SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Sિ 3 . . શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ કહોતો કોઈક દેશમાં રે, જઈ જીવન પ્રાણ; પુરજન સઘળો ખળભળ્યો રે, પડિયો તિહાં ભંગાણો રે. કર્મ. ૧૩ યત ઉક્ત વ : अष्ट प्रकारी पूजा चरित्रे प्रथमशतके ऊच्छलिओ दुव्विसहो, निव्विण देहा उठीए तह गंधो ॥ जह युयुति भणंतो, नासइ नयरीजणो सव्वो ॥ ७ ॥ એહવો ઉત્પાત દેખીને રે, સિંહધ્વજ રાજન; પટરાણીના પ્રેમથી રે, મહાદુઃખ પામ્યો મા રે. કર્મ. ૧૪ હા હા શું થાશે હવે રે, શું કરવો મેં એહ; પ્રજા તજું કે પ્રિયા તાજું રે, કે છોડું નિજ દેહ રે. કર્મ. ૧૫ કુલ કાજે એક ઇંડિયે રે, સચિવ કહે સુણો સ્વામ; ગામ કાજે કુલ ઇંડિયે રે, દેશને અરથે ગામો રે. સચિવ કહે સુણો. ૧૬ આપણો પ્રાણ ઉગારવા રે, અવની તજીયે અખંડ; તે માટે પ્રભુજી સુણો રે, રાણી વાસો વનખંડ રે. સચિવ૦ ૧૭ પ્રિયાને ત્યજવી ઘટે રે, શાએ કહ્યો છે રે આમ; અનેક તજી એક આદરે રે, એ મુરખનું કામ રે. સચિવ૦ ૧૮ તે કારણે પ્રભુજી તુમે રે, પ્રીછો બુદ્ધિ પ્રકાશ; અરયે વાસો અંગના રે, ઉત્તમ કરી આવાસો રે. સચિવ૦ ૧૯ અનાદિક તિહાં આપીને રે, સેવક મૂકો ચિહું પાસ; પ્રજાનું દુઃખ ટાળવા રે, ઘટે એહને વનવાસો રે. સચિવ ૨૦ માની વાત તે મહિપતિ રે, વળીય વિચારે રે એમ; કિમ રહેશે એ મુજ વિના રે, પગ પગ સાલશે પ્રેમો રે. સચિવ- ૨૧ એહ વિના આવી દાડી રે, મેં રહેવાયે રે કેમ; જલ વિના જેમ માછલી રે, મુજ વિના એહ જેમ રે. સચિવ૦ ૨૨ મૂરતી મોહનવેલશી રે, કોમલ કમલશી કાય; કેહશું કરશે વાતડી રે, કિમ રહેશે વન માંહા રે. કર્મ૨૩
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy