________________
3
STD 10 | શ્રી અપ્રકારી પૂજાનો રાસ
ઢાળ પાંસઠમી
| દોહા / વનપાલે જઈ વિનવ્યો, રંગેશું રાજાન; વિજય નામે સૂરીસરુ, આવ્યા છે ઉધાન. ૧ વધામણી વનપાળને, આપી અવનીનાથ; વેગે ચાલ્યો વાંદવા, સૈન્ય લેઈ સાથ. ૨ સુતા સહિત સપરિકરે, વળી બહુ પુરજન લેય; આવી વંદે અણગારને, ત્રણ પ્રદક્ષિણા દેય. ૩ સહુ નરનારી સાધુના, પ્રણમી ભાવે પાય; સુણવા ધર્મની દેશના, બેઠા નિરવધ થાય. ૪ દિયે તવ ધર્મની દેશના, મુનિ તિહાં મધુરે સાદ;
સભા સહુકો સાંભળે, પ્રેમે તાજી પ્રમાદ. ૫ ભાવાર્થ હવે કુંભપુરનગરના બહારના ઉદ્યાનના રખેવાલ એવા વનપાલકે આવીને શ્રીધર' રાજાને વિનંતી કરી કે, હે રાજન્ ! કુંભપુરનગરની સમીપના ઉદ્યાનમાં શ્રી | વિજયસૂરીશ્વર નામના અણગાર પધાર્યા છે. (૧)
એ પ્રમાણેના આનંદદાયક સમાચાર સાંભળી વધામણી (સમાચાર) લાવનાર 3 ઉદ્યાનપાલકને પૃથ્વીપતિએ સારી એવી વધામણી (ઈનામ) આપીને વિદાય કર્યો અને
અવનીપતિ “શ્રીધર' રાજા સૈન્ય પરિવાર સાથે લઈ જલ્દીથી વંદન કરવા ચાલ્યો. (૨). . વળી રાજકુમારી ‘કુંભશ્રી’ સહિત સર્વપરિવાર અને નગરજનોને સાથે લઈને જ્યાં
મુનિવર સમવસર્યા છે ત્યાં આવે છે અને શાસનના શણગાર એવા તે મુનિવરને ત્રણ | પ્રદક્ષિણા દઈને વંદન કરે છે. (૩)
તેમજ નગરવાસી સ્ત્રી પુરુષો પણ ભાવપૂર્વક મુનિવરના ચરણોમાં પ્રણામ કરે છે અને & ધર્મની દેશના (ઉપદેશ) સાંભળવા જીવરહિત ભૂમિ (નિરવઘ) નિહાળીને બેસે છે. (૪)
તે સમયે ચઉનાણી વિજયસૂરિ' નામના અણગાર પણ અમૃત સમાન મીઠી વાણીથી ના ધર્મોપદેશ દેવા લાગ્યા. તે સર્વસભાજનો, રાજા સહિત સર્વ પરિવાર અને સર્વ નગરજનો ને પ્રેમપૂર્વક આળસ-પ્રમાદનો ત્યાગ કરી સાંભળવા લાગ્યા. (૫)