________________
[
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ૨. સંવેગઃ એટલે સંસાર પ્રત્યે ઉદાસીનતા. સમકિત દષ્ટિ જીવ સંસારમાં રહેવું પડે કન માટે રહે પરંતુ સંસાર સંબંધી ભોગસુખમાં લીન બને નહિ. જેમ કમલ ઉગે કાદવમાં પણ છે. તે કમલ કાદવ અને પાણીથી અલિપ્ત રહે છે. જરા પણ તેમાં લેપાતું નથી, તેમ સમકિત ને દૃષ્ટિ આત્મા હંમેશા સંસારમાં ઉદાસીન ભાવે રહેતો હોય છે તેમાં જરા પણ લપાતો નથી.
ટૂંકમાં સંસારનું ઉદાસીનપણું તેનું નામ સંવેગ. ની ૩. નિર્વેદ ઃ એટલે ભવ પ્રત્યે કંટાળો. સમ્યગુદૃષ્ટિ આત્માને ભવો કરવા પડે તે |
કંટાળારૂપ લાગે. જેમ જીવને એકને એક સ્થાને રહેવું ન ગમે, રોજ રોજ એકનું એક ખાવું
ન ગમે થોડો વખત થાય અને તેનાથી કંટાળી જાય અને એકના એક કપડાં પહેરે તો પણ ની કંટાળો આવે. તેમ સમકિતધારી જીવને એકને એક ગતિમાં ભ્રમણ કરવું તે કંટાળા રૂપ બને છે
છે માટે જે જીવને ભવ પ્રત્યે કંટાળો થાય તે જીવ સમકિતી છે તેમ સમજવું. + ૪. અનુકંપા : સમકિતવંત આત્મા સર્વજીવરાશી પ્રત્યે અનુકંપા ધારણ કરે. કોઈ કa ની દુઃખી, દરિદ્રી, ગરીબ, લુલા, અંધ, નિર્ધન જીવોને જુવે અને સમકિતી ધ્રુજી ઉઠે અને તે ની | જીવો પ્રત્યે સહાનુભૂતિ કરવા તત્પર બને.
૫. આસ્તિકતા સમકિત દૃષ્ટિ આત્મા ધર્મચર્ચા કરે પણ તેમાં વારંવાર ખોટા પ્રશ્નો નું ની ઉપસ્થિત કરે નહિ. જાણવા માટે શંકા કરે પણ તે જાણ્યા પછી પણ નાસ્તિક જીવની જેમ તે
આ વાત આમ ન હોય, હું આ બાબત માનતો નથી વિગેરે જે ખોટા તર્ક ઉત્પન્ન કરે તે નાસ્તિક ભાવનું સેવન ન કરે. જેમકે કોઈ નાસ્તિક જીવને કહેવામાં આવે તે પાપકર્મ કરીશ
તો સાત નરકના દુઃખો સહન કરવા પડશે ? ત્યારે ધર્મ-કર્મને નહિ માનતો તે જીવ કહે, દે અમે તો આઠમી નરક હોતને તો ત્યાં પણ જવા તૈયાર છીએ. પણ તેને ખબર નથી કે તે કે બોલતા બોલાય છે પણ ભોગવતા છક્કા છુટી જશે ! સમકિતવંત આત્મા આવા સામે તર્ક | વા. ન કરે પણ વાતને સ્વીકારી ધર્મકાર્યમાં વૃદ્ધિ કરે. આ પાંચ લક્ષણ જેનામાં હોય તે સમકિતધારી ને આત્માની નિશાની છે અને જે આત્મા આવું સમ્યકત્વ પ્રાપ્ત કરે છે તે ભવસમુદ્રને જલ્દીથી કે
તરી જાય છે અને પોતાના જન્મને સફળ કરે છે. માટે હે ભવ્યજીવો ! તમે પણ નિર્મળ 6 એવા સમ્યગુદર્શન પદને પ્રાપ્ત કરી માનવજન્મ સફળ કરો.
| એ પ્રમાણે વિજયસૂરિ' નામના અણગાર ફરમાવી રહ્યા છે કે, આ જિનેશ્વર ભગવંતની આ પ્રરૂપેલી વાણી છે. તેને હૃદયથી સ્વીકારો અને મન-વચન-કાયાના ત્રિવિધ યોગથી તેમજ . મ કરવું, કરાવવું, અનુમોદવું એ ત્રણ કરણથી દાન - શીયલ - તપ અને ભાવરૂપી ધર્મને આદરો. ન તેમજ ક્રોધ-માન-માયા-લોભ આ ચાર કષાય છે. તેના સોલ ભેદો છે. તેને દૂર . * કરો. તેમજ દુઃખને આપનાર નવ નોકષાય છે તે પચીસ ભેદને તમે દૂર કરો. (૩)