________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
માસ ભરોસે, તુજ રાણીનો હાર રે, લીધો એણે, સાંભળ તું સુવિચાર રે; ઈહાં આણી, નાંખ્યો તે નિરધાર રે. સંબંધ એહનો, વળી કહું વિસ્તાર રે.
તુજ આગે જે, મુજ વૈરાગ્ય સ્વરૂપ રે, ગજ ભવથી એ, ભાખ્યું પહેલાં ભૂપ રે; તે સાંભળતાં પામ્યો એહ સિંચાણ રે. ઈહાપોહે જાતિસ્મરણ નાણ રે.
સંપ્રતિ સઘળો, જાણી નિજ વિરતંત રે, શુભ પરિણામે, મન્ન કરી એકાંત રે; નિજ ભાષાયે, નિંદે કૃતકર્મ આપ રે. પશ્ચાતાપે, શિથિલ થાયે સહી પાપ રે.
પાય નમીને, સરળપણે સસનેહ રે; આતમ નિંદી, અણશણ માંગે એહ રે. એમ સુણીને, નૃપ આદે નરનાર રે. મુખથી જંપે, ધન્ય એહનો અવતાર રે.
જુઓ જુઓ, પંખી એ તિરિપંચ રે, મેલી જેણે, જીવિતની ખળખંચ રે; થયો એકચિત્તે, અણશણ લેવા કાજ રે. ધન્ય ધન્ય એહને, ભાખે સઘળો સમાજ રે.
ઓલાપકનું જાણી આયુ નજીક રે, વળી મનનો, ભાવ લહી રમણીક રે; વિધિશું તેહને, અણશણ દિયે મુનિરાય રે. શિવિષે શિવિધે, ખમાવે ખટકાય રે.
અરિહંત આદે, શરણ કરાવે ચાર રે, વિગતે વળી, સંભળાવ્યો નવકાર રે; તન-મન-વચને અણશણ સીધ્યું તાસ રે; અનુક્રમે તે, પૂરી સાસોસાસ રે. (૪૨૦૧ ૯
સુ
૩૦ ૩
સુ ૪
૩૦ ૫
૩૦ ૬
સુ ૭
સુ૦ ૮