SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ સત્તાવીસમી || દોહા || અર્ચા અષ્ટપ્રકારની, સુણ હરિચંદ્ર રાજન; અનુક્રમે આઠે જાણજે, સ્વર્ણ તણાં સોપાન. ૧ સમકિતને અજવાળવા, ઉત્તમ એહ ઉપાય; પૂજાથી તું પ્રીછજે, મનવાંછિત સુખ થાય. ૨ અક્ષત શુદ્ધ અખંડશુ, જે પૂજે જિનચંદ; લહે અખંડિત તેહ નર, અક્ષય સુખ આનંદ. ૩ અક્ષત જિન આગે ધરી, જિમ કયુગલ પ્રધાન; સુરનરના સુખ ભોગવી, પામ્યા શિવપદ થાન. ૪ કહે કરૂણાનિધિ કેવલી, સુણ તેહનો સંબંધ; સાંભળતા સુખ ઉપજે, ભાંજે ભવનો બંધ. ૫ દીપે દક્ષિણ ભરતમાં, શ્રીપુર નગર સુથાન; રાજ્ય કરે શ્રીકાંત નૃપ, અભિનવ ઈન્દ્ર સમાન. ૬ શ્રી દેવી પટરાગિણી, શ્રીદેવી સમ રૂપ; શીલ કલાયે શોભતી, સુંદર સુઘટ અનૂપ. ૭ ભાવાર્થ : હે હરિચંદ્ર રાજન્ ! સાંભળ અષ્ટ પ્રકારની અર્ચા અનુક્રમે આઠ સ્વર્ણના સોપાન છે. (૧) વળી સમકિતને અજવાળવા માટે, સમકિતને નિર્મલ કરવા માટે પણ પૂજા એ ઉત્તમ ઉપાય છે અને પૂજાથી મનવાંછિત સુખની પ્રાપ્તિ થાય છે. તેમ તું જાણજે. (૨) વળી શુદ્ધ અખંડ અક્ષતથી જે જિનેશ્વરને પૂજે છે તે નર અખંડિત એવું અક્ષયસુખ આનંદથી પ્રાપ્ત કરે છે. (૩) જેમ શુકયુગલ પ૨માત્માની આગળ અક્ષતપૂજા કરવા દ્વારા સુરનરના સુખ ભોગવી અંતે શિવપદને પામ્યાં. તેમ અક્ષતપૂજા કરી હે ભવ્યજનો ! તમે પણ શિવસુખનાં ભોક્તા બનો. (૪) ૧૫૩
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy