SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ | AિTI TI[ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ T ત્રણ લોકમાં ઉત્તમ દેવવિમાન જેવું તે મંદિર શોભી રહ્યું છે અને તે જિનપ્રાસાદ ઉપર ની સોહામણો સુવર્ણ કળશ ઓપી રહ્યો છે. (૫) તે જિનભવનની આગળ સુરતરૂ સમાન એક સુંદર સહકાર (આંબાવૃક્ષ) છે. તેની ત્રિી શીતલ છાયા છે અને શાખા મોટા વિસ્તારવાળી છે. (૬) તે આંબાની ડાળને વિષે એક કીર યુગલ વસે છે. તેને અન્યો અન્ય સ્નેહ ઘણો છે અને સુખમાં દિવસો પસાર કરી રહ્યા છે. (૭) હવે કોઈ એક વખત વર્ષાઋતુ પૂર્ણ થઈ અને પૃથ્વીતલ પર શરદઋતુએ પોતાનાં Sા પધરામણાં કર્યા. તે સમયે વસુંધરા પણ સુંદર પીતવર્ણી શોભી રહી છે. (૮) સરોવરને વિષે કલહંસો (રાજહંસો) કલરવ કરી રહ્યા છે અને તે સરોવરને વિષે સુંદર કમળો ખીલી ઉક્યાં છે, તે કમલદલને વિષે રહેલ જલબિંદુઓ મુક્તાફલની જેમ શોભી દિની રહ્યા છે. (૯) સી તે વનવાડી ઉદ્યાનમાં વૃક્ષની કુંજોમાં ભ્રમરો ગુંજારવ કરતાં કલ્લોલ કરી રહ્યાં છે. તે દિન ઉદ્યાનમાં ચોખાના ખેતરો ઘણાં છે. સોહામણા છે. તેના કણશિર લલકી રહ્યાં છે. (૧૦) ની હવે કોઈ એકવખત શૂડી પોતાના પતિ પ્રત્યે કહેવા લાગી કે ચોખાના ખેતરમાંથી કી શાલિસરા (ચોખા) લાવીને મને આપો. (૧૧) મારા ગર્ભના પ્રભાવથી મને આજે એ પ્રમાણે દોહદ ઉત્પન્ન થયો છે. તે માટે તમે | જલ્દીથી એ ઉત્તમ કાર્ય કરો કે મને શાલિક્ષેત્રથી શાલિ લાવીને આપો. (૧૨) તે સાંભળીને પોપટ શૂડી પ્રત્યે કહેવા લાગ્યો કે, શાલિના ક્ષેત્રથી શાલિ લેતાં જો ની પૃથ્વીપતિ જાણશે તો ક્રોધે ભરાઈને મસ્તક કાપશે. (૧૩) - તે સાંભળીને શૂડી કહેવા લાગી કે, તે સ્વામીનું ! સાંભળો તમારા અવતારને ધિક્કાર કરી છે કે જે પોતાના જીવને ઉગારવા તમે નારીને મરતી મૂકો છો. (૧૪) વળી તે જીવિત પણ શા કામનું છે કે જે વહાલા હોય છે તે પણ સ્નેહથી વર્જિત છે. વળી જે પોતાના જીવ સાટે બીજાને જીવાડે છે, તે સ્વજન ગુણના ઘર રૂપ છે. (૧૫) વળી સ્વજનને બચાવતા જો કદાચ પોતાના પ્રાણ જાય તો પણ તેમાં કંઈ નુકશાન | નથી. હે ચતુર ! હું કહું તે પ્રમાણે તું સાંભળ ! (૧૬) દિની. એ પ્રમાણે પ્રિયતમાના વચન સાંભળી પોપટ મનમાં અત્યંત લજ્જા પામ્યો થકો પોતાના ના જીવિતની પરવા કર્યા વિના શાલિ લેવા માટે ગયો. (૧૭) અને પોતાની “ચંચુપટ' માં શાલિસણું (ચોખા) લઈ શૂડી પાસે આવ્યો. શૂડી પણ શાલિ | ખાઈને હર્ષિત થઈ થકી પરમ ઉલ્લાસને પામી. (૧૮)
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy