________________
E
V - શ્રી અપ્રકારી પૂજાનો રાસ) છે
આ - વિવેચનઃ પાંચ ઈન્દ્રિયોને અનુસરીને પાંચ પ્રકારના વિષયસુખો છે. આ વિષયસુખો . | વિષતુલ્ય છે. વિષ ખાવું તે પણ સારું નથી કેમકે તે પ્રાણઘાતક છે. તે ખાવાથી જીવ મૃત્યુ
પામે છે. એક ભવમાં મારનારું બને છે જયારે તેના સમાન વિષયસુખો તેનાથી પણ ન - ખતરનાક છે. તે જીવને ભવોભવ ભટકાવે છે. અધોગતિના દુઃખોને આપે છે. કોઈપણ કરે | પ્રાણી અમુક વસ્તુ વિષ કરતાં ખતરનાક છે એમ જાણ્યા પછી તેના તરફ નજર પણ કરતાં પણ ન નથી કેમકે તે જાણે છે ઝેર મારનારું છે, તો તેનાથી ખતરનાક વસ્તુ વધારે મારનારી બને.
આ સમજણ આવ્યા પછી એવો કયો જીવ મૂર્ખ બને કે વિષતુલ્ય વિષયસુખમાં મગ્ન રહે? તો
એક એક ઈદ્રિયના વિષયમાં મગ્ન બનનાર પ્રાણી પોતાના પ્રાણની આહુતિ આપે છે તો | જેનાં પાંચ ઈદ્રિયરૂપી ઘોડા લગામ વિનાના છુટા હોય તેનું શું થાય? હે માનવ ! જો તારે ભવસમુદ્ર તરવો છે તો વિષ સમાન વિષયસુખોનો તુ ત્યાગ કર અને ભવસમુદ્રમાં નૌકા સમાન શ્રી જિનકથિત ધર્મનું શરણ સ્વીકાર.
આઠ પ્રકારનાં મદ છેઃ જાતિમદ, કુલમદ, બળમદ, રૂપમદ, તપમદ, સૂત્રમદ, લાભમદ, ઐશ્વર્યમદ આ આઠ મદ એટલે આઠ અભિમાન. આ આઠે પ્રકારનાં મદ જીવને ધર્મના | માર્ગથી ભ્રષ્ટ કરે છે અને અનંતા સંસારને વધારનારા બને છે. આ મદો નીચગોત્ર કર્મ
બંધાવનારા થાય છે. આઠે મદ ફૂંફાડા મારતા કાલિંદ્રા નાગ જેવા છે. તે મોટા મોટા ની મહર્ષિઓને પણ નીચે પછાડે છે. ગુણની વૃદ્ધિને અટકાવનારા આઠ મદો છે અને ગુણની
વૃદ્ધિમાં વધારો કરાવનાર નમ્રતા ગુણ છે. જેમ શ્રુતનો મદ કરવાથી સ્થૂલભદ્ર મુનિને ચાર પૂર્વનો અર્થ સમજવા ન મળ્યો. રૂપનો મદ સનતકુમાર ચક્રવર્તીએ કર્યો પણ સ્નાન કરી, શણગાર સજી રાજસભામાં સિંહાસન પર આરૂઢ થતાં બાહ્યરૂપ બરાબર છે પણ અંદર તેની કાયામાં સોલ રોગો ઉત્પન્ન થયા. ખ્યાલ આવતા અનિત્ય ભાવના ભાવતા વૈરાગ્ય રંગે રંગાયા અને પખંડનું સામ્રાજ્ય છોડી શાસનના શણગાર એવા અણગાર બન્યા. શરીરની પણ ચિકિત્સા છોડી દીધી. અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ ગઈ હોવા છતાં પોતાના શરીર માટે ક્યારેય લબ્ધિનો ઉપયોગ કર્યો નથી.
જેમ મરિચીએ કુલનો મદ કર્યો તો તેમનો અનંતો સંસાર વધ્યો અને નીચગોત્ર કર્મ : દર બંધાયુ જેથી ચોવીસ ભવ સુધીમાં માનવ જન્મ પામ્યા પણ બ્રાહ્મણ કુળમાં જન્મ્યાં એટલું જ નું
ની નહિ કર્મ ખપાવતા થોડું કર્મ બાકી રહ્યું તો છેલ્લા તીર્થંકરના ભાવમાં પણ ૮૨ દિવસ માં Fી. સુધી તે કર્મના પ્રભાવે બ્રાહ્મણીની કુક્ષીમાં રહેવું પડ્યું. આમ આઠ પ્રકારના અભિમાન
જીવને અધોગતિમાં લઈ જનારા બને છે. માટે હે ભવ્યજીવો ! આઠે પ્રકારના અભિમાનથી દૂર રહો!
જે