________________
STS STS S
TS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ક
ઢાળ છોતેરમી
| | દોહા .. દેખી તે ઓલાવડો, ચંદ નરેસર તામ; મુનિપતિને મનમોદશે, પૂછે કરી પ્રણામ. ૧ કહો કરૂણાનિધિ કેવળી, મુજ મન છે સંદેહ; પંખી એ તુમ પાઉલે, ભૂમિ વિલોલે દેહ. ૨ ઉંચ સ્વરે કુરુલાઈને, શું ભાખે છે એહ; મુજ મન સંશય ટાળવા, કહો વિવરીને તેહ. ૩ કારણ એ પંખી તણું, મનશું આણી પ્રેમ;
સુણ નૃપ સમજાવું તુને, મુનિવર ભાખે એમ. ૪ ભાવાર્થ હવે સિંચાણો જ્યારે સુરપ્રિયને પ્રણામ કરી પોતાનો અપરાધ ખમાવી રહ્યો છે તે જોઈને ચંદરાજા કેવલી ભગવંતને મનના ઉલ્લાસપૂર્વક પ્રણામ (નમસ્કાર) કરીને મને પૂછવા લાગ્યા કે, (૧)
હે કરૂણાભંડાર કેવલી ભગવંત ! મારા પર મહેર કરીને મારા મનમાં જે શંકા છે તેનો તો ઉત્તર આપો! જે આ સિંચાણો પક્ષી છે તે આપના ચરણકમલમાં નમસ્કાર કરી પૃથ્વી પર , પોતાના શરીરને ડોલાવતો શું કરી રહ્યો છે? (૨)
વળી મોટા સ્વરે અવાજ કરીને આપને શું કહી રહ્યો છે ? તે મારા મનનો સંદેહ દૂર દે કરી. કરવા વિસ્તારપૂર્વક કૃપા કરીને મને કહો. (૩)
ચંદ નરેશ્વરની એ પ્રમાણેની વાત સાંભળીને મનમાં સ્નેહને ધારણ કરી સુરપ્રિય કે કેવલી ભગવંતે કહ્યું કે, હે રાજન્ ! સાંભળ. પક્ષીનો વૃત્તાંત હું તને વિસ્તારથી સમજાવું. (૪)
(જુઓ જુઓ, કરમે શું કીધું રે - એ દેશી) અવનીપતિને, ભાખે ઈમ અણગાર રે, સુણ રાજેસર, એહ તણો અધિકાર રે; સિંહથી માંડીને, પાંય ભવનો સ્વરૂપ રે. ભાખ્યો ભાળ્યો, કેવળીએ અનૂપ રે.
g૦ ૧