SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ EDITING | શ્રી અપ્રકારી પૂજાનો રાસ છે (માહરો જીવન જગદાધાર રે, અંતરજામી - એ દેશી) સાધુ પર્યાપે એમ હો, સુશોભવિ પ્રાણી નરભવ કેરો હો લાહો લીજિયે; સમકિત શું ધરી પ્રેમ હો, સુ. ભવજલ તરવા હો જિનધર્મ કીજિયે. ૧ પામી શુભ પ્રસ્તાવ હો સુ. વાણી જિનની હો જાણી હૈયે ધરો; દાન-શિયળ-તપ-ભાવ હો સુ. ત્રિવિધે ત્રિવિધે હો તેહનો ખપ કરો. ૨ ક્રોધાદિક જે ચાર હો સુ. સોળ ભેદે હો કષાય તે મત ભાજો; દેખી દુઃખ દાતાર હો સુ. નવ નોકષાય હો મળી પંચવીસે તજે. ૩ પંચ વિષય મદ આઠ હો સુ. અષ્ટકર્મ હો પ્રમાદ પાંચે વળી; પાડે ધર્મની વાટ હો સુ. રાગાદિક હો ચોર ટોળે મળી. ૪ આતમ ઉનમત પ્રાય હો સુ. દુરગતિગામી તો વિપત્તિ વેઠે ઘણી; ફરી ફરીને ભવમાંહી હો સુ. ઘેય મોહે હો ખાયે ઘૂમણી. ૫ મોહ તણે વશ જેહ હો સુ. કુટુંબને કાજે હો કર્મ કરે ઘણા; પરભવે લેચે તેહ હો સુ. દુઃખદાયી હો પોતે ફળ તેહ તણાં. ૬ સ્વારથ સુધી પ્રીતિ હો સુ. સ્વારથ યોગે હો સહુ આવી મિલે; એ સંસારની રીતિ હો સુ. દુઃખની વેળા હો સ્વજન દૂર ટળે. ૭ વિષયનો વાળ્યો જીવ હો સુ. અનઘટ પંથે હો જાતો નવિ ઓસરે; માઝા મૂકી સદૈવ હો સુ. નેહનો બાંધ્યો હો અકૃત્ય આચરે. ૮ નેહે ન રહે લાજ હો સુ. ધમધર્મ હો ન ગણે લાજથી; નેહે વિણસે નિજ કાજ હો સુ. એહવું જાણી હો વિરમો તેહથી. ૯ ભાખે શ્રી ભગવંત હો સુ. મોટું કર્મ હો છે સહી મોહની; સીતેર કોડાકોડી તંત હો સુ. કહી ઉત્કૃષ્ટી હો સ્થિતિ જગ જેહની. ૧૦ ઉત્પત્તિ સ્થિતિને વિનાશ હો સુ. જગમાં હો પદારથ સકલ લહે સહી; એક ધર્મ અવિનાશ હો સુ. જિનવરે ભાખ્યો હો આરાધો લહી. ૧૧ કુશ અગ્ર જળ જેમ હો સુ ચંચળ જેવી હો જગમાં વીજળી; આયુ અથિર તિમ હો સુ વાર ન લાગે હો જાતાં જાણો વળી. ૧૨
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy