________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
રે. ૧૭
દૂર થકી મુનિવર દીઠો નહિજી, વેગે રાખી સિંહા વિમાન રે; જુએ જંગલમાં અણગારનેજી, રંગશુ રાણી અને રાજાન રે. ૧૩ જોતાં જંગલમાં દીઠો યતિજી, દવનો દગ્ધો જેહવો બબ્દુલ રે; સૂકું ખોખું જેહવું સાપનુંજી, હલકો જેહવો આકનો તૂબ રે. ૧૪ જિમ ગ્રહગણ મેરૂ પૂંઠે ભમેજી, મધુને પૂંઠે માખી જેમ રે; વિલેપન તણી વાસે કરીજી, તન ભ્રમરે વીંટ્યો તેમ રે. ૧૫ સતીનું મન જિમ લાગ્યું રહેજી, અહનિશિ સ્વામી કેરે સંગ રે; પુષ્પના પરિમલ થકી પ્રેમજી, અલિ તિહાં લુબ્ધ મુનિને અંગરે. ૧૬ ઈમ ઉપસર્ગ સહે અણગારજી, મગન થઈ રહ્યા મધુપ રે; દુસ્સહ પરિષહની વેદના દેખીનેજી, ભય પામ્યો મનમાંહિ ભૂપ એ તો ગુણનો અવગુણ ઉપન્યોજી, સેવાથી વધ્યો સંતાપ રે; ચિત્તમાં વિધાધર ઈમ ચિંતવેજી, રખે ૠષીશ્વર દિયે શાપ રે. ૧૮ શુભમતિ તે સાધુને દેખીનેજી, પૂરણ પામી પશ્ચાતાપ રે; મેં પાપીણીએ એ માઠું કર્યુંજી, હા હા કિમ છુટશે હવે પાપ રે. ૧૯ અલિ ઉડાડીને ને અલગા કર્યાજી, વળી વળી વંદે સહુ નરનાર રે; લળી લળી પાયે લાગી પ્રેમશુંજી, મળી મળી સહુ કરે મનુહાર અપરાધ કીધો અમે અજાણતાંજી, ગુન્હો બગસો ગરીબ નિવાજ રે; મોટા મહાનુભાવ મુનિસરુજી, તમે તારણ તરણ જહાજ રે. ૨૧ અવિનય તુમને એ કીધો અમેજી, અજ્ઞાની અછું અમે અત્યંત રે; વિધાધર કરે ઈમ વિનતીજી, ખમજો તુમ્હે ખિમાવંત રે. ૨૨ ઉપસર્ગ મનમાં અહિ આસતાંજી, કૃતકર્મતણો વળી ભોગ રે; ક્ષમાશ્રમણ ક્ષપકશ્રેણે ચઢ્યાજી, શુકલધ્યાન તણે સંયોગ રે. ૨૩ અશાતાવેદની કર્મ આલોચતાંજી, ઉપનું કેવલજ્ઞાન અનુપ રે; આવ્યા ઉત્સવ કરવા દેવતાજી, નયણે નીરખે વિધાધર રૂપ રે. ૨૪ કનક કમલે બેસી કેવલીજી, દીધો ધર્મતણો ઉપદેશ રે; રાજા રાણી મુનિને વંદી વલીજી, ખમાવી અપરાધ વિશેષ રે. ૨૫
૨. ૨૦
૪૫