________________
| SS S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ )
. આ કાયા એ ક્ષણભંગુર હો સુ. કોડી ઉપાયે હો રાખી રહે નહિ; ચવન જિમ નદી પૂર હો સુ. ખિણમાં ખૂટી હો જાયે જાતાં વહી. ૧૩ જિમ મૃગપતિ દેઈ ફાળ હો સુ. મૃગને હરે હો સહુ મૃગ દેખતાં; તિમ જીવને હરે કાળ હો સુ. સહસા વેગે હો પરિજન પેખતાં. ૧૪ તન મન વચનને ચોગે હો સુ. કર્મ કરે તો જે જગ પ્રાણીયો; ભોગવે તે તિમ ભોગ હો સુ. કર્મનો ઝોરો હો એહવો વખાણિયો. ૧૫ વિરુઓ મદન વિકાર હો સુ. તેહને અરથે હો નરભવ કાં હારો; સમકિતમૂલ વ્રત બાર હો સુ. વિધિશુ પાળી હો નિજ આતમ તારો. ૧૬ ઈત્યાદિક ઉપદેશ હો સુ. મુનિવર મોદે હો ભવિક પ્રતિ દીધો; બોધ પામી સુવિશેષ હો સુ. નરપતિ આદિ હો ચિત્તમાંહી લીધો. ૧૦ પાંસઠમી એ ઢાળ હો સુ. ભવિયણ ભાવે હો સૂધી સEહજો; ઉદય કહે સુરસાલ હો સુ. જિન મારગમાં હો જાણી ભીના રહેજો. ૧૮
ભાવાર્થ : ધર્મદેશનાનો પ્રારંભ કરતા શ્રી વિજયસૂરિ નામના ચઉનાણી શાસનના શણગાર એવા અણગાર ફરમાવી રહ્યા છે કે, હે ભવ્યજીવો ! સાંભળો. સંસારસમુદ્રથી પાર મન
પામવા માટે શ્રી વીતરાગ દેવે પ્રરૂપેલ ધર્મ કરો, સમ્યગદર્શન પદને વિષે સ્નેહ ધારણ કરી કરી તેને પ્રાપ્ત કરી મનુષ્ય જન્મનો લાભ લો. (૧)
- વિવેચન : સંસારરૂપી સમુદ્ર તરવામાં મુખ્યતયા સમ્યકત્વની પ્રાપ્તિ જરૂરી છે. કારણ
સમ્યકત્વ પામ્યા વિનાનો જીવ ભવસમુદ્ર તરી શકતો નથી. ચારિત્ર રહિત જીવ મુક્તિને માં મેળવી શકે છે જો તેની પાસે સમ્યકત્વની પ્રાપ્તિ છે તો. પરંતુ સમ્યકત્વ રહિત જીવ ભલે | નિરતિચાર ચારિત્ર પાળે પરંતુ શાશ્વત સુખને મેળવી શકતો નથી. સમ્યકત્વ એટલે ટૂંકમાં |
કહીએ તો જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલ ધર્મ પ્રત્યે શ્રદ્ધા. તેમાં જરા પણ શંકા ન હોય. સુદેવ, તો આ સુગુરુ અને સુધર્મ આ ત્રણેય તત્ત્વો પ્રત્યે અવિહડ ભક્તિ હોય. તેનું નામ સમ્યકત્વ. વળી આ તે સમકિતને આપણે પામ્યા છીએ કે નહિ તેની ખાત્રી શું હોઈ શકે ? જ્ઞાની પુરુષ કહે છે ને તેની ખાત્રી નીચેના પાંચ લક્ષણ જો તમારામાં છે તો સમજવું તમે સમકિતી છો. (૧) શમ | (૨) સંવેગ (૩) નિર્વેદ (૪) અનુકંપા (૫) આસ્તિકતા. આ પાંચ લક્ષણથી યુક્ત જીવ સમ્યકત્વધારીનું બિરૂદ પામી શકે છે.
૧. શમ એટલે જીવ કર્મોનો ઉપશમ કરતો હોય એટલે કે કર્મને દબાવે છે. સર્વ જીવ 2. પ્રત્યે પણ સમભાવ રાખે છે. તેનામાં દ્વેષ ભાવ ઓછો જોવા મળે છે.
1 - 23