SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ . 3 . . શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ (રાગ ગોડી મલ્હાર : વૈરાગી થયો એ દેશી) રાજ્યલીલા વૈભવ રસે રે, ભોગવતા સુખ ભોગ; અનુક્રમે આવી ઉપનો રે, રાણીને તન રોગ રે. ૧ કર્મ ન છટિયે, કીજે કોડી પ્રકાર રે; જો જો વિચારીને, સુખ દુઃખ કર્મ દાતારો રે. કર્મ ૨ કીલક ઘાલ્યાં કાનમાં રે, પગ વિચે રાંધી ખીર; ગાડવને કુલે અવતર્યો રે, કર્મ નડ્યાં મહાવીર રે. કર્મ૦ ૩. નળ સરીખા કર્મો નડયા રે, સીતા થઈ સકલંક; મુંજ સરીખા મહીપતિ રે, કમેં કીધાં રંકો રે. કર્મ૪ વરસ દિવસ લગે નવિ મળ્યો રે, આદીશ્વરને આહાર; કમેં કોઈ મૂક્યો નહિ રે, ઈમ અનેક અધિકારો રે. કર્મ ૫ મદનાવલીએ પૂર રે, દુગંછા મુનિ દેખી; અષ્ટાપદથી આવતાં રે, કીધી હૃતિ ધરી દ્વેષો રે. કર્મ ૬ મલિન મુનિશ્વર દેખીને રે, મુખ મચકોડયું રે જેહ; ત્રીજા ભવનું કર્મ તે રે, ઉદય આવ્યું હવે તેહ રે. કર્મ૭ તેહ દુગછા કર્મથી રે, દેહ થકી દુરગંધ; મૃતકની પરે મહમહે રે, જો જો કર્મ સંબંધ રે. કર્મ૮ સર્પ, શ્વાન, માંજારનું રે, કીટક સહિત કરંક; કોહ્યું કલેવર દેખીને રે, જિમ સહુ પામે આસંકો રે. કર્મ. ૯ અનંત ગુણો અધિકો સહી રે, દેહ થકી દૂરવાસ; ઉછલ્યો રાજ આવાસમાં રે, રહી ન શકે કોઈ પાસો રે. કર્મ૧૦ વાસના સદાળી વિસ્તરી રે, યાવત્ નગર પર્વત; દુસહ તે દુરવાસના રે, અનુક્રમે વાધી અનંત રે. કર્મ. ૧૧ પ્રજા મિલિ પ્રભુને કહે રે, સ્વામી સુણો એક વાત; પુરમાં રહેવાતું નથી રે, દુરગંધે દિનરાતો રે. કર્મ. ૧૨
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy