________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
સ્વામી એક ઈહાં સૂડલો રે, જતન કરતાં જોર; શાલિ માંજર મુખમાં ગ્રહી રે, નાસે તે જિમ ચોર. સુણ૦ ૨૪ ગોતા ગોફણ દેખીને રે, ન ધરે મન ઉચાટ; આ પોપે જે આગમે રે, તે યમશિર પાડે વાટ. સુણ૦ ૨૫
બલ જોજો પંખી તણું રે, દિનપ્રતિ દેઈ દોટ; ચૂકે નહિ જે ચોટ. સુણ૦ ૨૬ પાશે પાડી તાસ; લાવજો મારી પાસ. સુણ૦ ૨૭
શાલિ ગ્રહી પાછો વળે રે, નરપતિ કહે યંત્રશુ રે, ચોર તણી પેરે ઝાલીને રે, અન્ય દિવસ તે કીરને, અવનીપતિ આદેશ;
ઝાલ્યો સુડી દેખતા રે, પાશકલે સુવિશેષ. સુણ૦ ૨૮
મન મુંઝાણી સા શુકી રે, દુઃખ ધરતી અતિરેક; નયણે આંસુ ઢાળતી રે, પતિને પરવશ દેખ. સુણ૦ ૨૯ રડતી રાજસભા લગે રે, પહોંતી પિયુને સાથ; શાલિપાલ કરજોડીને રે, વિનવીયો ભૂનાથ. સુણ૦ ૩૦ તસ્કરની પેરે બાંધીને, તુમ ગુન્હી શુક એહ;
આણ્યો રાજ હજૂરમાં રે, સુણ સ્વામી સસસ્નેહ. સુણ૦ ૩૧
રાગ સારંગ મલ્હારમાં રે, સત્તાવીસમી ઢાળ; ઉદય કહે આગે હવે રે, સુણજો વાત રસાળ. સુણ૦ ૩૨
ભાવાર્થ : હે રાજન્ ! સાંભળ. તે નગરીની બહાર ઉદ્યાનમાં એક ભાગે સુંદર ઉત્તમ
:
એક બગીચો છે, તે જાણે ઈન્દ્રપુરીનો બગીચો ન હોય તેવો શોભી રહ્યો છે. (૧)
તે બગીચામાં વૃક્ષોની હારમાળા અનેક પ્રકારના ફલ-ફૂલથી શોભી રહી છે. ચારે દિશામાં વૃક્ષના કુંજમાં ભ્રમરાઓ ગુંજારવથી ઝંકાર કરી રહ્યાં છે. (૨)
તે ઉદ્યાન સ્થળ દેવોને પ્રિય અને સોહામણું છે અને તેની મધ્યમાં રમ્ય અને મનોહર એક ઋષભ જિનપ્રાસાદ છે. (૩)
તે જિનપ્રાસાદના શિખર ઉપર ધ્વજા શોભી રહી છે. તે જાણે આકાશ સાથે વાદ કરી રહી છે અને ચિહું દિશિ રંગ મંડપની શ્રેણિમાં ઘંટાનાદ રણકી રહ્યો છે. (૪)
૧૫૬