________________
ETS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ -
૩ આગળશું આદી ધરી રે, પરિગલ દાખી રે પ્રીત; તેહને રણમાં છોડિયે રે, એ નહિ ઉત્તમ રીત રે. કર્મ૨૪ નયણે આંસુ ટાળતો રે, પહોત્યો પ્રેમદા પાસ; મહાદુઃખ મનમાંહિ ઉપનું રે, દેખી રાણી ઉદાસ રે. કર્મ૨૫ બોલ્યો બારમી ઢાળમાં રે, કડૂઓ કર્મ કલોલ; ઉદયરત્ન કવિ ઈમ કહે રે, કર્મ કરે ઇંદોલ રે. કર્મ. ૨૬
ભાવાર્થ જગતમાં કર્મથી બળિયો કોઈ નથી. કર્મ કોઈને છોડતું નથી. જીવનમાં સુખ-દુઃખ પણ કર્માધિન છે. કર્મસત્તાએ જ તો આપણા આતમરાજ પર પોતાનું સામ્રાજય જમાવ્યું છે. કર્મસત્તાની આગળ કોઈનુંય કશું જ ચાલતું નથી. તેની આગળ ચાલે છે તો એક ધર્મસત્તાનું. જો જીવ કર્મસત્તાની સામે ધર્મસત્તાને લાવીને મૂકે અને ધર્મના શરણે પોતાનું જીવન સમર્પિત કરે તો કહેવાતી શૂરવીર એવી કર્મસત્તાને પણ ધર્મસત્તા સામે નમવું જ પડે છે અને જો ધર્મસત્તાને જીવનમાંથી ખસેડી તો તો બસ કર્મસત્તા આત્મરાજ
પર ચડી બેઠી જ સમજો ? તે પછી મારી સામે કોણ આવીને ઉભું છે તે જોતી નથી. ચાહે ન રાજા હોય, રંક હોય, ઈન્દ્ર હોય, ચંદ્ર હોય, સૂર્ય હોય, ચક્રવર્તી હોય યા તો તીર્થંકર પરમાત્મા હોય તે પોતાની કાર્યવાહી ચાલુ જ રાખે છે.
અહિં પણ આપણે જોઈએ કે સિંહધ્વજરાજા “મદનાવલી' સાથે કેવો સુખમાં મગ્ન હતો. જાણે પોતે પોતાનું ભાન ગુમાવી બેઠો હતો અને સુખમગ્ન રાજવીને ત્યાં પણ કર્મ શું | નાટક કરાવે છે ! શું ઉત્પાત કરે છે ! તે જુઓ.
એક દિવસની વાત છે. રાજ્યલીલા - વૈભવરસમાં મગ્ન મદનાવલી સાથે ભોગવાતા ૬ ભોગમાં રાજા નિમગ્ન બન્યો છે. ત્યાં એકાએક પટ્ટરાણીના તનમાં વેદનીય કર્મે ઘેરો | ઘાલ્યો. રાણીનું શરીર રોગગ્રસ્ત બન્યું. (૧)
ખરેખર કરોડો ઉપાય કરવા છતાં પણ કર્મ કોઈને છોડતું નથી. હૃદયમાં વિચારજો ! સુખ દુઃખનો દાતાર બીજું કોઈ નહિ પણ કર્મ છે. (૨)
પરમાત્મા મહાવીર દેવ પણ તીર્થંકર બનવાના છે. છતાં કર્મે કાનમાં ખીલા ઠોકાવ્યા. દિન તે પગ વચ્ચે ખીર રંધાવી. બ્રાહ્મણને ત્યાં નીચકુલમાં અવતાર કરાવ્યો. આમ પરમાત્માને કિસી પણ કર્મ નડ્યાં અને તે ભોગવે જ છુટકારો મલ્યો. (૩)
નળરાજા જેવાને પણ કમેં રાજ્ય છોડાવ્યું અને જંગલમાં ભટકવું પડ્યું. કર્મે મહાસતી સીતાને કલંક ચડાવરાવ્યું. મુંજ જેવા મહાન રાજાને પણ કર્ભે રંક બનાવી દીધો. (૪)