________________
િ
શ્રી અમ્રકારી પૂજાનો રાસ) STATE DISAST 3 વિવેચનઃ કષ એટલે સંસાર અને આય એટલે લાભ. જેનાથી સંસારની વૃદ્ધિ થતી હોય | તેવા કષાય ચાર છે. તે ચારના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન કર
એ ચાર - ચાર ભેદો છે. એટલે કે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, અપ્રત્યાખાની ક્રોધ -માન-માયા - લોભ પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ. સંજવલનો ક્રોધ-માન - માયા - લોભ એમ ૪૮૪ = ૧૬ ભેદે કષાય છે અને નવભેદે નોકષાય છે. આ ૨૫ ભેદ મોહનીય
કર્મના છે. જેણે આવીને આપણા આત્મા પર પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. જે આત્મગુણના | ઘાતક છે. જેના દ્વારા આપણો અનંતો સંસાર વધે છે. સૌ પ્રથમ લોભ આવે છે. તે આવે છે
એટલે આપણને પ્રિય વસ્તુ પર મૂર્છા થાય છે. તેજ વસ્તુ બીજા કોઈ ન લઈ લે તે માટે કોઈની સામે જીવ માયા કરે છે. કપટ કરે છે કે ના મારી પાસે એ ચીજ નથી. મને તો મળી નથી. આ બે દ્વારા કોઈની છેતરપીંડી કરીએ એટલે માન આવે કે હું કેટલો હોંશિયાર છું. મારી કેટલી આવડત મેં તેને છેતર્યો પણ કોઈને ખબર ન પડી. આ વ્યક્તિ જૂકી છે. તેને સત્ય બોલાવવું છે તો જરા જબરજસ્તી કરે તો લોભી જીવ ક્રોધે ભરાય છે, ક્રોધે ભરાતા તેનું લોહી
ઉકળવા માંડે છે. શરીર ગરમાગરમ બને છે. આંખો લાલચોળ થઈ જાય છે અને અંતે આ | ચારેય મલી જીવને અધોગતિના રસ્તે લઈ જાય છે અને જીવ - જીવ સાથે વૈર ઉત્પન્ન કરાવે
છે. જો અનંતાનુબંધીમાં ક્રોધાદિ ચાર પરિણમે તો જીવનપર્યન્ત રહે અને સમ્યકત્વ અટકાવી મા નરકમાં લઈ જનારા બને છે. અપ્રત્યાખ્યાનીમાં પરિણમે તો બાર મહિના સુધી વૈર કરાવે
અને દેશવિરતિને અટકાવે છે. એજ રીતે પ્રત્યાખ્યાની ચાર માસ સુધી રહે અને સર્વવિરતીને | અને સંજવલન પંદર દિવસ રહે યથાખ્યાત ચારિત્ર પામવા ન દે માટે આત્મગુણના ઘાતક
એવા ચારેયથી દૂર રહેવું તે યોગ્ય છે. જેમ આગ લાગે તે માણસ જીવ બચાવવા ભાગે તેમ કષાયરૂપી આગથી જીવ સળગી ઉઠ્યો છે. તેનાથી બચવા ધર્મના શરણે જવું જરૂરી છે. કષાયથી દૂર ભાગવું જોઈએ. કષાય તો ખતરનાક છે જ પણ તેની સાથે “નવ નોકષાય | ભળતા કષાયરૂપી ચારેય ચોરટા વધુ શેતાન બને છે. તે કષાય નથી કરતા પણ કષાય ન કરવામાં નિમિત્ત બને છે. માટે આ પચ્ચીશે કષાયને આદર ન આપતા તેનાથી દૂર રહો. તે નવનોકષાયના નામ:- હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગછા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, |
આ નવ નોકષાય અને સોળ કષાય મળી, કષાયના પચીશ ભેદો થાય છે. તેનો ત્યાગ કરી ની ક્ષમા, નમ્રતા, આર્જવ, નિભતા આ ગુણોને પ્રગટ કરવા પ્રયત્નશીલ બનો.
તેમજ પૂજ્ય વિજયસૂરીશ્વરજી ફરમાવી રહ્યા છે કે, હે ભવ્યો ! કષાયને દૂર કર્યા બાદ દે પાંચ પ્રકારના વિષયસુખો, આઠ પ્રકારના મદ, આઠ કર્મ, પાંચ પ્રમાદનો પરિહાર કરો. ની તેમજ રાગ દ્વેષાદિ ચોર ટોળે મળીને આપણા આત્મગુણને લૂંટે છે અને ધર્મના માર્ગે ચડેલા
આપણને અધવચ્ચે પછાડે છે. ધર્મ પામવા દેતા નથી. (૪)