________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
એ પ્રમાણે કરૂણાના ભંડાર એવા કેવલી ભગવંત કહે છે કે, તમે તેનો સંબંધ સાંભળો કે જેથી સાંભળતા સુખ ઉત્પન્ન થાય છે અને ભવભ્રમણનો બંધ તૂટી જાય છે. (૫)
દક્ષિણ ભરતમાં ‘શ્રીપુર' નામનું નગર દીપી રહ્યું છે. તે નગરીમાં ઈન્દ્ર સમાન ‘શ્રીકાંતરાજા' રાજ્ય કરે છે. (૬)
તે રાજાની ‘શ્રીદેવી’ નામની પટ્ટરાણી શ્રીદેવી સમાન રૂપવાન, શીલ કલાથી શોભતી સુંદર, સુઘાટ અને અનોપમ રૂપે મનોહર છે. (૭)
(રાગ : સારંગ : મલ્હાર, સંજમ રંગ લાગ્યો - એ દેશી) પુરબાહિર ઉધાનમાં રે, સુંદર ભૂમિને ભાગ, સુણ નૃપ સોભાગી; ઉત્તમ એક આરામ છે રે, અભિનવ ઈંદ્રનો લાગ. સુણ૦ ૧ નાનાવિધ ફલ ફૂલશું રે, શોભી તરૂની હાર. ચિહું દિશિ વૃક્ષનાં કુંજમાં રે, ભ્રમર કરે ઝંકાર. સુણ૦ ૨ સુરપ્રિય થલ સોહામણો રે, તેહની મધ્યે એક; ૠષભ જિનપ્રાસાદ છે રે, રમ્ય મનોહર છેક. સુણ૦ ૩ શિખર ઉપર ધ્વજ શોભતો રે, વ્યોમ શું માંડે વાદ;
ચિહું દિશિ મંડપ શ્રેણિમાં રે, રણકે ઘંટાનાદ. સુણ૦ ૪ દીપે દેવ વિમાનસ્યો રે, ત્રૈલોક્યોતમ ઉદ્ધમ; સોવન કળશ સોહામણો રે, ઓપે તે અભિરામ. સુણ૦ ૫ તે જિન ભવન આગે અછે રે, સૂરતરૂ સમ સહકાર; શીતલ છાયા જેહની રે, વિપુલ શાખા વિસ્તાર. સુણ૦ ૬
કીર યુગલ એક તિહાં વસે રે, તે આંબાને ડાળ; અન્યો અન્ય સ્નેહ છે રે, સુખે ગમે છે કાળ. સુણ પાવસ ૠતુ પૂરી થઈ રે, શરદે કર્યા મંડાણ; વારુ પીત વસુંધરા રે, નીર ગર્યા નિવાણ. સુણ૦ ૮ કલહંસા કલરવ કરે રે, સરે ફૂલ્યાં અરવિંદ; મુક્તાફલ સમ શોભતા રે, કમલદલે જલબિંદ. સુણ૦ ૯ વનવાડી ઉદ્યાનમાં રે, કુંજારવ કલ્લોલ; શાલિના ક્ષેત્ર સોહામણાં રે, કણશિર લલકે લોલ. સુણ૦ ૧૦
૧૫૪
6