SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ : SS SS S SS S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ હવે તે શૂડી અન્યદારે, કંત પ્રતિ કહેવાણ; શાલિસરા એ ક્ષેત્રથી રે, આપો મુજને આણ. સુણ૦ ૧૧ ગર્ભ પ્રમાણે ઉપનો રે, મુજને દોહલો આજ; તે માટે વેગે તુમે રે, એ કરો ઉત્તમ કાજ. સુણ૦ ૧૨ શાલિસ લેતાં થકાં રે, જો જાણે અવનીશ; શુક કહે વેગે કરી રે, ક્રોધે કાપે શીશ. સુણ૦ ૧૩ સુણ સ્વામી સૂડી ભણે રે, ધિક્ તાહરો અવતાર; ઈચ્છે આપ ઉગારવા રે, મરતી મેલી નાર, સુણ૦ ૧૪ તે જીવિત શા કામનું રે, વાહલા વર્જિત જેહ; જીવ સાટે જીવાડીયે રે, સ્વજનને ગુણગેહ. સુણ૦ ૧૫ સ્વજનને ઉગારતાં રે, જો જાયે નિજ પ્રાણ; હાણ નથી એ વાતમાં રે, સાંભળ ચતુર સુજાણ. સુણ૦ ૧૬ વચન સુણી વનિતા તણાં રે, લાજ્યો તે મન માંહ્ય; આયુ કરી અળખામણું રે, શાલિ લેવા જાય. સુણ૦૧૭ શાલિસણું લેઈ ચાંચમાં રે, આવ્યો સૂડી પાસ; શાલિ ભક્ષી હરખી ઘણું રે, પામી પરમ ઉલ્લાસ. સુણ૦ ૧૮ તે પોપટ ઈમ દિન પ્રત્યે રે, તિહાં જઈ લાવે શાલિ; રક્ષકને તે છેતરી રે, અંબર તલ દિયે ફાલ. સુણ૦ ૧૯ ઘાત કલા ખેલે ઘણું રે, કામિની વચને કીર; મોહવશે નર નારીનું રે, પાયું પીયે નીર, સુણ૦ ૨૦ બીહાવ્યો બીહે નહિ રે, પાહરું પૂઠે ધાય; મગે હણ્યા મૃગની પરે રે, હાક પડંતા ખાય. સુણ૦ ૨૧ અન્ય દિવસ આવ્યો તિહાં રે, શ્રી શ્રીકાંત નરેશ; પેખે પંખીયે શાલિનો રે, ખાધો ક્ષેત્ર પ્રદેશ. સુણ૦ ૨૨ ભલું જતન એ તાહરું રે, રક્ષકને કહે રાય; વિણસાડ્યો વિહંગમે રે, ખેત્ર દીસે આ ઠાય. સુણ૦ ૨૩
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy