવે, રાણીએ દીઠી તેહોરે, પૂરવ પ્રેમે કરી, નીરખી જાગ્યો નેહો રે.જોજો. ૧૩ કનકમાલા કહે તદા, તે જિનમંદિર એહો રે, પૂરવે આપણ બે સખી, દીવો કરતા તેહો રે. જોજે. ૧૪ ઈમ સાંભળીને સુદર્શના, જાતિસ્મરણ પામી રે, કંઠાલિંગન દઈને, એમ વદે શિર નામી રે.જોજો. ૧૫ પ્રતિબોધી અને તમે, એ મોટો ઉપગારો રે, માંહોમાંહી તે બે મળી, પામી હરખ અપારો રે.જોજો. ૧૬ અનુક્રમે આયુ પૂરી બંને, સમકિત શુદ્ધ આરાધી રે, સરવારથ સુરવર પણે, ઉત્તમ પદવી લાધી રે.જોજો. ૧૭ તિહાંથી ચવી નરભવ લહી, લેઈ સંચમ ભારો રે, કર્મ ખપી બે જીવ તે, મુગતિ ગયા નિરધારો રે.જોજો. ૧૮ Page #290 -------------------------------------------------------------------------- ________________ SS S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ 3 વિજયચંદ્ર કેવલી કહે, સુણ રાજન ગુણવંતો રે, મુગતે ગઈ તે બે સખી, દીપપૂજાએ સંતો રે જોજો. ૧૯ ઉદયરતન કવિ કહે, ઓગણપચાસમી ઢાળે રે, પૂજા પાતિકને હરે, દુરગતિના દુઃખ ટાળે રે. જોજો૨૦ ભાવાર્થ અને હવે ભાવિમાં તે દેવી દેવલોકથી ચવી અહિં આવીને ઉપજશે અને | તાહરી સખી થશે. (૧) વળી મુનિવર કહેવા લાગ્યા કે, હે શ્રાવિકા ! સાંભળ. અનુક્રમે તમે બંને આયુષ્ય પૂર્ણ કરી સર્વાર્થસિદ્ધ વિમાને ઉત્પન્ન થશો અને અનંતી ઋદ્ધિને પ્રાપ્ત કરશો. (૨) - ત્યારબાદ દૈવી આયુષ્ય પૂર્ણ કરી તમે બંને એકવાર માનવજન્મ પ્રાપ્ત કરશો અને કર્મ ક્ષય કરી નિશે મુક્ત જશો. (૩) એ પ્રમાણે મુનિવરના મુખથી પૂર્વભવની સાચી સંબંધ કથા સાંભળી પટ્ટરાણી કનકમાલા ની જાતિસ્મરણ પામી. (૪) અને કનકમાલા રાણી સાધુ ભગવંતને કહેવા લાગી કે, હે ભગવંત ! આપે જે વિરતંત ના કહ્યા તે સત્ય છે, મેં પણ જાતિસ્મરણથી જાણ્યું છે. (૫) હવે રાજા સહિત રાણી મુનિવર પાસે ઉલ્લાસપૂર્વક સમ્યકત્વ મૂલાદિ બાર વ્રત રૂપી | દેશવિરતી ધર્મને ઉચ્ચરે છે. (૬) ત્યારબાદ રાજા-રાણી બંને મુનિવરને વંદન કરી પોતાના મંદિરે પાછા આવે છે અને મુનિવર પણ વધુ લાભ જાણી પૃથ્વીતલે વિહાર કરી રહ્યા છે. (૭) ખરેખર જુવો તો ખરા બંને સખીયોએ જિનપૂજા કરવા થકી સૂરનરના સુખ મેળવ્યા છે Fી અને હવે સર્વાર્થસિદ્ધ વિમાને દિવ્યસુખ ભોગવી શિવનગરના મીઠાં સુખ પ્રાપ્ત કરશે. (૮) વળી તે દેવી રાત્રી સમયે આવી અને કનકમાલા રાણીને હેતપૂર્વક કહેવા લાગી કે, હે. સુભગે ! તેં મારા સંકેતે કરી શુભમતિ ધારણ કરી જૈનધર્મને આદર્યો છે, તે ઘણું સારું કર્યું નિ છે. (૯) હવે પણ દેવલોકથી ચવીને શેઠ સાગરદત્તની પુત્રીપણે ઉત્પન્ન થઈશ. તો તે સમયે 5તું મને પ્રતિબોધ પમાડજે જેથી આપણી મિત્રતા અને ધર્મ દ્રઢ બને. અને આપણે આગળ કરી વધી શકીએ. (૧૦) એ પ્રમાણે કહીને તે દેવી દેવલોકે ગઈ અને અનુક્રમે આયુષ્ય પૂર્ણ કરી સાગરદત્તને કે મંદિરે સુલતાની કુક્ષીએ આવી. (૧૧) Page #291 -------------------------------------------------------------------------- ________________ SS SS શ્રી અપ્રકારી પૂજાનો રાસ ) અને પુત્રીપણે ઉત્પન્ન થઈ. માત-પિતાએ સુદર્શના એવું સુંદર નામ પાડ્યું. અનુક્રમે . કરી બીજના ચંદ્રની જેમ વધતી તે યૌવનવયને પામી. તે વખતે તેના દેહની કાંતિ અત્યંત શોભી રહી છે. (૧૨) એક વખત જિનભવનને વિષે કનકમાલા રાણીએ તે સુદર્શનાને જોઈ અને તેને નીરખતા ની પૂર્વનો પ્રેમ-સ્નેહ જાગૃત થયો. (૧૩) તેથી કનકમાલા સુદર્શના કહેવા લાગી કે, આ જિનમંદિર તે જ છે કે પૂર્વના ભવમાં આપણે બંને સખીયો અહિં આવીને પ્રભુ સન્મુખ દીપક ધરતાં હતાં. (૧૪) રાણીની વાત સાંભળી સુદર્શના જાતિસ્મરણજ્ઞાન પામી અને રાણીને કંઠાલિંગન દઈને મસ્તક નમાવી આ પ્રમાણે કહેવા લાગી - (૧૫) હે રાણીજી ! તમે મને પૂર્વની વાત યાદ કરાવી પ્રતિબોધ પમાડી છે. તો એ તમારો આ મહાન ઉપકાર હું કદી ભૂલી શકીશ નહિ. એમ બંને સખીયો પરસ્પર મળી અને અપાર હર્ષ પામી. (૧૬) અનુક્રમે શુદ્ધ સમ્યકત્વ સહિત જિનાજ્ઞાપૂર્વકનો જૈનધર્મ આરાધી, આયુક્ષય કરી બંને આ સખીયો સર્વાર્થસિદ્ધવિમાને સુરવરની ઉત્તમ પદવી પામી. (૧૭) અને ત્યાંનું દેવસંબંધી આયપૂર્ણ કરી ફરી માનવભવ પામી. સંયમ જીવનને આરાધી. કર્મ ખપાવી તે બંને સખીયો શાશ્વત સુખની ભોક્તા બની. (૧૮) એ પ્રમાણે વિજયચંદ્રકેવલી હરિચંદ્રરાજાને કહી રહ્યા છે કે, હે ગુણવંત રાજન સાંભળ. દીપકપૂજાના પ્રભાવથી તે બંને સખીયો શિવરમણીની ભોક્તા બની ! (૧૯) ઓગણપચાસમી ઢાળમાં કવિ ઉદયરત્નજી મહારાજ ફરમાવી રહ્યા છે કે, હે શ્રોતાજનો ! સાંભળો. જિનપૂજા પાતિકને હરે છે અને દુર્ગતિના દુ:ખને ટાળે છે. તો જિનપૂજા કરવા વિષે આદર કરો ! (૨૦) Page #292 -------------------------------------------------------------------------- ________________ S SSSSSSSSS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) ઢાળ પચાસમી | દોહા .. શિવસુખદાયક શિવગતિ, શિવપુરી જેહનો વાસ; ત્રિવિધ પૂજે તેહને, સુરપતિ સેવે જાસ. ૧ સમકિત આંબો સિંચવા, જિનપૂજા જલનીક; સીંચી પુણ્ય ઉધાનને, આપે ફળ રમણિક. ૨ ભવદવ દહન નિવારવા, જલદ ઘટા સમ જેહ; જિનપૂજા જુગતે કરી, ત્રિવિધ કીજે તેહ. ૩ પૂજા કુગતિની અર્ગલા, પુણ્ય સરોવર પાળ; શિવગતિની સાહેલડી, આપે મંગળમાળ. ૪ શુભ નૈવેધ શુભ ભાવશું, જિન આગે ધરે જેહ; સુરનર શિવપદ સુખ લહે, હળી પુરુષ પરે તેહ. ૫ છઠ્ઠી પૂજા ઉપરે, સુણ રાજન ગુણવંત; હળી નારનો હરખે કરી, કહું તુજને દ્રષ્ટાંત. ૬ ભાવાર્થ ગ્રંથકર્તા કવિ ઉદયરત્નજી મહારાજ જિનપૂજાનો અધિકાર વર્ણવતાં ફરમાવી Eસ રહ્યા છે કે, હે ભવ્યજનો ! મોક્ષસુખ અને મોક્ષગતિના આપનાર, શિવપુરમાં જેહનો વાસ છે ય છે. વળી ઈન્દ્રો પણ જેની સેવા કરે છે. તેવા ત્રિલોકબંધ જગત્રાતા દેવાધિદેવની તમે જ મન-વચ-કાયાના યોગે પૂજા કરો. (૧). - સમકિત રૂપી આંબાના વૃક્ષને સિંચવા માટે જિનપૂજા એ જલની નહેર સમાન છે. આ જિનપૂજા રૂપી જલની નહેર વડે પુણ્ય રૂપી બગીચાને સિંચો કે જેથી તમને તે પૂજા રમણીય રે - ફળની પ્રાપ્તિ કરાવી આપે. (૨) તેમજ વળી ભવરૂપી દાવાનલ જે સળગી રહ્યો છે તેનું નિવારણ કરવા જિનપૂજા જલદ ઘટા (મેઘ) રૂપ છે. તેથી ત્રિવિધ જિનપૂજા કરો. (૩) શ્રી જિનેશ્વરદેવની પૂજા એ કુગતિના દ્વાર બંધ કરવા માટેની મોટી અર્ગલા છે. જિનપૂજા ની પુણ્યરૂપી સરોવરની પાળ છે. જિનપૂજા મોક્ષગતિની સાહેલડી છે અને જિનપૂજા એ ની મંગલમાલાને આપનારી છે. (૪) Page #293 -------------------------------------------------------------------------- ________________ STD 10 | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) S પરમાત્મા સન્મુખ શુભ ભાવથી શુભ નૈવેદ્ય ધરવાથી જેમ હળી પુરુષ સુરનરની સંપદા | અને શિવપદની સુખ સંપદા પામ્યો તેમ તમે પણ નૈવેદ્ય પૂજાથી શિવપદની સંપદા પામો. (૫) ચંદન, ધૂપ, અક્ષત, ફૂલ અને દીપકપૂજાથી જે જીવો ભવસમુદ્ર તર્યા તેમ છે હરિચંદ્ર E રાજા તમે પણ ભવસમુદ્ર તરવા અષ્ટપ્રકારી પૂજા કરવામાં આદર કરશો. હવે છઠ્ઠી નૈવેદ્યની પૂજા ઉપર હળી પુરુષનું દૃષ્ટાંત વિજયચંદ્ર કેવલી કહે હું કહું છું, તે હે ગુણવંતા રાજનું ! ધ્યાન દઈને સાંભળ. (૬) (દેશી - ભટિયાણીની) ધન્યપુરી એણે નામ, દક્ષિણ ભરતે હો, દેવપુરી શી દીપતી, રાજ્ય કરે તેણે ઠામ, ઈંદ્ર સમોવડ હો, સિંહધ્વજ મહિપતિ. ૧ તે નગરીને બાર, રાજ મારગમા હો, ઉત્તમ ગુણનો આગર, ઉગ્ર તપી અભિરામ, ધ્યાનમુદ્રાએ હો, રહે એક મુનિવરુ. ૨ નિરલોભી નિરગ્રંથ, કાઉસ્સગ્ગ કરી હો, આણે છે અંત કર્મનો, મેરૂતણી પરે જેહ, ચળાવ્યો ન ચળે હો, નીરાગી રાગી ધર્મનો. ૩ રાજ ભવનના લોક, મારગને શિર પેખી હો, મુનિવરની માજા લોપીને, નિરદયી તે નિઃશંક, લકુટને ઢેખાળે હો, મારે ક્રોધે કોપીને. ૪ તિમવળી તેણે ઠામ, પામર જનપણ કેઈ હો, મુનિવરને મારે ઉલ્લસી, મહેર તજી મહાદુષ્ટ, મિથ્યામતિ મન મોદે હો, ધકાને પાટુ શું ધસી. ૫ જિમ જિમ મારે જોરે, તિમ તિમ અહિયાસે હો, અણગાર તે પૂરવ કર્મને, નિશ્ચલ મન પરિણામ, ચિત્તમાં એમ ચાહે હો, રખે લંછન લાગે ધરમને. ૬ સહી ઉપસર્ગ ઘોર, સમતાએ સમભાવી હો, સાધુજી શુભ ધ્યાને કરી, કર્મ હણી તતકાળ, કેવલ પામીને હો, તતક્ષણ તે પહોતા શિવપુરી. ૭ અસમંજસ તે દેખી, અધિષ્ઠાયક પુરનો હો, તવ કોપ્યો પુરજન ઉપરે, રોષધરી મનમાંહી, વિક્રવી મહામારી હો, મહાભીષણ પુરમાં બહુ પરે. ૮ જાણે થયો જમકોપ, નગરીમાં સમકાળે હો, કોલાહલ સઘળે ઉછળ્યો, કે આયો અંતકાળ, શોકાકુલ પુરવાસી હો, મંદે કરી લોક તે ખળભળ્યો. ૯ રાજાએ મનરંગ, બલિપૂજા ઉપચારે હો, આરાધ્યો તૂઠો તે કહે, અન્ય પ્રદેશે એહ, નગરીને વાસી હો, વસો જિમ પુરજન સુખ લહે. ૧૦ Page #294 -------------------------------------------------------------------------- ________________ SSSSSSSSSSSS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ RSSSSSSી તે નિસુણી નૃપે તામ, નગર ઉથાળી હો, વાચો અન્ય થલે મુદા, ખેમ થયું તતકાળ, નગરીનું નામ હો, ખેમપુરી ધર્યું તદા. ૧૧ મૂલ પૂરીને મધ્ય, પ્રાસાદ ઋષભનો હો, દીપે દેવ વિમાનશ્યો, દેઉલ રક્ષા કાજ, અધિષ્ઠાયક પુરનો હો, દેવ તે આવી તિહાં વસ્યો. ૧૨ સિંહતણું કરી રૂપ, દુષ્ટને વારે હો, ઉધત અતુલ બળી, શૂન્ય થળે નિત્યમેવ, પ્રભુની સેવામાં હો, અહોનિશ રહે મનરળી. ૧૩ સુણ રાજન હરિચંદ, અનુક્રમે વચમાં હો, કેતો કાળ વહી ગયો, સિંહધ્વજ નૃપ વંશ, સૂરસેન નામે હો, વસુધાપતિ ખેમપુરે થયો. ૧૪ પુરી પચાસમી એહ, સારંગ મલ્હારે હો, સુંદર ઢાળ સોહામણી, ઉદયરતન કહે એમ, ભવિજન ભાવે હો, પૂજજો મૂરતિ જિનતણી. ૧૫ ભાવાર્થ : દક્ષિણ ભારતમાં દેવપુરી સમ દીપતી ધન્યપુરી નામે નગરી છે. તે નગરીમાં ઈદ્ર સમાન સિંહધ્વજ રાજા રાજય કરી રહ્યો છે. (૧) તે નગરીની બહાર રાજમાર્ગ પર ઉત્તમ ગુણના ભંડારી, ઉગ્રતપસ્વી એક મુનિવર છે | ધ્યાનમુદ્રામાં રહે છે. (૨) નિર્લોભી તે નિગ્રંથ કાઉસ્સગ્ન કરવા દ્વારા પોતાનાં કર્મનો ક્ષય કરી રહ્યા છે. મેરૂની ની જેમ કાયોત્સર્ગમાં લીન, કોઈનાથી ચળાવ્યા ચળે નહિ તેવા નીરાગી છે પણ ધર્મ પ્રત્યે | રાગી છે. (૩) હવે રાજભવનના લોકો, રાજમાર્ગના મોખરે રહેલાં મુનિવરને દેખીને, તે મુનિવરની ક મર્યાદા લોપીને નિર્દયી એવા તે લોકો નિઃશંકપણે લકુટ અને ઢેખારાથી ક્રોધ કરીને મુનિવરને | ની મારે છે. (૪) છે તેમજ વળી કેટલાંય પામર લોકો ઉલ્લાસથી મુનિવરને મારે છે. મિથ્યાત્વી લોકો પણ . તે મહાદુષ્ટ થયા થકાં મનના આનંદ સાથે દયા ત્યજીને ધક્કા અને પાટુથી પ્રહાર કરે છે. (૫) છતાં જેમ જેમ તે લોકો મુનિવરને મારે છે, તેમ તેમ મુનિવર એક શબ્દ પણ બોલ્યા વિ વગર સમતારસમાં ઝીલી પોતાના પૂર્વકૃત કર્મનો નાશ કરે છે. મનના પરિણામ પણ આ આ નિશ્ચલ રાખે છે અને ચિત્તથી ચિંતવે છે. રખે મારાથી ધર્મને લંછન લાગે ! અર્થાત્ મારાથી 6 | ધર્મ કલંકિત થાય તેવું હું ન કરું એમ ચિંતવન કરતા ધર્મધ્યાનમાં સ્થિર રહે છે. (૬) Page #295 -------------------------------------------------------------------------- ________________ SS S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસXT AS અને ઘોર ઉપસર્ગ સહન કરે છે. સમતાભાવે શુભધ્યાન ધરે છે અને તે ધ્યાન ધરતાં તત્કાલ કર્મ ખપાવી કેવલજ્ઞાન પામી, આયુક્ષય થયે શિવસુખ પામ્યા. (૭) | રાજભવનના લોકો અને મિથ્યામતિ લોકો મુનિવરને ત્રાસ પમાડી રહ્યા છે. તે યોગ્ય ન થતું નથી. એમ જાણી નગરીનો અધિષ્ઠાયક દેવ નગરજન ઉપર કોપાયમાન થયો અને ના મનમાં રોષને ધારણ કરી નગરીમાં મહાભીષણ મહામારી રોગ વિદુર્યો. (૮) તેથી નગરીમાં જાણે જમરાજ કોષે ભરાયો ન હોય ! તેમ સમકાલે આખી નગરીમાં ની કોલાહલ થવા લાગ્યો. એક પછી એક યમલોક પહોંચવા લાગ્યા તે જોઈને પુરવાસી બધા શોકાકુલ થયા થકા ગભરાવા લાગ્યા. અને ખળભળી ઉઠ્યા. (૯) 6 તે જોઈને તેના ઉપાય માટે મનરંગે બલિપૂજાના ઉપચારથી અધિષ્ઠાયકદેવને આરાધ્યા ની અને તે આરાધનાથી સંતુષ્ટ થયેલ દેવ કહેવા લાગ્યો કે, હે રાજન્ ! બીજા કોઈ પ્રદેશમાં 2 નગરી વસાવી અને ત્યાં લોકોનો વાસ કરાવો, તેથી પુરજન સુખ પામી શકશે. (૧૦) એ પ્રમાણે દેવની વાણી સાંભળી રાજાએ તે નગરીને ઉઠાવી અન્ય પ્રદેશ હર્ષિત થઈને ની વાસઘરો કરાવ્યાં. ત્યાં પુરજન વસવા લાગ્યા, તેથી નગરલોક ખુશી થયાં. સુખી થયાં. તેથી છે તે નગરીનું નામ ક્ષેમપુરી પાડ્યું. (૧૧) દિની મૂળ જે નગરી હતી તેની મધ્યમાં દેવવિમાન જેવો ઋષભદેવ પ્રભુનો પ્રાસાદ દીપી રહ્યો છે. તે જિનાલયની રક્ષા માટે નગરીનો અધિષ્ઠાયકદેવ ત્યાં આવીને વસ્યો. (૧૨) B. સિંહતણું રૂપ કરીને જિનાલયની રક્ષા કરે છે. જો કોઈ દુષ્ટ ત્યાં આવી ચડે તો તે ઉદ્યત Rી અતુલબલી તેનું નિવારણ કરે છે અને હંમેશા શૂન્યસ્થળે પ્રભુની સેવામાં મનના આનંદ સાથે રહે છે. (૧૩) હે હરિચંદ્ર રાજન્ ! સાંભળ. ત્યારબાદ વચમાં કેટલોય કાળ વ્યતીત થઈ ગયો અને સિંહધ્વજ રાજાની પાટે સૂરસેન નામે રાજા રાજ્ય કરવા લાગ્યો. (૧૪) $ એ પ્રમાણે સારંગ મલ્હાર રાગમાં સુંદર સોહામણી પચાસમી ઢાળ પૂર્ણ થઈ. કવિ વિકી ઉદયરત્નજી મહારાજ કહે છે હે ભવ્યજનો ! ભાવપૂર્વક જિનમૂર્તિ (જિનબિંબ)ની તમે પૂજા Sી કરો. (૧૫) Page #296 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ એકાવનમી || દોહા ।। કોઈક નર દુ:ખી દાણો, દારિદ્રી મહાદીન; ખેમપુરે વાસો વસે, ખેતી કરે ધનહીન. ૧ તેહને પૂંજી હળ તણી, હળ ખેડે બલવંત; તે દેખી સહુ લોક તિહાં, હળી તસ નામ વંત. ૨ શૂન્ય થળે તે સર્વદા, સાહસ ગુણ ઉપેત; જિનઘર આગે એકલો, ખેડે છે તે ખેત. ૩ જિહાં જોતા જડતો નહિ, તિલ એક પડવા ઠાય; ખેતર ખેડે હળી તિહાં, વળી ઉગી વનરાય. ૪ કુકુમ પગલે કામિની, ચાલતી જેણે ઠાય; વાઘણ વિચરે તે થલે, લોહી ખરડ્યા પાય. ૫ રાજસભામાં જિહાં થતા, માદલના ધોંકાર; કાળ વિશેષે તે થળે, શિવા કરે ફુતકાર. ૬ છેલ પુરુષ જિહાં બેસતાં, ઢળતી મેલી પાઘ; ઘૂક તિહાં ઘૂ ઘૂ કરે, બેસણ લાગ્યા વાઘ. ૭ ગેલેશું ગજગામિની, રમતી જેણે ગોખ; જનાવર તિહાં ક્રીડા કરે, જંગલવાસી જોખ. ૮ ભાવાર્થ : નવી વસેલી ખેમપુરીનગરીમાં હવે સૂરસેનરાજા રાજ્ય કરી રહ્યો છે. તે નગરીમાં એક પુરુષ ઘણો દુ:ખી, દારિદ્રી, મહાદીન, ધનહીન ખેતીને કરતો ત્યાં વસે છે. (૧) તેને સંપત્તિમાં (પૂંજી) એક હળ છે. બીજું કશું જ તેની પાસે નથી. તેથી બલવંત એવો તે હળ ખેડે છે. તે દેખીને લોકોએ તેનું હળી નામ પાડ્યું છે. (૨) હંમેશા શૂન્ય સ્થળે તે સાહસ ગુણથી યુક્ત થયો થકો જિનઘર આગળ એકલો ખેતર ખેડે છે. (૩) પહેલાં તે નગરીમાં એવું હતું કે જ્યાં નજર કરો ત્યાં તિલ પડવા જેટલી પણ જગ્યા ન હતી ત્યારે હમણાં હળી ત્યાં ખેતર ખેડે છે અને વનરાજી ઉગી નીકળે છે. (૪) ૨૬૯ Page #297 -------------------------------------------------------------------------- ________________ IT શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ડો વળી જે સ્થાને પહેલાં કુંકુમ પગલે કામિની ચાલતી હતી તે સ્થાને હવે લોહીથી જેના પગ ખરડાયેલા છે તેવી વાઘણો ફરી રહી છે. (૫) જે રાજસભામાં હંમેશ માદલના ધકાર થતા હતા તે સ્થાને કાળ વિશેષ કરીને હવે તે ને શિયાળ ફૂત્કાર કરી રહ્યા છે. કૂતરાંઓ ભસી રહ્યા છે. (૬) જે ચૌટાને વિષે છેલ છબીલા પુરુષો બેસતા પોતાની પાઘડી ઢળતી રાખીને જાણે મોટા મહારાજાઓ બેઠાં હોય તેવા લાગતાં તે સ્થાને ઘુવડ ઘૂઘૂ કરવા લાગ્યા અને વાઘ આવીને બેસવા લાગ્યા. (૭) ગજગતિ ચાલતી પટ્ટરાણીઓ જે ગોખે બેસીને રમતી હતી તે ગોખે હવે જંગલવાસી જનાવરો ક્રીડા કરી રહ્યા છે. (૮) (તીરથપતિ અરિહા નમું - એ દેશી). હળી નામે તે નર વહે, તે જિનમંદિર પાસેજી; જૂના પાદરમાં જાલમી, ખેડે ખેત ઉલ્લાસે જી. ગુટકઃ ઉલ્લાસ આણી સમય જાણી, ભાત લઈ તસ ભામિની, ભગતિ ભાવે સદા આવે, કર સેવા સ્વામીની, નીરસ ભોજન કરે અનદિન, કાળ જિમ તિમ જોગવે, પુણ્ય પાખે દુઃખ પામે, હળી નામે તે નર હવે. ૧ ઢાળ: તિણે અવસર આવે તિહાં, શ્રી જિનવંદન કાજોજી, અંબર પથથી ઉતરી, ચારણ મુનિ ગુણધામોજી. ગુટકઃ ગુણધામ તામ જિસંદ આગે, ચૈત્યવંદન ઉચ્ચરે, વિવિધ જુગતે પરમ ભકતે, કર જોડી સ્તવના કરે, તે સુણી વળી હળી નર તે યતિ બેઠાં છે જિહાં, મન ભાવ આણી લાભ જાણી તે અવસરે આવે તિહાં. ૨ ઢાળઃ પ્રેમે શું પાય વંદીને, બોલે એ હળી વાણીજી, કહો સ્વામી કુણ કર્મથી, પાખ્યો છું દુઃખ ખાણીજી. બુટકઃ દુઃખખાણી પૂરવ કર્મ કે છે, અનુભવું છું આપદા, ઈમ સુણી મુનિ કહે સાધુને તેં, દાન દીધું નહિ કદા, જિના આગે નૈવેધ ન ધર્યું, ગતભવે આનંદીને, તે સાંભળી વળી હળી જંપે, પ્રેમશું પાય વંદીને. ૩ Page #298 -------------------------------------------------------------------------- ________________ SSSSSSS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળઃ દારિદ્ર જાયે જેણે કરી, એહવો કહોજી ઉપાયોજી, સાધુ કહે સુણ તુજને કહ્યું, જેણે પાપ પલાયોજી. બુટક: પલાય દૂરે પુણ્ય પૂરે, દુઃખની સહી આવળી, સમય સારુ સાધુને તું, દાન દેજે મનનળી, જિન આગે નૈવેધ ધરજે, દિન પ્રત્યે ઉલટ ધરી, હળીએ તે નીમ લીધું, દારિદ્ર જાયે જેણે કરી. ૪ ઢાળ: નિજ ભોજન માંહેથી સહી, નિશ્ચ શ્રી જિન આગેજી, નિત્ય નૈવેધ ઢોયવો, મેં સ્વામી મન રાગે જી. બુટકઃ મનરાગે સાધુને દાન દેવો, યોગ તે પામે છતે, ત્રિવિધે તે મુનિરાજ પાસે, નિયમ લીધું એક ચિત્તે, મુનિએ તિહાંથી વિહાર કીધો, હળી હવે નિત્ય ગહગહી, જિન આગે નૈવેધ ઢોયે, નિજ ભોજનમાંથી સહી. ૫ ઢાળઃ હવે એકદિન તે હળી, આતુર ભૂખે અત્યંતજી, ભોજનવેળાએ વિસયોં, નીમ તણો તે તંતજી. ગુટકઃ તંત ભૂલ્યો કવલ લઈ, મુખમાં મેહલે જિસ્ય, ચિત્તમાંહિ સહસા નિયમ નિત્યનો, સાંભરી આવ્યો તિસ્તે, તતકાલ કરથી કવલ છેડી, દેવભવને મનનળી, નૈવેધ કાજે વેગે ચાલ્યો, હવે એક દિન તે હળી. ૬ ઢાળઃ પારખું જોવા કારણે, સિંહને રૂપે હેવજી, આવીને ઉભો રહ્યો, દેઉલ બારે દેવજી. બુટકઃ દેવનિર્મિત સિંહ દુર્ધર વદન ભીષણ તેહ તણો, વિકરાલ કાલ કંકાલરૂપી, દીસતો બિહામણો, હળી નર તે ધસી જે હવે, આવ્યો દેઉલ બારણે, સિંહ લે તવ ભૂંડ ઉલાળી, પારખું જોવા કારણે. ઢાળઃ તે દેખી ચિત્ત ચિંતવે, જિનની ભક્તિ ઉમેદજી, નિશ્ચ ભોજન નહિ કરું, અણઢોયે નૈવેદેજી. Page #299 -------------------------------------------------------------------------- ________________ S , ONG :- શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ) બુટકઃ નૈવેધ કીધા પાખે ન જિમ્, હરિ પણ રોકી રહો, ઈમ ચિંતવીને સિંહ સામો, ભારે પગલાં ગહગો, મહાસત્વભૂરો ભક્તિપૂરો, આઘો આવે જે હવે, ધન્ય ધન્ય એહવે દેવ તેહવે, તે દેખી ચિત્ત ચિંતવે. ૮ તવ તે સાહસ આદરી, આવે શ્રીજિન પાસે જી, ધીરજ દેખીને દેવ તે, ઓસરે ઉ૯લાસે જી. બુટકઃ ઉલ્લાસ આણી સિંહ તિહાંથી, પાછલે પગે ઓસર્યો, હળી તવ જિનદેવ પાયે, આવી નમે ભક્તિ ભર્યો, સિંહ સહસા થયો અદર્શિત તેહને સર્વે કરી, નૈવેધ ઢોઈ વળ્યો પાછો, તવ તે સાહસ આદરી. ૯ ઢાળઃ જિમે તે જઈ જે હવે, પરીક્ષા કાજે વિશેષજી, ધર્મલાભ દીધો જઈ, તે સુરે સાધુ વેજી. ત્રુટક વેષ દેખી સાધુનો તે, ભાતમાં હીથી ભાવશું, હળી તેહને આહાર આપે, હરખ આણી ચિત્તશું, આહાર વહોરી વળ્યો પાછો, વળી આવ્યો તે હવે, થિવિરનું તે રૂપ લઈ, જિમે તે જઈ જે હવે. ૧૦ ઢાળઃ તેહને પણ પ્રેમે કરી, ઔષણિક આપે આહારજી, આપી કરે અનુમોદના, સફળ કરે અવતારજી. બુટકઃ અવતાર મનશું સફળ ગણતો, વળી તે જે હવે જિમે, તે દેવ ત્રીજીવાર વેગે, ફરી આવ્યો તિણે સમે, સુકુમાળ સુંદર દેવશક્ત, રૂપ લઘુ મુનિનું ધરી, તે દેખી ઉઠયો આહાર દેવા, તેહને પણ પ્રેમે કરી. ૧૧ ઢાળઃ તેહની ભક્તિ યે તૂકો તદા, પ્રત્યક્ષ થઈ સૂરરાજજી, હાલિ કને કહે હેતશું, કહે તે કરું કાજજી. બુટકઃ કાજ કહે તે કરું તાહરું, તુઠો તુજ સત્વે સહી, દારિદ્ર ટાળી અરથ આપો, હળી કહે અવસર લહી, સફળ ઈચ્છા થશે તાહરી, લહીશ સુખ ધન સંપદા, ઈમ કહીને સુર થયો અદૃશ્ય, તેહની ભક્તિ તૂઠો તદા. ૧૨ Page #300 -------------------------------------------------------------------------- ________________ Gો . - 1 ( TRICT % તા(0)}J[60101 YYYYYYYYYYYYY સૌજન્ય: શ્રી મહુવા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ-મહુવા Page #301 --------------------------------------------------------------------------  Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ: મનમાંહી ઉલટ ધરી, દેવ તણો સંકેતજી, માનીનીને માંડી કહ્યો, હળીએ મન હેતજી. ત્રુટક હેતશુ સંબંધ સઘળો, સુણીને શ્યામા ભણે, હવે દુઃખ નાડું દેવ તૂઠો, સ્વામી ! સત્ત્વ તુમ તણે, ઉદયરત્ન કહે એકાવનમી ઢાળ અને હરખે કરી, ભવિજન રાગે સુણો આગે, મનમાંહી ઉલટ ઘરી,૧૩ ભાવાર્થ : હળી નામે તે નર શ્રી જિનમંદિર પાસે જુના પાદરમાં ખેતરને અત્યંત ખંતપૂર્વક ખેડે છે અને સમય થતા ઉલ્લાસપૂર્વક તેની પત્નિ ભાત લઈને આવે છે અને સ્વામીની પ્રેમભાવથી સેવા-ભક્તિ કરે છે પણ પુણ્યહીન તે હળી હંમેશા ની૨સ ભોજન કરતો જેમ તેમ કાળ પસાર કરે છે. (૧) તે સમયે શ્રી જિનેશ્વરના દર્શન વંદન ક૨વા માટે અંબર પંથથી ગુણના ભંડા૨ી ચારણમુનિ ત્યાં ઉતરે છે અને જિનેશ્વરને વંદન કરી પ્રભુ સન્મુખ ચૈત્યવંદન કરે છે અને વિવિધ પ્રકારે ૫૨મ ભક્તિથી કરજોડી પ્રભુની સ્તવના કરે છે. તે સાંભળીને ‘હળી’ પણ જ્યાં મુનિઓ બેઠાં છે ત્યાં મનના ભાવ સાથે કંઈક મને લાભ થશે એમ માની તે અવસરે ત્યાં આવે છે. (૨) અને ‘હળીપુરુષ’ પ્રેમપૂર્વક મુનિના ચરણ-કમલને વિષે વંદન કરી કહેવા લાગ્યો કે, હે સ્વામી ! સાંભળો. કયા કર્મથી હું આ દુઃખ પામ્યો છું ! કયા પૂર્વકર્મથી દુઃખની ખાણ સમાન એવી આપદા અનુભવુ છું ! તે સાંભળીને મુનિવર કહેવા લાગ્યા કે, હે હળી ! સાંભળ. તેં ગતભવમાં મુનિને ક્યારેય દાન દીધું નથી અને આનંદપૂર્વક ક્યારેય પણ જિનવર સન્મુખ નૈવેદ્ય ધરાવ્યું નથી. તેથી આ ભવે દુ:ખની આપદા પામ્યો છું ! તે સાંભળીને હળી ફરી મુનિને વંદન કરીને કહેવા લાગ્યો - (૩) હે સ્વામી ! એવો કોઈ ઉપાય બતાવો કે જેથી દારિદ્ર દૂરે જાય ! તે સાંભળીને મુનિવર કહેવા લાગ્યા કે, હું તને એવો ઉપાય બતાવું કે જેથી તારા પાપો દૂર થઈ જાય ! પૂણ્યના પૂરા ઉદયથી દુ:ખની શ્રેણી દૂર થાય. સાધુનો યોગ મલે તો તે સમયને ધન્યગણી મનનાં આનંદ સાથે દાન દેજે અને હંમેશ જિનવર સન્મુખ નૈવેદ્ય ધરાવજે, તેથી તારા દારિદ્ર દૂર થશે ! તે સાંભળીને હળીએ પણ દારિદ્ર જેનાથી જાય તેવા ઉપચાર માટે જિનેશ્વરને હંમેશા નૈવેદ્ય ધરાવવાનો નિયમ લીધો. (૪) હે સ્વામી ! મારા ભોજનમાંથી હંમેશા નિશ્ચે શ્રી જિનેશ્વર સન્મુખ સ્નેહપૂર્વક નિત્યે નૈવેદ્ય ધરાવીશ અને સાધુનો યોગ પ્રાપ્ત થયે છતે મનની ભક્તિથી ત્રિવિધયોગે મુનિવરને વ્હોરાવીશ. ૨૭૩૦ અક્ષ Page #303 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ એ પ્રમાણે મુનિવર પાસે એક ચિત્તથી નિયમ લીધો અને તે મુનિવરે ત્યાંથી વિહાર કર્યો. અને હળી હવે નિત્ય પોતાના ભોજનમાંથી જિનવ૨ સન્મુખ નૈવેદ્ય ધરાવે છે. (૫) હવે એક દિવસ હળી પોતાના ખેતરનું કામ કરતાં ખૂબ જ થાકી ગયો છે અને તે થાકના કારણે અત્યંત ભૂખ્યો થયો છે. ખાવાની ખૂબ જ આતુરતા વધી છે અને તે ભૂખના કા૨ણે ભોજન સમયે હળી જિનેશ્વરદેવને નૈવેદ્ય ધરાવવાનો જે નિયમ હતો તે ભૂલી ગયો અને મુખમાં જ્યાં કવલ મૂકે છે ત્યાં હળીને એકદમ નિયમ યાદ આવ્યો અને તરત જ હાથમાંથી કવલ છોડી દીધો અને મનના આનંદ સાથે જિનાલયે નૈવેદ્ય ધરાવવા માટે ચાલ્યો. (૬) કોઈ એક દિવસ તે હળીની પ૨ીક્ષા કરવા માટે ત્યાંના અધિષ્ઠાયક દેવે સિંહનું રૂપ ધારણ કર્યું અને જિનાલયની બહાર આવીને ઉભો રહ્યો. દેવસ્વરૂપી તે સિંહ અત્યંત દુર્ધર છે તેનું વદન ભીષણ છે. વિકરાલ કાલ સ્વરૂપી બિહામણો દેખાતો તે સિંહ જેટલામાં હળી દર્શન કરવા દોડતો આવ્યો તેટલામાં જિનાલયના બારણે રહેલ તે સિંહે હળીની પરીક્ષા કરવા હળીને સૂંઢ વડે ઉછાળ્યો. (૭) તે પ્રમાણે હળી જોઈને જિનેશ્વરની ભક્તિના ઉમેદથી ચિત્તને વિષે ચિંતવવા લાગ્યો કે, જિનેશ્વર સન્મુખ નૈવેદ્ય ધરાવ્યા વિના હું ભોજન કરીશ નહિ. એ પ્રમાણે હળી ભૂખને રોકી રહ્યો છે અને ભક્તિથી ભરપૂર હૃદયે સત્ત્વમાં શૂરો તે હળી સિંહ સામે પગલા ભરી રહ્યો છે, તે દેખીને સિંહ સ્વરૂપી દેવ ચિંતવવા લાગ્યો કે, આ હળીને ધન્ય છે. ધન્ય છે. તેના સત્ત્વને અને સાહસને ધન્ય છે. (૮) ત્યારબાદ હળી સાહસ કરીને સિંહથી ડર્યા વિના શ્રી જિનેશ્વરદેવની પાસે આવે છે અને સિંહરૂપી દેવ હળીની ધી૨જ જોઈને ઉલ્લાસપૂર્વક પાછલે પગે પાછો ફ૨વા માંડે છે અને હળી ભક્તિભર્યા હૃદયે પરમાત્મા સન્મુખ આવીને જિનેશ્વરદેવને ભક્તિથી નમે છે. ત્યારે હળીના સત્ત્વના પ્રભાવે સિંહરૂપી દેવ અદૃશ્ય થાય છે અને હળી સાહસપૂર્વક પરમાત્માને નૈવેદ્ય ધરાવી પાછો ફરે છે. (૯) હવે જ્યારે ભૂખ્યો એવો તે હળી જમવા બેસે છે ત્યારે તેની વિશેષ પરીક્ષા કરવા માટે તે દેવ સાધુવેષે આવીને ધર્મલાભ આપે છે. હળી પણ સાધુ ભગવંતનો વેષ જોઈ મુનિવર છે એમ સમજી પોતાના આહારમાંથી હર્ષિત ચિત્તે મુનિવરને આહાર વ્હોરાવે છે. મુનિવર પણ આહાર લઈ પાછા ફરે છે અને આ તરફ હળી જેટલામાં જમવા બેસે છે તેટલામાં તે દેવ સ્થવિર મુનિનું રૂપ લઈને ફરી પાછો આવે છે. (૧૦) ૨૭૪ Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ તે સ્થવિર મુનિને પણ હળી પ્રેમપૂર્વક ઐષણિક આહાર વ્હોરાવે છે અને વ્હોરાવીને અનુમોદના કરે છે અને પોતાના જન્મને સફળ કરે છે અને મનથી પોતાના અવતારને સફળ કરતો અને સફલ ગણતો જેટલામાં ફરી હળી જમવા બેસે છે, તેટલામાં ત્રીજી વખત તે દેવ દૈવીશક્તિથી સુંદર સુકુમાલ એવા બાલમુનિનું રૂપ ધારણ કરી ગૌચરી વ્હોરવા આવ્યો તે બાળમુનિને પણ હળી પ્રેમપૂર્વક આહાર આપવા ઉભો થયો. (૧૧) એ પ્રમાણે પરીક્ષા કરતા દેવે હળીની અતૂટ ભક્તિ જોઈ, તેથી તેના પર તુષ્ટમાન થયો થકો તે દેવ પ્રત્યક્ષ થઈને કહેવા લાગ્યો કે, હે હાલિક ! હું તારા પર તુષ્ટમાન થયો છું, તેથી હેતપૂર્વક જે કામ હોય તે કહે, તે તારું કામ હું કરી આપું. હું તારા સત્ત્વથી પ્રસન્ન થયો છું. તુષ્ટમાન થયો છું તે પ્રમાણે દેવની વાણી સાંભળી હળી કહેવા લાગ્યો કે, હે દેવ ! જો તમે પ્રસન્ન થયા છો, તો મારું દારિદ્ર દૂર કરો અને મને અર્થ (ધન) આપો ! તે સાંભળી દેવે કહ્યું કે, હે હળી ! તે તારી ઈચ્છા સફળ થશે. તું સુખ, ધનની સંપદા પ્રાપ્ત કરીશ એ પ્રમાણે તે હળીની ભક્તિથી તુષ્ટમાન થયેલ દેવ આટલું કહીને અદૃશ્ય થયો. (૧૨) ત્યારબાદ હળી પણ દેવે કરેલ સંકેત પ્રમાણે બધી વાતો હેતપૂર્વક વિસ્તારથી પોતાની પત્નિને કહે છે અને તે સંબંધ સાંભળીને હળીની પત્નિ પણ આનંદ પામી થકી કહેવા લાગી કે, હે સ્વામી ! હવે આપણું દુઃખ નાઠું. દેવ તુષ્ટમાન થયો તે તમારા સત્ત્વનો પ્રભાવ છે. એમ હર્ષપૂર્વક એકાવનમી ઢાળ ઉદયરત્નજી મહારાજે કહી અને કહે છે હે ભવ્યજનો ! રાગપૂર્વક, મનમાં ઉલ્લાસ આણી હવે આગળ રસમય વાત સાંભળો - (૧૩) ૨૭૫ Page #305 -------------------------------------------------------------------------- ________________ S 10 | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ) ઢાળ બાવનમી | | દોહા હાલિકની શુભ ભક્તિનો, ગુણ અનુમોદે નાર; ઉપાવે અનુમોદના, ઉત્તમ ફળ નિરધાર. ૧ રથકારક બલદેવને, ઉલટે દેતાં આહાર; મૃગ જિમ ગુણ અનુમોદતાં, પાખ્યો સુર અવતાર. ૨ તીર્થકર સતી સાધુના, ગુણ અનુમોદે જેહ; ભવપંજરને તે દલી, અવિચલ પદ લહે તેહ. ૩ ખેમપુરીયે ઈણ સમે, વિષ્ણુશ્રી ઈણિ નામ; નૃપ સુરસેનની તે સુતા, રૂપવતી અભિરામ. ૪ મુખે જીત્યો જેણે ચંદ્રમા, કટિ લંકે મૃગરાજ; રૂપે રંભા હારીને, ગઈ સુરલોકે લાજ. ૫ ભાવાર્થ એ પ્રમાણે હાલિકની સુંદર ભક્તિના ગુણની તેની સ્ત્રી અનુમોદના કરે છે મરી અને તે અનુમોદનાના પ્રભાવે ઉત્તમ ફળ પ્રાપ્ત કરવાનું નિશ્ચિત કરે છે. (૧) જેમ રથકારક બલદેવ મુનિને આનંદપૂર્વક આહાર વહોરાવી રહ્યો છે તે જોઈને હરણ | તેનાં ગુણની અનુમોદનાના પ્રતાપે દેવ ગતિને પ્રાપ્ત કરે છે. તેમ હાલિકની સ્ત્રી પણ પોતાના પતિના ગુણની અનુમોદના દ્વારા ઉત્તમ ફળની પ્રાપ્તિ કરશે. (૨) રથકારક અને બલદેવ મુનિનું દ્રષ્ટાંત એક વખતની વાત છે. બલદેવ મુનિને માસક્ષમણનું પારણું છે. બલદેવ મુનિ વિચરતા દિને ની એક વખત તંગીયાનગરી પધારી રહ્યા છે. સરોવરની પાળે બેસી વિચારી રહ્યા છે. સવારે તુંગીયાનગરીમાં જઈશ ત્યાં માસક્ષમણનું પારણું કરીશ. મુનિવરનું મન તુંગીયાનગરીને વિષે મોહી રહ્યું છે. બલદેવ મુનિવર રૂપે, સ્વરૂપે ફટડાં છે. પ્રાતઃ સમય તંગીયાનગરીમાં પધારી રહ્યા છે કે ની અને તે સમયે કૂવાના કાંઠે સ્ત્રીઓ પાણી ભરવા આવી રહી છે. પરંતુ ત્યાં નવો જ ચમત્કાર ન | સર્જાયો. મુનિવરનું રૂપ જોઈને પાણીડાં ભરતી સ્ત્રીઓ થંભી ગઈ. દરેકની નજર મુનિવરને 5 K નિહાળવામાં સ્થિર થઈ. સ્ત્રીઓ મુનિનું રૂપ જોઈને અચંબો પામતી પાગલ બનવા લાગી. . કેટલીક સ્ત્રીઓ માર્ગ પર થંભી ગઈ, તો કેટલીક સ્ત્રીના બેડાં પડવા લાગ્યા. કેટલીક અબળા Page #306 -------------------------------------------------------------------------- ________________ S TD 1 શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસો) ) RT 3 એ પોતાની સાહેલીને બોલાવી કહેવા લાગી, અલી એય જો તો ખરી રૂપનો કુંજ જોવો હોય 6 તો આ મુનિને જોઈ લે. સાક્ષાત્ ચંદ્રનો અને કામદેવનો અવતાર છે. સ્ત્રીઓના ટોળે ટોળાં મુનિવરને જોઈ મુગ્ધ બનવા લાગ્યા. એટલું જ નહિ પણ મુનિવરના મુખકમલને નિહાળતાં ને કેટલીક સ્ત્રીઓએ તો ઘડામાં દોરડાનો ગાળો નાંખવાનો હતો તે સાથે લઈને આવેલ મને કે પોતાના વહાલસોયા, લાડકવાયા દીકરાના ગળામાં ગાળો નાંખ્યો અને બાળકોને કૂવામાં ! ઉતારી દીધાં. આમ ઘડાને બદલે બાળકને ફાંસીયો અને બાલક મૃત્યુ પામવા લાગ્યો. આ પ્રમાણેનું દશ્ય મુનિવરની નજરથી છાનું રહ્યું નહિ. મુનિવરનું હૃદય કંપવા લાગ્યું. પણ મન મુંઝાવા લાગ્યું અને પોતાના રૂપ પર મુનિવર તિરસ્કાર કરવા લાગ્યા કે, ધિક્કાર હો ? આ મારા રૂપને, કે જે રૂપના કારણે બાળકનો સંહાર થયો. મારા રૂપને, મારા તેજને દિને ધિક્કાર હો ! ધિક્કાર હો ! હવે બલદેવ મુનિએ મનોમન નક્કી કર્યું કે હવે આ નગરીમાં 5 હું ફરીશ નહિ. રહીશ નહિ અને આહાર પણ કરીશ નહિ. | બસ એ રીતે નક્કી કરી મુનિવર તુંગીયાનગરીમાં ગયા પણ નહિ અને સૂકાં વનમાં | ચાલવા લાગ્યા. ઘોર ભયંકર જંગલ છે. પણ મુનિવરના તપ - તેજ – સંયમના પ્રભાવે કરી ત્યાંના હિંસક પ્રાણી પણ અહિંસક બન્યાં. પશુ – પક્ષી પણ મુનિવરની આસપાસ આવીને ને વસવા લાગ્યા. જાણે મુનિવરના ભક્તો બની ગયાં અને આ સૂકા વનમાં વસતા મૃગલાં ની પણ મુનિવરને નમસ્કાર કરવા લાગ્યા. તે જંગલમાં એક રથકારક લાકડાં કાપીને લાકડાં લેવા ગયેલ છે. ત્યાં આખો દિવસ દિને કામ કરે છે અને તેની પત્નિ રથકારક માટે ભાત લઈને આવી છે. જમવાના સમયે, જમવા નું બેસતી વખતે માનવ અતિથિને યાદ કરે છે એ ન્યાયે રથકારકે પણ મુનિવરને યાદ કર્યા તે | અને વંદન કરીને કહેવા લાગ્યો કે, હે મુનિવર ! આ સુઝતો આહાર છે. આપ ગ્રહણ કરો. | મુનિવરે પણ જ્ઞાનના ઉપયોગથી ગોચરીના બેતાલીસ દોષ ટાળીને તે આહાર હોર્યો. આ રથકારકે પણ આનંદપૂર્વક વધતા ઉમંગથી આહાર હોરાવ્યો. તે જોઈને મૃગ રથકારકની Sિ અત્યંત અનુમોદના કરે છે અને અનુમોદના કરતાં કરતાં મૃગે દેવગતિનું આયુષ્ય બાંધ્યું કે | અને મૃત્યુ પામી મૃગ દેવલોકે ગયો. ખરેખર જીવ તનથી કે ધનથી કંઈ જ સુકૃત કરી શકતો નથી પણ મનથી અનુમોદના દ્વારા પણ સુકૃત કર્યા જેટલું જ પુણ્ય ઉપાર્જન કરી શકે છે. માટે જ શાસ્ત્રમાં કહ્યું છે કરવું - કરાવવું – અનુમોદવું. ત્રણેયને સમાન ફલ પ્રાપ્ત થાય છે. જેમ મૃગે રથકારકના દાન- E Kી ગુણની અનુમોદના દ્વારા દેવલોક પ્રાપ્ત કર્યું, તેમ હાલિકની પત્નિએ પણ હાલિકે કરેલ છે જિનભક્તિ અને મુનિ ભક્તિના ગુણની અનુમોદના દ્વારા ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી. TEST STATU૨૭૭ SSA SATA Page #307 -------------------------------------------------------------------------- ________________ E XT A શ્રી અમ્રકારી પૂજાનો રાસ 3 ત્યાં રથકારક બલદેવ અને તેની પત્નિ એક તરુવરની છાયામાં બેઠાં છે અને કોઈક ને કરી દિશાથી ભયંકર પવન વાવા લાગ્યો અને તરૂવરની ડાળ તૂટી. ત્રણે જીવ તે તરૂવર નીચે છે આવી ગયા અને દીધેલ દાનની અનુમોદના કરતા અને મુનિવરનું સંયમજીવન અનુમોદતા . | સ્વર્ગે ગયા. હે ભવ્યજીવો ! કદાચ તમે તમારા હાથે સુકૃત ન કરી શકો તો પણ સુકૃતની અનુમોદના ન તો જરૂર કરજો અને અનુમોદનાના પ્રતાપે ઉત્તમ ફલને પ્રાપ્ત કરજો. બીજાના ગુણની | અનુમોદના કરતા જરાય પાછી પાની કરશો નહિ. જે જીવ તીર્થકરના સતીઓના અગર મુનિવરોના ગુણની અનુમોદના કરે છે તે જીવ સંસારરૂપી પિંજરને તોડી શાશ્વત પદને પ્રાપ્ત કરે છે. (૩) - હવે ક્ષેમપુરીનગરીને વિષે સુરસેન રાજાને રૂપે રંભા સમાન મનોહર વિષ્ણુશ્રી નામની પુત્રી છે. (૪) - તે વિષ્ણુશ્રીના રૂપનું વર્ણન કવિ ઉદયરત્નજી મહારાજ પોતાની ભાષામાં કરી રહ્યાં ; વિષ્ણુશ્રીનું વદનકમલ એવું સુંદર છે કે તેની આગળ ચંદ્રમા પણ ઝાંખો પડે છે. વળી સિંહનાં જેવી જેની કમર શોભી રહી છે. રૂપ સૌંદર્ય એટલું અદ્ભુત છે કે વિષ્ણુશ્રીના રૂપની આગળ રંભાનું પણ રૂપ ઝાંખુ પડે છે અર્થાત્ રૂપે રંભા પણ હારી ગઈ છે, તેથી | દેવલોકમાં પણ તેના રૂપની મર્યાદા ચાલી ગઈ છે. (રાગ : સોળમા શ્રી જિનરાજ ઓળગ સુણો અમતણી લલના) સુણ નરપતિ હરિચંદ્ર, કહે ઈમ કેવલી. મહારાજ સા બાળા સુકુમાળ, સોહે મદ ભાંભલી. મહારાજ ચોવનનું લહી જોર, અધિક ઓપે વળી. મહારાજ. વાદળ દલમાં જેમ, ઝબૂકે વીજળી. મહારાજ. ૧ દેખીને રૂપ અનૂપ, વિચારે મહિપતિ મહારાજ. જગતીમાં એહની જોડ, રાજેસર કો નથી. મહારાજ. કુમરી વરવા યોગ્ય, જોતાં વાર નહિ મળે. મહારાજ. દેશે દેશે દૂત, રાજન તવ મોકલે મહારાજ. ૨ સ્વયંવર મંડપ તામ, રચાવે ભૂધણી. મહારાજ. ઓપે જેહની અનૂપ, મનોહર માંડણી. મહારાજ. Page #308 -------------------------------------------------------------------------- ________________ S STS શ્રી અપ્રકારી પૂજાનો રાસ) S TD સોવન મણિમય થંભ, સોપાન સોહામણાં. મહારાજ. ચિહું દિશિ વિવિધ ચિત્રામ, આલેખ્યાં અતિ ઘણાં. મહારાજ. ૩ નિરુપમ નગર નજીક, સુંદર તે દીપતો. મહારાજ. રખ્ય મનોહર દેવ, વિમાનને જીપતો. મહારાજ. શંભે થંભે અચંભ, ઓપે તિહાં પૂતળી. મહારાજ. કરતી નાટારંભ, નમીને લળી લળી. મહારાજ. ૪ તિહાં મંચા અતિમંચ, મંડાવે મનહરુ મહારાજ. અદ્ભુત તિહાં ઉલોચ, બંધાવે નરેસરુ મહારાજ. દેશ અનેકના ભૂપ, મળ્યાં તિહાં મનરળી. મહારાજ. છબીલા છેલ છોગાળ, મોટા જે મહાબળી. મહારાજ. પ " ભૂષણે કરી ઓપ ભૂપ તે, જાણે પુરંદરુ. મહારાજ. નામાંકિત આસન્ન, બેઠાં સોહે સુંદરું. મહારાજ. ચામર ને છત્રે સોય, સભા મેં શોભતા. મહારાજ. એક એકથી અધિકે વાન, રૂપે કરી ઓપતા. મહારાજ. ૬ ખેમપુરી નાથ સુજાણ, આદર દેઈ હવે. મહારાજ સ્નાન મન ભોજન, ભક્તિ કરી સાચવે. મહારાજ. નરપતિનીરખી સનમાન, સહુ હરખિત થયા. મહારાજ. ચિત્રાલંકી દેદાર, જોવા હવે અલક્યા. મહારાજ. સાર સજી શણગાર, સુતા નૃપની સહી. મહારાજ. શિબિકાયે બેઠી તામ, કે વરમાળા ગ્રહી. મહારાજ. પામી નૃપનો આદેશ, લેઈ પ્રતિહારિકા. મહારાજ. વાજતે મંગલદૂર કે, આવી કુમારીકા. મહારાજ. તૂરનો નાદ અખંડ, આકાશે પરવર્યો. મહારાજ. જાણે શબ્દરૂપી દૂત, સૂરલોકે સંચર્યો. મહારાજા સ્વયંવર વરવા કાજ, દેવેન્દ્રને તેડવા. મહારાજ. ઉછળ્યા તૂરના નાદ, આકાશે નવનવા. મહારાજ. ૯ Page #309 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ કામિની બહુ ઝીણે કંઠ, કોયલશી રણઝણે. મહારાજ. ઠમક્યા તિહાં જંગી ઢોલ, ભેરી તિહાં ભણ હણે. મહારાજ. તે તૂર નાદે લોક, મલ્યા બહુલા તદા. મહારાજ, સ્વયંવર મંડપમાંહી, આવી કુમરી મુદ્દા. મહારાજ. ૧૦ ઈણ અવસર હળી, હળી લેઈ, આવ્યો મંડપ જિહાં. મહારાજ. નવનવા કૌતક ખ્યાલ જુએ ઉભો તિહાં. મહારાજ. બંદીજન ચારણ ભાટ, બોલે બિરૂદાવલી. મહારાજ. તિહાં નવરંગ નાચે પાત્ર, બેઠી નૃપ મંડલી. મહારાજ. ૧૧ હાથમાં લેઈ વરમાલ, મંડપમાંહી કુંઅરી. મહારાજ. નીરખે નરપતિ રૂપ, દાસી આગે કરી. મહારાજ. જાણે ઈંદ્ર સભામેં ઓપે, ઈંદ્રાણી પરવરી. મહારાજ. સાહેલીના ગણમાંહી, સોહે તિમ સુંદરી. મહારાજ. ૧૨ તિહાં આગળથી પ્રતિહારી, કહે મનની રળી. મહારાજ. દેશ નગર ૠદ્ધિ માન, રાજાની વંશાવળી. મહારાજ. મૃગનયણીને મન કોઈ, મહિપતિ નવિ વસ્યો. મહારાજ. દેખી હાલિક નર સોય, તેહનો તનુ ઉલ્લસ્યો. મહારાજ. ૧૩ નિજ વાચા પાલણ કાજ, સુરે સાન્નિધ્ય કરી. મહારાજ. હાલિક કંઠે વરમાળ, ઠવે તવ સુંદરી. મહારાજ. ઉદયરત્ન કહે એમ, મીઠી સુધા જિસી. મહારાજ. બોલી બાવનમી ઢાળ, શ્રોતા સુણો ઉલ્લસી. મહારાજ. ૧૪ ભાવાર્થ : શ્રી વિજયચંદ્ર કેવલી હરિચંદ્ર રાજાને વિષ્ણુશ્રીના રૂપ-ગુણનું વર્ણન કરતા ફરમાવી રહ્યા છે કે, હે રાજન્ ! સાંભળ. તે બાલિકા સુકુમાલ છે. મદથી ભરેલી શોભતી એવી તે જુવાનીના જો૨ને પ્રાપ્ત કરી અત્યંત શોભી રહી છે, જાણે વાદળ દળમાં ચમકતી વિજળી જોઈ લ્યો. (૧) વિષ્ણુશ્રીનું સુંદર સૌંદર્ય અને અનોપમ રૂપ કાંતિ જોઈને રાજા વિચારી રહ્યા છે કે, વિશ્વમાં વિષ્ણુશ્રીની જોડ કરી શકે એવો કોઈ રાજા નથી. રાજકુમા૨ીને વરવા યોગ્ય કોઈ શ્રેષ્ઠ રાજકુમાર કે કોઈ રાજા મલતો નથી. દરેક ગામોગામ અને દેશે દેશમાં વિષ્ણુશ્રીને ૨૮૦ Page #310 -------------------------------------------------------------------------- ________________ ETV GST | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) () ને યોગ્ય રાજકુમારની શોધ કરવા રાજા દૂતને મોકલે છે. પણ હજુ સુધી કોઈ રાજકુમાર પસંદ | ન પડ્યો નથી. (૨) હવે સુરસેન રાજા વિષ્ણુશ્રીને યોગ્ય રાજાની પ્રાપ્તિ થાય તે માટે સ્વયંવર મંડપ કરાવે | છે અને તે સ્વયંવર મંડપ કેવો છે તે કહેતાં કવિ કહે છે કે, તે મંડપમાં ચારે બાજુ અનેક | આ પ્રકારના ચિત્રો દોરાવ્યા છે. સુવર્ણના મણિમય તંભ અને સુંદર તેનાં શોભતાં પગથીયા છે. તે મંડપ સુંદર શોભી રહ્યો છે અને તેની મનોહર માંગણી કરેલી છે. (૩) વળી તે મંડપ ક્ષેમપુરીની નજીક જેની કોઈ ઉપમા આપી શકાતી નથી તેવો સુંદર છે Sી શોભતો તે મંડપ દેવવિમાનને પણ જીતે તેવો છે. અર્થાત્ આ સ્વયંવર મંડપ એવો રમ્ય છે ; કે જેની આગળ દેવવિમાન પણ ઝાંખો પડે છે. સોવન મણિમય થંભે થંભે આશ્ચર્યકારક આ પૂતળીઓ શોભી રહી છે અને તે પૂતળીઓ નમીને લળી લળી નૃત્ય કરી રહી છે. (૪) વળી તે રાજાએ દેશદેશથી આમંત્રિત કરેલ રાજાઓને તથા રાજકુમારોને બેસવા માટે તેની ઊંચા અને રમણીય આસનો મંડાવ્યા છે અને તેથી અદ્દભૂત ઊંચો મંડપ જાણે સાક્ષાત્ Bદેવવિમાન લાગે છે. આવો નિરૂપમ મંડપ બંધાવ્યો છે અને હવે અનેક દેશના મહોશૂરવીર શી રાજાઓ આનંદભેર ક્ષેમપુરીનગરીને વિષે વિષ્ણુશ્રીને વરવા માટે ભેગાં થયા છે. (૫) તે રાજાઓ એક એકથી ચઢીયાતા રૂપવાળા તેજસ્વી ચામર વિંઝાતે છતે અને છત્ર ની ધારણ કરે છતે સભામાં શોભતા પોત-પોતાના નામથી અંકિત સિંહાસન પર બેઠેલા, વળી મિ | આભૂષણોથી અલંકૃત થયેલા તે રાજાઓ જાણે સાક્ષાત્ ઈન્દ્રનો સમૂહ મલ્યો ન હોય તેવા | શોભી રહ્યા છે. (૬) ત્યારે ક્ષેમપુરીના રાજવી સુરસેન તે દરેક રાજાઓની સન્માનપૂર્વક, આદરપૂર્વક સ્નાન વિલેપન ભોજનાદિ વડે અપૂર્વ ભક્તિ કરે છે અને દેશ-દેશથી આવેલા તે રાજાઓ સુરસેન મહિપતિએ કરેલ આદર સન્માન અને ભક્તિને જોઈને ખૂબ જ આનંદ પામે છે અને હવે ચિત્રપટ્ટમાં આલેખાયેલી તે વિષ્ણુશ્રીના મુખારવિંદને જોવા માટે સર્વે રાજાઓ અધીરા 5 ની બની રહ્યા છે. અર્થાત્ વિષ્ણુશ્રીને જોવા અને વરવા માટે તલપાપડ બની રહ્યા છે. (૭) ત્યારે માંગલિક વાજિંત્રો વાગતે છતે સુરસેન રાજાની આજ્ઞા પ્રાપ્ત કરીને પરિચારિકાને | સાથે લઈને સુંદર સોળ પ્રકારના શૃંગાર સજીને રાજાની પુત્રી વિષ્ણુશ્રી શ્રેષ્ઠ વરમાલા કરકમલને વિષે ધારણ કરી શિબિકામાં આરૂઢ થઈ સ્વયંવર મંડપને વિષે આવી. (૮) તે સમયે વાજિંત્રોનો અખંડ અવાજ ગગન મંડલને ગજાવવા લાગ્યો. જાણે શબ્દરૂપી ની કોઈ દૂત દેવલોક સ્વયંવર મંડપમાં વિષ્ણુશ્રીને વરવાનું આમંત્રણ આપી ઈન્દ્રને લેવા માટે જઈ રહ્યો ન હોય ! તેમ નભમંડલ અવનવા વાજિંત્રોના ઘોષથી (નાદ) ગાજી રહ્યો છે. (૯) Page #311 -------------------------------------------------------------------------- ________________ SS) STD 1 શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ 3 અને સ્ત્રીઓ ધવલ મંગલ ગીતો ગાઈ રહી છે. ઝીણા કંઠે એવા સુંદર ગીતો ગાય છે, જાણે છે ની કોયલ ટહુકી રહી ન હોય. મોટા જંગી ઢોલો ઢમઢમ વાગી રહ્યા છે. ભેરીનાં ભણણણ ભણ દિન ભણકારા થઈ રહ્યા છે અને એવા વિવિધ વાજિંત્રોના નાદે ઘણાં લોકો એઠાં થયા છે, તે . સમયે સ્વયંવર મંડપમાં હર્ષિત ચિત્તવાળી પ્રસન્નવદના એવી વિષ્ણુશી આવીને ઉભી છે. (૧૦) * તે મંડપને વિષે રાજાની મંડલી બેઠેલી છે. ભાટચારણ અને બંદીજનો પોતપોતાના જ રાજાઓની બિરૂદાવલી બોલી રહ્યા છે અને નવરંગ નૃત્ય મંડલી નવા નવા નૃત્ય કરી રહી છે | છે, તે અવનવા કૌતુકને જોતો હાલિક પણ ખેતર ખેડવાનું હળ સાથે લઈ મંડપને વિષે છે | આવીને ઉભો છે. (૧૧) અને વિષ્ણુશ્રી કરમાં વરમાલા ગ્રહણ કરી દાસીને આગળ કરી રાજાઓના રૂપને દિને આ નિહાળી રહી છે. તે સમયે વિષ્ણુશ્રી જેમ ઈદ્ર સભામાં ઈદ્રાણીથી પરિવરેલો ઈદ્ર શોભે છે | તેમ સખીવૃંદમાં તે રાજસુતા શોભી રહી છે. દીપી રહી છે. (૧૨) હવે દાસી દરેક રાજાઓના દેશ - નગર – તેઓની ઋદ્ધિ પરિવાર માન રૂપ ગુણ | આદિ રાજાની વંશાવલી આનંદ સાથે વિષ્ણુશ્રીને કહી રહી છે. પરંતુ રાજસુતા વિષ્ણુશ્રીને મન કોઈ જ નરપતિ વસતો નથી. કોઈની સાથે તેનું મન માનતું નથી, તેવામાં હાલિકને ઉભેલો જોયો અને હાલિક નરને જોતાં જ વિષ્ણુશ્રીની રોમરાજી વિકસ્વર થઈ અને શરીર પણ ઉલ્લસિત થયું. અંગેઅંગમાં આનંદ વ્યાપી ગયો. (૧૩) આ તરફ હાલિકને દેવે આપેલા વચન પ્રમાણે હાલિકને દેવે સહાય કરી અને દેવના સાનિધ્યથી વિષ્ણુશ્રીએ પણ હાલિકના કંઠે વરમાળા સ્થાપન કરી. એ પ્રમાણે અમૃતથી પણ મીઠી બાવનમી ઢાળ કવિ ઉદયરત્નવિજયજી મહારાજે કહી છે તો તે શ્રોતાજનો ! ઉલ્લાસપૂર્વક સાંભળો. (૧૪) Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ ત્રેપનમી ॥ દોહા ।। માત-પિતા નિજ ભ્રાત તવ, હળી વર્ષો લહી વાત; સહુ નીચું જોઈ રહ્યા, જાણે થયો વજ્રઘાત. ૧ વસુધાપતિ વિલખા થયા, જિમ સિંહ ચૂક્યો ફાળ; રૂઠ્યા સઘળા રાજવી, ક્રોધે થયા વિકરાળ, ૨ મોટા મહિપતિ મૂકીને, હાલિ વ હિત આણ; માંહોમાંહે ઈમ વદે, રોષાતુર મહારાણ, કે વિધિ રૂઠ્યો એહને, કે એ મૂરખ બાલ; કે એહને ગ્રહ વાંકડા, કે એ લખ્યો કપાલ. ૪ 3 કે ભૂલી બાલિકા, કે કોઈ લાગ્યો ભૂત; અસમંજસ દેખી દાણું, રાય થયા યમદૂત. ૫ સુરસેન રાય ઉપરે, કોપી કહે સહુ એમ; હાલિક જો વાહલો હતો, તો નૃપ તેડાવ્યા કેમ. ૬ હાલિક ને પિતુને હણી, લીજે આપણે બાલ; વરમાળા ફેરી ઠવે, ઈમ ચિંતે ભૂપાલ. ૭ ભાવાર્થ : વિષ્ણુશ્રી એ હાલિક નરના કંઠે વરમાલા આરોપણ કરી છે. એ પ્રમાણેના સમાચાર મળતાં વિષ્ણુશ્રીના માતા તથા પિતા સુરસેનરાજા અને તેનો ભાઈ વિગેરે શ૨મીંદા બની ગયા. જાણે મોટો વજ્રાઘાત થયો. (૧) અને દેશોદેશથી આવેલા સઘળા રાજાઓ ઉદાશ થયા. જેમ સિંહ પોતાના ભક્ષ્ય ૫૨ તરાપ મારે છે અને તે ગફલતમાં ચૂકી જાય છે, તેમ સઘળા રાજા વિષ્ણુશ્રી ન મલવાથી નિરાશ થયા અને રોષે ભરાયેલા તે સઘળા રાજા ક્રોધથી લાલચોળ થયા અને તેથી સઘળા રાજાનું રૂપ વિકરાલ દેખાવા લાગ્યું. (૨) હવે ક્રોધાતુર થયેલા મહારાજાઓ પરસ્પર બોલવા લાગ્યા કે, મોટા મોટા ન૨૫તિને છોડીને વિષ્ણુશ્રી આ હાલિક નરને કઈ હિતની બુદ્ધિથી વ૨ી છે ? (૩) લાગે છે આ બાળા મૂર્ખ શિરોમણી છે. અગર એના લલાટે એવું જ લખાયેલું હશે ! કે શું એના ગ્રહ અવળા હશે ? કે પછી એનું ભાગ્ય એના ૫૨ રોષાયમાન થયું હશે ? (૪) ૨૮૩ Page #313 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ કાં તો વિષ્ણુશ્રી વર વરવામાં ભૂલી પડી ગઈ હશે ? અગર તો શું એને કોઈ ભૂતનો વળગાડ થયો છે ? શું થયું સમજાતું નથી. પરંતુ રાજકુંવરીએ જે કર્યું છે તે યોગ્ય થયું નથી. એ પ્રમાણે વિચાર કરતા બધાં જ રાજાઓ ક્રોધથી યમદૂત જેવા થયેલા તેઓ - (૫) સુરસેન રાજા પર રોષ ધારણ કરતા સર્વે રાજાઓ કહેવા લાગ્યા કે, જો સુરસેન રાજાને પહેલેથી હાલિક નર વ્હાલો હતો તો આટલા ગામોગામના રાજવીને આમંત્રણ આપી બોલાવ્યા શા માટે ? (૬) હવે આપણે હાલિકને અને વિષ્ણુશ્રીના પિતાને મારી નાંખી બાલિકાને આપણે હસ્તક કરીએ. અને ફરીથી તે બાળા પોતાની ઈચ્છાનુસાર રાજાને પસંદ કરે અને ફરીથી યોગ્ય રાજાને કંઠે વ૨માલા નાંખે એમ દરેક રાજાઓ વિચાર કરી રહ્યા છે. (૭) (પ્રભુ પાસનું મુખડું જોવા - એ દેશી) ચંડસિંહ નામે એક રાય, તે બોલ્યો તેણે ઠાય; મૂરખપણે વર્ષોં હાલિ, એ પોતે વરાંશી બાલી. જનકો નથી જોતા દોષ, પ્રીછીને કીજે રોષ; તે માટે દૂત ઉલ્લાસે, મોકલીયે રાયની પાસે; જિમ પડે સદાળી સૂઝ, જાણી લઈએ વાતનું ગુઝ. ઈમ જાણી દૂત પઠાયો, સૂરસેન પાસે તે આવ્યો, આવીને કહે ઈમ વાણી, સુણ રાજન તું ગુણખાણી. ૩ વર વરતા ભૂલી બાલા, હળી કંઠે ઠવી વરમાલા, નરપતિ સદાળા રીસાણા, મનમાંહિ રોષ ભરાણા. ४ સાંભળો એક વાત ભલેરી, વર વરે કન્યા જો ફેરી, તો સુધરે સદાળી વાત, નહિ તો થાશે ઉત્પાત. દેશ દેશના મહિપતિ મળિયા, એક એકથી છે મહાબળિયા, તે આગે હળી કુણ લેખે, વિચારી જુઓ સુવિશેષે. ૬ . તે માટે તુમે ઈહાં આવો, ઘણા સાથે વૈર ન કીજે, ઈમ સુણી કહે તામ નરેશ, કન્યાએ વર્ષે વર જોઈ, સહુને પાય લાગી મનાવો, આગમનો અરથ એ લીજે. નથી વાંક મારો લવલેશ, પ્રમાણ કર્યાં અમે સોઈ. ૨૮૪ ૧ ૫ 6 . Page #314 -------------------------------------------------------------------------- ________________ O 3 S S SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ 2 ઈમ સુણીને દૂત વળીયો, ચંદસિંહને જઈ તે મળિયો, સૂરસેનના વચન સંભારી, દૂત ભાખે સભામાં વકારી. ૯ દૂત કહે સુણો સહુ રાજાન, સંદેશ ન વળે વાન, જો દાખવો કાંઈક જોર, તો થાસ્ય પાધરો દોર. ૧૦ હળી જો કન્યા લઈ જાશે, તો સહુની લાજ લોપાશે, વળી દૂત કહે એમ વાણી, ઉતરશે તમારા પાણી. ૧૧ ઈમ સાંભળી દૂત વચન્ન, થયા કોપાતુર રાજશ્ન, તે તો ક્રોધે થઈ યમ રૂપ, કહે ભૃકુટી ચઢાવી ભૂપ. ૧૨ સિંહના મુખ આગે શિયાળ, ભારે જો લાંબી ફાળ, તે વાતે સિંહને ખામી, ઉખાણો સુણો એ સ્વામી. ૧૩ હળીને તે ઠામે હણી જે, આપણે એ કન્યા લીજે, કરે જે ઉપરાણું એહનું, તોડીજે મસ્તક તેહનું. ૧૪ ઈમ ચિંતીને મનમાંહિ, હાલિક બોલાવ્યો ત્યાંહિ, મૂક મૂક અલ્યા વરમાળ, કાં છેદાવે ગલનાળ. ૧૫ સુર સાન્નિદયે તે હાલિ, બોલ્યો હલદંડ ઉલાળી, કરી ક્રોધે લોચન રાતાં, વદે વેણ મુખેથી તાતા. ૧૬ વરમાળા માંગે જે ચંડ, તો હું એનું તુંડ, જેણે જીભે એ ભાંખ્યું ભંડ, તેહનાં કરું હું શતખંડ. ૧૦ એહવા વયણ સુણી અવનીશ, બોલ્યા તે ચઢાવી રીસ, અલ્યા કાંતુ કંપાવે સીસ, દીસે છે રૂઠો જગદીશ. ૧૮ વિણ ખૂટે મરે કાં ગમાર, જોને તાહરો દેદાર, હાલી તવ બોલ્યો હાકી, હૈયા માંહી હિમ્મત રાખી. ૧૯ એકલો હું સિંહ સમાન, ગજયૂથ તમે રાજાન, શૂરે ચડ્યો હળી ઈમ બોલે, તીખાં વચણ તે બાણને તોલે. ૨૦ ચંદસિંહ રાજા તવ ચટકી, તાતો થઈ ભાંખે વટકી, નિજ સેવકને કહે તામ, એહ જટને મારો ઠામ. ૨૧ Page #315 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ સંધિથી સંધિ વિછોડો, મૂલમાંહિથી મસ્તક તોડો, ઉઠ્યા તવ સુભટ આક્રોશે, પ્રહાર કરે જબ રોશે. ૨૨ હાલી તવ હળ લેઈ ધાયો, સુભટોને સાહમે આયો, હાક મારી બોલ્યો જબ હાલી, તવ નાઠા સુભટ પૂંઠવાળી. ૨૩ જિમ નોહર આગે છાળી, તિમ ભાગ્યા સુભટ લેઈ તાલી, ન રહ્યો કોઈ પગદંડી, છત્રપતિ પણ ગયા ભૂ ઠંડી. ૨૪ વળી સુભટ દશોદિશી નાસે, આવ્યા નિજ સ્વામી પાસે, વસુધાપતિ ચિંતે સોઈ, શું એ દેવ સ્વરૂપી કોઈ. ૨૫ એ તો દીસે અકલ અબીહ, સહી સૂતો જગાડ્યો સિંહ, ઈમ ચિંતી સવિ રાજાન, તેહને દોરે તિણે થાન. ૨૬ જાણે હાથિયે સિંહને દોર્યું, હાલીયે હળ તવ ફેર્યો, ક્રોધે થયો કકાલ, દીસંતો મહા વિકરાલ. ૨૭ બલદેવ તણી પરે તામ, એકાકી કરે સંગ્રામ, હળને અગ્રે ધરી રીસ, ભેદે ગજરાજના સીસ. ૨૮ રૂઠ્યો તે રથ દલ ચૂરે, હણે અશ્વ દાટાબલ પૂરે, યમરૂપી હળીને જાણી, સેના સઘળી મરડાણી. ૨૯ શૂર સુભટ જે મહા ઝૂઝાલ, તે પણ નાઠા તતકાલ, હાલી તાકે હળ લેઈ, ઘરણીએ ઢાળ્યા કેઈ. ૩૦ ચંડસિંહ આદિ નરનાથ, તે ચિંતે સહુ મન સાથ, એ મારે અંતક રૂપી, ભૂંડો એ ભૂત સ્વરૂપી. ૩૧ ઈમ કહે ચંડસિંહ નરિંદ, કોપ્યો એ કોઈ સૂરેંદ્ર, તે માટે જો નમીયે જઈ, તો કોપ શમાવે સહી. ૩૨ જો જો જિનપૂજા ફલ પ્રાણી, નરપતિ નમશે હિત આણી, ઢાળ તેપનમી સહી એહ, ઉદયરતન કહે સસનેહ. ૩૩ ભાવાર્થ ઃ હાલિ પાસેથી વરમાળા છોડાવા અને વિષ્ણુશ્રીને પોતાને હાથ ક૨વા બધાં જ : રાજાઓ વિચારી રહ્યા છે ત્યારે ત્યાં ચંડસિંહ નામે એક રાજા આવેલો છે તે કહી રહ્યો છે વિષ્ણુશ્રી મૂર્ખતા કરીને હાલિકને વરી છે પણ તેથી વિષ્ણુશ્રી પોતે ઠગાઈ રહી છે. (૧) ૨૮૬ Page #316 -------------------------------------------------------------------------- ________________ 1 TAT HTA શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) ITI IT £ તેથી અહિં રાજકુમારીના પિતાનો શું દોષ છે ? વાત વિચારવી જોઈએ પછી રોષ | કમી કરવો જોઈએ ? આપણે એક ઉપાય કરીએ, સૂરસેન રાજા પાસે એક દૂતને મોકલીયે, તેથી મને આ બધી સમજણ પડશે અને વાતનું રહસ્ય શું છે? તે પણ જાણવા મળશે. (૨). એ પ્રમાણે વિચાર કરી એક દૂતને સમજાવી તૈયાર કર્યો અને સૂરસેન રાજા પાસે | મોકલ્યો. તે દૂત પણ બધી વાતોથી વાકેફ થઈ સૂરસેન રાજા પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે, હે ગુણોના ભંડાર સૂરસેન રાજન્ ! તમે સાંભળો - (૩) આપની રાજસુતા વિષ્ણુશ્રી રાજકુંવર પસંદ કરવામાં થાપ ખાઈ ગઈ છે. તેથી કરી ને ની હાલિક નરના કંઠે વરમાળા નાંખી છે. આથી આમંત્રિત સઘળા રાજાઓ રીસાયા છે અને મનથી ક્રોધાયમાન થયા છે. (૪) અને મારી સાથે સંદેશો પાઠવ્યો છે કે, હે દૂત ! તું સૂરસેનરાજા પાસે જા અને અમારો આ સંદેશો રાજાને જઈને કહે કે જો આપની રાજકુંવરી વિષ્ણુશ્રી ફરીથી બીજા કોઈપણ ન રાજકુમારને પસંદ કરી તેના કંઠે વરમાળા આરોપણ કરે તો બગડેલી બધી જ વાત સુધરી | જાય. અને તેમ નહિ કરે તો મોટો ઉપદ્રવ થશે. એ પ્રમાણે કહી મને અહિં આપ પાસે મોકલ્યો છે. (૫) વળી હે રાજન્ ! આપ પણ વિશેષ પ્રકારે વિચાર કરો કે દેશોદેશના અનેક રાજાઓ ભેગાં થયેલાં છે. વળી તે સઘળા રાજાઓ એક એકથી અધિક બળવાન અને શૂરવીર છે તેની આગળ હાલિક નરની શું કિંમત છે ? (૬) તે માટે હે પૃથ્વીપતિ ! તમે સ્વયંવર મંડપને વિષે પધારો અને બધાં રાજાઓને આ નમસ્કાર કરી મનાવો. કારણ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, ઘણાંની સાથે વૈર ન કરવું જોઈએ. કરે તો તમે પણ એ આગમ રહસ્યના અર્થને સમજો અને વિણસેલી વાતને સુધારો. (૭) બી એ પ્રમાણે દૂતના વચન સાંભળી સૂરસેન રાજાએ દૂતને કહ્યું કે, હે દૂત ! વિષ્ણુશ્રી હાલિક નરને વરી છે, તેમાં મારો જરા પણ દોષ નથી. રાજપુત્રીને જે પુરુષ પસંદ પડ્યો દ તેણી તેને વરી છે અને અમે તેને સ્વીકાર્યો છે. (૮) સુરસેન રાજાના વચન સાંભળીને દૂત પાછો આવ્યો. આવીને ચંડસિંહ રાજાને મળ્યો અને સભામાં સુરસેન રાજાએ કહ્યા પ્રમાણેના વચનો યાદ કરીને મોટેથી કહેવા લાગ્યો - (૯) $ હે રાજાઓ ! સાંભળો. આ રીતે સામસામા માત્ર સંદેશો આપવાથી કંઈ કામ સરશે નહિ. કેમકે સૂરસેન રાજા કહે છે, રાજપુત્રી વિષ્ણુશ્રીને સ્વયંવર મંડપમાં જે પુરુષ પસંદ પડ્યો, તેણી તેને વરી તેમાં મારો શું વાંક ? જીંદગી રાજકન્યાને પસાર કરવાની છે. તે Page #317 -------------------------------------------------------------------------- ________________ મિ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ IT 3 પૃથ્વીપતિ આમ કહે છે તો હવે તમે બધાં કંઈક તમારૂં શૂરાતન બતાવો તો કદાચ ફરી વાત ઠેકાણે આવે અને કન્યા તમને મલે. (૧૦) નહિ તો હાલિક નર જો વિષ્ણુશ્રીને પરણશે તો તમારા બધાની લાજ જશે. નીચું જોવાનો ની અવસર આવશે અને દૂત કહે છે તમારું બળ, તમારું જોર, તમારું તેજ ઉતરી જશે. (૧૧) એ પ્રમાણેના દૂતના વચન સાંભળી સર્વે રાજાઓ ક્રોધાતુર થયા થકા ક્રોધથી ભૃકુટી 6 ચઢાવા લાગ્યા. જાણે કે સર્વે ક્રોધથી ધમધમતા યમદૂત આવ્યા. ચંડસિંહરાજા ક્રોધથી ધમધમતા કહેવા લાગ્યા કે – (૧૨) જેમ વનરાજ કેસરીસિંહની આગળ શિયાળ આવી ચઢે અને સિંહના દેખતાં જ સિંહને કે | ઠગી શિયાળ લાંબી ફાળ મૂકીને દોડી જાય, સિંહ જોતો જ રહી જાય તો તેમાં સિંહની જ | ખામી ગણાય પણ શિયાળની નહિ, તેમ એ ઉખાણાના ન્યાયે સઘળાં રાજાઓ ખામીવાળા જાહેર થશે. માટે દૂત કહેવા લાગ્યો : ઓ સ્વામી ! ઉઠો અને પરાક્રમ દાખવો. (૧૩) અને હાલિકને તે સ્થાને જ મારીને વિષ્ણુથી આપણે હાથે લઈએ અને એ પ્રમાણે કરી કરતાં જો કોઈ હાલિકનું ઉપરાણું લે તો તેનું મસ્તક છેદી નાંખવું. (૧૪) એ પ્રમાણે વિચાર કરી સઘળાં રાજા ભેગાં એક મનવાળા થયા અને ચંડસિંહ રાજાની રે | આગેવાની હેઠળ હાલિકને ત્યાં બોલાવામાં આવ્યો અને તેને કહેવામાં આવ્યું કે, હે હાલિક ! તું આ વરમાળાને છોડી દે નહિ, તો તારી ગળાની નાળ છેદાશે. તે વગર વાંકે Aિ ફોગટ ગળાની નાળ છેદાવા શા માટે તૈયાર થયો છે ? (૧૫) - ચંડસિંહ રાજા આદિ નરપતિઓની તેવી વાણી સાંભળી દેવની સહાયથી તે હાલિક ૬ નર ક્રોધથી નેત્રોને રાતાચોળ કરી અને હાથમાં રહેલ હળદંડને ઉછાળી મોઢેથી કડવાં વચન બોલતો કહેવા લાગ્યો કે - (૧૬) - હે રાજનું! જેણે વરમાળા માંગી છે તે રાજા હોવા છતાં પણ ચંડાલ જેવો થયો છે તેથી ચંડાલ સરીખા જે કોઈ વરમાળા માંગે છે તેનું હું મસ્તક અને મોટું છેદીશ અને જેણે પોતાની જીહ્વાને વરમાલા પાછી માંગી પરસ્ત્રી વરવા સ્વરૂપ વાણી ઉચ્ચારી અપવિત્ર કરી છે તેની જીભનાં સો ટુકડાં હું કરું છું. (૧૭) - હાલિક નરના તીખાં કડવાં વચનો સાંભળી પૃથ્વીપતિ ગુસ્સે થઈને બોલ્યા કે, હે હાલિ ! તું શા માટે મસ્તકને કંપાવી રહ્યો છે? લાગે છે કે તારાં પર પરમેશ્વર રોપાયમાન થયા છે. (૧૮) Page #318 -------------------------------------------------------------------------- ________________ E શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ { તેમજ હે હાલિ ! આયુષ્ય વિણ ખુટે તું શા માટે મરવા તૈયાર થયો છે વળી તારો , k, ચહેરો તો જો તું મૂર્ખ લાગે છે. પૃથ્વીપતિના વચન સાંભળી હૈયામાં હિંમત ધારણ કરી ની સભામાં હાક પડતો હાલિક બોલ્યો - (૧૯) હું એકલો પણ કેસરીસિંહ સમાન છું અને તમે રાજાઓ કહેવાતા હાથીના ટોળાં - બરાબર છો, જેને શૂરાતન ચડ્યું છે એવો હાલિ શૂરવીરતાથી તીખાં વચનો બોલે છે, જાણે વાણીરૂપી બાણોને ફેંકી રહ્યો છે. (૨૦) તીખાં બાણ જેવાં કટાક્ષ વચનો સાંભળી ચંડસિંહરાજા યમદૂત સમ થયો થકો રાતો જ 5 લાલચોળ થઈને સિંહની જેમ ત્રાટક્યો અને પોતાના સેવકને આજ્ઞા આપતો કહેવા લાગ્યો | કે, આ ગમાર એવા જટિલ હાલિને સ્થાન પર હણો. (૨૧) તેના શરીરના સાંધે સાંધા છૂટા પાડો અને મૂળમાંથી માથુ કાપી નાંખો. એ પ્રમાણેની | અવનીપતિની આજ્ઞા થતાં જ સૈનિકો ક્રોધથી ધમધમતા ઉક્યા અને રોપાયમાન થઈને જ્યાં | પ્રહાર કરવાની તૈયારી કરવા લાગ્યા. (૨૨) કરી ત્યાં જ હાલિક પોતાનું હળ લઈને દોડ્યો અને સુભટોની સામે ધસી આવ્યો. આવતાં ની જ હાલિકે જ્યાં સિંહની જેમ ગર્જના થાય તેમ જોરથી એવી ત્રાડ પાડી કે, સૈનિકો પૂંઠવાળીને નાસવા લાગ્યા. (૨૩) જેમ વરૂની ત્રાડથી બકરી ભાગે તેમ હાલિક નરની ત્રાડથી સૈનિકો મુઠીઓ વાળીને ની ઉભી પૂંછડીયે ભાગવા લાગ્યા એટલું જ નહિ, પગે ચાલનારા તો કોઈ ત્યાં ઉભા જ ન રહ્યા . અને છત્ર ધારણ કરનારા છત્રપતિ રાજા પણ તે સ્થાનને છોડીને હાલિકની ત્રાડથી ભાગી ગયા. (૨૪) વળી હાલિકના પરાક્રમને જોઈને રાજાના સુભટો દશે દિશામાં નાસતા પોતાના સ્વામીની પાસે આવ્યા એ પ્રમાણે હાલિક નરનું બળ અને શૂરાતન જોઈને પૃથ્વીપતિ વિચારવા લાગ્યા કે, આ કોઈ સામાન્ય મનુષ્ય લાગતો નથી પણ દેવ સ્વરૂપી દૈવી પુરુષ જણાય છે. (૨૫) વળી આ પુરુષ, અકલ, અબીહ (બીક વગરનો) છે, આપણે હાથે કરીને સૂતેલા સિંહને આ જગાડ્યો છે એમ ચિંતવતા સઘળા રાજાઓએ તે સ્થાને હાલિક નરને ઘેરી લીધો. (૨૬) જાણે કે હાથીના ટોળાંએ સિંહને ઘેર્યો. ત્યારે હાલિએ પોતાનો હળદંડ એવો ફેરવ્યો કે ને તેથી તે સઘળાં રાજા ભયભીત થયા અને હાલિ ક્રોધે ધમધમતો કંકાલ (યમદૂત) જેવો મહા મને ની વિકરાલ રાક્ષસ જેવો દેખાવા લાગ્યો. (૨૭) અ- ૯ Page #319 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ એકલો પણ બલદેવની જેમ યુદ્ધ કરતો હાલિ રોષાયમાન થઈને પોતાનું હળ આગળ કરી હાથીઓના મસ્તકને છેદવા લાગ્યો. (૨૮) અને રુષ્ટમાન થયેલા એવા તેણે રથના સમૂહના ચૂરા કર્યા અને હળદડે કરી ઘોડાના સમૂહને તોડી નાંખ્યા, સૈન્યના બળને ભાંગવા લાગ્યો આમ જમદૂત સ્વરૂપી હાલિને જોઈને સેના સઘળી ભાગવા લાગી - પાછી વળવા લાગી. (૨૯) શૂરવીર એવા જોરાવર મહા બલવાન યોદ્ધાઓ પણ તત્કાલ ત્યાંથી નાસવા લાગ્યા અને મહાયુદ્ધ થતાં હાલિક હળદંડ લઈને કેટલાય રાજાઓને મારવા લાગ્યો અને કેટલાય રાજાઓને પૃથ્વી પર પછાડ્યા. (૩૦) આ રીતે ભૂંડો ભૂત સ્વરૂપી થયેલ હાલિક અંતક સ્વરૂપી થઈને સર્વને મારી રહ્યો છે. તે જોઈને ચંડસિંહ આદિ નરપતિઓ ભેગા મળી વિચારવા લાગ્યા. (૩૧) ત્યારે ચંડસિંહ નરિંદે વિચાર કરી કહ્યું કે કોઈ દેવેન્દ્ર આપણા ૫૨ કોપાયમાન થયો લાગે છે તો આપણે તેની પાસે જઈ જો, તેના ચરણોમાં મસ્તક નમાવીયે તો કદાચ એ ક્રોધને શાંત ક૨શે. (૩૨) હે ભવ્યજીવો ! પ્રભુપૂજાનું ફલ જુવો, ૫રમાત્માની પૂજાથી ઈદ્રો, ચક્રવર્તીઓ અને નરપતિઓ પણ પ્રભુપૂજા કરનાર પૂજકના ચરણોમાં નમસ્કાર કરે છે. અહિં પણ ચંડસિંહ રાજા આદિ પૃથ્વીપતિઓ પોતાના હિત માટે હાલિક ન૨ને નમસ્કાર કરશે એમ ત્રેપનમી ઢાળમાં કવિ ઉદયરત્નવિજય મહારાજ સ્નેહપૂર્વક ફરમાવી રહ્યા છે તો હે શ્રોતાજનો ! તમે પણ પરમાત્મપૂજાથી વંછિત રહેશો નહિ. (૩૩) ૨૯૦ Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ ચોપનમી || દોહા ।। ભૂપ સહુ ભેટે જઈ, અલવે પદ અરવિંદ; હાલિકને હેઠા નમી, નામે સીસ નરિંદ. ૧ કરજોડી મહિપતિ ભણે, સાહિબ ગરીબ નિવાજ; શરણે આવ્યા તુમ તણે, મહેર કરો મહારાજ, ૨ કરુણાનિધિ કરુણા કરી, શરણાગત આધાર; બગસો ગુનહો અમતણો, પ્રભુજી પ્રાણાધાર. ૩ આજ અમે અણજાણતાં, જે જે કહ્યા વચન્ન; તે અપરાધ ખો તુમે, ભાખે સહુ રાજા. ૪ માત પિતા કુમરી તણા, વળી પરિજન સુવિશેષ; પરમ હર્ષ પામ્યાં સહુ, દિલમાંહિ હળી દેખ. ૫ શૂરવીર મહાસાહસી, નીરખી ભાગ્ય નિધાન; પરણાવી નિજ પુત્રીકા, સૂરસેન રાજાન્. ૬ સહુ રાજાની શાખશું, સૂરસેને નિજ બાળ; હળધરને હેતે કરી, પરણાવી સુકુમાળ. ૭ ચોરીમાંહી ચાહી ઘણું, આપ્યાં દાન અનેક; હળીને હાથ મૂકાવળી, વારુ ધરી વિવેક. ૮ વિવાહ ઉત્સવ બહુ કર્યો, હરખ ધરી મનમાંહ્ય; દાન અને માને કરી, સન્માન્યા સવિ રાય. ૯ ભાવાર્થ : જિનેશ્વરની ભાવથી અષ્ટપ્રકારી પૂજા કરનાર પ્રાણી ત્રણે લોકમાં પૂજ્ય બને છે. અહિં હાલિક નરે ફક્ત નૈવેદ્યપૂજા જ કરી છે છતાં તે સઘળાં રાજાઓને નમનીય બન્યો તો અષ્ટપ્રકારી પૂજા ક૨ના૨નો કેટલો યશ અને મહિમા વધે ! ઘણો જ વધે માટે પરમાત્માની પૂજા કરવામાં કે શ્રોતાજનો ! તમે ક્યારે પણ આળસ કરશો નહિ અહિં પણ સર્વે રાજાઓ દેવસ્વરૂપી દેખાતા હાલિક નરને નમવાની બુદ્ધિથી જ્યાં તે રહેલો છે ત્યાં આવ્યા અને તેને ભેટી નીચા નમી મસ્તક નમાવી ચરણકમલમાં નમસ્કાર કરી કરજોડીને કહેવા લાગ્યા - (૧) ૨૯૧ Page #321 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ હે મહારાજ અમે તમારા શરણે આવ્યા છીએ. અમારા પર કૃપાદૃષ્ટિ કરો. હે સ્વામી ! તમે ગરીબોના બેલી છો. (૨) તમે શરણે આવેલાના આધારભૂત છો. વળી કરૂણાના ભંડાર છો. અમારા ૫૨ કરૂણા કરી હે પ્રાણાધાર ! પ્રભુ ! અમારો ગુન્હો હોય તે અમને કહો ! (૩) વળી સર્વે રાજાઓ હાલિક નરને કહેવા લાગ્યા કે, હે સ્વામી ! આજ અમે અજ્ઞાનપણે જે જે કડવાં વચનો કહ્યા તે અમારા અપરાધની ક્ષમા આપશો ! અમે તમને ખમાવીયે છીએ. તેમ હે ક્ષમા ભંડા૨ી ! તમે પણ અમને ક્ષમ્ય કરો ! (૪) હવે રાજસુતા વિષ્ણુશ્રીના માતા-પિતા તેમજ સઘળો રાજ પરિવાર હાલિક નરને દેખીને વિશેષ પ્રકારે દીલમાં પરમ આનંદ અને પરમ હર્ષને પામ્યા. (૫) ત્યારબાદ સૂરસેનરાજાએ આ હાલિકનર મહાશૂરવીર, મહાસાહસિક તથા પુણ્યનો ભંડારી અર્થાત્ મહાન ભાગ્યશાળી છે એમ જાણી પોતાની રાજસુતા વિષ્ણુશ્રીને તે હાલિક નર સાથે સર્વ રાજાની સાક્ષીએ હેતે કરીને સુકોમલ એવી પોતાની બાલાને તત્કાલ તેની સાથે પરણાવી. (૬, ૭) અને હળધ૨ને ક૨મોચન સમયે ચૉરીમાં વિવેકપૂર્વક ઈચ્છાનુસાર અનેક પ્રકારનું ઘણું દાન આપ્યું. (૮) એ પ્રમાણે સૂરસેન રાજાએ મનના હર્ષ સાથે સઘળા રાજાઓને સાદરપૂર્વક દાન આપી સન્માન્યા અને એ રીતે ઘણું ધન ખર્ચી વિષ્ણુશ્રીનો લગ્ન મહોત્સવ કર્યો. (૯) (નમો નિત્ય નાથજી રે - એ દેશી) અવનીપતિ મન ઉલટે રે, કીધો રાજ્ય અભિષેક, રાજકુલી છત્રીશમાં રે, મુખ્ય થાપ્યો સુવિશેષ, ઠવિયો રાજવી રે, રાજવી હળધર નામ, પૂજા થકી તામ. સુખ અભિરામ, રસિયો ભોગવે રે ઠવિયો૦ ૧ તિલક કરી મનરંગશું રે, ચંડસિંહાદિ નરિંદ; સિંહાસન બેસારીને રે, પ્રણમે પદ અરવિંદ, ઠવિયો૦ ૨ છત્ર સોહે શિર ઉપરે રે, ચમર ઢળે બહું પાસ; કરજોડી આગળ રહ્યા રે, અવનીપતિ ઉલ્લાસ, ઠવિયો૦ ૩ શિરપરે હળધર રાયની રે, આણ કરી પરમાણ; શીખ લહી સહુ સંચર્યા રે, નરપતિ નિજનિજ ઠાણ. ઠવિયો૦ ૪ લોક ૨૯૨) Page #322 -------------------------------------------------------------------------- ________________ ઈ . શ્રી અપ્રકારી પૂજાનો રાસ SD 3 હળી નૃપને હવે એકદા રે, દેવ વદે તે આમ; દારિદ્ર તુજ દૂર કર્યું રે, કહે તે વળી કરું કામ. ઠવિયો૫ હળી નૃપ કહે હવે દેવને રે, ઉવસપુર છે જેહ; કૃપા કરી મુજ ઉપરે રે, વાસી આપો તેહ. ઠવિયો૬ પડિવજી તે વાતને રે, સુરનગરી સમ ખાસ; વેગે વાસી તે પુરી રે, કચનમણિ આવાસ. ઠવિયો છે ગઢ મઢ મંદિર માળીયાં રે, દેવ માયાએ ઉત્તગ; નીપાયા રળીયામણાં રે, સોવન મણિમય રંગ. કવિયો. ૮ રાજ્ય કરે તેણે પુરે રે, હવે હળધર નારનાથ; પંચવિષય સુખ ભોગવે રે, બે નારીની સાથ. ઠવિયો૯ સુરપતિની પેરે જેહની રે, આણ ન લોપી જાય; તેજ પ્રતાપે દીપતો રે, નિત્ય પૂજે જિન પાય. ઠવિયો૧૦ નૈવેધને પુણ્ય કરી રે, પામ્યો રાજ્ય પ્રધાન; અળગી નાઠી આપદા રે, વાધ્યો અધિક સુવાન. ઠવિયો૦ ૧૧ જિન આગે જુગતે કરી રે, નૃપ ને નારી દોય; નૈવેધ ધરે નિત્ય નેહશું રે, નિર્મલ ભાવે સોય. ઠવિયો. ૧૨ જિમ દોગંદક દેવતા રે, સુખ ભોગવે સુરલોક; બંને પુરીનો સાહિબો રે, ભોગવે તિમ નિત્ય ભોગ. ઠવિયો૧૩ અમર ચવી તે ઉપનો રે, વિષ્ણસિરિને પેટ; નિશ્ચય નજર નિહાલતાં રે, ભાવિ ન મીટે નેટ. ઠવિયો૦ ૧૪ ટાળી ન ટળે મોહની રે, જિહાં ધરે મન રાગ; તિહાં જઈને જીવ ઉપજી રે, ઈમ વદે વીતરાગ. ઠવિયો. ૧૫ પ્રસવ્યો પુત્રપણે સહી રે, કુસુમકુમર ધર્યું નામ; બીજના ચંદ્ર તણી પરે રે, વાધે તે અભિરામ. કવિયો. ૧૬ હળી રાજાને તેહવો રે, વલ્લભ જીવ સમાન; પૂરવને પ્રેમે કરી રે, યત્ન કરે રાજાન. ઠવિયો૧૦ Page #323 -------------------------------------------------------------------------- ________________ SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ નવ નવ નાટારંભશે રે, નિત નિત નવલે નેહ; પુત્રાદિક પરિવારશું રે, વિચરે છે ગૃપ તેહ. ઠવિયો. ૧૮ દોઢીયે ઉભા ઓળગે રે, રાયજાદા કર જોડી; કોઈ ન કરે તિણે સમે રે, હળધર નૃપની હોડી. ઠવિયો. ૧૯ જોરાવર તે જગતમાં રે, દિન દિન ચઢતે પૂર; તરવારના તાપે કરી રે, પાલે રાજય પવૂર. ઠવિયો. ૨૦ ભૂજબલે ભૂ ભોગવે રે, કરે વળી ધર્મનો કામ; ભક્તિ કરે ભગવંતની રે, ભાવેશું ગુણધામ. ઠવિયો. ૨૧ ઢાળ ચોપનમી એ કહી રે, ઉદયરતન મન રંગ; ઈમ જાણી જિન પૂજજો રે, આણી ઉલટ અંગ. ઠવિયો૨૨ ભાવાર્થ : સૂરસેન રાજાએ વિષ્ણુશ્રીને હળધર સાથે પરણાવી, ત્યારપછી મનમાં હર્ષ ધારણ કરી પૃથ્વી પતિએ છત્રીસ પ્રકારના રાજ્યકુલમાં વિશેષ પ્રકારે મુખ્ય પદે સ્થાપી રાજ્યાભિષેક કર્યો. આમ હાલિકને રાજ્ય આપી રાજા બનાવ્યો અને તેનું હળધરરાજા એ પ્રમાણે નામ સ્થાપન કર્યું. એ રીતે જિનપૂજાના પ્રબલ પુણ્યથી હાલિક નર રાજા બન્યો અને મનોહર એવા રાજયસુખને ભોગવવા લાગ્યો. (૧) ત્યારબાદ સ્વયંવરમાં વિષ્ણુશ્રીને વરવાની ઈચ્છાથી આવેલા ચંડસિંહાદિ રાજાએ પણ મનરંગે હળધર રાજાને સિંહાસન પર બેસાડી રાજ્ય તિલક કર્યું અને તેનાં ચરણકમલમાં - પ્રણામ કર્યા. (૨) તે હળધર રાજાના મસ્તક ઉપર છત્ર શોભી રહ્યું છે, બે બાજુ ચામર વીંજાઈ રહ્યા છે એવા હળધર રાજાની આગળ કરજોડી મસ્તક નમાવી ઉલ્લાસપૂર્વક પૃથ્વીપતિ ઉભા રહ્યા છે. (૩) Sી અને હળધર રાજાની આજ્ઞા મસ્તકે ચઢાવી તેમની આજ્ઞા શિરોધાર્ય કરી. અર્થાત્ સર્વે ની રાજાઓ તેમની આજ્ઞા નીચે આવી ગયા અને તેમની શીખ લહી સર્વે રાજાઓ પોત- | ના પોતાના સ્થાને ગયા. (૪) હવે હળધર રાજાને એક વખત દેવ આવીને કહેવા લાગ્યો કે, હે રાજન્ ! તારા કહ્યા છે દ મુજબ આપેલા વચનથી તારું દારિદ્ર દૂર કરી દીધું છે અને હવે બીજું પણ કંઈ કામ હોય Tી તો બતાવ તો તે કામ પણ હું કરી આપું. (૫) Page #324 -------------------------------------------------------------------------- ________________ T | Sિછે ....... શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ) - તે સાંભળીને હળધર રાજા દેવને કહેવા લાગ્યા કે, હે દેવ ! મારા ઉપર મહેરબાની દ કરીને જે આ નગરી ઉજ્જડ થયેલી છે – શૂન્ય થયેલી છે. તેને ફરી રમણીય અને વસ્તીવાળી 3 કરી આપો. (૬) હળધર રાજાની એ પ્રમાણેની વાત સાંભળીને દેવે તે વાત સ્વીકારી અને તત્કાલ તે વી નગરીને સુવર્ણમણિમય આવાસોથી સજ્જ ઈદ્રપુરી જેવી તૈયાર કરી. (૭) તેમજ વળી દૈવી શક્તિથી ગઢ-મઢ મંદિર માળિયા ઉંચા સુવર્ણમય મણિમય રળીયામણાં દેવ વિમાન જેવા સુંદર તૈયાર કર્યા. આમ દેવે પોતાની શક્તિથી હળધર રાજાને સુખી કર્યો. (૮) હવે હળધર રાજા પણ પોતાની બે રાણીઓ સાથે પાંચ ઈંદ્રિયજન્ય પંચ વિષયુખને ભોગવતો દેવે કરેલ નગરીને વિષે રાજય કરવા લાગ્યો. (૯) વળી જેમ ઈદ્ર મહારાજાની આજ્ઞા કોઈ લોપી શકતું નથી. તેમ હળધર રાજાની પણ આજ્ઞા કોઈ લોપતા નથી. તેથી ઈદ્રની જેમ તેજથી, પ્રતાપથી, શૂરવીરતાથી શોભાયમાન હળધર રાજા રાજ્ય કરે છે અને સાથોસાથ હંમેશા પરમાત્માના ચરણકમલની પૂજા કરે છે. (૧૦) આમ નૈવેદ્ય પૂજાના પ્રભાવથી હાલિક નર ઉત્તમ એવું રાજ્ય સુખ પામ્યો અને તેની સઘળી આપદા દૂર ગઈ અને તેનો મહિમા વધારે વધવા લાગ્યો તેમજ રૂપથી પણ તે ઈદ્ર | સમાન દેખાવા લાગ્યો. (૧૧) વાચકો ધ્યાન રાખો કે જીવનમાં કરેલ એક નાનકડું અનુષ્ઠાન પણ જો આપણા Sી આત્માને અધોગતિએ જતો અટકાવી ઉર્ધ્વગામી બનાવી પરંપરાએ પરમપદની પ્રાપ્તિ | કરાવી આપે છે. આ ભવમાં પણ ભૌતિક સામગ્રીથી પૂર્ણ આત્મા બની શકે છે તો પરમાત્માએ ચિંધેલા રાહ પર ચાલવાથી શું પ્રાપ્ત ન થાય ! - હવે હાલિકમાંથી રાજા બનેલા એવા હળધર પૃથ્વીપતિ અને તેની બંને પત્નિઓ | પરમાત્માની આગળ હર્ષોલ્લાસપૂર્વક શુદ્ધભાવે સ્નેહપૂર્વક હંમેશા નૈવેદ્ય ધરાવે છે. (૧૨) જેમ મહદ્ધિક દેવ દેવલોકના દેવતાઈ સુખોને ભોગવે છે તેમ હળધર રાજા પણ હંમેશા | લેમપુરી અને ધન્યપુરી એમ બંને નગરીના રાજય સુખોને ભોગવે છે. (૧૩) હવે હળધર રાજાને જે દેવ સહાય કરતો હતો તે દેવ સુરલોકથી ચ્યવીને વિષ્ણુશ્રી ની રાણીની કુક્ષીએ આવ્યો. ખરેખર નિશ્ચયથી જોઈએ તો ભાગ્યમાં જે લખાયું હોય છે તે કોઈ મિથ્યા કરી શકતું નથી. (૧૪) Page #325 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ જેમને પ્રાણીમાત્ર પર રાગ પણ નથી અને દ્વેષ પણ નથી એવા વીતરાગ પરમાત્મા ફરમાવી રહ્યા છે કે – મોહની એટલેકે એક બીજા પ્રત્યે થયેલ સ્નેહ મીટાડવાથી મટી શકતો નથી, જે જીવને જે જીવ પ્રત્યે રાગ હોય છે તે જીવ તે તે જીવની સાથે સ્નેહ સંબંધથી જોડાય છે. (૧૫) તે ન્યાયે હાલિકમાંથી બનેલ હળધર રાજાને સહાય કરનાર દેવ પૂર્વભવના સ્નેહ સંબંધથી બંધાયેલો આ ભવમાં વિષ્ણુશ્રીની કુક્ષીએ ચવ્યો અને અનુક્રમે ગર્ભકાલ પૂર્ણ થતાં વિષ્ણુશ્રીએ પુત્રપણે તેને જન્મ આપ્યો અને તે બાળકનું કુસુમકુમાર એવું ઉચિત નામ આપ્યું. અનુક્રમે જેમ બીજનો ચંદ્ર વૃદ્ધિ પામે છે તેમ મનોહર એવો કુસુમકુમાર દિન પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યો. (૧૬) તે કુસુમકુમા૨ પૂરવભવના સ્નેહને કારણે એટલે કે હાલિકને અને તે દેવને પૂર્વભવનો ઘનિષ્ઠ સ્નેહ હોવાથી આ ભવમાં તે જ દેવ પુત્રપણે થયો હોવાથી હળધર રાજાને તે પુત્ર અત્યંત વ્હાલો છે. પોતાના પ્રાણ સમાન અર્થાત્ પોતાના પ્રાણથી અધિક વ્હાલો લાગે છે અને તેનું યત્નપૂર્વક પાલન કરે છે. (૧૭) વિવિધ પ્રકારના નાટારંભ થતે છતે, અને પુત્રાદિક પરિવાર પ્રત્યે હંમેશા અત્યંત નવો નવો સ્નેહ ધારણ કરતો હળધર રાજા પુત્રાદિ રાજ્ય પરિવાર સાથે પૃથ્વીતલ પર વિચરી રહ્યો છે. (૧૮) અનેક રાજાઓ ડેલીને વિષે ઉભા રહીને કરજોડીને વિનતી કરે છે અને કહી રહ્યા છે હળધર રાજાની હોડ કરી શકે તેવો કોઈ રાજા તે સમયે ન હતો અર્થાત્ તે રાજાની તોલે બીજો કોઈ રાજા આવી શકતો નથી. (૧૯) તેમજ જગતમાં તેના સમાન એટલે હળધર રાજા સમાન શક્તિમાન એવા કોઈ રાજા નથી તેથી શક્તિથી દિનપ્રતિદિન વૃદ્ધિ પામતો અને તલવારના તાપથી શત્રુગણને હરાવતો તે હળધર રાજા ક્ષેમપુરી અને ધન્યપુરી નગરીનું રાજ્ય પ્રીતિપૂર્વક કરી રહ્યો છે. (૨૦) વળી પોતાના ભુજાબલથી પૃથ્વીને ભોગવતો અનેક પ્રકારે ધર્મના કાર્યને કરતો ભાવપૂર્વક વીતરાગ પરમાત્માની ભક્તિ કરતો હળધ૨૨ાજા ગુણનો ભંડારી એવો તે રાજ્યભારને વહન કરે છે. (૨૧) એ પ્રમાણે હૈયાના ઉમળકાપૂર્વક ચોપનમી ઢાળ કવિ ઉદયરત્નવિજયજી મહારાજે કહી તે ફ૨માવી રહ્યા છે જિનપૂજા સઘળી આપદાઓને, સઘળા સંકટોને દૂર કરે છે તો ઉલ્લાસપૂર્વક હે ભવ્યજનો ! તમે વીતરાગ પરમાત્માની પૂજા કરો. (૨૨) ઈતિ ઢાળ ૫૪મી સમાપ્ત ૨૯૬ લોક Page #326 -------------------------------------------------------------------------- ________________ E - શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ . .. ઢાળ પંચાવનમી | દોહા કુસુમકુમર હવે અનુક્રમે યૌવન પામ્યો જામ; રાજાએ નિજ રાજ્ય તવ, તેહને આપ્યું તા. ૧ શ્રાવકપણું નૃપ આદરી, પાળીને પરમાય; સૌધર્મે સુર તે થયો, જિન નૈવેધ પસાય. ૨ જય જય કરી દેવાંગના, આવી પૂછે તામ; પામ્યા કુણ પુણ્ય કરી, સ્વામી ! તમે સુરઠામ. ૩ દેખી દેવની સંપદા, અમરીની સુણી વાણ; પૂરવભવ પ્રેમે કરી, અવલોકે નિજ નાણ. ૪ દીઠો અવધિ પ્રયુંજતા, હળી ભવનો અધિકાર; નૈવેધ પૂજા પસાથી, પાખ્યો સુર અવતાર. ૫ ઈમ જાણી ઉલટ ભરે, જિન પૂજે નિત્યમેવ; મન ઈચ્છિત સુખ ભોગવે, દેવલોકે તે દેવ. ૬ ભાવાર્થ : ક્ષેમપુરીના પૃથ્વીપતિ હળધર રાજાએ હવે પોતાનો રાજકુમાર યૌવન- નિ વયનો થયો છે જાણી તેમજ રાજભારને વહન કરવામાં યોગ્ય જાણી પોતાનું રાજ્ય | કુસુમકુમારને આપ્યું. (૧) ત્યારબાદ હળધરરાજા પોતે સમ્યકત્વ મૂલાદિ દ્વાદશવ્રત, ચૌદ નિયમાદિ યુક્ત ગૃહસ્થ E ધર્મ યાને શ્રાવક ધર્મ અંગીકાર કરે છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવી અનુક્રમે આય ક્ષયે દિન ની પરમાત્માની નૈવેદ્યપૂજા કરવા દ્વારા તે પૂજાના પુણ્ય પ્રભાવે સૌધર્મદેવલોકે દેવ થાય છે. (૨) . - સૌધર્મદેવલોકે ઉત્પન્ન થતાંની સાથે જ સૌધર્મ દેવલોકવાસી દેવાંગનાઓ હાજર થઈ વિ જાય છે અને પોતાના સ્વામી બનેલા એવા તે દેવને જય જય શબ્દથી વધારે છે. ત્યારબાદ રિ 6 તે દેવાંગનાઓ પોતાના સ્વામીને પૂછે છે કે તે સ્વામીનું ! પૂર્વે તમે એવું કયું પુણ્ય ઉપાર્જન | કર્યું કે જેથી કરીને તમે અહિં આ દેવલોકને વિષે જન્મ પામ્યા ? (૩) એ પ્રમાણેની દેવાંગનાની દિવ્યવાણી સાંભળીને સૌધર્મ દેવલોકને વિષે ઉત્પન્ન થયેલ ન હળધર રાજાના જીવે સૂરલોકની દિવ્ય સંપત્તિ જોઈને અને પૂર્વભવના સ્નેહે કરી પોતાના અવધિજ્ઞાન વડે પોતાનો પૂર્વભવ જોવા લાગ્યા. (૪) Page #327 -------------------------------------------------------------------------- ________________ ENGLISH | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ | STATUS અને અવધિજ્ઞાનના ઉપયોગથી જોતાં જ્યારે પોતે પોતાના હાલિક તરીકેનો ભવ જોવે કરી છે ત્યારે ઉલ્લસિત થાય છે અને દેવાંગનાઓને કહે છે કે, હે દેવાંગનાઓ ! સાંભળો. હું | પૂર્વભવમાં હળી નામે ખેડૂત હતો અને મુનિભગવંતના ઉપદેશથી દરિદ્ર અવસ્થામાં પણ રે ને પરમાત્માની આગળ શક્તિ અનુસાર નૈવેદ્ય ધરાવતો હતો, તે નૈવેદ્યપૂજાના પુણ્ય પ્રભાવે ની હું સુરલોકે સુર પદવી પામ્યો છું. (૫) એ પ્રમાણેનો અધિકાર સાંભળી તે દેવ અને દેવાંગનાઓ મનના હર્ષોલ્લાસપૂર્વક હંમેશા દૈવી શક્તિથી પ્રભુપૂજા કરે છે. એ પ્રમાણે તે દેવ દેવલોકને વિષે પણ મનોવાંછિત સુખને ભોગવે છે. (૬) (અજિત જિણંદશું પ્રીતડી - એ દેશી) કેવલી કહે હરિચંદ્રને, સુણ પૃથ્વીપતિ તું સસનેહ; હળી પુરુષ નિવેદથી, ત્રિદશ પદવી પામ્યો તેહ. પામ્યો જિનપૂજા થકી. હવે તે હળી દેવતા પાછલી રાતે પૂર પ્રેમ; પુત્ર પ્રત્યે પ્રતિબોધવા આવી દિન પ્રતિ ભાખે એમ. પામ્યો. ૨ સુણ રાજન ! નૈવેધથી, હું પામ્યો સુર સંપદ સાર; તું પણ તે માટે નિત્યે, કરજે જિનભક્તિ ઉદાર. પામ્યો. ૩ વિસ્મય પામી મનમાંહિ, કુસુમ નરેસર ચિંતે તેહ એ કુણ કહે છે મુજ પ્રતિ, અનુદિન આવી વાત સનેહ. પામ્યો. ૪ અવનીપતિ હવે એકદા, તે સુરને પૂછે ગુણગેહ; કુણ તુમે કિહાં રહો, ઈમ નિસુણી દાખે તેહ. પામ્યો. ૫ હળધર નામે જે હતો, એ નગરીએ તાહરો તાત; તે હું સુરલોકે થયો, નૈવેધ પૂજાયે દેવ વિખ્યાત. પામ્યો. ૬ નેહનો બાંધ્યો હું નિત્યે, દેઉં છું તુજને ઉપદેશ; તે માટે જિન ધર્મમાં, ઉધમ તું કરજે સુવિશેષ. પામ્યો છે સગપણ સાચું ધર્મનું, જેહથી જીવ લહે ભવ પાર; સ્વજન સાચા તે સહી, જેહ પ્રતિબોધ દિયે સાર. પામ્યો. ૮ Page #328 -------------------------------------------------------------------------- ________________ STD | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) TWITTER ઈમ સુણીને નરપતિ ભણે, ઉત્તમ કીધો ઉપગાર; તુમ સાન્નિધ્યે તાતજી, સફલ થયો મારો અવતાર. પામ્યો. ૯ શ્રી જિન ધર્મમાં આજથી, ઉધમ કરવો નિરધાર; ઈમ પ્રતિબોધી પુત્રને, દેવ ગયો દેવલોક મોઝાર. પામ્યો. ૧૦ સુરનરના સુખ ભોગવી, જિનપૂજા બળે હળી તેહ; સિદ્ધિ ગયો ભવ સાતમે, સાંભળ રાજન! ધરી નેહ. પામ્યો. ૧૧ ઈમ જાણી વિધિશ સદા, ભવિ ભાવ ધરી મનમાંહિ; શ્રી જિન આગે ઢોળજો, મનશુદ્ધ નિવેધ ઉચ્છહિ. પામ્યો. ૧૨ પૂજા શ્રી જિનરાજની, ભક્ત કરજો ભાગ્ય વિશાળ; ઉદયરતન કહે સાંભળો, પંચાવનમી ઢાળ રસાળ. પામ્યો. ૧૩ | ભાવાર્થ : અષ્ટપ્રકારી પૂજાના રાસના રચયિતા કવિ ઉદયરત્નવિજયજી મહારાજ નું ફરમાવી રહ્યા છે કે શ્રી વિજયચંદ્ર કેવલી પોતાના સંસારી પુત્ર એવા હરિચંદ્ર અવનીપતિને અષ્ટપ્રકારી પૂજાના રહસ્યો સમજાવતા કહી રહ્યા છે કે, હરિચંદ્ર રાજન્ ! સાંભળો. પરમાત્માની પૂજા એ મુક્તિનો પંથ છે. જે પુરષ વિતરાગદેવની મન-વચન-કાયાના . દિની ત્રિવિધયોગે ત્રિકરણશુદ્ધ ત્રણકાલ પૂજા કરે છે તે વિના વિલંબે અવિચલ એવા શાશ્વત સુખના ભોક્તા બને છે. જેમ નૈવેદ્યપૂજા દ્વારા હળધર રાજા દેવની ઋદ્ધિ પામવા સહદેવની પદવીને પ્રાપ્ત કરે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરશે માટે હે રાજન્ ! તમે પણ અષ્ટપ્રકારી પૂજા કરવામાં ઉદ્યમવંત બનો. (૧) હવે હળધર રાજામાંથી થયેલ દેવ પૂર્વભવના પુત્ર પ્રત્યેના સ્નેહને કારણે પુત્રને ધર્મોપદેશ સી આપવા હંમેશા પાછલી રાતે આવીને આ પ્રમાણે ઉપદેશ આપવા લાગ્યો કે – (૨) હે રાજન્ ! સાંભળો. પરમાત્માની આગળ નૈવેદ્યપૂજા કરવાથી તે પૂજાના પુણ્ય પ્રભાવે | મેં સુરલોકની દિવ્ય ઋદ્ધિ-સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે તો હવે હંમેશા હે રાજન્ ! તું પણ પરમાત્માની | ઉદાર દિલે પૂજા ભક્તિ કરજે. (૩) એ પ્રમાણેની વાણી સાંભળીને આશ્ચર્યમુગ્ધ થયેલ કુસુમરાજા મનમાં વિચાર કરવા લાગ્યો કે હંમેશા મારી પાસે આવીને સ્નેહપૂર્વકની વાત મને કોણ કહે છે ? (૪) એ પ્રમાણે વિસ્મય પામેલ પૃથ્વીપતિ એક વખત ગુણના ઘર સમાન એવા તે દેવને પૂછવા લાગ્યો કે, તમે કોણ છો ? ક્યાં વસો છો? તે કૃપા કરીને ફરમાવો. એ પ્રમાણેની | પુત્ર રાજાની વાત સાંભળીને કુસુમરાજાને નીચે પ્રમાણે કહેવા લાગ્યો કે – (૫) Page #329 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ હે કુસુમરાજા ! સાંભળ. ક્ષેમપુરીનગ૨ીને વિષે હળધર નામે જે રાજા હતો તે તારો પિતા હતો. તે હું પોતે પરમાત્માની નૈવેદ્યપૂજા કરવાના પ્રબળ પુણ્યયોગે દેવલોકને વિષે પ્રખ્યાત એવો દેવ થયો છું. (૬) પૂર્વભવના પુત્રના સ્નેહબંધના કારણે એટલે કે તારા પ્રત્યેના પૂર્વભવના પ્રેમના કા૨ણે આળસ પ્રમાદમાં રખે તારી દુર્ગતિ ન થઈ જાય, તેથી દુર્ગતિનું નિવારણ કરવા તને હંમેશાં હું પ્રતિબોધ કરવા આવું છું. હવે આજથી પ્રતિદિન પ૨માત્મકથિત જૈનધર્મને વિષે આદર કરજે, ઉદ્યમ કરજે. (૭) કારણ કે જ્ઞાની પુરુષો ફ૨માવી રહ્યા છે કે, જો સાચું સગપણ કોઈનું હોય તો શ્રી જિનધર્મ એ જ સાચુ સગપણ છે. એજ સાચુ શરણ છે. કહેવાતા આપણા માતા-પિતા, ભાઈ બહેન પત્નિ પેઢી પરિવાર આ બધું જ સ્વાર્થનું સગપણ છે. જો તેઓની પાસેથી કંઈ કામ આપણું સરે તેમ છે તો તે તમારા દૂરનાં સગાં પણ નજીકનાં સગા બની જાય છે અને જો તેમની પાસેથી કશું કામ આપણું થતું નથી તો કહેવાતા સગા બાપ દીકરા પણ કોર્ટે ચઢે છે. એકબીજાનું ખૂન પણ અવસરે કરતા હોય છે. આવા કહેવાતા સ્વાર્થમય સંસારમાં સાચુ સગપણ શ્રીજિનધર્મનું છે કે જે ધર્મની સાધના દ્વારા આત્મા ભવસમુદ્રને પાર પામી શકે છે. વળી સાચા સગાં સ્વજન તે કહેવાય કે જે આપણો કલ્યાણમિત્ર બનીને દુર્ગતિમાં ડૂબતા એવા આપણને અટકાવી ઉગારી લેવા હંમેશા સદ્બોધ આપે અને દુર્ગતિથી બચાવી લે. (૮) વિવેચન : સંસાર કેવો સ્વાર્થમય છે. તેની પ્રતિતી આ વિશ્વમાં આપણને ડગલે - પગલે થતી હોય છે. બાળક જ્યારે નાનો હોય છે ત્યારે તેને ‘મા’ ની ગરજ હોય છે. પણ જ્યાં યુવાનીનાં જો૨માં આવે છે. ૨મણી સુખે રાચતો થાય છે ત્યારે ‘મા’ને હવે તને કેમ છે એટલું પણ પૂછવાની ફુરસદ નથી. ‘મા’ એ નાનપણથી મને કેવી રીતે ઉછેરીને મોટો કર્યો છે તે ઉ૫કા૨ પણ યાદ આવતો નથી. તેનું ઋણ ચૂકવવાની ઈચ્છા તો જવા દો. ઉપરથી તે દીકરા-દીકરી કહેવાતા પોતાના સગા ‘મા-બાપ'ને ઘરડાઘરમાં ગોઠવવાની ઈચ્છા કરતા હોય છે. તેમજ કોઈક વખત કહેવાતા સગા ‘મા-બાપ' પોતાનાં નબળાં બાળકોને સાચવી શકતા નથી ને આશ્રમમાં મૂકી દેતાં હોય છે. જો પોતાનો દીકરો કમાઈ કરીને ‘મા-બાપ’ને આપે તો તે દીકરાને સાચવતા હોય છે. નહિ તો સગો દીકરો પણ ભારરૂપે લાગતાં તેને રખડતો મૂકી દેતાં હોય છે. ખરેખર સંસારમાં પુત્ર-પત્નિ-પૈસો - પરિવાર – પેઢી આ બધું જ સ્વાર્થનું સગપણ છે. જ્યારે પરમાત્મકથિત ધર્મ તે સાચુ સગપણ છે, તે કોઈની સાથે સ્વાર્થતા દાખવતો નથી તેને જે પણ આરાધે છે તેને ધર્મ આ ભવ પણ સુધારી આપે છે અને આવતો ભવ પણ સુધારી આપે છે. માટે હે શ્રોતાજનો ! આ સ્વાર્થમય સંસારથી જો ૩૦૦ Page #330 -------------------------------------------------------------------------- ________________ ETS STS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ - 3 સી છૂટકારો મેળવવો છે તો ધર્મના શરણે ચાલ્યા જાવ. પ્રસ્તુત ઢાળમાં શ્રી વિજયચંદ્ર કેવલી | હરિચંદ્ર રાજાને ફરમાવી રહ્યા છે શ્રી જિનધર્મ એજ સાચુ શરણ છે. તેજ રીતે હળધર રાજાનો જીવ જે દેવલોકની દિવ્ય ઋદ્ધિને પામ્યો છે તે કુસુમરાજાને પ્રતિબોધ આપી રહ્યા છે કે, સાચુ શરણ શ્રી જિનધર્મ અને સ્વજન સાચા છે કે જે દુર્ગતિ પડતાં જીવને અટકાવવા ત્રિી પ્રતિદિન પ્રતિબોધ આપે છે. E એ પ્રમાણેની દેવની વાણી સાંભળીને કુસુમરાજા કહી રહ્યા છે કે, તમે મારા પર | મહાન ઉપકાર કર્યો છે. પૂર્વભવમાં પિતાના સ્નેહ સંબંધમાં આપના સાનિધ્યમાં રહી ઉત્તમ આરાધના કરી અને તેથી કરીને આપ દેવાત્મા પણ મને હંમેશ ઉપદેશ આપવા પધારો છો તેથી હવે મારો આ જન્મ સફળતાને પ્રાપ્ત કરી શક્યો છે. (૯) એ પ્રમાણેની પોતાના પુત્રરાજા કહેવાતા કુસુમરાજાની વાત સાંભળીને દેવે પોતાની | દિવ્યવાણીમાં પ્રતિબોધ આપતા કહ્યું કે, હે રાજન્ ! આજથી વિતરાગધર્મને વિષે હંમેશા ઉદ્યમવંત બનજો. એ પ્રમાણે કહીને પુત્રને પ્રતિબોધ આપીને તે દેવ સુરલોકે ગયો. (૧૦) - ત્યારબાદ હાલિક એવો હળધર રાજા દેવ અને મનુષ્યના દિવ્ય ભોગોને ભોગવી શ્રી $ કને પરમાત્માની પૂજાના પુણ્યપ્રભાવે હે હરિચંદ્ર રાજનું તે સાતમે ભવે શાશ્વત એવા સુખને આ પામ્યો. (૧૧) એવું જાણીને હે ભવ્યજનો ! તમે મનના ઉત્સાહ સાથે ભક્તિભાવપૂર્વક જિનેશ્વર બી પરમાત્માની નૈવેદ્યપૂજા કરવા ઉદ્યમવંત બનો. (૧૨) ઉપસર્ગોને ક્ષય કરનારી વિઘરૂપી વેલડીયોને છેદનારી, મનને હંમેશા પ્રસન્નતામય ! | રાખનારી એવી પરમાત્માની પૂજા મોટા ભાગ્ય યોગે પ્રાપ્ત થઈ છે તો આળસ – પ્રમાદને દર ની ખંખેરી પૂજકને પણ પૂજ્ય બનાવનારી એવી ત્રિલોકના નાથની ત્રિવિધ યોગે વિધિવત્ : ને પૂજા કરો એ પ્રમાણે કવિ ઉદયરત્નજી મહારાજ રસદાયક એવી પંચાવનમી ઢાળમાં ફરમાવી રહ્યા છે. (૧૩) ઈતિ શ્રી પંચાવનમી ઢાળ સમાપ્ત Page #331 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ છપ્પનમી || દોહા || કેવલી કહે સુણ રાય, હરિચંદ્ર હરખે કરી; જે પૂજે જિન પાય, શિવસુખ પામે તે સહી. ૧ પૂજે પૂરે હાથ, જે જિનને જોપે કરી; મુગતિવધૂ મન સાથ, ધ્યાન સદા તેહનું ઘરે. ૨ ઉલટ આણી ઉર, જિન પૂજે જુગતે સદા; પામે તે સુખ પૂર, દુરગતિને દૂરે કરે. ૩ સુંદર ફળ શ્રીકાર, ઉત્તમ વૃક્ષના ઉપના; નેહેશું નરનાર, જિનવર આગે જે ઘરે. ૪ સફળ ફળે સુખવેલી, ફળપૂજાના ફળ થકી; ગુણગાયે તસ ગેલી, અમરવધૂ ઉલટ ધરી. ૫ શુકયુગલ શિવવાસ, વળી વનિતા જિમ દુર્ગંતા; વારુ લીલ વિલાસ, પામ્યા ફળપૂજા થકી. ૬ ઉલટ આણ તું અંગ, વિજયચંદ્ર કેવળી કહે; સાંભળી મનને રંગ, કથા તેહની તુજને કહ્યું. ૭ ભાવાર્થ : ગ્રંથકર્તા કવિ ઉદયરત્નવિજયજી મહારાજ પોતાની કવિત્વ શક્તિથી પરમાત્માની પૂજાના ફળનું વર્ણન કરતાં અષ્ટપ્રકારી પૂજાનું શું ફળ પ્રાપ્ત થાય ? તે અંગે ફરમાવી રહ્યા છે કે, પરમાત્માની પૂજા અવિચલ એવા શાશ્વતસુખને વિના વિલંબે પ્રાપ્ત કરાવે છે. તાત્કાલિક ફળ સ્વરૂપે હંમેશાં પૂજકનું મન પ્રસન્નતાનો અનુભવ કરે છે. જો પરમાત્માનું માત્ર દર્શન પણ ક્રોડો ભવના એકત્રિત કરેલા પાપોનો નાશ કરે છે, તો પૂજાનું તો પૂછવું જ શું ? કહેવાય છે દર્શનાત્ દુરિતધ્વંસી, વંદનાત્ વાંછિત પ્રદ પૂજનાત્ પૂરક શ્રીણાં, જિનસાક્ષાત્ સુરન્નુમ દર્શનથી દુરિત નાશ પામે છે. વંદનથી વાંછિત સુખ આપનાર છે. પૂજાથી જીવ ઋદ્ધિસમૃદ્ધિથી પરિપૂર્ણ થાય છે. ૩૦૨ Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ખરેખર પરમાત્મા સાક્ષાત્ કલ્પવૃક્ષ છે. આ અષ્ટપ્રકારી પૂજાનું રહસ્ય શ્રી વિજયચંદ્ર કેવલી ભગવંત શ્રી હરિચંદ્ર રાજાની આગળ વર્ણવી રહ્યા છે કે, હે રાજન્ ! હર્ષપૂર્વક સાંભળ કે જે જીવાત્મા પરમાત્માના ચરણ-કમલની પૂજ્ય ભાવે પૂજા કરે છે તે જીવ વહેલી તકે મોક્ષ સુખને નિશ્ચે પ્રાપ્ત કરે છે. (૧) વળી જે જીવ સંપૂર્ણપણે હામ-દામથી યુક્ત ૫૨માત્માની અત્યંત ભક્તિથી પૂજા કરે છે અને હંમેશા જે અરિહંત પરમાત્માનું ધ્યાન ધરે છે, સ્મરણ કરે છે તે શિવ૨મણીને પોતાને હસ્તગત કરે છે. યાને શિવપટ્ટરાણીને વરે છે. (૨) વળી જે જિનેશ્વરની હંમેશા ભક્તિથી અને હૃદયના ઉમંગથી પૂજા કરે છે તે જીવાત્મા પૂજાના પ્રકૃષ્ટ પુન્યથી દુર્ગતિને એટલે કે નરકાદિ અશુભ ગતિઓનો નાશ કરે છે અને સંપૂર્ણ સુખ સંપદા પ્રાપ્ત કરે છે. (૩) ઉત્તમ વૃક્ષથી ઉત્પન્ન થયેલા ઉત્તમ સુંદર ફળોને સ્નેહપૂર્વક જે નરનારી ભાવપૂર્વક જિનેશ્વરની આગળ ધરાવે છે. તે નરનારી ફળપૂજાના ફળ સ્વરૂપે સુખની વેલડીયોને સફળ કરે છે અર્થાત્ તેને ઘરે સુખવલ્લી પ્રગટ થાય છે અને તે ફળપૂજા કરનાર પૂજકના દેવીઓ હર્ષપૂર્વક ગુણ ગાય છે. (૪, ૫) શ્રી વિજયચંદ્ર કેવલી હરિચંદ્ર રાજાની આગળ ફળપૂજાનું વર્ણન કરતાં ફ૨માવી રહ્યા છે કે, હે રાજન્ ! જેમ ફળપૂજા કરવા દ્વારા શુકયુગલ મોક્ષસુખ પામ્યા અને દુર્ગતા ના૨ી પણ શાશ્વત સુખને પામી તેમ તમે પણ પરમાત્માની ફળપૂજા કરવા દ્વારા અવિચલ સુખને પામો તેથી મનના હર્ષ સાથે હું તેમની કથા કહું છું તે તમે પણ રોમાંચિત થઈને સાંભળો. (૬, ૭) (આવ્યા ગજપુરનગર નથી તિહાં વસે વ્યવહારી લો; અહો - એ દેશી) જંબૂદ્વીપના ભરતમાં દક્ષિણ દેશ વારુ રે લો. અહો દક્ષિણ દેશ વારુ રે લો. રાજેસર સુણ સોભાગી રે લો. સુરપુર સમ કંચનપુરી, દીપે દીદારુ રે લો. અહો. દીપે. જયસુંદર નામે તિહાં, રાજેસર ગુણ રાજે રે લો. અહો. રાજે. તેજ પ્રતાપે દીપતો, દિણયર પરે છાજે રે લો. અહો. દિણ. તે નગરી ઉધાનમાં, સુંદર અતિ સોહે રે લો. અહો. સુંદર. મંદિર શ્રી અરનાથનું, દીઠે મન મોહે રે લો. અહો. દીઠે. ૩૦૩ ૧ ૨ 3 Page #333 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ૪ C તે જિનભવન આગે તિહાં, શુકયુગલ સહકારે રે લો. અહો. શુ. માળો કરી મનમોદશું, રહે છે તિણે ઠારે રે લો. અહો. ર. એકદિન મહાપૂજા રચી, જિનભવને નરિંદે રે લો. અહો. જિ. પુરીજન પ્રેમેશું કરી, ફળપૂજા આણંદે રે લો. અહો. ફળ. દુર્ગાતા નામે દુર્બળ તિહાં, નિવસે એક નારી રે લો. અહો. નિ. અર્થહીન ને એકલી, દુઃખની જે ક્યારી રે લો. અહો. દુઃખ. ફળ ઢોવા સમરથ નહીં, શ્રી જિનવર આગે રે લો. અહો. શ્રી. લોકને દેખી પૂજતાં, ચિંતે મન રાગે રે લો. અહો. ચિંતે. ધન્ય ધન્ય જે જિનને નિત્યે, પૂજે ફળ લેઈ રે લો. અહો. પૂ. ઈમ તે ભાવે ભાવના, દોષ કર્મને દેઈ રે લો. અહો. દો. જિનમંદિર આગે રહી, ચિંતે ઈમ જેહવે રે લો. અહો. ચિં. અંબ ડાલે શુકયુગલ તે, તેણે દીઠું તેહવે રે લો. અહો. તે. સુંદર ફળ સહકારના, આરોગે ઉલ્લાસે રે લો. અહો. આ. દેખી ફળ એ જ દુર્ગાતા, માગે શુક પાસે રે લો. અહો. મા. ૧૦ શુક કહે ફળ સહકારનો, કુણ કામે તું માગે રે લો. અહો. કુ. સા કહે ફળ એ લેઈને, ઢોઈશ જિન આગે રે લો. અહો. ઢો. ૧૧ શુક કહે ફળપૂજા થકી, પુણ્ય ફળ શું હોવે રે લો. અહો. પુ. તે કહે સુંદર ફળ લહી, જિન આગે ઢોવે રે લો. અહો. જિ. ૧૨ તે સુરવરની સંપદા, પામે સુરસાલા રે લો. અહો. પા. સફળ ફળે જનમાંતરે, મનોરથની માળા રે લો. અહો. મ. ૧૩ શ્રી ગુરુમુખે સાંભળ્યું, ભગવંતે ભાખ્યું રે લો. અહો. ભ. ઉત્તમ ફળ એહનું સહી, આગમમાં આપ્યું રે લો. અહો. આ. ૧૪ તે માટે એક ફળ મને, આપો ફળ જાણી રે લો. અહો. આ. ઈમ સુણીને નિજ સ્વામીને, સુડી કહે વાણી રે લો. અહો. સુ. ૧૫ આપો ફળ એહને, જાણી લાભ અનંતો રે લો. અહો. જા. આપણ પણ ફળ ઢોઈએ, જિન આગે ખંતે રે લો. અહો. જિ. ૧૬ . ૩૦૪ ૫ 6 . Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ વયણ સુણી સુડી તણાં, એક ફળ ઉલ્લાસે રે લો. અહો. એ. તેહને તવ આપ્યું શુકે, શુભ ફળની આશે રે લો. અહો. સુ. ૧૭ ફળ લેઈ તે દુર્ગંતા, મનને આણંદે રે લો. અહો. મ. જિનમુખ આગે ઢોઈને, પ્રેમે પાય વંદે રે લો. અહો. પ્રે. ૧૮ લો. અહો. શુ. ચંચુપટમાંહી ગ્રહી, શુકયુગલ સુભાવે સુંદર ફળ સહકારના, જિન આગે ઠાવે રે લો. અહો. જિ. ૧૯ તે શુકયુગલ નમી કહે, જિનને મન પ્રીતે રે લો. અહો. જિ. તુજ ગુણ મહાતમને અમે, ન લલ્લું શુભ રીતે રે લો. અહો. ન. ૨૦ તુજ ફલ દાને નીપજે, જે ફળ શિવગામી રે લો. અહો. જે. તે ફળ હોજો અમ્હને, ઈમ કહે શિર નામી રે લો. અહો. ઈ. ૨૧ છપનમી સહી એ કહી, ઢાળ કાફી રાગે રે લો. અહો. ઢા. ઉદયરતન કહે સાંભળો, શ્રોતાજન આગે રે લો. અહો. થ્રો. ૨૨ ભાવાર્થ : હે શ્રોતાજનો ! નૈવેદ્યપૂજા દ્વારા અવિચલ સુખને પ્રાપ્ત કરેલ હાલિક નરનું દ્રષ્ટાંત સાંભળ્યું. હવે ઉત્તમ પ્રકારનાં ફળ પરમાત્માની આગળ ધરાવવા દ્વારા શાશ્વત સુખને પામેલ શુકયુગલ અને દુર્ગતા નારીનું દ્રષ્ટાંત સાંભળો અને તેવા મુક્તિધામને પ્રાપ્ત ક૨વા તમે પણ ૫૨માત્માની પૂજાભક્તિમાં આળસ ક૨શો નહિ. એક લાખ યોજનના વિસ્તારવાળા જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સુંદર શોભતો મનોહર એવો દક્ષિણ દેશ છે. તે દક્ષિણ દેશમાં ઇંદ્રપુરી સમ કંચનપુરી નામની નગરી શોભી રહી છે. (૧) તે નગ૨ીને વિષે ગુણથી શોભતો, તેજથી તપતો, પ્રતાપવંત, સૂર્યની પરે તેજસ્વી એવો ‘જયસુંદર’ નામનો રાજા રાજ્ય કરે છે. હે સૌભાગ્યવંત હરિચંદ્ર રાજા ! તું તે નગરી આદિનું વર્ણન એકાગ્રચિત્તે સાંભળ. (૨) ઈંદ્રપુરી સમ તે કંચનપુરી નગરીને વિષે તે નગરીના બગીચામાં સુંદર ગગનમંડલ સાથે જાણે વાતો કરતું હોય તેવું દેવવિમાન સદંશ જિનપ્રાસાદ છે અને તે જિનમંદિરમાં સાતમા ચક્રવર્તી અને અઢારમાં તીર્થપતિ શ્રી અરનાથ ભગવાન બિરાજમાન છે. જે પરમાત્માનું મુખારવિંદ જોતાં સહુ કોઈના મન મોહિત થઈ રહ્યાં છે. (૩) ૩૦૫ અ-૨૦ Page #335 -------------------------------------------------------------------------- ________________ S D શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ તે જિનાલયની સામે એક આમ્રવૃક્ષ છે. તે આમ્ર વૃક્ષની ડાળ પર એક શુકયુગલે પોપટકરી પોપટી) માળો બાંધ્યો છે અને તે સ્થાને તે શુકયુગલ આનંદ કિલ્લોલ કરતું રહે છે. (૪) - હવે કોઈ એક દિવસ જયસુંદર રાજાએ તે જિનાલયને વિષે મહાપૂજા રચાવી છે અને તે E રાજા સહિત કંચનપુરીના રહીશો પ્રેમપૂર્વક પરમાત્માની આનંદથી ફળપૂજા કરી રહ્યા છે. (૫) : Aી તે નગરીને વિષે એક ધનની શક્તિથી રહિત દુર્બળ એવી દુર્ગતા નામની એક સ્ત્રી ને 3 એકલી વસે છે અને તે દુઃખની જાણે ક્યારી છે યાને કે દૌર્ભાગ્ય શિરોમણી છે. (૬) તેની દુર્ભગતા એવી છે કે ખાવા માટે પણ સાંસાં છે, તો પરમાત્માની આગળ ફળ કેવી રીતે ધરાવે? મતલબ કે ફળપૂજા કરવા જેટલી પણ તેની શક્તિ નથી. બીજા લોકોને 5. ફળપૂજા કરતાં જોઈને તે મનમાં ચિંતવવા લાગી કે – (૭) અહો જે પરમાત્માની ફળપૂજા નિત્ય કરે છે, તે નરનારીને ધન્ય છે. ધન્ય છે. એમ | ભાવના ભાવે છે અને પોતાનાં પૂર્વકૃત કર્મને દોષ દેતી એમ વિચારે છે કે મેં પૂર્વભવે કેવા કરી કર્મ કર્યા હશે કે જેથી હું ફળપૂજા પણ કરી શકતી નથી. (૮) વિવેચનઃ જે પૂજક પરમાત્માની ત્રિકરણ યોગે પૂજ્ય ભાવે પૂજા કરે છે તે તો ત્રણ ભુવનમાં પૂજ્ય બને છે પણ જે માત્ર પરમાત્માના દર્શન પણ કરે છે તે પણ ધન્યતાને પ્રાપ્ત કરે છે. તેના ક્રોડો ભવનાં કર્મો પણ નાશ પામે છે. જ્ઞાની પુરુષ પ્રભુ સ્તુતિમાં ફરમાવે છે કે - જે દૃષ્ટિ પ્રભુ દર્શન કરે, તે દૃષ્ટિને પણ ધન્ય છે. જે જીભ જિનવરને સ્તવે, તે જીભને પણ ધન્ય છે. પીએ મુદા વાણી સુધા, તે કર્ણયુગલને પણ ધન્ય છે. તુજ નામમંત્ર વિષદ ધરે, તે હૃદયને પણ ધન્ય છે. જે ભવ્યાત્મન ! પરમાત્માના પોતાના નયનો દ્વારા દર્શન કરે છે, તેની દૃષ્ટિ ધન્યતાને આ દિલી પામે છે. જે જીવ પોતાની જિલ્લા દ્વારા પ્રભુના ગુણોની સ્તવના કરે છે તેની જિલ્લા પવિત્ર ને તે બને છે. જે પરમાત્માની અમૃતમય વાણીનું પોતાના કર્ણકચોલું પાન કરે છે. તેનાં શ્રવણ (કાન) કચરાપટ્ટીનો ડબ્બો ન બનતા ફૂલદાની સ્વરૂપ બને છે. એટલું જ નહિ વિતરાગ પરમાત્માનું માત્ર હૃદયથી જે સ્મરણ કરે છે તે હૃદય પણ જો ધન્યતાને પામતું હોય તો પ્રભુ * પૂજા કરનાર પૂજક ત્રણેલોકમાં પૂજ્ય બને તેમાં આશ્ચર્ય શું ? જેમ લોહપાષાણ ચમકને ન ખેંચે છે, તેમ પરમાત્માની ભક્તિ મુક્તિને ખેંચે છે. જે વ્યક્તિ પરમાત્માની ભક્તિમાં – | પૂજામાં માનતો નથી તે વ્યક્તિ કર્મથી ભારે થાય છે અને બીજા ભવમાં દુર્ભગ અવસ્થા Tી પામે છે. જેમ દુર્ગતા નારી દુર્ભગતાને પામી. હવે પોતાના કર્મને દોષ આપે છે અને ફળપૂજા કરનારની અનુમોદના કરતા ધન્યવાદ આપે છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ SS S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) . . આ પ્રમાણે ભાવના ભાવતી અને પોતાના કર્મને દોષ દેતી જેટલામાં જિનમંદિર આગળ ઉભી રહી છે તેટલામાં જિનમંદિરની આગળ સામે રહેલા એક આમ્રવૃક્ષની ડાળ પર પર તેની દૃષ્ટિ પડી અને તે ડાળ પર રહેલા શુક-યુગલને તે દુર્ગતાએ જોયું. (૯) તે સમયે તે શુક-યુગલ (પોપટ) આમ્રફળ ઉલ્લાસપૂર્વક આરોગી રહ્યું હતું તે દુર્ગતાએ | જોયું અને તે શુક-યુગલ પાસે એક આમ્રફળની માંગણી કરવા લાગી. (૧૦) | દુર્ગાની આમ્રફળની માંગણીની વાત સાંભળીને પોપટ દુર્ગતાને પૂછવા લાગ્યો કે, હે મન | બેન ! તું આ આમ્રફળ શા માટે માંગે છે? ત્યારે તે વાત સાંભળીને દુર્ગતા કહેવા લાગી * કે, તે પોપટ ! હું આ ઉત્તમ ફળ પ્રાપ્ત કરીને હવે પરમાત્માની ફળપૂજા કરીશ. એટલે તે ની ફળ પરમાત્માને ધરાવીશ. (૧૧) | દુર્ગતાની વાત સાંભળીને પોપટ તેણીને પૂછવા લાગ્યો કે, હે બેન ! પ્રભુને ફળ . ધરાવવા દ્વારા શું પુણ્ય બંધાય ? તે સાંભળીને દુર્ગતા કહેવા લાગી કે, જિનેશ્વર આગળ ઉકે ન ઉત્તમ ફળ ચઢાવવાથી સદ્ગતિની પ્રાપ્તિ થાય છે. (૧૨) વળી પણ કહેવા લાગી કે પરમાત્માની ફળપૂજા કરનાર જીવ પરભવે ઈદ્રની ઋદ્ધિઅને સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે યા દેવ તરીકેનાં દિવ્યસુખ પામે છે. વળી જન્માંતરમાં પણ સદ્ગતિને પામે છે અને તે જીવના મનોરથ પરિપૂર્ણ થાય છે અને અંતે અક્ષય સુખને પામે છે. (૧૩) વિવેચન : કવિ ઉદયરત્નજી મહારાજ પોતાની કવિત્વ શક્તિ દ્વારા પ્રભુભક્તિનું મહત્વ બતાવતાં સક્ઝાયમાં ફરમાવે છે કે , જેને જિનવરનો નહિ જાપ રે, તેનું પાસુ ન મેલે પાપ રે, જેને જિનવરનું નહિ રંગ રે, તેનો કદીય ન કીજે સંગ રે. ૧ જેને વીતરાગનો નહિ રાગ રે, તે ન લહે મુક્તિનો તાગ રે, જેને ભગવંત શું નહિ ભાવ રે, તેની કોણ સાંભળશે રાવ રે. ૨ જેને પ્રતિમા શું નહિ પ્રેમ રે, તેનું મુખડું જોઈએ કેમ રે, જેને પ્રતિમા શું નહિ પ્રીત રે, તે પામે નહિ સમકિત રે. ૩ જેને પ્રતિમા શું છે વૈર રે, તેની કહો શી થાશે પૈર રે, જેને પ્રતિમા શું નહિ પૂજ્ય રે, આગમ બોલે તે અપૂજ્ય રે. ૪ પૂજા છે મુક્તિનો પંથ રે, નિત્ય નિત્ય ભાખે ઈમ ભગવંત રે, જે નર પૂજે પ્રભુના બિંબ રે, તે લહે પદ અવિચલ અવિલંબ રે. ૫ Page #337 -------------------------------------------------------------------------- ________________ S..... શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) T D 10 વાચકો ! તમે સમજી શક્યા હશો કે જિનેશ્વરનો જાપ જે નથી કરતા તેનું પાસુ પાપ , છોડતું નથી. જે પ્રભુ સાથે સંગ ન કરે તેનો આપણે પણ સંગ કરવો જોઈએ નહિ. વીતરાગ | પ્રત્યેનો રાગ ન કરીએ તો ભવભ્રમણ વધે છે. મુક્તિ આપણાથી દૂર થાય છે. ભગવંત પ્રત્યે ભક્તિ ભાવ ન રાખીએ તો જીવનમાં આપણી રાવ યાને આપણી બૂમ કોઈ સાંભળતું નથી વિગેરે. અર્થ સરલ છે તેના પરથી સમજી શક્યા હશો. પરમાત્માની પૂજા તો દૂર રહો પણ નામ સ્મરણ માત્રમાં કેટલી તાકાત છે. માત્ર પ્રભુના નામનું સ્મરણ આપણાં જન્મ-મરણને ટાળે છે અને ભદ્રબાહુસ્વામીએ તો ઉવસગ્ગહર સૂત્રમાં ત્યાં સુધી લખ્યું કે, પરમાત્માના નામસ્મરણ યાને મંત્રજાપ તો દૂર રહો પરંતુ એક વખત કરેલો નમસ્કાર પણ ઘણાં ફળને આપનારો થાય છે. મનુષ્ય યા તિર્યંચો પણ દુઃખ દૌર્ભાગ્યને પામતા નથી તો પૂજનની તાકાત કેટલી ? પરમાત્માનું નિર્મલ દર્શન પણ જો નિર્મલ એવું સમ્યગદર્શન પ્રાપ્ત કરાવે છે તો પૂજાથી શું પ્રાપ્ત ન થાય ? જ્યાં સમ્યગદર્શને આવે છે ત્યાં મુક્તિ રીઝર્વ થઈ જ સમજો ! માટે હે શ્રોતાજનો ! પરમાત્માની ભક્તિથી, દર્શનથી અને પૂજાથી અનંત પુણ્ય એકત્ર થાય છે. કર્મjજ બળી જાય છે અને શાશ્વત સુખ મળી જાય છે. અહિં દુર્ગતા નારી પણ ફળપૂજાનું મહત્વ ગુરુમુખે સમજેલી છે. માટે પોપટને પણ ફળપૂજાનું મહત્વ સમજાવે છે કે, તે જીવ ભવભ્રમણ અલ્પ કરે છે અને જ્યાં સુધી મુક્તિ સુખને પામે નહિ ત્યાં સુધી સદ્ગતિને પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે છે શુક! મેં ગુરુમુખે સાંભળ્યું છે અને ભગવંતે પોતાની અમૃતમય દેશનામાં ની ફરમાવ્યું છે તે ગણધરોએ આગમમાં લખ્યું છે કે ઉત્તમ પ્રકારના ફળો દ્વારા પરમાત્માની દિ જો પૂજા કરવામાં આવે તો તે નિશ્ચ સદ્ગતિ સહ મોક્ષગતિને પ્રાપ્ત કરે છે. (૧૪) તે માટે તે પોપટ ! ફળપૂજાનું ઉત્તમ ફળ મળે છે એમ સમજી ધનહિ એવી મને એક ની આમ્રફળ આપો. તેથી હું પરમાત્માની આગળ ધરાવું અને મારા જન્મને સફળ કરું. એ પ્રમાણેની દુર્ગતાની વાત સાંભળી સૂડી (પોપટી) પોતાની ભાષામાં પોતાના સ્વામી એવા દર શુક (પોપટ)ને કહેવા લાગી કે – (૧૫) હે સ્વામીનું ! અનંતા લાભનું કારણ બને એવું એક ફળ આ સ્ત્રીને આપો, જેથી | | આપણને પણ અનંતો લાભ થાય અને આપણે પણ મનના ઉલ્લાસપૂર્વક પરમાત્મા આગળ ફળ ધરાવવા જઈએ. (૧૬) છે એ પ્રમાણે સૂડીની વાત સાંભળી પોપટે ઉત્તમ ફળ મેળવવાની આશાથી ઉલ્લાસપૂર્વક એક આમ્રફળ તે દુર્ગતાને આપ્યું. (૧૭) Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ દુર્ગતા પણ આમ્રફળ ગ્રહણ કરી આનંદિત થઈ થકી જિનાલયે ગઈ અને રોમાંચીત થઈ થકી ૫૨માત્મા સન્મુખ આમ્રફળ ધરાવી સ્નેહપૂર્વક પરમાત્માના ચરણ-કમલમાં વંદન કરવા લાગી. (૧૮) ત્યારબાદ તે શુક-યુગલ પણ ચંચુપટમાં આમ્રફળ ગ્રહણ કરી દહેરાસરમાં ગયું અને પરમાત્મા સન્મુખ શુભભાવના ભાવતા તે સહકારના (આમ્ર) ઉત્તમ ફળો પ૨માત્મા સન્મુખ ધરાવે છે. (૧૯) આમ્રફળ પરમાત્મા સન્મુખ ધરાવ્યા બાદ પોપટ અને પોપટી મસ્તક નમાવી આનંદપૂર્વક પરમાત્માને પ્રીતિથી કહે છે કે, હે દેવાધિદેવ ! આપના અનંતા ગુણ છે તે મહાત્મ્ય અમે સમજી શક્યા નહીં. (૨૦) તે અમને હવે જાણવા મળ્યું તેથી આપને ઉત્તમફળ ચઢાવવા દ્વારા જે મોક્ષફળની પ્રાપ્તિ થાય છે, તે ફળ અમને આપજો એ પ્રમાણે મસ્તક નમાવીને પ્રભુ સન્મુખ શુક-યુગલ શુભ ભાવના ભાવે છે. (૨૧) એ પ્રમાણે કાફી રાગમાં કવિ ઉદયરત્નવિજયજી મહારાજ છપ્પનમી ઢાળમાં કહી રહ્યા છે, હે શ્રોતાજનો ! હવે ફળદાયક ફળપૂજાની રસપ્રદ વાતો આગળ સાવધાન થઈને સાંભળો ! (૨૨) ઈતિ ૫૬મી ઢાળ સમાપ્ત ૩૦૯ SZNZAZZ Page #339 -------------------------------------------------------------------------- ________________ IS SSS SSS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસો ) , ડી ઢાળ સત્તાવનમી || સોરઠી - દોહા | નિર્મલ દુર્ગતા નાર, સરલ ગુણે શીલે કરી; નિશ્ચયશુ નિરધાર, અંત કર્યો સ્ત્રીવેદનો. ૧ અનુક્રમે પાળી આય, મરણ સમાધે તે મરી; સૌધરમે સૂર થાય, ફળપૂજાના ફળ થકી. ૨ નગરી ગંધિલા નામ, સૂર નરેસર સાહસી; રાજ્ય કરે અભિરામ, રત્ના રાણી તેહની. ૩ તેહની કૂખે તામ, કાલ કરીને કીર તે; અંગજપણે અભિરામ, અનુક્રમે જઈને ઉપનો. ૪ ભાવાર્થ : હવે તે દુર્ગતા નારી કપટરહિત, સરલતા અને શીયલ ગુણથી યુક્ત મનના Rવ નિર્મલ ભાવથી ફળપૂજા કરવા દ્વારા ધર્મને આત્મસાત્ કરી મોક્ષપ્રાપ્તિના અર્થે નિશ્ચય[પૂર્વક સ્ત્રીવેદનો ક્ષય કરે છે. (૧) અને અનુક્રમે પોતાનું આયુષ્ય પૂર્ણ કરી, સમાધિપૂર્વક મરણ પામી. ફળપૂજાના ફળના જિી પ્રભાવે સૌધર્મ દેવલોકે દેવ થાય છે. (૨) હવે આગલા દુર્ગતા નારી તરીકેના ભવમાં દુર્ગતાએ જે શુકયુગલ પાસે આમ્રફળ માં | માંગ્યું હતું તે પોપટનો જીવ પણ કાળક્રમે આયુષ્ય ક્ષય કરીને ગંધિલાનગરીના અધિપતિ સાહસ શિરોમણી ગુણે યુક્ત સૂર રાજેશ્વર ગંધિલાનું રાજ્ય પાલી રહ્યા છે, તેમની રત્ના નામની પટ્ટરાણી છે. તેની કુક્ષને વિષે પુત્રપણે ઉત્પન્ન થયો. (૩, ૪) (રાગ કેદારો, પુખલવઈ વિજયે જયો રે - એ દેશી) ભૂપતિને એ ભામિની રે વલ્લભ જિમ નિજ જીવ જિમ સાલરી ગજરાજને રે, વહાલી લાગે અતીવ, રાજને રત્નાદેવીશુ રંગ, તેહને ન ગમે બીજે સંગ. રાજને. તે ગજગામિની ગર્ભના રે, કરે જતન અનેક; પંચ માસ વોલ્યા પછી રે, ઉપન્યો દોહલો એક. રાજાને ૨ Page #340 -------------------------------------------------------------------------- ________________ 3 w [ TO UNIT T. શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ) દિન દિન થાયે દુબળી રે, દોહલે ાણીની દેહ; સાલે સાલ તણી પરે રે, ખિણ ખિણ અંતરે તેહ. રાજાને ૩ વ્યગ્રપણે રાણી રહે રે, આઠે પહોર ઉદાસ; પંચ વિષયને પદારથ રે, ચિત્ત ન લાગે તાસ. રાજાને ૪ આસો માસે જેહવી ધરા રે, જેહવો પાંડુર પાન; સૂર્યમંડલે જેહવો શશી રે, તેહવો થયો તનુવાન. રાજાને. ૫ ક્ષીણ ઘણું ક્ષામોદરી રે, દેખી પૂછે ભૂપ; કુણ કારણ તું દુબળી રે, કહેને વસ્તુ સ્વરૂપ. રાજાને ૬ કે તુજને દુહવી કેણે રે, કે જેણે લોપી લાજ, કે તુજ વચણ લોપ્યું કેણે રે, પૂછે ઈમ મહારાજ. રાજાને છે તે સોનું શું કીજિયે રે, કાનને ચોડે જે હ; જેણે તુજને દુહવી રિયા રે, આણું તેહનો એહ. રાજાને ૮ રાણી કહે સુણો રાયજી રે, તુમ પ્રસાદે કોય; વચન ન લોપે માહરું રે, જી જી કરે સહુ કોય. રાજાને ૯ પણ એક મુજને ઉપજો રે, દોહલો સુણો રાજાન; અકાલે અંબ ફળ તણો રે, તેહનું દુઃખ અસમાન. રાજાને ૧૦ સાસોસાએ તે સાંભરે રે, આઠે પહોર અચૂક; સમરથ નહિ કોઈ પૂરવા રે, કહો કિમ મટે એ દુઃખ. રાજાને ૧૧ અવનીપતિ એમ સાંભળી રે, વનિતા મુખથી વાણી; ચિંતા સમુદ્રમાંહિ પડ્યો રે, ઉલટી દુઃખની ખાણી. રાજાને ૧૨ જગમાંહે જાણે સહુ રે, રત વિણ ફલ નવિ હોય; અકાલે ફલ કિમ પામિયે રે, ચિત્ત વિચારે સોય. રાજાને ૧૩ દુષ્કર દોહલો એ સહી રે, કિમ કરી પૂર્યો જાય; રાણી મરે અણપૂરતાં રે, ફરી ફરી ચિંતે રાય. રાજાને. ૧૪ મરણ સમાન રાણી થઈ રે, શોકાતુર થયો ભૂપ; ઉપાય ન મલે તેહનો રે, પડિયો ચિંતા ફૂપ. રાજાને ૧૫ Page #341 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ જોજો આગળ પુણ્યથી રે, કિમ દુ:ખ ભાગે તાસ; ઢાળ સત્તાવનમી થઈ રે, ઉદય વદે ઉલ્લાસ. રાજાને૦ ૧૬ ભાવાર્થ : જેમ ગજરાજ એટલે કે હાથીને સલ્લકી વૃક્ષ અત્યંત પ્રિય લાગે છે તેમ ન૨૫તિ સૂ૨૨ાજાને રત્નારાણી પોતાના પ્રાણથી પણ અત્યંત વ્હાલી લાગે છે. અવનીપતિને બીજા કોઈ પ્રત્યે અત્યંત સંગ નથી પણ રત્નાદેવી પ્રત્યે અત્યંત રંગ છે. અત્યંત રાગ છે. (૧) હવે તે ગજગતિ ચાલે ચાલતી એવી રત્નારાણી પોતાના ગર્ભનું અનેક પ્રકારે રક્ષણ કરે છે અને તે ગર્ભકાલને અનુક્રમે પાંચમાસ વિત્યા પછી રત્નારાણીને એક દોહલો ઉત્પન્ન થયો. (૨) ઉત્પન્ન થયેલા તે દોહલાના કારણે દિનપ્રતિદિન રત્નારાણીનું શરીર દુર્બલ થતું જાય છે અને ક્ષણે ક્ષણે તે દોહલો પગમાં ખૂચેલાં કાંટાની જેમ યાદ આવતા રત્નારાણીને હૃદયે ખૂંચે છે. (૩) તે દોહદ શી રીતે પૂર્ણ થશે ? તે ચિંતાથી રાણી આઠે પ્રહ૨ (૨૪ કલાક) અત્યંત વ્યગ્ર અને ઉદાસ રહે છે. પાંચ ઈન્દ્રિયજન્ય પંચ વિષય સુખના પદાર્થને વિષે સંપૂર્ણ ભોગતુલ્ય સામગ્રી ઉપલબ્ધ છતાં તેનાં પ્રત્યે રાણીનું ચિત્ત લાગતું નથી. (૪) વળી આસો મહિને જેમ પૃથ્વી તપે તેવું તથા પાંડુરના પાન જેવું, સૂર્યમંડલમાં જેવો ચંદ્ર હોય, તેવો તે રત્નારાણીના શરીરનો વર્ણ થયો છે. (૫) વળી ગર્ભને ધારણ કરનારી રત્નારાણીનું શરીર દિન-પ્રતિદિન ક્ષીણ થતું જોઈ રાજા રાણીને પૂછે છે કે હે દેવાનુપ્રિયે ! તું શા માટે દિવસે દિવસે દુબળી થતી જાય છે ? તે વાતનું સ્વરૂપ વિસ્તારથી મને કહે. (૬) વળી રાજા પૂછે છે કે હે સ્વામીની ! તને શું થયું ? શું કોઈએ તને રીસવી છે ? શું કોઈએ તારી મર્યાદાનો ભંગ કર્યો છે ? કે કોઈએ તારૂં વચન ઉત્થાપ્યું છે ? અર્થાત્ તારી વાત કોઈએ માની નથી. શું થયું છે ? તે મને કહે. (૭) તેમજ પૃથ્વીપતિ પોતાની પ્રાણપ્રિયાને કહેવા લાગ્યો કે, જો કોઈએ તને રીસાવી છે. દુ:ખી કરી છે તો જલ્દીથી મને કહે તે કોણ છે જેથી તેનો હું અંત આણી દઉં. સોનું ભલે ગમે તેટલું કિંમતી હોય પણ જો તે કાનને તોડતું હોય તો તે સોનું પણ શા કામનું ? તેમ રાજ્ય પરિવાર ગમે તેટલો પ્રાણપ્રિય હોય પણ જો તને સતાવે તો તે રાજ્ય પરિવાર પણ શા કામનો ? માટે હે દેવી ! જે હકીકત હોય તે મને જલ્દીથી કહે. (૮) ૩૧૨ Page #342 -------------------------------------------------------------------------- ________________ Etta ... શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ # # કિ ઉપર પ્રમાણેના અવનિપતિના વચન સાંભળીને રનારાણી કહેવા લાગી કે હે રાજેશ્વર ! દી આપની કૃપાથી, આપની મહેરબાનીથી રાજ્ય પરિવારે કે કોઈપણ નગરજનોએ મારા | વચનનો ભંગ કર્યો નથી. પરંતુ સહુકોઈ મારી વાતમાં જી. જી. હાજી. હા. કરે છે. (૯) પરંતુ તે સ્વામીનું ! મારી વાત સાંભળો. ગર્ભના પ્રભાવે મને એક દોહલો ઉત્પન્ન થયો ના છે તે એવા પ્રકારનો છે કે અત્યારે મને આમ્રફળ ખાવાની ઈચ્છા થઈ છે અને અત્યારનો | સમય એવો છે કે આ સમયે આમ્રફળ ક્યાંથી પ્રાપ્ત થાય? આમ્રફળ તો તેના સમયે જ ની પરિપક્વ થાય ! માટે હે રાજન્ ! મને તેનું અત્યંત દુઃખ છે. (૧૦) ચોવીસે કલાક પ્રત્યેક શ્વાસોશ્વાસે તે દોહલો મને યાદ આવ્યા કરે છે અને તે દોહલો નું પૂર્ણ કરવા અત્યારે કોઈ જ સમર્થ નથી માટે હે રાજન્ ! આપ જ કહો કે તે દુઃખ કેવી રીતે ન દૂર થાય ! (૧૧) એ પ્રમાણેના પોતાની પ્રિયતમાના મુખના વચનો સાંભળીને નરપતિ અત્યંત ચિંતારૂપી ઉના દરિયામાં પડ્યો અને દુઃખી થતો વિચાર કરવા લાગ્યો કે – (૧૨) જગતમાં સહુ કોઈ જાણે છે કે, આમ્રફળને યોગ્ય ઋતુ આવ્યા વિના આમ્રફળ ક્યાંથી પ્રાપ્ત થાય ? વળી અત્યારે આમ્રફળને યોગ્ય એવો સમય પણ પ્રાપ્ત થયો નથી, તો આવા દૂર અકાલ સમયે આમ્રફળ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? એમ રાજા ચિત્તમાં વિચાર કરી રહ્યો છે. (૧૩) વળી રત્નારાણીનો દોહદ પણ દુષ્કર છે. કઠિન છે. હવે કેવી રીતે પૂરી શકાશે ? અને જો દોહદ પૂર્ણ નહિ થાય તો રાણી મરણને શરણ થશે. તેનું શું ? એમ વારંવાર રાજા 4 વિચાર કરે છે અને રાણીની સાથે પોતે પણ ચિંતા કરે છે. (૧૪) કરી હવે હજુ સુધી રાણીનો દોહદ પૂર્ણ થયો નથી. થવાની કોઈ શક્યતા પણ દેખાતી નથી. તેથી મૃતપ્રાયઃ થયેલી રાણીને જોઈને રાજા શોકાતુર થયો ! અને આમ્રફળ પ્રાપ્ત કરવાનો મિ હજુ કોઈ ઉપાય જડ્યો નથી, તેથી રાજા વધુ ચિંતારૂપી કૂવામાં પડ્યો છે. (૧૫) - હવે રાણીના પુણ્ય પ્રભાવે તેનું દોહદનું દુઃખ કેવી રીતે નષ્ટ થાય છે, તે જોવો. એમ કવિ ઉદયરત્નવિજયજી મહારાજ ઉલ્લાપૂર્વક સત્તાવનમી ઢાળમાં કહી રહ્યા છે. (૧૬) | ઈતિ પ૭મી ઢાળ સંપૂર્ણ Page #343 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ અઠ્ઠાવનમી || દોહા ।। જીવ તે દુર્ગાતા નારીનો, દેવલોકે જે દેવ; અવલોકે ભૂલોકમાં, અવધિજ્ઞાને હેવ. ૧ જિણ શુકે આપી ફલ મને, કીધો હતો ઉપકાર; રત્નાદેવીને ઉદરે, તેણે લીધો અવતાર. ૨ તે માટે હું પણ હવે, કરવા પ્રત્યુપકાર; ઈચ્છા પૂરું તેહની, આપી ફળ સહકાર. ૩ ઈમ ચિંતીને અમર તે, માનવ લોક મોઝાર; રૂપે સારથવાહને, આવ્યો તેણી વાર. ૪ ભાવાર્થ : હવે કંચનપુરીનગ૨ીને વિષે જે દુર્ગતા નારીનો જીવ હતો. જેણે શુક-યુગલ પાસેથી આમ્રફળ ગ્રહણ કરી મહાપૂજાના પ્રસંગે પરમાત્મા સન્મુખ આમ્રફળ ધરાવવા દ્વારા ફળપૂજા કરીને જે પુણ્યરાશી એકત્ર કરી, પાપકર્મનો હ્રાસ કરી, દેવલોકે દેવ તરીકે ઉત્પન્ન થયેલ તે દેવ સુરલોકથી અવધિજ્ઞાનના ઉપયોગ દ્વારા મૃત્યુલોકમાં નિરીક્ષણ કરે છે (જોવે છે) કે – (૧) - હું કયા પુણ્યથી દેવલોકે અવતાર પામી છું ? દેવપણે ઉત્પન્ન થઈ છું ? એ પ્રમાણે જોતાં જોતાં ખબરપડી કે હા. પૂર્વભવમાં હું નિર્ધન, અસમર્થ, દુર્બલ એવી દુર્ગતા નામે સ્ત્રી હતી. એક વખત રાજાએ કરાવેલ મહાપૂજાના પ્રસંગે ફળ ધરાવવા હું અસમર્થ હોવાથી, તેનાં દુઃખે ઝુરતી હતી. તે સમયે સહકારના વૃક્ષ પર રહેલાં શુક-યુગલ પાસે મેં આમ્રફળ માંગેલ. શુક-યુગલે પણ ઉપકાર બુદ્ધિથી મને આમ્રફળ આપેલ, તે આમ્રફળ પરમાત્મા સન્મુખ ધરાવવાના, ફલપૂજાના પુન્ય પ્રતાપે હું અહિં દેવપણે ઉત્પન્ન થઈ છું. તો હવે જે પોપટે મને આમ્રફળ આપી મારા પર મહાન ઉપકાર કર્યો છે. તે પોપટનો જીવ હાલ રત્નાદેવીની કુક્ષીને વિષે ગર્ભપણે ઉત્પન્ન થયો છે. (૨) અને તે ગર્ભના પ્રતાપે રત્નારાણીને આમ્રફળ ખાવાની ઈચ્છા થઈ છે. તો હું હવે મનુષ્યલોકમાં જાઉં અને રત્નારાણીને આમ્રફળ આપી તેની ઈચ્છા પૂર્ણ કરવા દ્વારા પ્રત્યુપકાર કરું. (૩) એ પ્રમાણે વિચાર કરીને દુર્ગતા નારીનો જીવ જે દેવરૂપે જન્મ પામ્યો છે. તે દેવ સાર્થવાહનું રૂપ લઈને જ્યાં રત્નારાણી રહેલી છે ત્યાં આવે છે. (૪) ૩૧૪ Page #344 -------------------------------------------------------------------------- ________________ [ OST શ્રી અમ્રકારી પૂજાનો રસ | (અનુમતિ રે દીધી માયે રોવતાં - એ દેશી) પ્રવહણ રૂપ કરંડિયો, સહકાર ફળે ભરી તામ; જાણે શોકસમુદ્રથી તારવા, લેઈ દેવ આવ્યો તે ઠામ. ફળ જોજો જી ફળપૂજા તણાં. ૧ મહિપતિને ચરણે મૂકિયો, સારથપતિ ફળનો કરંડ; મનમાંહિ હરખ્યો ભૂઘણી, ફળ અવલોકી અખંડ. ફળ૦ ૨ સારથપતિને આદર કરી, તવ પૂછે સુર મહારાજ; કહોજી તુમે પામ્યા કિહાં થકી, અકાલે એ ફળ આજ. ફળ૦ ૩ રાજન સુણ રત્નાદેવી કૂખે, જીવ પુત્રપણે છે જેહ; પામ્યા તસ પુણ્ય ઈમ કહી, અદશ્ય થયો સુર તેહ. ફળ૦ ૪ મુદિત મને મહિપતિ તદા, ચિત્તમાંહે વિચારે તેહ; સંબંધી પૂરવ જન્મનો, સુતનો સુર દીસે એહ. ફળ૦ ૫ સુર અર્પિત ફળે કરી, રાણીનો દોહલો રાય; પૂરે મન પ્રેમે કરી, મનમાંહી હરખ ન માય. ફળ૦ ૬ રાણી તે ફળ આરોગીને, પામી હવે પરમ સંતોષ; નિરાબાધ પણે વિચરે સહી, ટાલતી ગર્ભના દોષ. ફળ૦ ૦ સુત પ્રસવ્યો પૂરણ માસથી, સુંદર સુર કુમર સમાન; દિયરની પેરે દીપતો, કોમલ તનુ કુંદન વાન. ફળ૦ ૮ અવનીપતિ ઉચ્છક પણે, ઓચ્છવ માંડ્યો અભિરામ; જિનભવને મન રંગશું, મહાપૂજ રચાવે તામ. ફળ૦ ૯ સ્વજન કુટુંબ પુરલોકને, જિમાડે તવ રાજાન; ખંત કોઠાર ખોલાવીને, દુઃખિયાને આપે દાન. ફળ૦ ૧૦ કુમકુમ હાથા દેઈને, ઘર ઘર તોરણ મન રંગ; બંધાવે મહિપતિ મોદશે, પુરમાં વાધ્યો ઉછરંગ, ફળ૦ ૧૧ ધવલ મંગલ ગાવે ગોરડી, વજડાવે મંગલ તૂર; ઘર ઘર રંગ વધામણાં, નાટારંભ થાયે સબૂર. ફળ૦ ૧૨ Page #345 -------------------------------------------------------------------------- ________________ ETT TT TT શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) શુભ યોગે શુભ નક્ષત્રે, વળી શુભ લગને શુભ દિન; ફળસાર નામ તે કુમારનું, સુપરે ધરિયું શુભ મન્ન. ફળ૦ ૧૩ અઠ્ઠાવનમી સુંદર, એ ઢાળ કહી મનોહાર; ઉદયરત્ન કહે સાંભળો, એહનો આવો અધિકાર. ફળ૦ ૧૪ ભાવાર્થ હવે સાર્થવાહને સ્વરૂપે આવેલ તે દેવ જાણે રાજા-રાણીને શોકરૂપી દરિયાથી ને ઉગારવા ન આવ્યો હોય? તેમ નૌકા સમાન કરંડીયો તૈયાર કરી તેમાં આમ્રફળ ભર્યા અને Kી હવે રત્નાદેવીની ઈચ્છા પૂર્ણ કરવા તે દેવ સુરરાજા પાસે આવે છે. ખરેખર પરમાત્માની ક, ભાવથી કરેલી પૂજા મહા ફળદાયક બને છે. જુવો પૂર્વભવમાં એક વખત કરેલી ફળપૂજાએ દુર્ગતા નારીના જીવન અને પોપટનાં જીવને કેવું સુંદર ફળ પ્રાપ્ત કરાવ્યું. એકને દેવ બનાવે છે, તો એકને રાજકુમાર ! વાચકો, આવા આવા ફળદાયક અષ્ટપ્રકારી પૂજાના રહસ્યને જણાવનારા દ્રષ્ટાંતો વાં, સાંભળ્યા બાદ જિનપૂજા કરવામાં પ્રમાદ કરશો નહિ. (૧) . હવે તે સાર્થપતિએ સહકારના ફળનો કરંડીયો સૂર અવનીપતિના ચરણે ધર્યો અને મેં - અખંડ અનોપમ મનમોહક ફળને જોઈને રાજા મનમાં અત્યંત હર્ષ પામ્યો. (૨) વિણકાલે સહકારના સુંદર ફળોને અવલોકીને સૂર મહારાજા સાર્થવાહને પૂછવા લાગ્યા [ કે, હે સાથર્વવાહ! આમ્રફળને યોગ્ય ઋતુનો સંભવ નથી યાને તેવો યોગ્યકાલ પ્રાપ્ત નથી મિ છતાં તમે આજે સહકારના આવા સુંદર ફળો ક્યાંથી મેળવ્યા ? તે કૃપા કરીને કહો. (૩) કે. ઉપર પ્રમાણેના સૂર નરપતિના વચનો સાંભળી સાર્થવાહ કહેવા લાગ્યો કે, હે રાજનું! ધ્યાન દઈને સાંભળો. આપના મહારાણી રત્નાદેવીની કુક્ષીને વિષે જે જીવ પુત્રપણે ગર્ભમાં આવ્યો છે તેનાં પુણ્યપ્રતાપે હું આ આમ્રફળ પામી શક્યો છું અને મહારાણી રત્નાદેવીની નિ ઈચ્છા પૂરવા હું ફળો આપવા આવ્યો છું. એ પ્રમાણે કહીને તે દેવ અદશ્ય થયો. (૪) ત્યારબાદ સૂર મહારાજા હર્ષિત થયા થકા મનથી વિચારવા લાગ્યા કે, નક્કી આ દેવ દિ | ગર્ભપણે રહેલા મારા પુત્રનો પૂર્વભવનો કોઈ સંબંધી હોય તેમ લાગે છે? અન્યથા અકાળે * આમ્રફળ ગ્રહણ કરી સાર્થવાહ ક્યાંથી આવે? અને જો તે સાર્થવાહ જ હોય તો મને સંપૂર્ણ રા પણે વાત કર્યા વિના અદ્રશ્ય કેમ થાય? માટે આ દેવ છે ? અને પૂર્વજન્મનો મારા પુત્રનો | સંબંધી લાગે છે. (૫) આ પ્રમાણેનું દૃશ્ય જોઈ સૂર મહારાજાને અત્યંત હર્ષ થાય છે. હૃદયમાં હર્ષ સમાતો કરી નથી એવા સૂર મહિપતિએ દેવે આપેલા આમ્રફળ વડે પ્રેમપૂર્વક રત્નારાણીનો દોહદ પૂર્ણ કર | કર્યો. (૬) Page #346 -------------------------------------------------------------------------- ________________ | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) | રત્નારાણી પણ સહકારના મીઠાં આમ્રફળને આસ્વાદીને (ખાઈને) પરમ સંતોષ અનુભવે | કરી છે અને ગર્ભને યોગ્ય જે દોષો કહેલાં છે તે દોષોનું નિવારણ કરતી તે અબાધા રહિતપણે | એટલે કે સુખપૂર્વક પોતાના દિવસો વ્યતીત કરે છે. (૭) * ગર્ભકાળ પૂર્ણ થયે છતે રત્નારાણી દેવકુમર સમાન, સુંદર, સૂર્યની જેમ દીપતો અને કોમલ | અંગથી યુક્ત, મચકુંદના પુષ્પ સમાન વર્ણ છે જેનો, એવા પુત્ર રત્નને જન્મ આપે છે. (૮) પુત્રજન્મની વધામણી સાંભળી આનંદિત, રોમાંચિત થયેલા મહારાજા પુત્રજન્મની ની ખુશાલીમાં મોટો મહોત્સવ મંડાવે છે અને જિનભવનને વિષે મહાપૂજા રચાવે છે. (૯) અને સ્વજન કુટુંબને તથા નગરલોકને આમંત્રણ આપી સત્કાર કરવાપૂર્વક જમાડે છે છે અને આનંદપૂર્વક કોઠારો ખુલ્લા મૂકી (ભંડારો) દુઃખીજનોને દાન આપવા દ્વારા તેઓનું | દુઃખ દૂર કરે છે. (૧૦) વળી કંકુના હાથા ભીંતને વિષે દેવડાવે છે અને અવનીપતિ આનંદપૂર્વક પ્રત્યેક ઘરે તોરણો બંધાવે છે અને પુત્રજન્મની ખુશાલીમાં આખુંય નગર આનંદના હિલોળે ચડ્યું છે. (૧૧) તેમજ માંગલિક વાજિંત્રો વગડાવે છતે ગોરડીઓ ધવલ-મંગલ ગીતો ગાય છે. પ્રત્યેક 3 ઘરે આનંદના વધામણા આપે છે અને પગલે પગલે સુંદર નૃત્યો કરાવે છે. (૧૨) વળી શુભયોગ, શુભનક્ષત્ર, શુભ લગ્ન અને શુભ દિવસ પ્રાપ્ત થયે છતે સૂર અવનીપતિ એ રાજકુમારનું ફળસાર' એવું સુંદર નામ સ્થાપન કર્યું. (૧૩) એ પ્રમાણે “પુત્રજન્મ” પુત્રનું નામ સ્થાપન વિગેરેના વર્ણનવાળી સુંદર મનોહર ને અઠ્ઠાવનમી ઢાળ પૂર્ણ થઈ. કવિ ઉદયરત્નવિજયજી મહારાજ કહે છે કે હવે આગળનો રસપ્રદ અધિકાર ધ્યાન દઈને સાંભળો. (૧૪) ઈતિ ૫૮મી ઢાળ સંપૂર્ણ. Page #347 -------------------------------------------------------------------------- ________________ ETT TT TT શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) 3 ઢાળ ઓગણસાઈઠમી દોહા સોરઠી છે રૂપે રાજકુમાર, ઈંદ્રકુમાર સમ ઓપતો; અનંગતણો અવતાર, અવનીતલે જાણે અવતર્યો. ૧ ચૌવન પામ્યો જામ, સોભાગી ફળસાર તે; ગિરૂઓ તે ગુણધામ, સકલ કલાએ શોભતો. ૨ દિનકર જેમ દીપંત, કોમળ તનુ કાંતે કરી; યુવતી જન મોહંત, દરિસન દેખી તેહનું. ૩ દુર્ગતા નારી દેવ, અમર તે આવી ઈણ સમે; નિશામાંહી નિત્યમેવ, કહે ફળસાર કુમારને. ૪ ભાવાર્થ હવે દિન પ્રતિદિન બીજના ચંદ્રની જેમ વધતો તે ફળસારકુમાર રૂપથી જાણે ઈદ્રકુમાર જેવો શોભી રહ્યો છે. વળી જાણે કામદેવનો અવતાર આ પૃથ્વીતલ પર જન્મ | પામ્યો ન હોય તેવો તે રાજકુમાર શોભી રહ્યો છે. (૧) અનુક્રમે વધતો સૌભાગ્યવંત ફળસારકુમાર સર્વ કલાથી શોભતો, ગિરૂઓ ગુણભંડારી દો એવો તે યૌવનના પ્રાંગણે આવીને ઉભો છે. (૨) 6. ત્યારે સૂર્યસમ દીપતો, કોમળ છે શરીર જેનું, દિવ્ય છે શરીરની કાંતિ જેની, દેદીપ્યમાન ની ફળસાર રાજકુમારનું દર્શન પણ એવું છે કે જેને જોવા માત્રથી યુવતીઓ (સ્ત્રીઓ)ના મન પર મોહિત થાય છે. એવો ફળસાર રાજકુમાર સુખે સમય વિતાવી રહ્યો છે. (૩) તેવામાં દુર્ગતા નારીનો જીવ જે દેવલોકે દેવ થયેલ છે તે દેવ હંમેશા રાત્રી સમયે સી આવીને ફળસારકુમારને કહે છે. શું કહે છે? ચાલો આગળ ઢાળ દ્વારા જાણીએ. (૪) . (રાજગૃહી નગરીનો વાસી - એ દેશી) પ્રેમનો બાંધ્યો પાછલી રાતે, અમર તે આવી ઈમ ભાખે હો; સુણ તું મિત્ર સણા, ફળસાર સોભાગી. જન્માંતરની વાત જે તાહરી, તે તુજને કહું ઉલ્લાસે હો. સુણ૦ ૧ પહેલે ભવ કંચનપુરી ઠામે, શુકપણે સહકારે હો. સુણ૦ અરજિન પ્રાસાદને આગે, તું રહેતો અબડાળે હો. સુણ૦ ૨ કે જે Page #348 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ સૂડી સહ શ્રી જિન આગે, આંબાના ફળ મન હેતે હો.સુણ૦ ભાવ ધરી ઢોચાં શુભ રાગે, તેથી ઈહાં હદ્ધિ પામી એતે હો.સુણ૦ ૩ પૂરવે જે ફળ મુજ આપ્યું, તે લઈ મેં મન રાગે હો. સુણ૦ નરભવનો લ્હાવો લેવા, ઢોયું શ્રી જિનવર આગે હો.સુણ૦ ૪ તે પુણ્ય લહી સુરસંપદ, આપદ મૂલ ઉત્થાપી હો.સુણ૦ તુજ માતાનો દોહલો મેંપૂર્યો, અકાલે અંબફળ આપી હો.સુણ૦ ૫ શુકને ભવે જે તુજ સૂડી, તે શ્રી જિનને ફળ દાને હો.સુણo સમરકેતુ નૃપની પુત્રી, થઈ રાજપુરે શુભ થાને હો. સુણ૦ ૬ ચંદ્રલેખા નામે આ બાળા, ચંદ્રકલાથી સોહે હો.સુણ૦ જેહના મુખનો મટકો જોતાં, સુરનરના મન મોહે હો. સુણ૦ ૭ વર લાયક જાણી પુત્રી, સંપ્રતિ તેહને કાજે હો.સુણ૦ સ્વયંવર મંડપ મનરંગે, માંડ્યો છે મહારાજે હો.સુણ૦ ૮ દેશે દેશ દૂત પઠાવી, છત્રપતિ તિહાં છોગાલા હો. સુણ૦ મેલ્યા છે રાજા મનમોદ, મહિપતિ બહુ મૂરછાલા હો. સુણ૦ ૯ શુકયુગલ સ્વરૂપ સુઘાટે, ચિત્રપટે આલેખી હો. સુણ૦ તિહાં તેહની નજરે ધરજો, સા મોહગ્યે તે દેખી હો. સુણ૦ ૧૦ મોહ પામીને ઈહ અપોહે, જાતિસ્મરણ તે લહે હો.સુણ૦ વરશે તુજને સંબંધ જાણી, પ્રીત પૂરવની વહેશ્ય હો.સુણ૦ ૧૧ પૂરવભવ પ્રીત તિહાં જાગી, દેવતણે તે વચણે હો.સુણ૦ મન મિલવા ઉલછ્યું તેહનું, આવ્યાં આંસુ નયણે હો. સુણ૦ ૧૨ પૂરવભવની વાત જણાવી, દેવ ગયો નિજ થાને હો.સુણ૦ કુમર તે મનમાં અલજ્યો, રાજપુરે જાવાને હો.સુણ૦ સુણજો ભવિ મનને રાગે, શ્રોતાજન સોભાગી હો.સુણ૦ ૧૩ ઉદયરતન કહે મન પ્રેમ, એ ઓગણસાઠમી ઢાળે હો.સુણ૦ શ્રી જિનપૂજા કરજો મનરંગે, જે દુરગતિ દુઃખને ટાળે હો. સુણ૦ ૧૪ Page #349 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ભાવાર્થ : પૂર્વભવના સ્નેહથી સંબંધિત થયેલો તે દેવ હંમેશા પાછલી રાત્રીને વિષે આવીને સૌભાગ્યવંતા ફળસારકુમારને કહેવા લાગ્યો. શું કહેવા લાગ્યો ? કે હે મિત્ર તારા પૂર્વભવોની વાતો હું ઉલ્લાસપૂર્વક તને કહું છું. તે છે સૌભાગી કુમાર ! તું ધ્યાન દઈને સાંભળ. (૧) પહેલાં ભવે તું કંચનપુરીનગરીને વિષે અરનાથજિનના જિનભવન સામે આવેલા આંબાના વૃક્ષ ઉપર શુક-યુગલ તરીકે રહેતો હતો. (૨) અને ત્યાં કંચનપુરીના મહારાજાએ એક વખત અરજિન પ્રાસાદને વિષે મહાપૂજાનું આયોજન કરેલ, તે સમયે અર્થની શક્તિહિન ફળપૂજા કરવા અસમર્થ એવી દુર્ગતા નારીએ તારી પાસે આમ્રફળ માંગ્યા હતાં. સૂડીના કહેવાથી તેં મને આમ્રફળ આપ્યું. મારી પાસેથી ફળપૂજાદિકનું રહસ્ય ફળ વિગેરે સમજીને કિરી સહિત મેં અને તમે ૫૨માત્મા સન્મુખ આમ્રફળ ચઢાવી શુભ ભાવના ભાવી હતી તે ફળપૂજાના પુન્ય પ્રભાવે હું દુર્ગતા ના૨ી, તે હું દેવ થયો છું અને તેં જે આ રાજ્યૠદ્ધિ પ્રાપ્ત કરી છે તે પણ તે જ ફળપૂજાનું ફળ છે. (૩) અને પૂર્વભવમાં તેં મને જે ફળ આપ્યું હતું તે ફળ લઈને મેં પરમાત્મા સન્મુખ ભક્તિપૂર્વક માનવભવને સફળ બનાવવાના હેતે ધરાવ્યું હતું. (૪) તે ફળપૂજાના પુણ્ય પ્રભાવે મારી સઘળી આપદા મૂળમાંથી ઉખડી ગઈ અને હું દેવલોકની દિવ્યઋદ્ધિ પામ્યો છું અને તારી માતા જે રત્નારાણી છે તેમને તું ગર્ભમાં હતો ત્યારે આમ્રફળ ખાવાની જે ઈચ્છા થઈ હતી તે તારા પૂર્વભવના સ્નેહે પ્રત્યુપકારના અર્થે આમ્રફળ યોગ્ય ૠતુ ઉપલબ્ધ ન હોવા છતાં પણ મેં સાર્થવાહના રૂપે આમ્રફળ લાવીને રાજાને આપ્યાં અને તે દ્વારા તારી માતાનો દોહદ મેં પૂર્ણ કર્યો હતો. (૫) અને શુકના ભવમાં જે તારી પ્રિયા સૂડી (પોપટી) હતી. તેણે પણ પ૨માત્માને ફળ ધરાવવા દ્વારા જે પુણ્ય ઉપાર્જન કર્યું તે પુણ્યના પ્રતાપે રાજપુરનગરને વિષે સમરકેતુ રાજાની પુત્રીરૂપે જન્મ પામી છે. (૬) તે પુત્રીનું ચંદ્રલેખા નામ રાખેલ છે. તે ચંદ્રની કલા જેમ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામે અને ચંદ્રની ચાંદની જેવી શોભે છે તેવી તે ચંદ્રલેખાના શરીરની કાંતિ શોભી રહી છે. વળી તે ચંદ્રલેખાના મુખનો મટકો એવો સુંદર છે કે તેને જોતાં સુર-નરના મન મોહ પામે છે. (૭) હવે દિન-પ્રતિદિન વધતી તે બાળા યૌવનના ઉંબરે પગલાં માંડે છે ત્યારે પરણાવાને યોગ્ય તેની ઉંમર થયેલી જાણીને સમરકેતુ મહારાજાએ તેને યોગ્ય રાજકુમારની શોધ માટે હમણાં મનના ઉમંગ સાથે સ્વયંવર મંડપ મંડાવ્યો છે. (૮) અને પ્રત્યેક દેશોમાં રાજકુંવરી યોગ્ય સુંદર શિખામણ આપી દૂતને મોકલી સુંદ૨, છોગાલા, છત્રપતિ, નરપતિઓને બોલાવ્યાં છે અને તે પ્રત્યેક દેશના રાજાઓ, રાજકુમારો ૩૨૦ Page #350 -------------------------------------------------------------------------- ________________ પી DTP IિD ( V R YOUદથી - પS ઈjjTDDIT, Tલ :: ' : _. . // Pઃ p* - સૌજન્ય : પ.પૂ.સા. શ્રી દિવ્યદર્શનાશ્રીજી મ.સા.ની શુભ પ્રેરણાથી શ્રી સિદ્ધગિરિ ચાતુર્માસાર્થે પધારેલ આરાધક બહેનો વતી જ્ઞાનખાતામાંથી Page #351 --------------------------------------------------------------------------  Page #352 -------------------------------------------------------------------------- ________________ : - શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ : તે ચંદ્રલેખાને વરવાની પ્રબળ ઈચ્છાથી, મનના હર્ષ સાથે તે સ્વયંવર મંડપને વિષે આવી રહ્યા છે. (૯) તેથી હવે તમે એક કાર્ય કરો કે એક ચિત્રપટ્ટને વિષે સુંદર આકારે આંબાના વૃક્ષની - ડાળ પર રહેતાં એવા શુક-યુગલને આલેખીને ચંદ્રલેખાની સન્મુખ ધરજો, તેથી તે ચિત્રપટ્ટ જોઈ ચંદ્રલેખા તારા પર મોહિત થશે. (૧૦) અને મોહ પામેલી એવી તે ચંદ્રલેખાને ચિત્રપટ્ટ જોઈને ઈહાપોહ કરતાં જાતિસ્મરણ | જ્ઞાન થશે અને પૂર્વભવના સંબંધથી તારી સાથે સ્નેહ થશે અને તે સ્નેહપૂર્વક તને વરશે અને પૂર્વભવના સ્નેહે તારી પ્રીતને જીવનભર પાળશે. (૧૧) એ પ્રમાણેના દેવનાં વચનો સાંભળી “ફળસાર રાજકુમાર'ને પૂર્વભવની પ્રીતિ થઈ અને આંખે અશ્રુધારા વહેવા લાગી. ચંદ્રલેખાને મળવાં હવે મન અધીરૂ બન્યું અને આનંદ પણ થયો. (૧૨) ફળસારકુમારને પૂર્વભવની વાતો જણાવી દેવ પોતાને સ્થાને ગયો અને હવે ફળસાર કુમારનું મન રાજપુરનગર જવા માટે થનગની રહ્યું છે. તે સૌભાગ્યવંતા શ્રોતાજનો ધ્યાનપૂર્વક સાંભળો. (૧૩) કવિ ઉદયરત્નવિજયજી મહારાજ ઓગણસાઠમી ઢાળમાં સ્નેહપૂર્વક ભવ્યજનોને તારવાની બુદ્ધિથી કહે છે કે, હે ભવ્યો ! દુર્ગતિ અને દુઃખને ટાળનાર એવી પરમાત્માની પૂજા મનરંગે કરો. (૧૪) ખરેખર પરમાત્માની પૂજા દુઃખ, દૌર્ભાગ્યને ટાળી સુખ સૌભાગ્યને આપે છે. શ્રી અરનાથ ભગવાનના સ્તવનમાં વાચક યશોવિજયજી મહારાજ કહે છે - જિન ભક્ત જે હોવે રાતા, પામે પરભવ સાતા, પ્રભુ પૂજાએ આળસુ થાતા, તે દુઃખિયા પરભવ જાતા, પ્રભુ સહાયથી પાતિક ધ્રુજે, સારી શુભમતિ સૂઝ, તે દેખી ભવિયણ પ્રતિબુઝે, વળી કર્મરોગ સવિ રૂઝે. મારા સાહિબ શ્રી અરનાથ જિનેશ્વરની ભક્તિમાં જે લીન બને છે, તે બીજા ભવમાં છે સુખ સૌભાગ્ય અને ઋદ્ધિ-સમૃદ્ધિથી સાતા પામે છે પણ પ્રભુની પૂજા કરવામાં જે આળસ જિ કરે છે તે બીજા ભવમાં દુઃખી થાય છે. એટલું જ નહિ. પરમાત્માની ભક્તિ અને સહાયથી . અસંખ્યભવોના પાતિક (પાપો) ધ્રુજી ઉઠે છે યાને નાશ પામે છે. પરમાત્માનો આવો વિ શી, ચમત્કાર દેખી ભવ્યજીવો પ્રતિબોધ પામે છે અને કર્મરૂપી રોગ નાબુદ થાય છે માટે તે કી શ્રોતાજનો ! પરમાત્માની પૂજા ભક્તિમાં પ્રમાદ કરશો નહિ. ઈતિ પમી ઢાળ સંપૂર્ણ અ -૨૧ Page #353 -------------------------------------------------------------------------- ________________ SZSZSZN શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ સાઈઠમી || દોહા ।। સુંદર હોય સ્વરૂપ, સૂડા અને સૂડી તણું; આલેખાવ્યાં અનૂપ, ચિત્રપટે ચિત્ત ચોરવા. ૧ ચિત્ર લેઈ તે ચંગ, પરિકર સાથે પરિવર્યાં; રાજપુરે મનરંગ, કુમર ગયો તે કૌતકી. ૨ સ્વયંવર મંડપે સોય, તુરત ગયો ફળસાર તવ; સિંહાસને સહુ કોય, મહિપતિ જિહાં બેઠા મળી. ૩ અવનીપતિની ઓલિ, બેઠો જઈ તે મહાબળી; કાયા કુંકુમ રોળી, આભરણે ઓપે વળી, ૪ સોળ સજી શણગાર, રાજસુતા રંગે કરી; વર વરવા તેણીવાર, મંડપ આવી મનરલી. ૫ ભાવાર્થ : હવે ફળસારકુમારનો પૂર્વભવનો સ્નેહી દેવ પૂર્વભવોની વાતો કરી પોતાના દેવલોકે ગયો અને આ તરફ રાજકુમાર ફળસાર રાજપુર જવા ઉત્સાહિત થયો છે. તેથી દેવના વચન પ્રમાણે ચંદ્રલેખાના ચિત્તને ચોરવા શુક-યુગલનું સુંદર ચિત્ર ચિત્રપટ્ટમાં આલેખાવ્યું (૧) અને સુંદર એવું તે ચિત્રપટ્ટ સાથે લઈ રાજ્ય પરિવારથી પરિવર્ષો થકો, કૌતુકી એવો ફળસારકુમાર મનના આનંદ સાથે રાજપુરનગરે પહોંચ્યો. (૨) અને તરત જ ફળસાર રાજકુમા૨ જ્યાં સિંહાસનને વિષે સર્વે નરપતિઓ એકત્ર થઈને બેઠાં છે ત્યાં સ્વયંવર મંડપને વિષે આવ્યો. (૩) જેની કાયા જાણે કંકુથી રંગાયેલી ન હોય એવા વર્ણવાળી છે તેમજ વિવિધ પ્રકારના આભરણોને ધારણ કર્યા છે અને તેથી અત્યંત દેદીપ્યમાન અને મહાપરાક્રમી એવો ફળસાર રાજકુમાર જ્યાં નરપતિઓની શ્રેણિ બેઠેલી ત્યાં જઈને બેઠો. (૪) તે સમયે જ પોતાને યોગ્ય પ્રિયતમને વરવાના ઉદ્દેશથી આનંદિત થયેલી ચંદ્રલેખા સોલ શણગાર સજી પ્રમોદિત થયેલી તે સ્વયંવર મંડપને વિષે આવી. (૫) ૩૨૨) Page #354 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ નો (સમકિત દ્વાર ગભારે પેસતાંજી - એ દેશી) ચિત્રપટ્ટ દેખી શુકના રૂપનો રે, અતિસુખ પામી રાજકુમારી રે. તવ તેહને મોહ લાગ્યો મનડાંમાંહી રે. યુગલ એ દીઠું મેં પૂરવે રે, ચિત્તમાંહિ ચિંતે વારોવારરે. તવ૦ ૧ જાતિસ્મરણ તેહને ઉપનું રે, ઉહાપોહ થકી અભિરામ રે; ગતભવ દેખી કુમરી આપણો રે, હૃદય વિચારે તામ રે, તવ૦ ૨ શુકનો જીવ તિહાંથી તે ચવી રે, એ ઈહાં થયો રાજકુમાર રે; સૂડી મરી તે હું ઈહાં ઉપની રે, એ મુજ પૂરવનો ભરતાર રે. તવ૦૩ તૃપ્તિ ન પામી જોતાં ચિત્રામણે રે, લોચન રહ્યાં તિહાં લોભાય રે; અનિમેષ ચંદ ચકોરની પરે રે, જનક પૂછે તેહને તેણે સમે રે, કીર દૃષ્ટિ લાગી રહી તાહરી રે, સૂડી હુંતી હું પહેલાં સુણો તાતજી રે, એહ કુમર હું તો શુક રૂપરે; ફલપૂજાને પુણ્ય પામ્યાં ઈહાં રે, માનવભવ એક અનૂપ રે. તવ૦૬ ઈમ કહીને પૂરવના નેહથી રે, વરમાલા તેણે મનરંગ રે; ફળસાર કુમર તણે કંઠે ઠવી રે, સહુને થયો ઉચ્છરંગ રે. તવ૦ મહિપતિ ભાંખે સઘળા મોદે કરી રે, સરખી મળી એ બેહુની જોડી રે; રાજમરાલ સાથે હંસી મળી રે, તિહાં કોઈ ન કાઢે ખોડી રે. તવ૦ ૮ નયણે નયણ મેલી જોતાં થકાં રે, મહાસુખ પામ્યાં બે મન્નરે; જે સુખ પામ્યાં માંહોમાંહિ બે જણાં રે, ન મળે તે સુરને ભવન્ન રે. તવ૦ ૯ સહુ નૃપની સાથે તિહાં સહી રે, સમરકેતુ ભૂપાળ રે; ઉત્સવ કરી ઉલટે ફળસારને રે, પરણાવી નિજ બાળ રે.તવ૦ ૧૦ સરસ સંબંધ એ ઢાળ સાઠમી રે, ઉદયરત્ન કહે ચંગ રે; નરભવ પામી ભવિયાં દોહિલો રે, શ્રી જિનપૂજો મનરંગ રે.તવ૦ ૧૧ ભાવાર્થ : હવે વર વરવાના ઉમંગથી જ્યાં ચંદ્રલેખા સોલ શણગાર સજી સ્વયંવર મંડપમાં આવે છે ત્યાં પોપટના રૂપનું ચિત્રપટ્ટ જોઈને રાજકુમારી અત્યંત સુખ પામી અને ૩૨૩ ફરી ફરી જુએ તેણીવાર રે. તવ૦ ૪ સુણ તું પુત્રી શુભ રીતિ રે; કહો એ કિહાંની છે પ્રીત રે. તવ૦૫ Page #355 -------------------------------------------------------------------------- ________________ S TO શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસSTD TO 3 Eી ચિત્રપટ્ટ જોતાં જ તે મનથી મોહ પામતી વારંવાર વિચારવા લાગી કે, આવું શુક-યુગલ મેં , | પૂર્વે ક્યાંક જોયું છે. (૧) એ પ્રમાણે વિચાર કરતાં ઉહાપોહ કરતા ચંદ્રલેખાને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું અને ગયો ભવ પોતાનો જાણીને હૃદયથી તે વિચાર કરવા લાગી કે – (૨) પોપટનો જીવ જે મારો પૂર્વભવનો પ્રિયતમ છે તે ત્યાંથી મરીને અહિં રાજકુમાર તરીકે * જન્મ પામ્યો છે અને સૂડી જે હતી તે મરીને હું અહિં રાજકુમારી સ્વરૂપે જન્મ પામી . કરી છું. (૩) - હવે તે ચંદ્રલેખા શુક-યુગલના ચિત્રપટ્ટને જોતાં સંતોષ પામી શકતી નથી પણ તેનાં નેત્રો જેમ જેમ જોવે તેમ તેમ લોભાય રહ્યા છે. આંખનો પલકારો કર્યા વિના યાને અનિમેષ . નયને તે ચિત્રપટ્ટને નિહાળી રહી છે જેમ ચંદ્ર અને ચકોરને પ્રીત છે. ચકોર પણ ચંદ્રને રાત-દિન ઝંખે તેમ ચંદ્રલેખા વારંવાર ચિત્રપટ્ટને જોયા કરે છે ની વિવેચનઃ જેમ ચકોર નામના પક્ષીને ચંદ્રમા સાથે પ્રીતિ છે. અવિહડ સ્નેહ છે. ચંદ્રનો વિરહ એક ક્ષણ પણ સહી શકતું નથી જ્યારે ચંદ્રનો ઉદય થાય છે ત્યારે ચકોર પક્ષી પણ પોતાની ડોક ઊંચી કરી અનિમેષ નયને ચંદ્રને જોયા કરે છે. જેમ જેમ ચંદ્ર ફરે તેમ તેમ તે પોતાની ડોકને ફેરવે છે અને આનંદિત થાય છે જ્યાં ચંદ્ર અસ્ત થવાની તૈયારી થાય છે ત્યાં ચકોર પક્ષી શોક સમુદ્રમાં ડૂબી જાય છે. અને ચંદ્ર પાછળ પોતાના પ્રાણ પણ ન્યોછાવર 63 કરવા તત્પર બને છે. તેમ ચંદ્રલેખા પણ પોતાના ગતભવના ભરતારને જોવામાં એકતાન ભરી બને છે. તે સમયે સમરકેતુ રાજા પોતાની પુત્રી ચંદ્રલેખાને અનિમેષ નયને ચિત્રપટ્ટને નિહાળી કરી રહેલી જાણીને રાજકન્યાના પિતા એવા સમરકેતુ રાજા ચંદ્રલેખાને પૂછવા લાગ્યા કે, હે સ વત્સ ! શુક-યુગલરૂપે રહેલા પોપટને જોવામાં તારા નયનો સ્થિર બન્યા છે તો તારે પોપટ ને સાથે કયાંની અને કયા ભવની પ્રીતિ છે ? તે મને જણાવ. (૫) ( પિતાના વચનો સાંભળીને રાજકુમારી ચંદ્રલેખા કહેવા લાગી કે, હે પિતાજી ! સાંભળો. છે. ગતભવમાં અહિં જે ફળસાર કુમાર આવ્યા છે તે પોપટ રૂપે હતા અને હું તેની પ્રિયતમા છે સૂડી રૂપે હતી. ગતભવમાં પરમાત્માની સન્મુખ ફલપૂજા કરી હતી. તે ફલપૂજાના પુણ્ય ન દસ પ્રતાપે અમે બંને આ ભવમાં અનૂપમ માનવજન્મને પામ્યા છીએ. (૬) એ પ્રમાણે પિતાને પૂર્વભવની વાત જણાવીને ચંદ્રલેખાએ પૂર્વભવના સ્નેહથી, મનનાં ની આનંદ સાથે ફળસાર કુમારના કંઠે વરમાલા નાંખી. તે જોઈને પ્રત્યેક દેશોથી આવેલા રાજાઓ - રાજકુમારો અને સમગ્ર રાજપરિવાર આનંદ પામ્યો. (૭) . ૩૨૪ Page #356 -------------------------------------------------------------------------- ________________ STD 10 | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ 3ી અને પ્રત્યેક દેશોથી આવેલા મોટા મોટા મહાબલવાન નારપતિઓ ભેગા મળીને કહેવા ન લાગ્યા કે આ રાજકુમાર અને રાજસુતાની જોડી બરાબર મળી છે. રાજકુમાર રાજમરાલ | ૬ (હંસ) અને તેની સાથે ચંદ્રલેખા હંસી બરાબર મલી છે. આ બંને દંપતિમાં કોઈ ભૂલ કાઢી ની શકે તેમ નથી. (૮) કરી હવે રાજકુમાર ફળસાર અને રાજકુમારી ચંદ્રલેખા એક બીજાના નેત્રમાં નેત્ર મિલાવી જોવે છે અને તે દ્વારા બંનેના મન પ્રમોદિત થતાં મહાસુખને પામે છે અને તે બંને એવું સુખ પામ્યા છે કે તે સુખ દેવલોકમાં પણ પ્રાપ્ત થઈ શકે તેમ નથી. (૯) ત્યારબાદ સમરકેતુ રાજા સર્વ રાજાઓની સાક્ષીએ મોટા મહોત્સવપૂર્વક ફળસાર કુમારને પોતાની રાજકન્યા ચંદ્રલેખા પરણાવે છે. (૧૦) એ પ્રમાણે રાજકુમાર ફળસારનો રાજકુમારી ચંદ્રલેખા સાથેનો શુક-યુગલના ભવનો સંબંધ તથા દુર્ગતા નારીનો જીવ જે દેવ થયો છે તે આવીને ફળસારને પૂર્વભવ જણાવે છે. ચંદ્રલેખાનો સંબંધ શુક-યુગલના ચિત્રપટ્ટ દ્વારા કરાવે છે. ચંદ્રલેખા, ફળસાર પર મોહિત ન થાય છે વિગેરે સુંદર સંબંધવાળી સાઠમી (૬૦) મી ઢાળ કવિ ઉદયરત્નવિજયજી મહારાજે . સુંદર શૈલીમાં કહી છે અને ભવ્યજનોને પ્રતિબોધ આપતાં કહે છે કે, હે ભવ્યજનો ! દશ ની દ્રષ્ટાંતે દુર્લભ એવો માનવજન્મ મહાપુન્યના ઉદય પામ્યા છો, તો હવે પરમાત્માની પ્રફુલ્લિત મને પૂજા ભક્તિ કરો. જેથી શાશ્વત સુખના ભોક્તા બનો. (૧૧) ઈતિ ૬૦મી ઢાળ સંપૂર્ણ Page #357 -------------------------------------------------------------------------- ________________ S TD 5 શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) SATIS SSAS ઢાળ એકસઠમી || દોહા | વિવિધ અલંકારો કરી, સનમાન્યા સવિ રાય; શીખ લહીને તે હવે, નિજ નિજ દેશે જાય. ૧ દીધો વરને દાયજો, હીરા નવસર હાર; મણિ માણેક મોતી ઘણાં, તેજી વળી તુખાર. ૨ શીખ માંગી સસરા કને, શ્રી ફળસાર કુમાર; ચાલ્યો નિજ જનપદ ભણી, સાથે લેઈ નિજ નાર. ૩ વોળાવી સહુ કો વળ્યા, લગ્યા નિસાણે ઘાવ; અસવારી અળવે કરી, ધરી પેગડે પાવ. ૪ પહોતો અનુક્રમે નિજપુરે, કુમર તે મનને ક્રોડ; પંચ વિષયસુખ ભોગવે, પુણ્ય પામી જોડ. ૫ ભાવાર્થ : ફળસારકુમાર અને ચંદ્રલેખાના લગ્ન થયાં બાદ સમરકેતુ રાજાએ સર્વ | મહિપતિઓનું અનેક પ્રકારના અલંકારો (દાગીના) થી સત્કાર, સન્માન કરે છે અને સર્વે નરપતિઓ પણ સમરકેતુ રાજાની શીખ લઈને પોત-પોતાના દેશ ગયા. (૧) તેમજ હવે સમરકેતુ રાજા પોતાના જમાઈ એવા ફળસારકુમારને ઘણાં પ્રકારના હીરા, માણેક, મોતી તેમજ નવસેરા હાર, હાથી, ઘોડા, રથ, પાયદલ, તુખાલ આદિ અનેક પ્રકારનો દાયજો આપે છે. (૨) - હવે ફળસારકુમાર પણ પોતાના સસરા પાસે હિતશિક્ષા તથા જવાની રજા રૂપ શીખ ની માંગે છે અને સસરા તરફથી શીખ મેળવ્યું છત ફળસાર કુમાર પણ પોતાની પત્નિ ચંદ્રલેખા તથા રાજ્ય પરિવારને લઈને પોતાની નગરી તરફ પ્રયાણ કરે છે. (૩) - હવે ફળસાર કુમારને રાજપુરીનગરીની હદ સુધી વળાવીને સમરકેતુરાજા સહિત સર્વે છે નગરજનો પોતાના નગર તરફ પાછા વળ્યાં અને ફળસારકુમાર અશ્વનાં પેગડે પગ મૂકી | અશ્વ પર અસવારી કરે છે, તે વખતે નિશાન ડંકો વાગે છતે ફળસારકુમારે પોતાની નગરી Sી તરફ પ્રયાણ આદર્યું. (૪) Page #358 -------------------------------------------------------------------------- ________________ HTAT શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ એ પ્રમાણે પ્રયાણ કરતા ફળસારકુમાર અનુક્રમે પોતાની નગરીને વિષે આવી પહોંચ્યા છે * અને હવે મનની અનેક અભિલાષા સાથે પોતાની પ્રિયતમા ચંદ્રલેખા સાથે પાંચ ઈન્દ્રિય જન્ય પંચવિષય સુખ ભોગવે છે. (૫) વિવેચન : પાંચ ઈન્દ્રિયના ૨૩ વિષયો છે. સ્પર્શેન્દ્રિયના ૮ વિષય, રસનેન્દ્રિયના ૫, ધ્રાણેન્દ્રિયના ૨, ચક્ષુરિન્દ્રિયના ૫, શ્રોતેન્દ્રિયના ૩, કુલ ૨૩ સ્પર્શન = ચામડી તેનાં સુખમાં આત્મા લીન બને છે – તેને સુખ ઉપજે તેવો સ્પર્શ ગમે છે. ખરાબ સ્પર્શ ગમતો નથી, જે આત્માને દુઃખ ઉપજાવે છે. શિયાળે આપણે શરીરને ગરમ કપડાં ઓઢાડીએ જ છીએ. તો ઉનાળે ઠંડા, મુલાયમ, ઝીણા અને ચોમાસે મધ્યમ વસ્ત્રો. આમ સુખકારક સ્પર્શમાં | - લીન બને છે. રસન્ = જીભ, હાડકાં વિનાની લૂલી એવી જીલ્લા પાંચ પ્રકારના સ્વાદમાંથી | પોતાને મનગમતા રસોને મેળવે છે. ખાવામાં પેટ તો કહે છે જે આપો તે ચાલશે. ફક્ત 6 ખાડો પૂરો પણ જીભડી જે તે વસ્તુને પ્રવેશવા જ દેતી નથી. તેમાં આત્મા લીન બને છે અને દુર્ગતિને આમંત્રણ આપે છે. ઘાણ સુંઘવું. સારા સુગંધી પદાર્થો જોઈને આનંદ થાય છે અને દુર્ગધી પદાર્થો જોતાં ની જ નાકે ડુચા દેવાઈ જાય છે. પણ આત્માને ક્યાં ખબર છે કે તે વખતે દુર્ગચ્છા મોહનીય કર્મ બંધાઈ જાય છે. એ તો જ્યાં સુખ દેખે ત્યાં દોટ મૂકે છે. ચક્ષુ : આંખને જોવું બહુ ગમે છે. પાંચ પ્રકારના રંગો છે. તેને જોવા બહુ ગમે છે. પણ તે તેમાંય આંખને અણગમતો પદાર્થ આવી જાય તો મોટું બગડી જાય છે. કર્ણ સાંભળવું. કાનને સાંભળવું બહુ ગમે છે. ૩ પ્રકારે અવાજ હોય છે. સચિત્ત - મિ અચિત્ત - અને મિશ્ર. આ ત્રણેય પ્રકારના અવાજમાંથી કાનને પ્રિય લાગે તે કાન સાંભળે ન | છે. અપ્રિય અવાજમાં કાન આડા હાથ આવી જાય છે. જેમ કોયલનો ટહુકાર બધાંને પ્રિય લાગે છે ત્યારે કાગડાનો કા. કા. કા. અવાજ અપ્રિય લાગતા તેને પથરો મારી ઉડાડવાનું મન થાય છે. આ દેહધારી જીવને સીનેમાના ગીતો, ટી.વી, રેડિયો, ખરાબ કેસેટો સાંભળવી બહુ ગમે છે. કોઈની નિંદા સાંભળવી પણ બહુ ગમે છે. પણ પ્રભુના ગુણો કે કોઈ માનવના ગુણોની પ્રશંસા આપણા કાન સાંભળી શકતાં નથી. તેથી જ્ઞાની કહે છે આપણા કાનને | પ્રભુગુણ – કીર્તન - ભજન તથા પરના ગુણો રૂપી સુવાસને સાંભળવા દ્વારા ફુલદાની | સ્વરૂપ બનાવો પણ બીજાની નિંદા - કુથલી કે સીનેમાના ગીતો સાંભળવા દ્વારા | મ્યુનિસિપાલિટીનો કચરાપેટીનો ડબ્બો ન બનાવો. ઉપરોક્ત પાંચ ઈન્દ્રિયના ૨૩ વિષયોમાં જે આસક્ત રહે છે, તે દુર્ગતિને આમંત્રણ આપે છે. જો એક ઈન્દ્રિયજન્ય સુખમાં આસક્ત જીવ પણ પોતાના પ્રાણ જોખમી બનાવે છે Page #359 -------------------------------------------------------------------------- ________________ Sિ . . શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) .. ER તો પાંચ ઈન્દ્રિય રૂપી ઘોડા જેણે છૂટા મૂક્યાં છે તેનાં પર લગામ રાખી નથી તેનું શું થાય ? કે દર દા.ત. હાથણીના સ્પર્શ સુખને મેળવવાના લોભમાં હાથી ઊંડી ખાઈ જોઈ શકતો નથી અને S પડી જતાં હાડકાં ભાંગે છે અને મહાવતુને આધીન થવું પડે છે. જીભથી સ્વાદ લેવામાં આસક્ત માછલી માંસના લોચાને જુવે છે, પણ ઘંટીનું પડ ન જોઈ શકવાથી ચગદાઈને જ આ મૃત્યુ પામે છે. નાકથી સુંઘવાનાં પાપે ભ્રમરો પુષ્પ પર બેસે છે અને તેની મકરંદથી ખુશ છે { થાય છે પણ જ્યાં પુષ્પ ખીલેલું બીડાય છે. ભ્રમરો અંદર ને અંદર રીબાય છે. કોઈ ચતુષ્પદ મ પ્રાણી પુષ્પ ખાવા જાય છે અને ભ્રમરો મટે છે. સુંદર રૂપ, રંગ જોવામાં આસક્ત પતંગીયુ દીવાની જ્યોતમાં ઝંપલાવે છે અને તેના તાપથી મૃત્યુને શરણ બને છે. કાનથી સાંભળવાના છે | પાપે હરણાઓ શિકારીઓના સંગીત સાંભળવામાં મસ્ત બને છે અને શિકારી બાણથી 6 વિંધી નાંખે છે. આમ એક એક ઈન્દ્રિયના વિષય-સુખો મારનારા છે તો પાંચ ઈન્દ્રિયના પાંચ વિષય સુખો આપણને ક્યાં લઈ જશે? પ્રસંગોપાત પાંચ ઈન્દ્રિયના ૨૩ વિષયો અને તેનું ફળ સ્વરૂપ જણાવ્યું છે. હવે અહિં ફળસારકુમાર પણ પંચવિષય સુખ ભોગવવામાં , પોતાનો સમય પસાર કરે છે. જે આત્મા વિષય સુખોમાં આસક્ત બને છે તે પરભવમાં દુઃખોને પામે છે પરંતુ ભવ્યજીવો જે ટૂંક સમયમાં મોક્ષગામી હોય છે તે આત્મા વિષય સુખો ભોગવે પણ અલિપ્તપણે પોતાના ભોગાવલી કર્મ ખપાવવા માટે ભોગવતાં હોય છે. દર હવે ફળસાર કુમાર પણ આગળ કેવી રીતે શું શું પ્રાપ્ત કરે છે તે જોઈએ - (રાગ : મલ્હાર દે શી એકવીસાની - જિન જમ્યાજી - એ દેશી) ચંદ્રલેખા રે, ચંદ્રકલાશી નિર્મળી; નિરૂપમ રે, રૂપે ઓપે જેમ વીજળી. કટિલકે રે, સિંહ હરાવ્યો જેણે વળી; સુખ વિલસે રે, ચઢતે પ્રેમે મનરળી. મનરળી પ્રીતમ સંગે નવ નવ, ભોગ રંગે ભોગવે, ફળસાર ફળપૂજા ફળે હવે, વિવિધ લીલા જેગવે. મનમાંહી જે જે ચિંતવે તે, મનોરથ વેગે ફળે; સુખ લહેરમાંહી રહે લીનો, અતુલ પુણ્ય તણે બલે. ૧ ઈણ અવસરે રે, સુરલોકે સુરપતિ મુદા; ફલાસારની રે, પ્રશંસા કરે એ કદા, પરિષદમાં રે, ઈંદ્ર પરંપે ફરી ફરી; પૂરવભવે રે, ફળની પૂજા તેણે કરી. Page #360 -------------------------------------------------------------------------- ________________ ) 3 SSSSS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ) સ ) ) ફળતણી પૂજા ભાવ આણી, લાભ જાણી જિન તણી; શુકપણે કીધી તે હે પુણ્ય, અદ્ધિ પામ્યો અતિ ઘણી. નરલોકમાંહી અમરની પરે, ભોગવે સુખ ગહગહી; મનમાંહી જે જે ધરે ઈચ્છા, સફળ થાયે તે સહી. કોઈક સુર રે, અમરષ મનમાં આણતો; મિથ્યાત્વી રે, ઇંદ્ર વચન અણમાનતો; વિષધરનું રે, રૂપ કરી તિહાંથી ધસ્યો આવીને રે, ચંદ્રલેખાને તે હસ્યો. ડસ્યો વિષધર દેવનિર્મિત, ચંદ્રલેખાને સહી; અચેત અબળા થઈ તતક્ષણ, ઝેર જોરે લહબહી. વૈધ ગારુડ મંત્ર મહોરો, ઓષધ ઉપચાર એ ગદચાર આદિ કર્યા અતિ ઘણા, કહેતાં નાવે પાર એ. ૩ મૂરછાગત રે, નીલવરણ નારી થઈ; ઉપાયથી રે, ચેતના તેણે નવિ લહી. ચિકિત્સક રે, હાથ ખંખેરીને ગયા. સ્વજનાદિક રે, તેહની આશા તજી રહ્યા. તજી આશને રહ્યા તેહવે, દેવ દુર્ગત આવે એ; વૈદ્ય રૂપે અમરતરૂની, મંજરીને લાવે છે; વિષ તણો અપહાર કરવા, વાત વિગતે સુણાવે છે; ઉપકાર કારણે કુમરને કર, મંજરી જવ ઠાવે છે. ૪ તવ વૈધને રે, દેખી તે સુર ચિંતવે; કરી રૂપે રે, કુમરને બિહાવું હવે; ઈમ ચિંતી રે, ગજ રૂપે આવ્યો જિસે; ફળસારને રે, સિંહ રૂપે દીઠો હિસ્ય. સિંહરૂપે કુમારને તિહાં, દેખીને રોષાતુરે; દેવ પણ તે સિંહ રૂપે, સામે પગલે સંચરે, દેવ દુર્ગત સાન્નિધ્યે તવ, કુંવરને દીઠો તેણે; શરભ રૂપે બિહામણો, તે દેખી ચિંતે તિહાંકણે. ૫ Page #361 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ધીરજથી રે, ચળાવ્યો ચળ્યો નહિ; દેવ રૂપી રે, એહ પુરુષ દીસે સહી. ઈમ ચિંતી રે, તેહ પ્રત્યક્ષ થયો તદા; મન હરખે રે, કુવર પ્રત્યે ભાખે મુદા. કુમરને કહે અમર ઈણી પરે, ઈંદ્ર તુજને પ્રશંસિયો; તેહ થકી તું અધિક ઓપે, દેખી મુજ હરખ્યો હિયો માગ તું મુજ કને કાંઈક, તૂઠો હું તુજને સહી; જેહ કહે તે કરું હેલા, વાચા એ નિષ્ફળ નહિ. ૬ તવ તેહને રે, કુમર કહે મન ઉલ્લસી, પુણ્ય કરી રે, માહરે ઉણિમ નહિ કિસી તો પણ વળી રે, જો તુમે કિરપા કરી સુરપુરી સમ રે, કરી આપો માહરી પુરી. પુરી માહરી કરી આપો, ઈંદ્રપુરી સમ ઓપતી; ઈમ સુણી તેણે સુરે તતખિણ, પુરી કીધી દીપતી કનકમય શુભ ઘટિત ગઢ મઢ, પોળ મંદિર માળિયાં અતિ દિવ્ય સુંદર ગોખે, જડિત દીપે જાળિયાં. પુનર્નવ રે, સાલંકારા સોહતી; સુરનરના મન મોહતી; કીધી પ્રેમદાને પુરી; રૂપે ને દ્ધે કરી. અતિ સુંદર રે, તેણે દેવે રે, હોય દીપે રે, દ્ધે કરીને અધિક રૂપે, ઓપાવી તે સુર ગયો, પ્રમદા અને તે પુરી પેખી, કુમર મનમાં ગહગલ્લો, સૂર નરપતિ કુમરને હવે, રાજ્ય આપીને સહી, શીલંધર મુનિરાજ પાસે, ભાવશું દીક્ષા ગ્રહી. . દલ પૂરે રે, ફળસાર નરપતિ સુંદરું; તેણે પુરે રે, રાજ્ય કરે તે ગુણાકરુ; શચીશું રે, સુરપતિ જિમ સુખ ભોગવે; શશિલેખા રે, સાથે તિમ દિન જોગવે. ૩૩૦ ૧ Page #362 -------------------------------------------------------------------------- ________________ SS SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) | Si દિન જોગવે સુખ ભોગ યોગે, ઈંદ્ર જાણે અભિનવો અનુક્રમે તેહને પુત્ર ઉત્તામ, ચંદ્રસાર નામે હવો; ચંદ્રલેખા ઉદરે જાણે, માન સરવર હંસલો. નિજ સ્વજન પંકજ વન વિકાસન પૂર્ણચંદ્ર સમુwલો. ૯ અનુક્રમે રે, બાલપણો દૂર ગયો; ચંદ્રસારતે રે, રાજય ધુરા લાયક થયો. તવ તેહને રે, રાજય આપીને ભૂપતિ શુદ્ધ ભાવે રે, સંયમ લેઈ દંપતિ. દંપતિ શુભ યોગ સાધી, વ્રત આરાધી અનુક્રમે કાળ કરી સુરપણું પામ્યાં, સુરલોકે તે સાતમે જનમાંતરે જિનરાજની જે, કરી પૂજા ફળ તણી તે પુણ્યથી દોય અમર લીલા, અનુભવે સોહામણી. ૧૦ રાયરાણી રે, દુર્ગત દેવ ત્રીજો સહી; એ ત્રણે રે, સાતમે ભવે સંયમ ગ્રહી. આરાધી રે, મુગતે જાણ્યું તે વહી, સુણ રાજન રે, તેહમાંહી સંદેહ નહીં. સંદેહ નહિ સુણ કેવલી કહે, ફળપૂજા ઉપર તને; દૃષ્ટાંત ઉત્તમ એહ દાખ્યો, સદહિયે સાચે મને, ઉદયરતન કહે ઉલ્લાસ આણી, એકસઠમી ઢાળમાં, - જિનભક્તિનો મહાલાભ જાણી, થજો તેહની ચાલમાં. ૧૧ ભાવાર્થ : કવિ ઉદયરત્નવિજયજી મહારાજ એકસઠમી ઢાળમાં ચંદ્રલેખાના રૂપનું | વર્ણન કરતાં ફરમાવી રહ્યા છે કે જેમ ચંદ્રની બધી જ કલાઓ મલરહિત - નિર્મળ હોય છે ની તેમ ચંદ્રલેખા પણ અંતરથી અને બાહ્યથી નિર્મળ છે. જેમ ગગનને વિષે વિજળી શોભે છે 6 તેમ કોઈની ઉપમા ન આપી શકાય એવી નિરૂપમરૂપે વીજળીની જેમ તે શોભી રહી છે. મા વળી જેમ કમરથી સિંહ વખણાય છે તેમ ચંદ્રલેખાનો કમરનો ભાગ એવો છે કે તેની ને આગળ સિંહની પણ કેડ ઝાંખી પડે છે. એટલે ચંદ્રલેખાની કમરનો ભાગ ખૂબ સુંદર છે ને એવી ચંદ્રલેખા પોતાના પ્રિયતમ ફળસારકુમાર સાથે મનના આનંદથી અનેક પ્રકારનાં , ભોગ-વિલાસ સુખને ભોગવે છે અને ફળસારકુમાર પણ પૂર્વે કરેલ ફળપૂજાના પ્રબલ પુણ્ય કરી . Page #363 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ અનેક પ્રકારની સુખ લીલા પામે છે એટલું જ નહિ પરંતુ મનથી જે જે ઈચ્છા કરે છે તે સર્વકામ તેના ફળીભૂત થાય છે. એમ અનંતપુણ્યના જોરે કરી ફળસારકુમાર સુખ લીલામાં લીન રહે છે. (૧) હવે એક વખત સ્વર્ગલોકમાં ૨હેલાં ઈન્દ્ર મહારાજા હર્ષપૂર્વક સિંહાસન પર બેઠાં અને ઇંદ્રસભા ભરાયેલી છે તે સમયે પર્ષદા (સભા) સમક્ષ ઈંદ્ર વારંવાર ફળસારકુમારના વખાણ કરે છે. એમ પ્રશંસા કરતાં કહે છે કે, મનુષ્યલોકમાં પણ દેવની જેમ સુખ સમૃદ્ધિ ઋદ્ધિ સિદ્ધિને ભોગવનાર ફળસાર રાજકુમાર છે કે જેણે પૂર્વભવે પોપટના ભવમાં ૫૨માત્માની ફળથી પૂજા અત્યંત લાભકારક જાણીને કરેલી તે ફળપૂજાના ફળ સ્વરૂપે આ ભવમાં દેવતુલ્ય ઋદ્ધિ-સિદ્ધિ પામ્યો છે અને મનમાં જે જે મનોરથ કરે છે તે સર્વે મનોરથ તત્કાલ સિદ્ધ થાય છે. (૨) એ પ્રમાણે ઇંદ્રના મુખેથી ફળસાર રાજકુમારની પ્રશંસા સાંભળીને કોઈક મિથ્યાદૅષ્ટિ દેવને ઈર્ષ્યાભાવા-અમર્ષભાવ ઉત્પન્ન થયો અને તે અમર્ષને ધારણ કરતો ફળસારની પ્રશંસા અને ઈંદ્રના વચનને નહિ માનતો તે દેવ ણિધરનું રૂપ લઈને દોડતો ધસી આવ્યો અને ચંદ્રલેખાને ડસ્યો. દેવસ્વરૂપી સર્પ જ્યાં ચંદ્રલેખાને ડસ્યો ત્યાં જ ચંદ્રલેખા બેભાન થઈ થકી ઝેરના વ્યાપવાથી લડથડીયાં ખાતી જમીન પર ઢળી પડી. તે જોઈને ફળસા૨કુમાર આદિ રાજ પરિવારે અનેક વૈદ્યો, મંત્રવાદી, ગારૂડીકોને સારવાર માટે બોલાવ્યા. ઝેર ઉતારવા ઘણાં જ પ્રયત્નો કર્યા. (૩) હવે ચંદ્રલેખાનો દેહ ઝેરના પ્રભાવે લીલોછમ થઈ ગયો છે. અનેક ઉપાયો કરાવ્યા છતાં ચંદ્રલેખાને જરાં પણ ભાન આવ્યું નથી. વૈદ્યો, ગારૂડીકો, મંત્રવાદીઓ આદિ ચિકિત્સકો નાસીપાસ (હાથ ખંખેરી) થઈને ગયા છે ત્યારે ફળસારકુમાર આદિ રાજપરિવાર, સ્નેહસ્વજનોએ હવે તેના જીવિતની આશા છોડી દીધેલી છે ત્યારે દુર્ગતા નારીનો જીવ જે દેવ થયેલ છે તે વૈદ્યરૂપે સુરતરૂની મંજરી (વનસ્પતિ) લઈને આવે છે અને ફળસારકુમારને કહે છે. હું વિષને ઉતારવા ઉપકા૨ ક૨વા કારણે દવા લઈને આવ્યો છું એમ કહીને દેવલોકની દિવ્ય ઔષધિ જ્યાં કુમારના હાથમાં આપે છે ત્યાં - (૪) વૈદ્યરૂપે આવેલાં તે દેવને જોઈને વિષધર રૂપે આવેલો દેવ વિચારવા લાગ્યો કે, હવે હાથીનું રૂપ ક૨ીને ફળસારકુમારને હું બિવડાવું એમ વિચારીને હાથીનું રૂપ ક૨ીને જ્યાં ફળસારકુમાર પાસે આવે છે ત્યાં ફળસારકુમારને સિંહના સ્વરૂપે જોવે છે. ૩૩૨ Page #364 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ફળસારકુમારને સિંહરૂપે જોઈને હાથીરૂપે આવેલો દેવ અત્યંત ક્રોધાતુર થયો થકો પોતે પણ સિંહનું રૂપ કરી કુમારને સામે પગલે ચાલવા લાગ્યો. ત્યારે દુર્ગતા નારીનો જીવ જે દેવ છે તે ફળસાર કુમારને સહાય કરતો દેખાયો અને તે દેવની સહાયથી કુમારને અષ્ટાપદના બિહામણાં સ્વરૂપે જોવે છે, તે દેખીને દેવ મનમાં વિચારવા લાગ્યો. (૫) ZAZALIZZAN તો પણ ફળસા૨કુમા૨ને ચલિત કરવા તે દેવે ઘણાં જ પ્રયત્નો કર્યા પણ ધીરતા ધારણ ક૨ી ૨હેલ ફળસા૨કુમાર જરા પણ ચલાયમાન થયો નહિ. ત્યારે તે મિષ્યાદૃષ્ટિ દેવ વિચા૨વા લાગ્યો કે, આ કુમાર આ પુરુષ કોઈ દેવ સ્વરૂપી લાગે છે. એમ વિચારીને તે દેવ પ્રગટ થયો અને હર્ષપૂર્વક કુમારને કહેવા લાગ્યો કે હે ફળસાર કુમાર ! ઇંદ્ર મહારાજે પોતાની ઈંદ્રસભામાં તારા સુખ-સમૃદ્ધિ અને રૂપ-ગુણની પ્રશંસા કરી, તેથી હું તારી પરીક્ષા કરવા અહિં આવ્યો છું. ખરેખર જેવા ઈંદ્રે વખાણ કર્યા છે તેવા એટલું જ નહિ, તેનાથી વધારે તું શોભી રહ્યો છે. તેથી મારાં હૈયામાંથી અમર્ષ જતો રહ્યો અને આનંદ વ્યાપી રહ્યો છે. તેથી હે કુમાર ! તારે જે જોઈએ તે તું માંગ. હું તારા પર તુમાન થયો છું, તું જે કહે તે કામ કરી આપું. આ મારું વચન નિષ્ફળ થશે નહિ. (૬) ઉ૫૨ પ્રમાણેના દેવના વચનો સાંભળી રાજકુમાર કહેવા લાગ્યો કે, હે દેવ ! મને જિનેશ્વરની ફળપૂજાના પુણ્યે કરી ઋદ્ધિ-સમૃદ્ધિમાં કોઈ જાતની ખામી નથી છતાં જો તમે મારા પર મહેર કરો છો, તો આ મારી જે નગરી છે તેને ઇંદ્રપુરી સમાન કરી આપો. એ પ્રમાણેની ફળસા૨કુમારની વાત સાંભળીને તે અમર્ષ ધરીને આવેલા દેવે તે જ સમયે સુવર્ણમય, ગઢ, મઢ, મંદિર, માળિયાથી શોભતી ઠેર ઠેર ઝરૂખા - ગોખલા જાળિયાથી સુરમ્ય, મનોહર ઈંદ્રપુરીથી અધિક દીપતી, જિનાલયો અને મંદિરોથી શોભતી એવી ફળસારકુમારના મનને રૂચે તેવી દિવ્ય નગરી બનાવી દીધી. (૭) વળી તે નગ૨ી અલંકારથી યુક્ત મનુષ્ય જેમ વધુ શોભે તેમ અલંકારે યુક્ત અતિ સુંદર બનાવી છે તે જોઈને દેવ, મનુષ્યના મન મોહિત થાય છે. ત્યારબાદ તે દેવે ઋદ્ધિ-સમૃદ્ધિથી દીપતી એવી નગરીને અને ચંદ્રલેખાને રૂપ સૌંદર્યથી શોભતી કરી આપી. આમ દેવે ફળસારકુમારની નગરી અને પત્નિ બંને અત્યંત સુશોભિત કરી આપી. હવે નગરી અને ચંદ્રલેખા પત્નિ બંને રૂપથી અને ઋદ્ધિ-સમૃદ્ધિથી અધિક દેદીપ્યમાન કરી મિથ્યાર્દષ્ટિ દેવ પોતાને સ્થાને ગયો અને અત્યંત સુશોભિત નગરીને અને રૂપે કરી રંભા સમાન પોતાની પ્રિયતમાને જોઈને ફળસારકુમાર અત્યંત આનંદ પામ્યો ત્યારબાદ સૂરરાજા પોતાના પુત્ર ફળસાર રાજકુમારને રાજ્ય સોંપી શીલંધર મુનિવર પાસે ભાવથી દીક્ષા ગ્રહણ કરે છે. (૮) - ૩૩૩ + Page #365 -------------------------------------------------------------------------- ________________ 5 ( શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ હવે ચતુરંગી સૈન્યના દલથી યુક્ત એવા ફળસાર રાજા અત્યંત શોભવા લાગ્યાં. જાણે છે કરી ગુણસમુદ્ર ન હોય તેવા રાજા મંત્રીની સાથે તેની સહાયથી રાજ્યધુરા વહન કરે છે અને કી તેથી ઈદ્રની જેમ સુખ ભોગવે છે અને ચંદ્રલેખા સાથે પણ સુખમાં દિવસો પસાર કરે છે. નિ પંચવિષય સુખ ભોગવતો તેના માધ્યમથી દિવસો વ્યતીત કરતો ફળસાર રાજા જાણે નૂતન કરી ઈદ્ર પ્રગટ થયો હોય નહિ, તેમ કાળ નિર્ગમન કરે છે. અનુક્રમે ચંદ્રસાર નામે પુત્ર જન્મ કી પામે છે તે કેવો છે ! જેમ માનસ સરોવરમાં હંસ શોભે, તેમ ચંદ્રલેખાના ઉદરે હંસ સમાન પોતાના સ્વજન - કુટુંબ – પરિવાર રૂપી વનને વિકસ્વર કરવા પૂર્ણચંદ્ર સમાન ઉજવલ એવો તે પુત્ર ચંદ્રસાર શોભી રહ્યો છે. (૯) બીજના ચંદ્રની જેમ દિન પ્રતિદિન વૃદ્ધિ પામતો ચંદ્રસારકુમાર હવે યૌવનના ઉંબરે દર પગ માંડે છે ત્યારે કુંવર રાજ્યને યોગ્ય થયેલો જાણી ફળસાર રાજા ચંદ્રસાર રાજકુમારને રાજય આપી શુદ્ધ ભાવે ચંદ્રલેખા સાથે સંયમ ગ્રહણ કરે છે અને બંને સંયમધરો શુદ્ધભાવે આ મન-વચન-કાયાના યોગે નિરતિચાર ચારિત્ર પાળી અનુક્રમે આયુક્ષય થયે કાળ કરી સાતમા દિને દેવલોકે દેવપણાને પામે છે. શુક-યુગલના ભાવમાં ભક્તિપૂર્વક પરમાત્માની કરેલી ફળપૂજાના કિસ પુણ્યબલે ફળસારકુમાર અને ચંદ્રલેખા બંને દેવલોકની દિવ્ય સમૃદ્ધિ પામ્યા અને ત્યાંના રસ દૈવી સુખોને રંગપૂર્વક ભોગવે છે. (૧૦) ફળસાર રાજા, ચંદ્રલેખા રાણી અને દુર્ગતા નારીનો જે જીવ દેવપણું પામેલો છે તે દેવ જી એમ ત્રણેય આત્મા દેવ - મનુષ્યના ઉત્તમ ભવોમાં, ઉત્તમ સુખોને ભોગવતા સાતમા ભવમાં સંયમ લઈ શુદ્ધ ભાવે નિરતિચારપણે આરાધી મોક્ષે જશે એમાં જરા પણ શંકા નથી, એ પ્રમાણે વિજયચંદ્ર કેવલી હરિચંદ્ર રાજાને કહી રહ્યા છે કે, હે રાજન્ ! મારી આ વાતમાં જરાં પણ શંકા રાખીશ નહિ. ફળપૂજા ઉપર ઉત્તમ મહાત્માનું દૃષ્ટાંત મેં તને કહ્યું. તે હવે તેના પર સાચા મનથી શ્રદ્ધા કરજે એ પ્રમાણે કવિ ઉદયરત્નવિજયજી મહારાજ ઉલ્લાસપૂર્વક એકસઠમી ઢાળમાં ફરમાવે છે કે, હે શ્રોતાજનો ! પરમાત્મભક્તિનો મહાલાભ તિ કી છે એમ જાણીને પ્રભુભક્તિ કરવા ઉદ્યમવંત બનજો ! (૧૧) વિવેચન : ખરેખર પરમાત્મ ભક્તિનો મહિમા અપરંપાર છે. પરમાત્મ ભક્તિ આજના ની સમયે પણ અવનવા ચમત્કારો સર્જે છે. પરમાત્માની ભક્તિ જ મુક્તિને ખેંચે છે. જેમ લિ ચમકપાષાણ લોઢાને ખેંચે છે તેમ ચુંબક સ્વરૂપે પરમાત્માની ભક્તિ લોઢા જેવા આપણા આત્માને પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરાવવા ખેંચે છે. પણ ચુંબકને સ્પર્શ કરો તો ? જેમ ઈલિકા ભ્રમરનું ધ્યાન કરતાં ભ્રમર રૂપે બની જાય છે. તેમ પરમાત્માનું ધ્યાન કરતા આપણે શું પરમાત્મા સ્વરૂપે ન થઈ શકીએ ? પરમાત્માનું નામસ્મરણ પણ આપણાં રોગ શોક પાપ સંતાપને અપહરે છે. તો ભાવથી કરેલી પ્રભુપૂજા અને ભક્તિભાવ શું ચમત્કાર ન સર્જે ? Page #366 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ આજકાલના સમયની વાત છે. એક બેનને કેન્સરનો રોગ થયો. ડૉ. પાસે બતાવવા ગયા. ડૉક્ટરે ઓપરેશન માટે તારીખ આપી. હજુ ઓપરેશનને વાર હતી. તે બેનને થયું આમેય કેન્સર જેવો મહારોગ આવ્યો છે. ઓપરેશન પણ નિશ્ચિત છે. ભલે પ્રભુની મહે૨થી ઓપરેશન સફળ થાય પણ કેન્સર એટલે દુનિયામાંથી એકવાર તો કેન્સલ થવાનું જ ? લાવ જેટલું આયુષ્ય બચ્યું તેટલામાં પરમાત્માની ભક્તિ કરી લેવા દે. એમ વિચારી પરમાત્માની ભક્તિ માટે પૂજાના વસ્ત્રો પહેરી પૂજા કરવા ગયા. રોજ એક કલાકની પૂજા ભક્તિ કરે. એક દિવસ ભક્તિભાવ ઉભરાયો. એક કલાક, બે કલાક, ત્રણ કલાક, ચાર કલાક બેન ઘરે પાછા આવ્યા નહિ. ઘરે બધાને ચિંતા થઈ, હજુ સુધી પૂજા કરવા ગયેલા છે. ઘરે પાછા કેમ નથી આવ્યા. તેમના સ્વામીનાથ દહેરાસર તપાસ કરવા ગયા. બહારથી જ નજર કરતાં ખબર પડી કે પોતાના પત્નિ ચામર નૃત્યમાં લીન બનેલાં છે. તેમની ભક્તિ ખંડિત ન થાય, તેમને અંતરાય ન પડે માટે પૂજા કરીને બહાર આવે ત્યાં સુધી તેમના પતિ બહાર એકબાજુ બેસી ગયા. પરમાત્માની ભક્તિ કરી બેન બહાર આવે છે, તો બંનેની દૃષ્ટિ એકબીજાને મલી. બેનનાં પતિ બરાબર જોઈ રહ્યાં છે. કેન્સરની ગાંઠ જેમ હતી તેમને તેમ છે. પૂજા કરીને આવેલા બેનને યાદ આવ્યું મેં આજે પરમાત્માનું ‘નમનજળ’ લગાડ્યું નથી. તેથી પોતાના સ્વામિનાથને કહે છે. આટલીવાર મારી માટે રાહ જોઈને તમે ક્યારના બેઠાં લાગો છો, તો બે મિનિટ વધુ પ્રતીક્ષા કરો. હું નમનજળ લઈને આવું છું. બેન દહેરાસરમાં ગયા જ્યાં જિનેશ્વરદેવના પક્ષાલનું જલ રહેલું હતું તે લીધું અને જ્યાં પોતાને દર્દ થતું હતું ત્યાં લગાડ્યું. લગાડીને જિનાલયથી બહાર નીકળ્યા તે વખતે તેમનાં પતિદેવે બરાબર નજર કરી તો કેન્સરની જે ગાંઠ હતી તે લગભગ ઓગળી ગયેલી અને પંદર દિવસ બાદ જ્યાં ડૉક્ટર પાસે ગયાં તો ડૉક્ટર રોગ જ મૂળમાંથી નીકળી ગયો છે તો ઓપરેશન શેનું કરું ? કેવી રીતે રોગ નાબૂદ થયો ? પેલાં બેન કહે, આ તો પરમાત્માની કરેલી ભક્તિનો પ્રભાવ છે. વાચકો ધ્યાન રાખો કે, જિનભક્તિનો કેવો મહાપ્રભાવ છે. ગઈકાલનો રોડપતિ આવતીકાલે કરોડપતિ બને છે. ગઈકાલનો ગરીબ, આવતીકાલનો રાજા બની શકે છે. ગઈકાલનો સંસારી આવતીકાલે સંયમી બની શકે છે. ગઈકાલનો રાગી આવતીકાલે ત્યાગી બને છે. ગઈકાલનો રોગી આવતીકાલે નિરોગી બને છે. આ છે પરમાત્માભક્તિનો પ્રભાવ. હે શ્રોતાજનો ! ૫રમાત્માની ભક્તિનો પ્રભાવ જાણ્યા પછી પરમાત્મા ભક્તિમાં જરા પણ આળસ - પ્રમાદ કરશો નહિ. ઈતિ ૬૧મી ઢાળ સંપૂર્ણ ૩૩૫ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩ SM VS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ - ઢાળ બાસઠમી || દોહા સોરઠી નિત્યે જે નરનારી, ગણકાલ વિવિધ કરી; પામે તે ભવપાર, જે પૂજે જિનરાજને. ૧ ઉત્તમ એહ ઉપાય, મુક્તિવધૂ મળવા તણો; પૂજ જિનવર પાય, ભવિક મન ભાવે કરી. ૨ જતાં ન મલે જેડી, સુખદાયક સંસારમાં; કીજે મનને ક્રોડ, જિનપૂજા જયકારિણી. ૩ આરજ કુલ અવતાર, પામીને પ્રેમે સદા; ભરવા પુણ્ય ભંડાર, પૂજો જિન પૂરે મને. ૪ દેવ ઘણાએ દીઠઅરિહંત સમ એકે નહિ; ભાવેશ ભૂપીઠ, ઓળખીને તમે અરજો. ૫ જુગતિશુ જળકુંભ, જિન આગે ટોવે ક્રિકે; ઉત્તમ એક અચંભ, સુખ પામે સહી શાશ્વતાં. ૬ જલપૂજાથી જેમ, સુખ પામી વાડવા સુતા; સુણ હરિચંદ્ર સુપ્રેમ, ધુરથી કહુ દૃષ્ટાંત તે. ૭ ભાવાર્થ : ગ્રંથકર્તા કવિ ઉદયરત્નવિજયજી મહારાજ બાસઠમી ઢાળમાં અષ્ટપ્રકારી પૂજાના મહાપ્રભાવ પર પ્રકાશ પાડતાં ફરમાવી રહ્યા છે કે, હે ભવ્યજનો ! વિતરાગ પરમાત્માની મન-વચન-કાયાના ત્રિવિધ યોગે જે નર-નારી રાણકાલ (સવાર-બપોરસાંજ) હંમેશા ભક્તિભાવપૂર્વક પૂજા કરે છે તે સ્ત્રી-પુરુષ ભવસમુદ્રને તરી જાય છે. ખરેખર કે પરમાત્માની પૂજા ભવસમુદ્ર તરવામાં નૌકા સમાન છે. (૧) વળી જે જીવને શિવપટ્ટરાણીને મળવાની ઈચ્છા થાય છે તેને મળવાનો શ્રેષ્ઠ પ્રયત્ન એ છે કે તે ભવ્ય જીવોએ મનનાં શુદ્ધ ભાવપૂર્વક પરમાત્માના ચરણકમલની દ્રવ્ય અને ભાવથી પૂજા કરવી જોઈએ. (૨) કવિ ઉદયરત્નવિજયજી મહારાજ સઝાયમાં કહે છે. “પૂજા છે મુક્તિનો પંથ, નિત્ય નિત્ય ભાખે એમ ભગવંત; જે પૂજે જિનવર બિંબ, તે લહે અવિચલ પદ અવિલંબ.” Page #368 -------------------------------------------------------------------------- ________________ ક રી | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ૩ | અષ્ટપ્રકારી પૂજાનું અનુષ્ઠાન તે શિવપુર જવા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે. એમ જિનેશ્વર દરી ભગવંત પોતાની દેશના દ્વારા ફરમાવી રહ્યા છે. જે પરમાત્માની પ્રતિમાની પૂજા કરે છે તે જ - વિના વિલંબે શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે. કરી વળી સંસાર ચક્રમાં જોતાં સુખ આપનાર જિનેશ્વરદેવની કરેલી પૂજા છે તે સિવાય કે આ તેની સરખામણી થાય તેવું કોઈ અનુષ્ઠાન નથી. માટે મનના ઉમંગથી જય અને વિજયને કે ની પ્રાપ્ત કરાવનારી પરમાત્માની પૂજા કરો ! (૩) વિવેચન : જો કે જૈનશાસનમાં એક પણ અનુષ્ઠાન એવું નથી કે જે ભવસમુદ્ર પાર ન ઉતારી ન શકે ? અર્થાત્ જીવનમાં આરાધલ નાનામાં નાનું અનુષ્ઠાન પણ મોક્ષના ફળને કરી આપનારું બને છે. અહિં પરમાત્માની અષ્ટપ્રકારી પૂજાનું મહત્ત્વ સમજાવવા તેનું વર્ણન ચાલતું હોવાથી અહિં એમ કહેવામાં આવ્યું છે કે જિનેશ્વર દેવની પૂજાની કોઈ જોડ મળતી નથી. હે ભવ્યજનો ! પૂર્વકૃત પુણ્યનાં પ્રભાવે તમે આર્યકુલમાં જન્મ પામ્યા છો અને હવે તે બીજા ભવમાં જવા માટે પુણ્યભંડાર ભરવો છે. તે પ્રેમપૂર્વક હંમેશા મન-વચન-કાયાથી વિતરાગ પરમાત્માની પૂજા કરો. (૪) વળી પૃથ્વીતલમાં અનેક દેવો છે પરંતુ અરિહંત પરમાત્મા સમાન એક પણ દેવ નથી. છે તેથી પૃથ્વીતલને વિષે રહેલા અરિહંત પરમાત્માને ઓળખીને ભાવપૂર્વક તમે દેવાધિદેવની પૂજા કરજો. (૫) વિવેચન : આ પૃથ્વીતલને વિષે અસંખ્ય દેવો છે અને દેવીઓ પણ છે. કંઈક આત્માઓ દ તે દેવ-દેવીને પરમાત્મ બુદ્ધિથી પૂજે છે. માને છે. પરંતુ સાચા અર્થમાં તે દેવ નથી કે જે ની પોતે પણ ભવચક્રમાં ભમે છે અને બીજાને ભમાવે છે. જો પોતે રાગ-દ્વેષથી ભરેલા છે તો બીજાને રાગ-દ્વેષ વિનાનું જીવન જીવવું એમ ઉપદેશ ક્યાંથી આપી શકે ? જે પોતે મોહજાળમાં | | મગ્ન હોય તે બીજાના મોહની જાળ કેવી રીતે છેદી શકે ? જે દેવ-દેવીએ પોતે પણ હજું સમ્યકત્વનું શિર્ષક પ્રાપ્ત કર્યું નથી તે દેવ-દેવીના દર્શનથી તમને શું સમ્યક્ત્વની પ્રાપ્તિ થશે | ની ખરી ? ના. માટે જ જ્ઞાની પુરુષો કહે છે જેમણે અઢાર દોષોને દૂર કર્યા છે. રાગ-દ્વેષ રૂપી શત્રુ પર વિજય મેળવ્યો છે, જેઓ બારગુણે કરી યુક્ત છે. જેઓ અષ્ટપ્રાતિહાર્ય સહિત સમવસરણમાં ચઉમુખે દેશના આપી રહ્યા છે. તે અરિહંત પરમાત્મા સમાન જગતમાં કોઈ દેવ દેવી આવી શકતા નથી અને એટલા માટે જ કહ્યું છે કે – “મુજ હૃદયમાં એક બિરાજે, દેવ તરીકે શ્રી અરિહંત, ગુરુ તરીકે એક બિરાજે, જે આ જગમાં છે નિગ્રંથ, ધર્મ તરીકે એક બિરાજે, જે તે બતાવ્યો શ્રી અરિહંત, ત્રણને છોડી શીશ ઝૂકે ના, આશિષ દે હું થાઉં અરિહંત' २.२२ Page #369 -------------------------------------------------------------------------- ________________ . શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ 3 આ દેવની પ્રતિમા ઉપરથી પણ તમે પરીક્ષા કરી શકશો કે આ દેવ રાગી છે કે દ્વેષી છે કે આ વિતરાગી છે ? જો રાગી દેવ-દેવી હશે તો તેની પાસે તેની પત્નિ બેઠેલી હશે ? જેમ કે ( શંકરની બાજુમાં પાર્વતી. કૃષ્ણની બાજુમાં રાધા-ગૌરી અને દ્વેષી દેવ હશે તો તેના હાથમાં મેં ત્રિશૂલ હશે ! તલવાર હશે ! ભાલો હશે? લોહી ઝરતાં માણસોના ડોકા પણ પકડેલા હોય દિન છે. કોઈ દેવ-દેવીની આગળ હાડકાંનો ઢગલો પડેલો હોય છે. એ દ્વારા સમજી શકાય છે કે, આ આ દેવી દેવ છે. આજકાલ લોકો જ્યાં ચમત્કાર ત્યાં નમસ્કાર કરતા હોય છે. પરંતુ કિસ અરિહંત પરમાત્માનો ચમત્કાર ક્યાં ઓછો છે. રાગ-દ્વેષી દેવ બહુ તો તમારો સંસાર , લીલોછમ કરી આપશે? યા કોઈ નડતર રૂપ થતું હશે તો તે દૂર કરી આપશે? પુત્ર, પત્નિ, તિ પેઢી, પરિવારથી સુખી કરશે. પણ તે સુખ ક્યાં સુધી ટકવાનું? જ્યારે અરિહંત પરમાત્માનો છે | ચમત્કાર તેમનો અતિશય છે. સવાસો યોજનમાં પ્રભુ વિચરે ત્યાં ક્યાંય મારી, મરકી, રોગ, શિ શોક, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ થતી નથી. આ જેવો તેવો ચમત્કાર છે ? પરમાત્મા બોલે છે એક ભાષા, પણ પશુ, પક્ષી, દેવ, દેવી નર-નારી આદિ સર્વે પોત પોતાની ભાષામાં સમજી લે છે. આ વાણીનો ચમત્કાર ભૂખ્યાની ભૂખ ભાંગે, તરસ્યાની તૃષા છીપે અને અંતે ક્યારે પણ નાશ ન થાય તેવું અવિનાશીપણું પ્રાપ્ત કરાવે છે. માટે જ અરિહંત સમાન કોઈ દેવ છે ની જગતમાં મળી શકે તેમ નથી. - શ્રી વિજયચંદ્ર કેવલી હરિચંદ્ર રાજાની આગળ અષ્ટપ્રકારી પૂજાના રહસ્યને સમજાવતા રિસ કહે છે કે હે રાજન ! પ્રેમપૂર્વક સાંભળ. જે મનુષ્ય ભક્તિપૂર્વક પરમાત્મા સન્મુખ પાણીનો છે આ કળશ (કુંભ) ધરાવે છે યા ને જલવડે પરમાત્માનું પક્ષાલન કરે છે તે મનુષ્ય આશ્ચર્યકારક | એવા શ્રેષ્ઠ મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. જેમ પાણીથી પક્ષાલપૂજા કરવા દ્વારા બ્રાહ્મણની પુત્રી આ શાશ્વત સુખની ભોક્તા બની તેમ જલપૂજા દ્વારા જીવ શિવસુખનો ભોક્તા બને છે. હવે તે બ્રાહ્મણ સુતાનું દ્રષ્ટાંત કહું છું તે સ્નેહપૂર્વક સાંભળો - (૬, ૭). (ત્રિભુવન નાયક તું વડો રે લાલ - એ દેશી) દક્ષિણ ભારતે દીપતો હો લાલ, બ્રહ્મપુર ઈણે નામ મનરંગ; વિપ્રના સહસ્ત્ર વાસા તિહાં રે લાલ, સુરપુરી સમ અભિરામ મનરંગે. સુણ રાજન્ કહે કેવલી હો લાલ, જલપૂજા અધિકાર; મન, કથા કહ્યું હું તેહની હો લાલ, સદહેજે સુવિચાર. મન સુણ૦ ૨ પારગામી જે વેદનો હો લાલ, ચૌદ વિધાગુણ ધામ; મન વારુ વાવ એક તિહાં હો લાલ, વસે સોમિલ નામ. મન સુણ૦ ૩ Page #370 -------------------------------------------------------------------------- ________________ સુણ૦ ૬. સુણ૦ ૮ િ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ સોમાં નામે તેહને તો લાલ, રમણી રૂપનિધાન; મન યજ્ઞચક્રી સુત તેહને હો લાલ, પંડિત બુદ્ધિ પ્રધાન. મન સુણ૦ ૪ યાચક્રીની ભારજા હો લાલ, સોમશ્રી શુભ રૂપ; મન ઉત્તમ વંશની ઊપની હો લાલ, જાણે અમારી રૂપ. મન સુણ૦ ૫ સોમિલ આય પૂરું કરી હો લાલ, પહોતો તે પરલોક; મન, મૃતકારજ તેહનાં કરી હો લાલ, યજ્ઞચક્રી તજે શોક. મન સાસુ કહે વહુ સાંભળો હો લાલ, બારશ દાન નિમિત્ત; મન આણો નિરમલ નીરનો હો લાલ, કુંભ ભરી સુપવિત. મન સોમશ્રી ઈમ સાંભળી હો લાલ, કુંભ લેઈ કરમાંહી; મન જળ લેવાને કારણે હો લાલ, ચાલી મન ઉછાંહી. મન, યુવતી જળ ઠામે જઈ હો લાલ, અબોટ લેઈ અંભ; મન વેગેશુ પાછી વળી હો લાલ, શિર ઉપર ધરી કુંભ. મન સુણ૦ ૯ જિનઘર પાસે આવી તિકે હો લાલ, તિણવેળા તિહાં સાર; મન મુનિવર દેવે દેશના હો લાલ, જિનપૂજા અધિકાર. મનઇ સુણ૦ ૧૦ જિનઆગે જળનો ઘડો હો લાલ, ઢોવે જે નરનાર; મન૦ ીિ સુરનરના સુખ ભોગવી હો લાલ, પામે તે ભવપાર. મન સુણ૦ ૧૧ સી મનિમખથી એમ સાંભળી હો લાલ, સોમશ્રી સુવિચાર; મન આ જિનમુખ આગે ઢોવે જઈ હો લાલ, તેહ ઘડો તેણીવાર. મન સુણ૦ ૧૨ ભગતે શું જળનો ઘડો હો લાલ, ઢોઈ મનને ઉલ્લાસ; મન, ભદ્રકભાવે તે બ્રાહ્મણી હો લાલ, એમ કહે અરદાસ. મન સુણ૦ ૧ સ્વામી તુજ સ્તવના તણું હો લાલ, નથી મુજમાં નાણ; મન. આ તુજ ગુણપંથે જાવા ભણી હો લાલ, હું છું અંધ અજાણ. મન સુણ૦ ૧૪ અજ્ઞાને હું આવરી હો લાલ, પૂરવ કર્મને લેખ; મન તુમ શાસન સંગત વિના હો લાલ, ન લહું ભક્તિ વિશેષ. મન સુણ૦ ૧૫ તુજને જળઘટ દાનથી હો લાલ, ફળપ્રાપ્તિ હોવે જેહ; મન પ્રભુજી તુમ પસાયથી હો લાલ, મુજને હોજો તેહ. મન સુણ૦ ૧૬ Page #371 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ સાસુને ભાખે જઈ હો લાલ, સાથે હુંતી જે નાર; મન૦ જિનમંદિર મૂક્યો ઘડો હો લાલ, તુમ વહુએ નિરધાર. મન સુણ૦ ૧૭ ઈમ સુણી સોમા ઘણું હો લાલ, ક્રોધે થઈ વિકરાલ; મન હુતાશન હવિ યોગથી હો લાલ, જિમ નાખે બહુ ઝાલ. મન॰ સુણ૦ ૧૮ રૂઠી જાણે રાક્ષસી હો લાલ, દીસતી કોપે લાલ, અતિરોષે સાચી જાણે શિકોત્તરી હો લાલ, ત્રટકી બોલે ગાળ. અતિ સુણ૦ ૧૯ જે મંદિર દીધો ઘડો હો લાલ, તે માથે ન ચોંટ્યો કાંહિ; અતિ૦ સોમાએ બાંધ્યું હો લાલ, કર્મ નિકાચિત ત્યાંહિ. રીંછણશી રોષે ભરી હો લાલ, બોલે એહવા બોલ; મુજ મંદિરમાં પેસવા હો લાલ, કેમ લેસ્થે તેહ નિટોલ. અતિ॰ સુણ૦ ૨૧ લકુટ લેઈ હાથમાં હો લાલ, બેઠી ઘરને બાર; અતિ૦ દૂરથી દેખી આવતી હો લાલ, વહુને તેણીવાર. અતિ સુણ૦ ૨૨ નિપટ તેહને નિભ્રંછીને હો લાલ, સાસુએ ઘરબાહી; અતિ॰ પેસવા પણ દીધી નહિ હો લાલ, હડસેલી ગલે સાહી. અતિ સુણ૦ ૨૩ બાસઠમી એ ઢાળમાં હો લાલ, ઉદય કહે ભલી પેર; મન જુઓ જગત વિચિત્રતા હો લાલ, વહુ ઉપરે ઘરે વેર. મન॰ સુણ૦ ૨૪ ભાવાર્થ : જંબુદ્વિપના દક્ષિણ ભરતમાં ઇંદ્રપુરી સમાન મનોરમ્ય, રમણીય એવી બ્રહ્મપુર નામની નગરી છે. તે નગરીને વિષે હજારો બ્રાહ્મણો વસી રહ્યા છે. (૧) અતિ સુણ૦ ૨૦ અતિ શ્રી વિજયચંદ્ર કેવલી હરિચંદ્ર રાજાને કહી રહ્યા છે કે, રાજન્ ! સાંભળ. પાણીના પક્ષાલની પૂજાનો અધિકાર અને તે પૂજા વિષે એક નાનકડી વાર્તા કહું છું તે શ્રદ્ધાથી તું ધારણ કરજે. આદર કરજે. (૨) તે બ્રહ્મપુરીનગરીને વિષે ચૌદ વિદ્યા ગુણનો પારંગત સોમિલ નામનો શ્રેષ્ઠ બ્રાહ્મણ ત્યાં રહે છે. (૩) તે સોમિલ બ્રાહ્મણને રૂપના ભંડાર સમી સોમા નામની એક સ્ત્રી છે અને યજ્ઞચક્રી નામે બુદ્ધિમાં શ્રેષ્ઠ એવો રાજકુંવર જેવો એક પુત્ર છે. (૪) તે યજ્ઞચક્રીને સુંદર રૂપ લાવણ્યથી શોભતી સોમશ્રી નામની ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયેલ જાણે કે દેવલોકની દેવી ન હોય ! તેવી પ્રિયતમા છે. (૫) ૩૪૦ Page #372 -------------------------------------------------------------------------- ________________ તે શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ હવે કાલક્રમે સોમિલ બ્રાહ્મણ ભોગવાતું પોતાનું આયુષ્ય ક્ષય કરી પરલોકે પ્રયાણ કરી ગયો. યજ્ઞચક્રીને ઘણું દુઃખ થયું. પરંતુ જન્મ-મરણના સનાતન કાર્યને કોઈ અટકાવી શક્યું નથી. જન્મ પછી મૃત્યુ નિશ્ચિત છે જ એમ સમજી પિતાનું મરણકાર્ય પતાવી શોકને દૂર કરે છે. (૬) તે સમયે સોમા સાસુ પોતાના પુત્રની પ્રિયતમા એવી સોમશ્રીને કહેવા લાગી કે, તમારા સસરા મર્યાને બાર દિવસ વિતી ગયા છે, તેથી બારમાનું દાન વિગેરે આપવા માટે થઈને નિર્મલ પાણીનો એક પવિત્ર ઘડો ભરીને લાવો. (૭) એ પ્રમાણે સાસુનાં વચન સાંભળી સોમશ્રી હાથમાં ઘડો લઈ, મનના ઉત્સાહ સાથે પાણી લેવા માટે ગઈ. (૮) તે સોમશ્રી જ્યાંથી પાણી ભરીને લાવવાનું હતું તે સ્થાને પહોંચી અને કોઈએ પણ તે પાણીનો હજુ સ્પર્શ પણ નથી કર્યો એવો પાણીનો ઘડો ભરી મસ્તક પર તે કુંભ લઈ ઉતાવળી ઉતાવળી આવી. (૯) ઉતાવળી ચાલે ચાલતી સોમશ્રી આવી રહી છે ત્યાં રસ્તામાં દહેરાસર છે ત્યાં જેટલામાં આવે છે તેટલામાં ત્યાં કોઈક મુનિભગવંત પરમાત્માની અષ્ટપ્રકારી પૂજાનો વૃત્તાંત પોતાની દેશનામાં સમજાવી રહ્યા છે. (૧૦) જિનપૂજાનો અધિકાર વર્ણવતાં એવા મુનિવર સમજાવી રહ્યા છે કે, જે સ્ત્રી-પુરુષો પરમાત્મા સન્મુખ પાણીનો ઘડો ધરાવે છે, તે સ્ત્રી-પુરુષો અનુક્રમે દેવ-મનુષ્યના સુખોને ભોગવી ભવસમુદ્ર તરી જાય છે. યાને શાશ્વત સુખના ભોક્તા બને છે. (૧૧) એ પ્રમાણે મુનિવરની વાણી સાંભળીને સોમશ્રી સદ્વિચાર કરે છે અને જે ઘડો ભરીને લાવેલી છે તે ઘડો, તે સમયે ૫૨માત્મા સન્મુખ ધરાવે છે. (૧૨) ભક્તિપૂર્વક, મનના હર્ષ સાથે ૫૨માત્મા સન્મુખ પાણીનો ઘડો ચઢાવીને ભદ્રક (ભોળા) ભાવે તે સોમશ્રી બ્રાહ્મણી પરમાત્માને આ પ્રમાણે અરજી કરે છે. પ્રાર્થના કરે છે કે – (૧૩) હે સ્વામી ! હે ત્રિલોકબંધુ દેવાધિદેવ ! તમારી સ્તુતિ, સ્તવના કેવી રીતે કરવા તે જ્ઞાન મારી પાસે નથી. વળી તમારા ગુણસ્તવના માર્ગે ચાલવા માટે હું અજ્ઞાની છું. એટલે કે અજ્ઞાનથી અંધ બનેલી છું. (૧૪) વળી પૂર્વકૃત કર્મના પ્રભાવે હું અજ્ઞાનતાથી ઘેરાયેલી છું. વળી આપના શાસનને હું પામી નથી તેથી તમારા શાસનની સંગતિ વિનાની હું વિશેષ કંઈ ભક્તિ જાણતી નથી. (૧૫) ૩૪૧ ૯ SZASZASZASZASZ.12.2.2 Page #373 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ છતાં પણ તમને જે પાણીનો ઘડો ધરાવ્યો છે તેનાથી જે ફલપ્રાપ્તિ થવાની હોય તે હે પરમાત્મા ! આપની મહેરબાનીથી તે જળઘટના દાનનું ફલ મને આપજો ! (૧૬) સોમશ્રીને ૫૨માત્મા સન્મુખ જળકુંભ ધરાવતી જોઈને તેની સાથે રહેલી એક સ્ત્રી ઉતાવળી આવી અને સોમશ્રીની સાસુ સોમાને કહેવા લાગી કે તારી પુત્રવધૂએ પાણીનો ઘડો જિનાલયમાં મૂક્યો છે. (૧૭) એ પ્રમાણેની પાડોશણની વાતો સાંભળીને સોમા અત્યંત ક્રોધે ભરાઈ. તેથી વિકરાલ લાગવા લાગી એટલું જ નહિ પરંતુ જેમ હવાથી અગ્નિ વધુ પ્રદીપ્ત બને તેમ તે સોમા ક્રોધરૂપી અગ્નિની જ્વાલ ફેંકતી ન હોય તેવી જ્વાલામુખી બની. (૧૮) અતિોષાયમાન થયેલી સોમા જાણે રુષ્ટમાન થયેલી રાક્ષસી ન હોય તેવી અને ક્રોધથી લાલચોળ થયેલી જાણે સાક્ષાત શિકોતરીના રૂપને ધારણ કરેલી એવી સોમા ત્રાટકી અને ગાળોનો વરસાદ વ૨સાવવા લાગી. (૧૯) કે જે દહેરાસરે તે ઘડો મૂક્યો તે તારા માથે ચોંટી કેમ ન રહ્યો ? એવાં શબ્દો બોલતા સોમાએ ત્યાં નિકાચિત (પશ્ચાત્તાપથી ન છુટે પરંતુ ભોગવે જ છુટકો થાય તેવું) કર્મ બાંધ્યું.(૨૦) વળી રીંછણની જેમ વિફરેલી તે એવા શબ્દો બોલવા લાગી કે, હવે મારા ઘરમાં પેસવા એ કેવી રીતે આવશે ? (૨૧) અને હાથમાં લકુટ લઈને ઘરની બહાર આવીને જેટલામાં બેસે છે તેટલામાં દૂરથી આવતી પોતાની પુત્રવધૂ એવી ‘સોમશ્રી’ ને જુવે છે. (૨૨) અને જેવી વહુ આવે છે એવી ઘરમાં તો તેને પેસવા ન દીધી પણ બહારથી જ તેને અત્યંત તિરસ્કાર કરીને હાથથી ગળુ પકડીને હડસેલી મૂકે છે. (૨૩) એ પ્રમાણે બાસઠમી ઢાળમાં કવિ ઉદયરત્નવિજયજી મહારાજ કહે છે કે, જગતનીસંસારની વિચિત્રતા જુવો કે સાસુ વહુ પર કેવું વૈર ધારણ કરતી હોય છે. (૨૪) ઈતિ ૬૨મી ઢાળ સંપૂર્ણ ૩૪૨ Page #374 -------------------------------------------------------------------------- ________________ SHREE. શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ . ઢાળ ત્રેસઠમી | દોહા ! બાંગડ બોલી બંભણી, કોપે ચડી અસરાળ; વળી વળી વહુઅરને દિયે, હાથ ઉલાળી ગાળ. ૧ ધિ ધિગ તાહરા વંશને, તુજને પણ ધિક્કાર; ધિમ્ ધિમ્ તુજ માવિત્રને, વિગુ તારો અવતાર. ૨ પિતર પણ તરપ્યા નથી, હુતાશને હોમ ન કીધ; હજુ અતિથિ પૂજન નવિ કર્યું, વિપ્રને દાન ન દીધ. ૩ કિમ સ્થાપ્યો જળકુંભ તેં, આગળથી જિનધામ; સાન વિહુણી શંખણી, એ કિમ કર્યો અકામ. ૪ જા રે જા તું પાપણી, કિમ ઉભી આ ડાય; માહરે ઉબર જ ચડે, તો હું ભાંગુ પાય. ૫ ભાવાર્થ : અત્યંત ક્રોધે ભરાયેલી સોમા બ્રાહ્મણી જેમ આવે તેમ બોલવા લાગી વળી સોમશ્રી (પુત્રવધૂ)ને હાથ ઉછાળીને ખરાબ ગાળો બોલવા લાગી. (૧) અને કહેવા લાગી કે, તારાવંશને, તારા જન્મને, તને અને તારા માતા-પિતાને પણ ધિક્કાર હો ! ધિક્કાર હો ! કે, (૨) હજુ અગ્નિને વિષે હોમ કર્યા નથી, પિતૃને શ્રાદ્ધ પણ આપ્યું નથી અને મહેમાનોનું - સત્કાર – પૂજન પણ કર્યું નથી ! તેમજ બ્રાહ્મણોને હજુ દાન પણ આપ્યું નથી ! (૩) અને જિનાલયે પાણીનો ઘડો શા માટે મૂક્યો ! હે બુદ્ધિ વિનાની શંખણી ! આવું ન 2 અકાર્ય તે શા માટે કર્યું? (૪) હે પાપીષ્ઠ! તું અહિંથી ચાલી જા, આ મારા સ્થાનમાં કેમ ઉભી છું? જા, જા, જો મારા $ ઉંબરામાં (આંગણામાં) આવી છે તો સમજી લે જે તારાં પગ ભાંગી નાંખીશ? (૫) (રાગ કેદારો નવો વેષ રચે તેણી વેળા એ દેશી) સાસુની ઈમ સુણીને વાણી, સોમશ્રી મનમાંહિ વિલખાણી; વળી તે અબળા ઈમ વિમાસે, ધિગુ પડો મુજ એ ઘરવાસે. ૧ Page #375 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ૬ એક જળકુંભને કાજે એ સાસુ, આંખે પડાવે મુજને આંસુ; આજ તો ઘરમાં એહનો ચારો, ફિહારેક હોશે માહરો વારો. ઈમ ચિંતીને રોવે તે બાલા, હૈયામાંહી લાગી દુઃખજ્વાળા; નયણે નાખે નીરની ધાર, જાણે તૂટ્યો મોતીનો હાર. ઘર બારે કરમાં લેઈ લાઠી, કોપાતુર બેઠી એ કાઠી; વાઘણશી દીસે વિરૂઈ, હળાહળ વિષથી એ કડુઈ. ૪ ઘટ વિણ ઘરમાં પેસણ ન દીયે, સા ચતુરા ઈમ ચિંતે હૈયે; ચીર વડે તે આંસુ લોહતી, કુંભકારને મંદિર પોહતી. આંખે આંસુધારા ઝરતી, ગદ્ગદ્ સ્વરે રૂદન કરતી; પ્રજાપતિને કહે તે જાઈ, કરનું કંકણ રાખ તું ભાઈ. એક ઘડો સહી આપ તું મુજને, શિર નામીને કહું છું તુજને; સાર ગરજ તું મારી ઈણવાર, માનીશ હું તાહરો ઉપગાર. પ્રજાપતિ તવ તેહને પૂછે, કહે બહેન તુજને દુઃખ શું છે; રૂદન કરતી કિમ ઘટ માગે, કહે તાહરું દુઃખ મુજ આગે. પુરથી માંડી નિજ વિરતંત, તેણીયે ભાખ્યો તિહાં તંત; તે નિસુણીને કહે કુંભકાર, ધન્ય બહેન તાહરો અવતાર. જિનગેહે જે જળઘટ દીધો, નરભવનો તે લાહો લીધો; શિવસુખનું એ બીજ તેં વાવ્યું, દુરગતિ દુઃખ દૂર ગમાવ્યું. ૧૦ ઈમ અનુમોદન કરી કુંભારે, શુભફલ કર્મ બાંધ્યું તેણી વારે; સુકૃતને અનુમોદે જેહ, ભવસાગર તરે વહેલાં તેહ. ૧૧ પ્રજાપતિ કહે સુણ તું બહેની, મ કરીશ મનમાં ચિંતા એહની; ઘટ જોઈએ તે લે તું બાઈ, તુજ સાસુને આપ તું જાઈ. ૧૨ તું મુજ ધર્મની ભગિની થઈ, હું તુજ ધર્મનો બંધવ સહી; તો શું કંકણ લેઉં તુજ પાસે, ઈમ કુંભકાર પ્રકાશે ઉલ્લાસે. ૧૩ એહવા બોલ સુણી સુરસાળા, ઘટ લેઈ તિહાથી વળી બાળા; નિર્મળ નીરે ભરી સસનેહ, સાસુને જઈ આપે તેહ. ૧૪ ૩૪૪ - ૨ 3 ૫ 6 . C Page #376 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ સોમા શાંત થઈ સુવિશેષી, પશ્ચાત્તાપ કરે ઘટ પેખી; પશ્ચાત્તાપ કરે જે જાણી, કર્મ શિથિલ કરે તે પ્રાણી. ૧૫ ત્રેસઠમી ઢાળ મેં બોલી, કેદારે કહેજો મન ખોલી; ઉદયરતન કહે ઉલટ આણી, જિનપૂજા આપે શિવરાણી. ૧૬ ભાવાર્થ : એ પ્રમાણેની સાસુની વાત સાંભળીને સોમશ્રી ખૂબજ વિલખી પડી અને નિરાશ થઈ મનમાં વિચારવા લાગી કે, આ ઘરવાસને ધિક્કાર પડો ! કે જેના કારણે આવું સાંભળવું પડે છે. (૧) એક પાણીના ઘડા માટે મારી સાસુ મને આંખે આંસુ પડાવે છે. મને રડાવે છે. આ ઘરમાં આજ તો તેનું જોર ચાલે છે. વળી ક્યારેક મારો પણ વારો આવશે. (૨) એ પ્રમાણે વિચાર કરતી તે અબળા સોમશ્રી રડવા લાગી. હૃદયમાં તો દુઃખની જ્વાલાઓ ઉભરાય છે. આંખે આંસુની ધારા વહી રહી છે જાણે કે મોતીનો હાર તૂટ્યો ! જેમ મોતીની માળા તૂટે ને એક પછી એક મોતી વિખરાવા માંડે તેમ સોમશ્રીની આંખે એક પછી એક એમ આંસુ રૂપી મોતીની હારમાળા ચાલી રહી છે. (૩) ‘‘સોમા ઘરની બહાર દ્વાર પર જ હૃદયને કઠણ કરી, નિર્દય બનાવી હાથમાં લાકડી લઈ ક્રોધાતુર થઈને બેઠી છે. વિફરેલી વાઘણ જોઈ લો ! જેમ હળાહળ ઝેર મારનાર બને તેમ તે હૃદયથી ઝેરીલી થઈને બેઠી છે. (૪) હવે બુદ્ધિનિધાન ચતુર એવી સોમશ્રી હ્રદયથી વિચારે છે કે આ વાઘણ જેવી મારી સાસુ મને પાણીના ઘડા વિના ઘરમાં પેસવા દેશે નહિ ! તો હવે એમ કરૂં કે કુંભારને ત્યાં જાઉં અને ઘડો લઈને આવું. એમ વસ્ત્ર વડે આંસુ લુછતી તે સોમશ્રી કુંભારને ઘરે પહોંચી ! (૫) આંખે અશ્રુધારા વહી રહી છે એવી સોમશ્રી ગદ્ગદ્ સ્વરે રોતી તે સોમશ્રી કુંભારને ઘે૨ જાય છે અને રડતી રડતી કુંભારને કહે છે, હે ભાઈ ! આ મારા હાથનું કંગન તું રાખ, (૬) અને તમને મસ્તક વડે નમસ્કાર કરીને કહું છું કે, મને એક શ્રેષ્ઠ ઘડો આપો. મારે અત્યારે ગરજ છે, તો આ ગરજને તમે સારો. હું ઉપકાર માનીશ ! (૭) તે વખતે ‘સોમશ્રી’ને રડતી જોઈને કુંભાર કહેવા લાગ્યો કે, હે બહેન ! તું રડીને ઘડો શા માટે માંગે છે ? તને એવું તે શું દુ:ખ છે ? તે તું કહેવા જેવું હોય તો મારી આગળ કહે. એ પ્રમાણેની કુંભારની વાત સાંભળીને સોમશ્રીએ પહેલેથી માંડીને સઘળી હકિકત કુંભારને જણાવી. તે સાંભળીને કુંભકાર કહેવા લાગ્યો કે, હે બહેન ! તારા આ જન્મને ધન્યવાદ છે કે તારે સાસુના આ વચનો પ્રભુભક્તિ કરી તેથી સાંભળવા પડ્યાં. (૯) Page #377 -------------------------------------------------------------------------- ________________ TAT | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ પરંતુ હે સોમશ્રી બહેન ! તારો આ જન્મ સફળ થયો છે. કેમકે તેં જિનમંદિરે પાણીનો 6 ની ઘડો ધરાવ્યો, તેથી મનુષ્ય જન્મમાં લેવા જેવો ઉત્તમ લાભ તે મેળવ્યો છે અને તે દ્વારા તેં | મોક્ષસુખનું બીજ રોપ્યું છે (વાવ્યું છે) અને હવે તેં દુર્ગતિનું (અશુભ, ખરાબ) દુઃખ દૂર દ કરી નાંખ્યું છે અર્થાત્ હવે કદાચ તારે જન્મ લેવા પડશે તો પણ ખરાબ ગતિના જન્મ નહિ ન થાય. (૧૦) - એ પ્રમાણે સોમશ્રીએ કરેલી જલપૂજાની કુંભકારે અનુમોદના કરી તે દ્વારા તેણે સારું છે ની પુણ્ય બાંધ્યું. શુભફલ પ્રાપ્ત કર્યું. એ પ્રમાણે પોતે કરેલા અગર બીજાના કરેલા સુકૃતની . 3 (સત્કાર્યો જે જીવ અનુમોદના કરે છે તે ભવ્યજીવ ભવસમુદ્રને જલ્દીથી તરી જાય છે. (૧૧) વિવેચનઃ ખરેખર જીવનમાં આપણે જો આપણા હાથે સુકૃત ન કરી શકીએ તો પણ બીજાના કરેલા સુકૃતની જો અનુમોદના - પ્રશંસા કરીએ તો પણ શાશ્વત સુખ પ્રાપ્ત થઈ છે દિ શકે છે. જ્ઞાની પુરુષ કહે છે કરવું, કરાવવું અને અનુમોદવું. ત્રણેયના ફળ સરખા પ્રાપ્ત કરે | થાય છે. જો પોતે કરેલા સુકૃતની પણ અનુમોદનાથી અનંત પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો બીજાએ સુકૃત કર્યું હોય તો તેની પ્રશંસા તો અનંતગણું પુણ્ય કેમ ન બંધાવે ! દા.ત. $ ની શાલીભદ્રના જીવે પૂર્વભવમાં કરેલ ખીરનું સુપાત્રદાન અને સુપાત્રદાન પછી કરેલ તે ન દાનની અઢળક અનુમોદનાએ શાલીભદ્રના ભવમાં રાજભંડારમાં જે સમૃદ્ધિ ન હોય તે , સમૃદ્ધિ એક કહેવાતાં શ્રેષ્ઠિપુત્ર તરીકે શાલિભદ્રને મલી કે રોજની દેવતાઈ ૯૯ પેટીઓ તેના મહેલમાં ઉતરતી હતી. આ પોતે કરેલાં સુકૃતની અનુમોદના થઈ. હવે બીજાના છે કી સુકૃતની અનુમોદના દ્વારા જેમ ઉલ્લંઠ પુરુષો અને શ્રીપાલ રાજાની નાની પટ્ટરાણીઓ ને છેરાણા અને રાણીની પદવી પામ્યાં. શ્રીકાંતરાજા અને શ્રીમતી રાણીના ભવમાં કરેલી નવપદની આરાધનાની અનુમોદનાના પ્રભાવે ઉલ્લઠ પુરુષો સાતસો રાણા થયાં અને નાની રાણીઓ એજ અનુમોદનાના બળે શ્રીપાલ રાજાની જ લઘુ પટ્ટરાણી બની અને નવ ભવ બાદ મોક્ષની સમૃદ્ધિ દે | પામશે ! વળી બલભદ્ર મુનિના તપની અને ખત્રીએ હોરાવેલ આહારથી સુપાત્રદાન પ્રાપ્ત કર્યું છે તે ખત્રીની મૃગલાનાં જીવે કરેલ અનુમોદનાનાં પ્રભાવે મૃગલો પણ સ્વર્ગનું સુખ પામ્યો. એ જ રીતે કુંભારે સોમશ્રીએ કરેલ જલપૂજાની અનુમોદના દ્વારા શુભફળ પ્રાપ્ત કર્યું. સોમશ્રીની વાતો સાંભળીને કુંભારે તેના સુકૃતની અનુમોદના કરી અને સોમશ્રીને કહેવા લાગ્યો કે, બહેન ! તારે જે જોઈએ તે ઘડો તું લઈ જા અને તારી સાસુને જઈને વિઆપ. તું મનમાં જરા પણ ચિંતા રાખીશ નહિ. (૧૨) વળી હે સોમશ્રી ! આજથી તું મારી ધર્મની બહેન છે અને હું તારો ધર્મનો ભાઈ છું. તો હવે . Rી બેન પાસેનું કંકણ હું શા માટે લઉં? એમ કુંભાર આનંદપૂર્વક સોમશ્રીને કહી રહ્યો છે. (૧૩) ને Page #378 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ એ પ્રમાણેના કુંભારના મધુર અને મીઠાં વચનો સાંભળી ‘સોમશ્રી’ ઘડો લઈને ત્યાંથી પાછી વળી અને નિર્મળ - ચોખ્ખા પાણીથી તે ઘડો ભરીને સ્નેહપૂર્વક સોમા સાસુને જઈને આપે છે. (૧૪) જલકુંભ જોઈને સોમા એકદમ શાંત થઈ અને ઘડો જોઈને ખૂબ જ પશ્ચાત્તાપ (પસ્તાવો) ક૨વા લાગી, ખરેખર જે જીવ કર્મ કર્યા પછી આ મારી ભૂલ છે એમ જાણીને પસ્તાવો કરે છે તે જીવ પોતાના કરેલાં લગભગ કર્મોનો હ્રાસ કરે છે - કર્મોને (શિથિલ) પાતળાં કરી નાંખે છે. (૧૫) વિવેચન : ખરેખર પશ્ચાત્તાપની એક અનોખી તાકાત છે. કરેલ પસ્તાવો આપણા બગડેલાં જીવનને સુધારી આપે છે. આપણા અનંતા કર્મોને તોડી નાંખે છે. જેમ બાલકની માતા બહાર કોઈ કામે ગયેલી છે. બાળકને ‘માતા’ને પાછી બોલાવવી છે, તો તે બાલક રડ્યા કરે છે અને રડતું બાળક જોઈને ‘મા' જ્યાં હોય ત્યાંથી પાછી આવી જાય છે. તેમ પશ્ચાત્તાપની તાકાત છે તે કેવલજ્ઞાનને પણ ખેંચી લાવે છે. તે પરમાત્માને પોતાને આત્મસાત્ કરી શકે છે. દા.ત. દ્રઢપ્રહારીએ ચાર જીવોની હત્યા કરી પણ બાળકોના કરૂણ કલ્પાંતે તેનાં હૃદયને હચમચાવી દીધું. તે ઘોર પશ્ચાત્તાપ કરવા લાગ્યો અને કોઈક ગુરુભગવંતનો યોગ પ્રાપ્ત કરી સંયમ લઈ પાપોના પશ્ચાતાપે અભિગ્રહ કર્યો. મને લોકો મારાં પાપો યાદ કરાવે ત્યાં સુધી નગરીના ચારે દ્વારે કાયોત્સર્ગ કરવો એમ પ્રાયશ્ચિત્તના બળે અને તે માટે સંયમ માર્ગે આગળ વધી રહેલ મહાત્મા દ્રઢપ્રહા૨ીએ કર્મોનો ભૂક્કો બોલાવી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું અંતે શિવપટ્ટરાણીને વર્યા. એક નાનકડાં પશ્ચાત્તાપની આ તાકત છે કે તે મહા ફળદાયક શાશ્વત સુખને પામે છે. એજ રીતે સોમશ્રી જળકુંભને લાવી તે જોઈને તેની સોમા સાસુ પસ્તાવો કરે છે. એ પ્રમાણે કેદાર રાગમાં ત્રેસઠમી ઢાળ કવિ ઉદયરત્નવિજયજી મહારાજે કહી છે અને કહે છે કે જો મુક્તિવધૂને મેળવવી છે તો પરમાત્માની પૂજા ઉલ્લાસપૂર્વક કરો ! (૧૬) ઈતિ ૬૩મી ઢાળ સંપૂર્ણ ૩૪૭ JESSEN Page #379 -------------------------------------------------------------------------- ________________ SANT ... STATE DISAST શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ ચોસઠમી // દોહા | આય પુરી અનુક્રમે, કાળ કરી કુંભાર; કુંભપુર રાજા થયો, શ્રીધર નામે ઉદાર. ૧ શ્રીદેવી પટ્ટરાગિની, રૂપે રંભ સમાન; રાજ્ય લીલા સુખ ભોગવે, તે સાથે રાજાન. ૨ જલપૂજા અનુમોદીને, પામ્યો રાજય અનૂપ; સેવા સારે જેહની, મોટા મંડળ ભૂપ. ૩ ભાવાર્થ : હવે કુંભારનો જીવ કાળક્રમે પોતાનું આયુષ્ય પૂર્ણ કરી કુંભપુર નામના Eી નગરમાં ઉદાર એવા “શ્રીધર' નામે રાજા થયો. (૧) રૂપથી રંભા સમાન “શ્રીદેવી’ પટ્ટરાણીની સાથે તે “શ્રીધર' રાજા રાજ્યના અનૂપમ ની સુખને ભોગવે છે. (૨) ૬ કુંભારે કરેલી જલપૂજા (પક્ષાલ પૂજા)ની અનુમોદનાના પુણ્ય પ્રતાપે તે કુંભાર અનુપમ કિસી સુંદર રાજ્ય સમૃદ્ધિ પામ્યો અને રાજાઓના મોટા મોટા મંડળો એટલે કે પૃથ્વીતલ વિષે મને રહેલાં સઘળાં રાજાઓ તેની સેવા કરે છે. (૩) વિવેચન : ખરેખર જૈનશાસનની બલિહારી છે કે, નાનામાં નાનું અનુષ્ઠાન પણ ની અક્ષયસુખના ભોકતા બનાવે છે. અનુષ્ઠાન તો શાશ્વત સુખ અપાવે છે. પરંતુ તે અનુષ્ઠાનની આ ક કરેલી અનુમોદના પણ જ્યાં સુધી ભવો કરવા પડે ત્યાં સુધી ઉત્તમ રાજ્યઋદ્ધિ સહિત ના મનુષ્ય જન્મ અને દેવતાઈ દિવ્ય સમૃદ્ધિ સહિતના દિવ્યભોગોને અપાવે છે અને અંતે જીવ * મુક્તિવર્ધને પામે છે. અહિં પણ કુંભકારે એક વખત માત્ર જલપૂજાની અનુમોદના કરી પણ જીનફામાં રાજ્ય સુખ પામ્યો. (નાણ નમો પદ સાતમે - એ દેશી) જે જે જળપૂજા થકી, સોમસિરી તે નાર મહારાજ; આયું પૂરું ભોગવી, કુંભપુરે અવતાર મહારાજ. જો૦ ૧ રાણી શ્રીધર રાયની, શ્રીદેવી છે જેહ; મ. તેહની કૂખે ઉપની, કાળ કરીને તેહ. મ. જો૦ ૨ Page #380 -------------------------------------------------------------------------- ________________ " શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ અનુક્રમ દોહલો ઉપનો, શ્રીદેવીને એમ; મ. જળકળશે જિન દેવને, નઉવહણ કરું ઘરી પ્રેમ. મ. જો૦ ૩ કુંદન કુંભ નીરે ભરી, શ્રીદેવી ગુણખાણી; મ. ન્હવણ કરી જિનરાજને, પ્રણમે જોડી પાણિ, મ. જો ૪ પૂરણ માસે પુણ્યથી, પ્રસવી પુત્રી જામ; મ. અવનીપતિ ઉત્સવ કરી, કુંભશ્રી ધર્યું નામ. મ. જો ૫ જિન જળે સિંચી જોરશું, વાઘે નાગરવેલ; મ. તિમ વાઘે તે કુઅરી, ગજગતિ ચાલે ગેલ. મ. જો ૬ ઈંદ્રાણી શી ઉપની, મોહનવેલ સમાન; મ. નરનારી મન મોહતી, નિર્મળ રૂપ નિધાન. મ. જો૦ ૭ બાલપણો દૂરે ગયો, પ્રસર્યું યૌવન પૂર; મ. રૂપે રતિ રાણી થકી, સોહે અધિક અસૂર. મ. જો૦ ૮ તિર્ણ અવસરે આવ્યા તિહાં; તારણ તરણ તરંડ; મ. વિજયસૂરિ નામે મુનિ, જે ગુણ રચણ કરંડ. મ. જો૦ ૯ બહુ પરિવારે પરિવર્યા, ચઉનાણી અણગાર; મ. સમોસર્યા ઉદ્યાનમાં, તે નગરીની બહાર, મ. જો૦ ૧૦ ચોસઠમી ઢાળે સુણો, ઉદયરતન કહે એમ; મ. શ્રીધર રાજા સાધુને, પાયે નમશ્ય ઘરી પ્રેમ. મ. જો૦ ૧૧ ભાવાર્થ : હવે આ તરફ જે ‘સોમશ્રી'નો જીવ હતો તે પરમાત્માની જલપૂજાના પુણ્યબલે પોતાનું સંપૂર્ણ આયુષ્ય ભોગવી કુંભપુ૨નગ૨માં જન્મ પામે છે. પરમાત્માની એકવાર પણ કરેલી જલપૂજા જુઓ શું પુણ્ય પ્રાપ્ત નથી કરાવતી ? અર્થાત્ પ્રભુપૂજા આ ભવ અને પરભવમાં વાંછિત સુખને આપે છે. (૧) તે સોમશ્રી કાળ કરીને (મૃત્યુ પામીને) શ્રીધર રાજાની રાણી જે શ્રીદેવી છે તેહની કુક્ષીને વિષે આવીને ઉત્પન્ન થઈ. (૨) શ્રીધર રાજાની રાણી શ્રીદેવી સુખપૂર્વક ગર્ભને ધારણ કરી રહી છે એવામાં કોઈ એક વખત શ્રીદેવીને મનોરથ ઉત્પન્ન થયો કે પ્રેમપૂર્વક જલકલશથી પરમાત્માને પક્ષાલ કરૂં !(૩) ૧ ૩૪૯ Page #381 -------------------------------------------------------------------------- ________________ STORIES A શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ | | એ પ્રમાણે ઉત્પન્ન થયેલો મનોરથ શ્રીદેવી પોતાના સ્વામીને જણાવે છે અને “શ્રીધર' . રાજા તે દોહદ પૂર્ણ કરવાની તૈયારી કરે છે અને ગુણવાન શ્રીદેવી સુવર્ણમય ઘડાને નિર્મલ ને | જલથી ભરીને પરમાત્માની હવણ (પક્ષાલ પૂજા) કરીને હાથ જોડીને નમસ્કાર કરે છે. (૪) . એ પ્રમાણે મનોરથ પૂર્ણ થયે છતે અને ગર્ભકાળ પૂર્ણ થયે છતે પૂર્ણ સમયે શ્રીદેવીએ 6 | એક પુત્રીને જન્મ આપ્યો અને પૃથ્વીપતિ શ્રીધર રાજાએ મહોત્સવ કરવાપૂર્વક તે પુત્રીનું મન કુંભશ્રી” એ પ્રમાણે દોહદને અનુસાર નામ સ્થાપન કર્યું. (૫) હવે જેમ પાણી સિંચવા દ્વારા પાણીથી નાગરવેલ વૃદ્ધિ પામે છે - વધે છે તેમ તે કુંભશ્રી રાજકુમારી દિનપ્રતિદિન વૃદ્ધિ પામે છે અને હાથીની (ગજગતિ) ચાલે ગેલ જ કરતી ચાલે છે. (૬) વળી તે રાજસુતા ઈંદ્રાણી સમાન મોહનવેલ જેવી છે. સ્ત્રી-પુરુષના મનને મોહ પમાડે 3 તેવી રૂપથી રંભા સમાન રૂપરૂપનો ભંડાર છે. (૭). અનુક્રમે વધતી તે રાજકુમારી ‘કુંભશ્રી'નું બાળપણું દૂર થયું અને યૌવનપણું પ્રાપ્ત કી થયું. હવે તે “કુંભશ્રી” રૂપથી તિરાણીથી પણ અધિક શોભવા લાગી. (૮) હવે તે સમયે ભવસમુદ્રથી પાર ઉતારવામાં નૌકા સમાન ગુણરૂપી રત્નોના ભંડારી શ્રી | વિજયસૂરીશ્વર નામના આચાર્ય ભગવંત કુંભપુરનગરની બહાર ઉદ્યાનમાં ઘણાં પરિવારથી | પરિવરેલા ચાર જ્ઞાનથી યુક્ત મુનિવર પધાર્યા (સમવસર્યા). (૯, ૧૦) એ પ્રમાણે ચોસઠમી ઢાળમાં ઉદયરત્નવિજયજી મહારાજ કહે છે કે, હવે “શ્રીધર” રાજા મા તે મુનિવરને પ્રેમપૂર્વક નમસ્કાર કરશે. (૧૧) ઈતિ ૬૪મી ઢાળ સંપૂર્ણ STATISTIA ૩૫૦ SATTACT Page #382 -------------------------------------------------------------------------- ________________ 3 STD 10 | શ્રી અપ્રકારી પૂજાનો રાસ ઢાળ પાંસઠમી | દોહા / વનપાલે જઈ વિનવ્યો, રંગેશું રાજાન; વિજય નામે સૂરીસરુ, આવ્યા છે ઉધાન. ૧ વધામણી વનપાળને, આપી અવનીનાથ; વેગે ચાલ્યો વાંદવા, સૈન્ય લેઈ સાથ. ૨ સુતા સહિત સપરિકરે, વળી બહુ પુરજન લેય; આવી વંદે અણગારને, ત્રણ પ્રદક્ષિણા દેય. ૩ સહુ નરનારી સાધુના, પ્રણમી ભાવે પાય; સુણવા ધર્મની દેશના, બેઠા નિરવધ થાય. ૪ દિયે તવ ધર્મની દેશના, મુનિ તિહાં મધુરે સાદ; સભા સહુકો સાંભળે, પ્રેમે તાજી પ્રમાદ. ૫ ભાવાર્થ હવે કુંભપુરનગરના બહારના ઉદ્યાનના રખેવાલ એવા વનપાલકે આવીને શ્રીધર' રાજાને વિનંતી કરી કે, હે રાજન્ ! કુંભપુરનગરની સમીપના ઉદ્યાનમાં શ્રી | વિજયસૂરીશ્વર નામના અણગાર પધાર્યા છે. (૧) એ પ્રમાણેના આનંદદાયક સમાચાર સાંભળી વધામણી (સમાચાર) લાવનાર 3 ઉદ્યાનપાલકને પૃથ્વીપતિએ સારી એવી વધામણી (ઈનામ) આપીને વિદાય કર્યો અને અવનીપતિ “શ્રીધર' રાજા સૈન્ય પરિવાર સાથે લઈ જલ્દીથી વંદન કરવા ચાલ્યો. (૨). . વળી રાજકુમારી ‘કુંભશ્રી’ સહિત સર્વપરિવાર અને નગરજનોને સાથે લઈને જ્યાં મુનિવર સમવસર્યા છે ત્યાં આવે છે અને શાસનના શણગાર એવા તે મુનિવરને ત્રણ | પ્રદક્ષિણા દઈને વંદન કરે છે. (૩) તેમજ નગરવાસી સ્ત્રી પુરુષો પણ ભાવપૂર્વક મુનિવરના ચરણોમાં પ્રણામ કરે છે અને & ધર્મની દેશના (ઉપદેશ) સાંભળવા જીવરહિત ભૂમિ (નિરવઘ) નિહાળીને બેસે છે. (૪) તે સમયે ચઉનાણી વિજયસૂરિ' નામના અણગાર પણ અમૃત સમાન મીઠી વાણીથી ના ધર્મોપદેશ દેવા લાગ્યા. તે સર્વસભાજનો, રાજા સહિત સર્વ પરિવાર અને સર્વ નગરજનો ને પ્રેમપૂર્વક આળસ-પ્રમાદનો ત્યાગ કરી સાંભળવા લાગ્યા. (૫) Page #383 -------------------------------------------------------------------------- ________________ EDITING | શ્રી અપ્રકારી પૂજાનો રાસ છે (માહરો જીવન જગદાધાર રે, અંતરજામી - એ દેશી) સાધુ પર્યાપે એમ હો, સુશોભવિ પ્રાણી નરભવ કેરો હો લાહો લીજિયે; સમકિત શું ધરી પ્રેમ હો, સુ. ભવજલ તરવા હો જિનધર્મ કીજિયે. ૧ પામી શુભ પ્રસ્તાવ હો સુ. વાણી જિનની હો જાણી હૈયે ધરો; દાન-શિયળ-તપ-ભાવ હો સુ. ત્રિવિધે ત્રિવિધે હો તેહનો ખપ કરો. ૨ ક્રોધાદિક જે ચાર હો સુ. સોળ ભેદે હો કષાય તે મત ભાજો; દેખી દુઃખ દાતાર હો સુ. નવ નોકષાય હો મળી પંચવીસે તજે. ૩ પંચ વિષય મદ આઠ હો સુ. અષ્ટકર્મ હો પ્રમાદ પાંચે વળી; પાડે ધર્મની વાટ હો સુ. રાગાદિક હો ચોર ટોળે મળી. ૪ આતમ ઉનમત પ્રાય હો સુ. દુરગતિગામી તો વિપત્તિ વેઠે ઘણી; ફરી ફરીને ભવમાંહી હો સુ. ઘેય મોહે હો ખાયે ઘૂમણી. ૫ મોહ તણે વશ જેહ હો સુ. કુટુંબને કાજે હો કર્મ કરે ઘણા; પરભવે લેચે તેહ હો સુ. દુઃખદાયી હો પોતે ફળ તેહ તણાં. ૬ સ્વારથ સુધી પ્રીતિ હો સુ. સ્વારથ યોગે હો સહુ આવી મિલે; એ સંસારની રીતિ હો સુ. દુઃખની વેળા હો સ્વજન દૂર ટળે. ૭ વિષયનો વાળ્યો જીવ હો સુ. અનઘટ પંથે હો જાતો નવિ ઓસરે; માઝા મૂકી સદૈવ હો સુ. નેહનો બાંધ્યો હો અકૃત્ય આચરે. ૮ નેહે ન રહે લાજ હો સુ. ધમધર્મ હો ન ગણે લાજથી; નેહે વિણસે નિજ કાજ હો સુ. એહવું જાણી હો વિરમો તેહથી. ૯ ભાખે શ્રી ભગવંત હો સુ. મોટું કર્મ હો છે સહી મોહની; સીતેર કોડાકોડી તંત હો સુ. કહી ઉત્કૃષ્ટી હો સ્થિતિ જગ જેહની. ૧૦ ઉત્પત્તિ સ્થિતિને વિનાશ હો સુ. જગમાં હો પદારથ સકલ લહે સહી; એક ધર્મ અવિનાશ હો સુ. જિનવરે ભાખ્યો હો આરાધો લહી. ૧૧ કુશ અગ્ર જળ જેમ હો સુ ચંચળ જેવી હો જગમાં વીજળી; આયુ અથિર તિમ હો સુ વાર ન લાગે હો જાતાં જાણો વળી. ૧૨ Page #384 -------------------------------------------------------------------------- ________________ | SS S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ) . આ કાયા એ ક્ષણભંગુર હો સુ. કોડી ઉપાયે હો રાખી રહે નહિ; ચવન જિમ નદી પૂર હો સુ. ખિણમાં ખૂટી હો જાયે જાતાં વહી. ૧૩ જિમ મૃગપતિ દેઈ ફાળ હો સુ. મૃગને હરે હો સહુ મૃગ દેખતાં; તિમ જીવને હરે કાળ હો સુ. સહસા વેગે હો પરિજન પેખતાં. ૧૪ તન મન વચનને ચોગે હો સુ. કર્મ કરે તો જે જગ પ્રાણીયો; ભોગવે તે તિમ ભોગ હો સુ. કર્મનો ઝોરો હો એહવો વખાણિયો. ૧૫ વિરુઓ મદન વિકાર હો સુ. તેહને અરથે હો નરભવ કાં હારો; સમકિતમૂલ વ્રત બાર હો સુ. વિધિશુ પાળી હો નિજ આતમ તારો. ૧૬ ઈત્યાદિક ઉપદેશ હો સુ. મુનિવર મોદે હો ભવિક પ્રતિ દીધો; બોધ પામી સુવિશેષ હો સુ. નરપતિ આદિ હો ચિત્તમાંહી લીધો. ૧૦ પાંસઠમી એ ઢાળ હો સુ. ભવિયણ ભાવે હો સૂધી સEહજો; ઉદય કહે સુરસાલ હો સુ. જિન મારગમાં હો જાણી ભીના રહેજો. ૧૮ ભાવાર્થ : ધર્મદેશનાનો પ્રારંભ કરતા શ્રી વિજયસૂરિ નામના ચઉનાણી શાસનના શણગાર એવા અણગાર ફરમાવી રહ્યા છે કે, હે ભવ્યજીવો ! સાંભળો. સંસારસમુદ્રથી પાર મન પામવા માટે શ્રી વીતરાગ દેવે પ્રરૂપેલ ધર્મ કરો, સમ્યગદર્શન પદને વિષે સ્નેહ ધારણ કરી કરી તેને પ્રાપ્ત કરી મનુષ્ય જન્મનો લાભ લો. (૧) - વિવેચન : સંસારરૂપી સમુદ્ર તરવામાં મુખ્યતયા સમ્યકત્વની પ્રાપ્તિ જરૂરી છે. કારણ સમ્યકત્વ પામ્યા વિનાનો જીવ ભવસમુદ્ર તરી શકતો નથી. ચારિત્ર રહિત જીવ મુક્તિને માં મેળવી શકે છે જો તેની પાસે સમ્યકત્વની પ્રાપ્તિ છે તો. પરંતુ સમ્યકત્વ રહિત જીવ ભલે | નિરતિચાર ચારિત્ર પાળે પરંતુ શાશ્વત સુખને મેળવી શકતો નથી. સમ્યકત્વ એટલે ટૂંકમાં | કહીએ તો જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલ ધર્મ પ્રત્યે શ્રદ્ધા. તેમાં જરા પણ શંકા ન હોય. સુદેવ, તો આ સુગુરુ અને સુધર્મ આ ત્રણેય તત્ત્વો પ્રત્યે અવિહડ ભક્તિ હોય. તેનું નામ સમ્યકત્વ. વળી આ તે સમકિતને આપણે પામ્યા છીએ કે નહિ તેની ખાત્રી શું હોઈ શકે ? જ્ઞાની પુરુષ કહે છે ને તેની ખાત્રી નીચેના પાંચ લક્ષણ જો તમારામાં છે તો સમજવું તમે સમકિતી છો. (૧) શમ | (૨) સંવેગ (૩) નિર્વેદ (૪) અનુકંપા (૫) આસ્તિકતા. આ પાંચ લક્ષણથી યુક્ત જીવ સમ્યકત્વધારીનું બિરૂદ પામી શકે છે. ૧. શમ એટલે જીવ કર્મોનો ઉપશમ કરતો હોય એટલે કે કર્મને દબાવે છે. સર્વ જીવ 2. પ્રત્યે પણ સમભાવ રાખે છે. તેનામાં દ્વેષ ભાવ ઓછો જોવા મળે છે. 1 - 23 Page #385 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ૨. સંવેગઃ એટલે સંસાર પ્રત્યે ઉદાસીનતા. સમકિત દષ્ટિ જીવ સંસારમાં રહેવું પડે કન માટે રહે પરંતુ સંસાર સંબંધી ભોગસુખમાં લીન બને નહિ. જેમ કમલ ઉગે કાદવમાં પણ છે. તે કમલ કાદવ અને પાણીથી અલિપ્ત રહે છે. જરા પણ તેમાં લેપાતું નથી, તેમ સમકિત ને દૃષ્ટિ આત્મા હંમેશા સંસારમાં ઉદાસીન ભાવે રહેતો હોય છે તેમાં જરા પણ લપાતો નથી. ટૂંકમાં સંસારનું ઉદાસીનપણું તેનું નામ સંવેગ. ની ૩. નિર્વેદ ઃ એટલે ભવ પ્રત્યે કંટાળો. સમ્યગુદૃષ્ટિ આત્માને ભવો કરવા પડે તે | કંટાળારૂપ લાગે. જેમ જીવને એકને એક સ્થાને રહેવું ન ગમે, રોજ રોજ એકનું એક ખાવું ન ગમે થોડો વખત થાય અને તેનાથી કંટાળી જાય અને એકના એક કપડાં પહેરે તો પણ ની કંટાળો આવે. તેમ સમકિતધારી જીવને એકને એક ગતિમાં ભ્રમણ કરવું તે કંટાળા રૂપ બને છે છે માટે જે જીવને ભવ પ્રત્યે કંટાળો થાય તે જીવ સમકિતી છે તેમ સમજવું. + ૪. અનુકંપા : સમકિતવંત આત્મા સર્વજીવરાશી પ્રત્યે અનુકંપા ધારણ કરે. કોઈ કa ની દુઃખી, દરિદ્રી, ગરીબ, લુલા, અંધ, નિર્ધન જીવોને જુવે અને સમકિતી ધ્રુજી ઉઠે અને તે ની | જીવો પ્રત્યે સહાનુભૂતિ કરવા તત્પર બને. ૫. આસ્તિકતા સમકિત દૃષ્ટિ આત્મા ધર્મચર્ચા કરે પણ તેમાં વારંવાર ખોટા પ્રશ્નો નું ની ઉપસ્થિત કરે નહિ. જાણવા માટે શંકા કરે પણ તે જાણ્યા પછી પણ નાસ્તિક જીવની જેમ તે આ વાત આમ ન હોય, હું આ બાબત માનતો નથી વિગેરે જે ખોટા તર્ક ઉત્પન્ન કરે તે નાસ્તિક ભાવનું સેવન ન કરે. જેમકે કોઈ નાસ્તિક જીવને કહેવામાં આવે તે પાપકર્મ કરીશ તો સાત નરકના દુઃખો સહન કરવા પડશે ? ત્યારે ધર્મ-કર્મને નહિ માનતો તે જીવ કહે, દે અમે તો આઠમી નરક હોતને તો ત્યાં પણ જવા તૈયાર છીએ. પણ તેને ખબર નથી કે તે કે બોલતા બોલાય છે પણ ભોગવતા છક્કા છુટી જશે ! સમકિતવંત આત્મા આવા સામે તર્ક | વા. ન કરે પણ વાતને સ્વીકારી ધર્મકાર્યમાં વૃદ્ધિ કરે. આ પાંચ લક્ષણ જેનામાં હોય તે સમકિતધારી ને આત્માની નિશાની છે અને જે આત્મા આવું સમ્યકત્વ પ્રાપ્ત કરે છે તે ભવસમુદ્રને જલ્દીથી કે તરી જાય છે અને પોતાના જન્મને સફળ કરે છે. માટે હે ભવ્યજીવો ! તમે પણ નિર્મળ 6 એવા સમ્યગુદર્શન પદને પ્રાપ્ત કરી માનવજન્મ સફળ કરો. | એ પ્રમાણે વિજયસૂરિ' નામના અણગાર ફરમાવી રહ્યા છે કે, આ જિનેશ્વર ભગવંતની આ પ્રરૂપેલી વાણી છે. તેને હૃદયથી સ્વીકારો અને મન-વચન-કાયાના ત્રિવિધ યોગથી તેમજ . મ કરવું, કરાવવું, અનુમોદવું એ ત્રણ કરણથી દાન - શીયલ - તપ અને ભાવરૂપી ધર્મને આદરો. ન તેમજ ક્રોધ-માન-માયા-લોભ આ ચાર કષાય છે. તેના સોલ ભેદો છે. તેને દૂર . * કરો. તેમજ દુઃખને આપનાર નવ નોકષાય છે તે પચીસ ભેદને તમે દૂર કરો. (૩) Page #386 -------------------------------------------------------------------------- ________________ િ શ્રી અમ્રકારી પૂજાનો રાસ) STATE DISAST 3 વિવેચનઃ કષ એટલે સંસાર અને આય એટલે લાભ. જેનાથી સંસારની વૃદ્ધિ થતી હોય | તેવા કષાય ચાર છે. તે ચારના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન કર એ ચાર - ચાર ભેદો છે. એટલે કે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, અપ્રત્યાખાની ક્રોધ -માન-માયા - લોભ પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ. સંજવલનો ક્રોધ-માન - માયા - લોભ એમ ૪૮૪ = ૧૬ ભેદે કષાય છે અને નવભેદે નોકષાય છે. આ ૨૫ ભેદ મોહનીય કર્મના છે. જેણે આવીને આપણા આત્મા પર પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. જે આત્મગુણના | ઘાતક છે. જેના દ્વારા આપણો અનંતો સંસાર વધે છે. સૌ પ્રથમ લોભ આવે છે. તે આવે છે એટલે આપણને પ્રિય વસ્તુ પર મૂર્છા થાય છે. તેજ વસ્તુ બીજા કોઈ ન લઈ લે તે માટે કોઈની સામે જીવ માયા કરે છે. કપટ કરે છે કે ના મારી પાસે એ ચીજ નથી. મને તો મળી નથી. આ બે દ્વારા કોઈની છેતરપીંડી કરીએ એટલે માન આવે કે હું કેટલો હોંશિયાર છું. મારી કેટલી આવડત મેં તેને છેતર્યો પણ કોઈને ખબર ન પડી. આ વ્યક્તિ જૂકી છે. તેને સત્ય બોલાવવું છે તો જરા જબરજસ્તી કરે તો લોભી જીવ ક્રોધે ભરાય છે, ક્રોધે ભરાતા તેનું લોહી ઉકળવા માંડે છે. શરીર ગરમાગરમ બને છે. આંખો લાલચોળ થઈ જાય છે અને અંતે આ | ચારેય મલી જીવને અધોગતિના રસ્તે લઈ જાય છે અને જીવ - જીવ સાથે વૈર ઉત્પન્ન કરાવે છે. જો અનંતાનુબંધીમાં ક્રોધાદિ ચાર પરિણમે તો જીવનપર્યન્ત રહે અને સમ્યકત્વ અટકાવી મા નરકમાં લઈ જનારા બને છે. અપ્રત્યાખ્યાનીમાં પરિણમે તો બાર મહિના સુધી વૈર કરાવે અને દેશવિરતિને અટકાવે છે. એજ રીતે પ્રત્યાખ્યાની ચાર માસ સુધી રહે અને સર્વવિરતીને | અને સંજવલન પંદર દિવસ રહે યથાખ્યાત ચારિત્ર પામવા ન દે માટે આત્મગુણના ઘાતક એવા ચારેયથી દૂર રહેવું તે યોગ્ય છે. જેમ આગ લાગે તે માણસ જીવ બચાવવા ભાગે તેમ કષાયરૂપી આગથી જીવ સળગી ઉઠ્યો છે. તેનાથી બચવા ધર્મના શરણે જવું જરૂરી છે. કષાયથી દૂર ભાગવું જોઈએ. કષાય તો ખતરનાક છે જ પણ તેની સાથે “નવ નોકષાય | ભળતા કષાયરૂપી ચારેય ચોરટા વધુ શેતાન બને છે. તે કષાય નથી કરતા પણ કષાય ન કરવામાં નિમિત્ત બને છે. માટે આ પચ્ચીશે કષાયને આદર ન આપતા તેનાથી દૂર રહો. તે નવનોકષાયના નામ:- હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગછા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, | આ નવ નોકષાય અને સોળ કષાય મળી, કષાયના પચીશ ભેદો થાય છે. તેનો ત્યાગ કરી ની ક્ષમા, નમ્રતા, આર્જવ, નિભતા આ ગુણોને પ્રગટ કરવા પ્રયત્નશીલ બનો. તેમજ પૂજ્ય વિજયસૂરીશ્વરજી ફરમાવી રહ્યા છે કે, હે ભવ્યો ! કષાયને દૂર કર્યા બાદ દે પાંચ પ્રકારના વિષયસુખો, આઠ પ્રકારના મદ, આઠ કર્મ, પાંચ પ્રમાદનો પરિહાર કરો. ની તેમજ રાગ દ્વેષાદિ ચોર ટોળે મળીને આપણા આત્મગુણને લૂંટે છે અને ધર્મના માર્ગે ચડેલા આપણને અધવચ્ચે પછાડે છે. ધર્મ પામવા દેતા નથી. (૪) Page #387 -------------------------------------------------------------------------- ________________ E V - શ્રી અપ્રકારી પૂજાનો રાસ) છે આ - વિવેચનઃ પાંચ ઈન્દ્રિયોને અનુસરીને પાંચ પ્રકારના વિષયસુખો છે. આ વિષયસુખો . | વિષતુલ્ય છે. વિષ ખાવું તે પણ સારું નથી કેમકે તે પ્રાણઘાતક છે. તે ખાવાથી જીવ મૃત્યુ પામે છે. એક ભવમાં મારનારું બને છે જયારે તેના સમાન વિષયસુખો તેનાથી પણ ન - ખતરનાક છે. તે જીવને ભવોભવ ભટકાવે છે. અધોગતિના દુઃખોને આપે છે. કોઈપણ કરે | પ્રાણી અમુક વસ્તુ વિષ કરતાં ખતરનાક છે એમ જાણ્યા પછી તેના તરફ નજર પણ કરતાં પણ ન નથી કેમકે તે જાણે છે ઝેર મારનારું છે, તો તેનાથી ખતરનાક વસ્તુ વધારે મારનારી બને. આ સમજણ આવ્યા પછી એવો કયો જીવ મૂર્ખ બને કે વિષતુલ્ય વિષયસુખમાં મગ્ન રહે? તો એક એક ઈદ્રિયના વિષયમાં મગ્ન બનનાર પ્રાણી પોતાના પ્રાણની આહુતિ આપે છે તો | જેનાં પાંચ ઈદ્રિયરૂપી ઘોડા લગામ વિનાના છુટા હોય તેનું શું થાય? હે માનવ ! જો તારે ભવસમુદ્ર તરવો છે તો વિષ સમાન વિષયસુખોનો તુ ત્યાગ કર અને ભવસમુદ્રમાં નૌકા સમાન શ્રી જિનકથિત ધર્મનું શરણ સ્વીકાર. આઠ પ્રકારનાં મદ છેઃ જાતિમદ, કુલમદ, બળમદ, રૂપમદ, તપમદ, સૂત્રમદ, લાભમદ, ઐશ્વર્યમદ આ આઠ મદ એટલે આઠ અભિમાન. આ આઠે પ્રકારનાં મદ જીવને ધર્મના | માર્ગથી ભ્રષ્ટ કરે છે અને અનંતા સંસારને વધારનારા બને છે. આ મદો નીચગોત્ર કર્મ બંધાવનારા થાય છે. આઠે મદ ફૂંફાડા મારતા કાલિંદ્રા નાગ જેવા છે. તે મોટા મોટા ની મહર્ષિઓને પણ નીચે પછાડે છે. ગુણની વૃદ્ધિને અટકાવનારા આઠ મદો છે અને ગુણની વૃદ્ધિમાં વધારો કરાવનાર નમ્રતા ગુણ છે. જેમ શ્રુતનો મદ કરવાથી સ્થૂલભદ્ર મુનિને ચાર પૂર્વનો અર્થ સમજવા ન મળ્યો. રૂપનો મદ સનતકુમાર ચક્રવર્તીએ કર્યો પણ સ્નાન કરી, શણગાર સજી રાજસભામાં સિંહાસન પર આરૂઢ થતાં બાહ્યરૂપ બરાબર છે પણ અંદર તેની કાયામાં સોલ રોગો ઉત્પન્ન થયા. ખ્યાલ આવતા અનિત્ય ભાવના ભાવતા વૈરાગ્ય રંગે રંગાયા અને પખંડનું સામ્રાજ્ય છોડી શાસનના શણગાર એવા અણગાર બન્યા. શરીરની પણ ચિકિત્સા છોડી દીધી. અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ ગઈ હોવા છતાં પોતાના શરીર માટે ક્યારેય લબ્ધિનો ઉપયોગ કર્યો નથી. જેમ મરિચીએ કુલનો મદ કર્યો તો તેમનો અનંતો સંસાર વધ્યો અને નીચગોત્ર કર્મ : દર બંધાયુ જેથી ચોવીસ ભવ સુધીમાં માનવ જન્મ પામ્યા પણ બ્રાહ્મણ કુળમાં જન્મ્યાં એટલું જ નું ની નહિ કર્મ ખપાવતા થોડું કર્મ બાકી રહ્યું તો છેલ્લા તીર્થંકરના ભાવમાં પણ ૮૨ દિવસ માં Fી. સુધી તે કર્મના પ્રભાવે બ્રાહ્મણીની કુક્ષીમાં રહેવું પડ્યું. આમ આઠ પ્રકારના અભિમાન જીવને અધોગતિમાં લઈ જનારા બને છે. માટે હે ભવ્યજીવો ! આઠે પ્રકારના અભિમાનથી દૂર રહો! જે Page #388 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ આઠ કર્મ ઃ જ્ઞાનાવરણીયકર્મ, દર્શનાવરણીયકર્મ, વેદનીયકર્મ, મોહનીયકર્મ, આયુષ્યકર્મ, નામકર્મ, ગોત્રકર્મ, અંતરાયકર્મ. આ આઠ પ્રકારના કર્મ છે. તેના ૧૫૮ ભેદો છે. સત્તામાં રહેલા છે. હ૨ક્ષણે સાત પ્રકારના કર્મ બંધાય છે. ફક્ત એક આયુષ્ય કર્મ એવું છે કે જે આખા ભવમાં એક વખત બંધાય છે. કર્મસત્તા આગળ કોઈનું કશું જ ચાલતું નથી. ચાહે ચક્રવર્તી હોય, ઈન્દ્ર હોય, તીર્થંકર હોય. રાજા હોય કે રંક હોય, કર્મસત્તાની આગળ બધાં જ સમાન છે. આઠે આઠ કર્મે આવીને શેઠ સમાન આપણા આત્માને ગુલામ બનાવેલ છે. કર્મ-સત્તા આવીને સ્ફટીક જેવા નિર્મલ આપણા આત્માને મલિન બનાવે છે. જેમ સ્ફટીકની મૂર્તિ પાછળ વાદળી કલર કે લાલ કલર આદિ કોઈપણ કલરનો પડદો કરવામાં આવે તો તે મૂર્તિ તે તે કલ૨મય દેખાય છે. તેમ આપણો આત્મા કર્મના આચ્છાદનવડે તે તે પ્રકારના કર્મથી લેપાઈને મલિન બને છે. તુંબડાની જેમ તરવાની શક્તિવાળો આપણો આત્મા તુંબડા પર જો કાદવનો લેપ કરવામાં આવે તો ભારે થવાથી તે તરી શકે નહિ તેમ કર્મરૂપી કર્દમથી ભારે થયેલો આત્મા ભવસમુદ્રમાં ડૂબી જાય છે. આપણા આત્મા પર લાગેલા કર્મના સામ્રાજ્યને જો દૂર કરવું હોય તો તેની સામે ધર્મસત્તાને લાવવી પડે છે. જેમ સર્પને દૂર કરવા તેની સામે મોર લાવવામાં આવે તો સર્પ દૂર થઈ જાય છે. તેમ કર્મરૂપી સર્પને દૂર કરવા ધર્મરૂપી મોર લાવવો પડે છે. જ્ઞાનાવરણીયકર્મ આંખે પાટા બાંધવા જેવું છે. દર્શનાવરણીયકર્મ પોળીયા સમાન, વેદનીયકર્મ મધથી લેપાયેલી તલવાર સમાન. મોહનીય કર્મ મદિરા સમાન. આયુષ્યકર્મ બેડી સમાન, નામકર્મ ચિતારા સમાન, ગોત્રકર્મ કુંભકાર સમાન અને અંતરાયકર્મ ભંડારી સમાન છે. આ આઠેય કર્મ ધર્મની વાટે ચઢેલા આપણા આત્માને અધવચ્ચે-અડધારસ્તે પછાડે છે. માટે હે શ્રોતાજનો ! અવળા રસ્તે ચઢાવનાર કર્મબંધ કરતાં પહેલાં સો વખત વિચાર કરજો. કર્મ બાંધતા વિચાર કરતાં નથી પણ તેના વિપાકને ભોગવતાં આંખે અશ્રુધારા વહે છે. માટે જ જ્ઞાની પુરુષો ફ૨માવે છે ‘“બંધ સમયે ચિત્ત ચેતીયે, ઉદયે શો સંતાપ ?’’ કર્મ સામેથી આવીને આપણાં આત્માને ચોંટતું નથી પરંતુ આપણે જ મિથ્યાત્વાદિ હેતુએ કરી આત્મા સાથે તેનો બંધ કરીએ છીએ. જ્યાં સુધી આ આઠેય કર્મનો નાશ નહિ કરીએ ત્યાં સુધી આપણું ભવભ્રમણ અટકશે નહિ ! જો ભવભ્રમણ અટકાવવું છે ? તો તે મિથ્યાત્વાદિ હેતુથી દૂર રહો અને ધર્મના શરણે ચાલ્યા જાવ અને આત્મશ્રેય સાધી કર્મરહિત બની શાશ્વત સુખના ભોક્તા બનો. esesmes તેવી જ રીતે પાંચ પ્રકારના પ્રમાદ છે. મદ, વિષય, કષાય, નિદ્રા, વિકથા, પ્રમાદ આવતાં જીવને ધર્મ ક૨તાં અટકાવે છે. દર્શન, પૂજા, વ્યાખ્યાનાદિ શુભ અનુષ્ઠાનોમાં નિદ્રા આડી ભીત બનીને ઉભી રહે છે. સામાયિકાદિ કરવાની ઈચ્છા થાય અને પ્રમાદ આવીને ઉભો રહે. ૩૫૭ Page #389 -------------------------------------------------------------------------- ________________ 7 શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ આરાધનાદિમાં અંતરાયભૂત થાય છે. કાંતો ઉંઘ આવે, કાંતો આળસ આવે, કાંતો બીજાની નિંદા કરવા બેસી જાય. કાંતો ઘરની આળ-પંપાળમાં જ સમય બગાડે. આમ પાંચ વિષયસુખો, આઠ મદ, આઠ કર્મ અને પાંચ પ્રકારના પ્રમાદ ધર્મથી વિમુખ બનાવી અધોગતિ તરફ લઈ જનારા બને છે. તેથી હે ભવ્યજીવો ! ભવભ્રમણ વધારનારા તેનાથી, તેમજ રાગાદિ ચોરો આત્મગુણોને લૂંટે છે તેનાથી તો સાવધાન બની જિનકથિત ધર્મપંથે આગેકૂચ કરો. વળી મોહને વશ થયેલો જીવ ખરાબગતિ તરફ જાય છે અને તેનાથી સંકટોને વેઠતો આત્મા મોહરૂપી મદિરાથી ઉન્મત્ત બને છે અને વારંવાર ભવસમુદ્રમાં ઘુમણી (ગોળ ગોળ) ખાધા કરે છે. (૫) વળી જે જીવ મોહરાજાને વશ થાય છે તે કુટુંબ માટે થઈને ઘણા કર્મો બાંધે છે અને આ ભવથી બીજા ભવમાં જતાં દુઃખને આપનારા કટુ ફળને પામશે. (૬) હે ભવ્યજીવો ! જે કુટુંબ કાજે તમે કર્મબંધ કરો છો, તે તમારા સ્નેહીઓ, તમારી સાથે જ્યાં સુધી સ્વારથ છે ત્યાં સુધી જ પ્રીતિ રાખે છે. તમારી પાસેથી તેમનું કંઈ કાર્ય થતું હોય ત્યાં સુધી તમારી પાસે આવે છે અને જ્યારે તમારા પર કંઈ દુઃખ આવે તો તે સ્વજન તમારાથી દૂર ભાગે છે આ સંસારની રીત છે. (૭) વિવેચન : સમગ્ર સંસાર સ્વાર્થમય છે. પોતાને કામ હોય તો તમારી પાસે દોડ્યા આવે છે અને જો તમારી પાસેથી કંઈ કાર્ય તેમનું પતતું નથી તો તમારાથી દૂર ભાગે છે. સગો દીકરો પણ તેને ખબર હોય કે મા-બાપ પાસે ધનનો દલ્લો છે. હું સેવા કરીશ તો મને મળશે. માટે તે દીકરો મા-બાપની સેવા કરે ! પણ ખબર પડે મા-બાપ પાસે કંઈ જ નથી. તો તે જ મા-બાપ તેને ભારરૂપ લાગે છે. એજ રીતે મા-બાપ પણ કમાઉ દીકરો હોય, કમાણી કરીને લાવતો હોય તો તેની સાથે સારો વ્યવહાર રાખે પણ જો આળસુ યા નબળો દીકરો હોય તો તેની સામે પણ જોવે નહિ. આ રીતે સાસુ-વહુ, નણંદ-ભોજાઈ, દીય૨-જેઠ, દેરાણી-જેઠાણી, માતા-દીકરી, ભાઈ-બહેન બધા જ સ્વાર્થના સગા છે. કહેવાય છે ગરજે ગધેડાને બાપ કહે. કોઈ કોઈનું સગુ થતું નથી. પુત્ર પરિવાર પત્નિ પૈસો પેઢી બધું જ અહિં રહેવાનું છે. સાથે કશું જ આવશે નહિ માટે જ કહ્યું છે - “સ્વાર્થના છે. સહુ સંગાથી, પૈસાના પૂજારી પોતાના ક્યારે દુશ્મન બનશે, કોઈ શક્યું ના જાણી.’ સ્વાર્થ હોય ત્યાં સુધી પત્નિ-પતિ પ્રત્યે અને પતિ-પત્નિ પ્રત્યે સ્નેહભાવ રાખે છે. નહિ તો એકબીજાને જીવન કેમ પૂર્ણ કરવું તે પણ પ્રશ્ન થઈ જાય છે ! આ સંસારની રીત છે. સર્વે સ્વજન વર્ગ સુખની વેળાએ આવી મળે છે અને દુઃખની વેળાએ દૂર ભાગી જાય છે. ૩૫૮૦ Page #390 -------------------------------------------------------------------------- ________________ E 7 | શ્રી અપ્રકારી પૂજાનો રાસ 2 જ્યારે જીવ પાંચ ઈન્દ્રિયજન્ય વિષયસુખમાં મગ્ન બને છે. ત્યારે તે અનાચારના રસ્તે કિત જતાં પણ અટકી શકતો નથી. તે શરમને પણ એકબાજુ મૂકે છે અને જેની સાથે સ્નેહતંતુથી ના બંધાય છે. તેની સાથે સ્નેહપાશને લીધે ખરાબ કામ પણ કરતા વિચાર કરતો નથી અર્થાત્ ખરાબ કૃત્ય આચરે છે. (૮) વળી સ્નેહનું બંધન જ્યારે થાય છે ત્યારે જીવ મર્યાદા રાખી શકતો નથી અને શરમ ન કરી હોવાને કારણે ધર્મ-અધર્મને જીવ જાણતો નથી. સ્નેહથી આપણું કાર્ય નાશ પામે છે. માટે હે શ્રોતાજનો ! એહવું વિચારી તે મોહથી, સ્નેહથી, અકૃત્ય કરતાં અટકો. એ પ્રમાણે કેવલી ભગવંત કહે છે કે જગતની અંદર મોટું કર્મ મોહનીયકર્મ છે જેની નિ ઉત્કૃષ્ટથી સીત્તેર ક્રોડાક્રોડી સાગરોપમ પ્રમાણની સ્થિતિ છે અને આ મોહે બંધાયેલો જીવ જીવનમાં અવનવા કર્મને બંધાવે છે. (૧૦) - વિવેચન : આઠ કર્મમાં મુખ્ય ભાગ ભજવનાર કોઈ હોય તો મોહનીયકર્મ છે. આ કે - મોહનીયકર્મને આઠેય કર્મનો રાજા કહેલો છે. આ મોહનીયકર્મ મદિરાપાન સરખુ છે. જેમ કોઈ મદિરા પીધેલ માણસ જેમતેમ બડબડ કરે. આડો અવળો ફરે, અનાચાર સેવે અને જ ગાંડપણ કર્યા કરે તેમ મોહનીયકર્મ બાંધેલ જીવ મુંઝાયા કરે અને આડાઅવળા અનેક કર્મ ને બાંધે અને અનંતો સંસાર વધારે છે. આ મોહનીયકર્મને દૂર કરવા ધર્મરાજાના શરણે જાવ દ અને કર્મથી મુક્ત થાવ. વળી જ્ઞાની પુરુષ ફરમાવે છે કે આ જગતમાં સર્વ પદાર્થ ઉત્પન્ન થાય છે. સ્થિર રહે છે અને નાશ પણ પામે છે. આવા નાશવંત પદાર્થો આપણા ઉપયોગી નથી. એક જ શાશ્વત કાયમ ટકનારો પદાર્થ જો કોઈ હોય તો ધર્મ છે, જે ધર્મ વીતરાગ દેવે પ્રરૂપેલો છે. તે ધર્મને હે શ્રોતાજનો ! તમે ભાવપૂર્વક આરાધો. (૧૧) તેમજ હે શ્રોતાજનો ! સર્વ પદાર્થ અનિત્ય છે. જેમ ઘાસના અગ્રભાગ પર રહેલું છે નિ પાણીનું બિંદુ લાંબો વખત ટકે નહિ. વળી ગગનમંડલને વિષે ચમકતી વીજળી પણ ક્ષણમાં | બૂઝાઈ જાય છે. ધ્વજાપતાકા જેમાં ચંચળ છે, તેમ આપણું આયુષ્ય પણ અસ્થિર ક્ષણભંગુર ન છે. તેને તૂટતાં વાર લાગતી નથી. આ શરીર પણ નાશવંત છે. ગમે તેટલા તેને સાચવવા ઉપાયો કરો પણ કરોડો ઉપાયે પણ તે (કાયા) સાચવી સચવાતી નથી અને નદીમાં પૂર આવે અને પાછું ઓસરી પણ જાય તેમ યૌવનરૂપી પૂર જોશમાં આવે છે અને જોતજોતામાં તે ક્ષણમાં વિલીન પણ થઈ જાય છે. (૧૩) Page #391 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ વિવેચન : આ કાયા એક કાચનો કુંભો છે. જેમ કાચને ફૂટતા વાર ન લાગે, તેમ આ કાયારૂપી કાચના કુંભાને ફૂટતાં વાર લાગતી નથી. માટે જ કાંતિવિજયજી મહારાજે સાયમાં લખ્યું છે ‘યે કાયા કાચકા કુંભા, નાહક તું દેખ કે ફૂલતાં, પલક મે ફૂટ જાવેગા, પતા જ્યું ડાલસે ગીરતા.’ રૂડી, રૂપાળી દેખાતી આ કાયામાં બહારથી સૌંદર્ય લાગે છે પણ અંદર દૃષ્ટિપાત કરશો તો જણાશે કે કાયા કેવી છે ? અશુચિનો ભંડાર છે. મલ-મૂત્રની ક્યારી છે. માંસ, અસ્થિ, લોહી, પરૂ આદિથી ભરેલી છે. તેનો જરાપણ કે શ્રોતાજનો ! મોહ ક૨શો નહિ. આ કાયા ગધેડાની જાત છે તે આપણી પાસે અવનવા પાપો કરાવે છે. આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ તે કાયા માટે, સારુ સારુ ખવડાવીએ છીએ, પીવડાવીએ છીએ. માલ, મલીદા આ કાયાને ખવડાવીએ છીએ. ષટ્સ ભોજન પણ કરાવીએ છીએ. સારા લક્ષ, નીલી, સેંડલશોપ, હમામ જેવા ભારે સાબુથી નવડાવીએ છીએ, મુલાયમ, ડનલોપના ગાદી-તકીયે સુવડાવીએ છીએ, સુંદર વસ્ત્રાભરણ દ્વારા કાયાને શણગારી ઠઠારા કરાવીએ છીએ. આ કાયા પર માખીને પણ બેસવા દેતા નથી. રોગ આવે તો તરત જ દવા દ્વારા દૂર કરીએ છીએ. કાયા જે જે માંગે તે તે તેને આપીએ છીએ. રાત-દિવસ પાળીએ પોષીયે છીએ, આમ ચોવીસે કલાક આ કાયાની માવજત કરીએ છીએ પણ હે શ્રોતાજનો ! યાદ રાખજો. આ કાયા ક્યારેય તમારી થઈ નથી. થવાની નથી. થશે પણ નહિ. તે કહે છે અંતે હું રાખમાં રોળાઈ જઈશ. પણ તારી સાથે આવીશ નહિ. તારી સાથે તો તેં બાંધેલા કર્મ અને પુણ્ય-પાપના ભારા આવશે માટે આ કાયાની માયા ન કરતા તેનો સંગ છોડી દો અને આ કાયા દ્વારા કુંભાર જેમ ગધેડાં પાસે કામ કરાવે તેમ તમે આ કાયારૂપી ગધેડાં પાસેથી તમારાં આત્માનું કામ કઢાવી, આત્મશ્રેય સાધી શાશ્વતસુખના ભોક્તા બનો ! વળી હે શ્રોતાજનો ! જેમ મૃગપતિ=(સિંહ) એક ફાળ મૂકે અને સર્વ હરણાંની દેખતાં કોઈ પણ હરણાંને પકડે છે અને મારે છે, તેમ કાળરૂપી સિંહ પણ સર્વ કુટુંબીઓની દેખતાં જીવને આયુષ્ય ખૂટે પકડે છે અને કોળિયો કરી જાય છે. (૧૪) વળી જગતમાં જે જીવ મન-વચન-કાયાના ત્રિકરણ યોગે જેવું કર્મ બાંધે છે. તેવું કર્મનું ફળ તે જીવને ભોગવવું પડે છે. આ પ્રકારે કર્મનું અત્યંત જોર છે એમ શાસ્ત્રમાં જ્ઞાની પુરુષ કહી રહ્યા છે. જે જીવ જેવું કર્મ બાંધે તેવું તેને ભોગવવું પડે છે. (૧૫) તેમજ કે શ્રોતાજનો ! કામવિકાર ઘણો જ વિરૂઓ છે. તે દેખાવથી સારો લાગે છે પરંતુ વિષ જેવો તેનો વિપાક છે. તેને તમે ઓળખો અને તે સુખને માટે તમે દશ દ્રષ્ટાંતે ૩૬૦ Page #392 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ દુર્લભ એવો મનુષ્યભવ શા માટે હારી જાવ છો. હે ભવ્યજીવો ! આ સંસાર સમુદ્રથી પોતાના આત્માને તારવા માટે સમ્યક્ત્વ સહિત બારવ્રતો સ્વીકારો અને વિધિપૂર્વક તે વ્રતોને આરાધી ભવસમુદ્રથી પાર પામો. (૧૬) એ પ્રમાણે વિજય નામના આચાર્ય ભગવંતે અનેક પ્રકારે હર્ષપૂર્વક ભવ્યજીવોને ઉપકાર અર્થે ઉપદેશ દીધો અને પૃથ્વીપતિએ વિશેષ પ્રકારે અને સર્વ ભવ્યજીવોએ બોધ પ્રાપ્ત કરી ચિત્તથી ગ્રહણ કર્યો. (૧૭) કવિ ઉદયરત્નજી મહા૨ાજ એ પ્રમાણે પાંસઠમી ઢાળમાં પ્રકાશી રહ્યા છે કે હે ભવ્યજનો ! પ્રગલ્ભવાક્ચાતુરીથી અપાયેલ અમૃતથી પણ મીઠી જિનવાણીને સાંભળી તેના પ્રત્યે શ્રદ્ધા કરી આચરણમાં મૂકજો અને પ૨માત્મકથિત ધર્મપંથ એ જ સત્યમાર્ગ છે એમ જાણી, તેમાં લયલીન બની રહેજો. (૧૮) ઈતિ ૬૫મી ઢાળ સંપૂર્ણ 23 23 23 ૩૬૧ Page #393 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) D 3 ઢાળ છાંસઠમી | દોહા દુઃખણી દીન દોભાગણી, એહવે નારી એક; વિરૂપ દીસે તનુ જેહનું, ધૂલે ધૂસર છેક. ૧ મલિનાંગી શૂકરમુખી, કુત્સિત દીસે કાય; જીરણ મેલે લૂગડે, તે આવી તિણે ડાય. ૨ લારે લાગ્યા તેહની, પુરવાસી બહુ બાળ; શોર કરતા કથી, ઘેલી કહી દે ગાળ. ૩ શિર ઉપરે ઘટ જેવડી, રસોળી અતિ રૌદ્ર; માંસ પિંડશી ઉલ્લસી, દુઃખદાયી મહા સુદ્ર. ૪ બિભત્સ મહા બિહામણી, જાણે રાક્ષસી રૂપ; તેહને દેખી તિણ સમે, મુનિને પૂછે ભૂપ. ૫ કહો સવામી એ કુણ છે, નિંદનીક તનુ પ્રાય; બહુ દુઃખે દુઃખિત ઘણી, ઈમ પૂછે મહારાય. ૬ | ભાવાર્થ શ્રી વિજયસૂરીશ્વરજીનો ઉપદેશ પૂર્ણ થયો તે સમયે દુઃખીયારી, દૌર્ભાગ્ય દિન શિરોમણી, જાણે ખરાબ ધૂળથી ઢંકાયેલી ન હોય તેવી કદરૂપી એક સ્ત્રી ત્યાં આવી. (૧) - તે સ્ત્રીનું શરીર મેલું છે. ભૂંડના જેવા મુખવાળી, કુત્સિત (ખરાબ) તેનું શરીર દેખાય દે છે. જીર્ણપ્રાય = ફાટેલા તૂટેલા કપડાં પહેર્યા છે જેણે એવી તે નારી ત્યાં આવી. (૨) ની તે સમયે નગરના બાળકો તે સ્ત્રીની પાછળ પડ્યાં અને શોર-બકોર કરતાં પાછળથી દે ગાંડી-ગાંડી કહીને ગાળો બોલવા લાગ્યા. (૩) * તે સ્ત્રીનાં મસ્તક ઉપર ઘડા જેવડી અતિ ભયંકર રસોળી થયેલી છે. તે મહાસુદ્ર, ભયંકર નું ની અને દુઃખને આપનારી જાણે માંસનો લોચો ન હોય તેવી તે રસોળી દેખાતી હતી. (૪) વળી તે મહાવિકરાલ બિહામણી, બિભત્સ, જાણે સાક્ષાત્ રાક્ષસી ન હોય તેવી તે ની સ્ત્રીને જોઈને તે સમયે રાજા મુનિવરને પૂછે છે. (૫) કે હે સ્વામીનું ! નિંદાને પાત્ર શરીર છે જેનું, એવી આ સ્ત્રી ઘણાં દુઃખથી રીબાતી હોય તેમ લાગે છે. તો એ સ્ત્રી કોણ છે? એ પ્રમાણે શ્રીધરરાજા આચાર્ય ભગવંતને પૂછી રહ્યા છે. (૬) Page #394 -------------------------------------------------------------------------- ________________ SS S SS S S 1 શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) , , , (કર્મ ન છૂટે રે પ્રાણિયા - એ દેશી) સાધુ પરંપે સુણ ભૂપતિ, તુજ નગરીમાં ગુણગેહ; વેણુદત્ત ગાથાપતિ, તેહની પુત્રી છે એહ. ઈમપ્રરૂપે અણગારજી. સાધુજી સમયના જાણ, નિર્મલ જેહનું નાણ. ઈમ- ૧ એહને જનમ યોગે ગયા, માત પિતા પરલોક; વિધિ યોગે રહી જીવતી, કોઈ ભાવિને ભોગ. ઈમ૦ ૨ દુઃખણી નામે એ દુર્ગા, કેવલ દારિદ્દ કોટ; પૂરવ પાપ પ્રયોગથી, ગણગણે માખીના ગોટ. ઈમ૦ ૩. અવનીનાથ ઈમ સાંભળી, શિર ધૂણી કહે તામ; અહો જગમાંહી રે જીવને, કઠુઆ કર્મ વિરામ. ઈમ૦ ૪ ગદ્ ગદ્ કંઠે પાયે નમી, પૂછે દુગતા તેહ; કહો સ્વામી ! કુણ કર્મથી, હું દુઃખ પામું છું એહ. ઈમ૦ ૫ સાધુ કહે સુણ તાહરો, પૂરવ ભવ અધિકાર; બહાપુરે હતી બ્રાહણી, સોમા નામે નિરધાર. ઈમ૦ ૬ સોમશ્રી તુજ વહુએ સહી, જાણી લાભ અનંત; જિન આગે જળનો ઘડો, ઢોયો મનની રે ખંત. ઈમ૦ ૭ કોપી મેં કહો તેહને, મનમાં આણી રે રીસ; તે ઘટ જે જિન આગે ઘચોં, કાં ન ચોંટ્યો નિજ શીશ. ઈમ૦ ૮ ઈમ કહ્યો તેહના દોષથી, આ ભવ પામી છે દુઃખ; માથે મોટી રસાવળી, થઈ છે તેણે અચૂક. ઈમ૦ ૯ ઈમ નિસણીને દુર્ગા, પામી પશ્ચાતાપ; સાધુ તણી સાખે કરી, નિ દે તે નિજ આપ. ઈમ૦ ૧૦ કર્મવિપાક તણે ઉદે, શો કીજે રે ખાસ; ઈમ સા ભાખે અણગારને, અનુભવિયે ફળ તાસ. ઈમ૦ ૧૧ સાધુ કહે તે પૂરવે, પશ્ચાતાપ કર્યો જેહ; તેણે કરી તેહ કર્મનો, આ ભવે આણીશ છે હ. ઈમ૦ ૧૨ જો . . . . ૩૬૩ ) Page #395 -------------------------------------------------------------------------- ________________ SS S S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસો) ) HTAT સા પૂછે વળી સાધુને, સોમશ્રી કરી કાળ; કુણ ગતિએ જઈ ઉપની, ભાખો દીન દયાળ. ઈમ૦ ૧૩ મુનિ કહે સાંભળ તું સહી, સોમશ્રી મરી તેહ; કુમરી કુંભશ્રી નામે થઈ, શ્રીધર રાજાને ગેહ. ઈમ૦ ૧૪ સંપ્રતિ એક સભામહી, બેઠી તાતને પાસ; જિન જલદાન ફળે કરી, પામી પરમ વિલાસ. ઈમ. ૧૫ સુરનારને ભવે અનુક્રમે, ભોગવી ઉત્તમ ભોગ; મુગતે જાશે ભવ પાંચમે, જળપૂજાને રે જોગ. ઈમ૦ ૧૬ કુંભશ્રી ઈમ સાંભળી, વારુ વાત વિનોદ; ઉઠી વંદે અણગારને, મનમાં આણીને મોદ. ઈમ૦ ૧૭ પ્રણામી પૂછે અણગારને, કહો પ્રભુ તેહ કુંભાર; કાળ કરી કિહાં ઉપનો, જેણે કીધો ઉપગાર. ઈમ૦ ૧૮ સુણ ભદ્રે ! કહે સાધુજી, તેહ પ્રજાપતિ ત્યાં હ; જલપૂજાની અનુમોદના, કીધી મનને ઉછાહ. ઈમ, ૧૯ તેણે પુછ્યું તે ઉપનો, શ્રીધર એ તુજ તાત; નિરૂપમ જેહ નરેસરુ, વસુધામાંહિ વિખ્યાત. ઈમ૦ ૨૦ શ્રીધર ભૂપતિ સાંભળી, પૂરવ જનમ સંબંધ; વંદે સાધુને વળી વળી, આણી અધિક આણંદ. ઈમ૦ ૨૧ છાંસઠમી એ પૂરી થઈ, વારુ ઢાળ રસાલ; ઉદયરતન કહે પ્રેમથી, સુણો શ્રોતા ઉજમાલ. ઈમ૦ ૨૨ ભાવાર્થ : જ્યારે શ્રીધરરાજા રાક્ષસી સ્વરૂપ દેખાતી દુઃખીયારી તે સ્ત્રીનો વૃત્તાંત પૂછી કી રહ્યા છે ત્યારે શ્રી વિજયસૂરીશ્વર અણગાર જેમનું નિર્મલ જ્ઞાન છે, જેઓ સમયજ્ઞ છે તે ની મુનિવર ફરમાવી રહ્યા છે કે હે રાજન્ ! સાંભળ. તારી આ નગરીમાં વેણુદત્ત નામના ની શ્રેષ્ઠી વસી રહ્યા છે, તેમની આ પુત્રી છે. (૧). તે પુત્રીના જન્મથી જ એટલે કે જન્મ થતાંની સાથે તેના માતા-પિતા સ્વર્ગવાસી બન્યા. ' દિક કોઈક ભાગ્યના યોગે તે પુત્રી જીવતી રહી છે ને તેનું ભાવિ એ રીતે સર્જાયું લાગે છે. (૨) Page #396 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ વળી તે દુઃખીયારીનું ‘દુર્ગતા’ એવું નામ રાખવામાં આવ્યું છે. પૂર્વભવના કર્મના યોગે આ ભવે તેનું પાપ ઉદય આવ્યું છે. તે દરિદ્રીનો જાણે કોટ ન હોય તેવી રોગીષ્ટ છે કે જેના શરીર પર માખી બેસે છે અને ગણગણાટ કરી રહી છે. તે ગણગણ શબ્દના ગોટા ઉડી રહ્યા ન હોય તેવી લાગે છે. (૩) VAZZA એ પ્રમાણેના જ્ઞાની અણગારના વચન સાંભળી પૃથ્વીપતિ ‘શ્રીધર’ રાજા મસ્તક ધુણાવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે અહો ! આ જગતમાં જીવને કર્મના કેવા કડવા વિપાક ભોગવવા પડે છે. (૪) તે સમયે તે ‘દુર્ગતા’ નારી પણ અણગા૨ને નમસ્કાર કરી પૂછવા લાગી કે, હે સ્વામી ! મેં પૂર્વભવમાં એવું કયું કર્મ કર્યું કે જેથી કરીને હું આવા પ્રકારના દુઃખને પામું છું. તે કૃપા કરીને મને જણાવો. (૫) તે સાંભળીને જ્ઞાની મુનિવરે કહ્યું કે હે બહેન ! તાહરા પૂર્વભવનો અધિકાર (વૃતાન્ત) કહું છું તે સાંભળ. તું પૂર્વભવે બ્રહ્મપુર નગરમાં ‘સોમા’ નામની બ્રાહ્મણી હતી. (૬) પૂર્વભવમાં તે તારી પુત્રવધૂ ‘સોમશ્રી’ એ ૫૨માત્મા સન્મુખ અનંતો લાભ પ્રાપ્ત થશે એમ માની પાણીનો ઘડો (પક્ષાલ માટે જલકુંભ) મનના ઉલ્લાસ સાથે ધરાવ્યો હતો. તે સમાચાર સાંભળી દૂરથી આવતી તારી તે ‘પુત્રવધૂ’ સોમશ્રીને જોઈ તું અત્યંત ક્રોધે ભરાઈ અને મનથી રીસ ચઢાવી તેનાં પ્રત્યે દ્વેષ ધારણ કરી તેં તેને કહ્યું કે તે ઘડો તારા મસ્તક પર ચોંટી કેમ ન રહ્યો ? કે જેથી તેં જલકુંભ પરમાત્મા સન્મુખ ધરાવ્યો ! (૭) એ પ્રમાણેના વચન બોલવાથી તેં જિનપૂજામાં અંતરાય ઉભો કર્યો. તે કર્મના ભોગે તું આ ભવમાં આવું મહાદુ:ખ પામી છે કે જેથી તારા મસ્તક પર આવી મોટી ‘૨સોલી’ થઈ છે. ખરેખર ‘કર્મ કર્તાને અનુસરે છે.’ જે જીવ જેવું કર્મ બાંધે છે તેવું તેને ભોગવવું પડે છે. કર્મ કોઈને છોડતું નથી. ગમે તે ભવમાં તેની પાછળ જાય છે. (૯) એ પ્રમાણે મુનિવરના વચન સાંભળી ‘દુર્ગતા' ના૨ી પશ્ચાતાપ કરવા લાગી અને અણગારની સમક્ષ પોતાના આત્માની નિંદા કરવા લાગી. યાને આત્માથી કરેલ કર્મને યાદ કરી પોતાના આત્માને ધિક્કારવા લાગી. (૧૦) હવે તે ‘દુર્ગતા’ નારી શાસનના શણગાર એવા જ્ઞાની મુનિવરને કહેવા લાગી કે હે મુનિવર ! જ્યારે કર્મવિપાક (કર્મના કડવા ફલ) ઉદયમાં આવ્યા છે ત્યારે વધારે દુઃખ ક૨વાથી શું ? હસતાં બાંધેલા કર્મ રડતાં પણ છૂટતાં નથી, તે તો ભોગવે જ છૂટકો. તેથી તેનું આ ફળ હું અનુભવી રહી છું. (૧૧) ૩૬૫ Page #397 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ‘દુર્ગતા’ની ઉપર પ્રમાણેની વાત સાંભળી મુનિવર બોલ્યા કે હે બહેન ! તેં પૂર્વભવમાં કરેલાં કર્મનો પાછો પસ્તાવો કર્યો હતો, તેથી કરીને બાંધેલા તે કર્મનો આ ભવમાં જ તું અંત કરીશ. (૧૨) ત્યારપછી તે ‘દુર્ગતા' મુનિવરને પૂછવા લાગી કે, હે ભગવંત ! ‘પુત્રવધૂ’ એવી પૂર્વભવની તે ‘સોમશ્રી’ મૃત્યુ પામીને કઈ ગતિએ ઉત્પન્ન થઈ છે ? તે હે દીનદયાળ ! કૃપા કરીને મને કહો. (૧૩) ‘દુર્ગતા’ નારીના વચન સાંભળી ગુરુવરે કહ્યું કે હે બહેન ! સાંભળ. તે ‘સોમશ્રી' મરીને આ નગરીના રાજા ‘શ્રીધર’ પૃથ્વીપતિના ઘરે ઉત્પન્ન થઈ છે અને તેનું ‘કુંભશ્રી’ એ પ્રમાણે નામ રાખેલ છે. (૧૪) અને વર્તમાનમાં એટલે હમણાં આ સભામાં તે ‘કુંભશ્રી’ પોતાના પિતા ‘શ્રીધર’ રાજાની પાસે બેઠી છે. પ૨માત્માને ધરાવેલ જલકુંભ (પાણીનો ઘડો)ના પુણ્યબળે આ પરમસુખ સૌભાગ્યને પામી છે. (૧૫) વળી તે ‘કુંભશ્રી’ અનુક્રમે દેવ અને મનુષ્યના ઉત્તમ ભવમાં, ઉત્તમ ભોગોને પ્રાપ્ત કરી, ઉત્તમ ભોગોને ભોગવી જલપૂજા (પક્ષાલપૂજા)ના પ્રતાપે પાંચમા ભવે શાશ્વતસુખને પામશે. (૧૬) હવે ‘કુંભશ્રી’ પણ એ પ્રમાણેની શ્રેષ્ઠ વાણી-વિનોદને સાંભળી મનમાં આનંદને ધા૨ણ ક૨ી, સભામાંથી ઉઠી મુનિવરને વંદન કરવા લાગી. (૧૭) અને વંદન કરી મુનિવરને પૂછવા લાગી કે, હે મુનિવર ! મારા ઉપર કૃપા કરીને કહો કે મારો ઉપકારી તે કુંભાર મૃત્યુને પામી કઈ ગતિમાં ઉત્પન્ન થયો છે ? (૧૮) તે સાંભળી વિજયસૂરીશ્વરે કહ્યું કે, હે ભદ્રે ! (હે બહેન) સાંભળ, તારા ઉપકારી તે કુંભારે જલપૂજાની મનથી ઉત્સાહપૂર્વક અત્યંત અનુમોદના કરી હતી. (૧૯) તે પુણ્યના પ્રતાપે કાળ કરી પૃથ્વીમાં વિખ્યાત જેની જોડ જોતાં જડે તેમ નથી તેવા રાજાઓમાં શ્રેષ્ઠ એવા ‘શ્રીધર’ રાજા, તારા પિતા તરીકે થયા છે. (૨૦) ‘શ્રીધર’ રાજા પણ પૂર્વભવનો પોતાનો અધિકાર સાંભળી અત્યંત આનંદપૂર્વક વારંવાર મુનિવરને વંદન કરવા લાગ્યા. (૨૧) એ પ્રમાણે મીઠી અમૃત સમાન ઉત્તમ રસને આપનારી શ્રેષ્ઠ છાંસઠમી ઢાળ પૂર્ણ થઈ. ઉદયરત્નવિજયજી કહે છે કે હે, શ્રોતાજનો ! હવે સાવધાન થઈને વધુ રસપ્રદ કથા આગળ સાંભળજો ! ઈતિ ૬૬મી ઢાળ સંપૂર્ણ MESH ચેતના ૩૬૬ લોન Page #398 -------------------------------------------------------------------------- ________________ ETS STS STS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ સડસઠમી || દોહા .. મુનિવચને પૂરવ કથા, સાંભળીને તે ત્રણ; કુંભશ્રી નૃપ દુર્ગા, પાખ્યા જાતિસ્મરણ. ૧ એ ત્રણે મુનિરાજને, વાદીને કરોડ; અરજ કરે આગળ રહી, મનશુદ્ધ મદ મોડ. ૨ ભગવંત એ ભાખ્યો તમે, અમ સંબંધ વિશેષ; અમે પણ સાચો સહ્યો, જાતિસ્મરણે દેખ. ૩ કુંભથી શું જે કર્યો, જનમાંતરે અપરાધ તેહ ખમાવે દુર્ગતા, મનશું કરી સમાધ. ૪ ચરણે લાગી ચાહશું, એમ કરે અરદાસ; ધન્ય તું જગમાં મહાસતિ, ઉત્તમ ગુણ આવાસ. ૫ મનમાંહિ કરૂણા કરી, કર મુજને ઉપગાર; વ્યાધિ ઘડો મુજ સીસથી, અલવે તું ઉતાર. ૬ કુંભશ્રી ઈમ સાંભળી, નિજ કર ફરસે જામ; વ્યાધિ ઘડો તસ સીસથી, ભૂમિ પડ્યો તે તામ. ૭ ભાવાર્થ : શ્રી વિજયસૂરીશ્વરે કહેલ પૂર્વભવની કથા સાંભળીને કુંભશ્રી, રાજા અને દુર્ગતા ત્રણેય જણ જાતિસ્મરણજ્ઞાન પામ્યા. (૧) અને કુંભશ્રી, રાજા તથા દુર્ગતા મન-વચન-કાયાની શુદ્ધિપૂર્વક અભિમાનને તોડીને, ન મુનિવરને વંદન કરી, બે હાથ જોડી આગળ ઉભા રહી વિનંતી કરવા લાગ્યાં. (૨) ' હે ભગવંત ! આપે જે અમારો પૂર્વભવનો સંબંધ કહ્યો તે યથાર્થ છે. અમે પણ જાતિસ્મરણના જ્ઞાન બળે તે જ રીતે દેખ્યો અને સાચો છે એમ સ્વીકાર્યો છે. ખરેખર - આપનું જ્ઞાન મહાન છે. (૩) હવે દુર્ગતાનારીએ ગતભવમાં કુંભશ્રી સાથે જે ગુન્હો કર્યો હતો તે મનથી સમાધાન ન ન કરીને અને કુંભશ્રીને ખમાવે છે અને વૈરને સમાવે છે. (૪) Page #399 -------------------------------------------------------------------------- ________________ ETT TT TT શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસTATION : HTT અને કહે છે કે હે કુંભશ્રી ! હે બહેન ખરેખર તું આ જગતમાં મહાસતિ છે. હું તારા , ભરી ચરણકમલમાં નમસ્કાર કરું છું. હું મનથી તને ઈચ્છું છું અને તું તો ઉત્તમગુણનું સ્થાન છે. ને | તારા સમાન ગુણિયલ કોઈ જગમાં નથી. હું તને વિનંતી કરું છું કે, (૫) તું મનથી મારા પર કરૂણા ધારણ કર. મહેરબાની કર અને મારા મસ્તક ઉપર જે તે પી રોગનો ઘડો છે, તેને જલ્દીથી ઉતાર અને એ કરવા દ્વારા મારા પર ઉપકાર કર યાને મને | રોગથી મુક્ત કર. (૬) . એ પ્રમાણે દુર્ગતાની વાત સાંભળી મનમાં દયા લાવીને કુંભશ્રીએ જેવો પોતાનો હાથ દે દુર્ગાના મસ્તકને અડાડ્યો એવો તરત જ રોગનો ઘડો મસ્તક પરથી જમીન પર પડ્યો. કિ યાને કુંભશ્રીના સ્પર્શમાત્રથી દુર્ગતા નારીનો રોગ દૂર ગયો. (૭) (રાગ : ધનાશ્રી) (મેવાડો, મેં ગાયો રે સિદ્ધાચલમંડન ધણી રે - એ દેશી) રસાઉલી મનરંગ કરશું રે, કરશું રે, કુંભશ્રીએ ટાળી તદા રે; તે દેખીને લોક મનશું રે, મનશું રે, કૌતુક પામ્યા સહુ મુદા રે. ભાંગ્યા મનના સંદેહ, વેગે રે (૨) ભાંગ્યા ભવના આમળા રે; સાંભળી સાધુની વાણી, મનના રે (૨) પરિણામ થયા ઉજળા રે. ૨ ખામી માંહોમાંહ, હરખે રે, (૨) હેત હિયામાંહી ધરે રે; મળિયા મનને નેહ, પ્રીતે રે (૨) ત્રણે મન કોમલ કરે રે. ૩ કુંભશ્રી લેઈ સાથ, વિધિશું રે (૨) મદિંપતિ મુનિને વંદીને રે; આવ્યો નગર મોઝાર, પુરજન રે (૨) સાથે મનશું આણંદીને રે. ૪ અવનીતલે અણગાર, તિહાંથી રે (૨) અનુક્રમે વિહાર કરે વલી રે, સાધવી પાસે તામ, દુર્ગતા રે (૨) સંચમ લેઈ વિચરે રલી રે. ૫ દેશવિરતી મનશુદ્ધ, શ્રીધર રે (૨) નરપતિ હવે આચરે રે; સપરિવારે સોય, જિનની રે (૨) જળપૂજા નિત્યે કરે રે. ૬ અનુક્રમે શ્રીધર રાય, સાધવી રે (૨) દુર્ગના નામે વળી રે; પૂરણ પાળી આય, પામ્યા રે (૨) ઉત્તમ ગતિ તે ઉજળી રે. ૭. એ બેહુની નિરધાર, ચરિત્રમાં રે (૨) ગતિ કોઈ નિરધારી નહિ રે; તો પણ પુણ્ય પ્રમાણે, શુભગતિ રે (૨) પામ્યા હોશે તે સહી રે. ૮ Page #400 -------------------------------------------------------------------------- ________________ સૌજન્ય: હાલારી વીસા ઓશવાળ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ-ભીવંડી Page #401 --------------------------------------------------------------------------  Page #402 -------------------------------------------------------------------------- ________________ TS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ . કુંભી પણ દેવ, નિત્યે રે (૨) કનક કલશ જળશું ભરી રે; શિવિદેશું ત્રણવાર, જિનની રે (૨) જાવજીવ પૂજા કરી રે. સમકિત પાળી શુદ્ધ, અનુક્રમે રે (૨) આયુ પુરું ભોગવી રે; ઈશાને સુરલોકે ઉપની રે (૨) કુંભશ્રી તિહાંથી ચવી રે. ૧૦ સુરનારના સુખભોગ, ભોગવી રે (૨) કેવલ લહી અનુક્રમે રે; મુગતિ જાશે નિરધાર, જળની રે (૨) પૂજાએ ભવ પાંચમે રે. સુણ રાજન હરિચંદ આઠમી રે (૨) જળની પૂજા ઉપરે રે; કુંભશ્રીનો દૃષ્ટાંત, તુજને રે (૨) ભાખ્યો મેં ભલી પરે રે. ૧૨ સડસઠમી એ ઢાળ, ભવિચણ રે (૨) ઉદયરતન કહે સાંભળો રે; પ્રેમે જિનના પાય, પૂજી રે (૨) સમકિત કરજો ઉજળો રે. ૧૩ ભાવાર્થ મનના ઉમંગપૂર્વક કુંભશ્રીએ જ્યારે પોતાના હાથના સ્પર્શ દ્વારા દુર્ગાની રસોળીની વ્યાધિ દૂર કરી, તે જોઈને પૂરલોક સર્વે કૌતુક (આશ્ચર્ય પામ્યા અને હર્ષિત થયા. (૧) અને મુનિવરની વાણી સાંભળીને “શ્રીધર' રાજા સહિત પુરજનના સર્વેના મનમાં સંશય દૂર થયા અને ભવના ફેરા ભાંગ્યા એટલે દૂર થયા અને સર્વના મનના પરિણામ શુદ્ધ, ઉજ્જવલ થયા. (૨) - ત્યારબાદ કુંભશ્રી, શ્રીધરરાજા અને દુર્ગતા નારી પરસ્પર એકબીજાની ક્ષમાપના કરે છે અને ત્રણેયના હૃદય માખણ જેવા કોમલ એટલે કુણા થાય છે અને અંદરોઅંદર એકબીજાને સ્નેહ ઉત્પન્ન થયો., પ્રીતિથી બધાં મળવા લાગ્યા. જાણે કુટુંબમેળો થયો. (૩) અને પૃથ્વીપતિ “શ્રીધર' રાજા “કુંભશ્રી' ને સાથે લઈ મુનિવરને વંદન કરી તેમજ નગરજનને સાથે લઈ આનંદપૂર્વક પોતાની નગરીમાં પાછો આવ્યો. (૪) અને શ્રી વિજયસૂરિ અણગારે પણ ત્યાંથી પૃથ્વીતલ પર વિહાર કર્યો અને દુર્ગતા દિને | નારીએ સાધ્વીજી પાસે દીક્ષા ગ્રહણ કરી અને પૃથ્વીતલ પર તે પણ વિહાર કરવા લાગી. (૫) . આ તરફ “શ્રીધર' રાજા પણ મનશુદ્ધિપૂર્વક દેશવિરતીધર્મ પાળવા લાગ્યો અને પરિવાર | સહિત હંમેશા પરમાત્માની પક્ષાલપૂજા કરવા લાગ્યો. (૬) - ત્યારબાદ અનુક્રમે “શ્રીધર” રાજા અને દુર્ગતા સાધ્વી આયુષ્ય પૂર્ણ કરી ઉજવલ | શ્રેષ્ઠગતિને પામ્યા. (૭) 1-૨૪ Page #403 -------------------------------------------------------------------------- ________________ » શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ શ્રીધર રાજાએ દેશવિરતિ ધર્મમાં અને દુર્ગતા સાધ્વીએ સર્વવિરતિ ધર્મને આરાધતા કોઈપણ ગતિ નિશ્ચિત કરી ન હતી પરંતુ તે ચારિત્રધર્મની આરાધનાના પુણ્યબલે શ્રેષ્ઠ શુભગતિને પામ્યા. (૮) અને ‘કુંભશ્રી’ પણ હંમેશા સુવર્ણકલશ દ્વારા મન-વચન-કાયાના ત્રિવિધ યોગથી ત્રિકાલ જાવજીવ પરમાત્માની પૂજા કરવા લાગી. (૯) તેમજ શુદ્ધ રીતે સમ્યગ્દર્શન પદને આરાધી આયુષ્ય પૂર્ણ ભોગવી કુંભશ્રી ત્યાંથી ઈશાન દેવલોકે ઉત્પન્ન થઈ. (૧૦) અને તે દેવલોકથી ચ્યવી અનુક્રમે દેવ મનુષ્યના સુખભોગ ભોગવી કેવલજ્ઞાન પામી જલપૂજાના પ્રતાપે પાંચમે ભવે નિશ્ચે મોક્ષસુખને પ્રાપ્ત ક૨શે ! (૧૧) એ પ્રમાણે શ્રી વિજયચંદ્ર કેવલી હરિચંદ્રરાજાને કહી રહ્યા છે કે, હે રાજન્ ! સાંભળ આઠમી જલપૂજાના રહસ્યને જણાવનારી કુંભશ્રીની કથા મેં વિસ્તારપૂર્વક તારી આગળ રજૂ કરી છે, જે રીતે કુંભશ્રી જલપૂજા દ્વારા શાશ્વતસુખને પામશે તે રીતે મોક્ષના અર્ધાં તમે પણ પ૨માત્માની પૂજા કરવામાં ઉદ્યમવંત બનો ! (૧૨) એ પ્રમાણે કવિ ઉદયરત્નવિજયજી મહારાજ કહી રહ્યા છે કે હે ભવ્યજનો ! સાંભળો ! સડસઠમી ઢાળમાં જિનપૂજાનું જે રહસ્ય જણાવ્યું છે. તે રીતે તમે પણ પ્રેમપૂર્વક પરમાત્માના ચરણકમલની પૂજા કરો અને સમ્યક્ત્વને નિર્મલ બનાવો. (૧૩) ઈતિ ૬૭મી ઢાળ સંપૂર્ણ ૩૭૦ Page #404 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ અડસઠમી || દોહા ।। અર્ચા અષ્ટ પ્રકારની, ભાખી એ ભગવંત; વિઘનવિદારણ દુઃખહરણ, કારણ સુખ અનંત. ૧ નરક નિગોદ સમુદ્ધરણ, ભરણ સુકૃત ભંડાર; શ્રેયકરણ અશરણશરણ, ઉતારણ ભવપાર. ૨ શાશ્વત શિવસુખ સાધવા, પૂજા પરમ ઉપાય; જિનપદ પંકજ પૂજતાં, મનવંછિત ફળ થાય. ૩ ઈણિ પરે જિનપૂજા તણાં, ઉત્તમ અષ્ટ પ્રકાર; અષ્ટ કહ્યાં તે ઉપરે, એ દૃષ્ટાંત ઉદાર. ૪ કેવલીના મુખથી સુણી, જિનપૂજા ફળ એમ; હરિચંદ ગૃપને હુવો, પૂજા ઉપર પ્રેમ. ૫ કેવલીને કરજોડીને, રંગેશુ કહે રાય; અતિ સુખદાયક એ સહી, જિનપૂજા જગમાંય. ૬ તે માટે ત્રિવિધે સહી, આદર કરી અપાર; જિનપૂજા જુગતે સદા, મેં કરવી નિરધાર. ૭ પંચ વિષયસુખ પરિહરી, સંયમ લેવા કાજ; સ્વામી હું સમરથ નહિ, કર્મ તણે વશ આજ. ૭ ભાવાર્થ : એ પ્રમાણે શ્રી વિજયચંદ્ર કેવલીએ શ્રી હરિચંદ્ર રાજા આગળ અષ્ટપ્રકારી પૂજાનું વર્ણન કર્યું ! તે પૂજા કેવી છે ? તો કહે છે, વિદ્મની વેલડીઓને છેદના૨ી, દુઃખોનો નાશ કરનારી અને અનંત સુખના કારણભૂત, તેમજ નરક અને નિગોદાદિ અશુભ ગતિમાં પડતાં જીવોને ઉદ્ધારનારી, સુકૃત ભંડારને ભરાવનારી, આત્મકલ્યાણને ક૨ના૨ી, જેને કોઈ શરણ નથી એવા જીવોને શરણ આપનારી અને ભવસમુદ્રથી પાર ઉતારનારી છે. તેમજ વળી જેનો ક્યારેય નાશ થવાનો નથી એવા સુખ સાધી આપનાર એટલે અનંતકાળ સુખમય પસાર થાય તેવા હંમેશના સુખને સાધી આપવામાં પ્રથમ છે સ્થાન જેનું એવી પ૨માત્માની પૂજા તે શ્રેષ્ઠ ઉપાય છે. વળી પ૨માત્માના ચરણરૂપી કમલની પૂજા કરવાથી જે જીવે ૩૭૧ Page #405 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ મનથી જેવા સુખની વાંછા કરી હોય તેવા ઈષ્ટ ફલને આપનારી છે. ટૂંકમાં દેવાધિદેવની અષ્ટપ્રકારી પૂજા ભવ્યજીવોને તારવામાં નૌકા સમાન છે. તેમજ ઈષ્ટફલ આપવામાં કલ્પવૃક્ષ સમાન છે. જેમ કલ્પવૃક્ષ પાસે જે માંગો તે મલે, તેમ અષ્ટપ્રકારી પૂજા કરનાર વ્યક્તિ પૂજા કરતાં જે ભાવના ભાવે, જેની માંગણી કરે તે બધું જ પ્રાપ્ત કરી શકે છે. તેમજ પરમાત્માની પૂજા લોહચુંબકનું કામ કરે છે. જેમ ચમકપાષાણ લોઢાને પોતાના તરફ ખેંચે છે તેમ ચમકપાષાણ સ્વરૂપી પરમાત્માનો સ્પર્શ કરતાં લોઢા જેવા આપણને પ્રભુ પોતાના તરફ ખેંચે છે અને પોતે જે સુખને પામ્યા છે તેવાં જ સુખને દેવાધિદેવ આપવા તૈયાર છે. પરંતુ જો પ્રભુપૂજા શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો ! (૩) એ પ્રમાણે પરમાત્માની પૂજાના શ્રેષ્ઠ આઠ પ્રકાર બતાવ્યાં અને તે આઠ પ્રકારની પૂજાના રહસ્યને જણાવનારા એક એક પૂજાના આઠ ઉત્તમ દૃષ્ટાંતો કહ્યાં. (૪) એ પ્રમાણેની કેવલી ભગવંતના મુખથી ૫રમાત્માની પૂજાના ફલને જણાવના૨ી અમૃતમય વાણી સાંભળીને હરિચંદ્ર રાજાને પરમાત્માની પૂજા પ્રત્યે અત્યંત પ્રેમ જાગૃત થયો. (૫) અને કેવલી ભગવંતને હાથ જોડીને આનંદસભર હૈયે રાજાએ કહ્યું કે, હે ભગવંત ! જગમાં અત્યંત સુખને આપના૨ જો કોઈ હોય તો ૫રમાત્માની પૂજા છે. (૬) તેથી કરીને અત્યંત બહુમાનપૂર્વક (આદર સહિત) ત્રિકરણ શુદ્ધે યાને મન-વચનકાયાના ત્રિવિધ યોગથી અને કરવું, કરાવવું, અનુમોદવું એ ત્રણ કરણથી હંમેશા નિશ્ચે હું દેવાધિદેવની પૂજા કરીશ એવો નિર્ણય કરુ છું. (૭) હે સ્વામી ! પંચ ઈન્દ્રિયજન્ય, પાંચ પ્રકારના વિષયસુખને ત્યાગી ૫૨માત્મ કથિત સર્વવિરતિ (દીક્ષા) લેવા હું કર્મતણા ભોગે હમણાં શક્તિમાન નથી. (૮) (તે દિન ક્યારે આવશે - એ દેશી) મુનિવર કહે સુણ મહિપતિ, મહિમંડળ માંય; ભાવ સમોવડ કો નહિ, ભાખે જિનરાય. કે૦ ૧ કેવલી કહે હરિચંદ્રને, સુણ તું રાજાન; ધર્મ અનેક જોતાં ધરા, નહિ ભાવ સમાન. કે૦ ૨ વીસે વસા સંયમ વિના, એક ભાવ પ્રમાણ; ભરત આરિસા ભવનમાં, પામ્યા કેવલનાણ, કે૦ ૩ - ૩૭૨ ક Page #406 -------------------------------------------------------------------------- ________________ .... શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ કરણી તે કારણ નહિ, ભાવ વિણ સુણ ભૂપ; મરૂદેવી ભાવ તણે બળે, પામ્યાં જ્ઞાન અનૂપ. કે૦ ૪ ઈમ અનેક પામ્યાં સહી, ભાવે ભવ પાર; ભાવ ધરમ સહુમાં વડો, સઘળે સંસાર. કે ૫ તે માટે પૂજો તમે, ભાવે ભગવંત; નિશ્ચલ ચિત્તે નેહશું, મન કરી એકાંત. કે૦ ૬ સંયમથી તુજ શ્રેય છે, જિનપૂજા જાણ; પૂજાથી પામીશ સહી, શિવફળ સુખપાણ. કે ૭ નિશ્ચલ ચિત્ત સુભાવથી, સુરપ્રિય જિમ સાધ; પામ્યો સમતા ને બળે, શિવસુખ નિરાબાધ. કે૦ ૮ કૌતુક પામી નૃપ કહે, મુનિને તેણીવાર; કહો સ્વામી કરૂણા કરી, તેહનો અધિકાર. કે૦ ૯ નિશ્ચલ ભાવ તણે ગુણે, પામ્યો જેમ સિદ્ધિ; સુણ રાજન કહે સાધુજી, કહું તેહનો સંબંધ. કે૦ ૧૦ દક્ષિણ ભરતમાંહિ વસે, સુસુમાપુર નામે; ચંદ નરેસર મહાબળી, રાજે તેણે ઠામે. કે૦ ૧૧ તારા નામે તેહને, પટરાણી અનૂપ; ઓપે આભરણે કરી, રંભા સમ રૂપ. કે૦ ૧૨ ઉન્નત પીનપયોધરી, કરમાં કટિ માય; શશિવયણી મૃગલોયણી, કંચનશી કાય. કે૦ ૧૩ ભૂપતિ તેહશું ભીનો રહે, ન લહે દિન-રાત; સુખ વિલસે જિમ સુરપતિ, શૂચી ને સંઘાત. કે૦ ૧૪ વ્યવહારી એક તિહાં વસે, સુંદર શેઠ નામે; મદનશ્રી તસ ભારજા, રૂપે અભિરામે. કે૦ ૧૫ સુરપ્રિય નામે છે તેહને, એક સુત મહાદુષ્ટ; બાપને લાગે સાપસ્યો, મનમાંહિ અનિષ્ટ, કે૦ ૧૬ ---- ૩૭૩ ZAZAZN Page #407 -------------------------------------------------------------------------- ________________ STS TS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ : પૂરવ ભવના વેરથી, સુતને પણ તાત; વાહલો લાગે વ્યાલશ્યો, ન ગમે વળી વાત. કે. ૧૭ એક ઘરે આવે તવ સહી, બીજો બાહિર જાય; એક ઘડી પણ એકઠા, રહેતાં ન સહાય. કે. ૧૮ માંહોમાંહે એમ બે જણાં, રાખે નિત્ય રીત; કાળજામાંથી કલુષતા, ન મિટે નિશદિશ. કે. ૧૯ એક દિવસ અંગજ પ્રત્યે, કહે તાત કથa; વિધિ યોગે આપણ સહી, થયા છી નિરધa. કે૨૦ તે માટે ધન કારણે, આપણે અન્ય દેશ; જઈને નિજ મંદિર ત્યજી, મૂકી મન કલેશ. કે. ૨૧ ઉત્તમ વંશનો ઉપનો, નિરધન નર જેહ; ગુણવિણ ધનુષ તણી પરે, લઘુતા લહે તેહ. કે. ૨૨ ધમદિક વર્ગ ચારથી, નિરધન રહે દૂર; જો ન કરે જિનધર્મને, ઉલટ ધરી ઉર. કે. ૨૩ ધૈર્ય દાણું અવલંબીને, દેશાંતર જેહ; જાયે સાહસને બળે, પામે ધન તેહ. કે. ૨૪ વિનષ્ટ ચિત્તને કપટ ભય, સદ્ભાવે હીન; નિજ ઘરથી ચાલ્યા હવે, લોભે થઈ લીન. કે. ૨૫ અડસઠમી ઢાળે કહે, કવિ ઉદયરતન; લોભ થકી જ જો હવે, કેમ વિણસે મન. કે. ૨૬ ભાવાર્થ : શ્રી હરિચંદ્ર રાજાની વાત સાંભળીને મુનિવર નરપતિને કહે છે કે, હે , રાજન્ ! સાંભળ. વીતરાગ દેવે ભાખ્યું છે કે પૃથ્વીતલને વિષે ભાવધર્મની સમાન બીજો છે ની કોઈ ધર્મ નથી. (૧) - એ જ પ્રમાણે કેવલી શ્રી વિજયચંદ્રરાજર્ષિ હરિચંદ્ર રાજાને કહે છે કે, તે પૃથ્વીપતિ 3 હરિચંદ્ર ! જે પ્રમાણે તીર્થંકર દેવે કહ્યું તે પ્રમાણે પૃથ્વીને વિષે અનેક પ્રકારના ધર્મો છે પ્તિ પરંતુ તેમાં ભાવધર્મ સમાન કોઈ નથી. (૨) Page #408 -------------------------------------------------------------------------- ________________ STD TO શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) STD 3 તેમજ જ્ઞાની પુરુષ ફરમાવે છે કે વસવસોથી યુક્ત સંયમ જીવનમાં ન હોય પરંતુ એક છે ભાવધર્મ જો મજબૂત હોય તો તેના બળે આત્મા પરમાત્મા બને છે. જેમ ભાવધર્મના બળે ભરત મહારાજા આરિસા ભવનમાં કેવલજ્ઞાનને પામ્યા તેમ ભાવધર્મથી જીવ ભવસમુદ્ર તરી શકે છે. (૩) વિવેચનઃ તીર્થંકર દેવે ચાર પ્રકારનો ધર્મ પ્રરૂપ્યો છે. દાન, શીયલ, તપ અને ભાવ. ) આ ચારમાં ભાવ મુખ્ય છે. તે મુખ્ય છે પણ મૂક્યો છે છેલ્લે. તે એ સૂચવે છે કે તમે આગળના ત્રણ ધર્મ જેવા કે દાન, શીયલ, તપ ગમે તેટલા કરો પણ જો તેની સાથે ભાવને # જોડવામાં ન આવે તો ત્રણમાંથી એકપણ ધર્મની કિંમત નથી. કોઈપણ ધર્મમાં ભાવ પ્રધાન * ની છે. દાન કરો તો ભાવપૂર્વક કરો, બ્રહ્મચર્ય પાળો તો ભાવપૂર્વક પાળો અને તપ કરો તો પણ તે ભાવપૂર્વક કરો. જો ભાવ એકપણ અનુષ્ઠાનમાં જોડતા નથી તો ગતાનુગત, દેખાદેખીથી જ કરેલ ધર્મ ફક્ત કાયકલશ કરનારો થશે. જેમ મમ્મણ શેઠે સુપાત્રદાન કર્યું પણ નિમિત્ત ન મળતા ભાવની ધારા તૂટી તો જે સુપાત્રદાન તીર્થંકરનામ ગોત્ર બંધાવે તેના બદલે સાતમી $ નરકે પહોંચાડનારું બન્યું. શાલીભદ્રના જીવે સુપાત્રદાન કર્યું. સાથે અત્યંત અનુમોદના | કરી. ભાવમાં વૃદ્ધિ કરી તો તે સુપાત્રદાન શાશ્વત સુખ આપનારું થયું. માટે જ જ્ઞાનીઓ કે કહે છે ભાવ વિનાનો કરેલો ધર્મ ફક્ત કાયાકલેશનું કારણ બને છે. ભાવધર્મ જો ઉચ્ચકોટિનો | હોય તો વસવસાયુક્ત સંયમજીવન પણ તેની આગળ ઝાંખો પડે. જો કે અહિં સર્વવિરતિની આ અવગણના નથી કરતાં પણ પ્રસ્તુત શ્લોકમાં ભાવધર્મનું પ્રાધાન્ય બતાવવું છે માટે એમ કહેવાયું છે કે વસવસોથી યુક્ત સંયમ ન હોય તો પણ ભાવધર્મ કેવલજ્ઞાન અપાવે છે. જેમ ભરત મહારાજા સંયમી નથી પણ ભાવના ભાવે છે અને અરીસાભુવનમાં કેવલજ્ઞાન પ્રાપ્ત ' હવે વીસવસા એટલે શું ? ત્રસદશક, સ્થાવરદશક આ વીસની દયા સર્વવિરતિધરને મને કી કરવાની છે. તે તો સર્વવિરતિધર પાળે છે. તેમાંથી ગૃહસ્થ દેશવિરતિધર સવાલસા જ | પાળી શકે છે. કેમકે સ્થાવરદશક વિના તેને એટલે ગૃહસ્થને ચાલવાનું નથી. ત્રસદશકમાં છે પણ અપરાધી અને નિરપરાધી બે છે, તેમાંથી અપરાધી પરની દયા કરી શકે નહિ, તો પાંચ તે જાય અને સંકલ્પથી ન હણવા, આમ કરતા નિરપરાધી જીવોને પણ જાણી જોઈને હું મારવાની બુદ્ધિથી ન હણવા એમ કરતા સવારસાની દયા તે ગૃહસ્થ કરી શકે આને વસવસા દયા કહેવાય. આવા વસવસોથી યુક્ત સંયમી કરતા પણ ભાવધર્મ પ્રધાન છે. તે વસવસા દયામાં પણ ભાવ ભળતો નથી તો તે સંયમ પણ શું કામનો ? Page #409 -------------------------------------------------------------------------- ________________ STATE ) [ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) .. . . 3 ના ભરત ચક્રવર્તીએ સંયમ લીધો નથી પરંતુ એક વખત પોતે પોતાના રાજમહેલના ન આરીસાભવન છે એટલે કે આરીસાનું જ બનાવેલું તે ભવન છે. તેમાં પોતે પોતાના શરીરની શોભા નિહાળી રહ્યા હતાં. તે વખતે શૃંગાર, આભૂષણથી યુક્ત શરીરની શોભા ka અનુપમ હતી. તેમને વિચાર આવ્યો, આભૂષણથી યુક્ત કાયા શોભે છે કે આભૂષણ રહિત દર શોભે છે? લાવ જોવા દે. એમ વિચારી એક આંગળી ઉપરની વીંટી કાઢીને જોવા લાગ્યા, | તો તે આંગળીની શોભા ચાલી ગયેલી હતી. ભરત મહારાજા વિચારે છે અરે રે ! આ કાયાની કોઈ જ શોભા નથી ? દેખાવની કાયા છે ? તે પણ આભૂષણ છે તો, નહિ તો તે નહિ? ધિક્કાર હો ? જે કાયાની એક દિવસ રાખ થવાની છે, તે કાયાની પાછળ માનવ , પોતાનો અમૂલ્ય સમય વેડફી રહ્યો છે. એ પ્રમાણે વિચાર કરતા અને અનિત્ય ભાવના ભાવતા ભાવતા ધર્મધ્યાન પરથી શુક્લધ્યાનની ધારાએ ચઢી કેવલજ્ઞાનને પામ્યાં. આગળ વળી ભાવધર્મની મુખ્યતા બતાવતા શ્રી વિજયચંદ્ર કેવલી હરિચંદ્ર રાજાને ની ફરમાવી રહ્યા છે કે મોક્ષની પ્રાપ્તિમાં ફક્ત ક્રિયા કારણભૂત એટલે કે સહાયભૂત થતી નથી , E પરંતુ હે રાજન ! સાંભળ. જો તેની સાથે ભાવ જોડાયો હોય તો જ તે ક્રિયા અનુષ્ઠાન $ મોક્ષના કારણભૂત બને છે. જુવો મરૂદેવી માતા પણ ભાવના બળે જ અનુપમ એવું કેવલજ્ઞાન ન પામ્યાં. (૪) | વિવેચન : સાંસારિક સ્નેહપાશથી બંધાયેલા હોવાથી “મરૂદેવી' માતા ઋષભ, ઋષભ દિન | કરતાં રડી રહ્યા હતા અને હંમેશા ભરત મહારાજાને ઓલંભા દેતાં હતા. કે હે ભરત ! તું ન તો રાજ્ય મહાસુખને ભોગવે છે અને પર્સ ભોજન કરે છે. રાજઋદ્ધિ, વિષયસુખમાં તું ની મગ્ન રહે છે જ્યારે મારો ઋષભ જંગલમાં ભટકે છે. તેને પૂરું ખાવા પણ મળતું નહિ હોય, તેને તું તેની ખબર પણ કાઢતો નથી ! એ પ્રમાણે રડી રડીને આંખે પરીયા વળી ગયા ને અંધત્વ : મિત્ર પ્રાપ્ત થયું. પરંતુ એક દિવસ મરૂદેવા માતા માટે સોનેરી સૂરજ ઉગ્યો ! વધામણી આવી Mિ $ “ઋષભ'ને તો કૈવલ્ય પ્રાપ્ત થયું છે. જઘન્યથી કરોડો દેવો તેની સેવામાં હાજરાહજૂર છે. આ પ્રમાણેની વધાઈ મળતાં જ ભરત મહારાજા મરૂદેવી માતાને પોતાના હાથીના હોદે $ બેસાડે છે અને કહે છે માતાજી ! ચાલો. તમારા ઋષભની ઋદ્ધિ જોવા ! તમે “ઋષભ રી. ઋષભ કરો છો અને મને ઓલંભા દો છો. મારો “ઋષભ' ભૂખ્યો તરસ્યો જંગલમાં ક્યાંય ફરતો હશે ? હાથીના હોદે બેસી ભરત મહારાજા દૂરથી મરૂદેવી માતાને બતાવી રહ્યા છે કે હે માતા ! તમારા ઋષભનું સમવસરણ જુવો. કરોડો દેવો, દેવીઓ, ઈન્દ્રો - ઈન્દ્રાણીઓ, - ચક્રવર્તીઓ, રાજાઓ જેમની સેવામાં ઉપસ્થિત છે. તે જોતા જોતા મરૂદેવા માતાની આંખે દસ હર્ષના આંસુ ઉભરાયા અને આંખ આડા આવેલા પડલો દૂર ગયા અને સમવસરણમાં Page #410 -------------------------------------------------------------------------- ________________ SS | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ . કે ચોસઠ ઈન્દ્રોથી સેવાતા પોતાના પુત્રને જોઈને મરૂદેવા માતા વિચારવા લાગ્યા, જેને માટે કરી મેં રડી રડીને વર્ષો વિતાવ્યા. આંખે પડલ આવ્યા, તે પુત્રને મારા પર જરાં પણ મોહ નથી. 6એટલું જ નહિ મારા માટે કંઈ સંદેશો પણ મોકલ્યો નહિ. ખરેખર જગત સ્વાર્થમય છે અને કરી મારો ઋષભ તો વૈરાગી છે. તેને પહેલેથી જ માયા-મમતા ત્યાગી છે અને હવે વીતરાગી બન્યો છે. ખરેખર કોઈ કોઈનું સગુ થતું નથી. આમ એકત્વ ભાવના ભાવતા ભાવતા ભાવધર્મના બળે મરૂદેવી માતા પણ કેવલજ્ઞાન પામ્યા ! એ પ્રમાણે અનેક જીવો ભાવધર્મના માધ્યમથી સંસાર સમુદ્ર તરી ગયા છે. ખરેખર ન | સમગ્ર સંસારમાં જોતાં સર્વ ધર્મમાં પ્રધાન શ્રેષ્ઠ ભાવધર્મ છે. (૫) તે માટે હે રાજન્ ! તમે મનને સ્થિર કરી, એકાંતે નિશ્ચલમનથી ભાવપૂર્વક દેવાધિદેવની - સ્નેહધરી પૂજા કરો. (૬) વળી હે રાજન્ ! સંયમ વિના પણ તારૂં પ્રભુપૂજાથી કલ્યાણ થશે અને તે જ પૂજાનાં માધ્યમથી તું મોક્ષસુખના ફળને અને સુખને પામીશ. (૭) અહિં સંયમજીવનને ગૌણ કર્યું છે અને શ્રાવકધર્મની પ્રધાનતા બતાવી છે, તેનું કારણ એક જ છે પ્રથમ સંયમધર્મ બતાવ્યા પછી વ્યક્તિ તે જીવનને, તે ધર્મને આરાધવા સમર્થ ન . નિ હોય ત્યારે તેને શ્રાવકધર્મ બતાવવો પડે ! તેથી અહિં પણ પ્રથમ સંયમધર્મ બતાવ્યો પણ મને હરિચંદ્ર રાજા તે લેવા સમર્થ ન હોવાથી શ્રાવકધર્મ બતાવ્યો. જેમ કોઈ ઘરાક દુકાનમાં માલ લેવા આવે તેને દરેક જાતના માલ બતાવાય છે. ઉંચી | કિંમતના, મધ્યમ કિંમતના, અને જઘન્ય કિંમતના. પણ ઘરાકની જેટલી શક્તિ હોય તેટલી જ કિંમતનો જ માલ તે ગ્રહણ કરે છે. તેવી જ રીતે બે પ્રકારનો ધર્મ બતાવવામાં આવે છે. જે | વ્યક્તિ જેને વિષે સમર્થ હોય તે વ્યક્તિ તેવો ધર્મ સ્વીકારે છે. ' હે રાજન્ ! તું તારા મનને સ્થિર કરી, શુભભાવ પૂર્વક પ્રભુપૂજા કર ! જેમ સમતાના ની બળથી સુરપ્રિયે બાધારહિત (વિઘરહિત) પણે મોક્ષસુખને હસ્તગત કર્યું. (૮) કેવલી ભગવંતની એ પ્રમાણેની વાણી સાંભળી, હરિચંદ્રરાજા આશ્ચર્ય પામ્યો અને ૬ મુનિવરને તે સમયે કહેવા લાગ્યો કે મુનિવર, મારા પર મહેર કરી (કરૂણા કરી) તે સુરપ્રિયનો વૃતાન્ત મને કહો. (૯) હરિચંદ્ર રાજાની વાત સાંભળીને કેવલી ભગવંત કહેવા લાગ્યાં કે હે રાજન્ ! સ્થિર | એવા ભાવધર્મના ગુણથી સુરપ્રિયે શિવસુખ સાધ્યું તેમ હે રાજન્ ! સાંભળ. તું પણ તે રીતે આ શીવસુખને પામ અને હવે તે સુરપ્રિયનો અધિકાર વિસ્તારથી કહું છું તે સાંભળ. (૧૦) Page #411 -------------------------------------------------------------------------- ________________ SO IT S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ 3 દક્ષિણ ભારતમાં સુસુમાપુર નામના નગરમાં મહાબળવાન ચંદ્ર નામે રાજા શોભી રહ્યો કરી છે. (૧૧) તે રાજાને ‘તારા નામની પટ્ટરાણી છે, તે અનોપમ રૂપે શોભે છે અને જ્યારે અલંકારોથી તે If યુક્ત હોય ત્યારે તે રંભા સમાન તેજસ્વી લાગે છે. (૧૨) દમી વળી તે તારા પટ્ટરાણીની સુવર્ણ સમાન કોમલ કાયા છે. જેના ચંદ્ર સમાન શીતલ | વચનો છે. હરણાસમાન (મૃગ) નયનો છે અને જેનો ઉરનો ભાગ ઉંચો છે, જાણે સુવર્ણના દે દર બે કુંભ ન હોય તેવી અને જેના હાથમાં કટિ સમાયેલી છે. (૧૩) ની એવી રૂપે રંભા સમાન પટ્ટરાણી તારાની સાથે રાજા વિષયસુખમાં મગ્ન રહે છે, તે $ દિવસ કે રાત જોતો નથી અને ઈન્દ્ર જેમ ઈન્દ્રાણી સાથે સુખ ભોગવે તેમ ચંદ્રરાજા “તારા'ની ની સાથે વિષયસુખોને ભોગવી રહ્યો છે. (૧૪) તે જ નગરીમાં “સુંદર' નામનો વ્યાપારી શ્રેષ્ઠિવર્ગમાં મુખ્ય છે તે ત્યાં રહે છે અને B રૂપથી મનોરમ એવી “મદનશ્રી' નામની તેની પત્નિ છે. (૧૫) તે શેઠ – શેઠાણીને “સુરપ્રિય” નામનો મહાદુષ્ટ એવો એક પુત્ર છે અને તે સુંદરશેઠને તો મનથી પણ અણગમતો અને જોવાથી સાપ જેવો લાગે છે. (૧૬) પૂર્વભવના વૈરથી પુત્રને પણ પોતાનો સગો બાપ પણ શિયાળ જેવો લાગે છે અને દરી તેમની વાત પણ ગમતી નથી. (૧૭) જ્યારે પુત્ર ઘરમાં આવે છે ત્યારે બાપ બહાર જાય છે અને બાપ ઘરમાં આવે તો પુત્ર દિ બહાર જાય છે. આમ એક-બીજાને ભેગાં રહેવું પણ ગમતું નથી. (૧૮) એ પ્રમાણે અંદરોઅંદર બંને જણા એકબીજા પ્રત્યે રોષ ધારણ કરે છે અને હૈયામાં | એકબીજા પ્રત્યેનો કલુષિત ભાવ હંમેશ માટે રહે છે, તે દૂર થતો નથી. (૧૯) કોઈ એક દિવસ “સુંદર શેઠ પોતાના પુત્રને કહેવા લાગ્યો કે, હે વત્સ ! સાંભળ. ના ભાગ્ય યોગે આપણે નિર્ધન (ગરીબ) થયા છીએ. (૨૦) | તો હવે ધન માટે આપણે આપણું ઘર અને મનનો ક્લેશ દૂર કરી, બીજા દેશમાં ની જઈએ. (૨૧) | જે મનુષ્ય ઉત્તમકુલમાં ઉત્પન્ન થયો હોય. પણ જો તે ગરીબ છે તો તે ગુણ વિનાના ધનુષની જેમ સર્વત્ર હલકાઈને પામે છે. (૨૨) ની ધર્મ, અર્થ, કામ અને ભોગ. આ ચાર પ્રકારના ધર્માદિ વર્ગથી નિર્ધન મનુષ્યો દૂર રહે છે કેમકે તેણે હૃદયના ઉમંગપૂર્વક શ્રી જિનધર્મ કર્યો નથી. (૨૩) Page #412 -------------------------------------------------------------------------- ________________ E . S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ SS SS S S 3 | તેથી કરીને ધીરજને ધારણ કરી જે મનુષ્ય અન્ય દેશમાં જાય છે તે સાહસના બળે ન (મહેનતના બળે) અઢળક ધનને પ્રાપ્ત કરે છે. (૨૪) જેનું ચિત્ત નાશ પામ્યું છે. હૃદય કપટ (માયા)થી ભરેલું છે. શુભભાવ ઓછા છે એવા - તે પિતા-પુત્ર લોભમાં મગ્ન બની, ધનના અર્થે પોતાના ઘરથી બહાર નીકળ્યા યાને અન્ય ગી. દેશ તરફ ચાલ્યા. (૨૫) એ પ્રમાણે અડસઠમી ઢાળ પૂર્ણ થઈ. કવિ ઉદયરત્નવિજયજી મહારાજ કહે છે કે હવે દિલ લોભથી એકબીજાના મન કેવી રીતે વિનાશ પામે છે તે હવે આગળ જુવો. (૨૬) ઈતિ ૬૮મી ઢાળ સમાપ્ત Page #413 -------------------------------------------------------------------------- ________________ ET ) : શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) .. . ઢાળ ઓગણસીત્તેરમી | દોહા-સોરઠી ઈમ તે આરત ધ્યાન, ધન કારણે ધાયા સહી; આવ્યા પુર ઉધાન, બાપ બેટો તે બે જણા. ૧ વાર તિહાં વડ હેઠ, દેખે શ્વેત પંઆડિયો; સુરપ્રિય સુંદર શેઠ, દેખી હરખ્યા હોય તે. ૨ ચિત્તશું ચિંતે સોય, શાસ્ત્રમાંહી ભાખ્યું સહી; મૂળે મહાધન હોય, હેજે શ્વેત પંઆને. ૩ મનમાંહી બે મૂઢ, દામ કાજે દિલ ચિંતવે; કપટ વિચારે ફૂડ, દુબુદ્ધિ મહાદુષ્ટ તે. ૪ ઉત્તમ દિન નહિ આજ, લખમી એ લેવા તણો; શુભ દિવસે શુભ સાજ, કરશું આપણ કાજ એ. ૫ ઈમ ચિંતી આવાસ, આવ્યા બે ઉલટ ભરે; ભાખે એહવી ભાસ, શુકન આજ ન થયા સહી. ૬ નાવે તેહને નીંદ, દેવ જાણે દોષી થયો; આંખે વસ્યો ઉનીંદ, લક્ષ્મીને લોભે કરી. ૭ ભાવાર્થ ધનના લોભે “સુંદરશેઠ અને સુરપ્રિય બંને પોતાના ગામથી નીકળી અન્ય 6 દેશમાં ધન મેળવવા ગયા છે અને ધન માટે આર્તધ્યાન કરતા તે બંને દોડ્યા અને તે મા નગરીના વનપ્રદેશમાં (ઉદ્યાન)માં આવ્યા. (૧) | અને તે બંનેએ સુંદર વડ નીચે શ્વેત એકેન્દ્રિય જીવો દેખ્યાં અને તે જોઈને સુરપ્રિય સી અને સુંદરશેઠ બંને હર્ષ પામ્યા. (૨) અને ચિત્તથી વિચારવા લાગ્યા કે શાસ્ત્રમાં કહ્યું છે કે સફેદ પુડના મૂળમાં (તળીયે) મહાધન હોય છે. (૩) અને તે મહાધનને જોઈને બાપ, બેટો બંને મૂઢ પૈસા માટે હૃદયથી વિચારે છે. બંને કરી હૃદયમાં ખોટી માયા કરે છે અને પૈસા માટે દુષ્ટબુદ્ધિ ઉત્પન્ન થઈ છે જેમને એવા તે બે મહાદુષ્ટ થયા છે. (૪) અને બંને વાત કરે છે કે ધન લેવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ નથી. માટે કોઈ સારા 3 દિવસે, સારા સાજથી આપણે તે ધન લેવાનો ઉપાય કરીશું. (૫) Page #414 -------------------------------------------------------------------------- ________________ SSS S S SS SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) TET એ પ્રમાણે વિચાર કરી તે બંને જણ હર્ષપૂર્વક પોતાના રહેવાસમાં આવ્યા અને બોલવા ન લાગ્યા આજે શુકન સારા થયા નહિ. (૬) સુંદરશેઠ અને સુરપ્રિય આ બંનેને હવે ઊંઘ આવતી નથી. જાણે ભાગ્ય, નસીબ તેઓ FB પર રોષાયમાન ન થયું હોય ! તેમ તે બંનેની આંખો ઊંઘ વિનાની થઈ કારણ કે બંનેને | ધનનો લોભ લાગ્યો છે. (૭) (રાગ : મારુ, અષ્ટ ભવાંતર વાલહી રે - એ દેશી) લોભે લપટાઈ રહ્યા રે, નીંદ ન પામે સોચ, ધનારા લોભી; અર્થાતુર તે અતિઘણું રે, નિશિભર સૂતા દોય, ધનરા લોભી. ધન કાજે દેશાંતર જાયે, ધન કાજે વાહલા વૈરી થાયે; ધન કાજે વિપત્તિ વેઠાયે, જગમાં અરથ એ અનારથ મૂલ. સુરપ્રિય સૂતો ચિંતવે રે, જનક ન જાણે કેમ; ધ. યામિનીમાં જઈ તિહાં રે, દ્રવ્ય લેઉં હું તેમ. ધ. ઈમ ચિંતી જુએ જિચ્ચે રે, તાતે આગળથી તામ; ધ. અર્થ તે તિહાંથી ઉદ્ધરી રે, ધરીયો બીજે ઠામ. ધ. પત્ર જઈ પૂછે તાતને રે, કહો તે કિહાં નિધાન; ધ. ઈહાંથી તમે ઉદ્ધરી રે, થાણું કેણે થાન. ધ. તાત કહે હવે તેને રે, સાંભળ પુત્ર નિટોલ; ધ. દ્રવ્ય તે મેં દીઠો નહિ રે, બોલ વિચારી બોલ. ધ. વચન વિચારી બોલીયે રે, એકવી ન કીજે વાત; ધ. એ વાતે કલહો વચ્ચે રે, કટકી બોલે એમ તાત. ધ. તીખા તીર તણી પરે રે, કથન તે લાગ્યું કાન; ધ. સાંભળી ઉઠ્યો ચાટક્યો રે, કર્ણ શૂલ સમાન. ધ. ક્રોધાનલ તપ્યો થકો રે, જનકને કહે ધરી રીસ; ધ. મોત માંગો કાં મુખે કરી રે, કાં છેદાવો સીસ. ધ. અરથ દેખાડો તે સહી રે, નહિ તો લેઈશ પ્રાણ; ધ. અનરથ હોશે એહથી રે, સાંભળો તાતજી વાણ. ધ. Page #415 -------------------------------------------------------------------------- ________________ ST t[ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ની જો તું પુત્ર જાણે અછે રે, અરથ એ અનરથ રૂ૫; ધ. તો કિમ પૂછે ફરી ફરી રે, જિમ પંથી જલકૂપ ધ. ૧૦ જીવિત વળી જનમાંતરે રે, લહિયે વારોવાર; ધ. વળી વળી દામ ન પામીયે રે, પુણ્ય વિના નિરધાર. ધ. જો તું ક્રોધે સહી રે, આણીશ માહરો અંત; ધ. તો પણ હું જાણું નહિ રે, એ ધનનો ઉદંત. ધ. તાતની વાણી સાંભળી રે, માઝા મેહલી દૂર; ધ. વૃત સિંચિત વહિં પરે રે, ક્રોધનો પ્રસર્યો પૂર. ધ. ગળે ફાંસો દઈને રે, પુરો માયો તાત; ધ. ધનલોભી ન કરે કિશ્યો રે, અવનીમાં ઉતપાત ધ. એક કનક બીજી કામિની રે, મેલાવે મન ટેક; ધ. ડાહા દિલ ડોળ્યા કરે રે, એહને કાજે અનેક. ધ. એ બેને મોહે વળી રે, જગમાં સઘળા જીવ; ધ. ભાવઠ બહુલી ભોગવે રે, આપદ પામે અતીવ. ધ. ૧૬ શેઠ મારીને ઉપનો રે, ગોહ પણે તેણે ઠાર; ધ. ધન ઉપર મોહે કરી રે, રહે તે નિરધાર. ધ. ૧૦ ઉદયરતન કહે સાંભળો રે, અગણોતેરમી ઢાળ; ધ. લોભ થકી મન વાળીને રે, ધર્મે થજો ઉજમાલ. ધ. ૧૮ ભાવાર્થ સુંદરશેઠ અને સુરપ્રિય બંને લોભમાં અંધ બન્યા હોઈ, તે બંનેને ધનના S; અત્યંત લોભથી, ધન મેળવવાની આતુરતાથી રાતભર ઊંઘ આવતી નથી. સૂતાં છે પણ | | કપટભાવથી. ખરેખર લોભરૂપી મહાસાગરમાં ડૂબેલાને ધન શું શું નાચ નચાવે છે. ધનના દર લોભી ધન માટે દેશ છોડાવે છે અને પરદેશ લઈ જાય છે. ધન ખાતર વ્હાલી વ્યક્તિ પણ વૈરી |K થાય છે. ધન ખાતર વિપત્તિ વેઠવી પડે છે. ખરેખર જગતમાં ધન તે અનર્થનું કારણ છે. (૧) આ વિવેચન : ખરેખર પૈસો અનર્થનું કારણ છે. પૈસો ન હોય તો પણ દુઃખ અને પૈસો કે હોય તો પણ તેના રક્ષણનું દુઃખ, પૈસો રાત-દિવસ ઉંઘવા પણ દેતો નથી. પૈસાના લોભે . ભાઈભાઈ, બાપ-બેટો કોર્ટે ચડે છે. પૈસો વૈરનું કારણ છે. જેટલું દુઃખ કમાવામાં છે તેનાથી કે ડબલ તેના રક્ષણમાં હોય છે. લોભ તે સર્વ પાપનો બાપ છે. અહિં પણ આપણે જોઈએ છીએ કે પૈસાના લોભે બાપ-બેટો કેવી માયા કરી રહ્યા છે ! (૧) Page #416 -------------------------------------------------------------------------- ________________ . . . . શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ || હવે સુરપ્રિય સૂતાં સૂતાં વિચારે છે કે પિતાને ખબર ન પડે તેમ રાત્રીમાં ઉઠીને જ્યાં ; ન ધનનું નિધાન રહેલું છે ત્યાં જઈને ધન લઈ લઉં. (૨) એ પ્રમાણે વિચારીને સુરપ્રિય ઉઠીને ધન લેવા જાય છે. પરંતુ ત્યાંથી સુંદરશેઠ પહેલેથી જ ધન કાઢી લઈને બીજી જગ્યાએ રાખ્યું હતું. (૩) તેથી તેનો પુત્ર સુંદરશેઠને પૂછે છે, હે તાત ! તમે કહો અહિં જે ધન હતું તે લઈને તમે | ક્યાં મૂક્યું છે ? (૪) પુત્રના ઉપર પ્રમાણેના વચન સાંભળી સુંદરશેઠ બોલ્યા કે, હે પુત્ર ! તું જે કંઈ બોલ કે બોલે તે વિચારીને બોલજે. મેં તે ધન જોયું નથી ! (૫). વળી જે કંઈ બોલવું હોય તે વિચારીને બોલવું જોઈએ. વગર વિચાર્યું બોલવાથી | આપણા બે વચ્ચે કલેશ થશે ! એ પ્રમાણે ત્રાડ નાંખતો સુરપ્રિયનો પિતા બોલ્યો. (૬) પિતાના તીખાં મરચા જેવા વચન સુરપ્રિયે સાંભળ્યા અને તે સાંભળીને સુરપ્રિય ત્રાટક્યો અને તેને તે વચન કાનમાં શૂળની જેમ ભોંકાવા લાગ્યા. (૭) અને ક્રોધરૂપી અગ્નિથી બળ્યો ન હોય તેવો, તપેલા ગોળા જેવો, પિતા પ્રત્યે રીસ . Sી ચઢાવીને બોલવા લાગ્યો કે હે તાત ! વિણ આયુ ખૂટે તમારા પોતાનાં મુખથી તમે મૃત્યુ શા | માટે માંગો છો ? અને શા માટે મસ્તક છેદાવા તૈયાર થયા છો ? (૮) વળી કહેવા લાગ્યો કે તે નિધાન મને દેખાડો, નહિ તો હે તાતજી ! સાંભળો. અનર્થ ઉભો થશે. હું તમારા પ્રાણ લઈશ ! (૯) એ પ્રમાણેની પુત્રની વાણી સાંભળીને પિતાજી બોલ્યા કે હે પુત્ર! જો તું સમજે છે કે ધન એ અનર્થનું કારણ છે તો શા માટે વારંવાર તું તે ધનની માંગણી કરે છે. જેમાં મુસાફર જાણે ક છે કે પાણીથી ભરેલા કૂવામાં પડવાથી મોતને શરણ થવું પડે અને છતાં જો જલકૂપમાં પડે તો ની શું થાય? તેમ હે પુત્ર તું જાણે છે ધન કલેશનું કારણ છે તો વારંવાર માંગવાથી શું? (૧૦) દર Sી તેમજ પુત્ર ! જન્મ તો અન્ય ભવોમાં પણ વારંવાર મળશે, મળે છે. પરંતુ જો પુણ્ય ન ધી હોય તો પૈસો વારંવાર મળતો નથી ! પુન્ય હોય તો જ પ્રાણી ધનવાન બની શકે છે. (૧૧) છે અને કદાચ જો તું ક્રોધથી માહરા પ્રાણ લઈશ ! તો પણ હું તે નિધાનની કંઈ જ વાત કરી જાણતો નથી. (૧૨) એ પ્રમાણેની પિતાની વાણી સાંભળીને સુરપ્રિયે મર્યાદાને દૂર કરી એટલે કે લજાને નેવે મૂકી અને ઘીથી જેમ અગ્નિ સિંચાય તો વધુ આગ પ્રજવલિત થાય તેમ, તેનો ક્રોધાનલ | ભડભડ ભડકા કરવા લાગ્યો. (૧૩) કે નદીમાં જેમ પુર આવે તેમ ક્રોધાવેશમાં આવી જઈને તેણે પોતાના પિતાને ગળે ફાંસો 1. દઈને મારી નાંખ્યો, ખરેખર ધનના લોભી મનુષ્ય પૃથ્વીતલ પર શું ઉત્પાત નથી કરતા! (૧૪) ની Page #417 -------------------------------------------------------------------------- ________________ E T S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રસ કહેવાય છે એક તો સોનુ એટલે કનક અને બીજી કામિની એટલે સ્ત્રી. આ બંનેને # દિકી દેખીને માનવ પોતાની ટેકને ભૂલી જાય છે. ડાહ્યા કહેવાતા અનેક માણસોના દિલ પણ આ | કંચન અને કામિનીથી ચલાયમાન થતાં હોય છે. (૧૫) વિવેચનઃ એક તો ધનનો લોભ અને બીજી રૂપે રંભા સમાન નારી. આ બે ચીજથી માનવ ભાન ભૂલો બની જાય છે. જેને સાંસારિક જીવનમાં જ રસ લાગ્યો હોય છે તે પ્રાણી આ બેની પાછળ પાગલ બને છે. અને જ્યાં સુધી આ બે વસ્તુની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી પૃથ્વીપર ગાંડાની જેમ જ્યાંને ત્યાં ભટક્યા કરે છે. ધનનો લોભ માણસને ઘર - પત્નિ - 1 ની પુત્ર - ગામ બધું છોડાવે છે અને કામિનીનું સુખ જો મળતું હોય તો તે દિવસ કે રાત જોતો 6 નથી. કામાંધ બની જાય છે. જુવો, શ્રીપાલ રાજાના રાસમાં ધવલશેઠ કંચન અને કામિનીના લોભે અંધ બને છે | અને તેને મેળવવા રાત-દિવસ ઝર્યા કરે છે. શરીરની પણ પરવા કરતો નથી. અરે સુખે ખાતો-પીતો પણ નથી. પરંતુ પુણ્યહિન માનવને તે હસ્તગત થતું નથી. અંતે મરણને શરણ થવું પડે છે. જેમ શ્રીપાલને મારવા ધવલે ઘણાં પ્રયત્નો કર્યા. પરંતુ પુન્યશાલી . માનવનો કોઈ વાળ વાંકો કરી શકતો નથી. અંતે ધવલને પોતાના જ હાથે મોતને ભેટવું , પડ્યું. કંચન-કામિની તો એકબાજુ રહ્યા અને સાતમી નરકે ઉપડી જવું પડ્યું! મમ્મણ શેઠને સુપાત્રદાનના પ્રતાપે બીજા ભવમાં પૈસો ખૂબ મળ્યો પણ પાછળથી કરેલ પસ્તાવાના કારણે મળેલા ધનને ભોગવી પણ શક્યો નહિ અને સાતમી નરકે ધકેલાયો. કહેવાતા પંચમહાવ્રતધારી ૫૦૦ શિષ્યાઓના ગુરુણીજીને રત્નડાબલી અને સુવર્ણમહોરની મૂર્છાએ મૃત્યુ બાદ ગરોળીનો ભવ કરાવ્યો. આમ કંચન અને કામિનીના લોભે માનવ અવનવા ઉત્પાત સર્જે છે. ઉપકારીના મિ ઉપકારને પણ તે વખતે માનવ ભૂલી જતો હોય છે. જુવો ધનના લોભે પુત્રે પિતાને માર્યો. કેવી છે ધનની મૂર્છા ! કેવી છે કામિનીની કામના ! - આ ધન અને કામિનીની મૂચ્છથી જગમાં પ્રત્યેક જીવ ઘણી જ વેદના અને આપત્તિને ને દસ ભોગવે છે. (૧૬) | જુવો, સુંદરશેઠ પણ ધનની મૂર્છાને કારણે જ્યાં તે નિધાન રહેલું હતું ત્યાં જ ગોધો ડી (આખલો) થયો. જેને કોઈ આધાર નથી. (૧૭) દે એ પ્રમાણે અગણોસીતેરમી ઢાળમાં કવિ ઉદયરત્નવિજયજી કહે છે કે, હે શ્રોતાજનો! કરી લોભથી મન વાળજો અને સંતોષને ધારણ કરજો.આમ ધર્મ કરવામાં પ્રયત્નશીલ બનજો! (૧૮) તિ ઈતિ ૬૯મી ઢાળ સમાપ્ત Page #418 -------------------------------------------------------------------------- ________________ D. )))))): શ્રી અષ્ટપ્રકારી પૂજનો રાસ REFERESTERESENTS: ઢાળ સીત્તેરમી || દોહા-સોરઠી II સુત હવે ચિંતે સોય, પુણ્યહીન મેં પાપીયે; કામ જે ન કરે કોય, અકારજ મેં આચર્યું. ૧ હા ! મેં હણીયો તાત, ધીઠ થઈ ધન કારણે; વિણઠી સઘળી વાત, પદમા પણ પામ્યો નહિ. ૨ અરતિ કરે અપાર, વિલખો થઈ તે વળી વળી; હા? હા? સરજણહાર? એ શી બુદ્ધિ આવી મને. ૩ ફળ ઉપર કપિ ફાળ, દેતાં ભૂલ્યો જિમ દુખ ધરે; તિમ સુરપ્રિય તેણે કાળ, શોચે ચિત્તમાંહી સહી. ૪ ભાવાર્થ ધનના લોભે સુરપ્રિયે પોતાના પિતાને ગળે ફાંસો દઈને માર્યો અને “સુંદરશેઠ મૃત્યુ પામી ‘ગોધા' પણે ઉત્પન્ન થયો. તે સમયે સુરપ્રિય હવે વિચારવા લાગ્યો કે અરેરે ! આ | મુખ્યહીન એવા મેં પાપીએ શું કર્યું? દુનિયામાં કોઈ ન કરે તેવું અકાર્ય મેં આચર્યું. (૧) : હા હા ! ધનના લોભે ધીઠો બની ગયો, દુબુદ્ધિ જાગી અને મેં કહેવાતા એવા 3 ઉપકારી મારા તાતને માર્યા. બધી જ બાજી બગડી ગઈ અને પદ્મા લક્ષ્મી પણ મેળવી શક્યો ? નહિ. (૨) એમ વિચારતો વિલખો થયેલો (ઝાંખો, ઉદાસ થયેલો) તે વારંવાર શોક કરવા લાગ્યો કે, છે અને દૈવને ઓલંભો દેતા કહેવા લાગ્યો કે, હે દેવ ! હે દેવ ! હે જગના સર્જનહાર ! આ શું થયું ? આવી કુબુદ્ધિ મને ક્યાંથી આવી. (૩). જેમ ફળ મેળવવા પડેલા ફળ ઉપર વાંદરો ફાળ ભરે છે અને શિકારીના હાથમાં યા મદારીના હાથમાં ફસાઈ જાય છે. પાછળથી અત્યંત દુઃખ પામે છે. તેમ તે સમયે સુરપ્રિય પણ બાપ” ઉપર ઘાત કરીને હવે ચિત્તથી ચિંતા કરતો, શોકને ધારણ કરતો મહાદુઃખી થઈ જ રહ્યો છે. (૪) (રાગ ધનાશ્રી મેવાડો શ્રી શ્રેયાંસ કૃપા કરો - એ દેશી), જોરો જો જો રે લોભનો, લોભે લક્ષણ જાય; અનારથ મોટા રે ઉપજે, તેહ થકી જગમાંચ. જોરો૧ Page #419 -------------------------------------------------------------------------- ________________ ESS SS S S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ S TD 3 લોભની લીલાયે કરી, સગપણ નાસે રે દૂર; મુનિવર પણ મન મેલાં કરે, પાપી લોભને પૂર. જોરો. ૨ જગમાં લોભ એ જાલમી, ધર્મમાં ઘાલે રે ધૂળ; હેતની હાણી કરે વળી, સર્વ વિનાશનું મૂળ. જોરો. લોભે પિતા હણે પુત્રને, જનકને મારે રે જાત; લોભિયો લેખે ગણે નહિ, કુણ માતા કુણ ભ્રાત. જોરો. ૪ ભરતારને વળી ભામિની, લોભ તણે વશ લીન; લોભે ઉત્તમ નાર રહે, અધર્મ તણે આધીન, જોરો મૃતકારજ કરી તાતના, સુરપ્રિય લોભે રે હેવ; એક દિન તે ધનને સ્થળે, તે આવ્યો તતખેવ. જેરો૬ તિહાં જઈને જુવે જેહવે, તે હવે દીઠી રે તામ; ગોહોરગ દંતે ગ્રહી, રત્નમાળા અભિરામ. જેરો. ઝળહળ તેજે રે ઝળકતી, જેહની સુંદર જ્યોત; તેહના તેજ તણો તિહાં, અવલોકી ઉધોત. જોરો. ૮ સહસાતકારે તેણે સમે, સુરપ્રિયને સમકાળ; ક્રોધને લોભ બે ઉપના, ચિત્તમાંહેથી ચંડાળ. જોરો૯ કોપે કૃતાંત તણી પરે, કરડી નજરે રે તામ; ફરી ફરી તે સાતમું જુએ, ચણાવળીને કામ. જોરો૧૦ રૌદ્ર પરિણામી રોષાતુરે, ધનનો લોભી તે ધૃષ્ટ; ગોહોરગને મારવા, ચિતમાંહી ચાહે દુષ્ટ. જોરો૦ ૧૧ તે પણ દેખી રે તેહને, ભય પામ્યો મનમાં હા; મનશું વિચારે મારે રખે, થરથર કંપે રે કાય. જોરો ૧૨ ગોહોરગ ઈમ ચિંતીને, તિહાંથી નાસે રે જામ; ચષ્ટિકાએ રે જોરશં, પુણે માયોં રે તામ. જોરો. ૧૩ તતક્ષણ મરણ પામી તિહાં, પૂરવ પાપ પ્રમાણ; તે ઉધાનમાંહી સહી, સોય થયો રે સિંચાણ. જોરો૦ ૧૪. * * * 57 7 7 7 જા આ ને આ જા જા સસરા TRE ' ' HNNNNNN Page #420 -------------------------------------------------------------------------- ________________ TIT T TT TT TT TT શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ TWITTER હવે સુરપ્રિય હરખિત મને, રયણમાલા લિયે નેહ; કામિની કરયુગની પરે, કંઠે લાગવે રે તેહ. જોરો. ૧૫ નિર્મળ રૂપ ગુણે કરી, યુવતી સમ તે જોય; ત્રણ ભુવનનું રે સાર એ, મનશું માને રે સોય. જોરો. ૧૬ ભવભ્રાંત થઈ તે ચિંતવે, જો જાણે રે ભૂનાથ; તો મુજ પાસેથી લિયે, માળા મસ્તક સાથ. જોરો. ૧૭ આજે મુજને રખે કુણે, દીઠો હોય આ થાન; ઈમ ચિંતીને દશ દિશે, અવલોકે તે ઉધાન. જોરો. ૧૮ જોતાં વન ઉધાનમાં, અણગાર તિહાં એક દીઠ; કાઉસ્સગ મુદ્રાને ધરી, ઉભા છે તે ભૂપીઠ. જોરો. ૧૯ ચિત્તમાં દેખી તે ચિંતવે, દીઠો મુજને રે એણ; રયણાવળીને લેતાં થકાં, મૌન રહો એ તેણ. જોરો. ૨૦ ફૂડ કપટનો નિશ્ચયે, દીસે એક આવાસ; દુશ્ચરિત મારું દેખી રખે, કહે જઈ નૃપની રે પાસ. જોરો૦ ૨૧ વ્યાધિ અને વયરી તણો, વહેલો કીજે છે; તે માટે એને સહી, પહોંચાડું ચમ ગેહ. જોરો. ૨૨ ઈમ ચિંતીને રોષાતુરે, કરમાં ઝાલી દંડ; સાધુ સાતમો તે ધસ્યો, પાપી ઘણું પ્રચંડ. જોરો૦ ૨૩ તુંકારો દેઈ કહે, ચારિશિયાને ચંડ; છાનો તું છૂપીને ઈહાં, શું જુએ છે મુંડ. જોરો. ૨૪ માહરી નજરે પડ્યો થકો, જીવતો જાઈશ કેમ; નિજ અવગુણને ઢાંકવા, અણગારને કહે એમ. જોરો. ૨૫ મુનિવર મન નિશ્ચળ કરી, કર્મ અહિયાસે આપ; ધ્યાન થકી ચૂકે નહિ, થિરતા ધમેં રે થાપ, જોરો. ૨૬ સીતેરમી એ ઢાળમાં, ઉદયરતન કહે એમ; લોભ થકી રહો વેગળા, જય જય પામો જેમ. જોરો. ૨૦ Page #421 -------------------------------------------------------------------------- ________________ " શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ભાવાર્થ : હવે વિજયચંદ્ર કેવલી હરિચંદ્ર રાજાને લોભથી શું અનર્થ થાય છે અને તેનું જોર કેવું છે તે બતાવતા કહે છે. લોભથી સારા લક્ષણો, સારા ભાવો નષ્ટ થાય છે. લોભ જગમાં મોટો અનર્થ સર્જે છે એટલે ખરાબ કૃત્ય પણ લોભ કરાવે છે. (૧) વિવેચન : સઘળાય પાપનો બાપ લોભ છે. લોભથી ક્રોધ પ્રગટે છે. જેટલો ક્રોધનો આવેશ હોય છે, તેટલો જ લોભનો આવેશ હોય છે. ક્રોધનો આવેશ દેખાય છે. જ્યારે લોભનો આવેશ દેખાતો નથી.ક્રોધ પ્રથમ કષાય છે, તો લોભ અંતિમ કષાય છે. પર્યુષણના દિવસોમાં પણ આપણે ક્રોધ – નાશ ૫૨ જેટલો ભાર આપીએ છીએ તેટલો લોભ નાશ પર નથી આપતા. શું ક્રોધ જેટલું નુકશાન કરે છે તેટલું નુકશાન લોભ નથી કરતો ? નહિ. એવું તો નથી. શય્યભવસૂરિજીએ દશવૈકાલિકમાં સાફ-સાફ લખ્યું છે. ક્રોધ માત્ર પ્રેમનો નાશ કરે છે. માન માત્ર વિનયનો નાશ કરે છે. માયા માત્ર મિત્રોનો નાશ કરે છે. જ્યારે લોભ સર્વનો નાશ કરે છે. लोभात् क्रोधः प्रभवति, लोभात् कामः प्रवर्तते । लोभान्नमोहश्च माया च, मानः स्तम्भ परासुता ॥ લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે. લોભથી કામના વધે. લોભથી મોહ, માયા, માન, અક્કડતા અને મરણ પણ આવે. લોભનું આધુનિક નામ છે મહત્ત્વાકાંક્ષા. મહત્ત્વાકાંક્ષા એટલે મોટાઈ મેળવવાનો લોભ. લોભ માત્ર ધનનો જ હોય એવું નથી. સત્તાનો, કીર્તિનો, ખાવાનો, પીવાનો, પરિવારનો, કપડાનો, દાગીનાનો, ઘરનો આવા અનેક પ્રકારના લોભ છે. જ્ઞાની પુરુષ ક્રોધ આદિના અંધાપા કરતાં લોભનો અંધાપો ખતરનાક ગણાવે છે. મહત્ત્વાકાંક્ષા પૂર્ણ ક૨વા માણસ શું નથી કરતો ? લોભી માનવ શત્રુને તો મારે પણ મિત્રનેય ન છોડે, સગા ભાઈ કે સગા બાપનેય ન છોડે ! જુવો રાજ્યના લોભે કોણિકે શ્રેણિકને જેલમાં પૂર્યો., લોભના કારણે કુમારપાળને ઝેર આપીને મારનાર સગો ભત્રીજો અજયપાળ હતો. સત્તાલોભની આ ઘટનાઓ ઈતિહાસ પ્રસિદ્ધ છે. પણ સંપત્તિ લોભના કારણે ભાઈ-ભાઈ વચ્ચે, બાપ-બેટા વચ્ચે, પતિ-પત્નિ વચ્ચે જંગ ખેલાઈ જાય છે. લોભ એ પાપની પ્રતિષ્ઠા છે. લોભ પાપની જન્મભૂમિ છે. લોભ દ્વેષ ક્રોધ વિગેરેનો જન્મદાતા છે. લોભ તે પાપનું મૂળ છે. જેમ લાભ વધે તેમ લોભ વધે છે. એક શેઠે ૫૬ કરોડ સોનૈયા ભેગા કર્યા. તેમાંથી એક પાઈ પણ આઘી પાછી ન થાય તેનું ધ્યાન રાખે. રોજ એક વખત તે ગણી લે. દીકરા વહુને વાપરવા પણ ન દે. એક વખત શેઠજી જે રૂમમાં તિજોરી રાખેલી છે ત્યાં જઈ ઓ૨ડામાં પૈસા ગણવા ગયા. કોઈ દેખી ન જાય માટે તિજો૨ી પણ એવી યુક્તિપૂર્વક બનાવેલી કે જરાક દબાવે ને દરવાજા બંધ થઈ ૩૮૮૧ Page #422 -------------------------------------------------------------------------- ________________ STD 10 S S 1 શ્રી અપ્રકારી પૂજાનો રાસ S S S 3 3 જાય. આ વાતની ઘરના કોઈનેય ખબર નથી. એવામાં શેઠના દીકરાનો દીકરો, હશે આઠ- દશ મહિનાનો. રમતો રમતો ભાંખોડીયા ભરતો છેક શેઠ રકમ ગણતા હતા ત્યાં પહોંચી 3ી ગયો અને રમતમાં ને રમતમાં તે બાળકના હાથે તિજોરીના બારણાને ધક્કો લાગ્યો. ને તિજોરી બંધ થઈ ગઈ. શેઠને ખબર નથી એ તો રકમ ગણવામાં મસ્ત છે અને હવે હવા ન | મળવાથી શેઠ ગુંગળાયા અને મૃત્યુ પામ્યા. આ છે લોભ કે જે ખૂદનું મરણ કરાવે. હવે કને ખબર કોને પડે. એક દિવસ, બે દિવસ, બાપાની શોધ ચાલે છે પણ બાપા દુનિયામાં હોય તે તો ભલેને ? આ બાજુ મડદું સડવા લાગ્યું. કીડા પડવા લાગ્યાં. તીજોરીની તીરાડ વાટે . બહાર આવવા લાગ્યાં. ઘરમાં આટલી બધી દુર્ગધ કેમ ? ખબર પડતી નથી, જે તરફથી | દુર્ગધ આવે છે તે તરફ જુવે છે તો તિજોરીમાંથી દુર્ગધ અને કીડા આવે છે. દીકરાએ બહાર આવી, લુહારને બોલાવી, તીજોરી તોડાવી અને જુવે છે તો બાપા સોનૈયા ગણતાં મૃત્યુ પામ્યાં. જુવો લોભનો અંજામ કેવો ખતરનાક છે. અહિં પણ આપણે જોઈ રહ્યા છીએ કે લોભથી સગા દીકરાએ બાપને માર્યો. લોભને ખાતર એક બીજાના સંબંધ નષ્ટ થઈ જાય છે અને કહેવાતા નિર્લોભી એવા | મુનિવરના પણ મન પાપી એવો લોભ મેલાં કરાવે છે. જ્યારે લોભ ઉદયમાં આવે છે ત્યારે F; મુનિવરો પણ કપટ સેવે છે. આત્મ સ્વરૂપને ભૂલે છે. (૨) આ જગતમાં લોભ ઘણો જુલમી છે. તે ધર્મ કરતા માનવને વચ્ચે ધૂળ નાંખે છે એટલે કે ધર્મ કરતા અટકાવે છે. એક બીજાના સ્નેહભાવનો નાશ કરે છે. એટલું જ નહિ, લોભ સર્વ વિનાશનું મૂળ છે. (૩) લોભ જ્યારે આવે છે ત્યારે માનવ ભાન ભૂલે છે. પિતા પોતાના પુત્રને મારે છે. પુત્ર પિતાને હણે છે અને લોભ નડે છે ત્યારે કોણ “મા” અને કોણ ભાઈ ! કોઈ કોઈની પરવા ન કરતું નથી. (૪) માનવ જ્યારે લોભને આધીન બને છે. ત્યારે કોણ પતિ અને કોણ પત્નિ તે જોવાતું ન નથી. લોભથી શ્રેષ્ઠ મનુષ્ય પણ પાપને (અધર્મ)ને વશ થાય છે. લોભ પાપ કરતાં અચકાતા જ નથી. (૫) તે હવે લોભી એવો સુરપ્રિય પિતાના મૃત્યુ સંબંધી કાર્ય કરે છે અને હજુ ધનનો લોભ હોવાથી એક દિવસ જે સ્થળે ધન રહેલું છે ત્યાં આવે છે. (૬) અને જેટલાંમાં ત્યાં જઈને જુવે છે તેટલામાં તેણે ગોહોરગે દાંત વડે મનોહર એવી 1 રત્નમાળા ગ્રહણ કરેલી દેખી. (૭) ... Page #423 -------------------------------------------------------------------------- ________________ ETT TT TT TT TT શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) 23 હવે તે રત્નમાળા કેવી છે? તો કહે છે. ઝલહલ તેજથી ઝલકતી જેની સુંદર જ્યોત છે $ કરી તેવી અને તે રત્નમાળાના તેજનો ઉદ્યોત ચારે બાજુ દેખાય છે તેવી તે રત્નમાળા ગોહોરગે | ગ્રહણ કરી છે. (૮) તે જોઈને એકદમ સુરપ્રિયને તે સમયે એક જ કાળે ક્રોધ અને લોભરૂપી બે ચંડાળ | ચિત્તમાંથી પ્રગટ થયા. (૯) છે અને ક્રોધાનલથી જાણે જમરાજ ન થયો હોય તેવો યમદૂત સમાન તે કરડી આંખે વારંવાર રત્નમાલાની ઈચ્છાથી તે ગોહોરગની સામું જોયા કરે છે. (૧૦) ૪ રત્નમાલા મેળવવાની ઈચ્છાવાળો તે સુરપ્રિય અત્યંત રોપાયમાન થયો થકો ગોહોરગને હણવાની દુષ્ટ ઈચ્છાથી ચિત્તથી પણ રૌદ્ર પરિણામી થયો છે. (૧૧) ગોહોરગ પણ સુરપ્રિયને રૌદ્રપરિણામી અને ક્રોધથી ધમધમતો જોઈને ચિત્તથી વિચારવા લાગ્યો કે આ કદાચ મને મારી નાંખશે. આવા વિચારથી ભયભીત થયેલો ગોઠોરગ પણ | શરીરથી થરથર ધ્રુજવા લાગ્યો. (૧૨) અને મને મારશે એ બીકથી વિચાર કરતો તે ગોહોરગ ત્યાંથી ભાગવા લાગ્યો. જ્યારે | તે નાસવા લાગ્યો ત્યારે તે પૂર્વભવના પુત્ર સુરપ્રિયે જોરથી તેને લાકડીથી માર માર્યો. (૧૩) અને તેના પ્રહારથી પૂર્વકૃત પાપોદયથી ગોહોરગ તે જ ક્ષણે મૃત્યુ પામ્યો અને તે જ વનખંડ (ઉદ્યાન)માં સિંચાણો થયો. (૧૪) ત્યારબાદ હર્ષિત થયેલા સુરપ્રિયે તે રત્નમાલાસ્નેહપૂર્વક લીધી અને જેમ પોતાની પત્નિ હાથયુગલ પોતાના પીયુનાં કંઠે લગાવે તેમ તેણે રત્નમાલા પોતાના ગળામાં નાંખી. (૧૫) અને સુંદર રૂપ અને ગુણ વડે કરીને જાણે સાક્ષાત્ યુવતી (સ્ત્રી) ન હોય તેમ તે માનતો ચિંતવવા લાગ્યો કે ત્રણ ભુવનમાં સારભૂત (તત્ત્વભૂત) આ રત્નમાલા છે એમ પોતે મનથી | માનવા લાગ્યો. (૧૬) એટલામાં જ અચાનક તે ભયભીત થયો અને વિચારવા લાગ્યો કે અરે હું આ રત્નમાલા જોઈને આનંદ અનુભવું છું પરંતુ જો ચંદ્ર નરેશ્વર આ વાત જાણશે તો મારી પાસેથી કે રત્નમાલા લેશે અને તેની સાથે મારા મસ્તકને (માથાને) પણ લેશે એટલે કે મારા મસ્તકનો જ છેદ કરશે. (૧૭) એમ વિચારી હજુ આગળ વિચારવા લાગ્યો કે આજે મને અહિં કોઈ જોતું તો નથી જ # ને? એમ વિચારતો ઉદ્યાનમાં ચારે તરફ દશે દિશામાં તે જોવા લાગ્યો. (૧૮) Page #424 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ અને જોતાં જોતાં તે વનખંડ ઉદ્યાનમાં તેણે કાઉસ્સગ્ગ ધ્યાનમાં લીન થઈને પૃથ્વીતલ પર ઉભેલા એક શાસનના શણગાર એવા અણગાર (મુનિવર)ને જોયા. (૧૯) અને મનથી ચિંતવવા લાગ્યો કે આજે આ મુનિવરે મને જોયો છે અને રત્નમાલા લેતા એવા મને જોઈને તે મુનિ જાણી જોઈને મૌન લઈને ઉભા છે. (૨૦) ખરેખર આ મુનિ માયાવીનું ઘર લાગે છે. મારું આ ખરાબ ચરિત્ર જોઈને ક્યાંક રાજા પાસે જઈને કહી દેશે તો ? (૨૧) એના કરતા વ્યાધિ સમાન આવા વૈરીનો જલ્દીથી નાશ કરવો જોઈએ. એમ વિચારી ચિંતવવા લાગ્યો હવે આને જમરાજના ઘરે પહોંચાડી દઉં. (૨૨) એમ ક્રોધાતુર થયેલ પાપીષ્ટ એવા તે સુરપ્રિયે હાથમાં દંડ ઉપાડ્યો અને સાધુ સામે મારવા દોડ્યો. (૨૩) અને તુંકારો દઈ જેમતેમ કહેવા લાગ્યો કે, હે મુંડ ! તું ચારિત્રનો ઢોંગ કરે છે અને અહિં છાનોમાનો છુપાઈને મને શું જોયા કરે છે ? (૨૪) જો તું મને જોયા કરે છે તો હવે મારી દૃષ્ટિમાં તું આવ્યો છે, તો હવે તું જીવતો કેવી રીતે રહીશ ? આમ સુરપ્રિય પોતાના અવગુણને (પાપને) છુપાવવા મુનિવરને એ પ્રમાણે કહે છે અને ગુસ્સો કરે છે. (૨૫) રોષાતુર થયેલા સુરપ્રિયને જોઈને મુનિવર જરા પણ ધ્યાનથી ચલિત થયા નહિ અને મનને ચલાયમાન કર્યા વગર જ, ધ્યાનથી ચૂક્યા વગર ધર્મને વિષે સ્થિર મન કરીને પોતાના કર્મને તોડવા લાગ્યા. કર્મને બાળવા લાગ્યા. (૨૬) એ પ્રમાણેની સીતેરમી ઢાળમાં કવિ ઉદયરત્નવિજયજી મહારાજ કહે છે કે હે ભવ્યજનો ! લોભથી મોટા મોટા અનર્થો ઉત્પન્ન થાય છે એમ સમજી લોભથી દૂર રહો અને નિર્લોભી, સંતોષી, નિષ્પરિગ્રહી બની ધર્મના માધ્યમથી જય વિજયને પામો. (૨૭) ઈતિ ૭૦મી ઢાળ સમાપ્ત ૩૯૧ Page #425 -------------------------------------------------------------------------- ________________ S T .શ્રી અપ્રકારી પૂજાનો રાસ . . ] ઢાળ ઈક્કોતેરમી | દોહા .. વળી તે મુનિવરને કહે, મૌનપણે તું હિ; તત્વ વિચારે છે કિછ્યું, ધ્યાન ધરી મનમાંહિ. ૧ જો જાણે જ્ઞાને કરી, મુજ મન કેરી વાત; તો હું જાણું તું મુનિ, જ્ઞાની ગુણવિખ્યાત. ૨ પૂછડ્યાનો ઉત્તર મુને, જો તું નાપે જાણ; તો હું આ દંડે હણી, લેઉં તાહરા પ્રાણ. ૩ એહ ઈહાં પ્રતિબૂઝશે, જાણી અવધિ પ્રમાણ; બોલાવે તેહને તદા, મુનિવર મધુરી વાણ. ૪ તાહરું ને તુઝ તાતને, ઈહ ભવ પરભવ જેહ; ચરિત હવું તે હું કહું, સુણ સુરપ્રિય સસનેહ. ૫ વચન સુણી વિસ્મિત થયો, પ્રણમી પ્રેમે પાય; બોલે બે કરજોડીને, સુરપ્રિય તેણે થાય. ૬ ધન્ય ધન્ય સ્વામી તુમે, જ્ઞાની ગુણભંડાર; જાણી મુજ મન વાતડી, કહો તેહનો અધિકાર. ૭ ભાવાર્થ : મુનિવરને હણવા તૈયાર થયેલો સુરપ્રિય ધ્યાનમાં મગ્ન રહેલાં મુનિને જોઈને હવે કહેવા લાગ્યો કે, હે મુનિવર ! તું અહિં મૌનપણે શા માટે ઉભો છે ? વળી | મનથી ધ્યાન ધરવા દ્વારા એવું કયું તત્ત્વ ઈચ્છી રહ્યો છે ? (૧) વળી હે મુનિવર ! જો તું તારા જ્ઞાનબલે મારા મનની વાત જાણે તો હું તને જ્ઞાની અને તે ગુણથી વિખ્યાત મુનિ છો એમ માનું? (૨) અને જો હું જે પૂછું તેનો પ્રત્યુત્તર મને નહિ આપે તો હે મુનિ ! ધ્યાન રાખજે. આ ાિં દંડવડે તને મારીશ અને પ્રાણ લઈશ ! (૩) સુરપ્રિયના ઉપર પ્રમાણેના કડવાં વચન સાંભળ્યા છતાં કરૂણાનિધાન મુનિવરે અવધિજ્ઞાનના ઉપયોગથી જોયું કે, આ અત્યારે પ્રતિબોધ પામશે, તેથી વાત્સલ્યની મૂર્તિ સમાન શાસન - શણગાર એવા અણગારે મધુરી (મીઠી) વાણીથી તે સુરપ્રિયને કહ્યું કે, (૪) Page #426 -------------------------------------------------------------------------- ________________ Sછે . . . . શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસS S S T IT IS તાહરું અને તાહરાં પિતાનું આ ભવ અને પરભવનું જે ચરિત્ર હતું તે હું કહું છું, તો | હે સુરપ્રિય ! સ્નેહપૂર્વક તું સાંભળ ! (૫) | મુનિવરના સાકર-દ્રાક્ષથી પણ મીઠાં વચન સાંભળીને આશ્ચર્યચકિત થયેલો સુરપ્રિય E પ્રેમપૂર્વક મુનિવરને ચરણકમલને વિષે પ્રણામ કરી, બે હાથ જોડી કહેવા લાગ્યો કે, (૬) હે મુનિવર ! ધન્ય ધન્ય છે તમને ! તમે જ્ઞાની અને ગુણના નિધાન છો. મારા મનની | વાત તમે જાણી છે. તો હે મુનિવર હવે અમારો પૂર્વનો અધિકાર કહો ! (૭) (હોજી પહેલું પેડું નામ - એ દેશી) હોજી મેલી મન વિખવાદ, સાધુ કહે સુણ તું હવે હો લાલ; હોજી વિંધ્યાચલને મૂલ, મહા અટવીમાં પૂર હો લાલ. ૧ હોજી મદઝરતો માતંગ, ચૂથાધિપ એક જાલમી હો લાલ; હોજી રહેતો તે વનખંડ, ન શકે તેને કોઈ આક્રમી હો લાલ. ૨ હોજી તેહજ વનમાં એક, કરિકુલ માન ઉતારણો હો લાલ; હોજી વાસ વસે મૃગરાજ, વારણ ઓઘ વિદારણો હો લાલ. ૩ હોજી ભમતાં વનમાં તેણે, દીઠો તે ગજ એકદા હો લાલ; હોજી ક્રોધે થઈ વિકરાલ, દેખીને ધસ્યો તદા હો લાલ. ૪ હોજી કુંભસ્થળે તતખેવ, અલવે પડ્યો તે ઉછલી હો લાલ; હોજી ગજ શિર ઉપર વેગ, જાણે કે પડી વીજળી હો લાલ. ૫ હોજી ગજને હણીને સિંહ, વનમાંહી વિચરે જિચ્ચે હો લાલ; હોજી કર્મયોગે તિણે ઠામ, અષ્ટાપદ દીઠો તિચ્ચે હો લાલ. ૬ હોજી ક્રોધ ધરી મનમાંહી, સિંહે જેમ ગજ મારિયો હો લાલ; હોઇ તે રીતે તતકાલ, શરભે સિંહ વિદારિયો હો લાલ. ૭ હોજી જે જિમ બાંધે કર્મ, તે રીતે તે ભોગવે હો લાલ; હોજી કર્મ ન છૂટે કોય, ષ દર્શન એહવું ચવે હો લાલ. ૮ હોજી પાપી પાપ પ્રમાણે, પાપના ફલ પામે ઈહાં હો લાલ; હોજી જિમ ગજમારક સિંહ, પાપનું ફલ પામ્યો તિહાં હો લાલ. ૯ હોજી કૃષ્ણ લેશ્યાનો યોગ, રૌદ્રધ્યાને તિહાંથી મરી હો લાલ; હોજી પહેલી નરકે સિંહ, પોહતો પોતાને પાપે કરી હો લાલ. ૧૦ Page #427 -------------------------------------------------------------------------- ________________ ETS STS S S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) છે હોજી નારકી પણે ત્યાંહ, છેદન ભેદન તાડના હો લાલ; હોજી ભોગવે તે મહા દુઃખ, વળીય વિશેષે વેદના હો લાલ. ૧૧ હોજી જિહાં સુક તિલ તુષ માત્ર, ક્ષણ એક લગે નહિ કદા હો લાલ; હોજી દુઃખમાંહિ જિહાં દુઃખ, પરમાધામી કરે સદા હો લાલ. ૧૨ હોજી દુઃખિયા નારકી દીન, ક્ષણ માત્ર પામે નહિ હો લાલ; હોજી શાતાવેદની સોય, શાસે કહ્યું એવું સહિ હો લાલ. ૧૩ હોજી તિહાંથી સિંહનો જીવ, અનુક્રમે આયુ ભોગવી હો લાલ; હોજી સુંદરશેઠ તુજ તાત, ઈહાં ઉપનો તે ચવી હો લાલ. ૧૪ હોજી જે વળી ગજનો જીવ, ભવમાં ભમી તે ઉપનો હો લાલ; હોજી સુંદર શેઠનો પુત્ર, સુરપ્રિય નામે તું નીપનો હો લાલ. ૧૫ હોજી તુજ પ્રતિ મેં એહ, ભાખ્યું પૂરવનું ચરિય હો લાલ; હોજી આ ભવનો વિરતંત, હવે તું સુણ હરખે કરિય હો લાલ. ૧૬ હોજી જિમ જગ વડનું બીજ, વાવ્યું વાધે બહુ પરે હો લાલ; હોજી તિમ વાધે વૈરને પ્રીત, ભવમાં ભમતાં ભવાંતરે હો લાલ. ૧૦ હોજી પૂરવ વેર પ્રમાણ - તાતને તે માર્યો સહી હો લાલ; હોજી નાયો નેહ લગાર, દ્વેષે દોષ ગણ્યો નહિ હો લાલ. ૧૮ હોજી જે વળી એણે ઠામ, અર્થ તુમે દીઠો હતો હો લાલ; હોજી તે મેલી અન્ય હાય, તાતે તુજ ન કર્યો છતો હો લાલ. ૧૯ હોજી પૂરવે પણ તે દામ, કોઈક કાલે ઈહાં કણે હો લાલ; હોજી ગાયો ધરણીમાંહ, ધનલોભી પુરુષે કિણે હો લાલ. ૨૦ હોઇ તે ધનનો ધરનાર, કાલ કરી આય પૂરી હો લાલ; હોજી ઉપનો ઉગ્ર ભુજંગ, ધનલોભે ધન ઉપરી હો લાલ. ૨૧ હોજી સાપ મરીને સોય, લોભ તણે જોરે કરી હો લાલ; હોજી થયો જેતપુ આડ, ધન ઉપર મૂછ ધરી હો લાલ. ૨૨ હોજી મોહ તણે અધિકાર, તીવ્ર અજ્ઞાન બળે કરી હો લાલ; હોજી મહાલોભી નર જેહ, એકેંદ્રિય થાયે મરી હો લાલ. ૨૩ T TT ૩૯૪ ) Page #428 -------------------------------------------------------------------------- ________________ STD શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ હોજી લોભે થયો પંઆડ, છાંડી પંચેન્દ્રિય પણે હો લાલ; હોજી એકેંદ્રિય પણ જીવ, લોભથી લપટાયે ઘણું હો લાલ. ૨૪ હોજી તાત મરીને તુજ, ગોહોરગ ધન લાલચે હો લાલ; હોજી ઉપનો એણે ઠામ, દિવસ કેતા ગયા નિચે હો લાલ, ૨૫ હોજી તેહને મારી તે આજ, એ લીધી રયણાવણી હો લાલ; હોજી અરથ એ અનરથ મૂલ, જેણે થાયે મતિ શામળી હો લાલ. ૨૬ હોજી ધુરથી માંડી સંક્ષેપ, અધિકાર એ ભાખ્યો તને હો લાલ; હોજી ઈમ જાણીને વેર, રાખીશ મા હવે તું મને તો લાલ. ૨૭ હોજી ઉદયરતન કહે એમ, ઈકોતેરમી ઢાળમાં હો લાલ; હોજી લોભે કરી નરનાર, મ પડો માયાજાલમાં હો લાલ. ૨૮ ભાવાર્થ હવે સુરપ્રિયની પરિણતી કોમળ થઈ છે એમ જાણીને મુનિવર તેને કહેવા લાગ્યા કે, હે સુરપ્રિય ! મનમાંથી ખેદને દૂર કરીને હવે તું તારો પૂર્વભવ સાંભળ ! (૧) આ જંગલમાં પૂર્વે વિંધ્યાચલ પર્વતના મૂળમાં મદઝરતો એક જુલમી હાથી ઘણાં હાથીઓ અને હાથણીઓનો સ્વામી, કોઈ તેનાં પર આક્રમણ ન કરી શકે તેવો મહાબલવાન રહેતો હતો. (૨) અને તે જ વનખંડમાં હાથીના ગર્વને ઉતારનારો એક સિંહ વસતો હતો. તે સામાન્યથી સર્વના ગર્વને ઉતારતો હતો. (૩) અને કોઈ એક વખત વનમાં ફરતાં એવા તે મૃગરાજે એક દિવસ તે હાથીને જોયો | અને ક્રોધથી લાલચોળ થયેલો તે સિંહ તે જ સમયે તે હાથી તરફ ધસી આવ્યો. (૪) અને ગજરાજના કુંભસ્થળ ઉપર ત્રાડ પાડ્યા વગર અચાનક કૂદીને પડ્યો. જાણે હાથીના મસ્તક ઉપર અચાનક નભ થકી વીજળી પડી. (૫) એ પ્રમાણે હાથીને મારીને તે સિંહ જેટલામાં તે વનમાં ફરવા લાગ્યો તેટલામાં કર્મયોગે આ તે જગ્યાએ સિંહે ત્યાં અષ્ટાપદ નામના પ્રાણીને જોયો. (૬) જેમ ક્રોધથી સિંહે હાથીને હણ્યો તેમ તે જ ક્ષણે મનમાં ક્રોધને ધારણ કરતાં અષ્ટાપદે તે સિંહને ફાડી નાંખ્યો. (૭) સી જ્ઞાની પુરુષો કહે છે જે જીવ જેવા પ્રકારનું કર્મ બાંધે છે તેવા પ્રકારે તેને તે કર્મના વિપાકને ભોગવવું પડે છે. કોઈપણ જીવે બાંધેલું કર્મ તે ભોગવે છુટકો થાય છે. કર્મ તેને છોડતું નથી. એમ પદર્શનમાં પણ કહ્યું છે. (૮) Page #429 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ખરેખર પાપાત્મા પોતાનાં પાપ પ્રમાણે પાપનું ફલ તત્કાલ પામે છે. ઉગ્રપાપનું ફલ અને ઉગ્રપુણ્યનું ફલ તત્કાલ તેનું ફલ બતાવે છે. જેમ હાથીને મારનાર સિંહ હાથીને મારવાનું ફલ પોતે પામ્યો કે અષ્ટાપદે તેને માર્યો. (૯) અને તે વખતે સિંહને કૃષ્ણલેશ્યા થવાથી રૌદ્રધ્યાન ધરતો ત્યાંથી મરીને પોતાના પાપના બળે પહેલી નરકે ગયો. (૧૦) અને તે ના૨કીમાં નારકપણે છેદાવાના, ભેદાવાના, દંડ, તલવાર, ભાલાના મારના મહાદુ:ખને અને અનેક પ્રકારની વેદનાને ભોગવવા લાગ્યો. (૧૧) જ્યાં એક પલ માત્ર પણ તલ કે ઘાસના તણખલાં જેટલું પણ સુખ જીવો પામી શકતા નથી. એવી ક્ષેત્રસંબંધી પીડાનું દુઃખ તો હોય છે જ અને તેમાં ૫૨માધામી દેવો હંમેશા પોતાનાં પાપ પ્રમાણે નવું દુઃખ ઉપજાવે છે. (૧૨) આમ નારકીના જીવો દુઃખીયા અને દીન (ગરીબ) જેવા એક ક્ષણ પણ સાતાવેદનીય એટલે કે સુખ પામી શકતા નથી એમ શાસ્ત્રમાં કહ્યું છે. (૧૩) વિવેચન : ખરેખર નારકીનું દુઃખ એટલું ભયંકર હોય છે કે જેનું વર્ણન કરતાં, સાંભળતાં પણ આપણા હાજા ગગડી જાય છે. નરક શબ્દથી માનવ માત્ર ગભરાય છે. એવું તે શું છે ત્યાં ? જન્મતાં જ કપાવાનું, કુંભીમાં ઉત્પન્ન થવાનું, સાણસા, ચીપીયા, ચપ્પુથી કપાવાનું, પાછું થર્મોમીટરના પારાની જેમ ભેગું થવાનું, છાયાની શોધ કરતાં દોડો ત્યાં ભાલા જેવાં પત્થરોના ‘ઘા’ પગમાં વાગે અને લોહીની ધારા છૂટે. ઝાડ જેવું દેખાય ત્યાં બેસવા જતાં તલવાર જેવાં પાંદડા મસ્તક ૫૨ ભોંકાય છે અને લોહીની ધારા નીકળે છે. ભૂખ લાગી શબ્દ બોલતાં જ પૂર્વે સેવેલા અભક્ષો અનંતકાયોના પાપને યાદ કરાવી પોતાનાં જ સાથળને કાપી તાતા તેલમાં પૂરીની જેમ તળી તેનો આહાર કરાવે છે. ઠંડાપીણા બહુ ગમે. તરસ લાગી બોલતાં જ ધગધગતુ શીશું તમારા મોંઢામાં નાંખે. પરસ્ત્રીગમન, વેશ્યાગમન, જેવા દુરાચારોને યાદ કરાવી ધગધગતી લોઢાની પૂતળીને ભેટાવે છે. પાંચસો જોજન ઉંચે ઉછાળી પાછા ભોંય પટકે છે. આવી આવી અત્યંત વેદનાઓ ત્યાં ભોગવવી પડે છે. જ્યાં અંધકાર એવો છે એકબીજાના હાથથી હાથ પણ મીલાવી શકાય નહિ. ઠંડી એવી છે કે ત્યાં નારકીના જીવોને અહિં કંદોઈના ભઠ્ઠા ૫૨ સુવાડો તો છ મહિના સુધી શાંતિથી સૂઈ ૨હે. ગ૨મી એવી છે કે ત્યાંના જીવને આઈસ ઠંડી બરફની પાટો પર સુવાડો તોય તેને ઠંડી લાગે નહિ. જ્યાં હાડકાં, માંસ, ચરબી અને લોહીની નદીઓ વહે છે એવી વૈતરણી આદિ નદીમાં ડૂબાડે છે. વધુ તો નરકનું શું વર્ણન કરું ? શાસ્ત્રોમાં આનાથી કંઈ ગણી યાતનાઓ નરકની જણાવી છે. આવા નારકીના દુઃખો પેલો સિંહ ભોગવી રહ્યો છે. ૩૯૬ Page #430 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ અને ન૨ક સંબંધી વેદના ભોગવીને ન૨કાયુ પૂર્ણ કરી તે સિંહનો જીવ નરકથી ચ્યવી અહિં સુંદ૨શેઠ નામે તારા પિતા તરીકે જન્મ્યાં. (૧૪) હવે જે હાથીનો જીવ હતો તે ભવચક્રમાં ભમતો ઘણાં ભવો કરી અહિં સુંદરશેઠના પુત્ર તરીકે તું સુરપ્રિય નામે જન્મ પામ્યો છે. (૧૫) વળી મુનિવરે સુરપ્રિયને કહ્યું કે અહિં સુધીનું મેં તારા પૂર્વભવનું ચરિત્ર કહી સંભળાવ્યું અને હવે આ ભવનો વૃત્તાંત કહું છું તે હર્ષિત થઈને સાંભળ. (૧૬) જેમ જગતમાં વડનું બીજ વાવ્યું હોય તો તે દિન-પ્રતિદિન અત્યંત વૃદ્ધિ પામે છે. તેમ જગતમાં એકબીજા સાથે થયેલ વૈર અને સ્નેહ ભવમાં ભમતાં જન્માંત૨માં વૃદ્ધિ પામે છે. અનેક ભવ સુધી જો વૈર થયું હોય તો વૈરની પરંપરા ચાલે અને જો સ્નેહ સંબંધ થયો હોય તો સ્નેહ પણ સાથે ભવાંતરમાં ચાલે છે. (૧૭) એ જ પ્રમાણે પૂર્વભવના વૈરથી તેં આ ભવમાં તારા પિતાને માર્યો અને જરા પણ દયા ન કરી અને દ્વેષ કરવાથી ઘણો દોષ (પાપ) વધશે એનો પણ તેં વિચાર કર્યો નથી. (૧૮) વળી આ જગ્યાએ જે તમે ધન જોયું હતું તે ધન તારા પિતાએ ગુપ્તપણે અન્ય બીજી જગ્યાએ મૂકી દીધું હતું. તેં પૂછવા છતાં પણ તારા પિતાએ તને જણાવ્યું ન હતું. (૧૯) આ જગ્યાએ કેટલાક કાળ પહેલાં ધનલોભી કોઈ પુરુષે પહેલેથી આ ધરતીમાં પોતાનું ધન કોઈ ગ્રહણ ન કરે તે બુદ્ધિથી દાટ્યું હતું. (૨૦) અને ધનલોભી એવો તે પુરુષ ધન દાટીને અનુક્રમે આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામ્યો. પણ ધનની મૂર્છા ઓછી ન થઈ હોવાથી તે જ ધનની ઉ૫૨ અત્યંત ક્રોધી સર્પપણે ઉત્પન્ન થયો. (૨૧) અને સર્પપણાનું આયુષ્ય પૂર્ણ કરી લોભના કારણે તે ધનની આસક્તિથી તે જ ધન ઉપર શ્વેતપુંઆડ તરીકે ઉત્પન્ન થયો. (૨૨) જે જીવ અત્યંત લોભી હોય છે તે જીવ અત્યંત અજ્ઞાનતાના કારણે મોહાધીનપણે મ૨ીને એકેંદ્રિયપણે જન્મ પામે છે. (૨૩) તે જ રીતે ધનનો દાટનાર તે માનવ ધનના લોભથી પ્રાપ્ત કરેલ પંચેન્દ્રિયપણું હારી ગયો અને લોભથી લપટાયેલો તે જીવ એકેન્દ્રિયપણું પામ્યો. આ રીતે લોભી ન૨ પંચેન્દ્રિયપણું છોડીને એકેન્દ્રિયપણું પ્રાપ્ત કરે છે. (૨૪) એ જ રીતે ધનની લાલસાથી તારો પિતા મૃત્યુ પામીને કેટલાક દિવસ ગયે છતે અહિં આ જગ્યાએ ધનની ઉ૫૨ ગોહોરગ થયો. (૨૫) ૩૯૭ Page #431 -------------------------------------------------------------------------- ________________ EAS A SAS SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) 3 હે સુરપ્રિય ! તે ગોહોરગને પણ તેં આજે માર્યો અને આ રત્નમાલા ગ્રહણ કરી છે, ખરેખર અર્થ (ધન) અનર્થનું કારણ બને છે અને તેનાં કારણે બુદ્ધિશાળી મનુષ્યોની પણ બુદ્ધિ શામળી (કાળી મેષ) જેવી થઈ જાય છે. (૨૬) એ પ્રમાણે છે સુરપ્રિય ! પહેલેથી માંડીને ટૂંકમાં મેં તારો અને તારા પિતાનો વૃતાન્ત કી કહી સંભળાવ્યો. તે સાંભળીને તે સુરપ્રિય ! હવે મનથી, વચનથી કે કાયાથી કોઈની પણ દર છે. સાથે વૈર ઉભું કરીશ નહિ. (૨૭) Mી એ પ્રમાણે ઈક્કોતેરમી ઢાળમાં કવિ ઉદયરત્નવિજયજી મહારાજ કહી રહ્યા છે કે, તે શ્રોતાજનો ! લોભ કરીને માયાજાળમાં ફસાતા નહિ. લોભ તે પાપની જન્મભૂમિ છે તેનો સત્વરે ત્યાગ કરી આત્મશ્રેયને સાધો. (૨૮) ઈતિ ૭૧મી ઢાળ સંપૂર્ણ. Page #432 -------------------------------------------------------------------------- ________________ SS S SS S SS S S S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) ઢાળ બોંતેરમી | દોહા ! ઈમ અણગારના મુખ થકી, સુરપ્રિય સુણી વૃત્તાંત; જાતિસ્મરણ પામ્યો સહી, ભાંગી સઘળી બ્રાંત. ૧ સહસા સુરપ્રિય તેણે સમે, પામ્યો મન વૈરાગ્ય; સાધુ પ્રત્યે શિર નામીને, ખમાવે મહાભાગ. ૨ મહેર કરી મુનિરાજજી, ખમજો મુજ અપરાધ; દુષ્કૃત્યનો દરિયો સહી, હું છું ઊંડો અગાધ. ૩ પાપીમાંથી હું ઘેરે, અવગુણનો ભંડાર; ધનલોભે એહજ ભાવે, તાત હયો બે વાર. ૪ ધન્ય નર તે જાણો ધરા, કીધે અરથ વિનાશ; માત-પિતા બાંધવ પ્રત્યે, જે નવિ કાચ ઉદાસ. ૫ ધરણીમાં ધન્ય તેહને, કુલમંડન નર તેહ; માત-પિતા ગુરુ બંધુની, આશા પૂરે જેહ. ૬ ભાવાર્થ એ પ્રમાણે મુનિવરના મુખથી સુરપ્રિયે પોતાનો વૃત્તાંત સાંભળ્યો અને તે ની સાંભળીને સુરપ્રિય જાતિસ્મરણ જ્ઞાન પામ્યો અને સઘળી મનની શંકા ભાંગી ગઈ. (૧) અને તે સમયે સુરપ્રિય સહસા (એકદમ) મનથી વૈરાગ્ય પામ્યો અને મુનિવરને મસ્તક નમાવીને તે મહાભાગ્યવાન એવો સુરપ્રિય ક્ષમા માંગવા લાગ્યો. (૨) મી. અને કહેવા લાગ્યો કે હે મુનિવર ! મારા પર કૃપા કરીને મારા અપરાધની મને ક્ષમા આપો. હું દુષ્કર્મનો ઊંડો અગાધ દરિયો છું. (૩) વળી પોતાનાં દુષ્કૃતની નિંદા કરતો સુરપ્રિય કહેવા લાગ્યો કે, હે મુનિવર ! હું છે પાપીઓમાં મહાપાપી એવો અગ્રેસર છું. હું અવગુણનો ભંડાર છું. પૈસાના લોભથી એક જ ભવમાં મેં મારા પિતાને બે વાર માર્યા. (૪) પૃથ્વીને વિષે તે નર ધન્યતાને પાત્ર છે કે જે ધનનો નાશ કરે છે છતાં માતા-પિતા કે | ભાઈ પ્રત્યે ઉદાસ થતાં નથી અર્થાત્ દ્વેષને ધારણ કરતાં નથી. (૫) વળી પૃથ્વીને વિષે તે મનુષ્ય ધન્ય છે કે જે કુલના શણગાર રૂપ છે. કુલમાં દીપક સમાન જ છે. જે માતા-પિતાની તેમજ વડીલ ભાઈઓની, વડીલજનોની આશા પૂર્ણ કરે છે. (૬) Page #433 -------------------------------------------------------------------------- ________________ S 3 10 | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ (સત્તરમું પાપનું ઠામ પરિહરજો ગુણધામ - એ દેશી) મનમાંથી મચ્છર છોડી, વૃષ્ણાનું બંધન તોડી; મુનિવર પ્રત્યે મદ મોડી, સુરપ્રિય કહે કરજોડી. હો; સ્વામી અરજ સુણો એક માહરી, તુમચી જાઉં બલિહારી હો! સ્વામી. ૧ પ્રભુજી હું મોટો પાપી, ધનલોભે તૃષ્ણા વ્યાપી; તેણે તુમને સંતાપી, મેં સુખની વેલ તે કાપી. હો. સ્વામી. ૨ વૃષ્ણા તરવાર તે ઓપી, લોભે મરજાદા લોપી; નિજ તાત હણ્યો મેં કોપી, દુઃખ ફળની વેલી આરોપી. હો. સ્વામી. ૩ હવે તે પાતકને હરવા, હત્યાને અલગી કરવા; ભવની ભાવઠ પરિહરવા, નિજ આતમને ઉદ્ધરવા. હો. સ્વામી. ૪ પ્રણમી નિશ્ચે તુમ પાયા, પાવકે પરજાણું કાયા; મનમાંથી છાંડી માયા, છુટું જિમ દુરિતની છાયા. હો. સ્વામી. ૫ ઈમ સાંભળી મુનિવર બોલે, રૂડાં વચણ અમીરસ તોલે; તે સુણતાં સુરનર ડોલે, પાપી પણ મનડું ખોલે. હો. સ્વામી. ૬ સાધુ પ્રતિબોધે ઉપદેશે, સુરપ્રિયને સુવિશેષ; સાંભળ તું સુરપ્રિય વાણી, રૂધિરે સાડી રંગાણી. ધોતાં રૂધિરે બળ આણી, ઉજ્વળ થઈ કિહાં જાણી; હો. સ્વામી. ૭ તિમ પાપે પાપ ન જાયે, આતમ હત્યા ઉપાયે; વળી અધિક કર્મ બંધાયે, ઈમ ભાખ્યું આગમ માંય. હો. સ્વામી. ૮ કિમ પશ્ચિમ ઉગે ભાણ, કિમ મેરૂ તજે અહિઠાણ; કિમ કમલ ફૂલે પાષાણે, તિમ ધર્મ નહિ આતમ હાણે. હો. સ્વામી. ૯ ઈમ જાણીને ભજી શુદ્ધિ, બળવાની તજ તું બુદ્ધિ; આદર સહી મન અવિરૂદ્ધ, સમકિત પરિણામે શુદ્ધ.હો. સ્વામી. ૧૦ દુલહો માનવ જનમાર, વળી આરજ કુલ અવતાર; ભવમાંહી ભમતાં અપાર, ન લહે જીવ વારંવાર.હો. સ્વામી. ૧૧ દુલહો જીવિતનો જગ, દુલહો વળી દેહ નીરોગ; દુલહો સદ્ગુરુ સંજોગ, જેણે સુખ લહિયે પરલોગ.હો. સ્વામી. ૧૨ Page #434 -------------------------------------------------------------------------- ________________ -૬ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ દુલહો જિનવરનો ધર્મ, દુલહો વળી જ્ઞાનનો મર્મ; જેણે જીતિયે આઠે કર્મ, જેહથી લહિયે શિવશર્મ.હો. સ્વામી. ૧૩ એહવો યોગ દુલહો જાણી, સાંભળ તું સગુણા પ્રાણી; આરાધ હવે જિનવાણી, જગમાં જે સુખની ખાણી.હો. સ્વામી. ૧૪ પ્રમાદ તજી મન ગેલે, સંવેગ કરો નિજ બેલે; સંવર રસમાં જે ખેલે, દુરગતિ તે દૂરે ઠેલે.હો. સ્વામી. ૧૫ ઈમ સાંભળી મુનિની વાણી, સુરપ્રિયની મીંજ ભેદાણી; મન જાગી સુમતિ સયાણી, કહે સાધુને ઉલટ આણી.હો. સ્વામી. ૧૬ તુમ વયણ સુણીને સ્વામી, વૈરાગ્ય દશા મેં પામી; હવે કહું છું હું શિર નામી, સંયમ લેઈશ શિવગામી. હો. સ્વામી. ૧૭ ધન ખરખી ધર્મને ઠામ, રતનાવળી તે અભિરામ; નિજ ગૃપને આપી તામ, હવે સંયમ લેવા કામ.હો. સ્વામી. ૧૮ આવી તે સાધુની પાસે, સંયમ લેઈ ઉલ્લાસે; ભવજલ તરવાની આશે, ત્રિવિધે પાળે વિશ્વાસે.હો. સ્વામી. ૧૯ સાધુ સુવિધે સંયમ પાળે, તે નિજ આતમ અજુવાળે; ભવ છોડી મોક્ષને ભાળે, ઈમ નિજ કર્મને ટાળે,હો. સ્વામી. ૨૦ વ્રત લેઈ યૌવન વેશે, ગામાગર નગર પ્રદેશે; વિચરે તે દેશ વિદેશે, ગુરુ સાથે સુવિશેષ.હો. સ્વામી. ૨૧ કુખ્ખી સંબલ જે ધારી, સચિત્ત વસ્તુ પરિહારી; બેંતાલીસ દોષ નિવારી, એષણિક આહાર લે વિચારી. હો. સ્વામી. ૨૨ નિરતિચારે વ્રત પાળે, દૂષણ જે દૂરે ટાળે; પંચ સમિતિ વળી સંભાળે, ધર્મે કરી અંગ પખાળે. હો. સ્વામી. ૨૩ ક્રોધાદિક વૈરી જેહ, રાગદ્વેષમાં બંધન લેહ; શિવિઘે જીતીને તેહ, વિચરે તે મુનિ ગુણગેહ.હો. સ્વામી. ૨૪ ત્રણ ગુપ્તિ સદા જે ધારે, છ કાયની હિંસા વારે; વળી વિષય સદા પરિહારે, તપે કરી આતમ તારે. હો. સ્વામી. ૨૫ 23232: ૪૦૧ Page #435 -------------------------------------------------------------------------- ________________ S શ્રી અષ્ટપ્રકારી પૂજનો રાસ તીખી ગPSEPTEMPLEMERGENERE ઈરીપેરે સુરપ્રિય મુનિ તેહ, આણે નિજ કર્મનો છે; ટાળ બોંતેરમી સુણો એહ, કહે ઉદયરતન સસનેહ.હો. સ્વામી. ૨૬ ભાવાર્થ હવે મુનિવરની વાણી સાંભળીને કોમલ થયા છે મનનાં પરિણામ જેના એવો સુરપ્રિય મનમાંથી મત્સરભાવ દૂર કરી, તૃષ્ણા (મૂર્છા-લોભ)ના બંધનને તોડી. બે હાથ જોડી અભિમાન દૂર કરી મુનિવરને કહેવા લાગ્યો કે, હે મુનિવર ! માહરી અરજી | સાંભળો. (૧). હે સ્વામી ! હું મહાપાપી છું. ધનના લોભે મહા મૂચ્છ મને વધી. તેથી મેં આપને હેરાન કર્યા અને મેં મારા હાથે જ સુખની વેલડીને કાપી છે. (૨) - તૃષ્ણા (મૂચ્છ) રૂપી તલવારને સજ્જ કરી, લોભે કોઈની પણ મર્યાદા રાખી નહિ અને ની ક્રોધે ભરાઈને સગા બાપને મેં હણ્યો અને દુઃખરૂપી ફલની વેલડીને ઉગાડી છે. (૩) ને તેથી હે મુનિવર ! આ મહાપાપને દૂર કરવા, જીવ હત્યાને દૂર કરવા, ભવની ભાવઠનો | ત્યાગ કરવા અને મારા પોતાના આત્માનો ઉદ્ધાર કરવા, આત્માને તારવા. (૪) ની હે મુનિવર ! આપના ચરણ-કમલમાં પ્રણામ કરીને મારા દેહને અગ્નિમાં હોમું Fસી (બાળું ). મનમાંથી કપટભાવ દૂર કરું જેથી દુઃખની છાયાથી હું છૂટી શકું. (૫) iી એ પ્રમાણે સુરપ્રિયના વચનો સાંભળી, મુનિવર અમૃતની તોલે આવે તેવા મીઠાં કર વચનો બોલે છે, તેથી દેવ મનુષ્યનું મન પણ ડોલાયમાન થાય છે અને પાપાત્માને પણ તી. મુનિવર આગળ પોતાનું મન ખુલ્લું કરવાનું મન થાય છે. (૬). વળી મુનિવર ઉપદેશ (વ્યાખ્યાન) આપવા દ્વારા સુર-નર-નારી આદિ પર્ષદાને પ્રતિબોધ આપે છે. તેમાંય વળી સુરપ્રિયને વિશેષ પ્રકારે ઉપદેશ આપતા કહેવા લાગ્યા કે, હે | સુરપ્રિય તું સાંભળ! લોહીથી જો સાડી રંગાઈ જાય તો જોર કરીને ધોવા છતાંય એકદમ - સફેદ (ઉજ્જવલ) થઈ એવું ક્યાંય જાણ્યું છે ? (૭) તેમ પાપથી પાપ ધોવાય ખરું? આત્મહત્યાનો ઉપાય છે તો કર્મબંધનું મૂળ છે એ પ્રમાણે શાસ્ત્રમાં લખ્યું છે. (૮). સૂર્ય ક્યારે પણ પશ્ચિમ દિશામાં ઉગે ખરો ? ન જ ઉગે. મેરૂપર્વત ક્યારે પણ Rી પૃથ્વીનું સ્થાન છોડી ચલાયમાન થાય? ન જ થાય અને પત્થર પર કમલ ક્યારે પણ ઉગે ના ખરું ? ન જ ઉગે. તેમ આત્મા પોતાનો ધર્મ કદાપિ છોડે નહિ. પ્રાણીમાત્રે ગમે તેવી - આપત્તિમાં પણ ધર્મ છોડવો જોઈએ નહિ. (૯) Page #436 -------------------------------------------------------------------------- ________________ SS S S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રસ હે સુરપ્રિય ! એમ સમજીને અગ્નિનું શરણ લેવાની તને જે ઈચ્છા થઈ છે તે છોડી દે. ની આત્માને શુદ્ધ બનાવી દે. મનમાં ઉત્પન્ન થતાં ધર્મનાં અવરોધને ટાળી સમ્યકત્વ ધર્મના ને * પરિણામથી મનને પણ શુદ્ધ કરવા દ્વારા આત્માની શુદ્ધિ કર. (૧૦) હે સુરપ્રિય ! સાંભળ. માનવ જન્મ પામવો દુર્લભ છે. તેમાંય આર્યકુલમાં જન્મ વિશેષ આ દુર્લભ છે. સંસારચક્રમાં પાર ન આવે એટલી વખત જીવ ભમ્યો છે; ભમે છે અને જ્યાં સુધી Tી મુક્તિ નહિ થાય ત્યાં સુધી ભમશે ! તેમાં દુર્લભ એવો માનવ જન્મ વારંવાર પ્રાપ્ત થતો | નથી. (૧૧) વિવેચન : શાસ્ત્રકાર માનવ જન્મની અતીવ દુર્લભતા બતાવે છે કે, પૂર્વે અનંતી પુન્યરાશી એકઠી કરી હોય ત્યારે માનવ જન્મ પ્રાપ્ત થાય છે. આ માનવ જન્મ ચુલકાદિ | દશ દૃષ્ટાંતે દુર્લભ છે. માનવ જન્મની દુર્લભતા બતાવવા દશ દશ દ્રષ્ટાંતો શાસ્ત્રોમાં કહ્યા છે. તેમાંનું એક દૃષ્ટાંત વિચારીએ. - એક મોટો રાઈનો ઢગલો કર્યો છે. તેમાં દશેક દાણા સરસવના નાંખ્યા છે. હવે તે સરસવના દાણાને બહાર કાઢવા કોઈ એંશી વર્ષની વયે પહોંચેલ વૃદ્ધાને કહેવામાં આવે કે તે આ ઢગલામાંથી સરસવનાં દાણા કાઢીને લાવો? તો શું તે વૃદ્ધા સરસવ કાઢી શકશે ખરી? | ના. ત્યારે જ્ઞાની પુરુષો કહે છે તે દાણા દેવની સહાય થાય તો તે વૃદ્ધાને દાણા કાઢવા સહેલી વાત થઈ શકે પણ ખોવાયેલા દાણાની જેમ હસ્તગત થયેલા માનવજન્મને જો તમે આળસ, પ્રમાદ, મોહ, માયા, આધિ, વ્યાધિ, ઉપાધિ, રાગ-દ્વેષ, વિષય-કષાયમાં મગ્ન બની ગુમાવશો તો અનંતા ભવમાં ખોવાયેલો માનવ જન્મ ફરી મળવો દુર્લભ બનશે. માટે મળેલા માનવ જન્મને ધર્મની સહાયથી સફળ બનાવો. આગળ વધીને જ્ઞાની પુરુષો કહે છે. માનવ-જન્મ હજુ મલી જાય પણ આર્યકુલમાં જન્મ મળવો તે તેના કરતાં પણ દુર્લભ છે. જન્મ માનવનો મળે પણ નીચકુલમાં, વૈશ્યકુલમાં, સુદ્રકુલમાં એવા કુલમાં મળે તો શું કામનો ? જેમ કાલસૌકરીક કસાઈને જન્મ માનવનો મલ્યો પણ કુલ હીન મળ્યું કે જેથી રોજના ૫૦૦ પાડા મારવાનું પાપ કરે છે. માટે એવા | કુલમાં જન્મ થાય તો તે મળેલો માનવ જન્મ પણ નકામો છે. આગળ વધીને શાસ્ત્રકાર કહે છે. માનવ જન્મ મળવો, આર્યકુલ મળવું જેટલું દુર્લભ નથી તેટલું દુર્લભ દીર્ધાયુષ્ય મળવું છે એટલે લાંબુ આયુષ્ય મળવું દુર્લભ છે. એનાથી પણ દુર્લભ નીરોગી શરીર મળવું તે છે. આયુષ્ય લાંબુ હોય પણ શરીર રોગથી ઘેરાયેલું હોય તો શું કામનું? આ બધું જ મળ્યા પછી સદ્ગુરુનો સમાગમ અત્યંત દુર્લભ છે કે જેથી આપણે ગુરુના સત્સંગથી પરલોકમાં સુખસંપત્તિ પામી શકીએ. (૧૨) વિવેચન : દીર્ધાયુ મળવું દુર્લભ છે. આપણે જોઈએ છીએ કોઈ વખત જન્મતાં જ બાળક મૃત્યુ પામે છે. કોઈ વખત મરેલા પુત્ર – પુત્રી જન્મે છે. કોઈ એક વર્ષમાં, કોઈ બે, Page #437 -------------------------------------------------------------------------- ________________ Sિ . . . . . . શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) | S TD 3 | પાંચ, સાત, આઠ વર્ષમાં, આમ બાલ્યવયમાં પણ યમરાજ જીવનો કોળીયો કરી જાય છે. લાંબુ આયુષ્ય મળે તો શરીર રોગથી ઘેરાયેલું હોય. જેમ મૃગાપુત્ર લોઢીયો. જન્મ માનવનો, કુલ ઉત્તમ. શ્રેણિકરાજાને ત્યાં રાજપુત્ર. પણ શરીર કેવું? રોગી, ફક્ત માંસનો લોચો! આવું કેમ ? તો પૂર્વભવમાં સાત દિવસ માત્ર રાજ્યસત્તા મલી, તેમાં તેણે ક્રૂર રીતે માનવોની કતલ કરાવી. કોઈના કાન, કોઈના નાક, | કોઈના હાથ, તો કોઈના પગ, તો કોઈનું મસ્તક છેદાવ્યું. આ પાપે મરીને રાજપુત્ર થયો પણ નાક, કાન, હાથ, પગ, માથું, મોટું, જીભ આદિ કશું જ મળ્યું નહિ. માત્ર માંસનો પિંડ મળ્યો અને ગંધના ગોટેગોટા ઉડે એવી દુર્ગધી કાયા મળી કે જેથી સગી “મા”ને પણ અષ્ટપડો મુખકોશ ગાંધી ધૂપસળી હાથમાં રાખીને તે ઓરડામાં જવું પડે ! આ છે કર્મનો કરૂણ વિપાક. માટે હે શ્રોતાજનો ! જો માનવજન્મ, આર્યકુલ, દીર્ઘઆયુષ્ય અને નીરોગી કાયા મેળવવી છે તો પાપ કરતાં પહેલાં ડર રાખજો, પાપ થઈ જાય તો પશ્ચાત્તાપપૂર્વક રડજો અને પરમાત્મા સન્મુખ બાળકની જેમ કરગરજો કે જેથી પાપથી મુક્તિ મળે અને અનંતકાળ સુધીનું શાશ્વત સુખ પ્રાપ્ત થાય. હવે આગળ ઉપદેશ આપતાં મુનિવર કહે છે કે, હે શ્રોતાજનો ! આગળ કહેલ માનવજન્મ, આર્યકુલ, દીર્ધાયુ, નીરોગી શરીર. આ બધું મળવું જેટલું દુર્લભ નથી એટલો ની દુર્લભ જિનેશ્વર ભગવંતે કહેલો ધર્મ છે. બધું જ મલે પણ ધર્મ ન મલે તો ? અને જ્ઞાન , મળવું તેનાથી પણ દુર્લભ છે. જૈનધર્મ મળ્યો પણ જ્ઞાન પામવાની ઈચ્છા જ નથી તો શું થાય ? અને જ્યાં સુધી સમ્યજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તમે આઠ કર્મને ઓળખી | શકો નહિ. તો પછી તે આઠ કર્મનો ક્ષય કેવી રીતે થાય? ન થઈ શકે અને તે ન થાય તો Eા મોક્ષસુખની પ્રાપ્તિ નથી. માટે જિન ધર્મ અને જ્ઞાન પ્રાપ્ત કરવું દુર્લભ છે. જો સમ્યગુજ્ઞાન પામો તો આઠ કર્મનો ક્ષય કરી શકો અને તો જ મોક્ષસુખ પામી શકો. (૧૩) એ પ્રમાણેના યોગની દુર્લભતા જાણીને હે સુગુણ નર ! સાંભળ. હવે આળસ-પ્રમાદને # છોડીને વીતરાગદેવની જે વાણી છે એટલે કે પરમાત્મકથિત જે ધર્મ છે તેની આરાધના કર. Kવી તે જ સાચા સુખની નિસરણી છે. તે જ સુખની ખાણ છે. (૧૪) મનના ઉલ્લાસપૂર્વક પ્રમાદનો ત્યાગ કરો. સંવેગ ધારણ કરો. એટલે કે સંસાર પ્રત્યે ઉદાસીનપણું ધારણ કરો. કર્મનો સંવર કરો એટલે આવતાં કર્મરૂપી કચરાને અટકાવો અને તે આ પ્રમાણે જે નર-નારી કરે છે, ધર્મ સાધે છે, તે દુર્ગતિને દૂર કરે છે. (૧૫) એ પ્રમાણેની મુનિવરની વાણી સાંભળીને સુરપ્રિયની મિથ્યામતિ દૂર થઈ. આળસ| નિંદ્રા ભૂદાઈ ગઈ અને સુંદર સારી બુદ્ધિ જાગી અને તેથી મુનિવરને હર્ષપૂર્વક કહેવા લાગ્યો ! (૧૬) Page #438 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) TAT 3 હે મુનિવર ! તમારી વાણી સાંભળીને મને વૈરાગ્ય ભાવ જાગૃત થયો છે. તેથી મસ્તક છે નમાવીને હું કહું છું કે, હે મોક્ષગામી ! હું નિશે દીક્ષા ગ્રહણ કરીશ. (૧૭) મારી પાસે જે ધન છે તે ધર્મ સ્થાનકે ખર્ચાશ અને આ મનોહર એવી રત્નમાલા કરે પોતાના સ્વામી એવા ચંદ્રરાજાને આપી અને સાતક્ષેત્રમાં પોતાના ધનનો વ્યય કરી દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છાથી મુનવિર પાસે આવ્યો. (૧૮) - આમ ઉલ્લાસપૂર્વક સંયમ લીધો. ભવસમુદ્ર તરવાની આશાએ દીક્ષા લીધી. અને મનવચન-કાયાના ત્રિવિધ યોગથી વિશ્વાસપૂર્વક સંયમ પાળ્યો. (૧૯) - હવે સુરપ્રિય મુનિવર પણ વિધિપૂર્વક સંયમ પાળે છે અને પોતાના આત્માનું શ્રેય કરે છે. એ પ્રમાણે સંયમના માધ્યમથી કર્મને ટાળે છે અને મોક્ષની લક્ષ્મીને દેખે છે. (૨૦) છે એ પ્રમાણે યૌવનવયમાં દીક્ષા લીધી અને ગામોગામે પ્રત્યેક નગરોમાં વનપ્રદેશોમાં જ ગુરુની સાથે દેશ વિદેશ વિહાર કરે છે. (૨૧) કુષ્મીસંબલપણું ધારણ કરતાં, સચિત્ત વસ્તુનો ત્યાગ કરતા, બેંતાલીસ દોષને ટાળી ને - શુદ્ધ ઐષણકિ આહાર મુનિવર વિચારી વિચારીને ગ્રહણ કરે છે. (૨૨). એ પ્રમાણે સુરપ્રિય મુનિવર અતિચાર લગાડ્યા વિનાનું સંયમ પાળે છે. સાધુજીવનમાં ન લાગતાં દોષોને દૂર કરે છે. પાંચ સમિતિનું સુંદર પાલન કરવા દ્વારા શ્રાપ્ય ધર્મના * માધ્યમથી પોતાનાં બાહ્ય અને અત્યંતર અંગોનું પક્ષાલન કરે છે. યાને બાહ્ય અને અત્યંતર દોષોને ધોવે છે. (૨૩) તેમજ ક્રોધાદિ ચારે કષાય કે જે આત્માના વૈરી છે. યાને આત્મગુણના ઘાતક શત્રુ છે કરી તે અને રાગ-દ્વેષ રૂપી જે બે બંધન છે તેને મન-વચન-કાયાના યોગથી જીતીને ગુણના નિધાન સુરપ્રિય મુનિવર પૃથ્વીતલને પાવન કરતાં વિચરી રહ્યા છે. (૨૪) - તે સુરપ્રિય મુનિવર ત્રણ ગુમિનું રક્ષણ કરે છે. છ કાય જીવની હિંસા ન થઈ જાય તેનું મને સા સતત જાગૃતિપણે ધ્યાન રાખે છે અને પાંચ ઈન્દ્રિયજન્ય સઘળાં વિષયોને હંમેશા છોડે છે. - ત્યાગ કરે છે અને તપ કરવા દ્વારા પોતાના આત્માને કર્મરહિત બનાવે છે. યાને મોક્ષ સન્મુખ ડગ ભરવા પ્રયત્ન કરે છે. (૨૫). એ પ્રમાણે સુરપ્રિય મુનિવર પોતાના કર્મનો છેદ કરે છે. એમ ઉત્સાહપૂર્વક કવિ - ઉદયરત્નવિજયજી કહે છે કે હે શ્રોતાજનો ! આ બોંતેરમી ઢાળ પૂર્ણ થઈ. હવે રસદાયક - આગળની વાતો સાંભળવા સાવધાન બનો ! (૨૬) ઈતિ ૭૨મી ઢાળ સંપૂર્ણ (૪૦૫ ) Page #439 -------------------------------------------------------------------------- ________________ STATISTICS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રસ - 2 O 3 ઢાળ તોતેરમી I દોહા-સોરઠી II સંયમ પાળે સમાધિ, વિહાર કરતા વેલી; સુરપ્રિય નામે સાધ, સુસુમાપુરે આવ્યો સહી. ૧ ઉભો પુર ઉધાન, શિલાપટ ઉપર સાધુ તે; ધરી મન નિશ્ચલ ધ્યાન, કાઉસગ્ગ મુદ્રાએ કરી. ૨ ચંદ નૃપે હવે ચાહ, રંગે તે ર૩ણાવલી; આપી છે ઉછાંહ, પટ્ટરાણીને પ્રેમશુ. ૩ ઈણ અવસરે ઉમંગ, કામિની મન કારણે; રયણાવળી તે રંગ, નેહેશું નેવે ધરી. ૪ નાહે જબ લેઈ નીર, તેણે અવસર તે શ્વેન તિહાં; મનમાંહી ધરી ધીર, આમિષ જાણી ઉતર્યો. પ રાતો દેખી રંગ, તે જે તે ભૂલ્યો સહી; ચંચુપટમાં ચંગ, ગ્રહી રત્નાવલી ગેલશું. ૬ ઉડડ્યો તે આકાશ, માળા મુખમાંથી ગ્રહી; આમિષ લહી ઉલ્લાસ, ઓલાપક આણંદીયો. ૭ ભાવાર્થ ? ત્યારબાદ સુરપ્રિય સાધુ સમતાપૂર્વક શુદ્ધ સંયમ પાળતાં વિહાર કરતા સુસુમાપુર નગરમાં પધાર્યા. (૧) અને તે નગરીના ઉદ્યાનમાં (વનખંડમાં) પૃથ્વીતલ પર પોતાના મનને સ્થિર કરી એક દિન ધ્યાનથી કાઉસ્સગ્ગ મુદ્રાથી ધ્યાન કરવા લાગ્યાં. (૨) આ તરફ સુરપ્રિયે ચંદ્રનરેશ્વરને જે રત્નાવલી આપી હતી તે ચંદ્રરાજાને ગમતી હતી $ મિ છતાં ઈચ્છાપૂર્વક પોતાની “તારા નામની પટ્ટરાણીને પ્રેમપૂર્વક ઉત્સાહથી આપી. (૩) | તે સમયે હર્ષપૂર્વક ચંદ્રરાજાની પત્નિ ‘તારારાણી' સ્નાન કરવા માટે તૈયારી કરી રહી . kiી છે અને સ્નેહપૂર્વક તે રત્નમાલા કાઢીને ખીંટી ઉપર એક બાજુ મૂકી. (૪) અને જ્યારે પાણી લઈને સ્નાન કરવા માંડ્યું ત્યારે એક બાજપક્ષી ત્યાં ફરતો હતો કે, 3 અને આ રત્નમાલા તેના જોવામાં આવી તે જોઈને મનમાં ધીરજ ધારણ કરી, માંસ છે એમ ૬ Page #440 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ સમજી તે લેવાની બુદ્ધિથી નીચે ઉતર્યું. પહેલા ખૂલ્લા વાડા જેવા બાથરૂમ હતાં તેથી પક્ષીની નજર પડી. (૫) તે રત્નમાલાનો રંગ લાલ હોવાથી સિંચાણો માંસ સમજીને લેવા આવ્યો પરંતુ તેનાં તેજને તેણે જોયું નહિ અને ઉમંગથી ચાંચમાં તેને (રત્નમાલાને) ગ્રહણ કરી. (૬) પટ્ટરાણી અને પોતાના મોઢામાં રત્નમાલા લઈને તે પક્ષી ગગનમંડલને વિષે ઉડવા લાગ્યો અને આજ મને માંસ (આમીષ) મલ્યું એમ સમજીને તે પક્ષી (સિંચાણો) ખૂબ જ આનંદ પામ્યો. (૭) (મુખને મરકલડે - એ દેશી) નાહીજી, શ્રોતા સાંભળો ! રયણાવલી ઉમાહીજી, શ્રોતા સાંભળો ! જોતાં નહિ દીઠી જ્યારેજી શ્રો. ચિત્તમાંહી ચમકી ત્યારેજી. શ્રો. અધ ઉરધ જોયું નિહાળીજી શ્રો. રત્નાવલી કિહાં નવિ ભાળીજી. થ્રો. તવ કંપિત થઈ પટરાણીજી. શ્રો. મનમાંહી ઘણું વિલખાણીજી. શ્રો. ગયું તે સહુને ખટકેજી. શ્રો. મન આવીને તિહાં અટકેજી. શ્રો. અન્ન ઉદક મુખ નવિ ઘાલેજી. શ્રો. હરિણાક્ષીને હાર તે સાલેજી. શ્રો. કામિની કહે મનથી કોપીજી. શ્રો. મહીપતિની મર્યાદા લોપીજી. થ્રો. તુમ પુરુષારથને સાથજી. શ્રો. ધિક્કાર પડો નરનાથજી. શ્રો. નિજ નારીનો શણગારજી. થ્રો. રાખી ન શક્યા નિરધારજી. થ્રો. તો દેશ નગરને ગામજી. શ્રો. કિમ રાખી શકસ્યો સ્વામજી. શ્રો. રાજ મહેલમાં ચોરી થાયજી. શ્રો. તો લાજ તુમારી જાયજી. શ્રો. જો સિંહગુફાએ ગજ ગાજેજી. શ્રો. તે વાતે મૃગપતિ લાજેજી. શ્રો. આજ તો ગયો મુજ હારજી શ્રો. કાલે ફૂટશે કોઠારજી. થ્રો. સ્વામી તુમને શું કહીયેજી થ્રો. હવે એ મહેલમાં કીમ રહિયેજી. શ્રો. એક વાત સુણો વળી મોરીજી શ્રો. જુઓ દિવસે થઈ એ ચોરીજી. શ્રો. અવનીપતિ એહવો જાણીજી શ્રો. નિજ સેવકને કહે વાણીજી. શ્રો. રાણીનો ચોર્યો જેણે હારજી શ્રો. તે તસ્કરનો સુવિચારજી. થ્રો. ખોળીને તુમે લાવોજી શ્રો. તો અતિ શાબાશી પાવોજી. શ્રો. ઉઠી જુએ ૪૦૭ ૧ ૨ 3 ૪ ૫ Page #441 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઈમ સાંભળી સેવક કરજોડેજી શ્રો. દશોદિશિ જોવાને દોડેજી. શ્રો. ગઢ મઢ મંદિર આરામેજી શ્રો. તે જુએ સઘળે ઠામેજી. શ્રો. જે રહસ્ય નગરનાં ઠારજી શ્રો. તે જોયાં સો સો વારજી. શ્રો. પુરને પરિસરે ચિહ્ન પાસેજી શ્રો. અવલોકે મન ઉલ્લાસેજી. શ્રો. ૧૧ રાજપુરુષ મળીને ટોળેજી શ્રો. વસતિ ને વગડો ખોળેજી. શ્રો. એમ જોતાં વન ઉદ્યાનેજી શ્રો. આવ્યા જિહાં મુનિ રહ્યા ધ્યાનેજી. શ્રો. ૧૨ હવે તે હાર તણો અધિકારજી શ્રો. સુણજો સહુ નરનારજી. થ્રો. હાર લેઈને સિંચાણોજી શ્રો. આકાશ પંથે ઉજાણોજી. થ્રો. રયણાવળી લેઈ ઉલ્લાસેજી શ્રો. આવ્યો સુરપ્રિય મુનિ પાસેજી. શ્રો. સાધુ દેખી સિંચાણો ભૂલોજી શ્રો. જાણે દવનો દાધો ખીલોજી. શ્રો. જાણી ખીલો વિસવાવીસજી શ્રો. આવી બેઠો મુનિને સીસજી. શ્રો. જુએ નજર માંડીને જેહવેજી થ્રો. નર આકૃતિ દીઠી તેહવેજી. શ્રો. પૂરવ ભવ વેર વિશેષેજી શ્રો. ભય પામ્યો મુનિવર દેખીજી. શ્રો. તજી રયણાવળી તિણ કાળેજી શ્રો. ઉડી બેઠો તરૂની ડાળેજી. શ્રો. પડી રયણાવળી મુનિ આગેજી શ્રો. દોય ચરણ તણે મધ્યભાગેજી. શ્રો. તે રાજપુરુષ તેણે કાળેજી શ્રો. મુનિ પાસે રયણાવળી ભાળેજી. શ્રો. રત્નાવળી ચોરી એણેજી થ્રો. મુનિવેશ લીધો એ તેણેજી. શ્રો. ઈમ ચિંતી નરપતિ પાસેજી થ્રો. સેવક તે જઈને ભાષેજી. શ્રો. ઝાલ્યો ચોર તે સાધુને વેષેજી શ્રો. ઈમ ભાખી વાત વિશેષેજી. શ્નો. અણવિચારે નરેશજી શ્રો. સેવકને દિયે આદેશજી. શ્રો. નરપતિ કહે ક્રોધને જોરેજી શ્રો. જે નર પરધન જગ ચોરેજી. શ્રો. તેહને ગળે ઘાલી ફાંસોજી શ્રો. તરૂ શાખે બાંધી વિણાસોજી. શ્રો. બોલી તોંતેરમી ઢાળજી શ્રો. સહુ સુણજો થઈ ઉજમાલજી શ્રો. કહે ઉદયરતન ઈમ વાણીજી શ્રો. ધન્ય સાધુસમતા ગુણખાણીજી. થ્રો. ૨૧ ૧૦ ૪૦૮ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ભાવાર્થ : ત્યારબાદ ચંદ્ર નરેસરની પટ્ટરાણી સ્નાન કરીને ઉઠી ત્યારે હે શ્રોતાજનો ! સાંભળો. ‘તારા' રાણી ઉમંગપૂર્વક રત્નાવલીને લેવા માટે જાય છે. તો રત્નાવલી દેખી નહિ તેથી તે એકદમ ચમકી ઉઠી. (૧) Page #442 -------------------------------------------------------------------------- ________________ S : HTTPS: શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ) SD અને ઉપર નીચે - ચારે બાજુ જોવા લાગી પણ રત્નમાલા ક્યાંય જોઈ નહિ તેથી દિ. “તારા” પટ્ટરાણી ધ્રુજવા લાગી અને મનથી ઉદાસીન થઈ ગઈ. (૨). ખરેખર કોઈ પણ વ્યક્તિની કિંમતી ચીજ જ્યારે ગુમ થાય છે ત્યારે તે તેમનાં હૃદયમાં મને શલ્યની જેમ ખૂંચ્યા કરે છે. અને વારંવાર મન તે પદાર્થની યાદમાં દોડે છે. અહિં પણ મૃગાક્ષી એવી “તારા પટ્ટરાણી' ને તે હાર ખૂબ જ યાદ આવે છે, તેથી અન્ન-પાણી લેવા પણ તેણે છોડી દીધાં છે. (૩) અને ક્રોધાયમાન થયેલી તારારાણી પૃથ્વી પતિની પણ માન-મર્યાદાને છોડીને બોલવા | લાગી કે, હે રાજન્ ! તમારા આ રાજ્ય પાલનની મહેનતને ધિક્કાર હો ! (૪) ની વળી હે નાથ ! જો તમે તમારી પ્રિયતમાનો શણગાર (હાર) પણ સાચવી શકતા નથી છે તો તમે તમારાં દેશ, નગર, ગામ, રાજ્ય કેવી રીતે સાચવી શકશો ! (૫) તેમજ સ્વામીન ! જો સિંહની ગુફામાં હાથી ગર્જના કરે તો તેમાં સિંહની આબરૂ ન જાય. તેમ જો રાજમહેલમાં આપની હાજરીમાં ચોરી થાય તો તમારી આબરૂ જાય ! (૬) હે નાથ ! આજ તો મારો હાર ગયો. આવતીકાલે રાજભંડાર લૂંટાશે ! હે પ્રિયતમ ! વધારે તમને શું કહેવું? હવે આ મહેલમાં મારે શી રીતે રહેવું? (૭) વળી હે નાથ ! મારી એક વિનંતી સાંભળો ! જુવો આ તો દિવસે ચોરી થઈ છે. તો કી તેને માટે કંઈક વિચાર કરો ! એહવી પોતાની પ્રિયતમાની વાણી સાંભળી પોતાના | સેવકને બોલાવે છે અને વાત કરે છે કે, (૮) હે સેવકો ! સાવધાન થઈને સાંભળો ! આજે રાજમહેલમાં ચોરી થઈ છે. ‘તારા' રાણીનો હાર કોઈક ચોર ચોરી ગયો છે તેની તપાસ કરો અને ચોરને અહીં પકડી લાવો તો અત્યંત ધન્યવાદ (શાબાશી)ને પ્રાપ્ત કરશો. (૯) એ પ્રમાણે રાજાની આજ્ઞાને શિરોધાર્ય કરીને હાથ જોડી દશે દિશામાં સેવકો ચોરની - તપાસ કરવા નીકળી પડ્યા છે. નગરીના કોટમાં, મંદિરમાં, ઉદ્યાનમાં એમ નગરીના 6 આ સમગ્ર સ્થાનમાં સેવકો બારીકાઈથી ચોરની તપાસ કરી રહ્યા છે. (૧૦) નગરના મુખ્ય મુખ્ય સ્થાને સો સો વખત નગરીની ચારેબાજુ મનનાં ઉમંગપૂર્વક તપાસ કરી રહ્યાં છે. (૧૧) એ પ્રમાણે રાજ્યપુરુષો ટોળેટોળાં મળીને ગામના પ્રત્યેક પ્રદેશમાં વગડામાં અને - બગીચામાં એમ ચારેબાજુ તપાસ કરતાં જ્યાં મુનિવર ધ્યાનમાં ઉભા છે તે સ્થાને આવ્યા. (૧૨) B હવે તે રત્નમાલાનો અધિકાર હે નરનારીઓ ! તમે સાવધાન થઈને સાંભળજો. 3 સિંચાણો હાર લઈને આકાશપંથે (ગગનમાર્ગ) ચાલ્યો. (૧૩) Page #443 -------------------------------------------------------------------------- ________________ ETT TT ( શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ 3 છે તે રત્નમાલા લઈને સિંચાણો જ્યાં સુરપ્રિય મુનિવર ઉભા છે ત્યાં ઉમંગથી આવ્યો ની અને સિંચાણો મુનિવરને જોઈને ભૂલી ગયો. તેને લાગ્યું કે આ એક ખીલો છે. કેમકે ન ૬ મુનિવર ધ્યાનમાં મગ્ન હતા અને કાઉસ્સગ્નમુદ્રાએ સ્થિર હોવાથી તેમજ તપથી કાયા કૃશ , કરી થઈ હોવાથી મુનિવરની કાયા ખીલા જેવી લાગતી હતી. (૧૪) | એ પ્રમાણે સિંચાણાને પ્રથમ સાચે જ મુનિવર ખીલારૂપે લાગ્યા, તેથી આવીને હર્ષથી | મુનિવરના મસ્તક પર બેઠો. બેઠાં પછી નીચે દષ્ટિપાત કર્યો ત્યારે માનવનો દેહ તેણે જોયો. (૧૫) હવે પૂર્વભવના વૈરથી મુનિવરને જોઈને સિંચાણો ભયભીત થયો અને તત્કાલ રત્નમાલાને તે જ સ્થાને છોડીને ઉડ્યો અને વૃક્ષની ડાળે જઈને બેઠો. (૧૬) તે રત્નમાલા સુરપ્રિય મુનિવરના બે પગના મધ્યભાગમાં જઈને પડી. તે સમયે રાજપુરુષો ચોરની તપાસ કરતાં તે ઉદ્યાનમાં આવ્યા અને મુનિવરની પાસે રત્નમાલા પડેલી જોઈ. (૧૭) રાજપુરુષો તે જોઈને અચંબો પામ્યાં અને કહેવા લાગ્યા કે રત્નમાલા ચોરીને મુનિનો વેષ ધારણ કર્યો છે ! નક્કી આ કોઈ ઢોંગી લાગે છે. એમ વિચાર કરતાં જઈને ચંદ્ર | = નરેસરને બધી વાત કહી કે, (૧૮) હે રાજેશ્વર ! આજે અમે તસ્કરને (ચોર) પકડ્યો છે પણ તે મુનિના વેષમાં છે એ Kા પ્રમાણે વિસ્તારથી બધી વાત કહી સંભળાવી. તે સાંભળીને પૃથ્વીપતિએ પણ વગર વિચારે સેવકોને આજ્ઞા કરી. (૧૯) ક્રોધના આવેશથી કહ્યું કે, જે માણસે પરદ્રવ્યની ચોરી કરી છે તેને ગળે ફાંસો દઈ વૃક્ષ | સાથે બાંધીને મરણને શરણ કરો. (૨૦) એ પ્રમાણે તોંતેરમી ઢાળમાં કવિ ઉદયરત્નવિજયજી મહારાજ કહે છે કે, હે શ્રોતાજનો ! | સાવધાન થઈને સાંભળો ! ખરેખર ગુણ ભંડારી મુનિવરોની સમતા અજબ હોય છે. (૨૧) ઈતિ ૭૩મી ઢાળ સમાપ્ત Page #444 -------------------------------------------------------------------------- ________________ S S T F S S | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ ચુંમોતેરમી | દોહા | અવનીપતિ આદેશથી, રાજપુરુષ ધરી રોષ; આવી કહે અણગારને, અધિક કરી આક્રોશ. ૧ ચોર સહી તું હારનો, કપટે ધર્યો એ વેષ; બક ધ્યાની દુષ્ટાતમા, સાંભળ વળી સુવિશેષ. ૨ રાજભવનમાં પેસીને, જિમ તે ચોય હાર; તિમ પુરમાં ચોરી વળી, કીધી હશે અપાર. ૩ ચોરી જે જે તે કરી, પ્રગટ કહે તે આજ; નહિ તો તુજ હણવા તણો, હુકમ કર્યો મહારાજ. ૪ વસ્તુ હરી તે લોકની, કીધા જે સંતાપ; બહુ દિવસનું તે સહી, આજ મિલ્યું તે પાપ. ૫ ભાવાર્થ હવે ચંદ્ર નરેશ્વરની આજ્ઞાથી રાજસેવકો રોષાતુર થઈને આવ્યા અને સુરપ્રિય ન મુનિવરને અત્યંત ક્રોધપૂર્વક કહેવા લાગ્યા કે, (૧) હે ઢોંગી ! તે માયા કરીને આ સાધુવેષ સ્વીકાર્યો લાગે છે ! કારણ કે “તારા” નું | પટ્ટરાણીની રત્નમાલાનો ચોરનાર તું જ છે. બગલાની જેમ ખોટું ધ્યાન કરે છે. તે દુષ્ટ ! . હવે વિશેષ પ્રકારે સાંભળ ! (૨) તે રાજમહેલમાં ગુપ્તપણે આવીને જેમ આ રત્નમાલાની ચોરી કરી છે તેમ સંપૂર્ણ દર | નગરમાં તો પાર ન પામી શકાય તેટલી ચોરી કરી હશે ! (૩) તેથી હે દુષ્ટાત્મા ! તેં જે જે ચોરી કરી હોય તે તે આજે તારા મુખેથી પ્રગટ કહી દે ! અને જો તું નહિ કહે તો તને મરણને શરણ પહોંચાડવા (કરવા)નો પૃથ્વી પતિનો હુકમ છે ! (૪) . 3 હે બકધ્યાની ! આજ સુધી રાજ્યના લોકોની પ્રજાની વસ્તુ ચોરી લઈને નગરજનોને તે જે સંતાપ ઉત્પન્ન કર્યો છે તે ઘણા દિવસનું એકત્ર થયેલું પાપ આજે જાણવા મળ્યું છે. (૫) (અરણિક મુનિવર ચાલ્યા ગોચરી - એ દેશી) કર્મ અહિયાસે મુનિવર આપણાં, પણ નવિ મૂકે ધ્યાનોજી; ઉપસર્ગે ચળાવ્યા નવિ ચળે, નિશ્ચલ મેરૂ સમાનોજી. ક૦ ૧ Page #445 -------------------------------------------------------------------------- ________________ | શ્રી અશ્મકારી પૂજાનો રાસ 1 33 રોષ ભરે રાજાના પુરુષ તે, અનેક કરી ઉપાયજી; બોલાવે પણ મુનિ બોલે નહિ, હા - ના ન કહી કાંયાજી. ક૦ ૨ દુર્વચને કરીને દુષ્ટ તે, મુનિપતિને કહે હેવોજી; અંત સમય જાણી સંભારજે, જે હુએ તુજ ઈષ્ટ દેવોજી. ક૦ ઈમ કહીને તે અણગારને, ગળે ઘાલી પાશોજી; તરૂવરની શાખાયે બાંધીને, તાણે જબ તે તાશોજી. જોર કરીને પાશ તે ખેંચતાં, સુટી ગયો તેણી વારોજી; તો પણ મુનિવર નિશ્ચલ ધ્યાનથી, ન ખસ્યા આપ લગારજી. ક. ૫ બીજી ત્રીજી વાર તે ફરી ફરી, ગળે પાશો દેવેજી; વળી વળી પાશો તે ધ્યાન તણે બળે, ગુટી જાયે તતખેવજી. કરી. યમ રૂપી તે દુષ્ટ રોષાતુર, શૂલીયે આરોહેજી; પણ પરીષહ પામી સમતા રસે, સાધુજી તે સોહે જી. તે વનની દેવી તેણે સમે, તૂઠી મુનિગણ દયાને જી; કનક મણિમય સિંહાસન કરે, શૂલી ઉપર શુભ વાને જી. સાધુને શૈલી ઉપરે ધરી, જિમ જિમ દુષ્ટ તે જોરજી; ક્રોધ તણે બળે મેચ થકા, કરે ઉપસર્ગ તે ઘોરજી. ક0 તિમ તિમ મુનિવર શુભ ધ્યાને ચડ્યા, નિજ આતમને નિદેજી; નિશ્ચલ ચિત્તને સમતાને યોગે, પૂરવ કર્મ નિકંદે જી. ક૦ નિર્મળ શુકલધ્યાન તણે બળે, આણ્યો કર્મનો અંતોજી; ક્ષમાયે પામ્યા મુનિવર સહી, કેવલજ્ઞાન મહંતોજી. ક૦ ૧૧ ચુંમોતેરમી ટાળે ત્રિવિધ કરી, ઉદયરતન એમ ભાખે; તેહને માહરી હો વંદના, જે મન નિશ્ચલ રાખે છે. ક૦ ૧૨ ભાવાર્થ ચંદ્ર નવેસરના હુકમથી મુનિવરને ફાંસીની સજા કરવા રાજસેવકો આવ્યા છે પરંતુ સમતાસાગર મુનિવર ઉપસર્ગથી જરા પણ ચલાયમાન થયા નહિ. મેરૂ પર્વત જેમ ચલાયમાન ન થાય તેમ મુનિવર મરણાંત પરિષહ હોવા છતાં ધ્યાનને ચૂકતાં નથી અને મુનિવર પોતાનાં કર્મનો નાશ કરે છે. (૧) રોષાતુર થયેલાં રાજાના પુરુષો અનેક પ્રયત્નો કરે છે અને વિવિધ પ્રકારે બોલાવે છે KB છતાં બોલતાં નથી અને હા - ના કશુંય કહેતાં નથી. (૨) Page #446 -------------------------------------------------------------------------- ________________ છે : શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ તેથી ખરાબ વચનો બોલવા દ્વારા સેવકો અણગારને હવે કહેવા લાગ્યાં કે, હે મુનિ ! જો તું સાંભળ ! હવે તારો અંત સમય નજીક આવ્યો છે એમ જાણીને જે તારા ઈષ્ટદેવ છે તેનું તું ધ્યાન ધરી લે. ! (૩) એ પ્રમાણે કહીને મુનિવરના ગળામાં ફાંસો નાંખ્યો અને વૃક્ષની શાખા સાથે મજબુત તે બાંધે છે અને અત્યંત જોર કરીને તે પાશાને ખેંચે છે. (૪) હવે તે ફાંસાને અત્યંત જોરથી ખેંચે છે તો પણ મુનિવર જરાં પણ પોતાના ધ્યાનથી ચલાયમાન થતાં નથી એટલું જ નહિ આઘા પાછા પણ થતાં નથી છતાં ગળાનો ફાંસો તૂટી જાય છે. (૫) રાજપુરુષો વારંવાર તે ફાંસો મુનિવરના ગળામાં નાખે છે. છતાં પણ મુનિવરના અડગ ધ્યાનના પ્રતાપે તત્ક્ષણ તે ફાંસો તૂટી જાય છે. (૬) પરંતુ જમરૂપી તે સેવકો ફરીવાર શૂળીયે ચઢાવે છે. છતાં પરિષદને સહન કરતાં સમતારસમાં ઝીલતાં મુનિવર અત્યંત શોભી રહ્યા છે. (૭) ખરેખર તે જ ક્ષમાશ્રમણ કહેવાય છે કે જે મુનિવરો મરણાંત કષ્ટ આવવા છતાં ઉપશમરસમાં ઝીલે છે પરંતુ શક્તિ હોવા છતાં કોઈનો પણ સામનો કરતાં નથી તે જ સાચા અર્થમાં શાસનના શણગાર એવા અણગાર કહેવાય છે. - હવે તે મુનિવરના શુભધ્યાનના બળે તેમની અજબ સમતાને જોઈને તે વનની દેવી મુનિવર પ્રત્યે તુષ્ઠમાન થઈ અને શૂળીને બદલે તે સ્થાને સુવર્ણમય અને મણિમય સિંહાસન | કરે છે. (૮) અને રાજપુરુષો મુનિવરને ભૂલી ઉપર ચઢાવે છે અને તે દુષ્ટો જેમ જેમ જોર કરે છે | તેમ તેમ ફાંસો તૂટે છે અને ક્રોધાતુર તેઓ મુનિવરને અત્યંત ઘોર ઉપસર્ગ કરે છે. (૯) , તેમ તેમ મુનિવર શુભ ધ્યાને ચડે છે. પોતાના આત્માને નિંદે છે યાને પોતે કરેલ | દુષ્કૃતની નિંદા કરે છે અને સ્થિર મનથી સમતાના બળે પૂર્વકૃત કર્મનો નાશ કરે છે. (૧૦) એ પ્રમાણે નિર્મલ ધ્યાનના યોગે મુનિવરે કર્મનો અંત કર્યો અને ક્ષમારૂપી શસ્ત્ર વડે | મુનિવરે ઘનઘાતી ચાર કર્મનો અંત આણ્યો અને કેવલજ્ઞાનની મહાનલક્ષ્મીને પામ્યાં. (૧૧) એ પ્રમાણે ચુમોતેરમી ઢાળમાં કવિ ઉદયરત્નવિજયજી મહારાજ મન-વચન-કાયાના ત્રિવિધ યોગે કહી રહ્યા છે કે જે મુનિવરો મરણાંત ઘોર ઉપસર્ગોમાં પણ સમતારસમાં ઝીલે છે અને ધ્યાનથી ચલાયમાન થતાં નથી તે શાસનના શણગાર મુનિવરોને મારી વંદના હોજો. (૧૨) ઈતિ ૭૪મી ઢાળ સમાપ્ત Page #447 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ પંચોતેરમી || દોહા ઓચ્છવ કરવા આવિયા, વાણવ્યંતર તિહાં દેવ; કનક કમલ બેસારીને, સુવિઘે સારે સેવ. ૧ નૃપ સેવક નિજ સ્વામીને, જઈ તે કહે સંબંધ; ચોર થયો તે કેવલી, તોડી કર્મના બંધ. ૨ વસુધાપતિ વિસ્મિત થયો, સાંભળી તે વિસ્તૃત; તસ્કર કેવલી કિમ થયો, વળી વળી એમ કહેત. ૩ તે તસ્કર નિશ્ચે નહિ, મોટો કોઈ મુણિંદ; ચોર કહ્યો કિમ સાધુને, અજ્ઞાને થઈ અંધ. ૪ તે માટે હું તિહાં જઈ, કીધી આબાધ; મુનિપતિને પાયે નમી, ખમાવું તે અપરાધ. ૫ બહુ પરિવારે પરિવર્યાં, ઈમ ચિંતી અવનીશ; આવી વંદે સાધુને, ભક્તે નમાવે શીશ. ૬ ખમજો સ્વામી માહરો, ગુનહો ગરીબ નિવાજ; મેં તુમને મૂરખપણે, પરિષહ કીધો આજ. ૭ મહીપતિ મન કોમળ કરી, ખામે નામી ભાલ; મુનિપતિને વંદે વળી, ભાવેશ ભૂપાલ. ધર્માંશીષ જંપે મુનિ, સપરિવારે રાય; નિરવધ ભૂમિ નિહાળીને, બેઠો તેણે ઠાય. ૯ ભાવાર્થ : સુરપ્રિય મુનિવરને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી કેવલીનો ઉત્સવ ક૨વા વાણવ્યંતરદેવો આવ્યા અને સુરપ્રિય કેવલીને સુવર્ણ કમલપર બેસાડ્યા અને કેવલીની વિધિસહિત સેવા કરવા લાગ્યાં. (૧) . આ તરફ સુરપ્રિય મુનિવરને ચોર સમજી ગળે ફાંસો દેવા આવેલ રાજસેવકો પોતાના સ્વામી ચંદ્ર નરેશ્વર પાસે ગયા અને ચોર તો કર્મના આવરણને દૂર કરી કેવલજ્ઞાની થયો છે. આદિ સર્વ વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યો. (૨) ૪૧૪ Page #448 -------------------------------------------------------------------------- ________________ S S S S T S શ્રી અપ્રકારી પૂજાનો રાસ SS S ) પૃથ્વીપતિ ચંદ્ર નરેશર પણ ચોર સંબંધી એવો વૃત્તાંત સાંભળીને આશ્ચર્યચકિત થયો , દિન અને વારંવાર કહેવા લાગ્યો કે, ચોરને કેવલજ્ઞાન શી રીતે થયું? કંઈ સમજાતું નથી. (૩) દિન અને વિચારવા લાગ્યો કે નક્કી તે ચોર નહિ પરંતુ મહામુનિવર છે. મેં અજ્ઞાનરૂપી તિ અંધકારથી અંધ બનીને શાસનના શણગાર એવા મુનિવરને ચોર કહ્યા. (૪) તે માટે હવે હું ત્યાં જાઉં છું અને મુનિવરને ધ્યાનમાં જે સ્કૂલના પહોંચાડી, અસાતા ની ઉપજાવી તે બદલ ત્યાં જઈ મુનિવરના ચરણકમલમાં નમસ્કાર કરી સર્વ અપરાધને ખમાવું યાને (માફી માંગુ). (૫). એ પ્રમાણે વિચાર કરી બહુ પરિવારે પરિવર્યો છતો વસુધાપતિ જ્યાં સુરપ્રિય કેવલી કરી રહેલા છે ત્યાં આવ્યો અને ભક્તિપૂર્વક મસ્તક નમાવી મુનિવરના ચરણપંકજમાં વંદન કરે | છે. (કર્યા) (૬). અને કહેવા લાગ્યો કે, હે સ્વામી ! હે ગરીબોના બેલી ! મારા મોટાં અપરાધની ક્ષમા ની કરો. મેં આજે આપને મૂર્ખપણાથી (અજ્ઞાનતાથી) મોટો ઉપસર્ગ કર્યો છે. તેની મને ક્ષમા ક્રમ { આપો. (૭) ચંદ્ર નરેશ્વર હવે પોતાના મનને યાને મનની પરિણતિને માખણથી પણ કોમળ કરે છે જી અને મસ્તક નમાવી સુરપ્રિય કેવલીને ખમાવી ભાવપૂર્વક વંદન કરે છે. (૮) | સુરપ્રિય કેવલીએ પણ રાજા આદિ સપરિવારને ધર્મલાભ રૂપ આશીર્વાદ આપ્યા. ત્યારબાદ ચંદ્ર નરેશ્વર સપરિવારે જીવરહિત (નિરવદ્ય) ભૂમિ (જગ્યા) જોઈને તે સ્થાનકે બેસે છે. (૯) (તુજ શાસન રસ અમૃત મીઠું - એ દેશી) કનક કમળ ઉપર બેસીને, સુરનાર પરષદ આગે રે, કહે કેવલ નાણી; સુણ રાજેસર ભવજલ તરવા, જિનવાણી મનરાગે રે. ક. અજ્ઞાને કરી જે પ્રાણી તે, ભવ અટવીમાં ભૂલે રે; ક. મુક્તિનો પંથ ન પાધરો પામે, મોહની ખોહમાં ઝૂલે રે. ક. અજ્ઞાનને જોરે જગમાંહિ, ધમધર્મ ન જાણે રે; ક. તે વળી શ્યાં શ્યાં દુઃખ ન દેખે, પડ્યો ભવ દુખ ખાણે રે. ક. દુષ્કૃત કર્મ થકી પણ અધિકો, અજ્ઞાન તણો જગ જોરો રે; ક. હિતાહિત ન જાણે જેણે વળી, દેખે દુઃખ દોરો રે. ક. Page #449 -------------------------------------------------------------------------- ________________ જે શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ક. ક. અજ્ઞાને જે નર આવરિયો, તે આતમ કિમ તારે રે. મૂઢપણે હિંડે હાહૂતો, આગમ અરથ ન ધારે રે. ક. સુણ રાજન્ ઈહાં વાંક ન તાહરો, મુજ સખાઈ તું વરુ રે; ક. હું થયો કર્મ અરિને ખપાવી, કેવલજ્ઞાનનો ધારુ રે. ક. ફોગટ ખેદ ઘરે કાં મનમાં, સુણ તું ભૂપ સુજાણ રે; ક. દુષ્કૃત દોષનો અંત તેં આણ્યો, પશ્ચાતાપ પ્રમાણ પશ્ચાતાપ કરે જે પ્રાણી, કૃત કર્મને જીપે રે; ક. પ્રતિબોધ પામ્યો પશ્ચાતાપે, હું પણ સુગુરુ સમીપે રે. ક. મહીપતિ પૂછે મનને પ્રેમે, સાધુને સીસ નમાવી રે; કહે તે કર જોડી. તમ વૈરાગ્ય તણો અધિકાર, મુજને કહો સમજાવી રે. ક. ગતભવથી માંડીને જુગતે, નિજ અધિકાર તેં દાખ્યો રે; ક. ચંદ નરેસર આગળ સદાળો, કેવલીએ તે ભાખ્યો રે. ક. મુનિવચને તે ચરિત સુણીને, ઓલાપક તે હેલા રે. સુણજો ભવિ પ્રાણી; નિજ વિરતંત સુણીને પામ્યો, જાતિસ્મરણ તે વેળા રે. સુ. તરુ શિખરથી તે ઉતરીયો, પશ્ચાતાપ કરતો રે; સુ. આવી મુનિને પાયે લાગ્યો, દિલમાં દુઃખ ધરતો રે. સુ. શિર નામીને નિજ ભાષાએ, તે અપરાધ ખમાવે રે; સુ. ઉદય કહે પંચોતેરમી ઢાળે, પશ્ચાતાપે અઘ જાવે રે. સુ. ૧૩ ૫ ૬ ૯ ૧૦ ૧૧ ૧૨ ભાવાર્થ : હવે સુરપ્રિય કેવલી સુવર્ણકમલ ૫૨ બેસીને દેવમનુષ્યની પર્ષદા આગળ ધર્મોપદેશ આપતાં કહે છે કે, ભવસમુદ્ર તરવા માટે હે રાજન્ ! મનથી પરમાત્માની વાણીને સાંભળ. (૧) જે પ્રાણી અજ્ઞાનતાને લીધે ભવ-જંગલમાં ભૂલો પડ્યો છે. મોહનીયના ખોળે હિંચોળા ખાઈ રહ્યો છે તે પ્રાણી સીધો મોક્ષમાર્ગ પામી શકતો નથી. (૨) જગતમાં જ્યાં અજ્ઞાનનું જોર છે. ત્યાં જીવ ધર્મ અધર્મને ઓળખી શકતો નથી અને અજ્ઞાનને વશ જીવ શું શું દુ:ખ દેખતો નથી અને જીવ સંસારની ભ્રમણામાં ભમ્યાં કરે છે.(૩) ૪૧૬ Page #450 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ગમે તેટલું ખરાબ કર્મ બાંધ્યું હોય છતાં જ્ઞાની કહે છે તેના કરતાં પણ વધારે જગતમાં અજ્ઞાનનું જોર છે. અજ્ઞાની આત્મા હિત-અહિતને જાણતો નથી અને ઘોર ભયંક૨ દુઃખ દેખે છે. (૪) જે મનુષ્ય અજ્ઞાનથી ઘેરાયેલો છે. તે આત્મા પોતાના આત્માને કેવી રીતે તારી શકે ? અજ્ઞાની આત્મા મૂર્ખતાથી ચાલે છે. દુઃખનો ધેર્યો હા ! હા ! કર્યા કરે છે અને શાસ્ત્રના રહસ્યને (અર્થને) પણ ધારણ કરી શકતો નથી. (૫) વિવેચન : ખરેખર જગતમાં જ્ઞાનની જ કિંમત છે. જ્ઞાન વિનાના કોઈપણ જીવની કિંમત નથી. જ્ઞાન વિનાનો માણસ પશુ સમાન ગણાય છે. જેમ ગાંડા માણસની લોકો હાંસી કરે છે તેમ અજ્ઞાની માણસની પણ આ દુનિયામાં હાંસી થાય છે. જ્ઞાન વિના જીવ કૃત્યાકૃત્ય, ધર્માધર્મ, ભક્ષ્યાભક્ષ્યને સમજી શકતો નથી અને ન સમજી શકતો હોવાથી આત્મા વધારે કર્મ બાંધે છે અને તેને લીધે જીવ સંસારમાં ભૂલો ભમે છે. ત્યાં સુધી આત્મા શાશ્વત સુખને પામી શકતો નથી. ધીવિમલ કવિ મહાવીરસ્વામીની થોયમાં જ્ઞાનની સ્તુતિ કરતા ફરમાવે છે કે, “જ્ઞાન આરાધો, જ્ઞાનને સાધો, જ્ઞાન વિના નર ભૂંગાજી જ્ઞાન વિના નરભૂલા ભમતાં, કાસ કુસમ પર શૃંગાજી કૃત્ય અકૃત્ય ભેદ અનુભવ જાણે, જો હ્રદયે જ્ઞાન દીવોજી જ્ઞાન વિના કોઈ પાર ન પામે, જ્ઞાની પુરુષ ચિરંજીવોજી" આમ અજ્ઞાનના જોરે જીવ નાનાવિધ કર્મને બાંધે છે. આગળ વધીને સુરપ્રિય કેવલી ફરમાવી રહ્યા છે કે, હે રાજન્ ! સાંભળ – અહિં તારો કોઈ અપરાધ નથી, તું તો મને કર્મ કપાવવામાં શ્રેષ્ઠ મિત્ર સમાન થયો છે. તારી સહાયથી એટલે કે તેં કરેલ ઉપસર્ગમાં પણ હું ચલાયમાન ન થયો તેથી હું કર્મશત્રુને હરાવી કેવલજ્ઞાનનો ધારક બન્યો. (૬) હે બુદ્ધિનિધાન ચંદ નરેશ્વર ! સાંભળ. તું શા માટે મનમાં ફોગટ ખેદને ધા૨ણ ક૨ે છે ? તેં પણ પસ્તાવો ક૨વા દ્વારા અનિષ્ટ પાપનો નાશ કર્યો છે. માટે હવે ખેદ કરીશ નહિ. (૭) જે જીવ કરેલા પાપનો પસ્તાવો કરે છે તે મનુષ્ય કરેલા કર્મનો નાશ કરે છે. હું પણ ગુરુની સમક્ષ પાપનો એકરાર કરતા પ્રતિબોધ પામ્યો છું. (૮) વિવેચન : પાપક્ષય કરવામાં પ્રાયશ્ચિત તે અમોઘ શસ્ત્ર છે. ગમે તેવો ભારેકર્મી જીવ પણ પ્રાયશ્ચિત કરવા દ્વારા કર્મનો નાશ કરી શકે છે. જુવો દિવસની સાત-સાત હત્યા ૨૩ Page #451 -------------------------------------------------------------------------- ________________ ETT TT TT શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) | STD કરનાર અર્જુનમાલી ભયંકર કર્મના એકરારે આત્મશ્રેય સાધી શક્યો. પ્રસન્નચંદ્ર રાજર્ષિ 2 • ભયંકર ક્રોધાવેશમાં ચઢ્યા પણ હું સાધુ છું આવું ભાન થતાં પસ્તાવો કરતા કેવલી બન્યા. ઘોર હત્યારો ‘દ્રઢપ્રહારી' નિર્દયી છતાં બાળકોના કરૂણ કલ્પાંતે કોમળ પરિણામી બન્યો , * અને કરેલ કર્મનો પસ્તાવો કરતાં મોક્ષનો અધિકારી બન્યો. જુવો ચંદનબાળા અને મૃગાવતીજી દે કરેલ ભૂલનો ગુરુ સમીપે બેઠાં બેઠાં પસ્તાવો કરતાં કેવલજ્ઞાન પામ્યાં. આમ અનેક આત્માઓ |ી. ગુરુ સમક્ષ પાપનો એકરાર કરતા મોક્ષના અધિકારી બન્યા છે. આમ પાપનું પ્રાયશ્ચિત ; ન કરવું તે કર્મક્ષય માટે એક મહાન રસ્તો છે. | એ પ્રમાણે સુરપ્રિય કેવલીની વાણી સાંભળીને પૃથ્વીપતિ પ્રેમપૂર્વક મુનિવરને મસ્તક છે ની નમાવીને બે હાથ જોડીને કહેવા લાગ્યો કે, હે સ્વામી! મારા પર મહેર કરીને તમે વૈરાગ્ય કેવી રીતે પામ્યા તે વૃત્તાંત મને સમજાવો. (૯) ચંદરાજાની એ પ્રમાણે વાણી સાંભળીને ગયા ભવથી માંડીને પોતાનો સંપૂર્ણ અધિકાર ચંદનરેસરની આગળ સુરપ્રિય કેવલીએ કહી સંભળાવ્યો. (૧૦) હવે જે સિંચાણી રત્નમાલા આમીષ (માંસ) સમજીને લાવ્યો હતો તે વૃક્ષશાખા પર દિ રહ્યો રહ્યો સુરપ્રિય કેવલીની વાણી સાંભળતો હતો. સુરપ્રિય કેવલીએ કહેલ ગતભવની # વાતો સાંભળીને પોતાનો વૃત્તાંત સાંભળતાં સિંચાણો પણ જાતિસ્મરણ જ્ઞાન પામ્યો. (૧૧) અને વૃક્ષના શિખરેથી તે (વૃક્ષની શાખા પરથી) નીચે ઉતર્યો અને પશ્ચાતાપપૂર્વક જી દીલમાં દુઃખ ધારણ કરી મુનિને ચરણે નમસ્કાર કરવા લાગ્યો. (૧૨) અને સિંચાણો મસ્તક નમાવી પોતાની ભાષામાં મુનિવર આગળ પોતાના પાપની ક્ષમાયાચના કરવા લાગ્યો. એ પ્રમાણે પંચોતેરમી ઢાળમાં કવિ ઉદયરત્નજી મહારાજ કહે છે કે, મને ની ખરેખર પશ્ચાતાપ કરવાથી પ્રાણી પોતાનાં ભારેમાં ભારે પાપનો નાશ કરી શકે છે. (૧૩) ઈતિ ૭૫મી ઢાળ સંપૂર્ણ : : » # # # # # # # # # # # # # # # # # # # # # # # # # # Page #452 -------------------------------------------------------------------------- ________________ STS STS S TS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ક ઢાળ છોતેરમી | | દોહા .. દેખી તે ઓલાવડો, ચંદ નરેસર તામ; મુનિપતિને મનમોદશે, પૂછે કરી પ્રણામ. ૧ કહો કરૂણાનિધિ કેવળી, મુજ મન છે સંદેહ; પંખી એ તુમ પાઉલે, ભૂમિ વિલોલે દેહ. ૨ ઉંચ સ્વરે કુરુલાઈને, શું ભાખે છે એહ; મુજ મન સંશય ટાળવા, કહો વિવરીને તેહ. ૩ કારણ એ પંખી તણું, મનશું આણી પ્રેમ; સુણ નૃપ સમજાવું તુને, મુનિવર ભાખે એમ. ૪ ભાવાર્થ હવે સિંચાણો જ્યારે સુરપ્રિયને પ્રણામ કરી પોતાનો અપરાધ ખમાવી રહ્યો છે તે જોઈને ચંદરાજા કેવલી ભગવંતને મનના ઉલ્લાસપૂર્વક પ્રણામ (નમસ્કાર) કરીને મને પૂછવા લાગ્યા કે, (૧) હે કરૂણાભંડાર કેવલી ભગવંત ! મારા પર મહેર કરીને મારા મનમાં જે શંકા છે તેનો તો ઉત્તર આપો! જે આ સિંચાણો પક્ષી છે તે આપના ચરણકમલમાં નમસ્કાર કરી પૃથ્વી પર , પોતાના શરીરને ડોલાવતો શું કરી રહ્યો છે? (૨) વળી મોટા સ્વરે અવાજ કરીને આપને શું કહી રહ્યો છે ? તે મારા મનનો સંદેહ દૂર દે કરી. કરવા વિસ્તારપૂર્વક કૃપા કરીને મને કહો. (૩) ચંદ નરેશ્વરની એ પ્રમાણેની વાત સાંભળીને મનમાં સ્નેહને ધારણ કરી સુરપ્રિય કે કેવલી ભગવંતે કહ્યું કે, હે રાજન્ ! સાંભળ. પક્ષીનો વૃત્તાંત હું તને વિસ્તારથી સમજાવું. (૪) (જુઓ જુઓ, કરમે શું કીધું રે - એ દેશી) અવનીપતિને, ભાખે ઈમ અણગાર રે, સુણ રાજેસર, એહ તણો અધિકાર રે; સિંહથી માંડીને, પાંય ભવનો સ્વરૂપ રે. ભાખ્યો ભાળ્યો, કેવળીએ અનૂપ રે. g૦ ૧ Page #453 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ માસ ભરોસે, તુજ રાણીનો હાર રે, લીધો એણે, સાંભળ તું સુવિચાર રે; ઈહાં આણી, નાંખ્યો તે નિરધાર રે. સંબંધ એહનો, વળી કહું વિસ્તાર રે. તુજ આગે જે, મુજ વૈરાગ્ય સ્વરૂપ રે, ગજ ભવથી એ, ભાખ્યું પહેલાં ભૂપ રે; તે સાંભળતાં પામ્યો એહ સિંચાણ રે. ઈહાપોહે જાતિસ્મરણ નાણ રે. સંપ્રતિ સઘળો, જાણી નિજ વિરતંત રે, શુભ પરિણામે, મન્ન કરી એકાંત રે; નિજ ભાષાયે, નિંદે કૃતકર્મ આપ રે. પશ્ચાતાપે, શિથિલ થાયે સહી પાપ રે. પાય નમીને, સરળપણે સસનેહ રે; આતમ નિંદી, અણશણ માંગે એહ રે. એમ સુણીને, નૃપ આદે નરનાર રે. મુખથી જંપે, ધન્ય એહનો અવતાર રે. જુઓ જુઓ, પંખી એ તિરિપંચ રે, મેલી જેણે, જીવિતની ખળખંચ રે; થયો એકચિત્તે, અણશણ લેવા કાજ રે. ધન્ય ધન્ય એહને, ભાખે સઘળો સમાજ રે. ઓલાપકનું જાણી આયુ નજીક રે, વળી મનનો, ભાવ લહી રમણીક રે; વિધિશું તેહને, અણશણ દિયે મુનિરાય રે. શિવિષે શિવિધે, ખમાવે ખટકાય રે. અરિહંત આદે, શરણ કરાવે ચાર રે, વિગતે વળી, સંભળાવ્યો નવકાર રે; તન-મન-વચને અણશણ સીધ્યું તાસ રે; અનુક્રમે તે, પૂરી સાસોસાસ રે. (૪૨૦૧ ૯ સુ ૩૦ ૩ સુ ૪ ૩૦ ૫ ૩૦ ૬ સુ ૭ સુ૦ ૮ Page #454 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ કાળ કરીને, સૌધર્મે તે, પામ્યો સુર જોજો જગમાં, જૈન ધર્મ પરગઢ પામ્યો, સુર પદવી સીંચાણ રે. સીંચાણો તેણીવાર રે; અવતાર રે. પરમાણ રે; સીંચાણાનો લહી સાળો સંબંધ રે, નિજ નંદનને, રાજ્ય દેઈ નૃપ ચંદ રે; કેવળી પાસ, લેઈ સંયમ ભાર રે. નિરમળ ભાવે, પાળે નિરતિચાર રે. ચંદ મુનિસર, અનુક્રમે પૂરી આય રે. તિહાંથી ચવી, તપ સંયમ સુપસાય રે; પંચમ કલ્પે, તેહ થયા સુરરાય રે. કોણે જેહની, આણ ન લોપી જાય રે. ITI ઈણિ પેરે ભાખે, વિજયચંદ્ર મુષિંદ રે. થિરતા રાખી, સુણ રાજન હરિચંદ્ર રે. ઈમ તે સુરપ્રિય, નિશ્વળ ભાવ પ્રમાણે રે. કેવળ પામી, પહોંત્યા પંચમ ઠાણે રે. તે માટે તું ત્રિવિધશું જિનદેવ રે. નિશ્વળ ચિત્તે, પૂજે નિત્યમેવ રે; તેહથી તુજને, હોશે લાભ અનંત રે. થોડા ભવમાં, પામીશ ભવનો અંત રે. છહોંતેરમી, ઢાળે ઉદયરતન રે, ઉલટ આણી, ભાખે એમ વચન્ન રે; ભૂમંડળમાં, ધન્ય ધન્ય તે નરનારી રે. ગુરુ ઉપદેશે, સમજે જે સુવિચારી રે. સુ॰ ૯ ૩૦ ૧૦ ૩૦ ૧૧ ૩૦ ૧૨ સુ૦ ૧૩ ૩૦ ૧૪ ભાવાર્થ : જ્યારે ચંદ્ર નરેસર સિંચાણાનો વિસ્તારથી વૃત્તાંત પૂછી રહ્યા છે ત્યારે સુરપ્રિય કેવલી પૃથ્વીપતિને કહી રહ્યા છે કે, હે રાજન્ ! સિંચાણાનો સંબંધ સાંભળ. એમ કહીને સિંહના ભવથી માંડીને પાંચ ભવનું અનુપમ સ્વરૂપ કેવલી ભગવંતે પૃથ્વીપતિને કહ્યું. (૧) Page #455 -------------------------------------------------------------------------- ________________ ED IT T... શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ 2013 તેમજ હે રાજન્ ! તારા રાણીનો જે હાર ખોવાયો તે આ સિંચાણી માંસ છે એમ B. સમજીને લઈને ઉડ્યો હતો અને પાછળથી માંસ નથી એમ ખબર પડતાં અહિં આવીને તેણે ની નાંખ્યો છે. હવે તેનો વિસ્તાર હું તને કહું છું. (૨) હે રાજન્ ! તારી આગળ મારા વૈરાગ્યનું સ્વરૂપ હાથીના ભવથી પહેલા જે કહ્યું તે Bી સાંભળીને ઈહાપોહ એટલે કે વિચારણા કરતાં તે સિંચાણાને જાતિસ્મરણ જ્ઞાન થયું છે. (૩) E અને તે જ્ઞાન દ્વારા હમણાં પોતાનો બધો જ વૃત્તાંત પોતે દેખ્યો. તેથી મનના સારા કો બી ભાવથી, મનને એકાંત કરી એટલે કે સ્થિર કરી પોતાની ભાષામાં પસ્તાવો કરતાં પોતાનાં પાપો નબળા પડે છે એટલે કે ક્ષય થાય છે. (૪) અને હવે તે રાજનું ! સરળભાવથી સ્નેહપૂર્વક પોતાના આત્માની નિંદા કરતો આ દિના સિંચાણો મારી પાસે અણઘણ (ચારે પ્રકારના આહારનો ત્યાગ) માંગી રહ્યો છે, એ પ્રમાણેની રક સા મુનિવરની વાણી સાંભળીને રાજા આદિ રાજ્યના સર્વે સ્ત્રી પુરુષો પોતાનાં મુખથી સિંચાણાને કa ધન્યવાદ આપવા લાગ્યા કે તેના જન્મને ધન્ય છે. (૫) - જુવો તો ખરા તિર્યંચજાતિનું આ પંખી છે છતાં પોતાના જીવિતની પરપંચ છોડીને એકચિત્તથી અણશણ લેવા તૈયાર થયો છે એમ સર્વ પ્રજાજન સિંચાણાને ધન્યવાદ આપી રહ્યા છે. (૬) હવે સુરપ્રિય કેવલી પણ સિંચાણાનું આયુષ્ય પૂર્ણ થવાના આરે છે એમ જાણીને તેના મનના મનોહર રમ્ય ભાવોને પારખીને તેને અણશણ આપે છે. અને સિંચાણો પણ મનવચન-કાયાના યોગથી કરવા-કરાવવા અનુમોદવાના ત્રિવિધ ભાવથી છ જવનિકાયને | ખમાવી રહ્યો છે. (૭) તેમજ સુરપ્રિય કેવલી ભગવંત અરિહંત, સિદ્ધ - સાધુ, અને ધર્મ આ ચારેયના શરણાં માં સ્વીકાર કરાવે છે. વિસ્તારપૂર્વક નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરાવે છે અને સિંચાણી પણ | તન-મન અને વચન આ ત્રિવિધયોગે અરિહંતાદિક ચાર શરણાનો સ્વીકાર કરતો નમસ્કાર | મહામંત્રનું સ્મરણ કરતો અનુક્રમે પોતાનું આયુષ્ય પૂર્ણ કરે છે. (૮) [ અને તે સિંચાણો કાળ કરીને સૌધર્મ દેવલોકે દેવપણે ઉત્પન્ન થાય છે. ખરેખર હે . ભવ્યજનો ! જુવો જગતમાં જૈન ધર્મનો કેવો પ્રભાવ છે. જૈનશાસનની બલિહારી છે. તે નાનામાં નાનુ આરાધેલ એક અનુષ્ઠાન પણ દૈવી સુખોને અને પ્રાંતે શાશ્વત સુખને આપનારું છે બને છે. અહિં પણ સિંચાણો આરાધેલ ધર્મના પુણે સૌધર્મ દેવલોકે દેવ થયો. (૯) Page #456 -------------------------------------------------------------------------- ________________ ....... શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ કરે એ પ્રમાણે સિંચાણાનો વિસ્તારથી સંબંધ સાંભળીને ચંદ્ર નરેશ્વરે પોતાના પુત્રને રાજય : મન અર્પણ કર્યું અને સુરપ્રિય કેવલી પાસે પોતે સંયમ અંગીકાર કર્યું અને નિર્મળ ભાવે છે તે કપટરહિતપણે અતિચાર લગાડ્યા વિના તે સાધુપણાને પ્રેમપૂર્વક પાળે છે. (૧૦) અને અનુક્રમે પોતાનું આયુષ્ય પૂર્ણ કરી તપ - સંયમના પ્રભાવે ચંદ્ર મુનિશ્વર જેમની ની કોઈ પણ જીવ આજ્ઞાનો ભંગ કરી શકે નહિ એવા પાંચમા દેવલોકના ઈન્દ્ર મહારાજા ન Sી થયા.(૧૧) એ પ્રમાણે વિજયચંદ્ર કેવલી હરિચંદ્ર રાજાને કહી રહ્યા છે કે, હે રાજન્ સાંભળ. દિન | સુરપ્રિય કેવલી સમતા ભાવી બન્યા, ધ્યાનથી ચૂક્યા નહિ અને ભાવથી મનની ચંચળતા રહિતપણે ઉપસર્ગને સહન કરતા કેવલજ્ઞાન પામ્યા અને અંતે સિદ્ધિસુખના ભોક્તા | બન્યા. (૧૨) છે તે માટે હે હરિચંદ્ર પૃથ્વીપતિ ! તું પણ હંમેશા વીતરાગ દેવની ત્રિવિધ યોગે કે નિ ચંચલરહિતપણે મનને સ્થિર કરી પૂજા કરજે ! તેથી અનંતો લાભ પ્રાપ્ત થશે ! અને તું તે મને દ્વારા થોડા ભવમાં ભવસમુદ્રનો અંત (પાર) પામીશ. (૧૩) એ પ્રમાણે છોંતેરમી ઢાળમાં કવિ ઉદયરત્નજી મહારાજ હર્ષપૂર્વક ફરમાવી રહ્યા છે કે, થી પૃથ્વીતલને વિષે તે નર-નારી ધન્યતાને પાત્ર છે કે જેઓ ગુરુના ઉપદેશથી ધર્મને સમજે છે . અને જીવનમાં ઉતારે છે અને તે દ્વારા શાશ્વત સુખના અધિકારી બને છે. (૧૪) ઈતિ ૭૬મી ઢાળ સંપૂર્ણ - આ ૪૨૩ Page #457 -------------------------------------------------------------------------- ________________ છે જે ન શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) SS SS ઢાળ સીત્યોતેરમી || દોહા | મયણસુંદરી ને કમલશ્રી, રાણી દોય મનરંગ; વિજયચંદ્ર મુનિરાજને, તિણે અવસર કહે ચંગ. ૧ તારો ભવસાગર થકી, મહેર કરી મુનિરાજ; કર્મ અરિને જીતવા, આપો સંજમ આજ. ૨ હરિચંદ્ર સુતનો હવે, લહી આદેશને તેહ; દોય રાણી દીક્ષા લિયે, મુનિ હાથે સસનેહ. ૩ સાધવીને સોંપી સહી, વ્રત આપી તેણીવાર; પાળે તે પ્રેમે કરી, ચારિત્ર નિરતિચાર. ૪ કેવલીને કર જોડીને, હરિચંદ કહે હેવ; અચ અષ્ટપ્રકારની, મેં કરવી નિત્યમેવ. ૫ જિનપૂજા કીધા વિના, ભોજન કરવા નેમ; ઈમ કીધી તેણે અર્ગલા, પૂરણ રાખી પ્રેમ. ૬ મુનિ વંદી મંદિર વળ્યો, હરિચંદ્ર નૃપ તેહ; ખપ કરે પૂજા તણો, નિજ મન આણી નેહ. ૭ પ્રતિબોધી હરિચંદ્રને, કેવલી પણ તેણીવાર; સાધુ તણા સમુદાયશું, તિહાંથી કીધ વિહાર. ૮ ભાવાર્થ ? હવે જ્યારે વિજયચંદ્ર કેવલી હરિચંદ્ર રાજાને જિનપૂજાનો ઉપદેશ આપી મૌન રહ્યા ત્યારે મદનસુંદરી અને કમલશ્રી રાણી ભાવોલ્લાસપૂર્વક વિજયચંદ્ર મુનિવરને તે સમયે કહેવા લાગી કે, (૧) હે સ્વામી ! મારા પર મહેર કરીને મને ભવસમુદ્રથી તારો અને કર્મશત્રુને જીતવા (દૂર | કરવા) આજે મને દીક્ષા આપો. (૨) - ત્યારબાદ હરિચંદ્ર પુત્રની આજ્ઞા લઈને તે બંને રાણીએ વિજયચંદ્ર કેવલી પાસે તેમના | હસ્તક સ્નેહપૂર્વક દીક્ષા લીધી. (૩) Page #458 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ શ્રી વિજયચંદ્ર મુનિવરે તે બંનેને દીક્ષા આપી દીક્ષિત રાણીઓને તે સમયે સાધ્વીજીને સોંપી અને પ્રેમપૂર્વક નિર્મળભાવે નિરતિચાર ચારિત્રને (સંયમ) પાળે છે. (૪) ત્યારબાદ હરિચંદ્ર રાજા સ્નેહપૂર્વક બે હાથ જોડીને કેવલી ભગવંતને કહેવા લાગ્યા કે આજથી હું હંમેશા અષ્ટપ્રકારી પૂજા કરીશ. (૫) ૫રમાત્માની પૂજા કર્યા વગર મારે ભોજન કરવું નહિ તેવો હું અભિગ્રહ ધારણ કરું છું. એ પ્રમાણે સંપૂર્ણ પ્રેમપૂર્વક જિનપૂજાનો કડક નિયમ કર્યો. (૬) અને મુનિવરને વંદન કરી હવે હરિચંદ્ર રાજા પોતાના મહેલે પાછો ફર્યો અને સ્નેહપૂર્વક પોતાના નિશ્ચલ મનથી હંમેશા પરમાત્માની પૂજા કરવા લાગ્યો. (૭) એ પ્રમાણે હરિચંદ્ર રાજવીને ઉપદેશીને વિજયચંદ્ર કેવલીએ પણ તે સમયે સાધુ પિ૨વા૨ સહિત ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. (૮) (ધન ધન તે જગ પ્રાણિયા મન મોહન મેરે - એ દેશી) શ્રી વિજયચંદ્ર મુણિંદની, બલિહારી રે. વિચરે દેશવિદેશ. જાઉં બલિહારી રે; નરનારીને બૂઝવે બ. દેઈ ધર્મ ઉપદેશ. જા. ૧ કેવલજ્ઞાન દિવાકરુ. બ. નિર્મળ જેહની જ્યોત; જા. સંશય ટાળે લોકના બ. કરતા જગ ઉધોત. જા. ૨ બોધિબીજ વધારવા બ. અભિનવ જે જલધાર; જા. પગલે જગ પાવન કરે બ. ભવજલ તારણહાર. જા. જન્મમરણ દુ:ખ ટાળીને બ. થોડી ભવનો પાસ; જા. તુંગિયાગિરિ શિખરે સહી બ. પામ્યા શિવપુર વાસ. ४ મદનાસુંદરી કમલશ્રી બ. અન્ના ગુણ આવાસ; જા. અવ મદવ ગુણયુતા બ. સંયમ પાળે ઉલ્લાસ. જા. ૫ અનુક્રમે આયુ પૂરું કરી બ. શુક્ર નામે સુરલોય જા. કાળ કરીને ઉપના બ. દેવપણે તે દોય. જા. ૬ હવે હરિચંદ્ર નરેસર બ. કુસુમપુરે શુભ ઠાચ; જા. રાજ્ય કરે ભલી રીતશું ભ. પૂજે જિનવર પાય. જા. ૪૨૫ ZAZAZZA 3 Page #459 -------------------------------------------------------------------------- ________________ TAT | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ 3 નાહી નિરમલ નીરશે બ. પહેરી ધોતી પવિત્ર; જા. પૂજ અષ્ટ પ્રકારની બ. કરે જિનની સુવિચિત્ર. જા. ૮ દાન-શિયલ-તપ ભાવના બ. શકતે આરાધી તેહ; જા. જીવદયા પણ જાળવે બ. અન્યાય કરજે જેહ. ૯ આય પૂરી અનુક્રમે બ. હવે તે હરિચંદ્ર રાય; જા. ઉત્તમ ગતિ જઈ ઉપનો બ. જિનપૂજા સુપસાય. જા. ૧૦ સીત્યોતેરમી ઢાળમાં બ. ઉદયરત્ન કહે એમ; જા. સમકિત શુદ્ધ પાળો સદા બ. પૂજાશું ધરી પ્રેમ. જા. ૧૧ ભાવાર્થ : હવે શ્રી વિજયચંદ્ર કેવલી દેશ-વિદેશ વિહાર કરતાં ધર્મોપદેશ આપવા કરી દ્વારા અનેક સ્ત્રી પુરુષોને પ્રતિબોધ પમાડી રહ્યા છે અર્થાત્ મોહનિંદ્રામાં પડેલા અબુઝ , જીવોને મોહનિંદ્રાથી જાગૃત કરી રહ્યા છે. (૧) જેઓ કેવલજ્ઞાનરૂપી સૂર્ય સમાન છે વળી જેઓની સ્ફટીક રત્નના સરખી નિર્મલ - જ્યોત છે એવા કેવલી ભગવંત શ્રી વિજયચંદ્ર મુનિવર લોકોના મનની શંકાઓના સમાધાન કરતા પૃથ્વીતલને વિષે જ્ઞાનરૂપી પ્રકાશ પાથરી રહ્યા છે. (૨) વળી સમ્યક્ત્વરૂપી બીજની વૃદ્ધિ કરવામાં જેવો નવી પાણીની ધાર યાને (નવા મેઘ) ની સમાન છે અને ભવસમુદ્રથી (સંસાર સમુદ્ર) પાર ઉતારનાર છે એવા કેવલી ભગવંત છે પોતાના પવિત્ર ચરણકમલ દ્વારા પૃથ્વીતલને પવિત્ર (પાવન) કરી રહ્યા છે. (૩) અને કેટલોક સમય વિચરતાં તંગિયાગિરીના શિખરને વિષે જન્મ-મરણના દુઃખનો , | નાશ કરી સંસારના (ભવ) સર્વ બંધનોને તોડી સિદ્ધિ સુખના ભોક્તા બન્યા યાને શિવનગરમાં , પહોંચ્યા. (૪) આ તરફ તેમની પટ્ટરાણીઓ જે મદનસુંદરી અને કમલશ્રી હતી. તેઓએ પણ તે જ - કેવલી ભગવંતના વરદ હસ્તે સંયમ ગ્રહણ કરેલ, એવા તે આર્યાઓ (સાધ્વી) ગુણના આ ભંડારી સાધુ જીવનને આર્જવ, માર્દવાદિ ગુણથી યુક્ત ઉલ્લાસપૂર્વક પાળે છે. (૫) અને અનુક્રમે આયુક્ષય થતાં કાળ કરીને તે બંને આર્યાઓ શુક્ર નામના દેવલોકમાં 6 | દેવપણે જન્મ પામી. (૬) કુસુમપુર નગરને વિષે રહેલ વિજયચંદ્ર કેવલી અને મદનસુંદરી, કમલશ્રી આર્યાઓનો થના સંસારીપણાનો પુત્ર હરિચંદ્ર રાજા પણ ન્યાયપૂર્વક કુસુમપુરનું રાજ્ય સંભાળી રહ્યો છે અને હંમેશા પરમાત્માની ત્રિકાલ પૂજા કરી રહ્યો છે. (૭) Page #460 -------------------------------------------------------------------------- ________________ EST.. . શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ - 2 ) ૬ હરિચંદ્ર રાજા નિર્મલજલ વડે સ્નાન કરી, સુંદર શ્વેત પૂજાને યોગ્ય ધોતી, ખેશ ધારણ કે ન કરી અનેક પ્રકારના સુંદર દ્રવ્યો દ્વારા પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરે છે. (૮) | તેમજ દાન-શીયલ-તપ અને ભાવ આ ચારેય પ્રકારના શક્તિ અનુસાર ધર્મને આરાધતો, | જીવદયાને સાચવતો અન્યાયનો ત્યાગ કરતો પોતાના રાજ્યને સુંદર રીતે પાલી રહ્યો છે. (૯) | એવામાં કોઈ એકવખત ભોગવાતા આયુષ્યનો ક્ષય કરી કાળધર્મ પામી પરમાત્માની પૂજાના પ્રભાવે ઉત્તમ ગતિને વિષે જન્મ પામ્યો. (૧૦) એ પ્રમાણે સીત્યોતેરમી ઢાળમાં કવિ ઉદયરત્નજી મહારાજ ફરમાવી રહ્યા છે કે, તે ભવ્યજનો ! પરમાત્માની પૂજા પ્રત્યે પ્રેમને ધારણ કરો અને શુદ્ધભાવે સમ્યકત્વને સાધો. (આરાધો) (૧૧) ઈતિ ૭૭મી ઢાળ સંપૂર્ણ Page #461 -------------------------------------------------------------------------- ________________ STATUS 30 SEC શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ) ઢાળ અઠ્યોતેરમી | | દોહા | અષ્ટપ્રકારી ચરિત્રમાં, મેં જોયું અવગાહી; રાજાશ્રી હરિચંદ્રની, ગતિ નિરધારી નાંહી. ૧ અનુમાને ઈમ જાણીયે, સમકિત વંત સુજાણ; સદ્ગતિ સહી પામ્યો હશે, પૂજા તણે પ્રમાણ. ૨ એકેકી પણ જિન તણી, પૂજા કીધી જેણ; સુરનરના સુખ ભોગવી, મુગતિ વધૂ લહી તેણ. ૩ સમકિત સહિત પૂરી વિધે, અષ્ટપ્રકારી આપ; જિનપૂજા હરિશ્ચંદ્ર નૃપે, કીધી થિર ચિત્ત થાપ. ૪ તો તેહને સતિ તણો, શ્યો ગણિયે સંદેહ; પણ હું અલ્પશ્રુત થકો, કિમ નિરધારું તેહ. ૫ ગતિ વિચિત્ર છે કર્મની, અનેકાંત જિનધર્મ; એ માટે એ વાતનો, જ્ઞાની જાણે મર્મ. ૬ ભાવાર્થ : કવિ ઉદયરત્નમહારાજ કહે છે અષ્ટપ્રકારી પૂજાના રાસમાં મેં અવલોકન કરીને તપાસ્યું કે રાજા હરિચંદ્ર પૂજાના પુણ્ય પ્રતાપે કઈ ગતિમાં ગયો ? પરંતુ આ ને | ચરિત્રમાં તેનો કોઈ ઉલ્લેખ જણાતો નથી. તો તેમની ગતિ નિશ્ચિત થતી નથી. (૧) | | પરંતુ તેમના સમ્યક્ત્વપણાના લક્ષણના અનુમાનથી અને વીતરાગ પરમાત્માની પૂજાના . દિ પુણ્યપ્રતાપે જાણી શકાય કે નિશ્ચ હરિચંદ્ર રાજા સદ્ગતિ (ઉચ્ચગતિ) જ પામ્યા હશે!(૨) - જે જે પુણ્યવાનું આત્માઓએ ફક્ત એક એક પ્રકારની એટલે કે કોઈએ ફક્ત ચંદનપૂજા, | કોઈએ પુષ્પપૂજા, કોઈએ ફક્ત ધુપપૂજા, કોઈએ ફક્ત અક્ષતપૂજા, કોઈએ ફક્ત દીપકપૂજા, | | કોઈએ ફક્ત નૈવેદ્યપૂજા. કોઈએ ફક્ત ફલપૂજા અને કોઈએ ફક્ત જલપૂજા કરી, બીજી એક | પણ પૂજા કરી નથી છતાં એક પૂજાના પરમ પુણ્યબળે તે તે ભવ્યાત્માઓ દેવ-મનુષ્યના E ઉત્તમ સુખ ભોગવી સિદ્ધિવધૂને પરણ્યા છે. યાને મોક્ષસુખ પામ્યા છે. (૩) તો હરિચંદ્ર રાજાએ તો સમ્યકત્વ પૂર્વક સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી પોતાના મનને સ્થિર | કરી, પોતાના દ્રવ્યથી અત્યંત ભક્તિપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરી છે. (૪) E TRAIN STD ST૪૨૮ )) STD Page #462 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ તો તે હરિચંદ્ર રાજાને સદ્ગતિ પ્રાપ્ત થઈ હશે કે નહિ ? આવી શંકા શું કરવી ? તે નિશ્ચે સદ્ગતિ જ પામ્યા હશે. પરંતુ હું અલ્પજ્ઞાની હોવાથી તેમની ગતિનો નિશ્ચય કેવી રીતે આપી શકું ? (૫) ? વળી કર્મની ગતિ ન્યારી છે. કર્મ ક્યારેક સમકિતવંતને પણ નરકમાં પટકી દે છે. તિર્થંકરના આત્માને પણ છોડતો નથી. તેમજ જૈનધર્મ અનેકાંતવાદી છે, એકાંતવાદી નથી. એકાંતનયથી જોઈએ તો સમકિતધારી હોવાથી સદ્ગતિ જ થાય અને અનેકાંતનયથી જોઈએ તો અંત૨પરિણતી આપણે જાણી શકીએ નહીં, તો પરિણતી મુજબ ગતિ થાય તે માટે આ વાતનો નિર્ણય તો કેવલી ગમ્ય છે. (૬) (રાગ : ધનાશ્રી દીઠો દીઠો રે વામા કો નંદન દીઠો - એ દેશી) ગાયા ગાયા રે, એમ જિનપૂજા ગુણ ગાયા; વિવિધ કથા ગુણ કુસુમે કરી મેં, શ્રી જિનરાજ વધાયા રે. એમ૦ ૧ અષ્ટપ્રકારી ચરિત્રમાં નિર્મળ, વિજયચંદ્ર મુનિરાયા; હરિચંદ્ર નૃપના હિતને કાજે, એહ સંબંધ બતાયા રે. એમ૦ ૨ ગાથા બંધ ચરિત્રથી જોઈ, ભેદ સર્વે દિલ લાયા; જિનપૂજા ફળ દૃઢવા હેતે, દ્રષ્ટાંત એહ દેખાયા રે. એમ૦ ૩ મૂળ ચરિત્રની રચના નીરખી, વિધવિધ ભાવે મેં લાયા; પ્રેમે જિનપૂજા ગુણગાતા, દુષ્કૃત દૂર ગમાયા રે. એમ૦ ૪ સકલ મનોરથ સફળ ફળ્યા અબ, પુણ્યભંડાર ભરાયા; કુશલલતા શત શાખા પ્રસરી, મંગલ કોડી ઉપાયા રે. એમ૦ ૫ આદિ ચરિત્તથી ન્યૂન અધિક જે, સંબંધ એહ રચાયા; મિચ્છામિ દુક્કડમ્ હોજો મુજને, સંઘની સાખે સુણાયા રે. એમ૦ ૬ જિનગુણ ગાવાની બુદ્ધિ જાગી, તેણે મેં મન દોડાયા; મંદમતિ હું કાંઈ ન જાણું, શોધી લેજો કવિરાયા રે. એમ૦ ૭ સંવત સતર પંચાવન વરસે, પોષ માસ મા ભાયા; રવિવાસર વદી દશમી દિવસે, પૂરણ કલશ ચઢાયા રે. એમ૦ ૮ શ્રી તપગચ્છ ગયણાંગણ ભૂષણ, દિનદિન તેજ સવાયા; સકલ સૂરિજન ગ્રહગણ દિનકર, શ્રી રાજવિજય સૂરિરાયા રે. એમ૦ ૯ ૪૨૯૦ Page #463 -------------------------------------------------------------------------- ________________ િ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ... તસ માટે શ્રી રત્નવિજય સૂરિ, નરપતિ જેણે નમાયા; શ્રી હીરરત્નસૂરિ તસ પાટે, મનવાંછિત સુખદાયા છે. એમ૦ ૧૦ શ્રી જયરત્ન સૂરિ તસ પાટે, તપગચ્છ જેણે દિપાયા; સંપ્રતિ ભાવરન સૂરી વંદો, ભવિજન ભાવ સખાયા રે. એમ૦ ૧૧ શ્રી હીરરત્ન સૂરીશ્વર કેરા, શિષ્ય પ્રથમ સોહાચા; પંડિત લબ્ધિરન મહામુનિવર, સુધા શિરતાજ કહાચા રે. એમ. ૧૨ તસ અન્વય અવતંસ અનોપમ, શ્રી સિદ્ધિરન ઉવઝાયા. તસ શિષ્ય મેઘરના ગણિ ગિરુઆ, જીત્યા જેણે કષાયા રે. એમ. ૧૩ તાસ વિનેય ગુણાકર ગણિવર, અમરરન અભિધાયા; ગણિ શિવરત્ન તસ શિષ્ય પ્રસિદ્ધા, પંડિત જેણે હરાયા રે. એમ૦ ૧૪ પૂરણ રાસ રચ્યો પ્રમાણ, તે મુજ ગુરુ સુપસાયા; બોધિનીજ મેં નિર્મલ કીધું, જીત નિસાણ બજાયા રે. એમ૦ ૧૫ અણહીલપુર પાટણમાં એ મેં, સરસ સંબંધ બનાયા; પંચાસર પ્રભુ પાસ સાન્નિધ્યે, અગણિત સુખ ઘર આયા રે. એમ૦ ૧૬ ઉદયરતન કહે અડ્યોતેરમી ઢાળે, ધન્યાશ્રી રાગ ગવાયા; સંઘ ચતુર્વિધ ચઢત દિવાજા, સુખ સંપત્તિ બહુ પાયા રે. એમ. ૧૭ ભાવાર્થ એ પ્રમાણે મેં પરમાત્મપૂજાના ગુણો ગાયા અને અનેક પ્રકારની કથારૂપી ના ગુણ પુષ્પો વડે મેં શ્રી જિનેશ્વર દેવને વધાવ્યા. (૧) આ અષ્ટપ્રકારી પૂજાના રાસમાં નિર્મલ કેવલજ્ઞાની એવા વિજયચંદ્ર રાજર્ષિએ પોતાના | કે પુત્ર એવા હરિચંદ્ર રાજાના હિતને માટે અષ્ટપ્રકારી પૂજાનો સંબંધ બતાવ્યો. (૨) આ શ્લોકબદ્ધ ચરિત્રોમાંથી જોઈ જોઈને આઠ પ્રકારની પૂજાના ભેદ હૃદયમાં ભાવિત કરી ને Sી અને પરમાત્માની પૂજાના ફળને સમજાવવા માટે અષ્ટપ્રકારી પૂજાના અલગ અલગ આઠ | ઉદાહરણો ભવ્યજીવોના હિતને માટે બતાવ્યા છે. (૩) અષ્ટપ્રકારી પૂજાના રાસની મૂળ રચના જોઈને, અનેક પ્રકારના ભાવોને હૃદયમાં ગ્રહણ કરી, પ્રેમપૂર્વક પરમાત્મ પૂજાના ગુણ ગાયા અને મારા દુષ્કર્મ દૂર કર્યા. (ખરાબ કૃત્ય) દૂર કર્યા. (૪) Page #464 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ હવે મારાં મનનાં સર્વ મનોરથ સફળ થયા છે અને પુણ્યરૂપી ભંડાર ભરપૂર થયો છે. કુશળતા (અનુકુળતા)ની વેલડી રૂપી હજારો શાખાઓ વિસ્તારને પામી છે અને કરોડો મંગલ પ્રાપ્ત થયા છે. (૫) આ ચરિત્રની શરૂઆતથી માંડી અંત સુધી ઓછો અધિકો કંઈ વૃત્તાંત રચાયો હોય તો સકલ સંઘની સાક્ષીએ મેં મિચ્છા મિ દુક્કડમ્ સંભળાવ્યો છે. એટલે કે હું મિચ્છા મિ દુક્કડમ્ દઉં છું. (૬) વીતરાગ દેવના ગુણ ગાવાની ઈચ્છા જાગૃત થઈ તેથી મેં મારા મનને સક્રિય બનાવ્યું છે. એમાં અલ્પબુદ્ધિવાળો એવો હું કાંઈપણ જાણતો નથી. તો મારી જે કંઈ ક્ષતિ થઈ હોય તેની હે કવિરાજ ! આપ શોધ કરી લેશો. (૭) સંવત ૧૭૫૫ (સત્તરસો પંચાવન) વર્ષે પોષ મહિનો મારા મનને પ્રસન્ન ક૨તો આવી ચઢ્યો અને તે માસના રવિવારે વદ દશમના દિવસે આ ગ્રંથની પૂર્ણાહુતિ કરી. (૮) શ્રી તપગચ્છરૂપી ગગનમંડલમાં ભૂષણ સમાન, દિવસે દિવસે જેનું તેજ વૃદ્ધિ પામે છે તે અને ગ્રહસમુદાયમાં જેમ સૂર્ય મુખ્ય છે, તેમ સર્વ આચાર્યોમાં સૂર્યસમાન શ્રી રાજવિજય સૂરીશ્વર છે. (૯) તેમની પાટે શ્રી રત્નવિજય સૂરીશ્વર થયાં, જેમણે પૃથ્વીપતિને પણ નમતાં કર્યા અને તેમની પાટે શ્રી હી૨૨ત્ન સૂરીશ્વર થયા, જે સર્વની મનોકામના પૂર્ણ ક૨ના૨ અને સર્વને સુખ આપનારા છે. (૧૦) તેમની પાટે શ્રી જયરત્નસૂરિ થયા જેમણે તપગચ્છને દીપાવ્યો છે અને વર્તમાનમાં ભાવરત્ન સૂરીશ્વરને વંદન કરો કે જે ભવ્યજીવોના ભાવને જાણવામાં મિત્રસમાન છે. (૧૧) શ્રી હીરરત્નસૂરીશ્વના પ્રથમ શિષ્ય પંડિત લબ્ધિરત્ન મહામુનિશ્વર છે જેઓ અમૃત સમાન વાણીને વરસાવતા સર્વજનોના શિરછત્ર છે. (૧૨) તેમના અંતેવાસી અનોપમ શ્રી સિદ્વિરત્ન ઉપાધ્યાય થયા, તેમના શિષ્ય મેઘરત્ન ગણિવર મહાન મહાપુરુષ છે. જેમણે કષાયો પર વિજય પ્રાપ્ત કર્યો છે. (૧૩) તેમના પરમ વિનયી ગુણસમુદ્ર અમરરત્ન નામના ગણિવર થયા, તેમનાં શિષ્ય શિવરત્ન ગણિવર જેમણે પંડિતોને હરાવી પ્રસિદ્ધિને પ્રાપ્ત કરી છે. (૧૪) જેમની ૫૨મકૃપાથી આ રાસની સંપૂર્ણ રચના કરી છે અને સમકિત બીજને મેં સ્ફટીક જેમ નિર્મલ કર્યું છે અને જૈનશાસનમાં જીતનાં ડંકા વાગ્યા છે, તે મારા ગુરુ શિવરત્ન ગણિવર છે. (૧૫) ZAZNANZANANAN ૪૩૧ ૩ Page #465 -------------------------------------------------------------------------- ________________ , STD શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રસ , અણહિલપુર પાટણમાં આ અષ્ટપ્રકારી રાસની સરસ સંબંધવાળી કથાઓની શ્રેણિની પંચાસરા પાર્શ્વનાથ પ્રભુના સાનિધ્યમાં ગૂંથણી કરી અને મારા આત્મઘરને વિષે અગણિત | સુખની પ્રાપ્તિ થઈ છે. (૧૬) - એ પ્રમાણે અઠ્યોતેરમી ઢાળમાં કવિ ઉદયરત્નવિજયજી મહારાજ કહે છે, ધન્યાશ્રી રાગવાળી આ ઢાળ પૂર્ણતાને પામી. સાથે સાથે અષ્ટપ્રકારી રાસની પણ પૂર્ણાહુતિ થઈ, જે કોઈ ભવ્યાત્મા આ અષ્ટપ્રકારી પૂજાના રાસને ભણશે, ગણશે, સાંભળશે તેના ઘરે માંગલિકની માળા થશે અને એ દ્વારા ચતુર્વિધ સંઘ દિન દિન અધિક દીપતો રહેશે અને જે આત્માઓ પરમાત્માની ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, સમકિત સહિત વિધિપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરશે તે આત્માને ઘેર સુખ સંપત્તિ આવી મળશે. વર્તમાનમાં આવે છે અને ભવિષ્યમાં આવશે. | માટે હે ભવ્યજનો ! હે શ્રોતાજનો ! આ અષ્ટપ્રકારી પૂજાનો રાસ સાંભળી પરમાત્માની | ભક્તિપૂર્વક પૂજા કરવા ઉદ્યમવંત બનશો. ઈતિ ૭૮મી ઢાળ સંપૂર્ણ Page #466 -------------------------------------------------------------------------- ________________ OD Bharat Graphics Ph.: 079-2134176, 2124723